Sunday, July 7, 2019

મહેન્દ્રસિંહ ધોની (માહી) --- Mahendra Singh Dhoni (Mahi)

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️
🎾🎾મહેન્દ્રસિંહ ધોની (માહી)🎾🎾
⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️ભારતીય ટીમના કેપ્ટન કૂલ ગણાતા મહેન્દ્રસિંહ ધોની

👦🏻નાનપણમાં એક સપનું જોયું હતું કે તેમણે દેશમાટે ક્રિકેટ રમવું છે.
🎯લક્ષ્ય પ્રતિ લગન, સમર્પણ અને પ્રતિબદ્ધતા દ્વારા માહીએ ફક્ત પોતાનું સ્વપ્ન પૂર્ણ નથી કર્યું તે આજે કરોડો ભારતીયોનો આંખનો તારો બન્યો છે.

👦🏻રાંચીની નજીકનાં શ્યામલીમાં દયાનંદ એંગ્લો-વૈદિક જવાહર વિદ્યા મંદિર (ડીએવી)માં ધોનીનાં સહપાઠી રહેલા રેણુકા ટિકાડે કોચરે પોતાનાં શાળાનાં દિવસોને યાદ કરીને જણાવ્યું કે, ધોની સામાન્ય વિદ્યાર્થી હતો. શિક્ષાને કદી પણ ગંભીરતાથી લીધી ન હતી. ફક્ત પાસ થવા માટે તે અભ્યાસ પૂર્ણ કર્યો છે. ક્રિકેટ તરફ તેની સમર્પણ ભાવના પ્રશંસા પાત્ર હતી.


👦🏻સાધારણ મધ્યમવર્ગથી સ્ટાર ક્રિકેટર બનેલા ધોની નાનપણથી હસમુખ, મિલનસાર અને નટખટ સ્વભાવનાં રહ્યાં છે. અભિમાન તો તેમને સ્પર્શ પણ કરી શક્યું નથી. પોતાનાં શિક્ષકોનું તેઓ સન્માન કરતા હતાં અને તેઓનો ગુસ્સો પણ હસતા-હસતા સાંભળતા હતા.

📝12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હતી, સર્વ વિદ્યાર્થીઓ પૂરી રીતે અભ્યાસ કરતા હતાં. આ દરમિયાન એક પ્રશ્ન-પત્ર વચ્ચે બે-ચાર દિવસનું અંતર હતું. સંજોગો વસાત આ દરમિયાન ધોનીને એક મેચ પણ રમવાનો હતો. આ પરિસ્થિતિમાં પરીક્ષાની ચિંતા કર્યા વગર ધોનીએ પોતાનો મેચ રમ્યો. શિક્ષકો અને વિદ્યાર્થીના લાડીલા ધોની કદી પણ નાપાસ થયા ન હતાં.

📝દિકરાનાં લક્ષણો ઘોડીયામાં દેખાય આવે છે. માહીને પણ પોતાના લક્ષ્ય તરફ કદી અસમંજસ ન હતું. તે તેને મેળવવા સતત પ્રયત્નશીલ હતાં. આજ કારણે તેમનો વધુ સમય મેદાનમાં જતો હતો. ખરી રીતે તેનો ક્લાસ રૂમ ક્રિકેટનું મેદાન હતું અને શિક્ષક હતાં કોચ મિસ્ટર બેનર્જી. અન્ય શિક્ષકો તેને ઘણી વખત કહેતાં હતા કે રમત બરોબર છે, શિક્ષણ પ્રત્યે પણ ધ્યાન આપવું જોઇએ, પરંતુ ધોનીની મંઝીલ ટીમ ઇંન્ડીયા હતી. ધોનીને ખબર હતી કે તેણે ક્યાં અને કેવી રીતે પહોંચવાનું છે.

📝નતૃત્વ શક્તિ તેમનામાં નાનપણથી જ હતી. તેમણે કદી પણ એકલા ચાલોની નીતિ પર વિશ્વાસ કર્યો નથી. સાથીઓને ખુશ રાખવા અને સર્વને સાથે લઇને ચાલવાનો ગુણ તેમને આજે અહીં લાવ્યો છે. છળ-કપટથી તેઓ કોશો દૂર રહ્યાં છે.

⚾️આત્મવિશ્વાસ, ચહેરાનું તેજ, મોહક સ્માઇલ, ખેલ ભાવના જેવા ગુણ તેના વ્યક્તિત્વનો હિસ્સો છે. ધોનીનો એક પ્રમુખ ગુણ એ પણ છે કે તે કદી નારાજ નથી થતા. સારૂ પ્રદર્શન ન કરવા છતાં પણ તેનો વ્યવહાર સામાન્ય રહે છે

⚾️ધોનીને શાળાનાં સમયથી બાઇકનો શોખ રહ્યોં છે. ઉલ્લેખનીય છે કે ત્યારે તે મિત્રોની બાઇક ચલાવતા હતાં. આજે તો તેમની પાસે અનેક બાઇક છે. એટલું જ નહીં આજે તો ડીએવી શાળાને પણ ધોનીની શાળાનાં નામથી ઓળખવામાં આવે છે. રાંચીમાં હવે અનેક ધોની સલૂન ખુલ્યા છે.

⚾️શાળાનાં સમયથી એક ઘટના ઉત્સાહથી જણાવે છે કે, એક વખત ક્રિકેટ મેચ ચાલુ હતો. તે મેચમાં ધોનીએ 300 થી પણ વધુ રન બનાવ્યા હતાં. ત્યારે મારા પિતાજીએ કહ્યું હતું કે આ છોકરાનો ઓટોગ્રાફ અને ફોટો લઇ લો. આ આગામી સમયમાં સ્ટાર ખેલાડી બનશે. ત્યારે અમે બધા સાથિઓએ તેનો ઓટોગ્રાફ લીધો હતો. આજે આપણે જાણીએ છીએ કે ધોની ભારતનો સ્ટાર ખેલાડી છે.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⚾️પરીક્ષા કોણે આપવી છે !❓❓

વિદ્યાર્થીનાં લાડીલા ધોની ત્યારે 12માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યાં હતાં. પરીક્ષા નજીક હતી. એક દિવસ શિક્ષક વિદ્યાર્થીઓની વાર્ષિક હાજરીની તપાસ કરી રહી હતી. ક્રિકેટને સમર્પિત ધોનીની હાજરી ફક્ત 10 ટકા હતી, જ્યારે બોર્ડની પરીક્ષા માટે ઓછામાં ઓછી 75 ટકા હાજરી જરૂરી હોય છે. માટે ક્લાસ ટીચરે તેમને પૂછ્યું- શું તારે પરીક્ષા આપવી છે? માહી કશુ બોલે ત્યારે પહેલા તેના ‍સહપાઠી બોલ્યા- મેડમ પરીક્ષા કોને આપવી છે. ધોનીને તો ક્રિકેટમાં શિખર પર પહોંચવું છે.

પસંદગીનાં ક્રિકેટરઃ સચિન તેંડુલકર

📽ફિલ્મ🎥 'એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'
મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર આધારિત ચલચિત્ર છે.....
🎥ધોની પોતાના જીવન પર આધારિત બાયોપિકના કો-પ્રોડ્યુસર છે.

ધોની ભૂમિકા ભજવનાર = એક્ટર સુશાંતસિંહ રાજપૂત

✅ભારત એ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ધોનીએ અંતિમ વખત કેપ્ટન્સી કરી હતી

👁‍🗨ભારતીય ક્રિકેટના સૌથી સફળ સુકાની અને કામયાબ વિકેટકિપર મહેન્દ્રસિંહ ધોનીએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી સુકાની તરીકે વિદાય લીધી છે.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️
🏏🏏🏏મહેન્દ્રસિંહ ધોની🏏🏏🏏
🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️સ
✍🏻યવરાજસિંહ જાડેજા(ગોંડલ)🙏🏻

👁‍🗨સૌપ્રથમ તો ભારતીય ક્રિકેટમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા જેવા મહાનગરોમાંથી આવતા ખેલાડીની બોલબાલા હતી, ⚾️તયાં એક નાના શહેરમાંથી અને એ સમયના ઝારખંડ રાજ્યમાંથી આવતા આ ખેલાડીએ એક નવો પ્રવાહ શરૃ કર્યો. મહાનગરોમાં ક્રિકેટની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રકચર ઘણું સારું હોય છે, જે નાનાં શહેરોમાં ખેલાડીને નસીબ થતું નથી. વળી નાનાં શહેરમાંથી આવતા ખેલાડીને મહાનગરોમાં ઊછરેલા, તાલીમ પામેલા,સંપર્કો ધરાવતા અને છટાદાર વ્યક્તિત્વવાળા ખેલાડીઓ સાથે તાલ મિલાવવો અઘરો પડે છે. એ અર્થમાં મહેન્દ્રસિંહ ધોનીના વ્યક્તિત્વમાં નાના શહેરના મધ્યમ વર્ગની છબી જોવા મળી.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔘એક સાધારણ પરિવારનો છોકરો અનેક અભાવોની વચ્ચેથી છેક શિખર પર પહોંચે એ ઘટના ઘણી આકર્ષક બની. એક બાજુ ધોની બેધડક ભોજપુરીમાં બોલી શકે છે, તો બીજી બાજુ અંગ્રેજીમાં પોતાનો અભિપ્રાય પ્રગટ કરી શકે છે. ધોનીની સિદ્ધિની સાથે શહેરોમાં વસતા મધ્યમ વર્ગની અસ્મિતાનું અનુસંધાન થઈ ગયું. મહેન્દ્રસિંહ ધોની એ 'એલિટ' વર્ગનો નહીં, પણ લોઅર મિડલક્લાસમાંથી આવતા ખેલાડી તરીકે નાનાં શહેરો અને ગામડાંઓમાં વસતા અનેક ખેલાડીઓને માટે આદર્શ બની ગયો. ભારતીય ક્રિકેટમાં નાના શહેરો અને ગામડાંઓમાંથી આવતા ખેલાડીઓનો ધોની પ્રેરણાસ્ત્રોત છે.

⚾️⚾️વળી મહેન્દ્રસિંહ ધોની એ ખેલાડીઓ પર પ્રભાવ પાડતો સુકાની નહીં, બલ્કે ખેલાડીઓનો સુકાની બન્યો હતો. એની ટીમમાં દરેક ખેલાડીને પૂરતું મહત્ત્વ મળતું હતું. એ દરેક ખેલાડીની આવડત અને મર્યાદાઓ જાણતો હોવાથી એણે દરેક ખેલાડીને ટીમમાં આગવો 'રોલ' આપ્યો હતો. પરિસ્થિતિને બરાબર જાણી અને 'વાંચી' શકતા ધોનીએ જોગીન્દર શર્મા જેવા ખેલાડીને વર્લ્ડ ટી-૨૦માં પાકિસ્તાન સામે છેલ્લે ઓવર નાખવા કહ્યું હતું અને એણે નવો ઈતિહાસ રચ્યો હતો.

⚾️⚾️એ દરેક ખેલાડીને પ્રોત્સાહન આપતો અને એથીયે વિશેષ તો એનો યોગ્ય સમયે ઉપયોગ કરતો. આમ ટીમના પ્રત્યેક ખેલાડીને પોતે મહત્ત્વનો છે એવો અહેસાસ કરાવતો હતો. ક્રિકેટની મેચના પ્રવાહને અને પરિસ્થિતિને જાણવાની એની ક્ષમતાને કારણે આ 'મેચ-રીડર' ઘણીવાર આશ્ચર્યજનક નિર્ણયો લેતો હતો. એના આવા આશ્ચર્યજનક નિર્ણયો વિરોધી ટીમને જ નહીં, બલ્કે એના સાથીઓને પણ આશ્ચર્ય પમાડતા હતા. ૨૦૧૧ના વિશ્વકપની ફાઈનલમાં મુંબઈમાં યુવરાજસિંહ પહેલાં એણે પોતે બેટિંગમાં આવીને આશ્ચર્ય સર્જ્યું હતું. આમ બાહ્ય દ્રષ્ટિએ સાવ 'મૂરખાઈભર્યા' લાગે તેવા નિર્ણયોમાં ધોનીની દીર્ઘદ્રષ્ટિ છતી થતી.

⚾️⚾️માત્ર ભારતીય ક્રિકેટમાં જ નહીં, પણ વિશ્વક્રિકેટમાં ક્રિકેટરને માટે વિક્રમોની ઘણી મહત્તા સ્વીકારાઈ છે અને આથી વિક્રમ સર્જવા માટે ખેલાડી નિષ્ફળ જતો હતો, તો પણ તેને ટેસ્ટમેચમાં તક આપ્યે રાખવામાં આવે છે. ભારતના ગાવસ્કર, સચિન તેંડૂલકર કે કપિલદેવને આવી રીતે વિક્રમ માટે નિષ્ફળ જતા હોવા છતાં તક આપવામાં આવી હતી. આવી વિક્રમની મહત્તા ધોનીએ તોડી નાખી.

⚾️તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની પુણેની પહેલી વન-ડે જો એ રમ્યો હોત તો સુકાની તરીકે એની બસોમી મેચ થાત પણ એણે નિવૃત્તિ લઈ લીધી. આ પૂર્વે ૯૦મી ટેસ્ટમેચ ખેલીને એણે ટેસ્ટક્રિકેટને અલવિદા કહ્યું. એણે ધાર્યું હોત તો બહુ આસાનીથી એકસો ટેસ્ટ ખેલવાનો વિક્રમ કરનારા ખેલાડીઓની શ્રેણીમાં એ સ્થાન મેળવી શક્યો હોત. આવો ખેલાડી કે સુકાની તરીકે પોતાના વ્યક્તિગત 'માઇલસ્ટોન'ની પરવા ન કરનારો ધોની એક વિરલ ખેલાડી છે.

⚾️'કેપ્ટન કુલ' તરીકે જાણીતો ધોની કપિલદેવની માફક નૈસર્ગિક એથલેટ છે, પરંતુ હાર-જીતમાં સ્વસ્થ રહેવાની એની ક્ષમતા અદ્ભુત છે. ધોની પરાજય પામે ત્યારે લાચાર દેખાતો નથી અને જીતે ત્યારે ઉત્સાહથી મદહોશ બની જતો નથી. પ્રત્યેક પરિસ્થિતિમાં આવું અદ્ભુત સમતુલન ધરાવનારો ધોની જેવો બીજો કોઈ ખેલાડી ભારતે જોયો નથી.

⚾️જમ વિક્રમોનું એને આકર્ષણ નથી, એ જ રીતે ઢોલ-નગારાં વગાડીને 'ભવ્ય' રીતે પોતાની નિવૃત્તિની ઘોષણા કરવાનો શોખીન નથી. આજ સુધી ખેલાડી નિવૃત્તિ જાહેર કરે તે પહેલાં ઘણી ઘણી અટકળો, જાહેરાતો વગેરે થતી રહે છે. જ્યારે બે વર્ષ પહેલાં એણે મેલબોર્નમાં મેચ પછીની પત્રકાર પરિષદમાં પોતાની નિવૃત્તિનો સંકેત આપ્યો અને થોડી જ મિનિટોમાં એણે નિવૃત્તિ લઈ લીધી. એ જ રીતે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ધોની સુકાની તરીકે આગેવાની સંભાળશે એમ મનાતું હતું, પણ એ પૂર્વે ધોનીએ નિવૃત્તિ લઈ વિરાટ કોહલીને સુકાનીપદે સ્થાપી દીધો.

⚾️ગાવસ્કર, કપિલદેવ કે સચિન તેંડૂલકર જેવા દિગ્ગજ ખેલાડીઓ સામે પણ વારંવાર એવો પ્રશ્ન ઊઠાવવામાં આવ્યો હતો કે 'તેઓ ક્યારે નિવૃત્ત થશે?' ત્યારે મહેન્દ્રસિંહ ધોનીએ એક જુદો જ ચીલો ચાતરી આપ્યો. આ એવો ખેલાડી છે કે જેને નિવૃત્તિ સમયની ઉજવણીમાં રસ નથી. અરે! એને નિવૃત્તિ માટે મેચ યોજવાની પણ જરૃર નથી.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⚾️આનો અર્થ જ એ કે એને મન ભારતીય ક્રિકેટનું હિત હંમેશાં સર્વોપરી રહ્યું છે. અંગત સિદ્ધિઓ કે માનપાનની એણે ક્યારેય

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
અપેક્ષા રાખી નથી અને એટલે જ એણે ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયાના વિશાળ મેદાનો સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ ફિલ્ડિંગ કરી શકશે નહીં એવો પોતાનો વિચાર નિર્ભીકપણે રજૂ કર્યો હતો. જેને પરિણામે આ બંને સમર્થ ખેલાડીઓને ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા અને એની જગ્યાએ લેવામાં આવેલા ગૌતમ ગંભીર અને રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં સફળ ગયા અને ધોનીનો નિર્ણય સાચો ઠર્યો.

⚾️મચના અંતિમ તબક્કામાં હરણની પેઠે એક-બે રન દોડતો અને વચ્ચે સિક્સર લગાવીને વિજય મેળવવા માટે 'ફિનિસર' ધોની જેવો બીજો કોઈ ખેલાડી થયો નથી. વન-ડે મેચમાં છેલ્લી ઓવરો માટે એ સિક્સર સાચવી રાખતો અને પછી સિક્સર દ્વારા વિરોધી ટીમને પરાસ્ત કરતો.

⚾️એક અર્થમાં કહીએ તો ધોની બે પેઢી વચ્ચેનો સેતુ છે. એના પુરોગામીઓ સચિન તેંડૂલકર, દ્રવિડ, ગાંગુલી, શ્રીનાથ, કુંબલે અને લક્ષ્મણ જેવા ધુરંધરો સાથે સફળ સુકાની રહ્યો છે, તો એ જ રીતે ધોની પૂર્વે આવનારા વીરેન્દ્ર સેહવાગ, ઝહીરખાન, હરભજન સિંઘ અને યુવરાજ સિંઘ જેવા ખેલાડીઓ સાથે મળીને એણે ૨૦૧૧નો વર્લ્ડકપ જીત્યો હતો

⚾️બ પેઢી વચ્ચેના સેતુ સમાન ધોનીએ વિરાટ કોહલીને તૈયાર કરીને એને ટીમનું સુકાનીપદ આપ્યું છે. ધોનીના જીવનમાં કેટલાક વિવાદો પણ સર્જાયા છે આ 'કેપ્ટન કૂલ' ઓસ્ટ્રેલિયાના પત્રકાર સેમ્યુઅલ ફેરિસ પર ગુસ્સે પણ ભરાયો છે તો જુદા જુદા પ્રસંગોએ વીરેન્દ્ર સેહવાગ, રવિચંદ્રન અશ્વિન, ગૌતમ ગંભીર અને વીવીએસ લક્ષ્મણ પોતાના સંબોધનોમાં ધોનીનો નામોલ્લેખ નહીં કરીને એની પ્રત્યે અણગમો પ્રગટ કર્યો છે.

⚾️ગરુનાથ મય્યપ્પન સામે થયેલા આક્ષેપોમાં ધોનીની બચાવની ભૂમિકા એના ચાહકોને દુ : ખદાયી લાગી હતી, તો બીજી બાજુ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પર રૃશ્વતખોરી માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે ધોની, જાડેજા અને રૈના તરફ આંગળી ચીંધવામાં આવી હતી. આમ છતાં તે નિર્વિવાદ છે કે મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ક્રિકેટને જ નહીં, પણ વિશ્વક્રિકેટને એક નવી દિશા, શૈલી અને સિદ્ધિ આપ્યાં છે. ખેલાડી અને સુકાની તરીકે કેટલાંય યાદગાર નવપ્રસ્થાનો કર્યા છે.

⚾️પર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટૂંકમાં જ પશ્ચિમ બંગાળમાં ક્રિકેટ એકેડમી ખોલવા જઈ રહ્યો છે. મહેન્દ્રસિંહ ધોની પૂર્વ રણજી ખેલાડી મિહિર દિવાકરની સાથે આ એકેડમી ખોલી શકે છે. આ એકેડમી થોડા સમયમાં શરૂ થશે, લગભગ ૨૦૦ એકરમાં બની રહેલ આ એકેડમીમાં ધોનીનો મિત્ર અને પૂર્વ ક્રિકેટર સુબોમોય દાસ પણ તેની મદદ કરી રહ્યો છે.

⚾️મહેન્દ્રસિંહ ધોની આ એકેડમીનો સંરક્ષક હોવાની સાથે-સાથે આ એકેડમીનો મેન્ટર અને બેટિંગ કોચ તરીકે પણ ભૂમિકા ભજવશે. આ દેશની પ્રથમ આવાસીય એકેડમી હશે, જ્યાં અત્યાધુનિક સુવિધાઓની વ્યવસ્થા હશે.
આ પહેલા મહેન્દ્રસિંહ ધોની પોતાના ગૃહનગર રાંચીમાં પણ એકેડમી ખોલવા અંગે પ્રયત્ન કરી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોની વન-ડે અને ટી-૨૦ ક્રિકેટમાં રમી રહ્યો છે.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⚾️આઇપીએલ-૧૦ પૂણેમાં સુપરજાયન્ટ ટીમ ફાઇનલમાં પહોચતા ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીના નામે અનોખો રેકોર્ડ નોંધાયો હતો. ધોની આઇપીએલમાં સૌથી વધુ ફાઇનલ મેચમાં રમનારા પ્લેયર બન્યા છે. આ પહેલાની છ સિઝનમાં ધોની કેપ્ટન તરીકે રમ્યા હતા અને હવે દસ વર્ષની આઇપીએલમાં આ તેમની સાતમી ફાઇનલ મેચ રમી હતી . આઇપીએલની પ્રથમ સિઝન ૨૦૦૮માં હતી ત્યારે ધોની સૂકાની તરીકે ચેન્નઇ સુપર કિંગ્સને ફાઇનલમાં પહોંચાડયું હતું અને રાજસ્થાન રોયલ્સને ૧૬૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે આ મેચ રાજસ્થાન રોયલ્સ જીતી ગયું હતું.

⚾️⚾️⚾️⚾️મહેન્દ્રસિંહ ધોનીએ ટ્ ‌વેન્ટી-૨૦ અને વનડે ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે રાજીનામુ આપીને
સાબિતી આપી હતી કે તે એક એવા મહાન ખેલાડી અને ગંભીર ખેલાડી છે જે પોતાના માટે નહી બલ્કે દેશ માટે જ હમેંશા રમે છે. સાથે સાથે ટીમના હિતમાં કોઇ પણ નિર્ણય કરી શકે છે.
🏐ખલ હોય કે પછી અન્ય કોઇ ક્ષેત્ર હોય, અસલી લીડર એ છે જે પોતાના કરતા પણ વધારે કુશળ અને સારાલીડરની ઓળખ કરી શકે. ધોનીમાંઆ તમામ કુશળતા સ્પષ્ટપણે જોવા મળે છે.ભારતીય ટીમને
ક્રિકેટની નવી ઉંચાઇ પર લઇ જવામાં સૌથી મોટી ભૂમિકા અદા કરી ચુકેલા ધોનીએ કેપ્ટનશીપ છોડીને દેશ માટે અભૂતપૂર્વ દાખલો બેસાડ્યો છે.

⚾️⚾️ધોની સારી રીતે જાણે છે કે
આવનાર સમય તેનો નથી, વિરાટ કોહલીનો છે.
તેમને રાજીનામુ આપવા માટેની સલાહ
ચોક્કસપણે આપવામાં આવી હતી. પરંતુ તેના પર
કોઇ પણ પ્રકારનુ દબાણ ન હતુ. જો કેપ્ટન તરીકે જારી રહેવાની ઇચ્છા રાખી હોત તો વધુ કેટલાક સમય સુધી તે કેપ્ટન તરીકે રહી શક્યો હોત. પરંતુ ધોનીએ દેશના હિતમાં નિર્ણય કરીને
તમામને વધારે રોમાંચિત કર્યા હતા..

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
વર્ષો પહેલા ઇઝરાયેલના પહેલા લોખંડી મહિલા વડાપ્રધાન ગોલડા મીર ને પત્રકારોએ પૂછ્યું કે તમે ચારે તરફથી દુશ્મન દેશોથી ઘેરાયેલા હોવા છતાં તેમને  ધુળ ચટાળો છો,એવું કેવી રીતે શક્ય છે ? ગોલડા મિરે જવાબ આપ્યો - અમારી પાસે એક એવું શસ્ત્ર છે જે દુશ્મનો પાસે નથી. પત્રકારે આશ્ચર્યથી પૂછ્યું - એવું કયું શસ્ત્ર્ર છે તમારી પાસે ? ગોલડા મિરે જવાબ આપ્યો. "અમારી જોડે ભાગી છૂટવાનો રસ્તો નથી !!!".

ક્યાં બાત હે.. !!!!!   જો આપણે પણ જીવન માં સફળતા મેળવવી હોય તો ભાગી છૂટવાના બધા જ દરવાજા બંધ કરી દેવા પડે...

No comments:

Post a Comment