Sunday, July 7, 2019

7 July

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🎯♦️🎯♦️🎯♦️🎯♦️🎯♦️🎯
🔘🔘ઈતિહાસમાં ૭ જુલાઈનો દિવસ
✅♻️✅♻️✅♻️✅♻️✅♻️✅
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🏏⚾️🏏⚾️મહેન્દ્રસિંહ ધોની🏏⚾️🏏

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન ધોનીનો જન્મ 1981માં આજના દિવસે રાંચીમાં થયો હતો . સ્કૂલમાં ફૂટબોલ અને બેડમિન્ટન ખેલાડી તરીકે કરિયર શરૂ કરી હતી .

🏹🏹કારગિલમાં ભારત વિજય તરફ🏹

સાતમી જુલાઈ 1999 સુધીમાં કારગિલમાં પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડવામાં ભારતને મોટી સફળતા મળી હતી . આ દિવસે જ સેલિબ્રેટેડ ઓફિસર કેપ્ટન વિક્રમ બત્રા શહીદ થયા હતા .

⛳️⛳️⛳️લડન બોમ્બિંગ⛳️⛳️⛳️

વર્ષ 2005માં આજના દિવસે લંડનની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચાર સુસાઇડ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઊઠી હતી . 4 ત્રાસવાદી સહિત 56 લોકોના મોત થયા હતા જ્યારે 700 ઘાયલ થયા હતા .

🏹૧૭૯૯ – મહારાજા રણજીતસિંહ ( Ranjit Singh )નાં સૈન્યએ લાહોરને ઘેરાબંદી કરી.

🏹૧૬૫૬ – ગુરુ હરકિશન , શિખ ધર્મનાં ૮માં ગુરુ. (અ. ૧૬૬૪)

⛳️1896 :- મુંબઇમાં પ્રથમ સિનેમેટૉગ્રાફિક ફિલ્મની રજુઆત સાથે ભારતમાં સિનેમાની શરૂઆત થઈ.

⛳️1910 :- ભારત ઇતિહાસ સંશોધન મંડળની સ્થાપનાં થઈ.

⛳️1943 :- રાસ બિહારી બોઝે આઝાદ હિન્દ ફોજનું સુકાન સુભાષચંદ્ર બોઝને સોંપ્યું.

⛳️1948 :- અમેરિકાના નૌકાદળમાં મહિલાઓની પ્રથમ વખત ભરતી કરવામાં આવી.

⛳️1981 :- સૌરઉર્જાથી ચાલતા પ્રથમ વિમાન ( સોલાર ચેલેન્જ ) એ ઈંગ્લીશ ચેનલ પાર કરી.

👮👮👮👮👮👮👮👮👮👮👮
👮👮👮કપ્ટન વિક્રમ બત્રા👮👮 👮
👮👮👮👮👮👮👮👮👮👮👮👮

(૯ સપ્ટેમ્બર ૧૯૭૪ – ૭ જુલાઇ ૧૯૯૯) ભારતીય થલસેનાનાં ,મરણોપરાંત પરમવીર ચક્ર ,જે ભારતનો સર્વોચ્ચ વીરતા પદક છે, પ્રાપ્ત અધિકારી હતા, જે પદક તેમને ૧૯૯૯નાં, ભારત અને
પાકિસ્તાન વચ્ચેનાં, કારગિલ યુદ્ધમાં કરેલ શૌર્યતાપૂર્ણ કામગીરી માટે અપાયેલો.

👮જન્મન= ૯ સપ્ટેમ્બર ૧૯૭૪
પાલમપુર, હિમાચલ પ્રદેશ

👮મત્યુન= ૭ જુલાઇ ૧૯૯૯ (ઉંમર ૨૪ વર્ષ)
પોઇંટ ૪૮૭૫ (કારગિલ )

👮મત્યુનું કારણ કારગિલ યુદ્ધ (ગોળીબાર)

👮વિક્રમ બત્રાનો જન્મ ૯ સપ્ટેમ્બર,૧૯૪૭નાં રોજ
હિમાચલ પ્રદેશનાં પાલમપુર નજીકનાં ઘુગ્ગર ગામમાં, શ્રી જી.એલ.બત્રા અને શ્રીમતિ જયકમલ બત્રાને ત્યાં થયેલો.
બત્રાએ ૧૯૯૬માં ભારતીય સૈન્ય અકાદમી, દહેરાદુનમાં પ્રવેશ લીધો અને તેમની, જમ્મુ અને કાશ્મીરનાં સોપોર ખાતે,
ભારતીય થલસેનાની '૧૩ જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ 'ના 'લેફ્ટનન્ટ'નાં હોદ્દા પર નિમણુંક કરાયેલ. ત્યાંથી તેઓ 'કેપ્ટન'નાં હોદ્દા સુધી પહોંચ્યા.

👮પરમવીર ચક્ર🎖🎖🎖🎖🎖
કેપ્ટન વિક્રમ બત્રાને, ભારતની આઝાદીની
૫૨મી વર્ષગાંઠ ૧૫મી ઓગસ્ટ ૧૯૯૯માં, ભારતનાં સર્વોચ્ચ સૈનિક સન્માન, પરમવીર ચક્ર દ્વ્રારા સન્માનીત કરવામાં આવ્યા. તેમનાં પિતા શ્રી જી.એલ.બત્રાએ, પોતાના શહીદ પુત્ર વતી, આ સન્માન ભારતના રાષ્ટ્રપતિ સ્વ. કે.આર.નારાયણનનાં હસ્તે સ્વિકાર્યું હતું.

👮કપ્ટન વિક્રમ બત્રા,૧૩ જમ્મુ કાશ્મીર રાઇફલ્સ, અને તેમની 'ડેલ્ટા કંપની'ને પોઇંટ ૫૧૪૦ ફરી કબ્જે કરવાની કાર્યવાહી સોંપવામાં આવી હતી. પોતાના અપ્રતિમ શૌર્યને કારણે 'શેરશાહ'નું ઉપનામ ધરાવતા કેપ્ટન બત્રાએ, દુશ્મનને આશ્ચર્યચકિત કરી જીત પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી, અચાનક હુમલો કરવાનો નિર્ણય કર્યો. તેમણે અને તેમના જવનોએ કરાળ કોતર પર ચઢાઈ કરી, પણ દળ જેવુ ટોચ નજીક પહોચ્યુ કે દુશ્મનોએ એમને ખુલ્લી કરાડ ના મુખ પાસે મશીનગન ના ગોળીબાર થી ઘેરી લીધા. {તે અને તેમના સૈનિકો સખત ચઢાણ વાળી ભેખડ પર ચઢ્યા, પણે જેવી તેમની ટુકડી ટોચ પર પહોંચવા આવી, દુશ્મને
મશીન ગનના ગોળીબાર દ્વારા કોઈપણ આડસ વગરની ભેખડ પર અટકાવી દીધા.} તોપણ કેપ્ટન બત્રાએ તેમના પાંચ સૈનિકોની સાથે, ટોચ તરફ ચઢાણ ચાલુ રાખ્યું અને ટોચ પર પહોંચી મશીન ગનની છાવણી પર બે ગ્રેનેડ ફેંક્યા. તેમણે એકલા હાથે હાથોહાથની લડાઈમાં ત્રણ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા. આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘવાયા, પણ તેમણે મિશન આગળ વધારવા પોતાના સૈનિકોને તૈયાર કરવા આગ્રહ રાખ્યો. કેપ્ટન બત્રાએ બતાવેલ બહાદુરીથી પ્રોત્સાહિત થઈને ૧૩ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સના જવાનોએ દુશ્મનની છાવણીઓ પર હુમલો કર્યો અને ૨૦ જૂન ૧૯૯૯ના રોજ સવારે ૩.૩૦ વાગ્યે પોઈન્ટ ૫૧૪૦ પર કબ્જો કર્યો. તેમની ટુકડીને આઠ પાકિસ્તાની સૈનિકોને મારવા અને એક ભારે મશીન ગન કબ્જે કરવાનું શ્રેય અપાયું.

પોઈન્ટ ૫૧૪૦ કબ્જા હેઠળ આવવાથી સફળતાની એક હારમાળા શરૂ થઈ, જેમ કે પોઈન્ટ ૫૧૦૦, પોઈન્ટ ૪૭૦૦, જંક્શન પિક અને થ્રી પિંપલ્સ.કેપ્ટન
અનુજ નૈયરની સાથે બત્રા પોતાની ટુકડીને પોઈન્ટ ૪૭૫૦ અને પોઈન્ટ ૪૮૭૫ કબ્જે કરી વિજય તરફ દોરી ગયા. ૭ જુલાઈ ૧૯૯૯ના રોજ વહેલી સવારમાં પોઈન્ટ ૪૮૭૫ પર દુશ્મને વળતો હુમલો કર્યો જેમાં એક એક ઘાયલ અફસરને બચાવવાની કોશિષમાં તેઓએ શહાદત પ્રાપ્ત કરી. તેમના આખરી શબ્દો, " જય માતા દી. " હતા. દુશ્મનનો સામનો કરતાં તેમણે દાખવેલી સર્વોચ્ચ વ્યક્તિગત બહાદુરી અને આગેવાની માટે, કેપ્ટન વિક્રમ બત્રાને પરમવીર ચક્ર વડે સમ્માનિત કરવામાં આવે છે.

🕴🕴🕴અવતરણ

બત્રાનું યે દિલ માંગે મોર , તત્કાલીન 'પ

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
ેપ્સી'ની જાહેરાતનું

પ્રખ્યાત સુત્ર, એક આઇકોનિક (iconic) રણહાક બની ગયું અને દેશભરમાં ફેલાઇ અને લાખો ભારતીયોનું માનીતું સુત્ર બન્યું, જે યુદ્ધ અને સૈનિકોની સ્મૃતિમાં યોજાતા જાહેર દેશભક્તિ કાર્યક્રમોમાં, ભારતીય દેશભક્તિ અને ભવિષ્યના હુમલાઓનો શૌર્યપૂર્ણ સામનો કરવાની અદમ્ય ભાવનાનાં પ્રતિકરૂપે ગુંજી ઉઠ્યું.

🕴પોઇંટ ૫૧૪૦ પર પહોંચ્યા બાદ, શત્રુ સેનાનાં એક સેનાપતિ,જેમણે તેમને રેડિયોવાર્તાલાપ દરમિયાન એમ કહીને લલકાર્યા કે, "તમે અહીં શા માટે આવ્યા 'શેરશાહ' (તેમનું ઉપનામ)? હવે તમે પાછા નહીં જઇ શકો." ત્યારે વિક્રમ બત્રાએ ઉત્તર આપ્યો કે, "આપણે એકાદ કલાકમાંજ જોશું કે ટોંચ પર કોણ રહે છે."

🕴બત્રાનાં અંતિમ શબ્દો તેમની રણહાક, "જય માતા દી" હતા. (જય માતાજી)

🕴"યા તો તિરંગા લહેરાકે આઉંગા, યા તિરંગામેં લીપટા હુવા આઉંગા, લેકિન આઉંગા" (કાં તો
તિરંગો ફરકાવીને આવીશ (વિજેતા થઇને),કાં તો તિરંગામાં વિટળાઇને (શહિદી પામીને) આવીશ, પરંતુ આવીશ જરૂર).

🕴લફ.નવીને ઘવાયા છતાં આગળ રહી લડાઇ કરવા દેવા માટે વિનંતી કરી ત્યારે બત્રાએ તેને કવર કરી પાછળ ખસેડતાં કહ્યું, "તું બાલબચ્ચેદાર હૈ, હટજા પીછે."

🕴સને ૨૦૦૩નું હિન્દી ચલચિત્ર એલ.ઓ.સી. કારગિલ સમગ્ર કારગિલ યુદ્ધ પર આધારીત હતું જેમાં અભિષેક બચ્ચને કેપ્ટન બત્રાનું પાત્ર ભજવેલ છે.

No comments:

Post a Comment