Saturday, July 13, 2019

છોટુભાઈ પુરાણી ---- Chotubhai Purani

🖍🖍🖌🖍🖌🖍🖌🖍🖌🖍
🔏✏️🔏છોટુભાઈ પુરાણી🖌🖍
📌🖋📌🖋📌🖋📌🖋📌🖋
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♦️જન્મ
૧૩,જુલાઈ-૧૮૮૫, ડાકોર ( જિ. ખેડા)
♦️અવસાન
૨૨-ડિસેમ્બર-૧૯૫૦

📝શિક્ષણ
પ્રાથમિક – ડાકોર; માધ્યમિક – જામનગર
૧૯૦૦-મેટ્રિક
૧૯૦૬– બાયોલોજી સાથે બી.એ.( સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબાઈ)
૧૯૦૮ – બાયોલોજી સાથે એમ.એ. (સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબાઈ)

🔏🏳‍🌈વ્યવસાય

૧૯૧૦-૧૯૧૬ – લાહોરની ધર્માનન્દ એન્ગ્લો વેદિક કોલેજમાં વ્યાખ્યાતા
૧૯૧૬થી – અમદાવાદમાં વ્યાયમ શિક્ષણ

📝🏁તેમના વિશે વિશેષ

🏁ગુજરાતમાં સ્વાતંત્ર્ય પ્રવૃત્તિના પ્રણેતા
🏁ગુજરાતમાં વ્યાયામ શિક્ષણની શરૂઆત કરી.

📖રચનાઓ

શિક્ષણ– ઉષ્મા, મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિ, પ્રાકૃતિક ભૂગોળ

અનુવાદ– હિન્દનો પ્રાચીન ઈતિહાસ , ભાગ – ૧,૨

સંપાદન – ગુજરાતી વાચનમાળા

📍રાજપીપળામા છોટુભાઈ પુરાણી ગ્રાઉન્ડ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰


❇️આજના દિવસની વિશેષતા❇️

✴️છોટુભાઈ પુરાણી નો જનમદિવસ✴️

⚜️જન્મ:13/07/1885
⚜️મત્યુ:22/12/1950

આજે ગુજરાતમાં વ્યાયામ પ્રસારક અને કેળવણીકાર છોટુભાઈ પુરાણીનો જન્મદિવસ છે.

 ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા અને આઝાદીના આશક છોટુભાઈ બાલકૃષ્ણ પુરાણીનો જન્મ મોસાળ ડાકોરમાં થયો હતો.
 બે વર્ષની વયે માતાનું અવસાન થયું હતું.

 તેઓએ શિક્ષણ ડાકોર, જામનગર, વડોદરા અને અમદાવાદમાં લીધુ હતું.

 તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા છોટુભાઈ શ્રી અરવિંદની વિચારસરણીથી ખૂબ પ્રભાવિત હતા. 

બંગાળી ક્રાંતિકારીઓના પ્રભાવમાં ગુજરાતમાંથી પણ વ્યાયામ પ્રવૃત્તિઓના માધ્યમથી દેશ સેવા માટે મરજિવા તૈયાર કરવાના ભાગરૂપે અખાડા, મલખમની પ્રવૃત્તિઓ શરૂ કરી. 

યુવાનોને તન, મન અને ચારિત્ર્યથી સમૃદ્ધ કરવા વ્યાયામની સાથે ચર્ચા સભા, હસ્ત લિખિત સામયિકો, સાહસિક પ્રવાસો અને રમતો, પુસ્તકાલય અને સહકારી પ્રવૃત્તિઓ શરૂ કરી તત્કાલીન ગુજરાતના યુવાનોએ તેમની આ પ્રવૃત્તિને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. 

પુરાણીએ સારી સંતતિ ,ઉષ્મા અને દેહધર્મ વિજ્ઞાન જેવા પુસ્તકો પણ લખ્યા છે.

22 ડિસેમ્બર 1950ના રોજ તેમનું અવસાન થયું હતું. 

JOIN US ON TELEGRAM
👇

https://t.me/Pankajsr


જ્ઞાન સારથિ, [13.07.19 18:54]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
⭕️🔘🇮🇳👁‍🗨💠♻️🇮🇳🔘🇮🇳♻️👁‍🗨♻️
*🙏👏🙏છોટુભાઈ પુરાણી🙏👏🙏*
💐👏🙏💐🙏👏💐🙏👏💐🙏👏
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*👁‍🗨ગજરાતની વ્યાયામપ્રવૃતિના અગ્રણી અને કેળવણીકાર છોટુભાઈ પુરાણીનો જન્મ તા. ૧૩/૭/૧૮૮૫ના રોજ ડાકોરમાં થયો હતો. પિતાનું નામ બાલકૃષ્ણ પુરાણી અને માતાનું નામ પ્રસન્નલક્ષ્મી હતું.* 
👁‍🗨તમનું મૂળ વતન ભરૂચ હતું. શાળાનું શિક્ષણ જામનગર અને કોલેજ શિક્ષણ અમદાવાદ, વડોદરા અને મુંબઈમાં મેળવ્યું હતું. 
ત્યારપછી તેઓ વડોદરા કલાભવનમાં અધ્યાપક તરીકે જોડાયા. ⭕️કોલેજજીવન દરમિયાન વડોદરામાં શ્રી અરવિંદનો પરિચય થયેલો. તેમની પ્રેરણાથી ♦️⭕️બાજવાડામાં ઈ.સ. ૧૯૦૯માં શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળાની શરૂઆઇ કરેલી. ક્રમશઃ તે પ્રવૃતિનો વિકાસ થયો. અને અન્ય ગામોમાં તેનો પ્રચાર થયો. 
💠ઈ.સ. ૧૯૧૦માં તેઓ લાહોર મુકામે ધર્માનંદ એંગ્લો વૈદિક કોલેજમાં બાયોલોજીના પ્રોફેસર તરીકે જોડાયા. આ સમયગાળામાં તેમનો પરિચય ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા. 
*💠ઈ.સ. ૧૯૧૬માંવડોદરા આવી પુરૂષ અધ્યાપન મંદિરમાં આવી પ્રાધ્યાપક તરીકે જોડાયા.*
*💠ઈ.સ. ૧૯૧૮માં ભરૂચમાં કેળવણી મંડળની રચના કરી અને ઉદ્યોગ દ્વારા કેળવણીનો પ્રયોગ શરૂ કર્યો. પ્રાથમિક શાળા માટે રાષ્ટ્રીય વાચન્માલા તૈયાર કરી.*
*💠ઈ.સ.૧૯૩૬માં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની સ્થાપના કરી.વ્યાયામક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ અપાય અને તેમાં પણ પણ નવા નવા વૈજ્ઞાનિક સંશોધનો થાય તેવી તેમની પ્રબળ ઈચ્છા હતી.&
*➖🔷💠પરિણામે ઈ.સ. ૧૯૫૦માં રાજપીપળા ખાતે ‘ ગુજરાત વ્યાયામ મહાવિદ્યાલય’ની સ્થાપના થઇ જે અત્યારે ‘ છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય’ તરીકે ઓળખાય છે.*
*💠વયાયામના ક્ષેત્રે અનેક રીતે તેમણે વિકાસ કર્યો. કેળવણી, શરીરવિજ્ઞાન, વ્યાયામવિજ્ઞાન, ગેરીલાપ્રવૃતિ, ક્રાંતિનો ઈતિહાસ વગેરે વિશેનું તેમનું વાચન ખૂબ જ વિશાળ હોવાથી તેમના લેખનમાં પણ આ બધા જ વિષયો રજુ થતાં હતા.*
💠🎯🔰ગાંધીજીની ઈ.સ. ૧૯૩૦ની સવિનય કાનૂનભંગ ચળવળમાં તેમણે ભાગ લીધેલો અને જેલમાં પણ ગયેલા. 
ઈ.સ. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઈને તેમણે જેલ પણ ભોગવેલી.  *✅♦️👉💠ઈ.સ. ૧૯૪૨ની લડત વખતે ભૂર્ગભમાં રહીને તેમણે યુવકોને માર્ગદર્શન આપેલું.તેમણે ‘રાજદ્રોહ’ પત્રિકા ચલાવતા હતા.* તેમણે સામાજિક સુધારણા, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામોધ્ધાર કેળવણી, સમાજસેવા જેવા રચનાત્મક કાર્યો સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યાયામને જોડવાનું કાર્ય તેમણે કરેલું. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. તેઓ *🎯સાચા અર્થમાં નવી અને સ્વસ્થ કેળવણીના હિમાયતી ક્રાંતિવીર હતા. તેમનું અવસાન ૨૨ ડીસેમ્બર ૧૯૫૦માં મુંબઈમાં થયું હતું. વ્યાયામક્ષેત્રે તેમનું પ્રદાન અવિસ્મરણીય છે.*


 *✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment