Tuesday, May 7, 2019

7 May

ઈતિહાસમાં 7 મેનો દિવસ

🔰🔰🔰🔰

🔰🚩🔰🚩રવિન્દ્રનાથ ટાગોર🔰🚩🔰


ગુરુદેવના નામે ઓળખાતા અને આપણું રાષ્ટ્રગીત લખનારા કવિવર રવિન્દ્રનાથનો જન્મ આજના દિવસે વર્ષ ૧૮૬૧માં થયો હતો . તેઓ નોબેલ પ્રાઈઝ મેળવનારા પ્રથમ બિનયુરોપીયન વ્યક્તિ હતા .

📚📚🙏📚પન્નાલાલ પટેલ📚🙏📚


જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી નવલથાકાર , વાર્તાકાર અને નાટ્યકાર પન્નાલાલનો જન્મ વર્ષ ૧૯૧૨માં આજના દિવસે ડુંગરપુરમાં થયો હતો . ઉમાશંકર જોશીના પ્રોત્સાહનથી સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ તેમણે શરૂ કરી હતી .

પન્નાલાલ નાનાલાલ પટેલ ---- Pannalal Nakhalal Patel

જ્ઞાન સારથિ, [06.04.17 15:14]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🙏📚🙏📚🙏📚🙏📚

પન્નાલાલ નાનાલાલ પટેલ

🙏📚🙏📚🙏📚🙏📚
 (૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯)

📚 ગજરાતી સાહિત્યકાર . તેમણે ૨૦થી વધુ ટૂંકી વાર્તા સંગ્રહો, જેવા કે સુખના સાથી (૧૯૪૦) અને વાત્રકને કાંઠે (૧૯૫૨), અને ૨૦ કરતાં વધુ સામાજીક નવલકથાઓ, જેવી કે મળેલા જીવ (૧૯૪૧), માનવીની ભવાઇ (૧૯૪૭) અને ભાંગ્યાના ભેરુ (૧૯૫૭), અને અનેક ધાર્મિક નવલકથાઓ લખી છે.
🕍 ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ.
💐 અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન.💐


Monday, May 6, 2019

6 May

ઈતિહાસમાં ૬ મેનો દિવસ

🔰🔰🔰🔰🔰🔰🔰

‼️‼️કાર્લ માર્ક્સનો જન્મદિવસ☢☢

સામ્યવાદની થિયરીના જન્મદાતા માર્ક્સનો જન્મ વર્ષ 1818 ની 5 મેના રોજ પ્રશિયા -આજના જર્મનીમાં થયો હતો . જર્મન ચિંતક ફ્રેડ્રિક સાથે મળી તેમણે સામ્યવાદી રાજનીતિ અને અર્થતંત્રના ખયાલની ભેટ આપી હતી .


☮💟આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ ☮💟

પ્રથમ વખત મે ૫ ૧૯૯૧નાં રોજ ઉજવવામાં આવેલ, અને અત્યારે ૫૦ થી વધુ દેશોમાં આની ઉજવણી કરાય છે.

દાયણો ( midwives )(સુવાવડ કરાવનાર નર્સ બહેનો)નાં સન્માન અને પરીચય માટેના દિવસનો આ વિચાર, ૧૯૮૭ નાં નેધરલેન્ડમાં યોજાયેલ 'આંતરરાષ્ટ્રીય દાયણ સંઘ'ની પરીષદમાં,કરાયેલ.

કાર્લ માર્ક્સ અને એમની વિચારધારા --- Karl Marx and his ideology

⭕️💢⭕️💢⭕️💢⭕️
દુનિયાના શોષિત દેશો અને શોષિતો માટે અપાર કરુણા દર્શાવનારા કાર્લ માર્ક્સની વિચારધારા,કે જેણે સોવિયેટ રશિયાને ઇ.સ. ૧૯૧૭માં અને ચીનને (માઓવાદ હેઠળ) ઇ.સ. ૧૯૪૯માં જન્મ આપ્યો હતો અને જેની એક વખત દુનિયાની અડધ ઉપરાંતની વસ્તીમાં અસર હતી તે કેમ મુરઝાઈ ગઈ ? સોવિયેટ રશિયા જે અમેરિકા અને બ્રિટન હેઠળના તેમજ પશ્ચિમ યુરોપના અન્ય દેશોની અંકુશ હેઠળના ગુલામ રાષ્ટ્રોની પડખે હંમેશા ઉભું રહેતું હતું તે કેમ હવે સેકન્ડ-ક્લાસ રાષ્ટ્ર બની ગયું ?
✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️
કાર્લ-માર્ક્સ કહેતો -“I am not Marxist”
કાર્લ-માર્ક્સ એક વિચક્ષણ બુધ્ધિનો વિદ્વાન અર્થ-શાસ્ત્રી અને સમાજ-શાસ્ત્રી હતો. તેણે કલ્પેલી શોષણ રહીત અને મુડીવાદના પ્રદુષણોથી મુક્ત એવી અર્થવ્યવસ્થાની વિચાર સરણી લઇને રશિયા, ચીન અને યુરોપમાં ચળવળો ચાલી લેબર પાર્ટીઓ અને રાજકીય પાર્ટીઓ અસ્તિત્વમાં આવી જે Communist Party કહેવાણી ,પાર્ટીના સુત્રધારોને ( Marxist )માર્ક્સવાદી કે ” કોમરેડ” કહેતા. પણ કાર્લ-માર્ક્સ પોતે મજાકમાં કહેતો ” I am not Marxist ”

Saturday, May 4, 2019

સામ પિત્રોડા --- Sam Pitroda

સામ પિત્રોડા
📞☎️📞☎️📞☎️📞☎️
☎️📞ભારતમાં કમ્યુનિકેશન્સમાં ક્રાંતિ લાવવામાં સિંહફાળો આપનાર ટેક્નોક્રેટ.
☎️📞સામ પિત્રોડાની આત્મકથા ‘ડ્રીમિંગ બિગઃ માય જર્ની ટુ કનેક્ટ ઈન્ડિયા’નું ૨૪મી ઓક્ટોબરે અમદાવાદના એએમએ ખાતે વિમોચન થયું હતું.

જન્મ તારીખ : ૪ મે , ૧૯૪૨
જન્મસ્થળ : તિતલાગઢ, ઓરિસ્સા ,
ભારત

📞સત્યનારાયણ ગંગારામ પિત્રોડા અથવા
સામ પિત્રોડા ભારતનાં જાણીતાં એન્જિનિયર, વેપારી અને સલાહકાર છે. તેઓ વડાપ્રધાનનાં ટેકનોલોજી સલાહકાર પણ હતા

4 May

💡ઈતિહાસમાં 4 મેનો દિવસ💡

☎️📞📞☎️સામ પિત્રોડા☎️📞☎️📞


પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે મળીને દેશમાં ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિનું મિશન હાથમાં લેનારા સત્યનારાયણ ગંગારામ પિત્રોડાનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૪૨માં ઓડિશાના તિતિલગઢ ખાતે થયો હતો .


🏌🏌🏌‍♀જ્યોતિ રંધાવા🏌‍♀🏌

વર્લ્ડ ગોલ્ફ રેન્કિંગમાં ટોપ -૧૦૦માં સ્થાન મેળવનારા પ્રોફેશનલ ગોલ્ફર .જ્યોતિનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૭૨માં થયો હતો .