Friday, May 31, 2019

૩૧ મે –તમાકુ નિષેધ દિન --- 31st May - Quit Smoking ---- World anti-tobacco day

🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬
૩૧ મે –તમાકુ નિષેધ દિન - ઝેરી ગુટકા-પળની મસ્તી, શું ઝીંદગી
🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬

પુરાણકાળમાં બજર કે તપકીર ને આજે તમાકુ કે જેને મેડીકલ સાયન્સ ધીમું ઝેર તરીકે ઓળખાવે છે તેનો ભરડો આખા દેશમાં ખાસ તો યુવાધનને બરબાદ કરી રહ્યું છે ત્યારે દર વર્ષે ૩૧ મે તમાકુ નિષેધ દિને તમાં સેવન કરનાર સામે લાલબતી ધરવામાં આવે છે કે.. 

😳😳“જાગો..આ ધીમું ઝેર તમને સામાજિક,આર્થિક,શારીરિક,માનસિક બધી રીતે ખલાસ કરી નાખે,કુટુંબને પાયમાલ કરી દે એ પહેલા સભાન બની,તમાકુના નશામાંથી બહાર આવી જાવ.”

પહેલાના જમાનમાં અને આજે પણ ક્યાંક કોઈ મોટી ઉમરના લોકોમાં બજર ઉર્ફે તપકીર સુંઘવાની આદત હોય છે.તો કેટલાકને તમાકુના વિવિધ પ્રકારના માવા બનાવી ખાવાની આદત હોય છે.અને આજે તો સૌથી વધુ જેનું ચલણ ફેશનમાં છે તે ગુટકા વિવિધ સ્વરૂપે ને વિવિધ નામે બજારમાં મળે છે.જેના સૌથી વધુ બંધાણી તરુણો કે તરુણીઓ છે.

વ્યક્તિમાં જોવા મળતી આવી આદતો પાછળના અનેક કારણોમાં મુખ્ય જોઈએ તો એક તો ઘરમાં વડીલોની આદત જોઈ તેનું અનુકરણ કરતા બંધાણી બની જાય,બીજું ક્યારેક દોસ્તોના ગ્રુપમાં ધમાલ કરતા ટેસ્ટ ખાતર લીધેલ મસ્તી કાયમી આદત બની જાય છે અને સૌથી મોટું કારણ આજની પેઢીની ઘટતી જતી સહનશીલતા. જિંદગીના નાના કે મોટા પ્રસંગોમાં મળતી નિષ્ફળતાઓ પચાવી ન શકતા તરત હતાશા તરફ દોરાતું યુવાધન બહુ જલ્દી નશાનો શિકાર બને છે. ...

31 May

🙏🔆🙏🔆🙏🔆🙏🔆🙏
ઈતિહાસમાં 31 મેનો દિવસ
🈷🈴🈷🈴🈷🈴🈷🈴🈷🈴


🚫🚫🚫વર્લ્ડ નો ટોબેકો ડે🚫🚫🚫

દર વર્ષની 31 મેના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ( WHO) દ્વારા સમગ્ર વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે. તમાકુથી વર્ષે વિશ્વમાં 60 લાખની વધુ લોકોના મોત થતા હોવાથી તમાકુ છોડાવવા વિવિધ કાર્યક્રમો યોજાય છે.

♻️♻️પૂર્વ પાકિસ્તાનના નિર્વાસિતો♻️♻️


પૂર્વ પાકિસ્તાનમાં સ્થાનિક બાંગ્લા લોકો અને પશ્ચિમી પાકિસ્તાનના શાસકો વચ્ચે ચાલતા ગૃહ યુદ્ધ અંગે વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ આંતરારાષ્ટ્રીય ટહેલ નાખીને 1971 ના યુદ્ધનો તખ્તો 1970 ની 30 મેના રોજ ઘટી કાઢ્યો હતો .

🔰દીવ -દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યા🔰


વર્ષ 1987 માં ગોવાને રાજ્યનો દરજ્જો આપવાની સાથે 31 મેના રોજ કેન્દ્ર સરકારે ગુજરાતની સૌથી નજીક આવેલા દીવ અને દમણ પ્રદેશને કેન્દ્ર શાસિત રાખવાનો નિર્ણય લીધો હતો .

Thursday, May 30, 2019

પરેશ રાવલ --- Paresh Rawal

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎥📽🎥📽🎥📽🎥📽
📽📽પરેશ રાવલ🎥🎥
🎥📽🎥📽🎥📽🎥📽

📽પરેશ રાવલ હિન્દી તેલુગુ ચલચિત્ર જગત અને ગુજરાતી નાટ્યમંચના અત્યંત લોકપ્રિય અભિનેતા અને રાજકારણી છે.

📽એમનો જન્મ ૩૦ મે ૧૯૫૦ માં મુંબઈમાં થયો હતો. તેઓ હિન્દી ચલચિત્રોમાં રમુજી અને નકારાત્મક પાત્રો માટે જાણીતા છે. એમનાં લગ્ન અભિનેત્રી અને મોડેલ સ્વરૂપ સંપટ સાથે થયેલા છે.

🖲અમદાવાદમાં ભાજપના સંસદસભ્ય. ‘વોહ છોકરી’, ‘નામ’, ‘હેરાફેરી’, ‘સર’, ‘સરદાર’, ‘ઓહ માય ગોડ’ સહિત 100થી વધારે ફિલ્મોમાં કરેલી વિવિધ પ્રકારની ભૂમિકાઓ માટે જાણીતાં છે.

💡2014માં એમને ‘પદ્મશ્રી’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

🔦30 મે 1950ના રોજ જન્મેલા મૂળ ગુજરાતી એવા પરેશે વર્ષ 1984માં કેતન મહેતાની ફિલ્મ 'હોલી' મારફત બૉલિવુડની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. 

💡80 થી 90ના ગાળામાં પરેશે જુદી-જુદી ફિલ્મોમાં સહઅભિનેતા અને વિલનની ભૂમિકાઓ ભજવી.

30 May

🔰🔰ઈતિહાસમાં ૩૦ મેનો દિવસ🔰🔰

🚩વિક્રમ સવંત ૨૦૭૩ જેઠસુદ પાંચમ
📍તા. ૩૦/૫/૨૦૧૭ મંગળવાર

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔏🗞🗞1826 પ્રથમ હિન્દી વર્તમાનપત્ર 'ઉદાન્ત માર્તંડ' પ્રકાશિત થયું.🗞🗞🗞

🗞30 मई यानी हिन्दी पत्रकारिता दिवस। 1826 ई. का यह वही दिन था, जब पंडित युगल किशोर शुक्ल ने कलकत्ता से प्रथम हिन्दी समाचार पत्र 'उदन्त मार्तण्ड' का प्रकाशन आरंभ किया था। 'उदन्त मार्तण्ड' नाम उस समय की सामाजिक परिस्थितियों का संकेतक था जिसका अर्थ है- 🌞'समाचार सूर्य'।🌞 भारत में पत्रकारिता की शुरुआत पंडित युगल किशोर शुक्ल ने ही की थी।
🗞📰उदन्त मार्तण्ड हिंदी का प्रथम समाचार पत्र
था। कलकता के कोलू टोला नामक मोहल्ले की
37 नंबर आमड़तल्ला गली से पं. जुगलकिशोर शुक्ल ने सन् 1826 ई. में उदन्त मार्तण्ड नामक एक हिंदी साप्ताहिक पत्र निकालने का आयोजन किया।
उस समय अंग्रेज़ी , फारसी और बांग्ला में तो अनेक पत्र निकल रहे थे किंतु हिंदी में एक भी पत्र नहीं निकलता था। इसलिए "उदंत मार्तड" का प्रकाशन शुरू किया गया। इसके संपादक भी श्री
जुगुलकिशोर शुक्ल ही थे। वे मूल रूप से कानपुर संयुक्त प्रदेश के निवासी थे।
📰🗞शाब्दिक अर्थ📰🗞
उदन्त मार्तण्ड का शाब्दिक अर्थ है ‘ समाचार-सूर्य‘ । अपने नाम के अनुरूप ही उदन्त मार्तण्ड हिंदी की समाचार दुनिया के सूर्य के समान ही था। उदन्त मार्तण्ड का प्रकाशन मूलतः कानपुर निवासी पं. युगल किशोर शुक्ल ने किया था। यह पत्र ऐसे समय में प्रकाशित हुआ था जब हिंदी भाषियों को अपनी भाषा के पत्र की आवश्यकता महसूस हो रही थी। इसी उद्देश्य को ध्यान में रखकर ‘ उदन्त मार्तण्ड ‘ का प्रकाशन किया गया था।

Wednesday, May 29, 2019

29 May

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🀄️🀄️ઈતિહાસમાં 29 મેનો દિવસ📌📌

🌠એવરેસ્ટ સર કરનારા પહેલા વ્યક્તિ🌠

ન્યૂઝીલેન્ડના પર્વતારોહક એડમન્ડ હિલેરી અને નેપાળી શેરપા તેનઝિંગ નોરગે વર્ષ 1953 ની 29 મેના રોજ વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પહેલા વ્યક્તિ બન્યા હતા . તેમણે એવરેસ્ટ પર કુલ ૧૫ મિનિટ વીતાવી હતી .

💪🇮🇳દારા સિંહ વર્લ્ડ ચેમ્પિયન બન્યા💪

રૂસ્તમે હિંદ કહેવાતા પંજાબી પહેલવાન દારા સિંહ વર્ષ 1968 ની 29 મેના રોજ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયન બન્યા હતા . તેમણે છ વખતના વર્લ્ડ ચેમ્પિયન અમેરિકન રેસલર લોઉ થેઝને મુંબઈમાં હરાવ્યા હતા .

જ્હોન એફ. કેનેડી --- John F. Kennedy

👉યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔆💢🔆💢🔆💢🔆💢🔆💢
💢જ્હોન એફ. કેનેડી💢
🔆💢🔆💢🔆💢🔆💢🔆💢

👉યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🚩અમેરિકાના સૌથી યુવાન પ્રમુખ જ્હોન એફ . કેનેડીએ . 

🀄️🙏👉👌👏તેમણે ' દેશ તમારા માટે શું કરી શકે છે તે જોવાના બદલે તમે દેશ માટે શું કરશો' તે બાબત ધ્યાનમાં રાખવાનું સૂત્ર આપ્યું હતું .👏👌👏👌👏

🚩અમેરિકાના સૌથી યુવાન તથા લોકપ્રિય પ્રમુખ જ્હોન એફ. કેનેડીનો જન્મ તા. ૨૯/૫/૧૯૧૭ના રોજ બોસ્ટનમાં એક આયરીશ પરિવારમાં થયો હતો.

👨‍👦તેમના પિતા એક સુખી આયરીશ કુળના વ્યાપારી હતા. પણ દુષ્કાળને લીધે તેઓ અમેરિકા આવીને વસેલા. પિતાનું નામ જોસેફ હતું, તેઓ તેમના પિતાનું નવમું સંતાન હતા. 

Peter Higgs - Founder of Subtitle Particle 'Higgs Boson'

જ્ઞાન સારથિ, [09.01.17 20:28]
♥️ સબએટમિક પાર્ટિકલ 'હિગ્સ બોઝોન'નો શોધક - પીટર હિગ્સ



♦️ સવિટ્ઝર્લેન્ડની સર્ન લેબોરેટરીમાં ૨૦૧૨માં થયેલો એક મહાપ્રયોગ ખૂબજ જાણીતો બન્યો હતો. આ પ્રયોગમાં ઈશ્વરનો કણ શોધવાનો અખતરો થયો હતો. આજે પણ એ પ્રયોગ આગળ વધી રહ્યો છે. આ કણ એટલે અણુ-પરમાણુથી પણ સુક્ષ્મ 'હિગ્સ બોઝોન' કહેવાય છે. બ્રહ્માંડની ઉત્પત્તિ દરમિયાન થયેલા બિગ બેન્ગ વખતે આ કણ પેદા થયો હતો તેમ વિજ્ઞાનીઓ માને છે. તેના અસ્તિત્વની શોધ પિટર હિગ્સ નામના વિજ્ઞાનીએ કરેલી તેને ફિઝિક્સનું નોબેલ ઈનામ એનાયત થયું હતું.

♦️ પીટર હિગ્સનો જન્મ ઈંગ્લેન્ડના ન્યુકેસલમાં ઈ.સ. ૧૯૨૯ના મે માસની ૨૯ તારીખે થયો હતો.

♦️ તના પિતા  બીબીસી રેડિયોમાં સાઉન્ડ એન્જિનિયર હતા. બાળપણમાં બિમારી અને બીજા વિશ્વયુધ્ધની અવ્યવસ્થાને કારણે હિગ્સનું પ્રાથમિક ભણતર અડચણભર્યું હતું.

♦️ પીટર તેની માતા સાથે બ્રિસ્ટલમાં રહ્યો અને ૧૯૪૬માં ગોથામ ગ્રામર સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો.

♦️ ૧૯૪૬માં તે લંડન સ્કૂલમાં ગણિતના ઉચ્ચ શિક્ષણ માટે ગયો અને કિંગ્સ કોલેજમાંથી ફિઝિક્સમાં ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજયુએટ થયો.

♦️ ૧૯૫૨માં તેણે ફિઝિક્સમાં માસ્ટરની ડિગ્રી મેળવી. ૧૯૫૪માં તેણે મોલક્યૂલર ફિઝિક્સમાં પીએચડી કરી.

♦️ એડિનબર્ગ યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાયો. ૧૯૮૦માં એડિનબર્ગની થિયરીટીકલ ફિઝિક્સના પ્રમુખપદે નિમણૂક મળી.

♦️ જાપાનના નોબેલ ઈનામ વિજેતા ઓઈકિરો નામ્બુએ તે સમયે સબએટમિક પાર્ટિકલના સંશોધનો કરેલા. તેની પ્રેરણાથી હિગ્સે પણ સંશોધનો કર્યા અને સફળતા મેળવી.

♦️ હિગ્સને તેના યોગદાન બદલ નોબલ ઉપરાંત વિશ્વભરમાંથી અનેક સન્માનો મળેલા છે. ૨૦૧૪માં તેને ફ્રિડમ ઓફ ન્યુકેસલનો એવોર્ડ એનાયત થયેલો. હાલમાં તેઓ એડિનબર્ગમાં તેમના પરિવાર સાથે રહે છે.
For more information please visit @ https://telegram.me/gujaratimaterial