♦️♻💉🌡️એબીઓ રક્તસમુહ પ્રણાલી🌡💉🌡💉 (ABO blood group system)ના શોધક,જે માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું, કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner)નો ઓસ્ટ્રિયા ખાતે જન્મ
🔑🗝🔑કાર્લ લેન્ડસ્ટેઇનર (અંગ્રેજી:Karl Landsteiner) વિશ્વભરમાં જાણીતા વૈજ્ઞાનિક હતા. તેઓ
જીવશાસ્ત્રના તજજ્ઞ હતા. તેમનો જન્મ જૂન ૧૪ , ૧૮૬૮ના રોજ ઓસ્ટ્રિયા નામના દેશમાં થયો હતો.
તેઓ એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક હતા, જેના માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું અને એમનો જન્મ દિવસ (૧૪મી જૂન, ૧૮૬૮) હોવાથી તેમની યાદમાં વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિન મનાવી વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા પ્રયાસ આદર્યો છે.
એમણે આપણા શરીરમાં અત્યંત મહત્વ ધરાવતા લોહીમાં અગત્યનાં સંશોધનો કર્યાં હતાં. એમણે આ પૈકી એક શોધ આર એચ ફેક્ટરની કરી હતી. એમણે એ, બી અને ઓ એમ ત્રણ જુથમાં માનવરક્તને વહેંચ્યું હતું. આ સાથે એમણે વધુ સંશોધન કરી સમાન રક્ત જૂથ ધરાવતા વ્યક્તિને એકબીજાનું લોહી ચડાવવાથી નુકશાન નથી થતુ, પણ અલગ અલગ રક્ત જૂથ ધરાવતી વ્યક્તિઓને એકબીજાનું લોહી ચડાવવામાં આવે તો અત્યંત ગંભીર મુશ્કેલીઓ થાય છે એ પણ શોધી કાઢ્યું હતું. આ ઉપરાંત પોપર નામના વૈજ્ઞાનિક સાથે મળી (ઈ. સ. ૧૯૦૯) પોલિયો વાયરસની શોધ કરવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. એમને ઔષધીય સંશોધનો બદલ ઈ. સ. ૧૯૪૬ના વર્ષમાં લાસ્કર પારિતોષિક (Lasker award) પણ એનાયત કરવામાં આવ્યો હતો.