Wednesday, July 10, 2019

રોહન બોપન્ના -- Rohan Bopanna

🔰✅🔰✅🔰✅🔰✅🔰✅🔰✅
ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો રોહન બોપન્ના
♻️💠♻️💠♻️💠♻️💠♻️💠💠♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ભારતના અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ કેનેડાની ગેબ્રિયેલા ડેબ્રોવ્સ્કી સાથે જોડી બનાવીને ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં મિકસ્ડ ડબલ્સની ટ્રોફી જીતી છે. 
👉બંનેએ આજે ફાઈનલમાં એન્ના-લેના ગ્રોએનફેલ્ડ- રોબર્ટ ફરાહની જર્મન-કોલંબિયન જોડીને પરાજય આપ્યો હતો.

👉ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર રોહન બોપન્ના ભારતનો ચોથો ખેલાડી બન્યો છે. કોઈ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચ્યાનો બોપન્ના માટે આ બીજો પ્રસંગ હતો. 👉અગાઉ, 2010માં એ યૂએસ ઓપનમાં મેન્સ ડબલ્સમાં પાકિસ્તાનના ઐઝમ-ઉલ-હક કુરેશીની સાથે ફાઈનલમાં પહોંચ્યો હતો.

💠♻️આ જોડીએ મિક્સ્ડ ડબલ્સનો તાજ આજે જીતી લીધો હતો. ફ્રેન્ચ ઓપનની મિક્સ્ડ ડબલ્સ ફાઇનલમાં કોલમ્બિયાના રોબર્ટ ફરા અને તેની જર્મન પાર્ટનર એના લીના ગ્રોનેફેલ્ડની જોડી ઉપર બોપન્ના અને ડાબ્રોવસ્કીની જોડીએ જીત મેળવી હતી. પ્રથમ સેટ ગુમાવી દીધા બાદ બોપન્ના અને ડાબ્રોવસ્કીએ હરીફ જોડીને ૨-૬, ૬-૨,
૧૨-૧૦થી જીત મેળવી હતી.

મેટ્રોમેન ઇ શ્રીધરન --- Metroman e Sridharan

🚄🚅🚄🚅🚆મેટ્રોમેન ઈ શ્રીધરન🚝🚆🚝🚆🚝🚆

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🚄🚅🚂એક પ્રોજેક્ટ કે જે દાયકાઓ સુધી ફક્ત કાગળ પર હતો તથા અનેક લોકો માનતા હતા કે તેને અમલમાં મૂકવો અશક્ય છે. તેમણે 1997માં તેનો હવાલો સંભાળ્યો જ્યારે તેઓ
65ના હતા અને 1990માં તેઓ રેલવેમાંથી નિવૃત્ત થયા હતા.

🚂🚆🚆શ્રી.ધરન પોતાના કાર્યક્ષમ વહીવટને લઇને જાણીતા થયા હતા. 1995મા શ્રી.ધરન ડીએમઆરસીમા જોડાયા હતા. અને પોતના 16 વર્ષના કાર્યકાળમા તેમણે મેટ્રો રેલને દિલ્હીની ઓળખ બનાવી દીધી. અને તેમના કાર્યકાળમા દિલ્હી મેટ્રો લાઇનનો ઝડપથી વિસ્તાર થયો હતો.

🚂🚂રાજધાની દિલ્હીની મેટ્રો ટ્રેનની ભેટ આપનારા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એટલે ડીએમઆરસીના વહીવટી નિયામક ઇ.શ્રીધરન હતા..

🚂મેટ્રો મેનના નામથી જાણીતા ઇ.શ્રીધરને મેટ્રો રેલની જવાબદારી પોતાના સાથી એન્જીનિયર મંગૂ સિંહને સોંપી હતી. 

બ્રિટન: ચૂંટણી --- Britain: Elections

♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
♻️💠♻️બ્રિટન: ચૂંટણી♻️💠♻️💠♻️
♻️💠♻️💠💠♻️💠♻️💠♻️💠♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯મતદાન બ્રિટેનના સમય અનુસાર રાત્રે ૧૦ વાગે અને ભારતીય સમયાનુસાર રાત્રે ૨.૩૦ મીનીટે સમાપ્ત થયું.

💥💥જાહેર થયેલા પરિણામોમાં બે ગુજરાતી સાંસદો પુન: ચૂંટાયા છે. ટેરેસા મે પ્રધાનમંડળના સભ્ય અને રૂઢીચુસ્ત પક્ષના ઉમેદવાર પ્રીતિ પટેલ વિથામ (એસેકસ) બેઠક પર 18,643 મતની બહુમતીથી જીતી ગયા છે.

💥હાલના સાંસદ અને શૈલેશ વારા કેમ્બ્રીજની નોર્થવેસ્ટ બેઠક પર 18,008 મતે વિજય બન્યા છે.

💂‍♀💂🕵‍♀Britain માં સમયથી પૂર્વે કરાવવામાં આવેલી ચુંટણીના પરિણામોમાં ત્રિશંકુ સંસદની રચના સ્થિતિ ઉભી થઈ છે.

👉સત્તારૂઢ કંઝરવેટિવ પાર્ટીના નેતા અને વડાપ્રધાન ટેરીઝા મે
👉ટેરીઝા મે એ સમય કરતાં ત્રણ વર્ષ પહેલાં જ મિડલટર્મ ચૂંટણી કરવાનો નિર્ણય લીધો હતો.

શાંઘાઈ કોર્પોરેશન ઓરગેનાઇઝેશન (એસસીઓ) --- Shanghai Corporation Orgnation (SCO)

♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
શાંઘાઈ કોર્પોરેશન ઓરગેનાઇઝેશન (એસસીઓ)
💠💠💠💠💠💠💠💠💠💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️શાંઘાઈ સંગઠનના મહાસચિવ રાશીદ અલી

📌📌આજે કઝાખસ્તાનની રાજધાની અસ્તાનામાં
શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) શિખર બેઠક 2017
🖌🖌એસસીઓમાં ભારત અને પાકિસ્તાનનો પૂર્ણ કક્ષાના નવા સભ્ય તરીકે સમાવેશ કરાયો છે.

🔷ભારત,🔹2005થી તેનો ઓબ્ઝર્વર દેશ છે. (▪️ભારત,પાકિસ્તાન અને ઇરાનને 2005માં અષ્ટાના સંમેલન દરમિયાન સુપરવાઇઝર તરીકે સામેલ કરાયા હતા.)

🔷૨૦૧૪માં પૂર્ણ સભ્યપદ માટે અરજી કરેલ...[દુશાન્બેમાં]
🔵🔵રશિયાના ઉફામાં 2015માં ભારતને સદસ્ય બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ --- The President

🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲
દેશના 14માં રાષ્ટ્રપતિને નિમવામાં આવશે
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉 ઓગસ્ટ મહિનામાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.

👉૧૭મી જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવાની જાહેરાત કરી છે. ચૂંટણીનું પરિણામ ૨૦મીએ જાહેર થશે. ચૂંટણીપંચે જાહેર કર્યું હતું કે આગામી ૧૪મી જૂને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાશે. ૨૮મી જૂને ઉમેદવારી પત્રક ભરવાની આખરી તારીખ હશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧લી જુલાઇ છે.

💥💥વ્હિપ પણ બહાર નહીં પડે💥💥

જૈદીએ જણાવ્યું હતું કે કોઇ પણ રાજનીતિક દળ રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના સભ્યોને કોઇ પણ વ્હિપ આપી શકશે નહીં. એ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો ઉપર જો કોઇ ગુનો કે ભ્રષ્ટાચારના આરોપ હશે તો તેમની ચૂંટણી રદ થઇ શકશે.

દીવ --- Diu

⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵


_*એશિયાની સૌથી જૂની નગરપાલિકાનું બહુમાન દીવને મળે છે.*_

⛵➖ આશરે ચાર સદી પહેલાં ૧૬૧૩માં દીવમાં નગરપાલિકાની સ્થાપના પોર્ટુગીઝ શાસકોએ કરી હતી. 

⛵➖જ્યારે આ નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી ત્યારે આ લોકલ ગવર્નમેન્ટ બોડી *કેમેરા-ડી-દમાઓ*ના નામથી ઓળખાતી. 

⛵➖દીવ આઝાદ થયું ત્યાં સુધી તે પાલિકા રહી હતી અને બાદમાં દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ બની હતી.

⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵

Tuesday, July 9, 2019

ભીમ અગિયારસ ---- Bhima Eleven

Yuvirajsinh Jadeja:
♠️♣️♥️♦️♠️♣️♥️♦️♠️♣️♥️♦️
♠️♣️આજે ભીમ અગિયારસ♦️♥️
♠️♣️♥️♦️♠️♣️♥️♦️♠️♣️♥️♦️

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♠️જેઠ સુદ-૧૧ એટલે ભીમ અગિયારસ.

♥️આજના દિવસે ગાયત્રી મંત્રનો ઉદ્દભવ થયો હોવાથી ગાયત્રી જયંતિ પણ ઉજવવામાં આવે છે. વૈષ્ણવો, ગાયત્રી માતાના ઉપાસકો અને ખેડૂતો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે.

♠️ભીમ અગિયારસના દિવસને વાવણી માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. 
♥️ગ્રામ્ય વિસ્તારોમાં ભીમ અગિયારસમાં કેરી ખાવાની સાથે સાથે વાવણીનું પણ ખુબ જ મહત્વ રહેલું હોવાથી ખેડૂતો પરંપરાગત રીતે ભીમ અગિયારસના પર્વે વાવણી કાર્ય આરંભી દેશે.