Wednesday, July 10, 2019

રાષ્ટ્રપતિ --- The President

🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲
દેશના 14માં રાષ્ટ્રપતિને નિમવામાં આવશે
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉 ઓગસ્ટ મહિનામાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.

👉૧૭મી જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવાની જાહેરાત કરી છે. ચૂંટણીનું પરિણામ ૨૦મીએ જાહેર થશે. ચૂંટણીપંચે જાહેર કર્યું હતું કે આગામી ૧૪મી જૂને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાશે. ૨૮મી જૂને ઉમેદવારી પત્રક ભરવાની આખરી તારીખ હશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧લી જુલાઇ છે.

💥💥વ્હિપ પણ બહાર નહીં પડે💥💥

જૈદીએ જણાવ્યું હતું કે કોઇ પણ રાજનીતિક દળ રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના સભ્યોને કોઇ પણ વ્હિપ આપી શકશે નહીં. એ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો ઉપર જો કોઇ ગુનો કે ભ્રષ્ટાચારના આરોપ હશે તો તેમની ચૂંટણી રદ થઇ શકશે.

👉આપણા દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા સરળ નથી. 
👉ચૂંટણી પરોક્ષ મતદાન દ્વારા થયા છે.

🌟🌟ગુપ્ત મતપત્રકથી ચૂંટણી થશે :
મતદારો પોતાના મત ગુપ્ત રાખે એવું ચૂંટણી પંચ ઇચ્છે છે. કોઇને પણ ખુલ્લો મત આપવાનો અધિકાર નથી. કોઇને પણ પોતાનું મતપત્રક દેખાડી શકાશે નહીં. એમ કરવાથી મત રદ થઇ શકે છે.

👉જનતાની જગ્યાએ જનતા દ્વારા નિમાયેલા પ્રતિનિધિઓ રાષ્ટ્રપતિની પસંદગી કરે છે.

👉- લોકસભાના 543 સભ્યો, રાજ્યસભાના 243 સભ્યો અને દેશભરના 4120 ધારાસભ્યો કરે છે મતદાન

👉- રાષ્ટ્રપતિ બનવા માટે 5,49,442 મૂલ્યના મતો મળવા જરૂરી છે

👉- રાષ્ટ્રપતિ મતદાનને ગુપ્ત રાખવામાં આવે છે
👴👉- સાધારણ નાગરિકનો પ્રત્યેક મતનું મૂલ્ય 1 ગણાય
👉- ધારાસભ્યનો મત વધુ મૂલ્યનો ગણાય

🔶🔶વિધાનસભ્યો-સાંસદોના મત♻️♻️

રાજ્યોના વિધાનસભ્યોના મતની ગણના માટે રાજ્યની વસતી તથા વિધાનસભ્યોની સંખ્યા, તેના અનુપાતમાં મતનું મૂલ્ય કઢાય છે. દેશના તમામ વિધાનસભ્યોના મતોના મૂલ્યોનો સરવાળો થાય છે, તેને લોકસભા અને રાજ્યસભામાં સાંસદોની કુલ સંખ્યા વડે ભાગીને જે સંખ્યા મળે તે એક સાંસદના મતનું મૂલ્ય છે.

✅✅અસ્થિર મત કેટલા છે?✅✅

આમ આદમી પાર્ટી, બીજુ જનતા દળ, ભારતીય રાષ્ટ્રીય લોકદળ, વાઇએસઆઇ કોંગ્રેસ, તૃણમૂલ અને એઆઇએડીએમે હજુ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. આ પક્ષોના મત મૂલ્ય ૧,૭૦,૦૦૦ થાય છે.

🔰🔰ઇલેક્ટ્રોલ કોલેજ🔰🔰

ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કોલેજ દ્વારા થાય છે. બંધારણની કલમ ૫૪માં તેનો ઉલ્લેખ છે. તેમાં સંસદને બંને ગૃહો તથા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉👉ભારતના રાષ્ટ્રપતિઓ👈👈👈

🔘૦૧ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જાન્યુઆરી ૨૬ , ૧૯૫૦
મે ૧૩ ,
૧૯૬૨

🔘૦૨ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મે ૧૩ , ૧૯૬૨ મે ૧૩ ,
૧૯૬૭

🔘૦૩ ડૉ. ઝાકીર હુસૈન મે ૧૩ , ૧૯૬૭ મે ૩ , ૧૯૬૯

📌* વરાહગીરી વેંકટા ગીરી મે ૩ , ૧૯૬૯ જુલાઇ ૨૦ , ૧૯૬૯

📌* મહમ્મદ હિદાયતુલ્લાહ
જુલાઇ ૨૦ ,
૧૯૬૯
ઑગષ્ટ ૨૪ ,
૧૯૬૯

🔘૦૪ વરાહગીરી વેંકટા ગીરી
ઑગષ્ટ ૨૪ ,
૧૯૬૯
ઑગષ્ટ ૨૪ ,
૧૯૭૪

🔘૦૫ ફકરૂદ્દીન અલી અહમદ
ઑગષ્ટ ૨૪ ,
૧૯૭૪
ફૅબ્રૂઆરી ૧૧ , ૧૯૭૭

📌* બાસ્સપ્પા ડાનપ્પા જત્તી
ફૅબ્રૂઆરી ૧૧ , ૧૯૭૭
જુલાઇ ૨૫ , ૧૯૭૭

🔘૦૬ નિલમ સંજીવ રેડ્ડી
જુલાઇ ૨૫ ,
૧૯૭૭
જુલાઇ ૨૫ , ૧૯૮૨

🔘૦૭ ગિયાની ઝૈલ સીંઘ
જુલાઇ ૨૫ ,
૧૯૮૨
જુલાઇ ૨૫ , ૧૯૮૭

🔘૦૮ રામસ્વામી વેંકટરામન
જુલાઇ ૨૫ ,
૧૯૮૭
જુલાઇ ૨૫ , ૧૯૯૨

🔘૦૯ ડૉ. શંકર દયાલ શર્મા
જુલાઇ ૨૫ ,
૧૯૯૨
જુલાઇ ૨૫ , ૧૯૯૭

🔘૧૦ કોચેરીલ રામન નારાયણન
જુલાઇ ૨૫ ,
૧૯૯૭
જુલાઇ ૨૫ , ૨૦૦૨

🔘૧૧ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ
જુલાઇ ૨૫ ,
૨૦૦૨
જુલાઇ ૨૫ , ૨૦૦૭

♻️૧૨
શ્રીમતિ
પ્રતિભા પાટીલ
જુલાઇ ૨૫ ,
૨૦૦૭
જુલાઇ ૨૪ , ૨૦૧૨

🔘૧૩ શ્રી પ્રણવ મુખર્જી
જુલાઇ ૨૫ = ૨૦૧૨

24 જુલાઇ 2017એ પુરો થઇ રહ્યો છે.

🔴* કાર્યવાહક🔴

♦️👉પ્રણવ મુખર્જી♦️👇

since ૨૫ જુલાઇ ૨૦૧૨
24 જુલાઇ 2017એ પુરો થઇ રહ્યો છે.

♻️Term length ૫ વર્ષ (લંબાવી શકાય છે)

♻️Inaugural holder
રાજેન્દ્ર પ્રસાદ
૨૬ જાન્યુઆરી ૧૯૫૦

🌀Formation બંધારણ
૨૬ જાન્યુઆરી ૧૯૫૦

💠Salary ૧.૫ લાખ (યુ.એસ. $ ૨,૨૦૦) (માસિક)

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️
💢કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિ ચૂંટણી ?
⭕📛📛📛📛📛📛📛📛📛📛

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✅- લોકસભાના 543 સભ્યો, રાજ્યસભાના 243 સભ્યો અને દેશભરના 4120 ધારાસભ્યો કરે છે મતદાન

✅- રાષ્ટ્રપતિ બનવા માટે 5,49,442 મૂલ્યના મતો મળવા જરૂરી છે

✅- રાષ્ટ્રપતિ મતદાનને ગુપ્ત રાખવામાં આવે છે
✅- સાધારણ નાગરિકનો પ્રત્યેક મતનું મૂલ્ય 1 ગણાય

✅- ધારાસભ્યનો મત વધુ મૂલ્યનો ગણાય

👁‍🗨👁‍🗨જનતા શા માટે રાષ્ટ્રપતિ નથી ચૂંટણી કરી શકતી♻️♻️

🔰જનતાનાં બદલે જનતાનાં પસંદ કરાયેલા પ્રતિનિધિ રાષ્ટ્રપતિને પસંદ કરે છે. 

💠🔷🔘વર્ષ 1848માં લુઇ નેપોલિયનનાં લોકોએ સીધા મતથી રાજ્યનાં પ્રમુખ તરીકે ચૂંટાયો હતો. 🌀🌀જો કેલુઇ નેપોલિયને ફ્રેન્ચ ગણરાજ્યને ઉખાડીને ફેંક્યું અને દાવો કર્યો કે તેને જનતાએ સીધો ચૂંટ્યો છે. તે જ હવે ફ્રાન્સનો રાજા છે. આ ઘટનાને ધ્યાને રાખીને ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે કરવામાં આવે છે.💈💈💈💈

⚠️⚠️ઇલેક્ટોરલ કોલેજ દ્વારા થાય છે રાષ્ટ્રપતિનું મતદાન⚠️⚠️⚠️

ભારતના રાષ્ટ્રપતિ મતદાન મંડળ દ્વારા પસંદ કરવામાં આવે છે. કાયદાના આર્ટિકલ 54માં જેનો ઉલ્લેખ છે. 
🔴🔵જેમાં સંસદના બન્ને સદનો તથા રાજ્યોની વિધાનસભાઓના મતદાન સભ્ય સામેલ હોય છે.
🔰✅✅ બે કેન્દ્રશાસિત પ્રદેશો, દિલ્હી અને પુડ્ડુચેરીના ધારાસભ્યો પણ આ ચૂંટણીમાં ભાગ લે છે જેની પોતાની વિધાનસભા છે.

🔵☑️☑️ચૂંટણી જે વિધિથી થાય છે તેનું નામ છે- આનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલીના આધારે એકમાત્ર તબદિલ મત દ્વારા બધા સાંસદો અને ધારાસભ્યોની પાસે નિશ્ચિત સંખ્યામાં મત છે, જોકે દરેક મતદાર વિધાયક અને સાંસદના મતોના મૂલ્યની લાંબી ગણતરી થાય છે.

⚪️☑️ધારાસભ્યોના મતની તાકાત☑️🔘

રાજ્યોના ધારાસભ્યોના મતની ગણતરી માટે તે રાજ્યની જનસંખ્યા જોવામાં આવે છે. સાથે જ તે રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા પણ જોવામાં આવે છે. 
મતની પ્રમાણ કાઢવા માટે રાજ્યની કુલ સંખ્યા દ્વારા નિમાયેલા ધારાસભ્યોની સંખ્યા માંથી વિભાજિત કરવામાં આવે છે. ત્યારબાદ જે અંક નિકળે છે, તે ફરી 1000થી ભાગવામાં આવે છે. ફરી જો અંક મળે છે, તેનાથી રાજ્યના એક ધારાસભ્યના મતની ગણતરીથી નિકળે છે.

♦️♦️♦️મત્તની ગણત્રી♠️♠️♠️♠️


રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારની જીત માત્ર સૌથી વધારે મત્ત પ્રાપ્ત કરવાથી નથી થતી, સાઝે જ તેને સાંસદો અને ધારાસભ્યોનાં મત્ત માટે કુલ મુલ્યનાં અડધાથી વધારે ભાગ પ્રાપ્ત કરવો પડે છે. સરળ શબ્દોમાં કહીએ તો ચૂંટણી પહેલા નક્કી થઇ જાય છે કે જીતનારા ઉમેદવારને કેટલા વોટ અથવા વેઇટેજ પ્રાપ્ત કરવું પડશે. દાખલા તરીકે 10 હજાર વોટ છે, તો ઉમેદવારને (10,000/2)+1ની જરૂર હશે. જે 5001 મત્ત બરાબર છે

🀄️🀄️🀄️શું હોય છે અંક ગણીત ?🀄️

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાનાં કુલ 776 સાંસદો ઉપરાંત વિધાનસભાનાં 4120 ધારાસભ્યો પણ મતદાન કરશે. એટલે કે કુલ 4896 લોકો મળીને નવા રાષ્ટ્રપતિને ચૂંટશે. રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા અનુસાર આ તમામ મતની કુલ કિંમત 10.98 લાખ(પોઇન્ટ) છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👁‍🗨શું છે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સરકારની સ્થિતી👁‍🗨👁‍🗨👁‍🗨

ભાજપનાં સાંસદો પોતાની પસંદનાં રાષ્ટ્રપતિ બનાવવા માટે 5.49 લાખ કિંમતનાં બરાબર વોટોની જરૂર પડશે. એનડીએ (23 પાર્ટીઓનાં સાંસદ અને રાજ્યોની વિધાનસભાઓ/ વિધાનપરિષદનાં સભ્યો) પાસે રાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધિત ઇલેક્ટોરલ કોલેજનાં લગભગ 48.64 ટકા વોટ છે.

💬ભાજપ 5 લાખ 32 હજાર મત્ત ધરાવે છે પરંતુ તેમાંથી 20 હજાર પોઇન્ટ જેટલા મત્ત સહયોગી પાર્ટીનાં છે. યોગી આદિત્યનાથ, કેશવપ્રસાદ મોર્ય અને પર્રિકરનાં રાજીનામાને અટકાવીને ભાજપે બીજા 2100 પોઇન્ટ વધારી લીધા છે. દેશનાં 29 રાજ્યોમાંથી ભાજપ 12માં સત્તા પર છે. જ્યારે સંયુક્ત એનડીએ 15 રાજ્યો પર સત્તામાં છે.

🎴🎴વિપક્ષની સ્થિતી🎴🎴

વિપક્ષની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ સહિત વામપંથી દળ સહિત તૃણમુલ જેવી પાર્ટીઓ છે. ઉલટ રાજ્ય અથવા કેન્દ્રમાં રાજનીતિક સમીકરણોનાં આધાર પર કોંગ્રેસની આગેવાનીવાળા વિપક્ષની સાથે જનાર 23 પાર્ટીઓનાં મત્તનું પ્રમાણ 35.47 ટકા બરાબર છે. વિપક્ષી દળો પાસે 3,91,000 અનુમાન છે.

♥️♣️અસ્થિર મત્ત અને નાના દળ📢📢

કુલ 6 દળ જેમ કે આમ આદમી પાર્ટી, બીજુ જનતા દળ, ભારતીય રાષ્ટ્રીય લોક દળ, વાઇએસઆર કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ અને અન્નાદ્રમુકે પણ પોતાના પત્તા હજી સુધી ખોલ્યા નથી. આ 6 દળ પાસે 13 ટકા જેટલુ મત છે. આંકડામાં તે 1,70,000 મત્ત છે.

📢📢📢રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના કુલ 776 સાંસદો ઉપરાંત વિધાનસભાના 4120 ધારાસભ્યો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. એટલે કે કુલ મળીને 4896 લોકો નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે.

🃏🃏🃏રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાજકીય દળના પ્રતિનિધિ પોતાની પાર્ટીના ચાબુક દ્વારા બંધાયેલા નથી. ધારાસભ્યોના વોટના ભાવ રાજ્યવાર અલગ અલગ હોય છે. પરંતુ સાંસદોના વોટનું મુલ્ય નક્કી હોય છે. નિર્વાચક મંડળમાં સાંસદ અને ધારાસભ્યોના વોટનીલ્યુને બરાબરનું મહત્વ આપવામાં આવ્યું છે. ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલીના હિસાબે થાય છે. સિંગલ ટ્રાન્સફરેબલ વોટની પદ્ધતિ અપનાવવામાં આવે છે. દરેક મતદારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી રહેલ ઉમેદવારો માટે પોતાની પસંદની પ્રાધાન્યતા નક્કી કરવાની હોય છે.

🔔🔔લોકતંત્રની સંસદીય પ્રણાલીમાં રાષ્ટ્રપતિ દેશના પ્રધાન અને તેની સેનાઓના સર્વોચ્ય કમાન્ડર હોય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️🔘♻️🔘♻️🔘♻️🔘♻️🔘♻️
🔘બંધારણ વિષયક સામાન્યજ્ઞાન.♻️
♻️🔘🔘♻️♻️🔘♻️🔘♻️🔘♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

(૧) ભારતીય બંધારણ ૨૬મી જાન્યુઆરી-૧૯૫૦ન
ાં રોજ અસ્તિત્વમાં આવ્યું.
(૨) ભારતીય બંધારણનાં ઘડવૈયાઓની સભાનાં પ્રમુખ ડો.બી.આર.આંબેડકર હતાં.
(૩) રાષ્ટ્રાય ચૂંટણીઓમાં ભારતના નાગરિકોને અઢાર વર્ષે મતાધિકાર મળે છે.
(૪) પ્રજાસત્તાક ભારતમાં સૌથી પહેલી લોકસભાની ચૂંટણી ઇ.સ.૧૯૫૨માં યોજાયેલી.
(૫) ભારતનાં રાષ્ટ્રધ્વજની લંબાઇ-પહોળાઇનું પ્રમાણ ૩ : ૨ નું હોય છે.
(૬) ચૂંટણી પછી સત્તા પર આવતી સરકારની મુદત પાંચ વર્ષની હોય છે.
(૭) કેંન્દ્રીય પ્રધાનમંડળનાં પ્રધાનોને હોદ્દા ને ગુપ્તત્તાનાં શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે.
(૮) ભારતનો રાષ્ટ્રધ્વજ ખાદીના કાપડમાંથી બનેલો હોવાનું ફરજિયાત છે.
(૯) ભારતીય બંધારણ મુજબ દેશની સર્વોચ્ચ સત્તા રાષ્ટ્રપતિનાં હાથમાં હોય છે.
(૧૦) ભારતનાં એટર્ની જનરલ તેમ જ કોમ્પ્ટ્રોલર & ઓડિટર જનરલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.
(૧૧) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા માટે લોકસભાના કુલ એક દશાંશ સભ્યોનાં સમર્થનની જરુર પડે છે.
(૧૨) ભારતીય સેનાની ત્રણેય પાંખોના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ છે.
(૧૩) ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્ર
સાદ હતાં.
(૧૪) ભારતની સૌપ્રથમ લોકસભાનાં અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતાં.
(૧૫) ભારતનાં ચૂંટાયેલાં રાષ્ટ્રપતિને હોદ્દાના અને ગુપ્તતાના શપથ સુપ્રેમ કોર્ટનાં ચીફ જસ્ટીસ લેવડાવે છે.
(૧૬) રાજ્યસભામાં ચૂંટાયેલાં સભ્યની મુદત છ વર્ષની હોય છે.
(૧૭) ભારતમાં રાષ્ટ્રપતિની ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૩૫ વર્ષની હોવી જરુરી છે.
(૧૮) લોકસભાની મુદત પાંચ વર્ષ હોય છે.
(૧૯) રાજ્યસભાના એક તૃત્યાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે.
(૨૦) ભારતીય સંસદ રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાની બનેલી હોય છે.
(૨૧)લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ૨૫ વર્ષની હોવી જરુરી છે.
(૨૨) ભારતના રાષ્ટ્રપતિની મુદત પાંચ વર્ષની હોય છે.
(૨૩) એક રુપિયાની નોત ઉપર નાણામંત્રાલયના સચિવની સહી હોય છે.
(૨૪) કેન્દ્ર સરકારને કાનૂની સલાહ આપવાનું કાર્ય એટર્ની જનરલ હોય છે.
(૨૫) રાજ્યસભાના અધ્યક્ષ તરીકે હોદાની રુએ ઉપરાષ્ટ્રપતિ કામગીરી બજાવે છે.
(૨૬) ભારતની સંસદમાં ઉત્તરપ્રદેશની સંસદસભાની સીટ સૌથી વધુ છે.
(૨૭) હાઇકોર્ટના ન્યાયમૂર્તી (જજ)ની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.
(૨૮) ભારતમાં સૌપ્રથમ મહિલા ગવર્નર બનનાર સરોજિની નાયડું છે.
(૨૯) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સૌપ્રથમ ઇ.સ.૧૯૬૨માં થૈ.
(૩૦) દસ રુપિયાની નોટ ઉપર રિઝર્વ બેંકના ગવર્નરની સહી હોય છે.
(૩૧) ભારતીય બંધારણની 352મી કલમ હેઠળ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે.
(૩૨) ભારતનાં રાષ્ટ્રપતિએ જો રાજીનામું આપવું હોય તો તે ઉપ-રાષ્ટ્રપતિને આપે છે.
(૩૩) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંન્નેની ગેરહાજરીમાં તેમની ફરજો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બજાવે છે.
(૩૪) હોદાની રુએ વડાપ્રધાન આયોજન પંચના અધ્યક્ષ હોય છે.
(૩૫) રાજ્યસભામાં ચૂંટાવા માટેની ઉમેદવારી નોંધાવવા માટે ઓછામાં ઓછી ઉંમર ત્રીસ વર્ષની હોવી જરુરી છે.
(૩૬) ભારતમાં લોકસભાના ચૂંટાયેલાં સભ્યોની કુલ બેઠક ૫૪૩ છે.
(૩૭) ભારતમાં કુલ રાજ્યસભાની બેઠક ૨૫૦ ની છે.
(૩૮) લોકસભામાં કોરમ થવા માટે દશ ટકા સભ્યોની જરુર પડે છે.
(૩૯) ગુજરાતમાં લોકસભા(સંસદસભ્ય)ની કુલસંખ્યા-બેઠક ૨૬ છે.
(૪૦) ગુજરાત માટે રાજ્યસભાની કુલ બેઠક ૧૩-(તેર) છે.
(૪૧) રાજકીય પક્ષોને ચૂંટણી-ચિહ્ન ફાળવવાનું કાર્ય ચૂંટણી પંચ કરે છે.
(૪૨) સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્તિવય પાંસઠ વર્ષ નક્કી કરવામાં આવેલાં છે.
(૪૩) રાષ્ટ્રપતિ બંધારણનો ભંગ કરે તો સંસદ પાસે બે-તૃત્યાંશની બહુમતિનાં બળે પદ ઉપરથી દૂર કરી શકે છે.
(૪૪) ભારતીય બંધારણ અનુસાર દેશની કુલ અઢાર ભાષાને માન્યતા આપવામાં આવેલી છે.
(૪૫) ભારતના રાષ્ટ્રધ્વજ વચ્ચેનાં ચક્રમાં કુલ ચોવીસ આરા હોય છે.
(૪૬) જમ્મુ-કાશ્મીર રાજ્યને કલમ ૩૭૦ મુજબ ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે.
(૪૭) ભારત સરકારના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.
(૪૮) ભારતના બંધારણ મુજબ વહીવટી વડા તે વડાપ્રધાન ગણાય છે.
(૪૯) ભારતીય બંધારણની કલમ ૩૫૬ એ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા ધરાવે છે.
(૫૦) લોકસભામાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત એંગ્લો-ઇંડિયન એ બે સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ હોદ્દાની રુએ કરી શકે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏



👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
📢ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિ નું પદ
🀄️🗯🀄️🗯🀄️🗯🀄️🗯🀄️🗯🀄️🗯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✌️✌️ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે.
👦🏻👦🏻તે દેશના પ્રથમ નાગરિક છે,
📓ભારતીય બંધારણ અનુચ્છેદ-52માં જોગવાઈ કરવામાં આવી છે.
📰📓ભારતીય રાજ્યના પ્રમુખ છે

📌📌📌રાષ્ટ્રપતિના પદ માટે📌📌📌

📌# રાષ્ટ્રપતિના પદના ઉમેદવારી માટે મતદાર મંડળમાંથી 50%સભ્યોનો દરખાસ્ત મુકનાર તરી ટેકો હોવો જોઈએ

📌# રાષ્ટ્રપતિના પદ માટે રૂપિયા15000 RBI માં જમા કરવાના રહે છે,કુલ મતના 1/6 મત ના મળેતો
ડીપોજીટ જપ્ત થાય છે.

📌# આનુપાતિક પ્રતિનિધિત્વ ચુંટણી પધ્ધતિમાં સંસદ સભ્યો,રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સભ્યોનું મત તૂલ્ય નક્કી આ રીતે થ છે...

🚩🚩🎌સબંધિત રાજ્યના સભ્યોનું મતતૂલ્ય = સબંધિત રાજ્યની કુલ વસ્તી,
સબંધિત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભામાં ચૂટાયેલા સભ્યો ⨯1/1000
એક સંસદ સભ્યનું મત તૂલ્ય = બધાજ રાજ્યોના વિધાનસભ્યોના મતોનો સરવાળો,સંસદના
ચૂટાયેલા સભ્યોની કુલ સંખ્યા.

💢💢રાષ્ટ્રપતિના પદ માટે ની લાયકાતો💢💢💢💢

⭕️# ભારતનો નાગરિક હોવો જોઈએ,
⭕️# ઓછામાંઓછી 35 વર્ષ હોવા જોઈએ,
⭕️# લોકસભામાં ચુંટણી લાડવાની લાયકાત હો જોઈએ,
⭕️# કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં લાભનું પદ ધરાવતો ના હોવો જોઈએ.

💢💢રાષ્ટ્રપતિના પદ માટે ની શરતો💢💢

🚸# સંસદ કે વિધાનસભાનો સભ્ય ન હોવો જોઈએ
🚸# કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં લાભનું પદ ધરાવતો ના હોવો જોઈએ,
🚸# તેના પગાર ભથ્થા કાર્યકાળ સમયમાં ઘટાડી શકાય નહી,
🚸# રાષ્ટ્રપતિ પદ માટેની શરતો બંધારણના અનુચ્છેદ-59 અનુસાર હોય છે.

⛔️⛔️⛔️રાષ્ટ્રપતિની ચુંટણી પ્રક્રિયા⛔️⛔️⛔️⛔️

📛# રાષ્ટ્રપતિની ચુંટણી ભારતીય બંધારણના અનુચ્છેદ – 54 અનુસાર થાય છે,
📛# રાષ્ટ્રપતિની ચૂટણીમાં સંસદ ( રાજ્યસભા,લોકસભા )નો બંને ગૃહોના ચૂટાયેલ સભ્યો,રાજ્યોની વિધાનસભાના ચૂટાયેલા સભ્યો,કેન્દ્રશાસિત પ્રદેશો,દિલ્હી પુડુંચેરીની વિધાનસભાઓના ચૂટાયેલા સભ્યો ભાગ લે છે.
📛# રાષ્ટ્રપતિની ચુંટણી બંધારણના અનુચ્છેદ – 5 મુજબ સમતુલ્યના સિદ્ધાંત અને એકલ સંક્ર્મણીય મત પધ્ધતિથી ગુપ્ત મતદાન કરવામાં આવે છે.
📛# રાષ્ટ્રપતિ દ્રારા નિમણુક પામેલા લોકસભાના 2 સભ્યો,રાજ્યસભાના 12 સભ્યો તથા રાજ્યપાલ દ્રારા નિમણુક પામેલા📛 1 એગ્લો ઇન્ડિયન સભ્ય,વિધાનપરિષદ ના સભ્યો ભાગ લઇ શકતા નથી.❌❌

🔱🔱રાષ્ટ્રપતિનો કાર્યકાળ🔱🔱

🔆# રાષ્ટ્રપતિનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે.

💰💰રાષ્ટ્રપતિના પગાર ભથ્થા💰

💡# ભારતીય બધારણના અનુચ્છેદ – 59 અનુસાર રાષ્ટ્રપતિને ભારતની સંચિત નિધિમાંથી સંસદ
કાયદાથી જે નક્કી કરે તે પગાર મળે છે,

💡# રાષ્ટ્રપતિને દર માસે રૂ - 1,50,000 (જાન્યુઆર 2017) મળે છે,અને નિવૃત્ત થયા બાદ જ્યાં સુધી જીવે ત્યાં સુધી અડધા પગાર જેટલું પેન્શન આપવામાં આવે છે,

🔦💡# તેમના અવસાન બાદ પરિવારને અડધું પેન્શન આપવામાં આવે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)👏

👥👤👥રાષ્ટ્રપતિનો હોદ્દો કેવા સંજોગોમાં ખાલ પડે?👥👤👥

☸# રાષ્ટ્રપતિ રાજીનામું આપે ત્યારે,
☸# રાષ્ટ્રપતિ મૃત્યુ પામે ત્યારે,
☸# રાષ્ટ્રપતિ ના 5 વર્ષ પુરા થઇ ગયા હોય ત્યા
#મહાભિયોગની પ્રક્રિયા દ્રારા હટાવવાથ
☸# રાષ્ટ્રપતિની ચુંટણી સુપ્રીમ કોર્ટ દ્રારા અયોગ્ય જાહેર કરી રદ કરવામાં આવે ત્યારે.

💟💟રાષ્ટ્રપતિની શપથ વિધિ💟💟

☢# રાષ્ટ્રપતિએ બંધારણના અનુચ્છેદ-60 મુજબ હોદ્દો સંભાળતા પહેલાં સપથ લેવાના હોય છે,
☢# રાષ્ટ્રપતિને શપથ ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીસ લેવડાવે છે,તેમની ગેરહાજરીમાં વરિષ્ઠતમ ન્યાયાધીસ લેવડાવે

✴️✴️રાષ્ટ્રપતિની સત્તાઓ✴️✴️

# વહીવટી સત્તા,
# નાણાકીય સત્તા,
# લશ્કરી સત્તા,
# રાજ્દ્રારી સત્તા,
# ધારાકીય સત્તા,
# ન્યાયિક સત્તા,
# કટોકટીની સત્તા,
# વીટોપાવર સત્તા,

🅾🅾🅾રાષ્ટ્રપતિનું રાજીનામું🅾🅾🅾

🌀# બંધારણના અનુચ્છેદ-57 અનુસાર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ને રાજીનામું આપી શકે છે.

🈯️🈯️🈯️રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા💠💠💠💠

🔰# ભારતીય બંધારણ અનુચ્છેદ-61 અનુસાર રાષ્ટ્રપતિ બંધારણ નો ભંગ કરે તો તેમને હોદ્દા પરથી દુર કરવા સંસદમાં મહાભિયોગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

🔰# સંસદના કોઈ પણ ગૃહમાં મહાભિયોગની પ્રક્રિયા શરુ કરી શકાય,
🔰# ગૃહમાં મહાભિયોગ શરુ કરવા માટે ગૃહ ની કુલ સભ્ય સખ્યાના ¼ ભાગના સભ્યોની સહીવાળું
આવેદનપત્ર ગૃહ અધ્યક્ષ કે સભાપતિને આપવા આવે છે,

🔰# રાષ્ટ્રપતિને 14 દિવસની નોટીસ આપવામાં આવેછે,આ સમય માં રાષ્ટ્રપતિ બંને ગૃહમાં રજૂઆત કરી શકે છે.

🔰# મહાભિયોગનો પ્રસ્તાવ સંસદના બંને ગૃહો માંથી 2/3 બહુમતીથી પસાર થાય તો તે તારી
રાષ્ટ્રપતિ ને પદ છોડવું પડે છે.

💠ભારત સરકારના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.

💠 ભારતીય બંધારણની કલમ ૩૫૬ એ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા ધરાવે છે.

💠 લોકસભામાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત એંગ્લો-ઇંડિય
ન એ બે સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ હોદ્દાની રુએ કરી શકે છે.

♻️રાષ્ટ્રપતિ બંધારણનો ભંગ કરે તો સંસદ પાસે બે-તૃત્યાંશની બહુમતિનાં બળે પદ ઉપરથી દૂર કરી શકે છે.

♻️ભારતીય બંધારણની 352મી કલમ હેઠળ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે.

♻️ભારતનાં રાષ્ટ્રપતિએ જો રાજીનામું આપવું હોય તો તે ઉપ-રાષ્ટ્રપતિને આપે છે.

♻️રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંન્નેની ગેરહાજરીમાં તેમની ફરજો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બજાવે છે.

♻️ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સૌપ્રથમ ઇ.સ.૧૯૬૨માં થૈ.
♻️ભારતીય સેનાની ત્રણેય પાંખોના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ છે.


✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ભારતના રાષ્ટ્રપતિ (President of India)
👇👇👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ભારતમાં રાષ્ટ્રપતિનો હોદ્દો સૌથી ઉચ્ચ હોદ્દો ગણાય છે. 
👉ભારતમાં રાષ્ટ્રપતિને પ્રથમ નાગરિક તરીકે પણ ઓળખવામાં આવે છે.
👉રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહો- લોકસભા અને રાજ્યસભાની બેઠક બોલાવવાની, મુલતવી રાખવાની સત્તા ધરાવે છે. 
👉તેઓ લોકસભાને બરખાસ્ત પણ કરી શકે છે, પરંતુ આ સત્તાનો ઉપયોગ વડા પ્રધાનના વડપણ હેઠળની મંત્રી પરિષદની સલાહ કે ભલામણથી જ કરી શકે છે. 

👉સામાન્ય ચૂંટણી પછી સંસદના બંને ગૃહોનું તે ઉદ્ઘાટન કરે છે અને દરેક વર્ષે 🌀સંસદની પ્રથમ બેઠક સમયે બંને ગૃહોને સંબોધન કરે છે, જેમાં સરકારની નવી નીતિની વાત કરે છે. 
💠👉સંસદે પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપતિની સહી વગર કાયદા બની શકતા નથી. સંસદે પસાર કરેલો ખરડો રાષ્ટ્રપતિ સમક્ષ આવે અને રાષ્ટ્રપતિને એમ લાગે કે, આ ખરડામાં પુનઃ વિચારણાની જરૂર છે તો તે 💠નાણાકીય ખરડો કે બંધારણીય સુધારા💠 સિવાયના ખરડાને સંસદમાં પરત મોકલી શકે છે. 
👉🔘ત્યાર બાદ સંસદ તે ખરડાને સુધારીને કે સુધાર્યા વગર ફરીથી રાષ્ટ્રપતિને મોકલે તો તેની પર રાષ્ટ્રપતિએ સહી કરીને કાયદાનું સ્વરૂપ આપવું પડે છે. 
🔘👉રાષ્ટ્રપતિ પાસે પ્રારંભમાં જ્યારે કોઈ ખરડો આવે ત્યારે તે ઇચ્છે તો તેની પર અનુમતી નહીં આપતા પોતાનો ⭕️પોકેટ વીટો⭕️ વાપરીને રોકી શકે છે. 
👉♦️કોઈ ખરડા પર બંને ગૃહો વચ્ચે મતભેદ પડે તો રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે. 
🔘👉સંસદની બેઠક ચાલુ ન હોય તો તાકીદની પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. આ વટહુકમ સંસદ ફરી મળે ત્યારે તેને વધુમાં વધુ 🌀છ અઠવાડિયામાં અનુમતી ન આપે તો તે અમલમાં રહી શકે નહીં.
♦️👉રાષ્ટ્રપતિ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને વડા પ્રધાન તરીકે નીમે છે અને તેમની સલાહ મુજબ અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે. 
♦️👉કારોબારીનાં તમામ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે જ કરવામાં આવે છે. 
🔘👉રાષ્ટ્રપતિ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે, તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની અને સંધિ કરવાની સત્તા ધરાવે છે. 

⭕️⭕️🌀👉ભારતના એટર્ની જનરલ, કોમ્પ્ટ્રોલર, ઓડિટર જનરલ, સર્વોચ્ચ અદાલતો અને હાઈકોર્ટના ન્યાયાધીશો, રાજ્યના રાજ્યપાલો, ચૂંટણીપંચ, નાણાપંચ અને જાહેર સેવા આયોગના અધ્યક્ષ તથા કેટલાક ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. 

⭕️🌀👉વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક તેઓ કરે છે તેમ જ વિદેશી રાજદૂતોને સ્વીકારે છે.

🌀♦️👉દેશની કોઈપણ અદાલતે ગુનેગારને ફરમાવેલી સજા માફ કરવાની, ફોજદારી સજાઓનો અમલ મોકૂફ રાખવાની, બાકીની સજા માફ કરવાની તેમ જ સજાનું સ્વરૂપ બદલવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે. ✅✅તેઓ લશ્કરી અદાલતે ફરમાવેલી સજા કે બંધારણના ભંગ માટે થયેલી સજામાં ફેરફાર કરી શકતા નથી.

💠🔘♦️અંદાજપત્ર કે કોઈ નાણાકીય ખરડો તેમની પૂર્વસંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે. નાણાં અંગેનું કોઈપણ બિલ તેમની અનુમતી વગર સંસદના ગૃહમાં રજૂ થતું નથી. 
🔷🔷રાજ્યોમાં નાણાંની વહેંચણી યોગ્ય રીતે થાય તે માટે તેઓ દર પાંચ વર્ષ માટે નાણાં આયોગની નિમણૂક કરે છે.💠
👁‍🗨👁‍🗨👁‍🗨 આકસ્મિક ફંડમાંથી કોઈ ફંડનો ઉપયોગ કરવો હોય તો તેઓ સંસદની મંજૂરી વિના પણ આપી શકે છે. દેશમાં આકસ્મિક ચોક્કસ પરિસ્થિતિ વખતે રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે. તે સમયે બંધારણના સમવાયતંત્રની જોગવાઈઓ બિનઅસરકારક બને છે અને એકતંત્રી શાસન અમલમાં આવે છે. 

👇👇👇👉આવી કટોકટી ત્રણ પ્રકારની હોઈ શકે. બાહ્ય કે આંતરિક અશાંતિ, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. 
♦️રાષ્ટ્રપતિને એમ લાગે કે, કોઈ રાજ્યમાં બંધારણના નિયમો પ્રમાણે વહીવટ ચાલી શકે તેમ નથી, ત્યારે તે જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરે છે. જેમાં પોતાના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલને રાજ્યનો વહીવટ સોંપે છે. 
💠🔘આવું રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ ત્રણ વર્ષ ચાલી શકે. કટોકટી લાગુ કર્યા બાદ તેને 🌀બે માસમાં સંસદ સમક્ષ રજૂ કરવી પડે છે. સંસદ મંજૂરી ન આપે તો કટોકટીનો આપોઆપ અંત આવે છે. 
જો સંસદ કટોકટીની મંજૂરી આપે તો 🌀છ માસ સુધી અને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી તેની મુદત લંબાવી શકાય છે. સમગ્ર દેશમાં આવી કટોકટી અત્યાર સુધી ત્રણવાર લાગુ કરવામાં આવેલ છે.

💠🔘🔘 ૧૯૬૨માં ચીન સાથે યુદ્ધ, ૧૯૭૧માં પાકિસ્તાન સાથે યુદ્ધ અને ૧૯૭૫થી ૧૯૭૭ના ગાળામાં શ્રીમતી ઈન્દિરા ગાંધીના શાસન વખતે આંતરિક ખલેલના કારણે. 

🌀♻️🌀રાષ્ટ્રપતિ હોદ્દા પર હોય ત્યારે તેમની સામે કોઈ ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી.
💠🔘🔘 ઉપરાંત તેઓ પોતાની ફરજ અંગેના કોઈ પણ પ્રશ્નનો જવાબ કે માહિતી આપવા બંધાયેલા નથી.
🔘♦️🔘રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પાંચ વર્ષ હોય છે. તે પહેલાં તેઓ ઇચ્છે તો રાજીનામું આપી શકે છે. 
🌀⭕️🌀આમ છતાં રાષ્ટ્રપતિને બંધારણ ભંગ કરવાના આરોપસર હોદ્દા પરથી દૂર કરવાની જોગવાઈ બંધારણમાં છે. 👉જેને 'મહાઅભિયોગ' (ઇમ્પિચમેન્ટ)ની કાર્યવાહી કહે છે. 🔰સંસદનું એક ગૃહ રાષ્ટ્રપતિ સામે તહોમતનામું ફરમાવે અને બીજું ગૃહ તેમની સામે કામ ચલાવે છે. જો બે તૃતીયાંશ જેટલા સભ્યોની બહુમતી રાષ્ટ્રપતિને દોષિત ઠરાવે તો તેમને ફરજિયાત હોદ્દાનો ત્યાગ કરવો પડે છે. 

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📢📢📢📢📢📢📢📢📢
👁‍🗨👁‍🗨રાષ્ટ્રપતિની સત્તાઓ👁‍🗨👁‍🗨
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👏👏(૧) કારોબારી (એકઝિક્યુટિવ) સત્તાઓ👏👏👏

ભારતના રાષ્ટ્રપતિને આ સત્તાઓ બંધારણના આર્ટિકલ ૫૩ અન્વયે મળ્યા છે. કેન્દ્રની તમામ કારોબારીની નિમણુક જ નહીં પણ તેમના તમામ નિર્ણયોને રાષ્ટ્રપતિએ આખરી મંજૂરી આપવાની હોય
છે. માત્ર નિમણુક જ નહીં અયોગ્ય હોદ્દેદાર કે તેના નિર્ણયને તાત્કાલિક અસરથી રદબાદલ પણ ઠેરવી શકે છે. આ સત્તાઓની રૂએ જ દેશના વડાપ્રધાન, પ્રધાનો, ખાતાની વહેંચણી પર પણ આખરી મહોર તેની જ હોય છે. કોઈ શાસક પક્ષ કે યુતિ તેમના મંત્રીમંડળમાં જેને સામેલ કરવાનો નિર્ણય કરે તો રાષ્ટ્રપતિ તેની
યોગ્યતા અંગે પ્રશ્નાર્થ કરીને તેને રદ કરી શકે. ઈવન તે નિષ્ક્રીય વડાપ્રધાનને બદલવા સુધીનો અસાધારણ નિર્ણયની પ્રક્રિયા પ્રારંભી શકે. ક્યા નેતાએ ક્યું ખાતું સંભાળવું તેમાં તે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. સુપ્રિમ કોર્ટના અને હાઈકોર્ટના જજની નિમણુક પણ તે જ કરે છે.

તેવી જ રીતે રાજ્યના ગવર્નર, એટર્ની જર્નલ, કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ,
ચૂંટણી પંચના ચીફ કમિશનરથી માંડી તેના સભ્યો, યુપીએસસીના ચેરમેન અને સભ્યો,
આયોજન અને નાણા કમિશન તેમજ અન્ય તમામ કમિશનો તેને આધીન છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🗣🗣(૨) (લેજીસ્લેટિવ) સત્તાઓ
સાંસદની કાર્યવાહીનો નિષ્કર્ષ, નિર્ણય કે ઠરાવ આખરે તો રાષ્ટ્રપતિ સમક્ષ જ મંજૂરી માટે મુકાય છે. રાષ્ટ્રપતિનો આખરી નિર્ણય જ આખરી અમલી ઠરાવ તરીકે સ્વીકૃત બને છે.
રાષ્ટ્રપતિ ધારે તો સંસદને બોલાવી પણ શકે અને વિખેરી પણ શકે. જે લોકસભા અને
રાજ્યસભા વચ્ચે કોઈ પ્રશ્ને સ્થગિતતા હોય તો રાષ્ટ્રપતિ સંયુક્ત સાંસદ બોલાવવાનો હુકમ કરી શકે. ચૂંટાયેલી તમામ સરકારના સાંસદોને સૌ પ્રથમ રાષ્ટ્રપતિ સંબોધન કરે છે અને સરકારનો એજન્ડા શું હોવો જોઈએ તે જણાવે છે.
કોઈ રાજ્યની હદ વધારવાની કે બે ભાગ કરવાનો હોય, રાજ્યનું નવું નામ આપવાનું હોય તો તે રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. નાગરિકોના પાયાના અધિકારો જળવાતા ના હોય તો રાષ્ટ્રપતિ અંતિમવાદી પગલું પણ લઈ શકે છે. કોઈ બિલ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ બને છે. સાંસદનું સત્ર ના હોય અને કોઈ ઠરાવ પસાર કરવાની નોબત આવે તો રાષ્ટ્રપતિ તેમ કરી શકે છે કે પછી પ્રવર્તમાન ઠરાવ પરત ખેંચી શકે છે. દેશના જુદી જુદી ટેલેન્ટ ધરાવનાર કે સામાજિક ક્ષેત્રના રત્નો સમાન ૧૨ હસ્તીઓની નિમણુક રાષ્ટ્રપતિ રાજ્યસભા કરી શકે. સંસદમાં મુકાતા તમામ અહેવાલો
રાષ્ટ્રપતિને સંબોધીને હોય છે.

👉🗣🗣(૩) લશ્કરી (મિલિટરી) સત્તાઓ
લશ્કરની ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિ છે. સરંક્ષણ અંગેના તમામ હોદ્દેદારો તેમના વડાની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ અન્ય દેશ સામે યુદ્ધ જાહેર કરી શકે કે સંધીની પ્રક્રિયાને આખરી રૂપ આપી શકે. જોકે અમુક આવી સત્તા માટે સંસદની સંમતિની આવશ્યકતા હોય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

🌂🌂(૪) રાજદ્વારી (ડિપ્લોમેટિક) સત્તાઓ🔦🔦
વિદેશ મંત્રાલયની તમામ નીતિઓ,
રાજદૂતો અને જે તે દેશમાં હાઈ કમિશનની નિમણુક પણ રાષ્ટ્રપતિ કરે છે. વિદેશના જે રાજદૂતો કે અધિકારીઓ ભારતમાં તેમની ઓફિસને રીપોર્ટ કરે તે પહેલા રાષ્ટ્રપતિ તેના વિશે બારીકાઈથી જાણી શકે. વિદેશી એજન્સી કે દૂતાવાસનો હોદ્દેદાર રાષ્ટ્રપતિની મંજૂરી હેઠળનો હોવો જોઈએ. રાષ્ટ્રપતિ તેમને દેશનિકાલ કરી શકે.

⚖⚖⚖(૫) ન્યાયતંત્ર (જ્યુડિસિયલ) સત્તાઓ⚖⚖⚖

ન્યાયતંત્રની કોઈપણ શાખા કે
ન્યાયાધીશ આખરે તો માનવોથી બનેલી છે. તેમાં ભૂલ થઈ શકે. રાષ્ટ્રપતિ કોઈપણ જાહેર થયેલ કસુરવારને માફી બક્ષી શકે છે. સજા ઘટાડી શકે છે. મૃત્યુદંડની સજાને રદ કરી શકે છે. રાષ્ટ્રપતિ એક આખરી જજ તરીકે કોઈની સજાને મહોર પણ લગાવી શકે છે.

સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિમણુક તો ખરી જ પણ બદલી અને સસ્પેન્શનની સત્તા પણ તેમની પાસે છે. જો કોઈ રાજ્ય કે વ્યક્તિ સમૂહ પાયાના હક્કોની જાળવણી ના થતી હોય કે અન્યાય થતો હોય તો રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટ કે અને ન્યાયપંચનો અભિપ્રાય લઈને અસાધારણ નિર્ણય લઈ શકે છે.

💰💰(૬) નાણાકિય (ફીનાન્સીયલ) સત્તા

કેન્દ્રના અંદાજપત્રની તમામ દરખાસ્તો માટે રાષ્ટ્રપતિની મંજૂરી અનિવાર્ય છે. તેવી જ રીતે ઓડિટર જનરલનો રીપોર્ટ, તમામ નાણા બિલ, ફાઈનાન્સ કમિશનનો અહેવાલ રાષ્ટ્રપતિને સબમીટ કરવાનો હોય છે. કેન્દ્રનું આકસ્મીક ભંડોળ સંજોગો પ્રમાણે તેઓ છુટું કરી શકે છે.

⚔⚔(૭) કટોકટી વખતની (ઈમરજન્સી) સત્તાઓ🛡🛡
ભારતના બંધારણના ઘડવૈયાઓ તત્કાલિન ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, ૧૯૩૫થી પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત જર્મનીના વેઈમરના બંધારણની જોગવાઈઓ તો પણ તે વખતે અભ્યાસ થયો હતો. તેના આધારે ભારતના રાષ્ટ્રપતિને ત્રણ પ્રકારની કટોકટી વખતે અસાધારણ સત્તા આપવામાં આવી છે. જેમકે રાષ્ટ્રીય કટોકટી, રાજ્યની કટોકટી અને આર્થિક કટોકટી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️👁‍🗨⭕️(૮) રાષ્ટ્રીય (નેશનલ) કટોકટી
બંધારણના ૧૮મા પાર્ટમાં રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિનું જે નિરૂપણ થયું છે તેમાં આગળ જતા ૪૨મા સુધારા (૧૯૭૬) અને ત્યારબાદ ૪૪મા સુધારા (૧૯૭૮) અન્વયે ઘણા ફેરફારો કરાયા છે. આર્ટિકલ ૩૫૨ અન્વયે રાષ્ટ્રપતિ દેશમાં કટોકટી જાહેર કરી શકે છે. જો રાષ્ટ્રપતિને દેશની સલામતિ અને વ્યવસ્થા સદંતર ખોરવાઈ ગયેલી લાગે, યુદ્ધ,
બાહ્ય આક્રમણ, લશ્કરી બળવો કે કોઈ કુદરતી-માનવ સર્જીત અસાધારણ ઘટના બને તો

કટોકટી જાહેર કરી શકે છે. આવું કંઈ બનવાની પૂર્વ માહિતી કે અહેવાલના આધારે પણ સાવચેતીરૂપે રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે. રાષ્ટ્રપતિ જાહેરાત કરે તેના એક મહિનાની અંદર બંને ગૃહોની મંજૂરી આ માટે જરૂરી છે.
જો લોકસભાનું કટોકટી અંતર્ગત વિસર્જન થાય તો રાજ્યસભા રાષ્ટ્રપતિના કટોકટીના નિર્ણયને મંજૂર કરે તે જરૂરી છે. જો બંને ગૃહો કટોકટીને મંજૂર કરે તો તે કટોકટીનો સમયગાળો વઘુમાં વઘુ છ મહિના રહી શકે. આમ છતાં પરિસ્થિતિનું વિશ્વ્લેષણ કરીને છ-છ
મહિના તેને લંબાવી શકાય. આવા પ્રત્યેક ઠરાવને બંને ગૃહોની બે તૃતિયાંશ બહુમતિ જોઈએ.

કટોકટીના સમયે રાષ્ટ્રપતિ તમામ રાજ્યોની સરકાર પછી તે ગમે તે પક્ષની હોય તેનો વહિવટ તેના હસ્તક લઈને કોઈની પણ મંજૂરીની પરવા કર્યા વગર ઈચ્છે તે નિર્ણય દેશના હિતમાં લઈ શકે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની આર્થિક વહેંચણી કે પ્રવર્તતા ઠરાવોને સ્થગિત કરી શકે. દેશની પ્રજાના મૂળભૂત અધિકારોની દેશના હિતમાં જાળવણી ના થાય તો તેને પડકારી શકાતા નથી. સંસદના ગૃહોની મુદ્દત એક વર્ષ માટે લંબાવી શકાય.

આર્ટિકલ ૩૫૨ અંતર્ગત સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ચીને ૧૯૬૨માં આપણા પર આક્રમણ કર્યું ત્યારે લાદવામાં આવી હતી. જે જાન્યુઆરી, ૧૯૬૮ સુધી જારી રખાઈ હતી.

બીજી કટોકટી ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન યુદ્ધ વચ્ચે જાહેર થઈ હતી. જૂન ૧૯૭૫માં આઝાદ ભારતની સૌથી કલંકિત ઘટના સમાન કટોકટી દેશની આંતરિક રાજકિય સીસ્ટમ પડી ભાંગી છે તેવા કારણ સાથે લાદવામાં આવી હતી. આ કટોકટી માર્ચ, ૧૯૭૭ સુધી રહી હતી.

⭕️💠⭕️(૯) રાજ્યની (સ્ટેટ) કટોકટી
સ્ટેટ ઈમરજન્સી પણ આમ તો રાજ્યની રાજકિય વહિવટ વ્યવસ્થા ઠપ્પ થઈ જાય કે વ્યાપક જનહિતમાં શાસન ના હોય તો રાષ્ટ્રપતિ લાગુ પાડી શકે છે. આવા સંજોગોમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના
હસ્તક શાસનની દોર આવી જાય છે. આર્ટિકલ ૩૫૬માં જણાવાયું છે કે જો રાષ્ટ્રપતિને જે તે રાજ્યના રાજ્યપાલ કે અધિકૃત એજન્સીનો એવો રીપોર્ટ મળે કે રાજ્ય સરકાર દેશના બંધારણ પ્રમાણે વહિવટ નથી કરતી કે પછી પ્રજાના મૂળભૂત હક્કો પર જોહૂકમી કે ભય પ્રવર્તે છે. રક્ષણ નથી થતું અને રાષ્ટ્રપતિ તેની
રીતે યોગ્યતાની ખરાઈ કરીને નિર્ણય લે તો તત્કાલ અસરથી રાજ્યની ચૂંટાયેલી
સરકારની જગાએ રાષ્ટ્રપતિ વહિવટી સર્વસત્તા અને નિર્ણયો લે. અલબત્ત રાજ્યની

હાઈકોર્ટની સત્તા જારી રહે. રાષ્ટ્રપતિ તેના વતી ગવર્નરને રાજ્યનું શાસન સંભાળવા આદેશ કરે. આવી કટોકટીને બંને ગૃહોએ બે મહિનામાં મંજૂર કરવી પડે. દર છ મહિને છ મહિના સુધી આવી કટોકટી વઘુમાં વઘુ પછી વર્ષ લંબાવી શકાય.
રાજ્યનું મંત્રીમંડળ આવી રાજ્ય કટોકટી વખતે કાં તો વિખેરી નંખાય છે કે સસ્પેન્ડેડ સ્થિતિમાં મુકી દેવાય છે.

૧૯૫૧થી ઘણા રાજ્યોમાં આ રીતે રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત થઈ ચૂકી છે. બંધારણમાં ૪૪માં સુધારાના ભાગરૂપે રાજ્ય સરકાર રાષ્ટ્રપતિ શાસનની આવી જાહેરાતને કોર્ટમાં પડકારી શકે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

⭕️💠⭕️( ૧૦) નાણાકીય (ફીનાન્સીયલ) કટોકટી

આર્ટિકલ ૩૬૦ અન્વયે દેશ કે કોઈ હિસ્સાની આર્થિક સ્થિરતા ભયજનક છે તો રાષ્ટ્રપતિ નાણાકિય કટોકટી જાહેર કરી શકે. જો મહિના સુધી આવી કટોકટી રહી શકે. તે દરમિયાન બંને ગૃહોની મંજૂરી
અનિવાર્ય છે. જો રાષ્ટ્રપતિની ઈચ્છાને આધીન બંને ગૃહો અનિશ્ચિત સમયગાળા માટે પણ આ કટોકટી જાહેર કરી શકે છે.
રાષ્ટ્રપતિ રાજ્ય સરકારોને જાહેર ખર્ચાઓ પર તત્કાલ અસરથી કાપ મુકવા જણાવી શકે. કર્મચારીઓના પગાર પર કાપ મુકી શકે. ખાનગી કંપનીઓ , વિદેશી આર્થિક જોડાણો, કરારને મોકૂફ કે સ્થગિત કરી શકે. કોર્ટના જજ તમામ વહિવટી સ્ટાફ , ઉચ્ચ હોદ્દેદારોના ભથ્થા , પ્રવાસ અન્ય સુવિધાઓ પર કાપ કે સદંતર બંધ કરી દેવાય ,

કેન્દ્રની કેટલી રકમ ક્યા રાજ્યને આપવી કે ના આપવી તે રાષ્ટ્રપતિ સત્તા ભોગવે છે. બીજી રીતે કહી શકાય કે દેશની તિજોરી અને આર્થિક વહિવટ તેમને હસ્તગત આવી જાય છે.

આઝાદ ભારતના ઈતિહાસમાં
નાણાકીય કટોકટી હજુ સુધી જાહેર થઈ નથી. છેલ્લાં વર્ષોમાં ઘણા યુરોપીય અને સાઉથ અમેરિકન દેશોમાં આર્થિક કટોકટી સરકાર જાહેર કરી ચુક્યા છે. ભારત જેવા લોકશાહી દેશમાં રાષ્ટ્રપતિની આ તમામ સત્તાઓ માટે બંને ગૃહોની બહાલીની આવશ્યકતા છે. આમ છતાં રાષ્ટ્રપતિ તેના ઈરાદા , સંકલ્પ અને ફાઈલને મંજૂર કે રીજેક્ટ કરીને સાંસદોને તેમના હોદ્દા અને ફરજોનું ભાન કરાવીને ખુલ્લા તો
પાડી જ શકે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment