Wednesday, July 10, 2019

બ્રિટન: ચૂંટણી --- Britain: Elections

♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
♻️💠♻️બ્રિટન: ચૂંટણી♻️💠♻️💠♻️
♻️💠♻️💠💠♻️💠♻️💠♻️💠♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯મતદાન બ્રિટેનના સમય અનુસાર રાત્રે ૧૦ વાગે અને ભારતીય સમયાનુસાર રાત્રે ૨.૩૦ મીનીટે સમાપ્ત થયું.

💥💥જાહેર થયેલા પરિણામોમાં બે ગુજરાતી સાંસદો પુન: ચૂંટાયા છે. ટેરેસા મે પ્રધાનમંડળના સભ્ય અને રૂઢીચુસ્ત પક્ષના ઉમેદવાર પ્રીતિ પટેલ વિથામ (એસેકસ) બેઠક પર 18,643 મતની બહુમતીથી જીતી ગયા છે.

💥હાલના સાંસદ અને શૈલેશ વારા કેમ્બ્રીજની નોર્થવેસ્ટ બેઠક પર 18,008 મતે વિજય બન્યા છે.

💂‍♀💂🕵‍♀Britain માં સમયથી પૂર્વે કરાવવામાં આવેલી ચુંટણીના પરિણામોમાં ત્રિશંકુ સંસદની રચના સ્થિતિ ઉભી થઈ છે.

👉સત્તારૂઢ કંઝરવેટિવ પાર્ટીના નેતા અને વડાપ્રધાન ટેરીઝા મે
👉ટેરીઝા મે એ સમય કરતાં ત્રણ વર્ષ પહેલાં જ મિડલટર્મ ચૂંટણી કરવાનો નિર્ણય લીધો હતો.

👉યુરોપિયન યુનિયનમાંથી અલગ થવાના નિર્ણય બાદ બ્રિટનના 🙏પીએમ થેરેસા મેએ🙏 મિડ ટર્મ ઈલેક્શન યોજવાની જાહેરાત કરી હતી. 

♻️♻️પરિણામ: કોને શું મળ્યું?❓❓
૬૫૦ પૈકી કયા પક્ષને કેટલી બેઠકો મળી છે અને ચૂંટણી પહેલા તેમની પાસે કેટલી બેઠકો હતી, એ અહીં રજૂ કર્યું છે. આ પહેલાની સામાન્ય ચૂંટણી ૨૦૧૫માં થઈ હતી.

કન્ઝર્વેટીવ =૩૧૬/ ૩૩૦
લેબર =૨૬૫ /૨૨૯
સ્કોટિશ નેશનલ પાર્ટી =૩૫/ ૫૪
અન્ય =૩૪/ ૩૭

✅આઠમી જૂને યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર 
🔘જેમાં કુલ 650 બેઠકોના પરિણામ આવ્યા છે, 
🔘જેમાંથી બ્રિટનની વર્તમાન સત્તાધારી પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટીને 316 બેઠક મળી છે. 
🔘લેબર પાર્ટીને (વિપક્ષ) 265 બેઠક, 
🔘લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીને 12 બેઠક, 🔘સ્કોટિશ નેશનલ પાર્ટીને 35 
🔘જ્યારે અન્યના ભાગે 34 બેઠકો આવી છે. 
👉ઉલ્લેખનીય છે કે, બહુમતી મેળવવા માટે 326 બેઠકની જરૂર હોય છે.

🕵🕵ટેરીઝા મે નો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે. પરંતુ તેમને સંપૂર્ણ બહુમત મળ્યો નથી. બહુમત માટે ૩૨૬ બેઠકોની જરૂર છે. જો કે તેમ છતાં ટેરીઝા એ દાવો કર્યો છે કે તે સરકાર બનાવી લેશે. જયારે👳👳‍♀ લેબર પાર્ટીના જેરેમી કોર્બીને તેમના રાજીનામાંની માંગ કરી છે.

🎯ત્રીજા નંબરનો સૌથી મોટો પક્ષ સ્કોટિશન નેશનલ પક્ષ બન્યો છે, જેમને ૩૫ બેઠકો મળી છે. બાકીના પક્ષોને ફાળે એ સિવાયની બેઠકો છે. એ બધા પૈકી થોડા પક્ષો પણ લેબરનો સાથ આપે તો લેબર પાર્ટીની સરકાર બની શકે એમ છે.

👩🏻👩🏻દક્ષિણ પૂર્વની ઇંગ્લેન્ડની મેડનહેડ બેઠક પરથી ૩૭,૭૮૦ મતોથી જીતી છે.

👳👳‍♀વિપક્ષી લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીનએ પણ લંડનની ઇસલિંગટન નોર્થ સીટ પરથી ૪૦,૦૮૬ મત હાંસિલ કરીને શાનદાર જીત મેળવી છે.

♻️બ્રેક્ઝિટની પ્રોસેસ સરકાર સરળતાથી પૂરી કરી શકે અને દેશમા સ્થિરતા લાવી શકે તે માટે પીએમ થેરેસા મેએ દેશમાં મિડ ટર્મ ઇલેક્શન યોજવાની ઘોષણા કરી હતી. ♻️પરંતુ હાલના પરિણામ જોતાં લાગી રહ્યું છે કે, થેરેસા મે સંસદમાં તેમની બહુમતી ગુમવી શકે છે. 
♻️બ્રિટનમાં હાલમાં થયેલા આતંકી હુમલાને રોકવામાં થેરેસા મેની સરકારને મળેલી નિષ્ફળતાને કારણે મતદારો કન્ઝર્વેટિવ પાર્ટીને બદલે લેબર પાર્ટી તરફ વળ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 
🔘ગત ઇલેક્શનમાં ડેવિડ કેમરુનના નેતૃત્વ હેઠળ કન્ઝર્વેટિવ પાર્ટી એ 650માંથી 331 બેઠક મેળવી હતી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💥💥બ્રિટનમાં ચૂંટણી, ભારતીય મૂળના 56 ઉમેદવારો મેદાનમાં હતા...

💥💥પ્રીતિ પટેલ =કન્ઝર્વેટીવ(ગુજરાતી)

💥ભારતીય મૂળના પ્રીત કૌર ગિલએ બર્મિંગહામથી ચૂંટણી જીતી લીધી છે. તેઓ આ પ્રકારની ચૂંટણી જીતનાર 🙋પહેલાં 🙋શીખ મહિલા બની ગયા છે. 
🎯ભારતીય મુળની પ્રીત કૌર ગિલ પહેલી મહિલી સાંસદ બની છે. લેબર પાર્ટીની ઉમેદ્વારા પ્રીત કૌરે એગ્બેસ્ટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદ્વારના હરાવ્યા છે.

💥ભારતીય મૂળના શીખ તનમનજીત સિંહ ઘેસી સ્લૉ થી ચૂંટણી જીતી ગયા છે. તેઓ અહીંથી જીતનાર🌟 પહેલાં શીખ સાંસદ બની ગયા છે.
💥 ભારતીય મૂળના કીથ વાજ એ લીસેસ્ટર ઇસ્ટથી જીત પ્રાપ્ત કરી છે.

💥💥ભારતીય મૂળના સાંસદોની સંખ્યા ૧૨ થઈ💥💥💥12 પૈકી 6 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.♻️

બ્રિટિશ સંસદમાં વર્ષોથી ભારતીય મૂળના સાંસદો ચૂંટાતા આવે છે. આ વખતે ચૂંટાયેલા સાંસદોની સંખ્યા ૧૦થી વધીને ૧૨ થઈ હતી. 
💥૨૦૧૫માં ૧૦ ઉમેદવાર ચૂંટાયા હતા. 

💥આ વખતે પ્રથમવાર શીખ મહિલા પ્રિતકૌર ગીલ લેબર પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 
💥વિદેશોમાં પાઘડી પહેરેલા ભારતીય શીખો પ્રત્યે થોડુ-ઘણુ નફરતનું વાતાવરણ છે. એ સંજોગોમાં પાઘડી પહેરેલા તનમનજીત ઘેસી પણ ચૂંટાઈ આવ્યા હતા. તેઓ પણ પાઘડીધારી પ્રથમ સાંસદ છે. વિજેતા સાંસદોનું લિસ્ટ આ પ્રમાણે છે.
🌟⭐️સાંસદ == પક્ષ☀️☀️
પ્રિતકૌર ગીલ =લેબર
તનમનજીત ઘેસી= લેબર
કીથ વાજ =લેબર
વેલેરી વાઝ =લેબર
સીમા મલ્હોત્રા =લેબર
વિરેન્દ્ર શર્મા =લેબર
લીઝા નંદી =લેબર
પ્રીતિ પટેલ =કન્ઝર્વેટીવ
સુએલા ફર્નાન્ડિઝ =કન્ઝર્વેટીવ
અલોક શર્મા= કન્ઝર્વેટીવ
ઋષિ સુનક =કન્ઝર્વેટીવ
શૈલેશ વારા =કન્ઝર્વેટીવ
👸👰બ્રિટનના મહારાણી એલીઝાબેથ આજે થેરેસાએ અથવા જેરમી કોનાર્વને મળશે અને દેશની નવી સરકારના વડાપ્રધાન બનવા માટે આમંત્રીત કરશે પણ આ સરકાર કવીન એલીઝાબેથના મતથી ચૂંટાયેલી નહી જ હોય. કારણ કે👸👰 બ્રિટીશ શાહી પરંપરા મુજબ કવીન મતદાન કરતા નથી. તેઓને ચોકકસપણે મતદાનનો અધિકાર હોય છે પણ તેઓ મતદાન કરવા જતા નથી. 👸વાસ્તવમાં બીજા વિશ્ર્વયુદ્ધ બાદ બ્રિટનના અહી પરિવારે જે પરંપરા સ્થાપી છે તેના ભાગરૂપે કવીન એલીઝાબેથે ખુદે રાજકીય પક્ષપાત જ નહી પરંતુ મતદાનથી પણ દૂર રહેલા નિર્ણય કર્યા હતા. આ કોઈ કાનૂની નહી નૈતિકતાનો પ્રશ્ર્ન છે અને બ્રિટનનું રાજવી પરિવાર લોકપ્રિય છે તેનું કારણ પણ તેજ છે.

🎯🎯૨૦૧૦ની ચૂંટણી વખતે પણ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. એ વખતે કન્ઝર્વેટીવ પાર્ટીએ અન્ય પક્ષો સાથે જોડાણ કરીને સત્તા સંભાળી હતી. અત્યારે કોઈ પક્ષ સરકાર રચવાનો દાવો ન કરે ત્યાં સુધી થેરેસા મે જ વડાં પ્રધાન તરીકે ચાલુ રહેશે. પરંતુ જો તેઓ દસ બેઠકો મેળવી નહીં શકે તો તેમને રાજીનામુ આપવું પડશે.

🎯🎯☝️બ્રેક્ઝિટના નિર્ણય પછી બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરુને રાજીનામુ આપ્યુ હતું. તેમના સ્થાને તેમના જ પક્ષના નેતા તરીકે થેરેસા મે જુલાઈ ૨૦૧૬માં વડાં પ્રધાન બન્યા હતા. સત્તા પર એક વર્ષ પુરું કરે એ પહેલા જ તેમને ખુરશી ખાલી કરવાની સ્થિતિ આવી પડી છે. થેરેસા જોકે પોતાની મેડનહેડ નામની બેઠક પર ૩૮ હજાર મતોથી જીતી ગયા છે.

💠♻️✅✅✅થેરેસા મેની સરકાર ચાર દિવસ?✅✅✅

હવે પરિણામ પછી ચાર દિવસ બાદ સંસદસભા મળશે. એ વખતે થેરેસા મેએ પોતાની બહુમતી સાબિત કરવી પડશે. જો સાબિત નહીં કરી શકે તો તેમની સરકાર ચાર દિવસની છે એમ કહી શકાશે. આજે જોકે પરિણામો પછી થેરેસા મેએ જાહેરાત કરી હતી કે નથી હું રાજીનામું આપવાની કે નથી કોઈ બીજો પક્ષ સત્તા પર આવવાનો. અમે બહુમતી માટે જરૃરી દસ સાંસદોનો ટેકો મેળવી લઈશું.

♻️💠🔘બ્રિટિશ પ્રજાના મનમાં શું છે?❓❓❓❓❔

૨૦૧૬માં બ્રેક્ઝિટ એટલે બ્રિટન યુરોપિયન યુનિયનથી એક્ઝિટ લે (છૂટું પડે) એ અંગે મતદાન યોજાયુ હતું. ત્યારે ૫૧.૯ ટકા લોકોએ બ્રિટન એક્ઝિટ કરે એ માટે મત આપ્યા હતા, જ્યારે ૪૮.૧ ટકા લોકોએ બ્રિટન યુરોપિયન યુનિયનનો ભાગ બની રહે એ માટે મત આપ્યા હતા. એટલે બ્રિટન છૂટું પડે એવી ઈચ્છા પ્રજાના મોટા વર્ગની ન હતી. અડધાથી જરા ક જ વધુ લોકો બ્રેક્ઝિટ ઈચ્છતા હતા. એ બહુમતી હતી, પરંતુ પૂર્ણ બહુમતી ન હતી. એ પછી જ બ્રિટિશ શાસકો યુરોપિયન યુનિયમાંથી છૂટુ પડવું કે કેમ એ અંગે ગૂંચવાયા હતા. એ ગૂંચવાળાનું પરિણામ આ વખતે પણ જોવા મળ્યું છે.

👉બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ૯ જૂનના રોજ મતદાન થયું હતું. બ્રિટનેમાં સમયથી ૩ વર્ષ પહેલા જ ચૂંટણી સામાન્ય ચૂંટણી હતી. કન્ઝર્વેટિવ વડાપ્રધાન ટેરેસાએ ગત વર્ષે બ્રેક્ઝિટ પર આવેલા ફેંસલાને જોતા ૧૯ એપ્રિલે સમય પહેલા જ ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો હતો.

✅લેબર પાર્ટી જરૂરી સમર્થન પ્રાપ્ત કરવાનો દાવો રજૂ કરે છે તો જેરેમી કોબ્રિન વડાપ્રધાન બનશે. ૧૩ જૂને સંસદની પ્રથમ બેઠક મળશે અને એ પહેલા ટેરેસાએ જરૂરી સમર્થન પ્રાપ્ત કરવું પડશે કે પછી રાજીનામું આપવું પડશે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment