Thursday, July 11, 2019

આતંકવાદ --- Terrorism

😈💩😈💩😈💩😈💩😈💩😈
💩👽💩👽આતંકવાદ👻💀👻💀
😈💩😈💩😈💩😈💩😈💩😈
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉 😈આતંકવાદ👿 આ શબ્દ આપણે છેલ્લા 2 દિવસથી વધુ સાંભળવામાં આવી રહ્યો છે...
પણ મિત્રો આ એક વૈશ્વિક સમસ્યા છે.

🤖👾👽આતંકવાદ: અર્થ: આતંક = ભય ---- વાદ= વિચાર અથવા સિદ્ધાંત એટલે કે હિંસા દ્વારા ભય અથવા ડર દ્વારા ઉત્પન્ન કરવાની વિચારધારા.

👽👾🤖મિત્રો, આતંકવાદને ‘ઓસામાવાદ’
તરીકે ઓળખી શકાય તેવો ટેરર ઉત્પન્ન કરનારનું પણ આખરેપતન થયું. પણ આ 👹આતંકવાદને સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં પ્રશ્નરૂપે કે નિબંધલેખનમાં સામેલ કરી શકાય તેવી માહિતી સ્વરૂપે જાણીએ.

👉આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે જયારે વિદેશ પ્રવાહમાં હોય છે ત્યારે આતંકવાદ વિશે જરૂર ચર્ચા કરવામાં આવે છે..
👉અમેરિકા , ઇઝરાયેલ , જી~૨૦ કે કોઈ પણ દેશની મુલાકાત હોય ત્યાં હંમેશા આતંકવાદ મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે..

👉પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જે મુલાકાત કરી તેમાં સૌથી વધુ આતંકવાદનો મુદ્દો છવાયેલો રહ્યો. બંને દેશોએ આતંકવાદ વિરુદ્ધ મળીને લડવાની પ્રતિબદ્ધતા જતાવતા પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ પર કડણ વલણ બતાવ્યું છે..

👁‍🗨👉પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ જારી લડાઈને વધુ મજબુત કરવા અને આતંકવાદઓને મળી રહેલા સેફ હેવનને ખતમ કરવાનો પણ સંકલ્પ લીધો. મોદીએ ટ્રમ્પ સાથે થયેલી પોતાની પહેલી મુલાકાતને ભારત અને અમેરિકાના સંબંધોનું એક મહત્વનું પાનું ગણાવ્યું. ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં આયોજિત પોતાના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં પીએમ મોદીએ પત્રકારોને જણાવ્યું કે આતંકવાદને ખતમ કરવો એ અમારી સૌથી મોટી પ્રાથમિકતાઓમાથી એક છે.

શિક્ષણ થકી વિકાસ --- Development through education

📝🖍📝🖍📝🖍📝🖍📝🖍
🖌🖍🖌શિક્ષણ થકી વિકાસ🖍🖊🖍
📝🖋📝🖌📝🖌📝🖌📝🖌
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)

🙏🙏મિત્રો શિક્ષણ થકી વિકાસ એટલે કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. વિકાસ પામવા માટે શિક્ષણનું પ્રમાણ વધે સાથે સાથે ગુણવત્તા પણ સુધરે તેની આવશ્યકતા સહુ કોઈ સ્વીકારે છે. આ દેશનો પ્રત્યેક નાગરિક પછી તે માં-બાપ હોય કે રાજનેતા, સમાજશાસ્ત્રી હોય કે શિક્ષાવિદ્દ આજે શિક્ષણનું મહત્વ સ્વીકારે છે. બીજી તરફ શિક્ષણના સ્તર માટે ચિંતા પણ કરે છે. દરેક બીજાના સામે બળાપો પણ કાઢે છે. જેમ કે, માં-બાપ શિક્ષક કે શાળાને તો શિક્ષકો સરકારી તંત્રને દોષિત ગણે છે. નેતાઓ સિસ્ટમને જવાબદાર ગણે ને લોકો નેતાઓને ભાંડતા ફરે છે. આજે આપણે બાળકોના શિક્ષણમાં માં-બાપના સંદર્ભે વાત કરવી છે. જો માનવી પોતાની દ્રષ્ટિ છોડી બીજાની એટલે કે સામાવાળાની દ્રષ્ટિથી જુએ તો જગતના અડધા પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જાય. આ વાત શિક્ષણના સંદર્ભમાં માં-બાપને પણ લાગુ પડે છે. આજે પ્રાથમિક શિક્ષણથી શરુ કરીને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે માતા પિતા સંતાનોના શિક્ષણથી અજાણ અથવા અળગા કે અજ્ઞાન થઇ જાય છે.

👁‍🗨મોટેભાગે સમાજની એકંદર એવી સમજ છે અને ખાસ કરી ને માં-બાપ એવું માને છે કે વધુ ગુણાંક કે વધુ ટકા સંતાન મેળવે એટલે તે વધુ હોશિયાર છે. પ્રાથમિક શાળામાં કે માધ્યમિક અને છેવટે ઉચ્ચ શિક્ષણમાં આજે સમાજની આ માનસિકતાનો ગેરલાભ શિક્ષકો, શિક્ષણસંસ્થાઓ ઉઠાવે છે. સંતાનોને મહતમ ગુણાંક પ્રાપ્ત થાય છે. માં-બાપને એમ કે તેમનું સંતાન હોશિયાર છે. આ સિલસિલો છેક સુધી ચાલે છે. બાળકના ગમા-અણગમા, તેની શુષુપ્ત શક્તિઓના વિકાસના કે સમગ્રતયા તેના શારીરિક અને માનસિક વિકાસને બદલે ગોખણપટ્ટી અને પુસ્તકીયા જ્ઞાનની મહત્તાને વધારી દેવાયી છે. વિષય કે અભ્યાસક્રમને સમજીને શીખવા કરતા ઉપરછલ્લું અને પરિક્ષા પુરતું જ શીખાય કે શીખવાય છે. પછી જ્યારે સ્પર્ધાત્મક મુલવણી થાય ત્યારે તેમાંથી બહુ મોટો વર્ગ એવો છે કે જેનાં આ માર્કનો ફુગ્ગો સ્પર્ધાત્મક પરીક્ષામાં ફુટી જાય છે.

વિશ્વ વસ્તી દિન --- World population Day

👨‍👩‍👦‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧👪👨‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦👨‍👨‍👦‍👦👩‍👦👩‍👩‍👧👨‍👨‍👦👩‍👩‍👦
👩‍👩‍👧‍👧👨‍👨‍👦👩‍👩‍👦‍👦વિશ્વ વસ્તી દિન👩‍👧👩‍👩‍👦👩‍👧
👨‍👨‍👧👨‍👨‍👦👩‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦👩‍👩‍👧‍👦👩‍👩‍👧👩‍👩‍👦👨‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦👩‍👩‍👧👨‍👨‍👦
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

વસ્તી એટલે જન સંખ્યા. વસ્તી એટલે માણસોનો વસવાટ. ઈ.સ. ૧૮૦૦માં વસ્તી વિશ્વની એક અબજ જેટલી થઇ હતી. જે ક્રમશ: વધતાં ઈ.સ. ૨૦૦૦માં વિશ્વની વસ્તી છ અબજ વીસ કરોડ થઇ. જે રીતે વસ્તી વધારો થયેલો જોવા મળે છે તેને આપણે વસ્તી વિસ્ફોટ જ કહી શકાય. ભારત આઝાદ થયો ત્યારે તેની વસ્તી ઈ.સ. ૧૯૦૧માં ૨૪ કરોડની હતી. જે ૧૯૯૧માં ત્રણ ગણી વધીને ૮૪ કરોડ પહોંચી ગઈ. ઈ.સ.૨૦ઓ૧ન વર્ષોમાં ૧૦૨.૭ કરોડની જનસંખ્યા પહોંચી ગઈ. અત્યારે ભારતની વસ્તીની બાબતમાં વિશ્વમાં બીજા ક્રમે છે. ભારત એક વિશાલ દેશ છે. મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે આમ છતાંય ઔદ્યોગિક ક્રાંતિ અને બીજા કારણોસર મોટા શહેરોમાં ખૂબ જ ઝડપથી વસ્તી વધવા લાગી છે. અત્યારે લગભગ ૭૨% જેટલી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. વસ્તી વધવાના અનેક કારણો જવાબદાર છે. જન્મદર ઉંચો છે.હ્યારે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય ક્ષેત્ર આરોગ્યક્ષેત્રે સગવડોમાં વધારો અને તે અંગે જાગૃતિ આવવાથી મૃત્યુદરમાં ઘટાડો જોવામળે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏



11 July

🔦⌛️🔦⌛️🔦⌛️🔦⌛️🔦⌛️🔦
ઈતિહાસમાં ૧૧ જુલાઈનો દિવસ
⏳💡⏳💡⏳💡⏳💡⏳💡⏳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👪👨‍👩‍👧👨‍👩‍👧‍👦વિશ્વ વસતી દિવસ 7👨‍👩‍👦‍👦👩‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦

અબજનો આંકડો પાર કરી ગયેલી વસતી પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસતી દિવસની ઉજવણી કરવામાં આવે છે . વધતી વસતીથી કુદરતી સ્ત્રોતો પર પડતા દબાણ પ્રત્યે વિશ્વ હજી જાગૃત થયું નથી .
👩‍👩‍👧‍👧વિશ્વ જનસંખ્યા દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે જુલાઇ ૧૧નાં મનાવાય છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરાય છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ. લગભગ
જુલાઇ ૧૧ ૧૯૮૭નાં દિવસે વિશ્વની જનસંખ્યા ૫ અબજ ને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરાય છે.
જુલાઇ ૧૧, ૨૦૦૭ માં, 'પાંચ અબજ દિન'ની ૨૦મી વર્ષગાંઠે, વિશ્વની વસ્તી ૬,૭૨૭,૫૫૧,૨૬૩ લગભગ પહોંચેલ.

🎬📽🎥સિનેમેટોગ્રાફીની શોધ📽🎥

આધુનિક ફિલ્મોના શૂટિંગની ટેક્નોલોજી સિનેમેટોગ્રાફીની શોધ ફ્રેન્ચ સંશોધક બંધુઓ ઓગસ્ટ અને લુઇસ લ્યુમિયરે દુનિયા સામે 1895ની 11 જુલાઈએ રજૂ કરી હતી . 🎯તેઓ દુનિયાના સૌથી પહેલા ફિલ્મ મેકર ગણાય છે .

ભાવનગર --- Bhavnagar

✅💠✅💠✅💠✅💠✅💠
🎋ભાવનગર: કલ, આજ ઔર કલ
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰(ભાગ 1]
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

👁‍🗨🙏👁‍🗨મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જીલ્લાઓની માહિતી આજથી હું મોકલીશ 2 દિવસે એક જીલ્લાની સંપૂર્ણ માહિતી મોકલવામાં આવશે.. પુસ્તકોમાં જે માહિતી ઓછી ઉપલબ્ધ હશે તેની પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે...યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

👉 આજે ભાવનગરની માહિતી મોકલવામાં આવશે.

👉આજના દિવસની માહિતીની શરૂઆત
કવિ તુષાર શુક્લના એક ગીતની પંક્તિઓથી

👁‍🗨ભાવનગરને ભાવથી લોકો કહેતા સહુ ભાવેણું

🍉🍇ગાય, ગાંડા ને ગાંઠિયા સાથે ગામને જૂનું લ્હેણું

બોર તળાવે, કલમ ચલાવે, ગઝલો ખૂબ લખાતી-

ઓટો મોબાઇલ્સ ક્ષેત્રે ક્રાંતિ આણે તેવા ગ્રીન પ્લાસ્ટિકની સફળ શોધ --- Successful invention of such green plastic that revolutionized auto mobiles

🔘🔶🔘🔶🔘🔶🔘🔶🔘🔶
ઓટો મોબાઇલ્સ ક્ષેત્રે ક્રાંતિ આણે તેવા ગ્રીન પ્લાસ્ટિકની સફળ શોધ
🔶🐾🔶🐾🔶🐾🔶🐾🔶🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔷આવનારા સમયમાં ઓટો મોબાઇલ્સ ક્ષેત્રે નવી ક્રાંતિ આણે તેવા મહત્ત્વપૂર્ણ સંશોધનનો ભાવનગર સ્થિત પ્રતિષ્ઠિત કેન્દ્રીય સંસ્થા સીએસએનસીઆરઆઇ ( સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ) ખાતે આવિષ્કાર થયો છે. જેટ્રોફા નામની વનસ્પતિમાંથી બાયો ફ્યૂઅલી આડપેદાશમાંથી ગ્રીન પ્લાસ્ટિક બનાવવામાં સફળતા મળી છે. આ સંશોધનને યુરોપિયન પેટન્ટ પણ મળી છે. આ સંશોધનનો ઉપયોગ ઓટો મોબાઇલ્સ ક્ષેત્રે થઇ શકે અને તે નવી ક્રાંતિ સર્જી શકે એમ હોવાનું સેન્ટ્રલ સોલ્ટના વૈજ્ઞાનિક એસ.મિશ્રાએ જણાવ્યું હતું.

🔷ભાવનગરનાં વાઘાવાડી રોડ ઉપર આવેલ સંશોધન સંસ્થા સીએસએમસીઆરઆઇ અને કાઉન્સિલ ઓફ સાયન્ટીક એન્ડ ઇન્ડસ્ટ્રયલ રિસર્ચ (સીએસઆઇઆર) દ્વારા ગ્રીન પ્લાસ્ટિકનાં સંશોધન પર વર્ષ ૨૦૦૫થી કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ સંશોધનને હવે સફળતા મળી છે. ૫૦૦ ગ્રામથી વધુ ગ્રીન પ્લાસ્ટિક લેબોરેટરીમાં મળ્યું છે જેને કેટલીક સંસ્થાઓને સંશોધન અને પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યું હતું. પોલિમર્સ પર હાથ ધરવામાં આવેલાં પરીક્ષણોમાં જાણવા મળ્યું હતું કે તે ભેઝવાળી જમીનમાં ત્રણ મહિનામાં ગળી જાય છે. અને આ સંશોધનનો બાયો પ્લાસ્ટિક મેળવવાની પ્રક્રિયાને યુરોપિયન પેટન્ટ (ગ્રન્ટ નં-ઇપી-૨૪૭૫૭૫૪બી-૭) પ્રાપ્ત થઇ છે.

🔷સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિયૂટનાં વૈજ્ઞાનિક એસ.મિશ્રાના જણાવ્યા મુજબ જેટ્રોફા નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવતા બાયોફ્યુઅલની આડપદાશમાંથી ગ્રીન પ્લાસ્ટિક બનાવવામાં આવ્યું છે. જેનો ઉપયોગ ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં થઇ શકે તેમ છે. અને પરંપરાગત પ્લાસ્ટિકની જગ્યાએ તેનો ઉપયોગ કરવાથી કાર ઉત્પાદનના ગ્રીન સંકલ્પ્ને વેગ મળી શકે તેમ છે. ડો.મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે બાયો ડીઝલમાંથી નીકળતા આડપેદાશોમાંથી અમે પ્લાસ્ટિક બનાવવાનો વિચાર આવતા સંશોધન કાર્ય શરૂ કરાયું હતું. સૌ પ્રથમ ફૂડ ગ્લીસરોલનો અસરકારક ઉપયોગ ર્ક્યો હતો. જેટ્રોફામાંથી વધુ એક ઉત્પાદન મળી આવ્યું છે અને આ ગ્રીન પ્લાસ્ટિક સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે. આમ ભાવનગર સ્થિત કેન્દ્ર સરકાર હસ્તકની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેનાં સંશોધનમાં વધુ એક સફળતા મળી છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ગુરુપૂર્ણિમા --- Gurupurnima

🙏💐🙏💐🙏💐🙏💐🙏
🙏🙏"ગુરુપૂર્ણિમા"🙏🙏
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)

🌞ગુરુજી અશોકસિંહ પરમાર સાહેબને મારા કોટિ કોટિ વંદન🙏🏻

🎤આજના દિવસના મારા ઓડિયનો મુખપાઠ🎤

🙏👁‍🗨નમસ્કાર સ્રોતા મિત્રો આજે છે ૯મી જુલાઇ દિનવિશેષ સાર્વ્યામા. હું યુવરાજસિંહ જાડેજા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. 🙏🏻

👉મિત્રો આજના દિનવિશેષ ની વાત કરવામાં આવેતો આજના દિવસનો મહિમા અનેરો છે.

🙏આજે હું જે કઇ પણ છું તેમારા ગુરુજી અશોકસિંહ પરમાર સાહેબ ની આશીર્વાદ ના લીધે છું. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏આજ મને એમના વિશે બોલવાનો રુડો અવસર મળ્યો છે. કેમકે આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલેકે ગુરુ પૂર્ણિમા છે.
🙏મારા જીવનમાં ત્રણ ગુરુઓ રહ્યા છે. 
✅જેમા પ્રથમ છે મારા જીવન પથદર્શક ગુરુજી ‘અશોકસિંહ પરમાર સાહેબ’ 

✅બિજા છે મારા જીવન ધડતર મા જેનો અતુલ્ય ફાળો છે તે છે મારા ‘માતા-પિતા’ 

✅ત્રિજા છે મારા આધ્યાત્મિક ગુરુ મારા ‘બાપજી’