Thursday, July 11, 2019

ગુરુપૂર્ણિમા --- Gurupurnima

🙏💐🙏💐🙏💐🙏💐🙏
🙏🙏"ગુરુપૂર્ણિમા"🙏🙏
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)

🌞ગુરુજી અશોકસિંહ પરમાર સાહેબને મારા કોટિ કોટિ વંદન🙏🏻

🎤આજના દિવસના મારા ઓડિયનો મુખપાઠ🎤

🙏👁‍🗨નમસ્કાર સ્રોતા મિત્રો આજે છે ૯મી જુલાઇ દિનવિશેષ સાર્વ્યામા. હું યુવરાજસિંહ જાડેજા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. 🙏🏻

👉મિત્રો આજના દિનવિશેષ ની વાત કરવામાં આવેતો આજના દિવસનો મહિમા અનેરો છે.

🙏આજે હું જે કઇ પણ છું તેમારા ગુરુજી અશોકસિંહ પરમાર સાહેબ ની આશીર્વાદ ના લીધે છું. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏આજ મને એમના વિશે બોલવાનો રુડો અવસર મળ્યો છે. કેમકે આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલેકે ગુરુ પૂર્ણિમા છે.
🙏મારા જીવનમાં ત્રણ ગુરુઓ રહ્યા છે. 
✅જેમા પ્રથમ છે મારા જીવન પથદર્શક ગુરુજી ‘અશોકસિંહ પરમાર સાહેબ’ 

✅બિજા છે મારા જીવન ધડતર મા જેનો અતુલ્ય ફાળો છે તે છે મારા ‘માતા-પિતા’ 

✅ત્રિજા છે મારા આધ્યાત્મિક ગુરુ મારા ‘બાપજી’

👉આજના મારા લેખની શરૂઆત મારા ગુરુજી નાશબ્દ થી કરીશ. 
👁‍🗨‘‘તું જ તારો ગુરુ થા’’👁‍🗨

(કવિ અખાએ આ લખ્યું હતું પરંતુ મારા ગુરુજી વારમવાર આશબ્દ અમને કહેતા હતા.)

👉અષાઢ સુદ પૂર્ણિમા કે જે ને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.
👉 આજે ગુરુપૂર્ણિમા છે. ગુરુપૂર્ણિમા એટલે કે જ્ઞાનનું પર્વ....ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાં.

🙏👉મારા માટે ગુરુનો પર્યાય એટલે ગુરુજી અશોકસિંહ પરમાર સાહેબ👏🙏

🙏👉‘ગુરુપૂર્ણિમા’ એ મા અને સંતાનની જેમ ગુરુ અને શિષ્યના અલૌકિક, અગમ્યમિ લનની ઝંખનાની તીવ્ર વૃત્તિની આતુરતાને મૂર્તિ મંત કરી પૂનમના ચંદ્રની જેમ પૂર્ણતા અપાવતો અનોખો દિવસ છે.

🔰🔰🔰ગરુ:સાક્ષાત્ પરબ્રહ્મ
તસ્મૈ શ્રી ગુરુવે નમ:🔰

👉ગરુ એટલે જે આપણી અંતરની આંખોમાં રહેલા અંધકારને દૂર કરે છે અને જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. 
👉 ગરુ એટલે જે આપણા જીવનના રથની લગામ સંભાળે છે. 
👉 ગરુ એટલે જેમના શરણે જવાથી આપણાં અનેક તાપ અને પાપ શાંત થાય છે.
👉 ગરુપૂર્ણિ માનો અવસર એવા ગુણાતીત ગુરુના ઉપકારોનું સ્મરણ કરીને 
ગુરુપૂજન કરવાનો ઉત્સવ છે, એમના ચરણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે.

🎯👉"ગુરુ પોતાના પ્રકાશથી અંધારાને મિટાવી દે"

🎯🎯👉ગ' શબ્દનો અર્થ છે અંધકાર(અજ્ઞાન) અને 'રુ' શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે, એ ગુરુ છે મારા અશોકસિંહ પરમાર સાહેબ🙏

👁‍🗨“‘ ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર. ”

✅♻️અજ્ઞાન તિમિરાંધાંનામ, જ્ઞાનામ્ જનાંમ્ શલાક્યા; નેત્ર ઉન્લ્મિલીતમ્ યેન, તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ ||👇👇

👉ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિત
બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. 
👉જીવનની દરેક પળે ગુરુની જરૂરીયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણીમા. 
👉ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી.
👉જે આપને અદૃશ્યમાંથી દૃશ્યમાન તરફ દોરી જાય તે ગુરુ.....
👉જે આપને એક સામાન્ય તત્વમાંથી દિવ્યતા તરફ દોરી જાય તે ગુરુ.....
👉જે આપને ક્ષણજીવીમાંથી સનાતન તરફ દોરી જાય તે ગુરુ....
👉જે આપને અંધકારમાંથી ઉજાસ તરફ દોરી જાય તે ગુરુ.....
👉જીવનની તમામ સમસ્યાને પાછળ છોડી અનુભવોના આધારે તમને ઊંચાઈ સુધી લઈ જાય તે ગુરુ.....
👉એટલે જ તો કહ્યું છે કે ધ્યાન, જ્ઞાન, ધૈર્ય અને કર્મ ગુરુએ આપેલા અણમોલ મોતી છે.💎💎💎

🌞🌞ગુરુ એવો સૂરજ છે,જે ક્યારેય અસ્ત નથી થતો.
🌟‘ગુરુ’ શબ્દ ઘણો ભારે છે, પરંતુ આજકાલ ‘ગુરુ’ શબ્દને લોકોએ સામાન્ય
કરી દીધો છે! 

✨☄મારા માટે ગુરુ એ છે,👉જે કોઇની સત્તાની હૂંફથી ઊડે નહીં. ગુરુ એ જ છે, જે કોઇની પ્રતિષ્ઠા ના દબાણમાં આવે નહીં. ગુરુ એ છે જે કોઇના પ્રકાશથી અંજાય નહીં,પરંતુ પોતાના પ્રકાશથી અંધારાને મિટાવી દે અને સાધક જ્યારે ગુરુનાં વચન પર વિશ્વાસ કરે છે, ત્યારેજ ધન્ય થાય છે. મારા માટે એ છે અશોકસિંહ પરમાર સાહેબ🙏🙏🙏

ગુરુનાં ચરણકમળની વંદના ગોસ્વામીજીએ કરી છે. 
ગુરુ એટલે..

⭕️👉ગરુપૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે. એક જેમના જીવનમાં ગુરુ નથી, તેમના માટે ગુરુનાં ચરણ સ્વીકારવા માટે અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સર્મિપત કરવા માટે. ગુરુ, પિતા, માતા, લેખ, શિક્ષક. કોઈપણ હોઈ શકે.
🙏🙏
🙏👉આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા-અજાણ્યા ગુરુ હોય છે, જેમાં આપણા માતા-પિતાનુ સ્થાન સર્વોપરિ છે, પછી શિક્ષક અને બીજા. પરંતુ અસલમાં ગુરુનો સંબંધ શિષ્ય સાથે હોય છે ન કે વિદ્યાર્થી સાથે. આશ્રમોમાં ગુરુ-શિષ્ય પરંપરાનુ પાલન થતુ રહ્યુ છે.

🙏👉ગરુ શુ છે, કેવા છે અને કોણ છે એ જાણવા માટે તેમના શિષ્યોને જાણવા જરૂરી હોય છે અને એ પણ કે ગુરુને જાણવાથી શિષ્યોનેજાણી શકાય છે, પરંતુ આવુ ફક્ત એ જ કરી શકે છે જે પોતે ગુરુ કે શિષ્ય છે. ગુરુએ છે જે સમજી-પારખીને શિષ્યને દીક્ષા આપે છે અને શિષ્ય પણ એ છે જે સમજી ઓળખીને ગુરુ બનાવે છે.

🎯🎯સ્વામી રામકૃષ્ણ પરમહંસે ઘણા પ્રયત્નો કર્યા કે નરેન્દ્ર(વિવેકાનંદ) મારો શિષ્ય થઈ જાય કારણ કે રામકૃષ્ણ પરમહંસ જાણતા હતા કે આ એ વ્યક્તિ છે જે ફક્ત થોડો ધક્કો આયો કે ધ્યાન અને મોક્ષના માર્ગ પર દોડવા માંડશે.

☝️👉પરંતુ સ્વામી વિવેકાનંદ બુદ્ધિવાદી વ્યક્તિ હતા અને પોતાના વિચારોના પાક્કા હતા. તેમણે રામકૃષ્ણ પરમહંસ એક એવા વ્યક્તિ જોવા મળ્યા હતા જે કોરી કલ્પનામાં જીવનારા એક મૂર્તિપૂજકથી વધુ કંઈ નહી. તેઓ રામકૃષ્ણ પરમહંસની સિધ્ધિઓને એક મદારીના ચમત્કારથી વધુ કશુ જ નહોતા સમજતા. છતા તેઓ પરમહંસના ચરણોમાં નમી પડ્યા કારણ કે છેવટે તેઓ જાણી ગયા હતા કે આ વ્યક્તિમાં કોઈ એવી વાત છે જે બહારથી જોવામાં નજર નથી આવતી.

👍👉ટુકમાં એ જાણવુ જરૂરી છે કે આપણે કોણે ગુરુ બનાવી રહ્યા છે, કોઈના વિચારોથી, ચમત્કારોથી કે તેની આસપાસ ભક્તોની ભીડથી પ્રભાવિત થઈને તેને ગુરુ તો નથી બનાવી રહ્યા ને, જો આવુ હોય તો આપ યોગ્ય માર્ગ પર નથી.👈👈👈👏👏

ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

લિ. ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
🙏🙏"ગુરુપૂર્ણિમા"🙏🙏
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)
🎤આજના દિવસના મારા ઓડિયનો મુખપાઠ🎤

👏👏આપણે ત્યાં ગુરુપરંપરા ખૂબ આદરણીય અને સન્માનનીય છે. ઘણાં કૌટુંબિક ગુરુને પૂજે છે તો ઘણાં પોતાના ભગવાનને જ ગુરુ તરીકે સ્થાપે છે. 
👍ભગવાન કૃષ્ણને આપણે શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરુમ્ કહીને દિલમાં સ્થાપ્યા છે. પોતાના ગુરુની ટીકા કોઈ સહન કરતું નથી પરંતુ માણસ અનુભવથી જે કંઈ શીખે છે તેના જેવી કોઈ જીવન ઔષધિ નથી. 👏

✅🎯👉એટલે જ આપણા પ્રાચીન કવિ અખાએ ‘‘તું જ તારો ગુરુ થા’’ એમ લખ્યું હતું. (આજ વાક્ય મારા ગુરુજી અશોકસિંહ પરમાર સાહેબ વારંવાર બોલતા) 

👉અષાઢ માસમાં જ ગુરુપૂર્ણિમા ઉજવવા પછવાડે કેટલીક મહત્ત્વની બાબતો સંકડાયેલી છે. 
🌙🌝🌝ગુરુ, એ પૂર્ણિમાના ચંદ્ર જેવા ઉજ્જ્વળ અને જ્ઞાનરૂપી પ્રકાશેયુક્ત છે તથા શિષ્યોને વાદળ જેવા કલ્પવામાં આવ્યા છે. શરદ પૂર્ણિમાનો ચાંદ નભમાં એકલો જ હોય ત્યારે વાદળ હોતા નથી. અર્થાત્ ગુરુ એકલવાયા કહેવાય.
✨✨જન્મોજન્મના અંધકાર કે અજ્ઞાન લઈને શિષ્યો વાદળની જેમ ધૂમરાતા હોય છે. તેના પર અષાઢ માસના પૂર્ણચંદ્ર સ્વરૂપ પૂર્ણજ્ઞાનનિષ્ઠ સદ્ગુરુ પ્રકાશ પાથરે છે.

🌝🌝🌞🌞આપણે ગુરુ તરીકે ચંદ્રને સ્થાને સૂર્યને પસંદ કરી શક્યા હોત. કિન્તુ સૂર્ય પાસે તો સ્વપ્રકાશ છે.🌙 ચંદ્ર પાસે પોતાનો કોઈ પ્રકાશ નથી. તેને પ્રકાશ, સૂર્ય પાઠવે છે. તેમ ગુરુ પાસે જ્ઞાનરૂપી પ્રકાશ આખરે તો ભગવાનનો છે. જેમ આપણે સૂર્ય સામે સીઘું જ જોઈ શકતા નથી. તમે પરમાત્મા તરફ પણ સીઘું જોઈ શકવા આપણે સમર્થ નથી. ભગવાનનો સાક્ષાત્કાર સદગુરુ જ કરાવી શકે. 

☀️🌤ગુરુ પૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા કહેવામાં આવે છે કારણ કે એ દિવસ વ્યાસજીનો જન્મ દિવસ છે. ☀️તેમણે પંચમવેદ, મહાભારતની રચના આ દિવસે પૂર્ણ કરી.
વિશ્વના સુપ્રસિદ્ધ આર્યગ્રંથ ☀️‘‘બ્રહ્મસૂત્ર’’નું લેખન વ્યાસજીએ આ દિવસે શરૂ કર્યું. ત્યારે દેવતાઓએ વ્યાસજીનું પૂજન કર્યું. ત્યારથી વ્યાસપૂર્ણિમા મનાવાય છે.

👉 આ મંગલમય દિવસે જે કોઈ શિષ્ય, બ્રહ્મવેત્તા સદ્ગુરુનું પૂજન-અર્ચન કરે છે તેને સમગ્ર વર્ષના વ્રતોનું ફળ અને પુણ્ય પ્રાપ્ત થાય છે. સદ્ગુરુ મેઘની જેમ શિષ્ય પર જ્ઞાનવૃષ્ટિ કરી તેના અંધકાર અને અજ્ઞાન હરી લે છે. કોઈ શિષ્યની બુઝાઈ ગયેલી જ્યોતિને પુનઃ પ્રગટાવી શકે છે. શિષ્યની શ્રદ્ધા અને ગુરુની કૃપાથી જ મોક્ષના દ્વાર ખુલે છે.
👉શિષ્યો પ્રત્યે સદ્ગુરુની કોઈ જ અપેક્ષા હોતી નથી. માતા પિતાને એવી અપેક્ષા રહે કે પુત્ર ઉમરલાયક થયા બાદ આપણને ઘડપણમાં ઉપયોગી બની, આપણી સેવા ચાકરી કરશે. શિષ્યે સદ્ગુરુને દક્ષિણા અર્પી સન્માનવા જોઈએ. વાસ્તવમાં જે શિષ્ય પોતાના પંચવિષય કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સરને દક્ષિણા સ્વરૂપે ગુરુચરણોમાં આ દિવસે મૂકે, તે અચૂક મોક્ષભાગી બને છે. હરિદ્વારમાં લાખો લોકો ગંગાજીમાં સ્નાન કરે છે. લાખો શ્રઘ્ધાળુઓ આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે. ગરીબોને દાન દક્ષિણા આપે છે.

👉પારાશર મુનિ અને સત્યવતીના પ્રભાવશાળી પુત્ર એ વેદવ્યાસ. તેઓ અગાધ જ્ઞાનના મહાસાગર હતા. વેદવ્યાસનું સાચું નામ તો ‘‘કૃષ્ણદ્રૈપાચન’’ હતું. જન્મ સમયે તેઓ શ્યામ વર્ણના હોવાથી કૃષ્ણ અને યમુનાદ્વીપમાં રહેતા હોવાથી દ્રૈપાયન કહેવાયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિવેદનું સ્વરૂપ એટલે 🙏‘‘દત્તાત્રેય’’🙏 મહર્ષિ અત્રી અને માતા અનસૂયાના પુત્રરૂપે પ્રગટ થયેલા. તેઓ એ તો પોતાના જીવનકાળ દરમ્યાન✅ ૨૪ ગુરુ બનાવ્યા.

⭕️♦️♈️તમે ક્યાંક વાંકીચૂંકી ગલીમાં ફસાઈ જાઓ અને રસ્તો ન મળતો હોય ત્યારે કોઈક મળે અને કહે: ‘હું તમને અહીંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી શકું છું.’ તો તમે શું કરશો ?

તમે એની પાછળ પાછળ ચાલવાના અને ધન્યતાની લાગણી આપણે અનુભવીએ છીએ તે જ છે તેમનાં પ્રત્યેનાં સેવાપૂજા અને ભક્તિભાવ. આવી વુંક્તી જ ગુરુ છે અને આપણને (આ જગતની) વિચિત્ર વાંકીચૂંકી ગલીયારીમાંથી મુક્ત થવા ઇચ્છતા હોઈએ તો ગુરુનું આપણે સંપૂર્ણપણે અનુસરણ કરવું જોઈએ. ક્યારેક કયારેક આપણે આવું વિચારીએ છીએ: ‘મારે એમને શા માટે અનુસરવું જોઈએ ? ચાલો ને, હું જ મારો રસ્તો શોધી લઉં.’ અને આમ આપણે આપણી જાતે નીકળી પડીએ છીએ. પણ ગુરુ તો હંમેશાં ધીર, શાંત અને સ્નેહાળ રહે છે.

♑️♒️તેમજ એકલા એકલા રસ્તો શોધવાના પ્રયત્નમાં આપણે થાકી જઈએ અને એમની પાસે પાછા જઈએ ત્યાં સુધી તેઓ આપણી રાહ જોતા રહે છે.

🕉💟ગુરુનું કાર્ય તો ગણીગાંઠી પળોમાં થઇ જાય છે. થોડા સહજ-સરળ શબ્દોમાં જ ગુરુ આપણા જીવનને નવો વળાંક આપી દે છે; 

✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
🙏🙏"ગુરુપૂર્ણિમા"🙏🙏
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 3)

🎤આજના દિવસના મારા ઓડિયનો મુખપાઠ🎤

🚴‍♀🚴જેમ કોઈ માણસ સાઈકલ પર સવારી કરે છે ત્યારે કોઈને લાગે કે જે રસ્તે એ જઈ રહ્યો છે એ ભયંકર છે; એટલે એ સાઈકલસવારને ત્યાંથી વાળીને બીજી દિશામાં દોરી જાય છે.

🚵🚵‍♀જેમ જેમ સાઈકલ ચાલતી રહે છે તેમ તેમ પહેલાંની જેમ જ સવાર પેડલ મારતો રહે છે. પણ હવે ભય તરફ જવાને બદલે એ સાઈકલ-સવાર ભયથી દૂર જતો રહે છે. 🚵🚴‍♀એવી જ રીતે ગુરુને જ્યારે એવું લાગે કે તમે (શિષ્ય) એક ભયજનક રસ્તો 

લીધો છે એટલે એ તમને એમાંથી વાળી લે છે. પછી તમારી બધી પ્રવૃત્તિઓ પહેલાંની જેમ ચાલતી રહે છે.

🏵🚵🚵‍♀પેલા સાઈકલ સવારની જેમ જ તમે પેડલ માર્યે રાખો છો પણ તમે હવે ચોક્કસ અને સલામત દિશામાં જઈ રહ્યા છો. ગુરુનું કાર્ય યોગ્ય દિશાવળાંક આપવાનું છે.

🎯🎯 આ બધા ગુરુઓ અને આચાર્યચરણને જોઈને મનમાં પ્રશ્ન થાય કે ગુરુઓનાં ગુણ કેવા હોવા જોઈએ?❓❓❓❓
🏺⚱🏺⚱🏺 શાસ્ત્રો કહે છે કે ગુરુ કુંભાર જેવા હોય છે અને શિષ્યો માટી જેવા હોય છે જેમ કુંભાર માટીને ટીપી ટીપીને વિવિધ આકાર આપે છે તેજ રીતે ગુરુઓ પણ શિષ્યોની નાની નાની ભૂલો બતાવીને તેમના જીવનને સુંદર આકાર આપે છે. બીજી રીતે એમ કહી શકાય કે ⚱🏺⚱જેમ કુંભાર માટીના આકારને ઉપરથી ટપલા મારીને અને અંદરનાં ભાગથી પંપાળીને આકાર તૈયાર કરે છે તેજ રીતે ગુરુઓ પણ હોય છે તેઓ પણ ઉપરથી ભૂલો બતાવે છે પણ હૃદયથી તેઓ પોતાના શિષ્યોને ખૂબ જ પ્રેમ કરતાં હોય છે. આથી સંતો કહે છે કે ગુરુઓ એ પારસમણિ છે જે શિષ્યોને પોતાના સ્પર્શથી યોગ્ય બનાવે છે. 

👩🏻👱‍♀સ્વામી વિવેકાનંદે ગુરુને ” સંસ્કૃતિની માતા” કહીને બિરદાવી છે. જેમ મા બાળકનાં દોષોને અવગણે છે તેમ ગુરુ રૂપી મા પણ પોતાના શિષ્યોમાં રહેલા અનેક અવગુણોને ધ્યાનમાં ન લઈ શિષ્યોને સદ્માર્ગે લઈ જાય છે.
==✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️👁‍🗨👁‍🗨આપણે ત્યાં શાસ્ત્રોએ ગુરુના આઠ પ્રકાર કહ્યાં છે.👇👇👇👇👇
👉👉જેમાં પ્રથમ છે વાણી ગુરુ પોતાના વચનામૃત દ્વારા શિષ્યોનાં જીવન માં ઉત્ક્રાંતિ સર્જે છે આવા ગુરુ શિષ્યોમાં આપણે ભગવાન શિવ અને પરશુરામજીનું નામ લઈ શકીએ છીએ.

✌️દ્વિતીય વિચાર ગુરુ જેઓ આપણી વિચાર શક્તિને અને વિવેકબુધ્ધિને પોતાના વિચારોમાં સંમિલિત કરી યોગ્ય માર્ગે લઈ જાય છે. આવા ગુરુ શિષ્યોમાં ભગવાન કૃષ્ણ અને અર્જુનનું નામ લઈ શકાય

👌👉તતીય અનુગ્રહ ગુરુ જેઓ આપણી યોગ્યતા અને અધિકાર મુજબ આપણને જ્ઞાન આપી આપણને યોગ્ય બનાવે છે, અનુગ્રહ ગુરુ માટે આપણે શ્રી અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને અને શ્રી વિઠ્ઠલનાથજીને યાદ કરી શકીએ જેમણે વૈષ્ણવોને તેમના અધિકાર મુજબ કૃષ્ણ સેવાનો અધિકાર આપેલો છે.

🖖ચતુર્થ તે….. સ્પર્શ ગુરુ, તે પારસમણિ જેવા હોય છે તેમના સ્પર્શમાત્રથી શિષ્યોમાં શક્તિપાતનો પ્રવાહ વહેતો થઈ જાય છે. આ ગુરુમાં આપણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદજીનું નામ લઈ શકીએ છીએ. સ્પર્શગુરુના માત્ર સ્પર્શ જ નહીં પરંતુ તેમની સુષ્મા અને ઉષ્મા પણ શિષ્યોનાં જીવનમાં ઉત્તરોત્તર અને ઉત્તમોત્તમ વિકાસ કરતાં જાય છે.

✋✋ પંચમ તે…… કર્મ ગુરુઓ……તેઓ માત્ર પોતાની નજરથી શિષ્યોમાં પ્રેમ શક્તિ અને તેજસ્વિતાનો સંચાર કરે છે. આવા ગુરુઑમાં આપણે ભગવાન સૂર્યનારાયણ અને કર્ણનું ઉદાહરણ જોઈ શકીએ છીએ.

✋👉 ષષ્ઠમ ગુરુ તે ચંદ્ર ગુરુ…… જેઓ ચંદ્રની જેમ દૂર રહીને શિષ્યોનાં જીવનમાં પરીવર્તન સર્જી શકે છે.
પોતાના દર્પણ રૂપી હૃદયમાં આત્મનિરીક્ષક કરતાં શીખવે છે અને એ આત્મદર્પણ દ્વારા શિષ્યોનાં જીવનમાં ઉત્કર્ષ લાવે છે,

✋👌 અષ્ટમ તે ક્રોંચ ગુરુ માત્ર અનુભૂતિથી પોતાના શિષ્યોમાં એ સામર્થ્ય આપતા કે તેઓ સંસારમાં પોતાનું અલગ સ્થાન બનાવી શકે છે આવા ગુરુઑમાં આપણે ગુરુ દ્રોણ અને એકલવ્યનું નામ લઈ શકીએ છીએ જેઓ દૂર રહીને પરોક્ષ રૂપે એકલવ્યને ધનુરવિદ્યાનું દાન આપતા રહ્યા.

🙏💪👉• પરંતુ આ બધાં જ ગુરુઑમાં શ્રેષ્ઠ છે માતાગુરુ અને પિતાગુરુ કારણ કે પ્રત્યેક બાળકની પ્રથમ જીવનશાળાની શરૂઆત માતાપિતાની ગોદમાંથી જ થાય છે,

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
🙏🙏"ગુરુપૂર્ણિમા"🙏🙏
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 4)

🎤આજના દિવસના મારા ઓડિયનો મુખપાઠ🎤

👉• અને ત્યાર બાદ દ્વિતીય ગુરુ છે શિક્ષાગુરુ જેઓ જ્ઞાનનો દીવો પ્રત્યેક બાળકનાંહૃદયમાં પ્રજવલિત કરે છે. શાસ્ત્રો કહે છે કે જ્ઞાનનાં સૂર્ય, પ્રેમ-કરુણાનાં મહાસાગર એવા ગુરુને આજનાં દિવસે યાદ કરાય છે જેઓ મૃત સમાન જીવતા માનવોને જ્ઞાનરૂપી અમૃત વડે જીવતદાન આપી ને તેમના જીવનમાં તેજ, બુધ્ધિ અને તેજસ્વિતા ભરે છે.

💪👉• ભારતીય સંસ્કૃતિની જેમ જ ગુરુપરંપરા બહારનાં દેશોમાં પણ જોવા મળતી. તેથી સૉક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ વગેરે ગુરુ શિષ્યોનાં નામ આજે પણ પ્રેમથી લેવાય છે. 

👉સંતો કહે છે કે સાચા ગુરુને કશું જ જોઈતું નથી તેમને જોઈએ છે તો ફક્ત શિષ્યનો નિર્મળ ભાવ અને કોમળ પ્રેમભાવ, પરંતુ તેમ છતાં પણ જીવનને વિકાસને માર્ગે લઈ જતાં ગુરૂનાને ચરણે જેટલું ધરીએ અને જે કંઇ ધરીએ તેટલું ઓછું જ છે. 

👉ગુરુ પરંપરા કહે છે કે……..હું કોઈના શરણમાં છું અને હું તેમના શિષ્ય અને સેવકગણમાં છું આજ ભાવનામાં શિષ્યોની ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતામાં વધારો કરે છે. મહર્ષિ ભૃગુ ભૃગુપુરાણમાં કહે છે કે ગુરુઓ પરમપિતા બ્રહ્માજી જેવા સદ્ગુણોનાં સર્જક હોવા જોઈએ, ભગવાન વિષ્ણુ જેવા સદ્વૃતિનાં પાલક હોવા જોઈએ, અને મહાદેવની જેમ દુર્ગુણો, દોષ અને દુર્વૃતિનાં સંહારક હોવા જોઈએ. એથી જ જીવ અને શિવનું મિલન કરાવનાર ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ સમાન છે

🙏🙏🙏ગરુ દર્શનનો મહિમા મોટો, જાણે સંત સુજાણ;
ભાવ ધરી ગુરુ સેવા કરશે, તે પામશે પદ નિર્વાણ.👇👇👇

☝️👉ગુરુ શિષ્યના સંબંધને નાત,જાત,ધર્મ,દેશના વાડા નથી નડતા ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણિમા. આપણી સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ અદ્વિતિય છે. શિષ્યને સજાગ કરી સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ. ગુરુ એટલે જરૂરી નથી કે, શિક્ષણ આપે તે જ ગુરુ. વાસ્તવમાં કોઇ પણ કળા, કારીગરી, સંગીત, ખેલ, જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઇ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ. 

🏺⚱🏺• અજ્ઞાનના અંધકારને નિવારવા જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર ગુરુ અને આ જ્ઞાનજ્યોત નો પ્રકાશ મેળવી પોતાનો જીવનપંથ કંડારનાર શિષ્યનો સંબંધ અલૌકિક હોય છે.કોઇક જગ્યા ગુરુ અને શિષ્ય ને કુંભાર અને ઘડાની ઉપમા આપી ખુબ સુંદર રીતે કહેવાયુ છે કે જેમ કુંભાર ઘદા ને બરાબર ઘાટ આપવા અને તેમાં રહેલી નાનામાં નની ખામી દુર કરવા તેને સતત ટકોરા-ટપલાં મારી ચકાસે છે તેજ રીતે ગુરુ શિષ્યનું આદર્શ ઘડતર કરવા તેની નાની ભુલો પ્રત્યે ટપારતા રહે છે.પણ જેમ ટપલા મારતા કુંભારનો બીજો હાથ ઘડાને અંદરથી પંપાળતો હોય છે તેમજ ગુરુનું અંતર પણ શિષ્ય પર અનરાધાર પ્રેમ વરસાવતુ હોય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏👉ગુરુ એટલે સત્યનુ પૂજન ગુરુ પૂજન એટલે જ્ઞાનનું પૂજન. અને ગુરુપૂજન એટલે અનુભવો નુ પૂજન.

🙏👏👌👌👍આધ્ય શંકરાચાર્ય કહે છે કે જ્ઞાન આપનાર સદગુરુ ને આપવા માટે કોઇ ઉપમા નથી.આપણે ગુરુને પારસમણી કહી શકીયે પણ પારસમણી લોખંડને સુવર્ણ બનાવે છે.પરંતુ પોતાના જેવો પારસમણી બનાવતો નથી.જ્યારે ગુરુની અભિલાષા તો શિષ્યને સવાયો બનાવવાની હોય છે.

🙌🙌ગુરુ પરંપરા એ ભારતિય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી ચાલી આવતી ભવ્ય પરંપરા છે.આથી જ કૃષ્ણ-સુદામા સાદિપની ના શિષ્ય તરીકે અને રામ લક્ષ્મણ ગુરુ વિશ્વામિત્ર ના શિષ્ય તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા.કર્ણ અને એકલવ્ય જેવા શિષ્યો કે જેમને જ્ઞાનપ્રાપ્તી માટે અનેક કષ્ટ સહન કરવા પડ્યા છતાં ગુરુ તેમેને મન સર્વસ્વ હતાં.

🙌માત્ર આપણા દેશમાં જ નહી પશ્ચિમના દેશોમાં પણ ગુરુ શિષ્ય પરંપરા હતી.એટલે પ્લેટો પોતાને સોક્રેટિસના શિષ્ય તરીકે ઓળખાવવામાં જીવનની કૃતકૃત્યતા સમજતો અને પ્લેટો મારા ગુરુ છે એમ કહેતા એરિસ્ટોટલને જીવન ધન્ય લાગતુ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
🙏🙏"ગુરુપૂર્ણિમા"🙏🙏
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 5)

🎤આજના દિવસના મારા ઓડિયનો મુખપાઠ🎤

❓❓❓ હવે પ્રશ્ન એ થાય કે ગુરુ કોને ગણવા? શું આપણને શાળામાં ભણાવનાર શિક્ષકો જ આપણા ગુરુ છે ?
🔷 ના પરંતુ આપણને નાનપણથી અત્યાર સુધી જ્ઞાન આપનાર તમામ વ્યક્તિઓ આપણા ગુરુ છે જેમાં પ્રથમ માતાપિતાનો સમાવેશ થાય છે.
👸માતાએ આપણને જન્મ આપ્યો અને આ સુંદર જગત દેખાડ્યુ.
🙎‍♂પિતાએ આપણી આંગળી પકડી ને આપણને શાળાના પગથીયાં સુધી મુકી ગયા માટે તે પણ આપણા ગુરુજ છે.

🎯🎋પરંતુ એ જરૂરી નથી કે ગુરુ માત્ર સજીવ વ્યક્તિ જ હોય આપણે પ્રકૃતિના સાનિધ્યમાં પ્રેમ ના અને સૌંદર્યના પાઠો શિખ્યા પ્રકૃતિ આપણને જીવન જીવવા જરૂરી સામગ્રી પૂરી પાડી છે.માટે પ્રકૃતિ પણ આપણી ગુરુ છે.સાથે સાથે આપણે જેમના જ્ઞાનને સહારે નવું જ્ઞાન મેળવી પ્રગતિના શિખરો સર કરી રહ્યા છીએ.

🍃🍁🌱🌴જેમણે આપણને સાંસ્કૃતિક વારસો આપ્યો છે તેવા આપણા પૂર્વજો પણ આપણા ગુરુ જ છે.
💫💫વળી આપણામાં રહેલો આત્મા પણ આપણો ગુરુ જ છે.અને
🌝 છેલ્લે આપણે જે જગત માં જીવીએ છીએ તે જગતના રચયિતા પરમાત્મા પણ આપણા ગુરુ જ છે.
= ☀️🌤☀️🌤☀️🌤
“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ
પાય, બલિહારી ગુરુ આપકી , ગોવિંદ
દિયો બતાય "👇👇👇

👉જેનો મતલબ છે કે ગુર અને ઈશ્વર બંને જોડે ઉભા છે
માટે કોને પહેલા પગે લાગવું તે અસમંજસ હોય તેવી
સ્થિતિમાં ગુરુને પહેલા વંદન કરવા કારણ કે તેમણે જ
ઈશ્વરના દર્શન કરાવ્યા. તેમના વગર ઈશ્વર સુધી
પહોચવું અશક્ય હતું.

🗣🗣 મોરારિ બાપુ, જાણીતા કથાકાર👇

👉ગુરુપૂર્ણિમાને હું વૈશ્વિક દિવસ કહું છું . ગુરુ આપણું કવચ છે . ગુરુ કહેવા કોને? પાંચ વસ્તુઓ સાથે જેનો કાયમ સંબંધ છે તેને ગુરુ માનવા . અગ્નિ તત્વ સાથે જે સંબંધ રાખે . અગ્નિ છે પ્રકાશનું , પવિત્રતાનું પ્રતિક જે સાધકને જાગૃત રાખવાનું કામ કરે છે . બીજું, પવન સાથે જોડાયેલાં રહે છે . પવન નથી , હિંદુ નથી મુસ્લિમ . વાયુ બિનસાંપ્રદાયિક હોય છે . ત્રીજું , આકાશ તત્વ . આવા બુદ્ધપુરુષો સીમાઓમાં આબદ્ધ નથી . ચોથું , જલતત્વ . જેની આંખો કાયમ ભીની રહે છે અને સાધનાથી ભરેલી હોય તે ગુરુ. અંતે, પૃથ્વી તત્વ . ઊંચાઈ ગમે તેટલી મળે પણ જે ધરા ન છોડે તે ગુરુ. આ પંચતત્વો સાથે જોડાયેલાં રહે તેને ગુરુ સમજવા .

🗣પૂ. રમેશભાઈ ઓઝા (પૂ. ભાઇશ્રી ), જાણીતા કથાકાર👇
👉ગુરુત્વાકર્ષણ શબ્દ માત્ર ' લૉ ઓફ ગ્રેવિટેશન ' એટલો જ કરવાનો નથી . ગુરુ પ્રત્યે આકર્ષણ એવો પણ કરી શકાય . જે શિષ્યને ગુરુ પ્રત્યે આકર્ષણ ન હોય એ શિષ્ય , શિષ્ય કેમ કહી શકાય? ગુરુ પ્રત્યેનું ખેંચાણ શિષ્યનો આત્મામાંથી ઊઠતો અવાજ છે , રોમરોમમાંથી પ્રસરતો સ્વર છે . ગુરુ અને શિષ્ય એક અર્થમાં કહીએ તો એક ચંદ્ર છે , બીજો ચાંદની છે , એક પુષ્પ છે , બીજો ગંધ છે , એક સાગર છે , બીજો તરંગ છે . ગુરુ અને શિષ્ય એક એવા સંબંધોનો સરવાળો છે , જ્યાં ગુરુ સર્વસ્વ વાદળની જેમ વરસી વરસીને શિષ્યમાં અંકુરિત થઇ ઊઠે છે . ગુરુ અને શિષ્યના સંબંધો તેથી તો ભૌતિક મટીને આધ્યાત્મિક છે . ગુરુ એ કોઇ વ્યક્તિ નથી, એ સ્વયં પ્રકાશ છે , એ આચરણ નહીં , સ્વયં ધર્મ છે .

🙏👉ભગવાન સ્વામિનારાયણ કહે છે કોઇએ નાની નદી પણ તરવી હોય તો બાહુબળથી નદી તરી શકે પણ 🌊સમુદ્ર તરવો હોય તો તે ન તરી શકે . ત્યારે નૌકા જોઇએ .
👉👆👌🌊 સંસારસમુદ્રને પાર કરવા સમર્થ ગુરુ જોઇએ કે જે નૌકા સાથે તમને સંસારસમુદ્ર પાર કરાવે.

🗣પૂ. દીપકભાઇ દેસાઇ , દાદા ભગવાન પરિવાર , અડાલજ👇

👉ગુરુ એટલે પૂર્ણિમાનો ચંદ્ર , એમના જ્ઞાનનો પ્રકાશ જીવનને સતત શિતળતા બક્ષે છે . ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવાનો અને ગુરુના ઋણસ્વીકારનો અવસર ! માતા - પિતા જીવન આપે પરંતુ , ગુરુ જીવન જીવતા શીખવે . જીવન જીવવાનો સાચો રાહ ચીંધે છે અને એ રાહ પર ચાલતાં ક્યાંય ગોથું ખવાય જાય તો ફરી બેઠાં થવાની શક્તિ ગુરુ જ પ્રદાન કરે છે . જીવનમાં આવતી કોઈ પણ સમસ્યા માટે સાચા ગુરુ સરળ માર્ગદર્શન આપે છે અને જીવનને ચિંતામુક્ત બનાવવાનું બળ આપે છે .
શાંતિમય , સુખમય અને વ્યાધિમુક્ત 
જીવનની સાચી પ્રેરણા સ્ત્રોત એવા ગુરુ પ્રત્યેના ઋણનો ખરા દિલથી સ્વીકાર કરી તેમના પરત્વે અહોભાવની લાગણી વ્યક્ત કરવાનો મહામૂલો અવસર એટલે ગુરુપૂર્ણિમા 🙌🙌🙌🙌🙌🙌

• તેથી આજે ગુરુપૂર્ણિમાને દિવસે માતપિતા, અને પ્રત્યેક ગુરુને પ્રણામ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતાને પ્રગટ કરી પાવન થઈએ.

• ગુરુ એટલે જે લઘુ નથી તે અને જે લઘુ ને ગુરુ બનાવે તે જે જીવન ને મન ના વશમાં જવા દે છે તે લઘુ અને જે મનનો સ્વામી છે તે ગુરુ.આજની ભાષામાં કહીએ તો ગુરુ એટલે
• friends,philosopher & guide
🙏🙏 મારા માટે ગુરુનો પર્યાય એટલે ગુરુજી અશોકસિંહ પરમાર સાહેબ
🙏🙏🙏 આ શ્લોક સાથે હું મારી વાણીને વિરામ આપીશ.. 

“ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા :
ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુત્ર્વે નમ: ॥

🙏🙏🙏અસ્તુ🙏🙏🙏

✍યુવર

No comments:

Post a Comment