Thursday, July 11, 2019

11 July

🔦⌛️🔦⌛️🔦⌛️🔦⌛️🔦⌛️🔦
ઈતિહાસમાં ૧૧ જુલાઈનો દિવસ
⏳💡⏳💡⏳💡⏳💡⏳💡⏳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👪👨‍👩‍👧👨‍👩‍👧‍👦વિશ્વ વસતી દિવસ 7👨‍👩‍👦‍👦👩‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦

અબજનો આંકડો પાર કરી ગયેલી વસતી પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસતી દિવસની ઉજવણી કરવામાં આવે છે . વધતી વસતીથી કુદરતી સ્ત્રોતો પર પડતા દબાણ પ્રત્યે વિશ્વ હજી જાગૃત થયું નથી .
👩‍👩‍👧‍👧વિશ્વ જનસંખ્યા દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે જુલાઇ ૧૧નાં મનાવાય છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરાય છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ. લગભગ
જુલાઇ ૧૧ ૧૯૮૭નાં દિવસે વિશ્વની જનસંખ્યા ૫ અબજ ને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરાય છે.
જુલાઇ ૧૧, ૨૦૦૭ માં, 'પાંચ અબજ દિન'ની ૨૦મી વર્ષગાંઠે, વિશ્વની વસ્તી ૬,૭૨૭,૫૫૧,૨૬૩ લગભગ પહોંચેલ.

🎬📽🎥સિનેમેટોગ્રાફીની શોધ📽🎥

આધુનિક ફિલ્મોના શૂટિંગની ટેક્નોલોજી સિનેમેટોગ્રાફીની શોધ ફ્રેન્ચ સંશોધક બંધુઓ ઓગસ્ટ અને લુઇસ લ્યુમિયરે દુનિયા સામે 1895ની 11 જુલાઈએ રજૂ કરી હતી . 🎯તેઓ દુનિયાના સૌથી પહેલા ફિલ્મ મેકર ગણાય છે .

🖲🕹કોમેટની શોધનો વિશ્વ વિક્રમ🕹🖲

સૌર મંડળમાં આડેધડ રખડતા ટુકડા એટલે કે કોમેટના સંશોધનનો વિશ્વ વિક્રમ સર્જનાર ફ્રેન્ચ એસ્ટ્રોનોમર જીન- લુઇસ પોન્સે વર્ષ 1981ની 11 જુલાઈએ પહેલો કોમેટ શોધ્યો હતો . પોન્સે સૌથી વધુ 36 કોમેટની શોધ કરી છે .

💣💣🚂મુંબઈ ટ્રેન બોમ્બિંગ🚂💣💣

મુંબઈમાં સબર્બ લાઇન પર દોડતી સાત ટ્રેનોના ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટ્સમાં ત્રાસવાદીઓએ આજના દિવસે વર્ષ ૨૦૦૬માં ૧૧ મિનિટમાં સાત બ્લાસ્ટ કર્યા હતા .

🖼🖼🖼સ્કાયલેબ ખાબકી🖼🖼🖼

અમેરિકાની અંતરિક્ષ પ્રયોગશાળા વર્ષ ૧૯૭૯માં આજના દિવસે હિંદ મહાસાગરમાં ખાબકી હતી . જોકે , ૭૭. ૫ ટનની આ સ્કાયલેબથી કોઈને ઇજા પહોંચી નહોતી .

🏏⚾️🏏એક દિવસમાં 309 રન⚾️🏏

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડોનાલ્ડ બ્રેડમેને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં આજના દિવસે ૧૯૩૦માં એક જ દિવસમાં ૩૦૯ રન ફટકાર્યા હતા . આ વિક્રમ આજે પણ અકબંધ છે .

🎯૧૮૦૧ – ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી 'જીન-લુઇસ પોન્સે' (Jean-Louis Pons) પોતાનો પ્રથમ ધૂમકેતુ શોધ્યો. ત્યાર પછીનાં ૨૭ વર્ષમાં તેમણે ૩૬ ધૂમકેતુઓની શોધ કરી,જે ઇતિહાસમાં અન્ય કોઇ પણ દ્વારા શોધાયેલા ધૂમકેતુઓ કરતા વધુ છે.

🎯૧૮૯૩ – 'કોકિચી મિકિમોટો' (Kokichi Mikimoto) દ્વારા કુત્રીમ (cultured) મોતી (Pearl ) મેળવાયું.

🎯૧૮૯૫ – લ્યુમેઇર બંધુઓ (Lumière brothers )એ વૈજ્ઞાનિકો સમક્ષ ચલચિત્ર તકનીકનું પ્રદર્શન કર્યું.

🎯૧૯૬૨ – પ્રથમ એટલાન્ટીકપારનું ઉપગ્રહ
ટેલિવિઝન પ્રસારણ કરાયું.

🎯૧૯૭૯ – અમેરિકાનું પ્રથમ અવકાશ મથક,
સ્કાયલેબ ( Skylab), પૃથ્વીનાં વાતાવરણમાં પુનઃપ્રવેશ સમયે, હિંદ મહાસાગરમાં ટુટી પડ્યું.

🎯૧૯૮૭ – સંયુક્ત રાષ્ટ્રસંઘ ( United Nations ) અનુસાર, વિશ્વની વસ્તી ૫,૦૦૦,૦૦૦,૦૦૦ (૫ અબજ) નો આંક પાર કરી ગઇ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment