Thursday, July 11, 2019

ભાવનગર --- Bhavnagar

✅💠✅💠✅💠✅💠✅💠
🎋ભાવનગર: કલ, આજ ઔર કલ
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰(ભાગ 1]
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

👁‍🗨🙏👁‍🗨મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જીલ્લાઓની માહિતી આજથી હું મોકલીશ 2 દિવસે એક જીલ્લાની સંપૂર્ણ માહિતી મોકલવામાં આવશે.. પુસ્તકોમાં જે માહિતી ઓછી ઉપલબ્ધ હશે તેની પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે...યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

👉 આજે ભાવનગરની માહિતી મોકલવામાં આવશે.

👉આજના દિવસની માહિતીની શરૂઆત
કવિ તુષાર શુક્લના એક ગીતની પંક્તિઓથી

👁‍🗨ભાવનગરને ભાવથી લોકો કહેતા સહુ ભાવેણું

🍉🍇ગાય, ગાંડા ને ગાંઠિયા સાથે ગામને જૂનું લ્હેણું

બોર તળાવે, કલમ ચલાવે, ગઝલો ખૂબ લખાતી-

ગાંધીનગર સ્થાયી થયા છતાં ભાવનગર સાથેનો નાતો ભૂલાયો નથી, ભૂલાશે પણ નહીં. મારી જેમ, અનેક ભાવનગર સાથેનો નાતો ધરાવતા હશે. એટલે થયું આજે ભાવનગરથી શરૂઆત કરી...

👑ભાવનગર પ્રજાવત્સલ રાજવીઓનું રાજ્ય રજવાડાંઓના સમયમાં રહ્યું, સરદાર પટેલે રજવાડાંઓના એકત્રીકરણની શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ ભારત સંઘમાં ભળનાર રાજ્ય ભાવનગર હતું. 

🌽ભાવનગરની ઓળખ મજાકમાં લોકો ‘ગાય, ગાંડા અને ગાંઠિયા’ના શહેર તરીકે કરે છે, પરંતુ આ ઓળખ કેમ પડી હશે તેની પાછળનો મારો તર્ક એવો છે કે 🐄ભાવનગરમાં ગાયોની ઘણી સેવા થાય છે. (વળી રસ્તાઓ પર ગાયો છૂટી જોવા મળે એ વાત પણ ખરી.) વળી, ભાવનગર છેલ્લું સ્ટેશન એટલે જે ગાંડાઓને છોડી મૂકાયા હોય તેમને ત્યાં ઉતારાય. 
🤕ભાવનગરમાં ગાંડાઓને નહાવડાવવા- ધોવડાવવા સહિતની સેવાઓ સેવાભાવીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા થાય. 
🎋ગાંઠિયા પણ ભાવનગરના વખણાય. આમ, તેની ઓળખ આ રીતે ‘ગાય, ગાંડા ને ગાંઠિયા’ના શહેર તરીકે પડી હશે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏👁‍🗨🙏👏👏👉ભાવનગરે ગૌરીશંકર ઓઝા, પ્રભાશંકર પટ્ટણી, જેવા મુત્સદી વહીવટકારો, પૃથ્વીસિંહ આઝાદ, ઠક્કરબાપા જેવા ક્રાંતિકારી-સમાજસેવકો, તો ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, નાથાલાલ દવે, હરભાઈ ત્રિવેદી, મૂળશંકર ભટ્ટ, મનુભાઈ પંચોળી ‘દર્શક’, ડોલર વસાવડા, જયેન્દ્ર ત્રિવેદી જેવા અનેક કેળવણીકારો-શિક્ષણવિદો જોયા છે તો હરકિશન મહેતા, કાંતિ ભટ્ટ, હરીન્દ્ર દવે, દિનકર જોષી, દિગંત ઓઝા જેવા અનેક પત્રકારો પણ તેણે આપ્યા છે. 
♻️✅♻️ગુજરાતમાં સૌથી પહેલી સ્થાનિક સમાચાર ચેનલ ‘શો ટાઇમ’ ભાવનગરમાં શરૂ થઈ હતી. (આજે તો ઘણી ચેનલો છે.) અને પત્રકારમાંથી સાત મુખ્યમંત્રીના પીએ તેમજ હવે ♻️💠🇮🇳વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પીએ બનેલા 
♻️✅જગદીશ ઠક્કરે પણ કારકિર્દી ભાવનગરમાં જ શરૂ કરી હતી ને? ઝવેરચંદ મેઘાણી, કવિ કાન્ત, પ્રહલાદ પારેખ, ગોવર્ધનરામ ત્રિપાઠી, દુલા ભાયા કાગ, બરકત વિરાણી ‘બેફામ’, નાઝીર દેખૈયા, વિનોદ જોશી, હરદ્વાર ગોસ્વામી જેવા અનેક સાહિત્ય સર્જકો પણ ભાવનગર સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા રહ્યા 🔘🎯🎯(ભાવનગર વિશે એમ કહેવાય કે પથ્થર મારો ને જે ઘર પડે તે કવિનું ઘર હોય એટલે કે ઘરે ઘરે કવિઓ જોવા મળે). 
🔰ઝવેરચંદ મેઘાણીના દીકરા મહેન્દ્ર ભાઈ મેઘાણી (અને તેમના દીકરા ગોપાલ મેઘાણી)ની લોકમિલાપ તેમજ જયંત મેઘાણીની પ્રસાર દ્વારા પુસ્તકાલય અને પુસ્તકોના પ્રચાર-પ્રસાર-પ્રકાશનનું કામ પણ મોટા પાયે ચાલે છે. 
👇💠સ્વ. માનભાઈ ભટ્ટ અને તેમની શિશુવિહાર (જે હવે તેમનાં દીકરી ઇન્દાબહેન સંભાળે છે)નો તો જોટો જડે તેમ નથી. ઇલેક્ટ્રિસિટી રિપેરિંગ કામ, અંગ્રેજી શિખવવા, પ્રાથમિક સહાય જેવા અનેક વર્ગો નહીંવત્ દરે ત્યાં ચાલે.
✅ દિવ્ય જીવન સંઘના નેજા હેઠળ પણ અનેક સેવા પ્રવૃત્તિ થાય છે. બિપિનભાઈ શાહ દ્વારા ચલાવાતા વિકાસ વર્તુળ ટ્રસ્ટની યુવા લક્ષી પ્રવૃત્તિઓ પણ સરાહનીય છે. 💠પ્રસન્નવદન મહેતા, હરકાંત દેસાઈ દ્વારા સંચાલિત ગાંધી સ્મૃતિ અને સરદાર સ્મૃતિની તો વાત જ નિરાળી છે. 
✅એમાંય પાછી ગાંધી સ્મૃતિની લાઈબ્રેરીનો તો બાળપણથી લાભ આ લેખકે લીધો છે. 
✅એ સિવાય બાર્ટન લાઇબ્રેરી, ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, યુનિવર્સિટીની લાઇબ્રેરી તો ખરી જ! શિશુવિહારમાં તો રમકડાંની લાઇબ્રેરી પણ ચાલે! 
👁‍🗨🙏💠♻️નરસિંહ મહેતા, મોરારી બાપુ, બજરંગદાસ બાપા, મસ્તરામબાપા જેવા સંતો-ભક્તો ભાવનગર જિલ્લાની ધરતી પર પાક્યા છે અને ભાવનગરનું નામ પ્રસિદ્ધ કર્યું છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯🔰🎯રાજકારણીની રીતે, ગુજરાતના બે મુખ્યમંત્રી બળવંતરાય મહેતા અને છબીલદાસ મહેતા ભાવનગર જિલ્લાએ આપ્યા. 
🔰🎯રાજેન્દ્રસિંહ રાણા ભાવનગરમાંથી પ્રદેશ ભાજપ પ્રમુખ સુધી પહોંચ્યા હતા. 🔰🎯શક્તિસિંહ ગોહિલ પણ પ્રદેશ કૉંગ્રેસના નેતા છે.
🔰🎯 બળવંતરાયના વખતમાં જ જીઆઈડીસીની શરૂઆત સાથે ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો પાયો નખાયો હતો. 🎯🔰વૈજ્ઞાનિકોમાં ડૉ. પંકજ જોષીનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત છે. 
🎯ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો સફળ પ્રયોગ કરનાર સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ મરિન કેમિકલ્સ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં છે. 
🎯અભિનેત્રીમાં આશા પારેખ, અનેક નાટકો અને ફિલ્મ ‘ખટ્ટા મીઠા’માં અક્ષયકુમારની ભાભી બનેલી પૂજા મેહર ભટ્ટ ભાવનગર સાથે સંકળાયેલાંછે. 
🎯શમ્મી કપૂર ભાવનગરના 

જમાઈ છે! મનહર ઉધાસ, મૂકેશના અવાજ તરીકે જાણીતા ડૉ. કમલેશ અવસ્થી,પ્રફુલ્લ દવે, પાર્થિવ ગોહિલ, ભારતી કુંચાલા, દીપ્તિ દેસાઈ જેવા ગાયકો તેમજ સંગીતકાર-ગાયક-અભિનેતા-નિર્માતા હિમેશ રેશમિયાનું મૂળ પણ ભાવનગરમાં છે. 🎨🎭🎨🎭રવિશંકર રાવળ, સોમાલાલ શાહ, ખોડીદાસ પરમાર, દેવ ગઢવી જેવા ચિત્રકારો, રસિકલાલ અંધારિયા, ધરમશીભાઈ શાહ, ડૉ. રાજેશ વૈષ્ણવ સંગીત-નૃત્ય કલાકારો-ગુરુઓ પણ ભાવનગર સાથે નાતો ધરાવનારા હતા અથવા છે. ભાવનગરનું તખ્તેશ્વર મંદિર, પાલિતાણા, ગોપનાથ, ખોડિયાર જેવાં યાત્રાધામો છે. 
🏵🎬🏵ગુજરાતમાં બીજા ક્રમની સૌથી મોટી જગન્નાથ રથયાત્રા વર્ષોથી ભાવનગરમાં નીકળે છે. 
🙏👁‍🗨તો શિહોરનાં વાસણ ને પેંડા, મહુવાનાં રમકડાં, અલંગનું ફર્નિચર, પાલિતાણાનાં હાર્મોનિયમ, ગુલકંદ વખણાય છે. 
👁‍🗨👁‍🗨પાલિતાણામાં તો ઘોડાગાડી હજુ પણ ચાલે છે. તો ભાવનગર- મહુવા વચ્ચે બાપુગાડી ચાલતી તે પણ ઘણા મોટી ઉંમરના લોકોને યાદ હશે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁‍🗨👉✅રાજકીય ક્ષેત્રે ભાવનગરની તાસીર ક્રાંતિકારી રહી છે. જ્યારે કૉંગ્રેસનું મોજું હતું ત્યારે ભાવનગરમાંથી પ્રજા સમાજવાદી પક્ષના ધારાસભ્યો ચૂંટાતા. 👁‍🗨સામ્યવાદી પક્ષનું હજુંય થોડું ઘણું નામોનિશાન અરુણ મહેતાએ ભાવનગરમાં બચાવ્યું છે. 
👁‍🗨✅👁‍🗨૧૯૭૭માં જનસંઘ અને બીજા વિપક્ષો સાથે આવ્યા તેનાં મૂળ ભાવનગરમાં ૧૯૬૭ની ભાવનગર યુનિ. માટેની લડતમાં નખાયાં હતાં. 
👇🔘તેના પરિણામે ૧૯૬૮માં જનસંઘ અને સામ્યવાદી સહિતના પક્ષો સંયુક્ત મોરચો બનાવીને નગરપાલિકાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. 
🎯🎯🎯🎯🎯તો બોટાદમાં આખા ભારતમાં પ્રથમ વાર જનસંઘને નગરપાલિકામાં વિજય મળ્યો હતો.
💠 નરેન્દ્ર મોદીના મોજા સામે ડૉ. કનુભાઈ કલસરિયાએ નિરમાને જમીન મુદ્દે સફળ લડત આપી અને સદભાવના સમિતિના નેજા હેઠળ મહુવા તાલુકા પંચાયત પણ કબજે કરી. 
🔰💠ભાવનગરમાંથી મહેન્દ્ર ત્રિવેદી ગૃહ રાજ્યમંત્રી, શક્તિસિંહ ગોહિલ આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી જેવા પદે રહ્યા તો ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના એક સમયના તંત્રી પ્રતાપ શાહ નાયબ નાણાં મંત્રી તરીકે ગુજરાત સરકારમાં રહી ચુક્યા છે.
✅ જોકે ભાવનગરના કોઈ સાંસદને કેન્દ્ર સરકારમાં સ્થાન નથી મળ્યુ.

🔘👇🎯ભાવનગરમાં નિરમા, એક્સેલ, રબર ફેક્ટરી, અલંગ શિપ બ્રેકિંગ, હીરા ઉદ્યોગ, કાયમ ચૂર્ણ જેવા ઉદ્યોગો છે. 
💠🚴‍♀🐾🔘ગુજરાતની લગભગ પહેલી સાઇકલ ઇન્ડસ્ટ્રી વેલો પણ ભાવનગરમાં સ્થપાઈ હતી તેમ પત્રકાર હિંમત ઠક્કરનું કહેવું છે. 
✈️તાજેતરમાં ભાવનગર-સુરત વચ્ચે ફ્લાઇટ પણ ચાલુ થઈ છે. 
😏😞😞ભાવનગરના આટલા દિગ્ગજો છતાં ભાવનગરનો વિકાસ જોઈએ તેવો થયો નથી, બલકે દિવસે ને દિવસે સુવિધાઓ છિનવાતી ગઈ છે.
😏😏 કલ્પસર યોજનાનો ગોળ કેશુભાઈ પટેલથી માંડીને નરેન્દ્ર મોદીએ કોણીએ લગાડ્યો હતો. 
😟😞ભાવનગર- ભરૂચ વચ્ચે ફેરી સર્વિસનું પણ ઘણા સમયથી સંભળાય છે. વચ્ચે હોવર ક્રાફ્ટ સેવા શરૂ થઈ હતી, પરંતુ તે બંધ થઈ ગઈ. 😟😞આકાશવાણી- ટીવી કેન્દ્ર નથી. ભાવનગર યુનિ., મેડિકલ કૉલેજ માટે જબરદસ્ત લડત આપી ત્યારે તે મળ્યાં.

🎯✅♻️અત્યારે ભાવનગર કેવું છે? અમદાવાદના પગલે પગલે હવે ભાવનગર બદલાઈ રહ્યું છે. વિતેલા દાયકાથી અહીં અપરાધો વધ્યા છે. પાલિતાણામાં તો માંસ-મટન-મચ્છીનો વેપાર બંધ કરવા જૈનોએ ભારે આંદોલન કરવું પડ્યું હતું. ભાવનગરના રાજકીય પ્રતિનિધિઓ- નેતાનો અવાજ રાજ્ય કે કેન્દ્ર સ્તરે ઓછો સંભળાય છે. 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♻️♻️✅અહીં હવે ડેમોગ્રાફીની સાથે જ્યોગ્રોફી પણ બદલાઈ રહી છે. અલંગ શિપ બ્રેકિંગના ઉદ્યોગના પગલે ઘણા ઉત્તર ભારતીયો આ બાજુ રહેવા આવ્યા છે. 
💠💠તો મુસ્લિમોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી છે. ભાવનગર શહેરમાં મુસ્લિમો મુખ્યત્વે નવાપરા અને ઘાંચીવાડ જેવા વિસ્તારોમાં હતા તે હવે દીવાનપરા, રાણિકા, ગીતાચોક, માણેકવાડી જેવા વિસ્તારો સુધી વિસ્તર્યા છે.
🔰 ભાવનગરના રોડ પ્રમાણમાં સુધર્યા છે. પાણીની તકલીફ ઓછી થઈ છે. 
✅અહીં વીટકોસની બસ સેવા વખણાય છે જે પછી તો ગાંધીનગર અને વડોદરામાં પણ ચાલુ થઈ છે.
✅ ભાવનગરમાં વિરોધાભાસ જોવા મળે. એક તરફ લોકો સાઇકલ મોટા પાયે વાપરે અને હવે લગભગ લુપ્ત પ્રજાતિનું ગણાય તેવું વાહન લ્યુના પણ જોવા મળે છે, તો બીજી તરફ, ઔડી જેવી મોંઘીદાટ ગાડીઓ જોવા મળે છે.

🏭⛲️🏖ભાવનગરમાં હવે પ્લોટ સિસ્ટમ ધીમે ધીમે ભૂંસાઈ રહી છે. ઠેરઠેર ફ્લેટ બની રહ્યા છે. ડેલાવાળાં મકાનો હવે જૂજ સંખ્યામાં છે. અહીં પણ અમદાવાદના કે દેશભરના પ્રખ્યાત મોલ-રેસ્ટોરન્ટ જેવા કે 🏯હિમાલયા મોલ, ઇસ્કોન સિટી, સંકલ્પ રેસ્ટોરન્ટ, ડોમિનોઝ પીઝા આવી ગયાં છે, 
🏠શિક્ષણની રીતે હવે દક્ષિણામૂર્તિ, ઘરશાળાનો પહેલાં જેવો પ્રભાવ રહ્યો નથી. 
🌉હવે જ્ઞાનમંજરી સ્કૂલ-સ્વામિનારાયણ ગુરુકૂળની બોલબાલા છે. 

✍🏻 યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻


✅💠✅💠✅💠✅💠✅💠
🎋ભાવનગર: કલ, આજ ઔર કલ
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)(ભાગ 2)

👁‍🗨🙏👁‍🗨મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જીલ્લાઓની માહિતી આજથી હું મોકલીશ 2 દિવસે એક જીલ્લાની સંપૂર્ણ માહિતી મોકલવામાં આવશે.. પુસ્તકોમાં જે માહિતી ઓછી ઉપલબ્ધ હશે તેની પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે...યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

👉 આજે ભાવનગરની માહિતી મોકલવામાં આવશે.

😋😋😋અહીં આવ્યા હો ને લચ્છુના પાઉંગાંઠિયા, બટેટા ભૂંગળા, પાઉં પકોડા, ખારગેઇટનું સેવઉસળ, લક્ષ્મીના લસણની ચટણી સાથે સેવમમરા, અનુપમની સોડા, બરફ ગોળા, ન માણો તો ન ચાલે. અહીં લગભગ બધા જ પાનના ગલ્લે સમોસા, બ્રેડ પકોડા, ચટણી સેન્ડવિચનો પડીકાબંધ
Yuvirajsinh Jadeja:
નાસ્તો મળે! અને હા, પાનના ગલ્લા પાછા ગલીએ ગલીએ જોવા મળે! અહીં દર ચાર રસ્તે બગીચા જોવા મળે અને તે પાછા વેલ મેઇન્ટેઇન્ડ!


🗣🗣અહીંના લોકો, ભાવનગરની જ ભાષામાં કહીએ તો ‘બહુ ટાઢા’. કોઈ ઉતાવળ નહીં. શાંતિથી કામ થાય. મોટી સંખ્યામાં લોકો માવા મોઢામાં ભર્યા જ હોય, એટલે તેમને કંઈ પૂછવું અઘરું પડે! કોઈક કામસર બહુ કષ્ટ પડ્યું હોય તો અહીંના લોકો કહેશે 😂😅‘તોડાવી નાખ્યો’. બહુ ચાલવું પડ્યું હોય તો 😅‘લારી થઈ ગઈ’ શબ્દ પ્રયોગ કરે. અને કોઈક અણગમતા કામ માટ😂😜ે ‘ગલકું આવી ગ્યું’ બોલાય. કોઈકને અણગમાથી જવાનું કહેવા માટે કહેવાય, 😐😜‘હાલતી પકડ’ અથવા ‘હાલતીનો થા’😜. કોઈ ખોટી મગજમારી કરતું હોય તો 😝😝‘તીખા લે છે’ તેમ કહેશે. જોકે, 

👌👌👌ભાવનગરની ગુજરાતી આખા ગુજરાતમાં સૌથી શુદ્ધ ગુજરાતી મનાય છે. 
😿😿😿પણ હવે ભાવનગરનાં બાળકો પણ અસંખ્ય સમાચાર ચેનલો, કાર્ટૂન ચેનલોની અસર તળે હવે 🙀‘હિંગુજરાતી’ બોલવા લાગ્યા છે, ‘હું સોચું છું’, ‘મને દહેશત છે’. તમે બહારગામ રહેતા હો તો તમને અચૂક પ્રશ્ન પૂછાશે, ‘ભાવનગર ક્યારે આવો છો?’ ભાવનગરમાં આવ્યા હો ને તમારા ઓળખીતાના ઘરે ન જાવ તો તેમને માઠું😰 (ભાવનગરની ભાષામાં, ‘ખોટું’) જરૂર લાગે.

🤓🤓ભાવનગરને પેન્શનર્સ પેરેડાઇઝ કહેવાય છે. ભાવનગરમાં સારા પૈસા મળતા નથી, પરિણામે અહીંનું ક્રીમ હવે મુખ્યત્વે અમદાવાદ ઢસડાઈ રહ્યું છે. પણ હા, રિટાયર્ડ થઈ જાવ પછી જો સુખેથી રહેવું હોય તો ભાવનગર જેવું એકેય શહેર નહીં.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔜ભાવનગર જીલ્લાની આજુબાજુ બોટાદ,અમરેલી જીલ્લાની સરહદો આવેલી છે.

🔜ક્ષેત્રફળ :- ૬,૫૨૪ ચો.કિ.મી.
🔜સ્થાપના :- ૧૯૬૦
🔜વિધાનસભાની કુલ સીટો :- ૯ મહુવા(એસ.ટી), તળાજા, ગારીયાધાર, પાલીતણા, ભાવનગર-ગ્રામ્ય, ભાવનગર-વેસ્ટ, ગઢડા (એસ.સી), બોટાદ}
🔜વસ્તી :- ૨૩,૯૩,૨૭૨ (૨૦૧૧)
🔜સ્ત્રી પુરૂષ પ્રમાણ:– ૯૩૩ (દર હજારે)
🔜સાક્ષરતા :- ૭૫.૫૨%
🔜તાલુકાઓ :- ૯ (ભાવનગર,વલ્લભીપુર.ઉમરાળા,શિહોર,ઘોઘા,ગારીયાધાર,પાલીતાણા,તળાજા અને મહુવા)
🔜મુખ્ય મથક : – ભાવનગર
🔜હવાઈમથક : – ભાવનગર
🔜બંદરો :- અલંગ, મહુવા, તળાજા ,ઘોઘા

🔜પર્વતો :– શેત્રુંજય, તળાજાના ડુંગરો,
🔜નદીઓ :- શેત્રુજી, ઘેલો નદી, માળન, બગડ
✍યુવરાજસિંહ જાડેજા(ગોંડલ)🙏
🔜મુખ્ય પાકો :- મગફળી, કપાસ, બાજરી, ડુંગળી, દાડમ, કેળાં, ઘઉં,નારીયેળ, દાડમ અને જામફળ

🔜ઉદ્યોગો :- જહાજ ભાંગવાનો ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, હીરા ઘસવાનો ઉધોગ, ખેતીના ઓજારો, સિમેન્ટ, કાગળ, રબર, વનસ્પતિ ઘી, માટીનાં વાસણો

🔜ખનીજ :– જીપ્સમ, ડોલોમાઈટ, લિગ્નાઈટ, ચોક

🔜જોવાલાયક સ્થળો : – પાલીતાણાનાં જૈન મંદિરો,ગોપ્રજ મહાદેવનું મંદિર, કોડીયાર માતાનું મંદિર,વલ્લભીપુર,

▪આ જીલ્લાનો મોટો વિસ્તાર અરબ સાગરને કિનારે આવેલો છે.

▪ભાવનગર એ ગુજરાતની સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાય છે.

▪ભાવનગર એ વિકસિત બંદર અને ઔદ્યોગિક શહેર છે.

▪સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રીસર્ચ ઇન્સ્ટીટયુટ આવેલી છે.

▪લાકડાની ખરાદીકામ માટે મહુવા જાણીતું છે.

▪મહુવામાં નાળીયેર અને ડુંગળી ઉત્પાદન માટે પણ જાણીતું છે.

▪ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર પાલીતણા છે.આથી મંદિરોના નગર તરીકે ઓળખાય છે.

▪ગાંધીજીએ શામળદાસ કોલેજ, ભાવનગરમાં અભ્યાસ કર્યો હતો.

▪અલંગમાં જહાજ ભાંગવાનો ઉધોગ વિશ્વભરમાં જાણીતો છે.

▪ભાવનગરમાં દુર્લભ સિક્કાઓ,ફોટોફ્રેમ્સ, હથિયારો,ભૂસ્તરીય શોધોના નમૂનાઓ જેવી ચીજોનું સંગ્રહ ધરાવતું બેરટોન મ્યુઝીયમ આવેલું છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ભાવનગર પ્રાચીન સમય માં ગોહિલ વાડ તરીકે ઓળખાતું

📴♐️☢સૌરાષ્ટ્ર ની સંસકારી નગરી
♒️📴ભાવનગર નું મહુવા ને સૌરાષ્ટ્ર નું કાશમીર કહેવામાં આવે છે

♒️☣ભાવનગરના સિહોર ગામ તાંબા પિત્તળ ના વાસણ માટે પ્રખ્યાત છે

ભાવનાગરનું પાલીતાણા માં જૈનો ના પવિત્ર ધામ છે
🈷✴️જયા 863 મંદિર સેંતૃજય પર્વત પર આવેલા છે
📴📴જૈન ધર્મના પ્રથમ તિર્થકર ઋષભદેવ નું સ્થાનક પાલીતાણા મુકામે આવેલું છે
☢☢કાળિયાર માટે જાણીતો નેશનલ પાર્ક વેળાવદર નેશનલ પાર્ક ભાવગાર જિલ્લામાં આવેલો છે
♒️♑️ગુજરાતમાં એક માત્ર લોકગેટ ધરાવતું બંદર ભનાગર માં આવેલું છે
📴♒️ભરતી ઓટ સમયે જઇ શકીએ એટલે દરિયા વચ્ચે પાંચ પાંડવ ઓ એ સ્થાપેલું નિષ્કલક મહાદેવ નું શિવલિંગ કોળીયાક ખાતે આવેલું છે
🈷ભાવનગર જિલ્લાના ગોપનાથ મહાદેવના મંદિર માં નરસિંહ મેહતા એ શિવની પૂજા કર્યું હોય તેમ મનાય છે
♐️ભાવનગર શામળ દાસ કોલેજ પણ આવે લી છે જ્યાં ગાંધીજી એ અભ્યાસ કર્યો હતો
🈷ભાવનગર જિલ્લાનું હાથબ ખાતે કાચબા ઉછેર કેન્દ્ર પણ આવેલું છે ને
✍🏻 યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

✅💠✅💠✅💠✅💠✅💠
🎋ભાવનગર: કલ, આજ ઔર કલ
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)(ભાગ 3)

👁‍🗨🙏👁‍🗨મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જીલ્લાઓની માહિતી આજથી હું મોકલીશ 2 દિવસે એક જીલ્લાની સંપૂર્ણ માહિતી મોકલવામાં આવશે.. પુસ્તકોમાં જે માહિતી ઓછી ઉપલબ્ધ હશે તેની પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે...યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

👉 આજે ભાવનગરની માહિતી મોકલવામાં આવશે.
♒️ વિશ્વ નું મોટું શિપ બ્રેકીંગ ભાવનગર જિલ્લાના અલંગ ખાતે આવેલું છે
🈲ભાવનગર જિલ્લો જામફળ ના ઉત્પાદન માટે જાણીતો જિલ્લો છે અમદાવાદ ના ☢ધોળકા પછી જામફળ ના ઉત્પાદન માં બીજા સ્થાને ભાવનગર જીલો છે.ને 
✴️🈳દાડમ માં પ્રથમ સ્થાને ભાવનગર જીલો આવે છે
પાટરા બનાવવાનાં ઉદ્યોગ માટે ભાવનગર જાણીતું છે.
જેમજ એક કહેવત મુજબ ♑️ભાવનગર ગાય ,ગાંડા અને ગાંઠિયા માટે પણ જાણીતું છે
♌️જિલ્લાના બગદાણા (બગડ નદીના કિનારા ) ખાતે સંત શ્રી બજરંગ દાસ બાપાનો આશ્રમ આવેલો છે
♐️ભાવનગર જિલ્લામાં આવેલી એક માત્ર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઇન્સ્ટિયુટ ભાવનગર શહેર માં આવેલી છે
☢નાના ભાઈ ભટ્ટ અને ગિજુ ભાઈ બધેકા સાથે જોડાયેલી દક્ષિણા મૂર્તિ સઁસ્થા ભાવનગર ખાતે આવેલી છે
☢ભાવનગર દરિયા કિનારે પાસે ખભાતના અખાતનો પીરમ બેટ આવેલો છે

ભાવનગર જિલ્લામાં આવેલું તળાજા નરસિંહ મેહતા નું જન્મ સ્થળ છે
♏️વલ્લભી વિદ્યાપીઢ જે સ્થાને હતી તે વલભીપુર ભાવનગર જિલ્લામાં આવેલું છે 
♎️મહુવા હાથી દાત તેમજ લાકડાના રમકડાં માટે જાણીતું છે 
🈺મોરારી બાપુનું જન્મ સ્થાન ભાવનગર જિલ્લાના મહુવા ના તલગાજરડા ગામે છે
♐️ભાવનગર જિલ્લાના સિહોર માં બ્રહ્મકુંડ અને ગોવતમેશ્વર તળાવ પ્રખ્યાત છે
☢એક માત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગર છે

☢ભાવનગર ખાતે ખોડિયાર માતાનું મંદિર રાજપરા ખાતે આવેલું છે જ્યાં તાંતાણીયો ધરો આવેલો છે

☣ગુજરાતમાં સૌથી વધુ મંદિર ધરાવતું શહેર ભાવનગર નું પાલીતાણા છે જ્યાં 863 તીર્થ સ્થાનો આવેલા છે

☢ભાવનગર નું સાક્ષરતા દર 76.84% છે
☣ભાવનગર ના સિહોર ને સૌરાષ્ટ્રના છોટે કાશી તરીકે માનવામાં આવે છે

✍યુવરાજસિંહ જાડેજા(ગોંડલ)🙏

No comments:

Post a Comment