Monday, July 15, 2019

સાયબર ક્રાઈમ અને આઇટી એક્ટ --- Cyber Crime and IT Act

મિત્રો આજે હું અહીં મારી બનાવેલી સાયન્સ માટે ની બુક્સના મહત્વના મુદ્દા અને શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા અને પોલિસ ઈન્સ્પેક્ટર ની પ્રિલીમીનરી પરીક્ષા માટે ચાલતા વર્ગો માં વિરલ પટેલ સર દ્વારા સમજાવવામાં આવતા અને મે સરકારી પુસ્તકો માંથી જે વાંચેલું છે તેમાંથી મહત્વના ટોપિક ને જે રીતે હું સમજી શક્યો છું તે રીતે આપ સમક્ષ રજૂ કરીશ...🔰🔰🔰🔰🔰*
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*
📲💻⌨🖥📱🖲📱📲💻⌨🖥
*સાયબર ક્રાઈમ અને આઈટી એક્ટ*
📲📱💻⌨🖥📱📲💻⌨🖥⌨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*🌍ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના આધુનિક યુગ માં માહિતી ક્ષેત્રે હરણફાળ ભરતા નવા જમાનામાં દર સો વ્યક્તિએ સિત્તેર લોકો કમ્પ્યુટર સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા છે*
💻અને તેમાંથી મોટાભાગના લોકો સીધા જ કમ્પ્યુટર સાથે સંકળાયેલા છે, એટલે કે તેમનું કામકાજ સંપૂર્ણ રીતે કમ્પ્યુટર પર આધારિત છે.. 
*👉આપ પોતે પણ આ લેખ વાંચી રહ્યા છો તો તમે પણ તેમાંના જ એક હાઇટેક વ્યક્તિ છો... ખરું ને?*
👉તો સ્વાભાવિક છે કે અપના માટે કમ્પ્યુટર, નેટવર્ક , સોફ્ટવેર , ડેટા સ્ટોરેજ , ઇ મેઈલ, વેબસાઈટ .... વગેરે શબ્દો થી સારી રીતે પરિચિત હશો. આવા જ શબ્દો અને સંસાધનો (હાર્ડવેર, સોફ્ટવેર , નેટવર્ક ડીવાઈસ વગેરે) કે તેના થી રચાયેલું વિશ્વ એટલે સાયબર સ્પેસ. સાયબર સ્પેસ માં દરેક માહિતી કે કોઈ પણ સંસાધનો નો યોગ્ય રીતે અને યોગ્ય વ્યક્તિ દ્વારા જ ઉપયોગ થવો જોઈએ. 

ઇદ–ઉલ–અદ 🙏 બકરી ઈદ --- Eid-ul-Ad

💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
*🙏ઈદ–ઉલ–અદા 🙏 બકરી ઈદ 🙏*
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*🙏મિત્રો પ્રસ્તુત લેખ દ્વારા મારો ઈરાદો કોઈ પણ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી, પણ એક વિચારને તરતો મૂકવાનો છે – શું આ બલિદાન ખરેખર યથાર્થ છે? શક્ય છે કે અમારૂં જ્ઞાન અલ્પ હોય અથવા તર્ક પાયાવિહોણા અથવા અવિચારી હોય, પરંતુ આ પ્રશ્નો એક સામાન્ય વિચારવંત નાગરીકના મનમાં ઉઠેલ છે, એનો યોગ્ય ઉત્તર મળે અથવા પ્રતિભાવ મળે તો ઘણું માર્ગદર્શન મળ્યું ગણાશે.🙏💐🙏💐🙏💐🙏*

*👉કુરાનના બીજા સુરાની ૧૯૬મી આયતમાં બકરી ઈદ માટે પ્રયોજવામાં આવેલ શબ્દ એટલે ઈદ–ઉલ–અદા જેને આપણે બકરી ઈદ તરીકે ઓળખીએ છીએ.*

*👉અબ્રાહમના જે દિકરાને જીવાડવા માટે અલ્લાહે પાણીનો સ્ત્રોત બનાવેલ તે ઝમઝમનો કે હાજીરનો કુવો, અને હાજીર જ્યાં મૃત્યુ પામેલ ત્યાં અલ્લાહની હાજરીની અને એની અનુપમ દયા આપણી પર છે જ તેની સતત પ્રતીતી કરવા અબ્રાહમ અને એના દિકરા ઇસ્માલએ બનાવેલ પવિત્ર કાબા – એ સતત દેખાડે છે કે અલ્લાહમાં વિશ્વાસ રાખનારને તે મદદ કરે જ છે.*

મહાન કવિ :- ભાસ --- Great poet: - Bhāsa

☝🏿 ☝🏿 ☝🏿 ☝🏿 ☝🏿 ☝🏿 ☝🏿

🌺 *મહાન કવિ :- ભાસ* 🌺

💌➖ ભાસ એક *સંસ્કૃત ના સૌથી જુના અને પ્રતિષ્ઠિત* ભારતીય નાટકકાર છે. 

💌➖જોકે, તેમના વિષે બહું ઓછી જાણકારી મળે છે.😢

💌➖કાલિદાસ તેના *પ્રથમ નાટક માલવિકાગ્નિમિત્રમ* ના પરિચયમાં લખે છે કે - *“શું આપણે ભાસ,સૌમીલ્લા અને કવિપુત્ર જેવા વિખ્યાત લેખકો ની કૃતિઓની ઉપેક્ષા કરી શકીએ? શું પ્રેક્ષકોના મનમાં આધુનિક કવિ કાલિદાસ ની રચનાઓ પ્રત્યે કોઈ માન ઉભું થશે?”*

💌➖તેથી આપણે જાણીએ છીએ તે *કાલિદાસ પહેલાં* થઇ ગયા હતા. આથી જેમ કાલિદાસનો સમયકાળ ઈસ પુર્વે *1લી* થી ઈસુની *4થી સદી* સુધી બદલાય છે, તેમ ભાસ નો ઈસ પુર્વે *2જી થી ઈસુની 2જી* સદી વચ્ચે આવે છે.

💌➖વપરાયેલ ભાષા પર આધાર રાખીને, તેની તારીખ પણ *5મી સદી પૂર્વે ની આસપાસ* હશે તેવું માનવામાં આવે છે.

💌➖ ભાસના આ નાટકો સદીઓ માટે *લુપ્ત* થયા હતા. 

💌➖તેઓ ઓળખાણ માત્ર કાવ્ય સમાલોચના શાસ્ત્રના પ્રસિદ્ધ લખાણ *કાવ્યમીમાંસા* માં તેમના ઉલ્લેખ દ્વારા મળતી હતી. 

💌➖કાવ્યમીમાંસા ની રચના પ્રસિદ્ધ કવિ, નાટ્યકાર, અને વિવેચક *રાજશેખર દ્વારા ઇ.સ. ૮૮૦-૯૨૦* માં કરવામાં આવી હતી. 

💌➖આ કાવ્યમીમાંસા માં, તે *સ્વપ્નવાસવદત્તા* નાટક ની રચના નો યશ ભાસને આપે છે.

ગુજરાતનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ઉદવિકાસ --- Gujarat's independence struggle and development

🎯💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
*ગુજરાતનો સ્વાતંત્ર્યસંગ્રામ અને ઉદ્દવિકાસ*
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

*👉ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી.*
*👉દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાં આર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા.* 
👉1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં 'પ્રજાસમાજ' નામની રાજકીય સંસ્થા સ્થપાઇ હતી.
👉મુંબઇમાં 1885ના ડિસેમ્બરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં ગુજરાતીઓએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. 
🎯👉આ કોંગ્રેસમાં ગુજરાતી આગેવાન દાદાભાઇ નવરોજી, ફિરોજશાહ મહેતા, દિનશા વાચ્છા, ડો. હરિ હર્ષદ ધ્રુવ, અંબાલાલ દેશાઇ વગેરે હતા. 
👉1902માં અમદાવાદમાં કોંગ્રેસનું મહાઅધિવિશન ભરાયું તે ગુજરાત સભાને આભારી અને તેમાં જનતામાં રાષ્ટ્રીય જાગૃતિનો સંચાર જગાવ્યો. 
👉1905ના સમયમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા વડોદરાની કોલજના અધ્યાપક અરવિંદ ઘોષ પાસેથી મળી.આ જ સમયે શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં 🗞'ધી ઈડિયન સોશિયોલોજિસ્ટ' 🗞નામનું માસિક શરૂ કરીને તથા 'ધી ઇંડિયન હોમરૂલ સોસાયટી' સ્થાપીને દેશ માટે ક્રાંતિકારી પ્રવૃતિ કરવાની શરૂવાત કરી હતી. 

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) --- Indian Space Research Organization (ISRO)

મિત્રો ગઈકાલના સમાચાર આપ બઘા એ જોયા જ હશે ટેકનોલોજી માટે મહત્વના હતા... ચલો ના જોયા હોઈ તો હું ટૂંકમાં માહિતી આપી દઉ છું...*
*🎯👉શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ) – ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) સંસ્થા અહીંના સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી તેના આઠમા નેવિગેશન સેટેલાઈટ IRNSS-1Hને લોન્ચ કરવામાં નિષ્ફળ ગઈ છે.*
👉૧,૪૨૫ કિલોગ્રામ વજનના આ સેટેલાઈટને પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ (PSLV-C39) રોકેટથી અવકાશમાં છોડવામાં આવ્યો હતો.
👉આ કૃત્રિમ ઉપગ્રહ IRNSS-૧નું સ્થાન લેનાર હતો, કારણ કે જૂના સેટેલાઈટની પરમાણુ ઘડિયાળો ફેઈલ થઈ ગઈ છે.
વગેરે વગેરે જેવા ન્યુઝ આપે જોયા હશે...

*📝પેપર કાઢનારા માટે આ ન્યુઝ મહત્વના થઈ ગયા હશે.. પરંતુ એ કયારેય નિષ્ફળ પરીક્ષણ વિશે ના પુછે.. એને રસ હોય સફળતા પૂર્વક જે પ્રક્શેપાસ્ત્રો માં. એ પૂછશે એના બેઝીક પોઈન્ટ.*
જેવા કે
સેટેલાઇટ અટલે શું ???
સેટેલાઇટના કાર્ય શું ??
સેટેલાઇટના પ્રકારો કેટલાં ?
સેટેલાઇટના પત્રકારોની ચર્ચા કરો...
વગેરે વગેરે જેવા પ્રશ્નો પૂછાય છે...

નહેરુ રિપોર્ટ --- Nehru Report

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
🔰🔰🔰નહેરુ રિપોર્ટ 🎯🎯🎯
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯👉નહેરુ રિપોર્ટ ને સમજવા આ બે ધટના ને જોડે સમજવાની જરૂર પડશે

👇સાયમન કમિશન અને નહેરુ રિપોર્ટ👇

👉ભારતમાં સંવિધાન અને રાજનૈતિક વિષયે સુધારા કરવા માટે અંગ્રેજ સરકારે એક કમિશનની નિમણૂક કરી. જેને સાયમન કમિશન તરીકે ઓળખવામાં આવ્યું. આ કમિશન ભારતના સંવિધાન અને રાજનૈતિક સુધારા માટે નિમાયું હોવા છતં આમાં એકપણ ભારતીય સભ્ય ન હતો. આ સિવાય કોઈ પણ રાજનૈતિક પક્ષની સલાહ લેવામામ્ આવી નહતી કે તેમની આમાં શામિલ થવાનું નિમંત્રણ અપાયું હતું.. આને કારણે ભારતીય પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો. જ્યારે આ કમિશનન પ્રમુખ જ્હોન સાયમન ભારતમાં આવ્યાં ત્યારે તેમને ક્રોધે ભરાયેલા ટોળાઓના પ્રદર્શનો અને વિરોધનો સામનો કરવો પડ્યો. ભારતમાં જ્યાં જ્યાં પણ તેઓ ગયાં ત્યાં તેમની સામે વિરોધ પ્રદર્શનો થયાં. આ કમિશન સામે ના વિરોધ પ્રદર્શન સમયે અંગ્રેજો દ્વારા થયેલા લાઠીચારને કારણે ભારતીય નેતા લાલા લજપતરાયનું મૃત્ય થયું, આને કારણે લોકોમાં સાયમન કમિશન સમે રોષ અત્યંત વધી ગયો.

દેશના અર્થતંત્રમાં ઉદ્યોગો મહત્વ નો ભાગ --- Part of the importance of industries in the economy of the country

🎯👉મિત્રો જી.પી.એસ.સી. દ્વારા અવારનવાર ઉદ્યોગ ઉપર પ્રશ્નો પૂછાયા છે અને પૂછાતાં પણ રહશે...આ અર્થશાસ્ત્ર,અર્થવ્યવસ્થા અને ભૂગોળ ત્રણેય ને ધ્યાન માં રાખી ને ભણવામાં આવે એ જરૂર છે.. 

દેશના અર્થતંત્રમાં ઉદ્યોગો મહત્વનો ભાગ ભજવે છે....મોટા ભાગ આ ટોપિક પરથી કરંટ અફેર્સ ને ધ્યાનમાં રાખી પ્રશ્નો પૂછવામાં આવે છે..

પરંતુ પહેલાં આ ટોપિક નો જો ઉંડાણ પુર્વક અભ્યાસ હશે તો જ કરંટ ના મુદ્દા ને સારી રીતે સમજી શકાય છે.. 

પહેલાં સામાન્ય પ્રશ્નો ને સમજવાની જરૂર છે..
જેમ કે 
ઉદ્યોગ એટલે શું ?
તેની વ્યાખ્યા આપો ?
ઉદ્યોગ ના પ્રકાર કેટલા વિસ્તૃત માહિતી આપો....
દેશના વિકાસમાં ઉદ્યોગોનું મહત્વ ?
ભારતની ઉદ્યોગ નીતિ વિશે ચર્ચા કરો ?
W.T.O શું છે ?
ભારતનાં ઉદ્યોગ માં W.T.Oનો ફાળો ?
ક્રુષી ઉદ્યોગ ની ચર્ચા કરો ?
લઘુ ઉધોગ એટલે શું ?
ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગ લઘુ ઉધોગનુ મહત્વ ?
લઘુ ઉધોગ વિકાસમાં સહાયક સંસ્થાઓ?
પંચવર્ષીય યોજના ?