🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
🔰🔰🔰નહેરુ રિપોર્ટ 🎯🎯🎯
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯👉નહેરુ રિપોર્ટ ને સમજવા આ બે ધટના ને જોડે સમજવાની જરૂર પડશે
👇સાયમન કમિશન અને નહેરુ રિપોર્ટ👇
👉ભારતમાં સંવિધાન અને રાજનૈતિક વિષયે સુધારા કરવા માટે અંગ્રેજ સરકારે એક કમિશનની નિમણૂક કરી. જેને સાયમન કમિશન તરીકે ઓળખવામાં આવ્યું. આ કમિશન ભારતના સંવિધાન અને રાજનૈતિક સુધારા માટે નિમાયું હોવા છતં આમાં એકપણ ભારતીય સભ્ય ન હતો. આ સિવાય કોઈ પણ રાજનૈતિક પક્ષની સલાહ લેવામામ્ આવી નહતી કે તેમની આમાં શામિલ થવાનું નિમંત્રણ અપાયું હતું.. આને કારણે ભારતીય પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો. જ્યારે આ કમિશનન પ્રમુખ જ્હોન સાયમન ભારતમાં આવ્યાં ત્યારે તેમને ક્રોધે ભરાયેલા ટોળાઓના પ્રદર્શનો અને વિરોધનો સામનો કરવો પડ્યો. ભારતમાં જ્યાં જ્યાં પણ તેઓ ગયાં ત્યાં તેમની સામે વિરોધ પ્રદર્શનો થયાં. આ કમિશન સામે ના વિરોધ પ્રદર્શન સમયે અંગ્રેજો દ્વારા થયેલા લાઠીચારને કારણે ભારતીય નેતા લાલા લજપતરાયનું મૃત્ય થયું, આને કારણે લોકોમાં સાયમન કમિશન સમે રોષ અત્યંત વધી ગયો.
👉આ કમિશનની સામે મહાસભાએ એ સર્વ ભારતીય સભ્યો ધરાવતું એક શિષ્ટમંડળ રચ્યું જેણે ભારતીય સંવિધાન માં ફેરેફારો સૂચવ્યાં.મહસભાના પ્રમુખ મોતીલાલ નહેરુની આગેવાની હેઠળ અન્ય ભારતીય રાજનૈતિક પક્ષોના નેતાઓ પણ આ મંડળમાં જોડાયાં. આ સમિતીનો અહેવાલ "નહેરુ રિપોર્ટ" તરીકે ઓળખાય છે. આ અહેવાલમાં બ્રિટેશ આધિપત્ય (ડોમિનિયન) હેઠળ ભારતીયોને પોતાની સરકાર દ્વારા રાજ્ય ચલાવવાની માંગણી કરાઈ હતી. નહેરુ સમિતીનો અહેવાલ મોટાભાગના બધાં ભારતીય રાજકીય પક્ષોએ સ્વીકાર્યો હતો, પરંતુ ઈંડિયન નેશનલ લિબરલ પાર્ટી અને અખિલ ભારતીય મુસ્લીમ લિગએ તેનો વિરોધ કર્યો હતો. અંગ્રેજોએ આ કમિશન અને તેના રિપોર્ટની અવગણના કરી. અંગ્રેજોએ આ સમિતી દ્વારા સૂચવેલા સુધારાને પણ અમાન્ય કર્યાં.🙏🙏
નહેરુ રિપોર્ટને વિષે મહાસભામાં પણ આંતરિક મતભેદ હતાં. સુભાષ ચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ જેવા યુવા નેતાઓ બ્રિટેન સાથે દરેક સંબંધને તોડીને નવા રાષ્ટ્રના નિર્માણની તરફેણ કરતાં હતાં. ૧૯૨૭માં જવાહરલાલ નહેરુ એ ૧૯૨૭માં સંપૂર્ણ રાષ્ટ્રીય સ્વતંત્રતાનો ઠરાવ લાવ્યાં હતાં જેને ગાંધીજીના વિરોધને કારણે પાછો ઠેલાયો હતો. [૧] સ્વાયત રાષ્ટ્ર તરીકે ભારત પર રાષ્ટ્રના પ્રમુખ તરીકે અંગ્રેજોનો સાંવિધાનિક દરજ્જો રહે તે બોઝ અને જવહરલાલ નહેરુને માન્ય ન હતું. વળી ભારતની સંવિધાની મસલતોમં પણ બ્રિટિશ સંસદની મંજૂરી મેળવવી પડે તે પન તેમને અયોગ્ય લાગતું. રાષ્ટ્રીય મહાસભાના ઘણાં સભ્યો અને હોદ્દેદારોનો ટેકો તેમને પ્રાપ્ત હતો.
ડિસેંબર ૧૯૨૮ના રાષ્ટ્રીય મહાસભાના કલકત્તા અધિવેશનમાં ગાંધીજી એવો ઠરાવ લાવ્યા હતાં કે અંગ્રેજો એ ભારતને રાષ્ટ્રકુળ સમાન સ્વાયત્ત દેશનો દરજ્જો આપવો. આ માટે તેમને અંગ્રેજ સરકારને બે વર્ષનો સમય આપ્યો હતો. જો આ સમય દરમ્યાન ભરતેને સ્વાયત નહીં બનાવાય તો ભારતીયો સંપૂર્ણ સ્વતંત્રતા માટે આંદોલન શરૂ કરશે. સુભાષ ચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુએ ગાંધેજી એ આપેલી બે વર્ષની સમય મર્યાદા સામે વાંધો ઉઠાવ્યો. તેમણે કોઈ પણ સમય મર્યાદા આપવાની ના પાડી. છેવટે એક વર્ષની મર્યાદા પર સહમતિ થઈ. જવાહર લાલે આ ઠરાવની પક્ષમાં મત આપ્યો જ્યારે સુભાષ ચંદ્ર બોઝએ કહ્યું કે તેઓ અને તેમના સાથીઓ આ ઠરાવનો વિરોધ નહીં અને મતદાન સમયે તેઓ ગેરહાજર રહ્યાં. રાષ્ત્રીય મહાસભામાં આ ઠરાવ ૧૧૮ ના મુકાબલે ૪૫ મતે પારિત થયો. પરંતુ જ્યારે મહાસભાના ખુલા સત્રમાં સુભાષબાબુએ આ ઠરાવમાં બ્રિટિશ રાજ થી સંપૂર્ણ છેડો ફાડી નાખવાનો સુધારો કરવાની વાત કરી ત્યારે ગાંધીજીએ તેમની નિંદા કરી:👇
🗣🗣" તમે તમારા હોઠે સ્વતંત્રતાનો શબ્દ લાવી શકો છેઓ પણ જ્યાં સુધી તેની પાછળના સન્માનની તમને જાણ નહીં થાય ત્યાં સુધી તે માત્ર શબ્દો જ રહી જવાના છે. જો તમે તમારા શબ્દો સાથે ઉભા નહીં રહી શકો તો સ્વતંત્રતા ક્યાં જશે?"
સુધરાનો આ પ્રસ્તાવ ૧૩૫૦ ના મુકાબલે ૯૭૩ મતો મેળવી ખારીજ થયો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🔰🙏

No comments:
Post a Comment