Monday, July 15, 2019

પાકિસ્તાનનું ઓપરેશન દ્વારકા -- Pakistan's Operation Dwarka

🛡⚔🛡⚔🛡⚔🛡⚔🛡⚔🛡⚔
*🔲▪️પાકિસ્તાનનું ઓપરેશન દ્વારકા🔻*
🛡⚔🛡⚔🛡⚔🛡⚔🛡⚔🛡⚔
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

*➡️તમને ખબર છે કે દ્વારકા પર પાકિસ્તાને ક્યારે હુમલો કર્યો હતો અને કેમ? તથા ત્યાં કેવી ખાનાખરાબી સર્જાઈ હતી?*

*➡️1965ના યુદ્ધમાં પાકિસ્તાની નૌકાદળે સાતમી સપ્ટેમ્બરે ગુજરાતના દ્વારકા પર હુમલો કર્યો હતો. ભારતીય નૌકાદળે તેના દાંત ખાટા કર્યા હોવા છતાં પાકિસ્તાન નેવી આ દિવસને ધામધૂમથી ઉજવે છે.*

*➡️1965ની 7 સપ્ટેમ્બરે ભારત-પાક યુધ્ધ સમયે પાકિસ્તાન નેવીએ ઓપરેશન દ્વારકા હેઠળ ગુજરાતના દ્વારકા પર હુમલો કર્યો હતો.*
*⛴🚤🛥➡️પાકિસ્તાને પી.એન.એસ બાબર, ખૈબર, બદર, જહાંગીર, આલમગીર, શાહજહાન, ગાઝી તથા ટીપુ સુલતાન જેવી શીપને દ્વારકા પર હુમલો કરવા રવાના કરી હતી.*
➡️ભારત પાક યુધ્ધ સમયે ભારત પાકિસ્તાન પર હાવી થઈ રહ્યું હતું. તેથી ભારત પર દબાણ ઉભુ કરવા પાકિસ્તાને તેની નજીકમાં રહેલા અને ત્વરીત હુમલો કરી શકાય તેવી સ્થાન તરીકે દ્વરકાના બંદરની પસંદગી કરી કે જે કરાચીથી 200 કીલોમીટર જ દૂર હતું. 
🛳⛴➡️પાકિસ્તાની વોર શીપે દ્વારકા બંદરે વિવિધ સ્થાનો પર 350 જેટલા બોમ્બ હુમલા કર્યા અને ભારે ખાનાખરાબી સર્જી હતી. 
➡️➡️આ હુમલામાં 49 લોકોના મોત થયા હતા. સાથે દ્વારકા શહેર, ભારતીય નેવલ બેઝ, નેવલ એર સ્ટેશન સહિતના વિસ્તારોને નૂકશાન થયું હતું…

કોણાર્ક સૂર્ય મંદિર --- Konark Sun Temple

☀️🌞☀️🌞☀️🌞☀️🌞☀️🌞
🌝🌝કોણાર્ક સૂર્ય મંદિર🌝🌝
☀️🌞☀️🌞☀️🌞☀️🌞☀️🌞
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

🌞કોણાર્ક નું સૂર્ય મંદિર (જેને અંગ્રેજ઼ી માં બ્લૈક પગોડા પણ કહે છે), ભારત ના ઓરિસ્સા-ઉડ઼ીસા રાજ્ય ના પુરી જિલ્લા ના પુરી નામક શહેર માં સ્થિત છે. આને લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થર થી ૧૨૩૬– ૧૨૬૪ ઈ.પૂ. માં ગંગ વંશ ના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું.

🌞આ મંદિર, ભારતની સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે. આને યુનેસ્કો દ્વારા સન ૧૯૮૪માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે.
🌞🌞કલિંગ શૈલી માં નિર્મિત આ મંદિર સૂર્ય દેવ(અર્ક) ના રથ ના રૂપ માં નિર્મિત છે. આને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયા છે. 
🌞🌞સંપૂર્ણ મંદિર સ્થળ ને એક બાર જોડ઼ી ચક્રોવાળા, સાત ઘોડા થી ખીંચે જાતે સૂર્ય દેવ ના રથ ના રૂપ માં બનાયા છે. 
🌞🌞મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓ ના માટે પણ પ્રસિદ્ધ છે. 
🌞આજે આનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચુક્યો છે. આનું કારણે વાસ્તુ દોષ તથા મુસ્લિમ આક્રમણ કહેવાય છે. અહીં સૂર્ય ને બિરંચિ-નારાયણ કહતા હતાં.

🌝આ મંદિર સૂર્ય દેવ(અર્ક) ના રથ ના રૂપ માં નિર્મિત છે. આને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયું છે. 
સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડ઼ી ચક્રોવાળા, સાત ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવાયું છે. મંદિરની સંરચના, જે સૂર્ય ના સાત ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે, પરિલક્ષિત હોય છે. હવે આમાં થી એક જ ઘોડો બચ્યો છે. આ રથના પૈડાં, જે કોણાર્કની ઓળખ બની ગયા છે, ઘણાં ચિત્રોમાં દેખાય છે. મંદિરના આધાર ને સુંદરતા પ્રદાન કરતા આ બાર ચક્ર વર્ષના બાર મહિના ને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરાથી મળી ને બન્યો છે જે દિવસના આઠ પહોરને દર્શાવે છે. 

રોહિંગ્યા મુસ્લિમો --- Rohingya Muslims

🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲
🔵🔴રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો💠🔵
🔵ભારતની એક્ટ ઇસ્ટ પોલીસી🔵
🔘🔹🔘🔹🔘🔹🔘🔹🔘🔹🔘
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

🎯💠હાલની સ્થિતિને જોતા મ્યાનમાર ભારત માટે ખુબ મહત્વનો છે. કારણ કે, *💠ભારતની એક્ટ ઇસ્ટ પોલીસીમાં પ્રથમ સ્ટોપ મ્યાનમાર જ છે.💠*

💠🎯👉ભારત-ચીન માટે મહત્વનો દેશ મ્યાનમાર✔️✔️✔️✔️✔️✔️

✔️મ્યાનમારને ભારત માટે દક્ષીણ-પૂર્વીય એશિયાનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. ચાઈના માટે પણ તે વ્યુહાત્મક મહત્વ ધરાવે છે. તેથી, માત્ર ભારત જ નહીં પરંતુ ચીન પણ મ્યાનમારમાં પોતાના અવકાશના વિસ્તરણ માટે જોતરાયું છે. 
☑️🔘મ્યાનમાર ચીનની વન બેલ્ટ વન રોડ પરિયોજનાનો મહત્વનો ભાગ છે. બંને દેશ ઈચ્છે છે કે મ્યાનમાર તેની સાથે રહે.

💠♻️🎯રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો💠🎯

💠🎯👉આં મુદ્દો બંને દેશ માટે મોટી સમસ્યા છે, રોહિંગ્યા સમાજના પલાયનથી ભારત પણ ચિંતત છે. 

ડોકલામ વિવાદ --- Doklam controversy

🛡🛡🛡🛡🛡🛡🛡🛡🛡
*ડોકલામ વિવાદ*
🛡🛡🛡🛡🛡🛡🛡🛡🛡🛡
🎯👉 મિત્રો ભારત અને ચીન વચ્ચે છેલ્લા સોમવારે 72 દિવસ પછી ડોકલામ વિવાદ ખતમ થઇ કર્યો... આ સમાચાર આપ લોકોએ છેલ્લા અઠવાડિયાના ન્યુઝ પેપર માં વાંચ્યા હશે.. છતાં ભી એક વાર પુનરાવર્તન કરી લઇએ....

બંને દેશો ડોકલામથી પોતપોતાના જવાનોને પાછા હટાવવા માટે રાજી થઇ ગયા. આના જ આધારે ડોકલામથી જવાનોની પીછેહઠ *'પરસ્પરની સંમતિ' અને 'એકસાથે'* પરંતુ તબક્કાવાર રીતે થશે. ચીને વિસ્તારમાં પેટ્રોલિંગની વાત કરી છે. તે ડોકલામમાં રોડ બનાવવાનું રોકશે કે નહીં, તેના પર પણ ચીને કશું નથી કહ્યું. માનવામાં આવી રહ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે ડોકલામ વિવાદ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો હતો. જુલાઈમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની 90મી એનિવર્સરીના પ્રોગ્રામમાં જિનપિંગે કહ્યું હતું કે ચીન કોઇપણ ઘૂસણખોરને હરાવવાની તાકાત રાખે છે. ડોકલામ પર ઘણીવાર ચીને ધમકી પણ આપી. તે પછી ડોકલામમાં સેનાને પાછી ખેંચવાનો તેમનો ફેંસલો ચોંકાવનારો છે. આવનારા દિવસોમાં મહત્વની ઘટનાઓ ઘટવાની છે. તેને ધ્યાનમાં રાખીને જિનપિંગ કોઇ વિવાદ નથી ઇચ્છતા.

💠ભારત અને ચીન વચ્ચે સોમવારે 72 દિવસ પછી ડોકલામ વિવાદ ખતમ થઇ ગયો. બંને દેશો ડોકલામથી પોતપોતાના જવાનોને પાછા હટાવવા માટે રાજી થઇ ગયા. આના જ આધારે ડોકલામથી જવાનોની પીછેહઠ 'પરસ્પરની સંમતિ' અને 'એકસાથે' પરંતુ તબક્કાવાર રીતે થશે. ચીને વિસ્તારમાં પેટ્રોલિંગની વાત કરી છે. તે ડોકલામમાં રોડ બનાવવાનું રોકશે કે નહીં, તેના પર પણ ચીને કશું નથી કહ્યું. માનવામાં આવી રહ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે ડોકલામ વિવાદ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો હતો. જુલાઈમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની 90મી એનિવર્સરીના પ્રોગ્રામમાં જિનપિંગે કહ્યું હતું કે ચીન કોઇપણ ઘૂસણખોરને હરાવવાની તાકાત રાખે છે. ડોકલામ પર ઘણીવાર ચીને ધમકી પણ આપી. તે પછી ડોકલામમાં સેનાને પાછી ખેંચવાનો તેમનો ફેંસલો ચોંકાવનારો છે. આવનારા દિવસોમાં મહત્વની ઘટનાઓ ઘટવાની છે. તેને ધ્યાનમાં રાખીને જિનપિંગ કોઇ વિવાદ નથી ઇચ્છતા.

ઓણમ --- Onam

💐🙏💐🙏💐🙏💐🙏💐
💠💠💠ઓણમ💠💠
💐👏💐👏💐💐💐👏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમના પાવન પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “બધાને ઓણમની શુભેચ્છાઓ. આ પાવન પર્વ આપણા સમાજમાં આનંદ, સંવાદિતતા અને સુખાકારીને સમૃધ્ધ બનાવે એવી આશા.”

*⭕️👉ઓણમ એ દક્ષિણ ભારતના રાજ્ય કેરળનો સૌથી મોટો ઉત્સવ છે.*
*⭕️👉આ ઉત્સવ મલયાલી કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ચિંગમ (ઓગસ્ટ-સપ્ટેમ્બર)માં દંતકથારૂપ રાજા મહાબલિના ઘેર પરત આવવાના પ્રસંગને યાદ કરવા માટે ઉજવાય છે.* 
*🙏👉આ ઉજવણી દસ દિવસ સુધી ચાલે છે અને તે કેરળની સંસ્કૃતિ અને પરંપરાના ઘણા ઘટકો સાથે જોડાયેલી છે.* 
⭕️👉અટપટી ફૂલોની જાજમ, વિવિધ વાનગીઓ સાથેનું જમણ, 🛥🚤હોડીઓની સ્પર્ધા અને કઇકોટ્ટિકલી નૃત્ય એ આ તહેવારમાં રંગત જમાવે છે. આ તહેવાર માટે, લોકો નવા કપડા પહેરે છે: 
પુરૂષો શર્ટ અને મુન્ડુ (ઓફ-વ્હાઇટ રંગની લાંબી લુંગી), સ્ત્રીઓ મુન્ડુ, નરિયાથું તરીકે ઓળખાતી ગોલ્ડ પટ્ટી વાળી પોષાક. છોકરીઓ પાવડા તરીકે ઓળખાતું સ્કર્ટ, અને બ્લાઉઝ પહેરે છે. 
*🔰👉ઓણમ એ કેરળમાં કાપણીનો તહેવાર છે.*

ગુજરાતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાળો (ઈ.સ. ૧૮૫૭ થી ઈ.સ. ૧૯૪૭) --- Contribution to Gujarat's freedom struggle (c. 1857 to 1947)

🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳
*ગુજરાતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાળો (ઈ.સ. ૧૮૫૭ થી ઈ.સ. ૧૯૪૭)*
🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

*🔰🇮🇳ભારતમાં આઝાદી મેળવવા માટે જે સ્વાતંત્ર્ય સંગ્રામો થયા તેમાં દેશના મોટા ભાગના રાજ્યોએ ભાગ ભજવ્યો હતો. દેશને આઝાદી અપાવવા માટે અન્ય રાજ્યની જેમ ગુજરાત રાજ્યે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જંપલાવ્યું હતું.*

*🇮🇳💠♻️ગુજરાતા રાજ્યની સ્વાતંત્ર્ય સંગ્રામમાં શરૂઆત અમદાવાદમાં રહેલી લશ્કરની 7⃣સાતમી ટુકડીએ જૂન,૧૮૫૭માં કરી હતી. ગુજરાતમાં થયેલ સ્વાતંત્ર્ય સંગ્રામમાં 👨પુરૂષો ઉપરાંત 👷‍♀સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેમજ આ સંગ્રામમાં ગુજરાતના લોકોએ આર્થિક મદદ પણ કરી હતી.*
💠ગુજરાતમાં થયેલ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુખ્યત્વે 👉મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિનોદ કિનોરીવાલા, મોરારજી દેસાઈ, *મગનભાઈ ચતુરભાઈ પટેલ*, ડૉ. ચંદુલાલ દેસાઈ, કનૈયાલાલ દેસાઈ, બળવંતરાય મહેતા, ઉછંગરાય ઢેબર વગેરેએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.👏👏👏👏👏

ટેક્નોલોજી અને સમાજજીવન --- Technology and Social Life

🔭⚗💈🔬🕳📱📲💻⌨🖥🖨
*⏲ટેક્નોલોજી અને સમાજજીવન🎛*
🖲🕹🖱🗜💽💾📽🎥📹📸📷
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

*🎛જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેક્નોલોજી એટલે, માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઇ પણ ચીજવસ્તુઓનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેક્નોલોજીમાં કરી શકાય. અહિં આપણો હેતુ ઉત્પાદનની એવી પધ્ધતિઓ સાથે છે જેનાથી વસ્તુઓનું નિર્માણ થાય છે. આપણે આપણી આસપાસ નજર કરીએ છીએ ત્યારે આપણી આસપાસ જે કંઇપણ વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓનું નિર્માણ ટેક્નોલોજી દ્વારા થયું હોય છે. પ્રવર્તમાન સમયમાં રોજે-રોજ નવી-નવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ રહી છે. બજારમાં રોજે-રોજ નવા નવા મોડલનાં ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, મોટર સાઇકલ, ગાડી વગેરે ઠલવાઇ રહ્યાં છે. આ બધી વસ્તુઓથી જેમ બજાર ભરેલું પડ્યું છે તેમ, આપણું ઘર પણ આમાંની ઘણી ચીજવસ્તુઓથી ભરાઇ ગયું છે. એટલા માટે જ, આધુનિક યુગને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે.*