Monday, July 15, 2019

પાકિસ્તાનનું ઓપરેશન દ્વારકા -- Pakistan's Operation Dwarka

🛡⚔🛡⚔🛡⚔🛡⚔🛡⚔🛡⚔
*🔲▪️પાકિસ્તાનનું ઓપરેશન દ્વારકા🔻*
🛡⚔🛡⚔🛡⚔🛡⚔🛡⚔🛡⚔
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

*➡️તમને ખબર છે કે દ્વારકા પર પાકિસ્તાને ક્યારે હુમલો કર્યો હતો અને કેમ? તથા ત્યાં કેવી ખાનાખરાબી સર્જાઈ હતી?*

*➡️1965ના યુદ્ધમાં પાકિસ્તાની નૌકાદળે સાતમી સપ્ટેમ્બરે ગુજરાતના દ્વારકા પર હુમલો કર્યો હતો. ભારતીય નૌકાદળે તેના દાંત ખાટા કર્યા હોવા છતાં પાકિસ્તાન નેવી આ દિવસને ધામધૂમથી ઉજવે છે.*

*➡️1965ની 7 સપ્ટેમ્બરે ભારત-પાક યુધ્ધ સમયે પાકિસ્તાન નેવીએ ઓપરેશન દ્વારકા હેઠળ ગુજરાતના દ્વારકા પર હુમલો કર્યો હતો.*
*⛴🚤🛥➡️પાકિસ્તાને પી.એન.એસ બાબર, ખૈબર, બદર, જહાંગીર, આલમગીર, શાહજહાન, ગાઝી તથા ટીપુ સુલતાન જેવી શીપને દ્વારકા પર હુમલો કરવા રવાના કરી હતી.*
➡️ભારત પાક યુધ્ધ સમયે ભારત પાકિસ્તાન પર હાવી થઈ રહ્યું હતું. તેથી ભારત પર દબાણ ઉભુ કરવા પાકિસ્તાને તેની નજીકમાં રહેલા અને ત્વરીત હુમલો કરી શકાય તેવી સ્થાન તરીકે દ્વરકાના બંદરની પસંદગી કરી કે જે કરાચીથી 200 કીલોમીટર જ દૂર હતું. 
🛳⛴➡️પાકિસ્તાની વોર શીપે દ્વારકા બંદરે વિવિધ સ્થાનો પર 350 જેટલા બોમ્બ હુમલા કર્યા અને ભારે ખાનાખરાબી સર્જી હતી. 
➡️➡️આ હુમલામાં 49 લોકોના મોત થયા હતા. સાથે દ્વારકા શહેર, ભારતીય નેવલ બેઝ, નેવલ એર સ્ટેશન સહિતના વિસ્તારોને નૂકશાન થયું હતું…

➡️➡આ હુમલા અને વોર બાદ ભારતીય નેવીએ ઘમા સુધારા કર્યા, કારણ કે યુધ્ધ વખતે આ નેવલ બેઝના કેટલાક શીપ છેક મુંબઈ તરફ ગયા હતા. 
*⏩⏩પાકિસ્તાનના અચાનક હુમલા સમયે તે તરત પરત ફરી શક્યા ન હતા. તેથી યુધ્ધ બાદ જે તે નેવલ બેઝની શીપને અમૂક સિમિત અંતર સુધીજ મોકલવાની મર્યાદા નક્કી કરવામાં આવી. મહત્વનું છે કે 1965ના આ યુધ્ધમાં પાકિસ્તાનની કારમી હાર થઈ હતી.*

*🎯💠👉૧૯૬૫ના યુદ્ધમાં નૌકાદળોની કાર્યવાહી મોટા પ્રમાણમાં ન વપરાઈ. સપ્ટેમ્બર ૭ ના રોજ પાકિસ્તાની નૌકાદળના કાફલાએ ભારતીય નૌકાદળના દ્વારકા, ગુજરાત નજીકના રડાર મથક પર તોપમારો કર્યો. ઓપરેશન દ્વારકાને કેટલાક નિષ્ણાત નોંધપાત્ર માને છે.જ્યારે કેટલાક માત્ર રંજાડ કરતી કાર્યવાહી ગણે છે. આ હુમલાને કારણે ભારતીય સંસદમાં હોબાળો થયો અને યુદ્ધ બાદ ભારતીય નૌસેનાનું આધુનિકિકરણ કરાયું.*

*🎯👉🔰પાકિસ્તાનના દાવા અનુસાર પાકિસ્તાની પનડુબ્બી ગાઝીએ આઈએનએસ વિક્રાન્તને બોમ્બે ખાતે સમગ્ર યુદ્ધ દરમિયાન ગોંધી રાખ્યું. જોકે ભારતના દાવા અનુસાર ભારત નૌકાયુદ્ધ શરૂ કરવાના મતનું ન હતું માટે વિક્રાન્તને સામેલ નહોતું કરાયું. જોકે એક દાવા અનુસાર વિક્રાન્ત સમારકામ હેઠળ હતું અને પાકિસ્તાનના કેટલાક નિષ્ણાતો અનુસાર ભારતનો ૭૫ ટકા નૌકાકાફલો સમારકામ હેઠળ હતો.*

*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*
〰〰〰〰〰〰〰〰〰〰〰
🎯🔰👉સિરક્રીકમાં પાકિસ્તાને તેની બાજુએ ઈકબાલ બાજવા ચોકીને મજબૂત કરવા પગલાં લીધાં છે. ત્યાં ચોકી પહેરો કરતાં રેન્જર્સની સંખ્યા પંદરથી વધારી ૫૦ કરી નાંખી છે. આ જવાનોની ટુકડી સાથે જોડાયેલી તેમની 'ડોલ્ફીન' નામની સાગર પાંખની સ્પીડ બોટો પણ બાજવા ચોકીની જેટ્ટી આસપાસ ગોઠવાઈ ગઈ છે. બીજી તરફ ભારતીય નૌકાદળ અને હવાઈદળે આ વિસ્તારમાં પાકિસ્તાની ઘૂસપેઠનો જડબાતોડ જવાબ આપી શકાય એટલા માટે કામચલાઉ હેલિપેડ બનાવ્યા છે. જરૃર પડે એટેક હેલિકોપ્ટરો મોકલીને પાક. ઘૂસણખોરોના પ્રયાસ નાકામિયાબ બનાવી શકાય.

બીજી તરફ દ્વારકાના દરિયાઈ વિસ્તારમાંથી ૧૦થી વધુ આતંકીઓ ઘૂસ્યાના સમાચાર મળ્યા પછી સ્થાનિક પોલીસે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઐતિહાસિક સોમનાથ મંદિર પણ આતંકીઓના નિશાને હોવાની બાતમીને પગલે દરિયામાં પેટ્રોલીંગ વધારાયું છે. દ્વારકાધીશ જગતમંદિરના ઈતિહાસમાં પ્રથમવાર અંદરના પરિસરમાં હથિયારધારી કમાન્ડોની નિયુક્તિ કરવામાં આવી છે. ઉપરાંત દ્વારકા જિલ્લાના સમુદ્રી કાંઠે આવેલા ૨૪ ટાપુઓ પર પૂર્વ પરવાનગી વગર કોઈપણ વ્યક્તિને નહીં જવા બાબતે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડયું છે.

કચ્છ સરહદે તહેનાત કરવામાં આવેલા મિલિટરી કમાન્ડરો મુખ્ય ત્રણ પ્રકારના છે : એક, જેમણે કારગિલનો અનુભવ મેળવ્યો છે, બે, જેઓ ડેઝર્ટ સર્વાઇવલ કોર્સમાં ઉત્તીર્ણ થયેલા છે, ત્રણ જેઓ સીધી અથડામણના વિસ્તારોમાં અને ઘમસાણ લડાઇની સ્થિતિમાં વ્યૂહાત્મક ગતિવિધિઓના અનુભવી અને નિષ્ણાતો છે. સીમા સુરક્ષા દળના એક જવાને જણાવ્યું હતું કે છેલ્લાં ૨૦ વર્ષમાં સૌ પ્રથમવાર કચ્છની સરહદને આટલી જડબેસલાક જાપ્તાવાળી બનાવાઇ છે.

No comments:

Post a Comment