Monday, July 15, 2019

ઓણમ --- Onam

💐🙏💐🙏💐🙏💐🙏💐
💠💠💠ઓણમ💠💠
💐👏💐👏💐💐💐👏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમના પાવન પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “બધાને ઓણમની શુભેચ્છાઓ. આ પાવન પર્વ આપણા સમાજમાં આનંદ, સંવાદિતતા અને સુખાકારીને સમૃધ્ધ બનાવે એવી આશા.”

*⭕️👉ઓણમ એ દક્ષિણ ભારતના રાજ્ય કેરળનો સૌથી મોટો ઉત્સવ છે.*
*⭕️👉આ ઉત્સવ મલયાલી કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ચિંગમ (ઓગસ્ટ-સપ્ટેમ્બર)માં દંતકથારૂપ રાજા મહાબલિના ઘેર પરત આવવાના પ્રસંગને યાદ કરવા માટે ઉજવાય છે.* 
*🙏👉આ ઉજવણી દસ દિવસ સુધી ચાલે છે અને તે કેરળની સંસ્કૃતિ અને પરંપરાના ઘણા ઘટકો સાથે જોડાયેલી છે.* 
⭕️👉અટપટી ફૂલોની જાજમ, વિવિધ વાનગીઓ સાથેનું જમણ, 🛥🚤હોડીઓની સ્પર્ધા અને કઇકોટ્ટિકલી નૃત્ય એ આ તહેવારમાં રંગત જમાવે છે. આ તહેવાર માટે, લોકો નવા કપડા પહેરે છે: 
પુરૂષો શર્ટ અને મુન્ડુ (ઓફ-વ્હાઇટ રંગની લાંબી લુંગી), સ્ત્રીઓ મુન્ડુ, નરિયાથું તરીકે ઓળખાતી ગોલ્ડ પટ્ટી વાળી પોષાક. છોકરીઓ પાવડા તરીકે ઓળખાતું સ્કર્ટ, અને બ્લાઉઝ પહેરે છે. 
*🔰👉ઓણમ એ કેરળમાં કાપણીનો તહેવાર છે.*

*♻️♻️💠ઓણમ એ ખૂબ પ્રાચિન ઉત્સવ છે હજુ આજના આધુનિક સમયમાં જ પણ તે ઉજવાય છે. કેરળનો ચોખાની લણણીનો તહેવાર અને મલયાલમ મહિના ચિંગમમાં આવતા રેઇન ફ્લાવરના તહેવારને રાજા માવેલિની પાથાલમની વાર્ષિક મુલાકાત તરીકે ઉજવવામાં આવે છે. પ્રાચિન સમયથી રાજા માવેલિને કેરળના લોકો દ્વારા આદરભાવ આપવામાં આવે છે ત્યારથી ઓણમ એક અનોખો તહેવાર છે.*

*દંતકથા પ્રમાણે, રાજા મહાબલિના શાસનકાળ દરમિયાન કેરળનો સૂવર્ણયુગ હતો. રાજ્યના તમામ લોકો આનંદી અને સુખી હતા અને રાજા ખૂબ જ માન ધરાવતો હતો. આ બધા જ ગુણો ઉપરાંત, મહાબલિ ફક્ત એક દુર્ગુણ ધરાવતો હતો. તે અહંકારી હતો. આમ છતાં, મહાબલિ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોને કારણે, ભગવાને તેને એક વરદાન આપ્યું હતું કે જેથી તે તેના લોકોને વર્ષે એક વાર મળી શકે કે જેમની સાથે તે મનથી જોડાયેલો હતો. આ મહાબલિની તે મુલાકાત છે જેને પ્રત્યેક વર્ષે ઓણમ તરીકે ઉજવવામાં આવે છે. લોકો ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરે છે અને તેમના માનીતા રાજાને સંદેશો આપે છે કે તેઓ ખુશ છે અને તેઓ શુભેચ્છા પણ પાઠવે છે. દસ દિવસ સુધી ચાલતી આ ઉજવણીમાં કેરળનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેના શ્રેષ્ઠ સ્વરૂપમાં ખીલી ઉઠે છે. થિરૂઓણમને દિવસે તૈયાર કરવામાં આવતી ઓનાસાડ્યા નામની મહાભોજનની મિઠાઇ ઓણમની ઉજવણીનો સૌથી મહત્વનો ભાગ છે. તે ભોજનમાં નવ અલગ પ્રકારની વાનગીઓ હોય છે અને તેમાં 11 થી 13 આવશ્યક ડીશનો સમાવેશ થાય છે. ઓનાસાડ્યાને કેળના પત્તા પર પિરસવામાં આવે છે અને ભોજન આરોગવા માટે લોકો જમીન પર સાદડી પાથરીને બેસે છે.*

*💠ઓણમની અન્ય આકર્ષક બાબત સર્પાકારની હોડીની સ્પર્ધા એટલે કે વલ્લમકાલિ છે, જે 🌊🌊🌊પમ્પા નદી💧💧 પર યોજાય છે.* એકસાથે ઘણા બધા નાવિકો ગીતો ગાતા શણગારેલી હોડીને ચલાવતા હોય અને પ્રેક્ષકો તેમને ઉત્સાહ આપતા હોય તે દ્રશ્ય ખૂબ જ આહલાદક છે. ઓણમના દિવસે સંયુક્ત રીતે રમત રમવાનો પણ રિવાજ છે, જેને ઓનાકાલિકલ તરીકે ઓળખવામાં આવે છે. *પુરૂષો તલપ્પાન્થુકાલિ (દડા સાથેની રમત), અમ્બેય્યાલ (તીરંદાજી), કુટુકુટુ અને કાય્યાન્કાલિ અને અટ્ટકાલમ જેવી લડાઇ સ્પર્ધા જેવી ભારે રમતો રમે છે. મહિલાઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તેઓ રાજા મહાબલિને આવકારવા માટે તેમના ઘરના આંગણામાં જટીલ રીતે બનાવવામાં આવેલી ફુલોની સાદડી, પૂકાલમ બનાવે છે. ઓણમના દિવસે મહિલાઓ કઇકોટ્ટિ કાલિ અને થુમ્બી થુલ્લાલ જેવા બે મનમોહક નૃત્યો કરે છે.* કુમ્માટ્ટિ કાલિ અને પુલિકાલિ જેવા લોકગીતો પરનું નૃત્ય ઉજવણીના ઉલ્લાસમાં વધારો કરે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠👉ઓણમની ખૂબ મહત્ત્વાની બાબતોમાં બે વસ્તુઓનો સમાવેશ થાય છે, ઓનાક્કોડિ , આ દિવસે પહેરવામાં આવતા નવા વસ્ત્રો અને ઓણમ સાદયા , જે આ દિવસે ખાવામાં આવતી મિઠાઇ છે. 👉👉સામાન્ય રીતે મિઠાઇને કેળના પત્તા પર ભાતની સાથે પીસરવામાં આવે છે અને તેને 4 વસ્તુઓની સજાવવામાં પણ આવે છે. પરંપરાગત અથાણા અને પાપડમ પણ પીરસવામાં આવે છે. મધુર વાનગીમાં મોટે ભાગે 'પયાસમ' હોય છે, જે દૂધ, ખાંડ અને અન્ય ભારતીય પરંપરાગત વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોય છે. ઓણમ દરમિયાન, લોકો વિવિધ રંગના ફુલોથી તેમના ઘરની સામે સુશોભન કરે છે, જેને પૂક્કાલમ કહેવામાં આવે છે. યુવાન બાળકો અને વિશેષરૂપે છોકરીઓને ફૂલોને એકઠા કરવાની અને તેને સરસ રીતે ગોઠવવાની કામગીરી સોંપવામાં આવે છે. 
🌼🌸ફૂલોની આ રચના બનાવવાની સ્પર્ધા પણ ઓણમના દિવસે યોજવામાં આવે છે. તે સામાન્ય રીતે ગોળાકારમાં 1.5 મિટરનો ઘેરાવો ધરાવતી હોય છે. ડિઝાઇનના ભાગરૂપે દિવડો પણ મુકવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં, ફૂલોની ડિઝાઇનમાં કેરળના જીવનના સાંસ્કૃતિક અને સામાજિક પાસાઓને પણ દર્શાવતી પારંપરિક ગોળાકાર રચનાનો સમાવેશ કરવામાં આવે છે.

🛳⛴🚤🛥⛵️⛵️⛵️વલ્લમકાલિ (સર્પાકાર હોડીની સ્પર્ધા) પણ ઓણમનુંએક અભિન્ન અંગ છે. જાણીતી સ્પર્ધાઓમાં અરણમુલા બોટ રેસ અને નેહરૂ ટ્રોફિ બોટ રેસનો સમાવેશ થાય છે. આશરે 100 હલેસા મારનારા વિશાળ અને સુશોભિત સર્પાકાર હોડીઓનો ચલાવે છે અને નજીક તેમજ દૂરના વિસ્તારોમાંથી પુરૂષો અને સ્ત્રીઓ પાણીમાં સરકતી હોડીઓનો નિહાળવા આવે છે. જેમ હિન્દુઓ ગણેશ ચતુર્થીની ઉજવણી સમયે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે તેવી જ રીતે ઓણમ દરમિયાન કેરળવાસી હિન્દુઓ થ્રીક્કાકરી અપ્પન (વામનના સ્વરૂપમાં વિષ્ણુ)ની ઘરમાં સ્થાપના કરે છે. 🎯💠આ તહેવાર કેરળના બધા જ સમુદાયોમાં લોકપ્રિય હોવાથી પણ ખૂબ મહત્વ ધરાવે છે. ઓણમનો તહેવાર હિન્દુ ધર્મ સાથે જોડાયેલો હોવા છતાં, આજે કેરળમાં હિન્દુઓ, મુસ્લીમો, અને ખ્રિસ્તીઓ દ્વારા એકસમાન ભાવનાથી ઉજવવામાં આવે છે. ઉજવણી દરમિયાન, કેરળના હિન્દુ મંદિરોમાં ઘણા દિવડાઓ પ્રગટાવવામાં આવે છે.
👉મંદિરોની સામે તાડનું વૃક્ષ ઉભું કરવામાં આવે છે અને જેની આસપાસ લાકડાની થાંભલીઓ કરીને તેને સૂકા તાડના પાંદડાઓથી ઢાંકવામાં આવે છે.મહાબલિ બલિદાન આપીને નરકમાં ગયા તે દર્શાવવા માટે તેને મશાલથી બાળી નાખવામાં આવે છે.

🎯ઓણમની ઉજવણી અથમ દિવસની શરૂ થાય છે, જે ઓણમના 10 દિવસ પહેલા આવે છે. મહાબલિ અને વામન (વિષ્ણુનો અવતાર)ને દર્શાવતા માટીના ઢગલા કે જે આકારમાં ચોરસ પિરામીડ જેવા દેખાય છે તેને ઘરની સામે છાણથી લીપવામાં આવેલા આંગણામાં મુકવામાં આવે છે અને તેને ફુલોથી સુંદર રીતે શણગારવામાં આવે છે. એકઠા કરેલા ફુલો સાથે એક કે બે જાતના પાંદડાઓને ચૂંટીને સુશોભનના માધ્યમથી એક કાર્પેટ બનાવવામાં આવે છે જે 'ઓનાપૂક્કાલમ' તરીકે ઓળખવામાં તે કલાના પ્રાવિણ્યનું એક ઉત્કૃષ્ટ કાર્ય છે અને તેના ઉચ્ચ પ્રકારની કારિગરી અને કૌશલ્યની જરૂર પડે છે. (આ જ રીતે ઉત્તર ભારતીયો તેની જેમ "રંગોલી" બનાવે છે જેમાં વિવિધ રંગના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે.) આ પૂર્ણ થયા બાદ નાના તોરણ સાથેનો પંડાલ બનાવવામાં આવે છે. આ તહેવારના મહત્વના ભાગની શરૂઆત કેટલાસ સ્થાનો પર થિરૂવોણમ દિવસે અને અન્ય સ્થાનો પર ઉથરદમ તરીકે ઓળખાતા આગલા દિવસે થાય છે. રાજા મહાબલિ થિરૂવોણમ દિવસે પ્રત્યેક મલયાલિના ઘેર જઇને લોકોને મળે છે તેમ મનાય છે. ઘરોને સ્વચ્છ રાખી ફુલો તથા પરંપરાગત દિવડાઓથી તેને સજાવવામાં આવે છે. ફટાકડાના અદભૂત પ્રદર્શનથી પાટનગર થિરૂવનંથપુરમ સાક્ષાત પરિલોકમાં ફેરવાઇ જાય છે. પ્રત્યેક ઘરોમાં ભપકાદાર મિઠાઇઓ બનાવવામાં આવે છે. દરેક કુટુંબનો વડીલ સભ્ય કુટુંબના પ્રત્યેક સભ્યને વસ્ત્રોની ભેટ આપે છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આ રાષ્ટ્રીય તહેવારને તેની પરિસ્થિતી પ્રમાણે ઉજવે છે.

ઓણમ "ચિંગમ" મહિનામાં આવે છે જે મલિયાલમ કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો છે. રાજા મહાબલિને આવકારવા માટે લોકો તેમના ઘરોની આગળ ફુલોની ચાદર પાથરે છે. ફુલોની પથારીના સુશોભન માટે સ્પર્ધા થાય છે; સમગ્ર વિશ્વના કેરાલિયનો આ દસ દિવસને ભવ્યતા અને ઉલ્લાસથી ઉજવે છે. તેઓ નવા વસ્ત્રો પહેરે છે, શક્ય તેટલા મંદિરે દર્શન કરવા જાય છે, થિરૂવધીરા કાલિ થુમ્બી ટુલ્લાલ વગેરે જેવા નૃત્યો પણ કરે છે. થિરૂવોણમ દિવસે ભવ્ય ભોજન એ સૌથી મહત્વની બાબત છે, જેને બીજી ઓણમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ કોઇ પણ ભોગે ભવ્ય ભોજન (સાદયા )ના કાર્યક્રમને ચૂકશે નહીં. મલયાલમમાં એક કહેવત છે કે "કાનમ વિટ્ટુમ ઓણમ ઉન્નાનમ" એટલે કે "આપણે બધી જ સંપત્તિ વેચી દેવી પડે તો પણ થિરૂવોણમ ભોજન ચૂકવું જોઇએ નહીં" જે થિરૂવોણમ દિવસે ભવ્ય ભોજનનું મહત્વ દર્શાવે છે. ઓણમની ઉજવણી વિવિધ સ્થળોએ વિવિધ સાંસ્કૃતિક વિચારધારાઓને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે છે. અથચમાયમ - ચિંગમ ના અથમ દિવસે એર્નાકુલમ - કોચી નજીક થિપુનીથુરાના વૈભવી નગરમાં એક સાંસ્કૃતિક રેલી નીકળે છે, જે ઓણમની ઉજવણીની શરૂઆત પણ ગણાય છે. થ્રીક્કાકારામાં આવેલા વામનામૂર્તિ મંદિરનો વાર્ષિક સમારોહ ઓણમની સાથે જ હોય છે. આ મંદિર વામન|ભગાવન વામનને અર્પણ કરવામાં આવ્યું છે અને તે ઓણમના પૌરાણિક મહાત્મ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. ઓણમ પૂક્કાલમને ધર્મનિરપેક્ષતાનું પ્રતિક મનાય છે. વિવિધ પ્રકારના ફુલો એકસાથે અદભૂત દેખાતા પૂક્કાલમની રચના કરે છે. કે જેથી તે રાજા મહાબલિના શાસનકાળ સમયના સારા દિવસોનું પ્રતિબિંબ પાડી શકે. કેરળના લોકો માટે અથમથી થિરૂવોણમ સુધી વિશેષરૂપે બાળકો માટે પૂક્કાલમ બનાવવા એ ખૂબ આનંદની વાત છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment