Monday, July 15, 2019

ડોકલામ વિવાદ --- Doklam controversy

🛡🛡🛡🛡🛡🛡🛡🛡🛡
*ડોકલામ વિવાદ*
🛡🛡🛡🛡🛡🛡🛡🛡🛡🛡
🎯👉 મિત્રો ભારત અને ચીન વચ્ચે છેલ્લા સોમવારે 72 દિવસ પછી ડોકલામ વિવાદ ખતમ થઇ કર્યો... આ સમાચાર આપ લોકોએ છેલ્લા અઠવાડિયાના ન્યુઝ પેપર માં વાંચ્યા હશે.. છતાં ભી એક વાર પુનરાવર્તન કરી લઇએ....

બંને દેશો ડોકલામથી પોતપોતાના જવાનોને પાછા હટાવવા માટે રાજી થઇ ગયા. આના જ આધારે ડોકલામથી જવાનોની પીછેહઠ *'પરસ્પરની સંમતિ' અને 'એકસાથે'* પરંતુ તબક્કાવાર રીતે થશે. ચીને વિસ્તારમાં પેટ્રોલિંગની વાત કરી છે. તે ડોકલામમાં રોડ બનાવવાનું રોકશે કે નહીં, તેના પર પણ ચીને કશું નથી કહ્યું. માનવામાં આવી રહ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે ડોકલામ વિવાદ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો હતો. જુલાઈમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની 90મી એનિવર્સરીના પ્રોગ્રામમાં જિનપિંગે કહ્યું હતું કે ચીન કોઇપણ ઘૂસણખોરને હરાવવાની તાકાત રાખે છે. ડોકલામ પર ઘણીવાર ચીને ધમકી પણ આપી. તે પછી ડોકલામમાં સેનાને પાછી ખેંચવાનો તેમનો ફેંસલો ચોંકાવનારો છે. આવનારા દિવસોમાં મહત્વની ઘટનાઓ ઘટવાની છે. તેને ધ્યાનમાં રાખીને જિનપિંગ કોઇ વિવાદ નથી ઇચ્છતા.

💠ભારત અને ચીન વચ્ચે સોમવારે 72 દિવસ પછી ડોકલામ વિવાદ ખતમ થઇ ગયો. બંને દેશો ડોકલામથી પોતપોતાના જવાનોને પાછા હટાવવા માટે રાજી થઇ ગયા. આના જ આધારે ડોકલામથી જવાનોની પીછેહઠ 'પરસ્પરની સંમતિ' અને 'એકસાથે' પરંતુ તબક્કાવાર રીતે થશે. ચીને વિસ્તારમાં પેટ્રોલિંગની વાત કરી છે. તે ડોકલામમાં રોડ બનાવવાનું રોકશે કે નહીં, તેના પર પણ ચીને કશું નથી કહ્યું. માનવામાં આવી રહ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે ડોકલામ વિવાદ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો હતો. જુલાઈમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની 90મી એનિવર્સરીના પ્રોગ્રામમાં જિનપિંગે કહ્યું હતું કે ચીન કોઇપણ ઘૂસણખોરને હરાવવાની તાકાત રાખે છે. ડોકલામ પર ઘણીવાર ચીને ધમકી પણ આપી. તે પછી ડોકલામમાં સેનાને પાછી ખેંચવાનો તેમનો ફેંસલો ચોંકાવનારો છે. આવનારા દિવસોમાં મહત્વની ઘટનાઓ ઘટવાની છે. તેને ધ્યાનમાં રાખીને જિનપિંગ કોઇ વિવાદ નથી ઇચ્છતા.

*🔰આ છ કારણોથી પાછળ હટ્યું ચીન🔰*

*1) ભારત ક્યાંક BRICS નો બોયકોટ ન કરી દે*

- નરેન્દ્ર મોદીએ આગામી અઠવાડિયે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા) સમિટમાં ભાગ લેવા માટે બેઇજિંગ જવાનું છે. જો આ વિવાદને કારણે તેઓ ત્યાં ન જાય તો ચીન માટે તે આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ મોટું નુકસાન માનવામાં આવતું.
- ભારતે સોમવારે વિવાદ ઉકેલાયા બાદ મંગળવારે સત્તાવાર રીતે મોદીની ચીન વિઝિટની જાહેરાત કરી છે. 
- બ્રિક્સ સમિટ એટલા માટે પણ ખાસ છે, કારણ કે ભારતે મેમાં વન બેલ્ટ-વન રોડ (OBOR) સમિટમાં ભાગ નહોતો લીધો. ભારતનો તર્ક હતો કે ચીન-પાક કોરિડોર પીઓકેમાંથી પસાર થશે. આ ભારતની સોવરેનિટી (સાર્વભૌમત્વ) માટે યોગ્ય નથી.
- ઉલ્લેખનીય છે કે 9મી બ્રિક્સ સમિટ 3થી 5 સપ્ટેમ્બર સુધી ચીનના શિયામેનમાં થશે.

*2) ફરીથી સીપીસીનું સુકાન મળવાની આશા*

- કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના (સીપીસી)ની આવનારા મહિનાઓમાં 19મી નેશનલ કોંગ્રેસ થવાની છે.
- રાષ્ટ્રપતિ શી જિનપિંગને આશા છે કે સીપીસીના મહાસચિવ તરીકે તેમને પાંચ વર્ષનો બીજો કાર્યકાળ મળશે.
- જિનપિંગ તે કોર ગ્રુપને ચૂંટશે જે આગામી પાંચ વર્ષ દેશને ચલાવવામાં તેમની મદદ કરશે. જો સીમા વિવાદ આગળ વધે તો તે તેમની મુશ્કેલીઓ વધારી શકતો હતો.

*3) બોર્ડર પર ભારતે સેના વધારી, ભૂટાનનો મળ્યો સાથ*

- ડોકલામ વિસ્તારમાં ચીનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું છે. ભારત પણ આ અંતરને ભરી રહ્યું છે.
- ભારતે ચીનને અડીને આવેલા સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશના 1400 કિલોમીટર લાંબા સિનો-ઇન્ડિયા બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી દીધી હતી. સરકારના જણાવ્યા પ્રમાણે, દેશની પૂર્વીય સરહદ પર સેના માટે એલર્ટ લેવલ વધારી દેવામાં આવ્યું હતું. ડોકલામમાં પહેલેથી જ 350 આર્મીના સૈનિકો તહેનાત હતા.
- ભૂટાનના જણાવ્યા પ્રમાણે, ડોકલામમાં તેમનો વિસ્તાર પણ આવે છે. ચીન તેમના વિસ્તારમાં સડક બનાવવાની કોશિશ કરી રહ્યું હતું. ભૂટાનની વિનંતી પર જ ભારતીય જવાનો ત્યાં પહોંચ્યા અને ચીની સૈનિકોને રોક્યા હતા.

*4) યુદ્ધથી વધુ નુકસાન થશે, જીતશે કોઇ નહીં*

- જો ભારત-ચીન વચ્ચે યુદ્ધ થાત તો બંને દેશોને ભારે નુકસાન થઇ શકતું હતું. યુદ્ધ લાંબું ચાલી શકતું હતું. બંનેમાંથી કોણ જીતશે, તેને લઇને અસમંજસ હતી.
- વિવાદ દરમિયાન અરૂણ જેટલીએ કહ્યું હતું કે પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે. 1962વાળું ભારત હવે રહ્યું નથી. 

*5) ભારતને મળ્યો જાપાન અને અમેરિકાનો સાથ*

- ચીને ડોકલામ પર કોઇ સમાધાન નહીં કરવાની જીદમાં પોતાને કેદ કરી લીધું હતું, જેમાંથી નીકળવાનો આ જ રસ્તો હતો.
- બેઇજિંગ સાર્વજનિક રીતે એવું સ્વીકાર કરવા નહોતું માગતું કે તેઓ આ મામલે પાછળ હટી ગયા છે. જોકે, હજુ તેમણે આ મામલે સત્તાવાર નિવેદન નથી આપ્યું.
- અમેરિકા પણ પહેલા કહી ચૂક્યું છે કે તેઓ ડોકલામમાં પહેલા જેવી પરિસ્થિતિને સપોર્ટ કરે છે. જાપાને પણ ભારતનો સપોર્ટ કર્યો.

*6) ભારત વિરુદ્ધ ચીનની થ્રી વોરફેયર્સ સ્ટ્રેટેજી નિષ્ફળ*

- થ્રી વોરફેયર્સ સ્ટ્રેટેજી હેઠળ ચીને ભારતને ઘણી ધમકીઓ આપી. વીતેલા 2 મહિનાઓમાં આપવામાં આવેલી ધમકીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ મહત્વ ન મળ્યું. આ માટે ચીને પોતાના વિદેશ મંત્રાલય અને સરકારી મીડિયાનો ઉપયોગ કર્યો.
- ભારત વિરુદ્ધ આ મનોવૈજ્ઞાનિક જંગમાં તેને જીત ન મળી. ઉલ્લેખનીય છે કે ચીને ફિલિપાઇન્સ સાથે આ જ રણનીતિ અપનાવી હતી.
- તેનું જ પરિણામ હતું કે UNCLOS (સંયુક્ત રાષ્ટ્રની સમુદ્રી કાયદાકીય સંધિ)માં ચીન વિરુદ્ધ ઐતિહાસિક જીત છતાં ફિલિપાઇન્સને ઝૂકવું પડ્યું હતું. 

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*👁‍🗨👁‍🗨👁‍🗨શું હતો ડોકલામ વિવાદ?*

*16મી જૂને ઇન્ડિયન ટ્રુપ્સે ડોકલામ એરિયામાં ચીનના સૈનિકોને સડક બનાવતા અટકાવ્યા હતા ત્યારે વિવાદ શરૂ થયો હતો. જોકે, ચીન કહે છે કે તે પોતાના વિસ્તારમાં સડક બનાવી રહ્યું છે. એરિયાનું નામ ભારતમાં ડોકા લા છે જ્યારે ભુતાનમાં તેને ડોકલામ કહેવામાં આવે છે. ચીન દાવો કરે છે કે તેનો ડોંગલાંગ રિજનનો ભાગ છે. ભારત-ચીનની જમ્મુ-કાશ્મીરથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી 3488 કિમી લાંબી સરહદ છે. તેનો 220 કિમી ભાગ સિક્કીમમાં આવે છે.*

*💠💠72 દિવસો પછી આવ્યો મુદ્દાનો ઉકેલ*

- 16 જૂને શરૂ થયેલા ડોકલામ વિવાદનો 72 દિવસો પછી ઉકેલ આવ્યો છે. ભારત-ચીન વચ્ચે જવાનોનું *‘ડિસએન્ગેજમેન્ટ’* કરવા પર સંમતિ સધાઇ. ચીને બોર્ડર પરથી રોડ બનાવવાના ઇક્વિપમેન્ટ્સ અને બુલડોઝર્સ હટાવી લીધા. ભારતે પણ ત્યાંથી પોતાના સૈનિકો હટાવી લીધા.

*ફેંસલાના 4 પાસા*

*1) મહત્વ👇👇👇*

*- નરેન્દ્ર મોદીએ બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા) સમિટમાં ભાગ લેવા માટે બેઇજિંગ જવાનું છે. જો આ વિવાદને કારણે તેઓ ત્યાં ન જાય તો ચીન માટે તે આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ મોટું નુકસાન માનવામાં આવતું. બ્રિક્સ સમિટ એટલા માટે પણ ખાસ છે, કારણકે ભારતે મેમાં વન બેલ્ટ-વન રોડ (OBOR) સમિટમાં ભાગ નહોતો લીધો.*
*- ભારતે ડોકલામમાં 350 જવાનો તહેનાત કર્યા હતા. ચીન ડોકલામમાં સડક બનાવવા માંગતું હતું. ભારત અને ભૂટાન તેનો વિરોધ કરી રહ્યા હતા. અહીંયા ત્રણ દેશોની સરહદો મળે છે એટલે તેને ‘ટ્રાઇજંક્શન એરિયા’ કહેવામાં આવે છે.*

*2) ચીનનું વલણ*

*- ચીનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ આ મામલામાં એડજસ્ટમેન્ટ્સ કરશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે ભારતે 28 ઓગસ્ટની બપોરે પોતાના જવાનોને પાછા બોલાવી લીધા. તેમણે કહ્યું કે આ અમારા સાર્વભૌમત્વનો મામલો છે અને ચીન આ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ રાખશે.*
*- જોકે, તેમણે એ સવાલનો જવાબ ન આપ્યો કે આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે બંને દેશોની વચ્ચે કોઇ પરસ્પર સંમતિ સધાઇ છે. તેમણે કહ્યું કે ચીન જમીની હકીકતને જોઇને જ એડજસ્ટમેન્ટ કરશે.*

*🇮🇳🇮🇳🇮🇳3) ભારતનું વલણ🇮🇳🇮🇳*

*- ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, વિવાદ શરૂ થયા પછી બંને દેશોની વચ્ચે ‘ડિપ્લોમેટિક કોમ્યુનિકેશન’ ચાલુ હતુ. બંનેએ પોતપોતાની ચિંતા દર્શાવી. હિતો વિશે પણ વાત થઇ. વિદેશ મંત્રાલયના નિવેદનમાં સ્પષ્ટ રીતે એમ નથી કહેવામાં આવ્યું કે બંને દેશોની સેનાઓ ડોકલામમાંથી હટાવવામાં આવશે.*
*- ભારતના વિદેશ મંત્રાલયને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે ચીને કોઇ રાહત આપવાની ના પાડી છે. તેના પર વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું- સમાધાનનો અર્થ જ એ છે કે બંને દેશ સેનાઓ હટાવશે. જો ભારતે જ સેના હટાવવાની હોત તો પછી સમાધાન કેવું?*

*4) અસમંજસ👇👇👇*

- ચીને એડજસ્ટમેન્ટની વાત તો કરી છે, પરંતુ સડક બનાવવાને લઇને તેણે કોઇ નિવેદન નથી આપ્યું. મૌન સાધ્યું છે.
- આ ઉપરાંત, ચીને કહ્યું છે કે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતું રહેશે. પોતાના સૈનિકો પાછા બોલાવવાને લઇને પણ તેણે કોઇ વાત સ્પષ્ટ રીતે કહી નથી. જ્યારે સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું છે કે ચીને ડોકલામમાંથી કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ હટાવી લીધા છે. 

*આ ચીન કરતા ભારતની મોટી જીત કેમ છે?*

*1) ચીને થોપી હતી શરતો*

- ચીને ઓગસ્ટની શરૂઆતમાં ડોકલામ વિવાદ પર 15 પેજ અને 2500 શબ્દોમાં નિવેદન રજૂ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે જૂનમાં ભારતના 400 જવાન તેમના વિસ્તારમાં રોડ કંસ્ટ્રક્શન અટકાવવા માટે ઘુસ્યા હતા. ભારતીય જવાનોએ ત્યાં તંબુ લગાવી દીધા હતા. ચીને ત્યારે દાવો કર્યો હતો કે, અત્યારે પણ ભારતના 40 સૈનિક અને એક બુલ્ડોઝર તેમના વિસ્તારમાં છે.
- ચીને ભારતને કહ્યું હતું કે, ભૂટાન તો બહાનુ છે. ભારત ભૂટાનના બહાને ચીનમાં દખલ દે છે. તેમણે તુરંત અને કોઈ પણ શરત વગર તેમના સૈનિકો પરત લેવા જોઈએ.

2) હવે ચીને પણ પરત લેવી પડશે તેમની સેના

અત્યાર સુધી ચીન ભારતને જ કહેતું રહ્યું છે કે, તેમણે તેમના સૈનિકો પરત લેવા પડશે, પરંતુ ભારતના વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલ નિવેદન ઈશારો કરે છે કે, ચીન પણ તેમના જવાનો ડોકલામથી પરત લેશે. એટલે કે માત્ર ભારત ઉપર જ જવાન પરત લેવાની

શરત થોપતું ચીને પણ હવે તેમની સેના પરત લેવા માટે રાજી થયું છે.

*3) અલગ સંકેત આપી રહ્યું છે ચીન*

- વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યા પછી ચીનના વિદેશ મંત્રાલયે બેઈજિંગમાં નિવેદન આપ્યું છે.

ભારતના દાવા કરતા અલગ ચીને કહ્યું છે કે, ભારતના જવાન ડોકલામથી પાછા હટી રહ્યા છે. પરંતુ ચીનના સૈનિકો તે જ વિસ્તારમાં રહેશે અને તેમને સોવરનિટી જાળવી રાખશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે, ચીને કહ્યું છે કે, તેઓ ડોકલામ વિસ્તારમાં તેમનું પેટ્રોલિંગ ચાલુ રાખશે.

😡😡ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ કહ્યું છે કે 70+ દિવસોથી વધુ સમય સુધી ખેંચાયેલા ડોકલામ વિવાદમાંથી ભારતે બોધપાઠ લેવો જોઇએ. પીએલએના સિનિયર કર્નલ વૂ કિયાને આ કમેન્ટ કરી છે. તેમણે એમપણ કહ્યું કે ચીનની મિલિટ્રી ડોકલામમાં તૈયાર રહેશે અને મજબૂતીથી પોતાના વિસ્તાર અને સાર્વભૌમત્વની (Sovereignty) રક્ષા કરશે.

ભારત સંધિઓ અને આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળ સિદ્ધાંતોનું પાલન કરે

- ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, વૂ કિયાને કહ્યું, “આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા તો જ જળવાઇ શકે, જ્યારે આખી ચીન-ભારત બોર્ડર પર શાંતિ અને સ્થિરતા હોય. તેની સાથે બોર્ડરની બંને તરફના લોકોનું સહિયારું હિત પણ જોડાયેલું છે.”
- “અમે ઇચ્છીએ છીએ કે ભારત આ વિવાદમાંથી બોધપાઠ લે અને સાથે જ આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળ સિદ્ધાંતોનું પાલન કરે. ભારત આખી સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે ચીનની સાથે મળીને કામ કરે. નવી દિલ્હીએ બંને દેશોની મિલિટ્રી વચ્ચે માહોલ વધુ સારો કરવાની બાબતને પ્રોત્સાહન આપવું જોઇએ.”
- ડોકલામમાં પોતપોતાની સેનાને પાછી બોલાવવાની સંમતિ ચીનમાં થઇ રહેલી BRICS સમિટ પહેલા થઇ છે. ફુઆન પ્રોવિન્સના શિયામેનમાં 3થી 5 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ 9મી સમિટમાં નરેન્દ્ર મોદી પણ ભાગ લહી રહ્યા છે..

*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099400723*

No comments:

Post a Comment