Saturday, July 20, 2019

પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા : ફેક્ટ ફાઈલ --- President of India: Fact File

⏱🎀🎊⏱🎀🎊⏱🎀🎊
*રાષ્ટ્રપતિની અવનવી માહિતી*
🎊🎀⏱🎊🎀⏱🎊🎀⏱🎊
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

માત્ર એક જ વાર રાષ્ટ્રપતિ ચૂંટાયા છે બિનહરીફ
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં વર્ષ ૧૯૫૨થી અત્યાર સુધી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં ફક્ત એક જ ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા છે. વર્ષ ૧૯૭૭માં રાષ્ટ્રપતિપદે નીલમ સંજીવ રેડ્ડી નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે કે. આર. નારાયણનને સર્વાધિક ૯,૫૬,૨૯૦ (નવ લાખ, છપ્પન હજાર, બસો નેવું) જેટલા મત મળ્યા હતા અને તેઓ ચૂંટણી જીતી ગયા હતા

*રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામઃ*

૧૯૫૨- ડૉ. રાજેન્દ્રપ્રસાદ તા. ૧૩ મેના રોજ રાષ્ટ્રપતિ બન્યા હતા જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા અને તેઓને પાંચ લાખ, સાત હજાર, ચારસો મત મળ્યા હતા.

૧૯૫૭- તા. ૧૩ મેના રોજ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેઓને ૪૫૯૬૯૮ મત મળ્યા હતા.

પાકિસ્તાની સિંધુ નું હિંદુ રજવાડું અમરકોટ --- Amarkot, the Hindu kingdom of the Sindhu of Pakistan

⭕️💠🎯🔰🔘⭕️💠🎯🔰🔘⭕️
*પાકિસ્તાની સિંધનું હિંદુ રજવાડું અમરકોટ*
👁‍🗨💠🎯🔰👁‍🗨💠🎯🔰👁‍🗨💠🎯

બહુ માન્યામાં આવે નહીં, પણ વાત જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જમ્મુ-કાશ્મીર વિશેની સંશોધન સંસ્થાના પ્રકાશનમાં કહેવાઈ હોય ત્યારે એને કાન તો દેવા પડે. ૯૦ ટકા કરતાં વધુ હિંદુ વસતી ધરાવતા દેશી રજવાડાના હિંદુ રાણાએ બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા પડ્યા ત્યારે ભારતની લાખ કોશિશ છતાં પાકિસ્તાન સાથે જવાનું પસંદ કર્યું હતું. રાણાને સમજાવવા ૧૯૪૬માં કોંગ્રેસના નેતા જવાહરલાલ નેહરુ ગયા હતા, પણ રાજાએ તો ચોખ્ખું સુણાવ્યું કે અમે કોંગ્રેસ સાથે નહીં રમીએ, પણ કોંગ્રેસ સામે મુસ્લિમ લીગ સાથે રહીને તમારી સાથે ટકરાઈશું જરૂર.

સિંધના થરપારકરના અમરકોટ રજવાડાના રાણા અર્જુનસિંહ અને ચંદરસિંહ સોઢાની આ વાત છે. ૧૯૪૭માં પિતા અને અમરકોટના ૨૪મા રાણા અર્જુનસિંહનો દેહાંત થયો એટલે ભારત કે પાકિસ્તાનમાં વિલયનો નિર્ણય કરીને હસ્તાક્ષર કરવાની જવાબદારી ૨૫મા રાણા ચંદરસિંહની આવી. ૨૦૦૯માં એમનું મૃત્યુ થયું અને અત્યારે ૨૬મા રાણા તરીકે એમના પાટવી કુંવર હમીરસિંહ ગાદી સંભાળે છે. હમીરસિંહના યુવરાજ કરણીસિંહ સોઢા ઈંગ્લેન્ડમાંથી વકીલાતની પદવી લઈને સિંધમાં રજવાડાનો કારોબાર સંભાળવાની સાથે સાથે શિકારનો શોખ પણ પોષે છે. આખા ખાનદાનને પાકિસ્તાન સાથે ભળવાનો કોઈ કડવો અનુભવ આજ લગી થયો હોય એવું જણાતું નથી. ઊલ્ટાનું, આજેય અમરકોટ હિંદુબહુલ પ્રદેશ છે. હિંદુ-મુસ્લિમ વચ્ચે એખલાસનો માહોલ છે અને રાણા પરિવાર માને છે કે અમારા લગ્ન કે અન્ય પ્રસંગે અમારી સાથે મુસ્લિમ મિત્રો-સાથીઓ અને એમને ત્યાં શાદી-નિકાહ સહિતના પ્રસંગે અમારી હાજરી જાણે કે અનિવાર્ય છે.

Friday, July 19, 2019

19 July

♻️⭕️♻️⭕️♻️⭕️♻️⭕️♻️⭕️♻️
⭕️ઈતિહાસમાં 19 જુલાઈનો દિવસ
🎯♻️🎯🎯♻️🎯♻️🎯♻️🎯♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💰💶💰બેંકોનું રાષ્ટ્રીયકરણ💸💵💶

ઇંદિરા ગાંધી સરકારે વર્ષ 1969ની 19 જુલાઈએ દેશની 14 મોટી બેંકોનું એકસાથે રાષ્ટ્રીયકરણ કરીને તેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યક્ષેત્ર હેઠળ લાવી દીધી હતી . આ બેંકો પાસે દેશની 85 ટકા થાપણો હોવાથી તે કેન્દ્ર સરકાર હસ્તક આવી ગઈ હતી .
💰💷વર્ષ ૧૯૬૯માં આજના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશની ૧૪ અગ્રણી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું . તેના કારણે બેંકો પાસે રહેલી ૮૫ ટકા થાપણો ભારત સરકાર હસ્તક આવી ગઈ હતી .

💡🔦માનવ મસ્તિષ્કની થ્રીડી ઇમેજ🔦

કમ્યૂટેડ ટોમોગ્રાફી એક્સ - રે ઇમેજ ( સીટી સ્કેન) દ્વારા માનવ મસ્તિષ્કની થ્રી ડાયમેન્શન ઇમેજ પહેલીવાર વર્ષ 1983 ની 19 જુલાઈએ અમેરિકાના સંશોધક એમ . વેનિયરની ટીમ દ્વારા લેવામાં આવી હતી . અનેક રોગોના નિદાન માટે આ ટેક્નોલોજી આજે પણ કારગર છે .

✈️✈️100kmથી ઊંચી ઉડાન✈️✈️

અમેરિકન પાઇલટ જો વોકરે વર્ષ 1963ની 19 જુલાઈએ North American X - 15 નામનું વિમાન પૃથ્વી 100 કિલોમીટરની ઊંચાઈએ ઊડાવવાનો વિક્રમ સ્થાપ્યો હતો . આટલી ઊંચાઈએ વિમાન ઉડાવવાને સામાન્ય ઉડ્ડયન નહીં , પરંતુ સ્પેસફ્લાઈટનો દરજ્જો અપાય છે 
✈️નાસા અને યુએસ એરફોર્સ દ્વારા સંયુક્ત રીતે ફ્લાઇટ X - 15એ ૧૦૬૦૧૦ મીટર ઊંચાઈ ઉપર ઊડાડી વિક્રમ સર્જાયો હતો . જોસેફ વોકરે વર્ષ ૧૯૬૩માં આજના દિવસે ફ્લાઇટ ૫૯૭૧ કિ . મી . /કલાકની ઝડપે ઊડાડી હતી .

19 July --- NC



ગુજરાતની ઓળખ છે તેનો આ સમૃદ્ધ હસ્તકલા વારસો --- The identity of Gujarat is its rich heritage legacy

🎭🎨🎭🎨🎭🎨🎭🎨🎭🎨🎭🎨
*અખિલ ભારતીય હસ્તશિલ્પ સપ્તાહ*
*ગુજરાતની ઓળખ છે તેનો આ સમૃદ્ધ હસ્તકલા વારસો*
🖐🖖👋🤚✋🖐🤚🤘🏽🤟🖐🖖🤘🏽
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*મિત્રો ગુજરાતીઓની ઓળખ તેમનો સમૃદ્ધ વારસો અને કલા પરંપરા છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિવિધ હસ્તકલાઓ પાંગરી અને સમૃદ્ધ બની છે. ગુજરાતમાં કલા અને હસ્તકલાનો વૈવિધ્યપૂર્ણ વારસો સચવાયેલો છે. વિવિધ પ્રકારના સ્વરૂપોમાં આ કલાએ વિશ્વભરમાં ગુજરાતનું નામ વિખ્યાત કર્યું છે.. મિત્રો હું યુવરાજસિંહ જાડેજા ચલો આજે આવો જાણીએ કેટલીક જાણીતી અને ઓછી જાણીતી ગુજરાતની હસ્તકલા...*

*♨️💢🤝ગુજરાતનું ભરતકામ અનેક પ્રકારના ભરત અને ટાંકાથી સમૃદ્ધ છે. તેની ઝીંણવટ પૂર્વકની કારીગરી અને સ્વચ્છ કામ જગવિખ્યાત છે. આ માટે કચ્છી ભરત સોથી વધારે જાણીતું છે.*
👉ગુજરાતમાં ભરતકામ મોટા ભાગે રબારીઓ, વણઝારા અને ખેડૂત સમુદાયની સ્ત્રીઓ કરે છે. અગાઉ તેમની જાતિની ઓળખ ગણાતું ભરતકામ આજે તેમના માટે રોજગારીનું બીજું સાધન છે. ⭕️👉આ ભરતમાં આરી ભરત, આભલાં કામ, તોરણ બનાવવા, ચાકરા વગેરે તૈયાર કરવામાં વિવિધ પ્રકારના ભરતકામનો ઉપયોગ કરવામાં આવે છે.

INS કલવરી સબમરીન -- INS Calvary Submarine

✂️✂️✂️✂️✂️✂️✂️✂️✂️✂️✂️
*મુંબઇમાં PM મોદીએ INS કલવરી સબમરીનું કર્યું ઉદ્ઘાટન*
🚢🗺🚢🗺🚢🗺🚢🗺🚢🗺🚢
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

🚢પ્રધાનમંત્રી મોદી આજે *સ્કોર્પિયન શ્રેણીની સબમરીન INS કલવરીને રાષ્ટ્રને સમર્પિત કરી.* 

🛸આ અવસરે તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસ, રક્ષામંત્રી નિર્મલા સીતારમન, નૌસેના પ્રમુખ કમાંશડગ ઓફ ધ વેસ્ટર્ન નેવલ કમાંડ અને વરિષ્ઠ રક્ષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

*🚢સ્કોર્પિયન શ્રેણીની 6 સબમરીનમાંથી કલવરી પ્રથમ સબમરીન છે. જેને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી રહી છે. 👏👏👏આ મેક ઇન ઇન્ડાની પ્રથમ સફળતા છે.*

*🎯👉આ પરિયોજનાને ફ્રાંસના સહયોગથી ચલાવવામાં આવી રહી છે.*

દિલ્હી --- Delhi

🔶🛡🔷🔶🛡🔷🔶🛡🔷🔶🛡
*💠⭕️💠દિલ્હી⭕️💠⭕️*
*👁‍🗨👁‍🗨ભારતની રાજધાની👁‍🗨👁‍🗨*
🛡🔶🔷🛡🔶🔷🛡🔶🔷🛡🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*દિલ્હી - સ્થાનિક રીતે દિલ્લીના અને નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (National Capital Territory of Delhi - NCT)ના અધિકૃત નામથી પણ જાણીતું દિલ્હી એ 💠ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું મહાનગર છે. આશરે 159 લાખ રહેવાસીઓ ધરાવતું આ શહેર વસ્તીની દષ્ટિએ 👁‍🗨♦️વિશ્વનું આઠમા ક્રમાંકનું સૌથી મોટું મહાનગર છે.*

♻️✅👁‍🗨એનસીટી(NCT)ની નજીક વસેલા કેટલાક શહેરી વિસ્તારો સમાવતાં શહેર માટે પણ સામાન્ય રીતે દિલ્હી નામ વાપરવામાં આવે છે, તેમ જ ભારતની રાજધાની નવી દિલ્હી, જે એનસીટી(NCT)ની અંદર વસેલી છે તેના માટે પણ દિલ્હી નામનો જ ઉપયોગ કરવામાં આવે છે. એનસીટી(NCT) એ સમવાયી વહીવટ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે.

💠Capital formation 1911
✅Formation of Union Territory 1956