🔶🛡🔷🔶🛡🔷🔶🛡🔷🔶🛡
*💠⭕️💠દિલ્હી⭕️💠⭕️*
*👁🗨👁🗨ભારતની રાજધાની👁🗨👁🗨*
🛡🔶🔷🛡🔶🔷🛡🔶🔷🛡🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*દિલ્હી - સ્થાનિક રીતે દિલ્લીના અને નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (National Capital Territory of Delhi - NCT)ના અધિકૃત નામથી પણ જાણીતું દિલ્હી એ 💠ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું મહાનગર છે. આશરે 159 લાખ રહેવાસીઓ ધરાવતું આ શહેર વસ્તીની દષ્ટિએ 👁🗨♦️વિશ્વનું આઠમા ક્રમાંકનું સૌથી મોટું મહાનગર છે.*
♻️✅👁🗨એનસીટી(NCT)ની નજીક વસેલા કેટલાક શહેરી વિસ્તારો સમાવતાં શહેર માટે પણ સામાન્ય રીતે દિલ્હી નામ વાપરવામાં આવે છે, તેમ જ ભારતની રાજધાની નવી દિલ્હી, જે એનસીટી(NCT)ની અંદર વસેલી છે તેના માટે પણ દિલ્હી નામનો જ ઉપયોગ કરવામાં આવે છે. એનસીટી(NCT) એ સમવાયી વહીવટ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે.
💠Capital formation 1911
✅Formation of Union Territory 1956
• Lt. Governor Anil Baijal
• Chief Minister Arvind Kejriwal (AAP)
• Legislature Unicameral (70 seats
• High Court Delhi High Court
• Police commissioner Amulya Patnaik
Languages
• Official Hindi
• Additional official Punjabi, Urdu
♻️👁🗨યમુના નદીને કાંઠે વસેલું દિલ્હી, કમ સે કમ છઠ્ઠી સદી ઈ.સ. પૂર્વેથી સતત માનવ વસવાટ ધરાવતું આવ્યું છે.👁🗨 દિલ્હી સલ્તનતના ઉદય પછી, ઉત્તર-પશ્ચિમ ભારત અને ભારતીય ગંગાનાં મેદાન પ્રદેશો વચ્ચેના વેપારી માર્ગ પર વસેલું આ શહેર એક રાજકીય, સાંસ્કૃતિક અને વેપારી રીતે અગત્યના શહેર તરીકે ઊભરી આવ્યું.♻️👁🗨 અનેક પ્રાચીન અને મધ્યકાલીન સ્થાપત્યો, પુરાતત્ત્વીય સ્થળો અને તેમના અવશેષો દિલ્હીનો એક ભાગ છે. 🔶🔷1639માં, મુઘલ સમ્રાટ શાહજહાંએ દિલ્હીમાં નવું કોટ ધરાવતું શહેર બનાવ્યું, 1649થી 1857 સુધી આ શહેર મુઘલ સલ્તનતની રાજધાની તરીકે રહ્યું.
*👁🗨✅"દિલ્હી" નામની વ્યુત્પત્તિ વિશે કશું ચોક્કસપણે કહી શકાય તેમ નથી પરંતુ તેના અંગે અનેક સંભાવનાઓ પ્રવર્તે છે. સૌથી પ્રચલિત દષ્ટિકોણ પ્રમાણે તેનું નામ મૌર્ય રાજવંશના રાજા, ધિલ્લુ અથવા દિલુ પરથી પડ્યું છે, આ રાજાએ ઈ.સ. પૂર્વે 50માં આ શહેર બાંધ્યું હતું અને પોતાના નામ પરથી તેને નામ આપ્યું હતું. તૂર રાજપૂતો આ શહેરને હિન્દી/પ્રાકૃત શબ્દ ઢીલી (પોચી)થી પણ સંબોધે છે, કારણ કે રાજા ધાવાએ ત્યાં જે લોખંડનો સ્તંભ બાંધ્યો તેનો પાયો નબળો હતો અને તેને બદલવો પડ્યો હતો. રાજપૂતોના શાસન હેઠળના વિસ્તારોમાં પ્રચલિત સિક્કાઓને દેહલીવાલ કહેવાતા. કેટલાક બીજા ઇતિહાસકારોનું એવું માનવું છે કે આ નામ હિન્દીમાં "પ્રવેશદ્વાર/ઉંબરો" માટેના દહેલીઝ અથવા દેહલી શબ્દના અપભ્રંશ રૂપ એવા દિલ્લી શબ્દ પરથી આવ્યું છે, જે ભારત-ગંગાના મેદાન પ્રદેશોના પ્રવેશદ્વાર તરીકે આ શહેરના સ્થાન સાથે મેળ ખાય છે.♻️👁🗨બીજી એક માન્યતા પ્રમાણે આ શહેરનું મૂળ નામ ધિલ્લીકા હતું.*
♦️♦️🔶18મી અને 19મી સદીમાં જયારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારત પર પોતાનો કબજો જમાવી લીધો હતો ત્યારે કંપનીના શાસનમાં અને બ્રિટિશ રાજમાં પહેલાં કલકત્તા રાજધાની હતું, પરંતુ પછી 1911માં જયોર્જ પાંચમાએ દિલ્હીને રાજધાની ઘોષિત કરી અને સમગ્ર કારભાર પાછો દિલ્હી ખસેડવામાં આવ્યો. 1920ના દાયકામાં જૂના શહેરની દક્ષિણે નવી રાજધાની, નવી દિલ્હી, નામે નવું શહેર બાંધવામાં આવ્યું. 1947માં જયારે ભારતે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્રતા મેળવી, ત્યારે નવી દિલ્હીને તેની રાજધાની તરીકે અને સમગ્ર સરકારી વહીવટ માટેના મુખ્ય મથક તરીકે જાહેર કરવામાં આવ્યું. આમ પણ, નવી દિલ્હીમાં સમવાયી સરકારની ભારતીય સંસદ સહિતની અગત્યની કચેરીઓ આવેલી છે.
🔶♻️👁🗨આખા દેશમાંથી સતત સ્થળાંતરિત થતા રહેતા લોકોને કારણે દિલ્હી એક સર્વદેશીય મહાનગર તરીકે વિકસ્યું છે. તેની વસતિની પ્રમાણમાં ઊંચી સરેરાશ આવક અને સાથોસાથ દિલ્હીના ઝડપી વિકાસ અને શહેરીકરણના કારણે દિલ્હીની કાયાપલટ થઈ ગઈ છે.👉 આજે દિલ્હી એ ભારતનું મુખ્ય સાંસ્કૃતિક, રાજકીય અને વેપારી મથક છે.
♻️✅ભારતના અન્ય હિસ્સાઓની જેમ, દિલ્હીમાં પણ ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમત છે.ભારતના સૌથી જૂનાં ક્રિકેટ મેદાનો માંથી એક, જયાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો પણ ગોઠવાય છે, *તે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ* ઉપરાંત શહેરભરમાં જુદા જુદા સ્થાને ક્રિકેટ મેદાનો આવેલાં છે. દિલ્હી ક્રિકેટ ટીમ, ભારતની રાષ્ટ્રીય સ્તરની પ્રથમ કક્ષાની ક્રિકેટ ચેમ્પિયનશિપ-રણજી ટ્રોફીમાં ભાગ લેતી હોય છે.આ ઉપરાંત આઈપીએલ(IPL)ની દિલ્હી ડેરડેવિલ્સ ટીમ અને આઈસીએલ(ICL)ની દિલ્હી જાયન્ટ્સ (પહેલાં દિલ્હી જેટ્સ નામ હતું) ટીમ પણ શહેર ધરાવે છે. મેદાની હૉકી, ફૂટબોલ (સૉકર), બાસ્કેટ બૉલ, ટેનિસ, ગોલ્ફ, બેડમિન્ટન, તરણ, ગાડાંની રેસ, વેઈટ લિફિંટગ અને ટેબલ ટેનિસ જેવી અન્ય રમતો પણ શહેરમાં લોકપ્રિય છે.
♻️👁🗨
*દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ અને ઈન્દિરા ગાંધી ઈનડોર સ્ટેડિયમ જેવી રમતગમતની સવલતો છે. ભૂતકાળમાં દિલ્હી કેટલીક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોનું યજમાન બન્યું છે, ઉ.દા. પહેલી અને નવમી એશિયન રમતો*
♻️👁🗨♦️દિલ્હીમાં શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનો વહીવટ શિક્ષણ નિયામક, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCT) સરકાર અથવા ખાનગી સંસ્થા-સંગઠનો હસ્તક હોય છે. વર્ષ 2004–05માં, દિલ્હીમાં 2,515 પ્રાથમિક, 635 ઉત્તર-પ્રાથમિક, 504 માધ્યમિક અને 1,208 ઉચ્ચ માધ્યમિક શાળાઓ હતી. એ વર્ષે, શહેરમાં કુલ મળીને 165 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ હતી, જેમાં પાંચ મેડિકલ કૉલેજ, આઠ ઈજનેરી કૉલેજ;ડીયુ(DU), જેએનયુ(JNU), જેએમઆઈ (JMI), જીજીએસઆઈપીયુ (GGSIPU), ઈગ્નુ (આઈજીએનઓયુ-IGNOU) અને જામિયા હમદર્દ એમ છ યુનિવર્સિટી અને નવ સ્વાયત્ત વિશ્વવિદ્યાલયો હતાં.[૧૦૧] જીજીએસઆઈપીયુ (GGSIPU) એ એક માત્ર રાજય હસ્તકની યુનિવર્સિટી છે; ઈગ્નુ (IGNOU) એ મુક્ત/દૂરથી અભ્યાસ માટેની યુનિવર્સિટી છે; અને બાકીની તમામ કેન્દ્ર હસ્તક/મધ્યસ્થ યુનિવર્સિટીઓ છે.
✅દિલ્હીની સંસ્કૃતિ પર તેના લાંબા ઇતિહાસ અને ભારતની રાજધાની તરીકેના તેના ઐતિહાસિક જોડાણનો પ્રભાવ રહ્યો હતો. શહેરમાંથી મળી આવેલાં ઘણાં નોંધપાત્ર સ્થાપત્યો/સ્મારકોના ઉદાહરણના આધારે તે સમજી શકાય છે; ભારત પુરાતત્ત્વ સર્વેક્ષણે (આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા) શહેરમાં 1200 ઈમારતોને હેરિટેજ બિલ્ડીંગનો દરજજોઅને દિલ્હીના 175 સ્મારકોને રાષ્ટ્રીય હેરિટેજ સાઈટનો દરજજો આપ્યો છે.જૂનું શહેર એ એ જગ્યા છે જયાં મુઘલ અને તુર્કી શાસકોએ જામા મસ્જિદ (ભારતની સૌથી મોટી મસ્જિદ)[૮૫] અને લાલ કિલા જેવાં બેનમૂન સ્થાપત્યો બાંધ્યાં હતાં. લાલ કિલ્લો, કુતુબ મિનાર અને હુમાયુની કબર- આ ત્રણ વિશ્વ હેરિટેજ સ્થળો દિલ્હીમાં છે.અન્ય સ્થાપત્યો/સ્મારકોમાં ઈન્ડિયા ગેટ, જંતરમંતર (18મી સદીની વેધશાળા) અને પુરાના કિલા (16મી સદીનો લશ્કરી ગઢ)નો સમાવેશ થાય છે. લક્ષ્મીનારાયણ મંદિર, અક્ષરધામ અને બહાઈ લોટસ ટેમ્પલ એ આધુનિક સ્થાપત્યોના નમૂના છે. રાજ ઘાટ અને તેની સાથે સંલગ્ન સ્મારકોમાં મહાત્મા ગાંધી અને અન્ય નોંધપાત્ર વ્યકિતત્વોનાં સ્મારકો છે. નવી દિલ્હીમાં બ્રિટિશ સાંસ્થાનિક સ્થાપત્યના ગતકાલીન નમૂનારૂપ કેટલીક સરકારી ઈમારતો અને અધિકૃત રહેઠાણો છે. મહત્ત્વની ઈમારતોમાં રાષ્ટ્રપતિભવન, સચિવાલય, રાજપથ, સંસદભવન અને વિજય ચોકનો સમાવેશ થાય છે. સફદરજંગની કબરમાં મુઘલ બગીચા શૈલીનું પણ ઉદાહરણ મળે છે.
♻️♦️રાજધાની નવી દિલ્હી સાથે દિલ્હીની સંલગ્નતા અને ભૌગોલિક સામીપ્યના કારણે, દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રસંગો અને રજાઓનું મહત્ત્વ વધુ રહે છે. પ્રજાસત્તાક દિન, સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતિ (ગાંધીજીનો જન્મદિવસ) જેવા રાષ્ટ્રીય તહેવારો દિલ્હીમાં ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાય છે. ભારતના સ્વતંત્રતા દિવસે (15 ઑગસ્ટ), વડાપ્રધાન લાલ કિલા પરથી સમગ્ર દેશને સંબોધે છે. મોટા ભાગના દિલ્હીવાસીઓ આ દિવસને સ્વતંત્રતાના પ્રતીક મનાતી પતંગો ચગાવીને ઉજવે છે.[૮૭] પ્રજાસત્તાક દિને થતી કવાયત એ એક વિશાળ સાંસ્કૃતિક અને લશ્કરી કવાયત છે, જે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી તાકાતનું પ્રદર્શન કરે છે.[૮૮][૮૯]. સદીઓથી દિલ્હી તેની સર્વદેશીય સંસ્કૃતિ માટે જાણીતું છે અને ફૂલવાલોં કી સૈર નામનો ઉત્સવ તેને યોગ્ય રીતે વ્યકત કરે છે. આ ઉત્સવ દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ઉજવાય છે અને તેમાં મેહરૌલીમાં સ્થિત 13મી સદીના સૂફી સંત, ખ્વાજા બખ્તિયાર કાકીની સમાધિ પર ફૂલો અને ફૂલો ગૂંથેલા પંખાથી પંખો નાખવામાં આવે છે, ખ્વાજાની સમાધિની બાજુમાં યોગમાયા મંદિર પણ આવેલું છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩
ઈ.સ. પૂર્વેની બીજી સહસ્ત્રાબ્દિ દરમ્યાન અને તે પહેલાં,દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં માનવ વસતિ મોટા ભાગે મોજૂદ હતી અને કમ સે કમ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીથી તો ત્યાં સતત માનવ વસવાટ રહ્યો હોવાના પુરાવા મળ્યા છે.ભારતીય મહાકાવ્ય મહાભારતમાં પાંડવોની ભવ્ય રાજધાની, ઈન્દ્રપ્રસ્થ આ જ સ્થળે આવેલી હતી એવું માનવામાં આવે છે.મૌર્ય સામ્રાજયના વખતથી (c.300 ઈ.સ. પૂર્વે) અહીં વસાહતો વિકસતી રહી છે.દિલ્હીમાંથી સાત મુખ્ય નગરોના અવશેષો મળ્યા છે.ઈ.સ.736માં તોમર રાજવંશે લાલ કોટવાળા શહેરને સ્થાપ્યું. ઈ.સ.1180માં અજમેરના ચૌહાણ રાજપૂતોએ લાલ કોટ જીત્યો અને તેને કિલા રાઈ પિથોરાનું નવું નામ આપ્યું. અફઘાન મહમંદ ઘોરીએ 1192માં ચૌહાણોના વંશજ પૃથ્વીરાજ ત્રીજાને હરાવ્યો.મામલુક રાજવંશના પહેલા શાસક, કુતુબ-ઉદ-દિન અયબકે 1206માં દિલ્હી સલ્તનત સ્થાપી. કુતુબ-ઉદ-દિને કુતુબ મિનાર અને કુવાત-અલ-ઈસ્લામ (ઈસ્લામની શકિત) નામની અત્યારે હયાત એવી ભારતની સૌથી જૂની મસ્જિદનું બાંધકામ શરૂ કર્યું.મધ્યકાલીન યુગના ઉત્તરાર્ધમાં, મામલુક વંશની પડતી પછી, તેમના પર વિજય મેળવી તુર્કી અને મધ્ય એશિયાના વંશજો આવ્યા, ખિલજી રાજવંશ, તઘલખ રાજવંશ, સૈયદ રાજવંશ અને લોદી રાજવંશ સત્તા પર આવ્યા અને અનેક કિલ્લા અને વસાહતો બાંધી, જે દિલ્હીનાં સાત નગરોનો ભાગ છે. 1398માં, દિલ્હીની મુસ્લિમ સલ્તનતો તેમની હિન્દુ પ્રજા પ્રત્યે બહુ કૂણું વલણ રાખે છે એવું બહાનું આગળ ધરીનેતૈમુર લંગે ભારત પર આક્રમણ કર્યું. તૈમુરે દિલ્હીમાં પ્રવેશ કર્યો અને શહેરને રોળી નાખ્યું, ચારેતરફ વિનાશ વેર્યો અને ખંડેર બનાવી દીધું. સલ્તનત યુગમાં દિલ્હી સૂફીવાદનું એક મુખ્ય કેન્દ્ર રહ્યું. 1526માં પાણીપતની પહેલી લડાઈમાં, ઝહીરુદ્દીન બાબરે છેલ્લા લોદી સુલતાનને હરાવ્યો અને મુઘલ સામ્રાજયનો પાયો નાખ્યો, જે પછી દિલ્હીથી આગ્રા અને લાહોર પર રાજય કરતું રહ્યું.
16મી સદીના મધ્ય ભાગમાં શેર શાહ સૂરિના પાંચ વર્ષના રાજયકાળને બાદ કરતાં, મુઘલ સામ્રાજયે ઉત્તર ભારત પર ત્રણ સદીઓ કરતાં પણ વધુ શાસન કર્યું.મુઘલ સમ્રાટ અકબરે પોતાની રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડી. શાહજહાંએ પોતાના નામ પર દિલ્હીનું સાતમું શહેરશાહજહાંબાદ બાંધ્યું, જે અત્યારે "જૂનું શહેર" અથવા "જૂની દિલ્હી" નામે વધુ જાણીતું છે. 1638થી આ જૂનું શહેર મુઘલ સામ્રાજયની રાજધાની રહ્યું હતું. 1739માં કર્નાલની લડાઈમાં નાદિર શાહે મુઘલ લશ્કરને હરાવીને શહેરને લૂંટયું- મયુરાસન સહિતની અનેક અમૂલ્ય-વિરલ વસ્તુઓ તે લઈ ગયા.1761માં પાણીપતના ત્રીજા યુદ્ધ પછી અહમદ શાહ અબ્દાલીએ દિલ્હી પર લશ્કરી હુમલો કરી દીધો. 11 સપ્ટેમ્બર, 1803ના દિલ્હીના યુદ્ધમાં જનરલ લેકના બ્રિટિશ સૈન્યે મરાઠાઓને હરાવ્યા.
ભારતના 1857ના વિપ્લવ પછી દિલ્હી બ્રિટિશના સીધા નિયંત્રણ હેઠળ આવ્યું.વિપ્લવના પછી થોડા જ સમયમાં, કલકત્તાને બ્રિટિશ રાજ હેઠળના ભારતની રાજધાની અને દિલ્હીને પંજાબનું જિલ્લા-મથક ઘોષિત કરવામાં આવ્યા. 1911માં દિલ્હીને બ્રિટિશ ભારતની રાજધાની ઘોષિત કરવામાં આવ્યું અને એડવિન લુત્યેન્સની આગેવાનીમાં બ્રિશિટ સ્થપતિઓની એક ટીમે એક નવી રાજકીય અને વહીવટી રાજધાનીમાં સરકારી ઈમારતો કેવી રીતે ગોઠવાશે તે ડિઝાઈન કર્યું. લુત્યેન્સની દિલ્હી નામે પણ જાણીતું નવી દિલ્હી, 15 ઑગસ્ટ, 1947ના સ્વતંત્રતા મળ્યા પછી પણ પ્રજાસત્તાક ભારતની રાજધાની અને ભારત સરકારના મુખ્ય થાણા તરીકે કાયદેસર રીતે ઘોષિત કરવામાં આવ્યું. ભારતના ભાગલા વખતે પશ્ચિમ પંજાબ અને સિંધમાંથી હજારો હિન્દુઓ અને શીખો દિલ્હી ભાગી આવ્યા હતા અને શહેરના ઘણા મુસ્લિમ રહેવાસીઓ પાકિસ્તાન જતા રહ્યા હતા. શીખોના સૌથી પવિત્ર સ્થાનમાં ઓપરેશન બ્લ્યૂ સ્ટાર દરમ્યાન કરાયેલા હુમલાનો બદલો લેવા માટે ત્યારના વડાપ્રધાન, શ્રીમતી ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકોએ હત્યા કરી નાખી. આ હત્યા બાદ 31 ઑકટોબર, 1984ના શહેરમાં શીખ-વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં, જે સતત ચાર દિવસ ચાલ્યાં અને આ 1984ના શીખ-વિરોધી રમખાણોમાં હિન્દુ ટોળાંઓએ ત્રણ હજાર શીખોને મારી નાખ્યા.
આખા દેશમાંથી દિલ્હી તરફ લોકો આવતા રહે છે, તે દિલ્હીની વસ્તીના દિવસે દિવસે ઘટતાં જતા જન્મદરની સરખામણીએ દિલ્હીની વસતિમાં વધુ વધારો કરે છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને ઔપચારિક રીતે નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી કહેવામાં આવે તેવું બંધારણ (ઓગણસાઈઠમો સુધારો) ધારો, 1991 મુજબ ઘોષિત થયું છે.આ ધારા અનુસાર દિલ્હીને ભલે મર્યાદિત સત્તાઓ ધરાવતી પણ તેની પોતાની વિધાનસભા આપવામાં આવી છે.ડિસેમ્બર 2001માં, નવી દિલ્હીમાંના ભારતીય સંસદભવન પર સશસ્ત્ર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં છ સુરક્ષા કર્મચારીઓનું મૃત્યુ નીપજયું હતું. આ હુમલા પાછળ પાકિસ્તાની ત્રાસવાદી જૂથોનો હાથ છે તેવી ભારતની શંકાને પરિણામે બંને દેશો વચ્ચે મોટી રાજદ્વારી કટોકટી ઊભી થઈ.ઑકટોબર 2005માં અને સપ્ટેમ્બર 2008માં ફરીથી દિલ્હી પર ત્રાસવાદી હુમલા થયા, જેમાં અનુક્રમે 62અને 30 સામાન્ય નાગરિકોનું મૃત્યુ થયું.

No comments:
Post a Comment