🎗🎗🎗🎗🎗🎗🎗🎗🎗🎗
*વિશ્વ એઈડ્સ દિવસ પર વિશેષ*
♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
માણસે દુનિયામાં સાયંસ અને ટેકનોલોજીના મદદથી ધણી શોધ કરી છે. આજે દુનિયામાં શુ શક્ય નથી ? બસ જરૂર છે મહેનત અને એકાગ્રતાની. કેટલીય બીમારીઓ જેને કારણે પહેલા બાળકોથી માંડીને મોટેરાંઓની જીંદગી જોખમમાં મૂકાતી હતી, આજે તેનો ઈલાજ છે. મધુપ્રમેહ અને હાઈબ્લડપ્રેશર, ઈવન હાર્ટટ્રાંસપ્લાંટ પણ શક્ય બન્યુ છે. કેંસર જેવી ગંભીર બીમારી પણ હવે તો સમયસર સારવાર કરવાથી મટી શકે છે.
પણ જ્યારે એઈડ્સની વાત આવે ત્યાંરે ભારત જ શુ, આખી દુનિયા લાચાર થઈ જાય છે. એઈડ્સનો અત્યાર સુધી તો કોઈ ઈલાજ નીકળ્યો નથી. બસ સમજદારી અને સાવધાની જ તેનો ઉપાય છે. આપણે માટે ચિંતાનો વિષય છે કે આજે એઈડ્ના દર્દીઓની સંખ્યાઓમાં આફ્રિકા પછી ભારત બીજા નંબરે આવે છે
*🎗એવુ પણ કહેવાય છે કે વર્ષ ૧૯૮૩માં સૌ પ્રથમ એઈડ્સનો દર્દી ભારતમાં મળ્યો હતો. આજે આટલા વર્ષ દરમિયાન ચિંતાજનક હદે દેશમાં એઈડ્સની બીમારીનો ગ્રાફ ઉપર તરફ વધી રહ્યો છે.
દુનિયાના ખૂણે ખૂણે એઈડ્સ અંગેની જાગૃતિ લાવવા વિશ્વઆરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) આજનો દિવસ એટલેકે ૧લી ડિસેમ્બરને વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ફાળવ્યો છે જેથી લોકો આ બીમારી વિશે જાગૃત રહે. દર્દીઓને સમાજમાં હૂંફ અને પ્રેમ આપવા, અને લોકોને એઈડ્સ પ્રત્યે જે ગેરસમજો છે તે દૂર કરવા માટે સરકાર આજના દિવસે અવનવા કાર્યક્રમો યોજે છે.*