🔰🔰🔰માનવ અધિકાર🔰🔰🔰
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
💠👉દર વર્ષે ૧૦મી ડિસેમ્બર *‘માનવ અધિકાર દિવસ’* તરીકે મનાવવામાં આવે છે.
🎯👉માનવ અધિકારનો સરળ અર્થ એટલે દરેક મનુષ્ય પોતાના જીવનને ગૌરવવંતુ બનાવી શકે તેવા અધિકારો.
💠👉૧૯૪૮માં યુનાઇટેડ નેશન્સે માનવ અધિકારોનું વિશ્વવ્યાપી ધોરણે પાલન અને સન્માન થાય તે માટે ઘોષણાપત્ર તૈયાર કરેલો. મનુષ્યનો જન્મ થતાં જ માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે, જે અધિકારો કોઇ આપી કે છીનવી શકતું નથી. આવા અધિકારો માનવ અધિકારો તરીકે ઓળખાય છે અને આ અધિકારોને વિશ્વવ્યાપી અધિકારો તરીકેની સ્વીકૃતિ મળેલી છે.
👆👉જેમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ, ઉંમર, જન્મસ્થાન તેમ જ સામાજિક કે આર્થિક ભેદભાવ હોતો નથી.
💠👉આ અધિકારોને રાષ્ટ્ર, ધર્મ, ભાષા, સંસ્કૃતિ કે નૈતિકતાના સીમાડા નડતા નથી. આ ઘોષણાપત્ર એટલે કે યુનિવર્સલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં 👩🏻સ્ત્રીઓના માનવઅધિકારોનો👳♀ ખાસ ઉલ્લેખ છે.
🖕👉જેમાં મહિલાઓને સમાન હકો મળવા જોઇએ તેમ જણાવેલ છે. જેમાં મુખ્યત્વે સ્ત્રીઓ સામે થતા કોઇ પણ સ્વરૂપના અધિકારો માટે, ભેદભાવ સામે રક્ષણ, સ્ત્રીઓની ગુલામી, વેઠ પર નાબૂદી, સ્ત્રીઓના અનૈતિક વેપાર પર નિયંત્રણ, શ્રમિક મહિલાઓ અંગે ભૂગર્ભમાં કામ કરવા પર નિયંત્રણ, મહિલાઓને રાત્રે કામ કરવા પર પ્રતિબંધ, મહિલાઓને સમાન વેતન, રોજગાર અને વ્યવસાય સામે રક્ષણ અને મહિલાઓના રાજકીય અધિકારોનો સમાવેશ થાય છે.