Thursday, July 11, 2019

મોદી નેતન્યાહુના મોટાભાઈનું બલિદાન યાદ કર્યું (ઓપરેશન એન્ટેબી ) ---- Modi recalled the sacrifice of Netanyahu's elder brother (Operation Entebbe)

💐🙏💐🙏💐🙏🙏💐🙏💐🙏💐
મોદીએ નેતન્યાહુના મોટાભાઈનું બલિદાન યાદ કર્યું (ઓપરેશન એન્ટેબી )
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️👉ઓપરેશન એન્ટેબી ’⭕️ નામ બદલીને તેને ‘ઓપરેશન યોનાતન ’ નામ અપાયું હતું .

👮વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુના મોટાભાઈએ બરાબર ૪૧ વર્ષ પહેલાં ઈઝરાયેલીઓને બચાવવા માટે યુગાન્ડામાં આપેલું બલિદાન યાદ કર્યું હતું . 

👮👮મોદીએ બેન ગુરિયોન એરપોર્ટ પર તેમના ટૂંકા વક્તવ્યમાં કહ્યું હતું કે ‘આજે ૪ જુલાઈ છે . 
👮👮ઓપરેશન એન્ટેબીને 👥બરાબર ૪૧ વર્ષ થયા છે . એ દિવસે તમારા વડાપ્રધાન અને મારા મિત્ર બિબિ (નેતાન્યાહુ )ના મોટાભાઈ યોનાતને યુગાન્ડામાં બંદી બનાવાયેલા અનેક ઈઝરાયેલીઓના જીવ બચાવ્યા હતા . ’ 🗣મોદીએ કરાવેલા આ સંસ્મરણથી નેતાન્યાહુ થોડી વાર માટે સ્થિતપ્રજ્ઞ બની ગયા હતા .
👤👥👤👥👤👥👤👥👤👥
🗣🗣🗣ઓપરેશન એન્ટેબી👀👀
👤👥👤👥👤👥👤👥👤👥

ઈઝરાયલ --- Israel

🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱
🇮🇱🇮🇱🇮🇱🇮🇱ઈઝરાયલ🇮🇱🇮🇱🇮🇱🇮🇱
🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✅ઈઝરાયલ રાષ્ટ્ર (ઇબ્રાની) એક દક્ષિણપશ્ચિમ એશિયા માં સ્થિત એક દેશ છે. આ દક્ષિણપૂર્વ ભૂમધ્ય સાગર ના પૂર્વી છેડે પર સ્થિત છે. આની ઉત્તરમાં લેબનાન છે, પૂર્વ માં સીરિયા અને જૉર્ડન છે, અને દક્ષિનપશ્ચિમમાં ઈજીપ્ત છે .

⭕️રાજધાની જેરુશલેમ
⭕️મોટું શહેર જેરુસલેમ
⭕️સત્તાવાર ભાષા હિબ્રૂ , અરબી
⭕️વંશીય જૂથો 76% યહૂદી, 19%
⭕️ઓળખ ઇસ્રાઇલી
⭕️સરકાર સંસદીય લોકતંત્ર
⭕️ચલણ ઇજરાઈલી નવી

ગુજરાતનાં લોકનૃત્યો ---- Gujarat's folk dance

💃🚶💃🏃💃🏃💃🏃💃🏃💃🏃
👯‍♂👯ગુજરાતનાં લોકનૃત્યો👯‍♂👯
💃🚶💃🚶💃🚶💃💇💃🚶💃🚶
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨(૧) ગરબો : ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે.

👁‍🗨(૨) રાસ : હલ્લીસક અને લાસ્ય નૃત્યમાંથી તેનો જન્મ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્યો છે.

👁‍🗨(૩) હાલીનૃત્ય : હાલીનૃત્ય સુરત જિલ્લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્ય છે. એક પુરુષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી વગાડતાં હોય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨(૪) ભીલનૃત્ય : પંચમહાલનાં ભીલનૃત્યો પૈકી યુદ્ઘનૃત્ય વિશેષ જાણીતું છે. યુદ્ઘનું કારણ પ્રેમપ્રસંગ હોય છે. આ નૃત્ય પુરુષો કરે છે. ઉન્માદમાં આવી જઇને તેઓ ચિચિયારીઓ પાડે છે અને જોરથી કુદકા મારે છે. આ નૃત્ય કરતી વખતે તેઓ તીરકાંમઠાં, ભાલાં વગેરે સાથે રાખે છે અને પગમાં ઘૂઘરા બાંધે છે. સાથે મંજીરા પૂંગીવાદ્ય અને ઢોલ પણ વાગતાં હોય છે. ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું આ નૃત્ય ‘આગવા’ તરીકે ઓળખાય છે. ઓખામંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે કૂદકા મારતાં આ નૃત્ય કરે છે.

સંસદમાં આજે એક શામ GST કે નામ ! ---- The name of the GST that is today in Parliament!

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
સંસદમાં આજે એક શામ GST કે નામ !
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✅✅સંસદના સેન્ટ્રલ હોલમાં અગાઉ ત્રણ વખત વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું .
💠 ૧૯૪૭માં ભારત આઝાદ થયો ત્યારે વિશેષ સત્ર યોજાયું હતું તેમજ ત્યારબાદ 🔘૧૯૭૨માં સિલ્વર જ્યુબિલી અને 
💠૧૯૯૭માં ગોલ્ડન જ્યુબિલી સમારોહ વખતે સેન્ટ્રલ હોલમાં વિશેષ સત્ર યોજાયું હતું .

⭕️⭕️જીએસટી એક જુલાઇથી સમગ્ર દેશમાં લાગુ થશે. જીએસટી દેશમાં લાગુ થનાર તમામ અપ્રત્યક્ષ કરોની જગ્યા લેશે ✅એક દેશ એક કર નીતિ હેઠળ લાગુ કરવામાં આવી રહેલ જીએસટીની શરૂઆત તા.૩૦ જુનને શુક્રવારે રાતે સંસદના વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવી રહી છે અને રાતે બરોબર ૧ર વાગે તેને લોન્ચ કરવામાં આવશે.✅🙏♻️

✅જીએસટીને કારણે ૨ ટ્રિલિયનના અર્થતંત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે. 

🎯GSTથી કયા પ્રકારના ટેક્સ સમાપ્ત થશે👇👇👇👇👇

જીએસટી લાગુ થયા બાદ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી, એડીશનલ એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, એડીશનલ કસ્ટમ ડ્યૂટી (સીવીડી), સ્પેશ્યલ એડીશનલ ડ્યૂટી ઓફ કસ્ટમ (એસએડી), વેટ/સેલ્સ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, મનોરંજન ટેક્સ, ઓક્ટ્રોય એન્ડ એન્ટ્રી ટેક્સ, પરચેસ ટેક્સ, લક્ઝરી ટેક્સ સમાપ્ત થઇ જશે.

Wednesday, July 10, 2019

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી --- Vice Presidential Election

Yuvirajsinh Jadeja:
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર
👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨ઇલેકશન કમિશનરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી(ચૂંટણી કમિશ્ર્નર નસીમ ઝૈદીએ) માટેની તારીખો જાહેર કરી છે. 
👁‍🗨5 ઓગસ્ટે મતદાન યોજાશે. 
👁‍🗨તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 4 જુલાઈએ ચૂંટણીની અધિસુચના જાહેર થશે. 
👁‍🗨તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન તારીખ 18 જુલાઈ. 
👁‍🗨નામાંકનની તપાસણી 19 જુલાઈએ. 👁‍🗨ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાની તારીખ 21 જુલાઈ રાખવામાં આવી છે. 

⭕️♦️મુખ્ય ચૂંટણી કમિશનર👉 નસીમ જૈદીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના તમામ કાર્યક્રમની જાહેરાત કરી હતી.

🐾🔰ચૂંટણી જીતવા માટે 393 મતની આવશ્યકતા હોય છે

👁‍🗨હાલમાં સંસદના બન્ને ગૃહોનું સંખ્યાબંધ 790 છે, પણ કેટલીક બેઠકો ખાલી છે.

વર્તમાન ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થાય છે

સાબરમતી આશ્રમ શતાબ્દી ઉજવણી અને શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ --- Sabarmati Ashram Shatabdi Celebration and Shrimad Rajchandra's 150th Birth Anniversary

👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏
સાબરમતી આશ્રમ શતાબ્દી ઉજવણી અને શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ
👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉 આપણે લોકોએ સાબરમતી આશ્રમ શતાબ્દી ઉજવણીના દિવસે સાબરમતી આશ્રમ વિશે માહીતિ મેળવી લીધી... તો ચાલો આજે હુ જાડેજા યુવરાજસિંહ મારી સાથે જાણીયે ગાંધીજીને સત્ય અને અહિંસાના પાઠ ભણાવનાર અને મહાત્મા બનાવનાર તેમના ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનું જીવન ચરિત્ર વિશે...

👉સમગ્ર વિશ્ર્વને શાંતિ સંદેશની પ્રેરણા આપે છે,

👁‍🗨૨૦૧૭નું વર્ષ મહાન ભારતીય સંત અને આધ્યાત્મક જ્યોતિર્ધર શ્રીમદ્ રાજચંદ્રજીનું ૧૫૦મી પાવન જન્મજયંતીનું વર્ષ છે (૧૮૬૭-૧૯૦૧).

👁‍🗨સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાના શ્રીમદ્ રાજચંદ્રના વિચારો આપણા જીવનમાં ઊતારીએ તો સમગ્ર વિશ્ર્વ સુખમય બની શકે 

👁‍🗨શ્રીમદ્ ‌રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ , શ્રીમદ્ રાજચંદ્રની ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કાનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ આશ્રમ પાસે અભયઘાટ નજીકના મેદાનમાં યોજાયો..

👁‍🗨શ્રીમદ્જીએ ગાંધીજીને લખેલા પત્રોમાંના એકમાં તેઓએ લખ્યું હતું કે ... જ્યારથી હિંસાનું અસ્તિત્વ રહ્યું છે ત્યારથી જ અહિંસાનો સિદ્ધાંત પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે આ બેમાંથી કોને મહત્વ આપીએ છીએ અથવા આમાંથી કોનો ઉપયોગ માનવહિતમાં થઈ રહ્યો છે એ વાત મહત્વની છે.”

આર્થિક સુધારા --- Economic reforms

💰💷💰💷💰💷💰💷💰💷💰💷
💸💸💸આર્થિક સુધારાઓ 💸💸💸
💰💰💰નરસિંહરાવ સરકારમાં 💰💰
🕯નાણાપ્રધાન ડો. મનમોહનસિંહ🕯
💰💷💰💷💰💷💰💷💰💷💰💷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ભારતમાં શરૂ કરાયેલા આર્થિક સુધારાઓના અમલીકરણનાં લગભગ ૨૬ વર્ષ પૂરાં થયાં. આજથી ૨૬ વર્ષ પહેલાં નરસિંહરાવ સરકારમાં નવનિયુક્ત નાણાપ્રધાન ડો. મનમોહનસિંહે તેમનાં પ્રથમ અંદાજપત્રમાં ૨૪ જુલાઈ, ૧૯૯૧ના દિવસે ભારતમાં આર્થિક સુધારાના નવા યુગની શરૂઆત કરી હતી.

✅✅અર્થતંત્રમાં માળખાગત અને મૂળગામી પરિવર્તન લાવવાની પ્રક્રિયાનું નામ આર્થિક સુધારા છે. 
🔴ગુજરાતી ભાષાના બે શબ્દો 🔺‘સુધારા’ અને ‘સુધારણા’🔻 અર્થની બાબતમાં પરસ્પર ભ્રમ ઊભો કરે તેવા છે. 
👉♦️સુધારા એ સુધારણા કરતાં તદ્દન જુદી જ પ્રક્રિયા છે. 
👉સુધારણામાં ગુણાત્મક પ્રગતિશીલ પરિવર્તન છે, 
👉જ્યારે સુધારામાં આમૂલ માળખાગત રૂપાંતર છે.
♻️💠 ૧૯૫૧થી ૧૯૯૦ સુધીનાં ભારતીય અર્થતંત્રનાં માળખા તરફ દૃષ્ટિપાત કરવાથી આર્થિક સુધારાનો અર્થ તુરત જ સ્પષ્ટ થઈ જશે. 
💠૧૯૫૧થી જ પંડિત જવાહરલાલ નહેરુના વ્યક્તિગત આગ્રહને કારણે ભારતે સમાજવાદી ઢબની આર્થિક વ્યવસ્થા અપનાવી હતી. 
💠અર્થવ્યવસ્થાના સમાજવાદી ઢાંચામાં તમામ ચાવીરૂપ આર્થિક ગતિવિધિઓ સરકારનાં સીધાં નિયમન હેઠળ નિયંત્રિત બનાવી દેવામાં આવી હતી.