Thursday, July 11, 2019

સંસદમાં આજે એક શામ GST કે નામ ! ---- The name of the GST that is today in Parliament!

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
સંસદમાં આજે એક શામ GST કે નામ !
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✅✅સંસદના સેન્ટ્રલ હોલમાં અગાઉ ત્રણ વખત વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું .
💠 ૧૯૪૭માં ભારત આઝાદ થયો ત્યારે વિશેષ સત્ર યોજાયું હતું તેમજ ત્યારબાદ 🔘૧૯૭૨માં સિલ્વર જ્યુબિલી અને 
💠૧૯૯૭માં ગોલ્ડન જ્યુબિલી સમારોહ વખતે સેન્ટ્રલ હોલમાં વિશેષ સત્ર યોજાયું હતું .

⭕️⭕️જીએસટી એક જુલાઇથી સમગ્ર દેશમાં લાગુ થશે. જીએસટી દેશમાં લાગુ થનાર તમામ અપ્રત્યક્ષ કરોની જગ્યા લેશે ✅એક દેશ એક કર નીતિ હેઠળ લાગુ કરવામાં આવી રહેલ જીએસટીની શરૂઆત તા.૩૦ જુનને શુક્રવારે રાતે સંસદના વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવી રહી છે અને રાતે બરોબર ૧ર વાગે તેને લોન્ચ કરવામાં આવશે.✅🙏♻️

✅જીએસટીને કારણે ૨ ટ્રિલિયનના અર્થતંત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે. 

🎯GSTથી કયા પ્રકારના ટેક્સ સમાપ્ત થશે👇👇👇👇👇

જીએસટી લાગુ થયા બાદ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી, એડીશનલ એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, એડીશનલ કસ્ટમ ડ્યૂટી (સીવીડી), સ્પેશ્યલ એડીશનલ ડ્યૂટી ઓફ કસ્ટમ (એસએડી), વેટ/સેલ્સ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, મનોરંજન ટેક્સ, ઓક્ટ્રોય એન્ડ એન્ટ્રી ટેક્સ, પરચેસ ટેક્સ, લક્ઝરી ટેક્સ સમાપ્ત થઇ જશે.


🎯👇GSTથી સરકારને શું ફાયદો થશે?👇👇👇

જીએસટી લાગૂ થયા બાદ દેશનું જીડીપી ગ્રોથમાં આશરે 2 ટકા સુધીનો ઉછાલ આવાનો અનુમાન છે. આવું એટલે થશે કેમ કે ટેક્સની ચોરી રોકાશે કેમ કે હાલ ટેક્સ ઘણા માધ્યમો દ્વારા વસૂલવામાં આવે છે, આનાથી હેરાફેરીની, ગોટાળાની સંભાવના વધુ હોય છે. જીએસટીના લીધે ટેક્સ જમા કરવો જ્યારે સુવિધાપૂર્ણ અને આસાન હશે તો વધુમાં વધું કારોબારી ટેક્સ ભરવા માટે રૂચી દેખાડશે. આનાથી સરકારની આવક વધશે. વેપારીઓને પણ જ્યારે અલગ અલગ ટેક્સોના મગજમારીથી મુક્તિ મળશે તો તેઓ પણ તેમનો વ્યપાર સારી રીતે કરી શકશે. ટેક્સને લઇને વિવાદ પણ ઓછો થશે, અર્થતંત્રને ગતિ મળશે.

🎯🎯કેવી રીતે વસૂલાશે GST?👇👇

જીએસટીની વસૂલી ઓનલાઇન થશે. વસ્તુના મેન્યુફેક્ચરિંગના વખતે જ એને વસૂલવામાં આવશે. કોઇપણ વસ્તુનો ટેક્સ જમાં થતાંજ જીએસટીના તમામ સેન્ટરોમાં આ બાબતે જાણકારી પહોંચાડવામાં આવશે. ત્યાર બાદ તે વસ્તુ પર સપ્લાયર્સ, દુકાનદાર અથવા ગ્રાહકને આગળ કોઇ ટેક્સ નહી આપવો પડે. જો માલ એક રાજ્યથી બીજા રાજ્યમાં જઇ રહ્યો છે, તો પણ તેના પર કોઇ ટેક્સ નહીં લાગે. એટલે કે બોર્ડર પર ટ્રકોની જે લાંબી લાઇન અત્યારે જોવા મળે છે, તે ગાયબ થઇ જશે.

🎯👇👇GSTના દર કોણ નક્કી કરશે?👇👇

જીએસટી સબંધિત નિર્ણય લેવા માટે બંધારણીય સંસ્થા જીએસટી કાઉંસિલની રચના કરવામાં આવશે. જીએસટી કાઉંસિલમાં કેન્દ્ર અને રાજ્ય બન્નેના પ્રતિનિધિ હશે. જેના પ્રમુખ કેન્દ્રીય નાણાપ્રધાન હશે, જ્યારે રાજ્યોના નાણાપ્રધાન સભ્યો હશે. જીએસટી કાઉંસિલ જીએસટીના દર, ટેક્સમાં છૂટ, ટેક્સ વિવાદ, ટેક્સ અવકાશ અને અન્ય વ્યવસ્થા પર ભલામણો કરશે.

👁‍🗨👁‍🗨🙏GSTના ત્રણ પ્રકાર રહેશે💠👁‍🗨👁‍🗨👇👇👇👇


📌🎋📌SGST કે જેમાં વેટ, મનોરંજન કર, લક્ઝરી ટેક્સ, લોટરી, બેટિંગ અને ગેમ્બલિંગ પરનો વેરો, માલ અને સર્વિસ પર રાજ્યોના લાગતા સેસ અને સરચાર્જ તેમજ ઓક્ટ્રોયના વિકલ્પે લાગતા એન્ટ્રી ટેક્સનો સમાવેશ થઈ જશે. આ અંગેનો કાયદો રાજ્યની વિધાનસભા દ્વારા ઘડવામાં આવશે અને આ વેરો રાજ્ય દ્વારા લેવાશે.

📌🎋CGST કે જેમાં એક્સાઈઝ ડયૂટી, વધારાની એક્સાઈઝ ડયૂટી, મેડિસિનલ અને ટોયલેટરીઝ પ્રમોશન એક્ટ હેઠળ લાગતી એક્સાઈઝ ડયૂટી, સર્વિસ ટેક્સ, વધારાની કસ્ટમ ડયૂટી, સ્પેશિયલ એડિશનલ ડયૂટી ઓફ કસ્ટમ્સ, સેસ અને સરચાર્જનો સમાવેશ થશે. આ અંગેનો કાયદો સંસદ દ્વારા ઘડવામાં આવશે અને વેરો કેન્દ્ર દ્વારા લેવાશે.

📌🎋IGST કે જેમાં માલ અને સેવાઓના આંતરરાજ્ય વ્યવહારો પર વેરો લાગશે. આ અંગેનો કાયદો સંસદ દ્વારા ઘડવામાં આવશે અને વેરો કેન્દ્ર દ્વારા લેવાશે.
♦️⭕️GST ફાયદાકારક છે, તો બીલ પાસ થવામાં કેમ વિલંબ થયો👇👇👇👇

જીએસટીને લઇને રાજ્ય સરકાર નુકસાનની ભરપાઇને લઇને મક્કમ હતી અને તમામ પ્રયત્નો બાદ પણ આ અંગે કોઇ સર્વ માન્ય ફોર્મુલા નિકળી શકી ન હતી. હવે કેન્દ્ર સરકારે રાજ્યોને નુકસાન ભરપાઇ કરવાની જે ફોર્મુલી બતાવી છે તેમા રાજ્યો સહમતી દર્શાવી છે. કેન્દ્રમાં મજબૂત સરકાર અને તમામ રાજ્યોમાં બીજેપીની સરકાર આવવાથી પણ સ્થિતિ સરળ થઇ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાનારા જીએસટી લોન્ચિંગના 80 મિનિટના ઐતિહાસિક સમારોહમાં ઉદ્યોગ અને મનોરંજનજગતના મહારથીઓ પણ હાજર રહેશે. 

👁‍🗨સરકારે આ ભવ્ય ઈવેન્ટ માટે ટાટા જૂથના ચેરમેન એમિરેટસ રતન ટાટા, બોલિવૂડ લેજન્ડ અમિતાભ બચ્ચન અને સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરને આમંત્રણ આપ્યું છે. 

♻️✅કાર્યક્રમમાં કાયદાજગતના માંધાતા હરીશ સાલ્વે, સોલી સોરાબજી અને કે કે વેણુગોપાલ પણ હાજરી આપશે.

♻️👁‍🗨વરિષ્ઠ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે લોકસભા અને રાજ્યસભાના સભ્યો ઉપરાંત, અન્ય 100 લોકોને જીએસટીલોન્ચિંગના સમારોહ માટે આમંત્રણ આપ્યું છે. 

♻️♻️ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપરાંત ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંતસિંહા, 💠આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ અને આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર્સ સી રંગરાજન, બિલમ જાલાન, વાય વી રેડ્ડી અને ડી સુબ્બારાવ પણ કાર્યક્રમમાં હાજરી આપે છે.

🎯🎯 જીએસટી કાઉન્સિલના સભ્યો, ઉદ્યોગ સંગઠની સીઆઈઆઈ, એફઆઈસીસીઆઈ અને એસોચેમના પ્રમુખો, સુપ્રીમ કોર્ટના જજો અને હાઈકોર્ટ્સના ચીફ જસ્ટિસ પણ જીએસટી લોન્ચના સાક્ષી બનશે. 
🎯સંસદિય બાબતોના મંત્રી અનંત કુમારે અન્ય કેટલાકને વ્યક્તિગત આમંત્રણ આપ્યું છે.

💠💠જીએસટી લોન્ચિંગનો સમારોહ રાતે 10.45 કલાકે શરૂ થશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના આગમનને પહેલા 
મહેમાનોને જીએસટી અંગેની 10 મિનિટની ફિલ્મ બતાવવામાં આવશે. 

✅વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુખરજીના 25-25 મિનિટના ભાષણ પછી નાણાપ્રધાન અરુણ જેટલી નવી સિસ્ટમ અંગે કેટલીક પ્રારંભિક માહિતી આપશે.

👉બે મિનિટમાની ફિલ્મ પછી મધરાતે જીએસટી લોન્ચ કરવામાં આવશે અને ત્યાર પછી રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં સંસદમાંથી પ્રસ્થાન કરશે.

✅✅ લોન્ચિંગ સમારોહ વખતે મંચ પર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, અધ્યક્ષ સુમિત્રા મહાજન અને ભૂતપૂર્વ વડાપ્રધાનો મનમોહન સિંઘ અને એચડી દેવે ગોવડા હાજર રહેશે. વરિષ્ઠ વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસારા સરકારનો પ્રયાસ જીએસટી લોન્ચિંગના સમારોહમાં વિવિધ ક્ષેત્રના લોકોને આવકારવાનો છે. 
♻️કાર્યક્રમમાં પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંઘ બાદલ અને મેટ્રો ટ્રેનના જનક શ્રધરન પણ હાજર 

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)



💥GST BOOSTER💥 *MOST IMP* QUESTION 

🌀GST નું પૂરું નામ સુ છે
✔Goods and Service Tax

🌀 GST નો નોધણી નંબર કેટલા આંકડા નો છે?
✔ 15 આંકડા, પ્રથમ બે આંકડા રાજ્યનો કોડ દર્શાવેછે, 3 થી 12 સુધીનાં આંકડા PAN નમ્બર દર્શાવે છે.

🌀 GST બીલનું પ્રારૂપ તૈયાર pકરનાર સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?
✔અસીમદાસ ગુપ્તા (2000 ની સાલમાં NDA ની સરકાર વખતે)

🌀ભારતમાં GST લાગુ કરવાનો વિચાર કોને આવ્યો?
✔ વિજય કેલકર સમિતિ 2003

🌀 GST કાઉન્સિલ (પરિષદ) બનાવવાની વાત કઈ સમિતિએ કરી હતી?
✔ અમિત મિત્રા (2016)

🌀GST ની પ્રથમ કાઉન્સિલ (પરિષદ) મીટીંગ ક્યારે યોજાઈ હતી?
✔23 સપ્ટેમ્બર 2016

🌀 GST કાઉન્સિલ (પરિષદ) માં કેટલા સભ્યો છે.
✔33 સભ્યો

🌀GST ના અમલ માટે અત્યાર સુધી કેટલી બેઠકો મળી હતી?
✔ 18 બેઠક

🌀 GST બીલ લોકસભામાં કોણે અને ક્યારે રજૂ કર્યું?
✔અરુણ જેટલી (ફેબ્રુઆરી 2015માં)

🌀GST બીલ *રાજ્યસભા* માં ક્યારે પસાર થયું?
✔ ૩ ઓગસ્ટ ૨૦૧૬

🌀GST બીલ *લોકસભા* માં ક્યારે પસાર થયું?
✔ ૮ ઓગસ્ટ ૨૦૧૬

🌀 GST બીલ પર *રાષ્ટ્રપતિએ* ક્યારે મંજૂરી આપી?
✔8 સપ્ટેમ્બર 2016

🌀 GST બીલ *વિધાનસભામાં* પસાર કરનાર *પ્રથમ* રાજ્ય કયું?
✔ અસમ ૩ ઓગસ્ટ ૨૦૧૬
ગુજરાત (23 ઓગસ્ટ 2016 ના રોજ)

🌀 GST કાયદા અંતર્ગત SGST બીલ ગુજરાત વિધાનસભામાં ક્યારે પસાર થયું?
✔09 મે 2017 અને આજ દિવસે ગોવા વિધાનસભા એ પણ SGST બીલ પસાર કર્યું હતું.

🌀 GST બીલ વિધાનસભામાં પસાર કરનાર સૌથી છેલ્લું રાજ્ય કયું
✔ જમ્મુ અને કાશ્મીર , GSTનો અમલ થયા બાદ ૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ

🌀 GSTમાં ટેક્સના કેટલા સ્લેબ છે?
✔ 5 સ્લેબ (0%, 5%, 12%, 18% 28%)

🌀GST ના પ્રકાર કેટલા છે કયા કયા?
✔4 પ્રકાર, ( *C* GST - સેન્ટ્રલ, *S* GST - સ્ટેટ, *I* GST - ઇન્ટિગ્રેટેડ *UT* GST - યુનિયન ટેરીટરી 

🌀 GST કેવા પ્રકાર નો ટેક્સ છે.
✔ પરોક્ષ (અપ્રત્યક્ષ) Indirect

🌀 GST ના અમલ થી નાના મોટા કેટલા ટેક્સ નાબૂદ થયા?
✔17 ટેક્સ

🌀 અત્યારે વિશ્વમાં સૌથી વધુ GSTનું સ્લેબ કયા દેશ માં છે?
✔ભારત 28% , ત્યારબાદ બીજા ક્રમે આર્જેન્ટીના 27%

🌀 કયો કર GST આવ્યા પછી પણ ચાલુ છે?
✔ આવકવેરો (Incometax)

🌀 GST માં વેપારીઓએ કેટલા રીટર્ન ફોર્મ ભરવા પડશે?
✔ વર્ષના કુલ *37* ફોર્મ
તારીખ 1 થી 10 - 1
તારીખ 11 થી 20 - 2
તારીખ 21 થી 30/31 - ૩
મહિનાના 3 ફોર્મ વર્ષ માં 3*12=36+1વાર્ષિક *કુલ 37* 

🌀 GST ના અમલ માટે બંધારણીય સુધારા બીલ કયા નંબર નું હતું?
✔122મુ

🌀GST ના અમલ માટે બંધારણીય સુધારા કયા નંબરનો હતો?
✔101

🌀 ભારત માં GST નો અમલ ક્યારથી થયો?
✔ 1 જુલાઈ 2017

🌀 GST નો અમલ કરનાર દેશોમાં ભારત નો ક્રમ કયો?
✔ 161 મો

🌀 ભારત પહેલા GST નો અમલ કરનાર દેશ કયો?
✔ મલેશિયા 1 એપ્રિલ 2015

🌀 વર્ષ 2018 માં કયો દેશ GST લાગુ કરવા જઈ રહ્યું છે.
✔ સાઉદી અરેબિયા

🙏ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
*Motto* : ✍Knowledge increases by sharing but not by saving✍


🌺📮GST વિશે ની માહિતી 📮🌺


📚GST પુરું નામ Good And Service Tax

📚1 જુલાઈ 2017 થી GST સમગ્ર દેશમાં લાગું કરવામાં આવ્યું. 

📚સંસદના સેન્ટ્રલ હોલ રાત્રે 12:00 વાગે GST લોન્ચીંગ 

📚સુત્ર ➖એક રાષ્ટ્ર , એક ટેકસ, એક માકઁટ 

📚GST ના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન 

📚ભારત GST અમલ કરનાર 161 મો દેશ બન્યો. 

📚ફ્રાન્સ દેશ 1954 માં GST લાગું કરનાર પ્રથમ દેશ 

📚GST અંગે ની સૌપ્રથમ ચચૉ વિચારણા વડાપ્રધાન અટલબિહારી વાજપેયી ના સમય માં થઈ 

📚બંધારણ ના 279 (A) ના અનુચ્છેદ મુજબ GST કાઉન્સિલ ની રચના કરવામાં આવી. 

📚GST નુ સંચાલન GST કાઉન્સિલ કરે છે. 

📚GST કાઉન્સિલ ના અદ્યયક્ષ નાણામંત્રી હોય છે. 

📚GST ની પ્રથમ કાઉન્સિલ મીટીંગ 23 Sept 2016 ના રોજ યોજાઇ હતી. 

📚GST કાઉન્સિલ બતાવવાની વાત અમિત મિત્રા સમિતિએ કરી હતીં. 

📚GST કાઉન્સિલ મા 33 સભ્યો છે.

📚GST કાઉન્સિલ મા અત્યાર સુધીમાં 18 બેઠકો મળી છે. 

📚GST મોડલ માટે સૌપ્રથમ અસીમદાસ ગૃપ્તા સમીતી રચના. 

📚GST બિલ રાજ્યસભા માં 3 August 2016 ના રોજ પસાર કરાયું. 

📚GST બિલ લોકસભા માં મે 2016 માં પસાર કરાયું 

📚GST બિલ વિધાનસભા માં પસાર કરનાર પ્રથમ રાજ્ય અસમ (13August 2016)

📚GST બિલ વિધાનસભા માં પસાર કરનાર છેલ્લુ રાજ્ય જમ્મુ કાશ્મીર (5 જુલાઈ 2017)

📚ભારત પહેલાં GST અમલ કરનાર દેશ મલેશિયા (April 2015)

📚GST બિલ ગુજરાત વિધાનસભા માં 23 ઓગસ્ટ 2016 ના રોજ પસાર કરાયું 

📚GST કાયદા અતગઁત SGST બિલ ગુજરાત વિધાનસભા માં પસાર કરાયું તે જ દિવસે બીજા ગોવા રાજ્યે પસાર કર્યુ 

📚GST માટે બંધારણીય સુધારો 101મો હતો 

📚GST માટે 122 માં નંબર નુ બંધારણીય સુધારા બિલ હતું 

📚GST માટે ભારતે ફયુઅલ મોડલ અપનાવ્યું છે. 

📚કેનેડા પછી ડયુઅલ મોડલ અપનાવનાર ભારત બીજો દેશ છે.

📚GST સોફટવેર ઈન્ફોસીસ કંપની તૈયાર કર્યું. 

📚GST ના અમલ થી 17 પ્રકાર ના પરોક્ષ ટેક્સ અને 23 પ્રકાર ના સેસ ટેક્સ નાબુદ થયા છે. 

📚GST ના 5 ટેક્સ સ્લેબ ➖ 0% , 5% 12% , 18% , 28%

📚GST એ પરોક્ષ ટેક્સ છે.

📚INCOME TAX એ GST આવ્યા પછી પણ ચાલુ છે. 

📚જીવન જરૂરિયાતની વસ્તુ પર 0% GST લાગે છે.

📚પેટ્રોલ અને શરાબ ને GST માંથી બાકાત રાખવામાં આવ્યા છે. 

📚લક્ઝરી વસ્તુ પર 28% GST લાગે છે. 

📚GST ના ચાર પ્રકાર છે .

✏️CGST ➖સેન્ટ્રલ GST 
➖ આ ટેક્સ કેન્દ્ર સરકાર 
વસુલશે .

✏️SGST ➖સ્ટેટ GST
➖આ ટેક્સ રાજ્ય સરકાર 
વસુલશે 

✏️UTGST ➖યુનિયન ટેરેટરી GST

✏️IGST ➖ઈન્ટીગ્રેટેડ GST
➖ બે રાજ્યો વચ્ચે થયેલા વેપાર પર ટેક્સ લાગે છે. આ ટેક્સ કેન્દ્ર સરકાર વસુલ કરશે બંને રાજ્યો સરખા હિસ્સે વહેચશે 


📚📝મિહિર પટેલ 📚

No comments:

Post a Comment