Wednesday, July 10, 2019

સાબરમતી આશ્રમ શતાબ્દી ઉજવણી અને શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ --- Sabarmati Ashram Shatabdi Celebration and Shrimad Rajchandra's 150th Birth Anniversary

👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏
સાબરમતી આશ્રમ શતાબ્દી ઉજવણી અને શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ
👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉 આપણે લોકોએ સાબરમતી આશ્રમ શતાબ્દી ઉજવણીના દિવસે સાબરમતી આશ્રમ વિશે માહીતિ મેળવી લીધી... તો ચાલો આજે હુ જાડેજા યુવરાજસિંહ મારી સાથે જાણીયે ગાંધીજીને સત્ય અને અહિંસાના પાઠ ભણાવનાર અને મહાત્મા બનાવનાર તેમના ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનું જીવન ચરિત્ર વિશે...

👉સમગ્ર વિશ્ર્વને શાંતિ સંદેશની પ્રેરણા આપે છે,

👁‍🗨૨૦૧૭નું વર્ષ મહાન ભારતીય સંત અને આધ્યાત્મક જ્યોતિર્ધર શ્રીમદ્ રાજચંદ્રજીનું ૧૫૦મી પાવન જન્મજયંતીનું વર્ષ છે (૧૮૬૭-૧૯૦૧).

👁‍🗨સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાના શ્રીમદ્ રાજચંદ્રના વિચારો આપણા જીવનમાં ઊતારીએ તો સમગ્ર વિશ્ર્વ સુખમય બની શકે 

👁‍🗨શ્રીમદ્ ‌રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ , શ્રીમદ્ રાજચંદ્રની ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કાનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ આશ્રમ પાસે અભયઘાટ નજીકના મેદાનમાં યોજાયો..

👁‍🗨શ્રીમદ્જીએ ગાંધીજીને લખેલા પત્રોમાંના એકમાં તેઓએ લખ્યું હતું કે ... જ્યારથી હિંસાનું અસ્તિત્વ રહ્યું છે ત્યારથી જ અહિંસાનો સિદ્ધાંત પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે આ બેમાંથી કોને મહત્વ આપીએ છીએ અથવા આમાંથી કોનો ઉપયોગ માનવહિતમાં થઈ રહ્યો છે એ વાત મહત્વની છે.”


👁‍🗨♻️“ગાંધીજી ઇંગ્લેન્ડથી ૧૮૯૧માં બૅરિસ્ટર થઈ પાછા આવ્યા ત્યારે તેમની શ્રીમદ્જી સાથે પહેલી મુલાકાત થઈ. 

👉શ્રીમદ્જીની આંતરિક નિર્મળતા, આધ્યાત્મિક ઊંડાણ, તેજસ્વી બુદ્ધિમત્તા, શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ તથા નૈતિકતાનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો.”

🎯🙏પછીના બે વર્ષમાં જ્યારે ગાંધીજી મુંબઈમાં હતા, ત્યારે આ સંબંધો અન્યોન્યપણે ગાઢ બનતા ગયા. દક્ષિણ આફ્રિકા ગયા પછી પણ તેઓનો પત્રવ્યવહાર દ્વારા સંપર્ક સજીવંત રહ્યો હતો. 
🎯🙏શ્રીમદ્જીના ગહન વિચારોએ ગાંધીજીમાં અધ્યાત્મિક સમજણ માટે જિજ્ઞાસા પ્રગટાવી. તેમનું ચારિત્ર ઘડવામાં શ્રીમદ્જીનું યોગદાન અવર્ણનીય છે. 
🙏તેઓ પાસેથી અખૂટ પ્રેરણા લઈ ગાંધીજીએ દયા, ધર્મ, સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય વગેરે મૂલ્યો અપનાવ્યાં હતાં જે પાછળથી ગાંધીવાદના પાયાના સિદ્ધાંતો બન્યા હતા”

🎯🙏શ્રીમદ્ રાજચંદ્રજીની આ ૧૫૦મી જન્મજયંતી વર્ષ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે એક વર્ષીય ઉજવણીઓનું આયોજન કર્યું છે. 
⭕️જેમાંનું એક છે, મહાત્મા ગાંધીજી તથા શ્રીમદ્ રાજચંદ્રજીના અધ્યાત્મસંબંધોની હૃદયસ્પર્શી કથા એવા એક પ્રેરણાદાયક નાટક🎥 "યુગપુરુષ- મહાત્માના મહાત્મા’📽નું નિર્માણ! ૧૪મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે પ્રથમ વાર પ્રસ્તુત થયેલ આ નાટક સફળતાના અભૂતપૂર્વ શિખરો સર કર્યા છે - ગુજરાતી, હિન્દી, કન્નડ, મરાઠી અને બંગાળી ભાષાઓમાં, ૨૧૬ દિવસમાં ૬૦૦થી વધુ સફળ નાટ્યપ્રયોગો રજૂ કરી ચૂકેલ આ નાટક અંગ્રેજી તેમ જ તામિલ ભાષાઓમાં પણ તૈયાર થઈ રહ્યું છે. આટલી ભાષાઓમાં, એકસાથે ૭ ટીમ દ્વારા વિવિધ સ્થળોએ એકસાથે એક જ નાટ્યપ્રયોગની રજૂઆત એ રંગભૂમિની દુનિયાનો એક અનોખો ઈતિહાસ છે! 
💡🔦વિશ્વભરમાં ૨૧૪ જેટલાં શહેરોમાં ૪,૨૯,૯૯૦થી વધુ પ્રેક્ષકો ’યુગપુરુષ’ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતી હર્ષ, આનંદ અને અહોભાવ સાથે ઉજવી ચૂક્યાં છે!

⏳પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી પાવન જન્મજયંતીના વર્ષની ઉજવણી કરી રહ્યા છે જેમાં શ્રીમદ્ રાજચંદ્રજીને સંલગ્ન વિવિધ સંસ્થાઓ જેમ કે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મક સાધના કેન્દ્ર - કોબા, શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ અને વિહાર ભવન ટ્રસ્ટ - અમદાવાદ, રાજ સોભાગ આશ્રમ- સાયલા, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સાધના કેન્દ્ર - કુકમા, શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ -પાટણ અને બીજા અનેક લોકો હાજર રહ્યા છે.. 

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾
👁‍🗨👁‍🗨👁‍🗨શ્રીમદ્ રાજચંદ્ર💐💐💐
🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

🐾શ્રીમદ્ રાજચંદ્ર એ ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ અને જ્ઞાતા હતા. 
🐾તેઓ ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા છે. 
🐾તેમનો જન્મ
૯ નવેમ્બર ૧૮૬૭ અને દેવ દિવાળીને દિવસે મોરબી પાસેનાં વવાણિયા ગામે થયો હતો. 
🐾દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રીમદ્ રાજચંદ્રના પિતાનું નામ રાવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. 
🐾તેઓ નાનપણમાં ‘લક્ષ્મીનંદન’,(
મૂળ નામ લક્ષ્મીનંદન) પછીથી ‘રાયચંદ’ અને ત્યારબાદ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ તરીકે પ્રસિદ્ધ થયા. 
🐾કહેવાય છે કે રાજચંદ્રને ૭ વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું. 
🐾૮ વર્ષની ઉંમરે કવિતા લખવાનો આરંભ કર્યો હતો. 
🐾૯મા વર્ષે રામાયણ અને મહાભારત સંક્ષેપ્ત પદોમાં લખ્યું. 
🐾૧૨થી ૧૬ વર્ષની વયમાં આઘ્યાત્મિક પુસ્તકોનું તેમણે સર્જન કર્યું. 
🐾📌📌📌તેઓ 👁‍🗨શતાવધાન👁‍🗨 અર્થાત એકસાથે સો ક્રિયાઓ એક ઘ્યાને સફળતાપૂર્વક કરી શકતાં હતાં. 
🐾પત્ની ઝબકબાઈ સાથે સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવીને આઘ્યાત્મ ઉન્નતિને પ્રાપ્ત કરી. 
🐾૩૩ વર્ષની વયે ૯ એપ્રિલ ૧૯૦૧નાં રોજ
💐રાજકોટ ખાતે મૃત્યુ પામ્યાં.💐

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️Religion જૈન ધર્મ
⭕️Sect શ્વેતાંબર
⭕️Other names કવિ, રાયચંદભાઇ
⭕️Born લક્ષ્મીનંદન રાવજીભાઈ મહેતા
9 નવેમ્બર 1867
વાવણિયા , મોરબી નજીક, ગુજરાત
⭕️Died 9 એપ્રિલ 1901 (33 વયે)
રાજકોટ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ચાર વર્ષની ઉમરે નામ બદલીને રાજચન્દ્ર રાખવામાં આવ્યું હતું.
👉પિતા વૈષ્ણવ હતા; અને માતા જૈન. આ બન્ને સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા હતા. બાળપણથી જ પ્રતિક્રમણ ( ક્ષમાયાચના) ની ઊંડી અસરનો અનુભવ થયો હતો.
👉સાત વર્ષની ઉમરે એક પરિચૈત વ્યક્તિ શ્રી. અમીચંદભાઈના અવસાન સમયે સ્મશાનમાં દેહને બળતો જોઈ; તેમને ગયા જન્મ વિશે જ્ઞાન થયું હતું અને સહજ વિરક્તિભાવ પ્રગટ્યો હતો.
👉ભણવામાં અત્યંત તેજસ્વી હતા. 
👉શાળાનો સાત વર્ષનો અભ્યાસ માત્ર બે જ વર્ષમાં પુરો કર્યો હતો.
👉આઠ વર્ષની ઉમરે પહેલી કવિતા લખી હતી; અને સામાજિક બનાવો અંગે ઘણી કવિતાઓ લખી હતી- જે સ્થાનિક અખબારમાં પ્રગટ પણ થઈ હતી.
👌👉સ્ત્રી શિક્ષણની સુધારણા, બાળલગ્ન, પૈસાદારો દ્વારા થતો મૂડીનો દુર્વ્યય જેવા ગંભીર વિષયો પર લેખ લખ્યા.
👉પ્રાથમિક શિક્ષણ ( સાત ધોરણ) પુરું કરીને પિતાના ધંધામાં પરોવાયા હતા.
👉જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો હતો; અને ૧૮ વર્ષની ઉમરે તો સચોટ ભવિષ્ય કથન કરી શકતા હતા.
👉14 વર્ષની ઉંમરે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખી લીધી હતી અને પિતાની દુકાનમાં કામ કરતાં જૈન આગમ અને અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
👉17 વર્ષની ઉંમરે તેમણે કોઈને આઠ જુદા જુદા કામ એક સાથે કરવાનો પ્રયોગ કરતા જોયા; જેને અષ્ટાવધાન કહે છે. 
🐾એની પદ્ધતિ તેઓ શીખ્યા; અને પછીના દિવસે તેઓએ બાર જાતના કામ એક સાથે કર્યા. તરત જ તેમની ધ્યાનની શક્તિ વધારતા ગયા અને ૧૦૦ અવધાન (ક્રિયાઓ) સફળતાપૂર્વક કરી બતાવ્યાં જે શતાવધાનના નામે ઓળખાય છે.
👉અસામાન્ય શક્તિ દર્શાવવા માટે યુરોપનું આમંત્રણ આવ્યું પણ તેમને તેનો અસ્વીકાર કર્યો
👉૨૦ વર્ષની ઉમરે મુંબાઈમાં હીરાના ધંધામાં જોડાયા. ધંધાકીય સૂઝ અને ડહાપણને કારણે ઘણા ટૂંકા સમયમાં તેમનો ધંધો દેશ-પરદેશ સુધી વિકસ્યો.

👉ઈ.સ.1896 માં તેઓ ઉત્તરસંડાના જંગલોમાં, ઈડર અને કાવીઠામાં ઘણાં મહિનાઓ સુધી એકાંતમાં રહેતા. અને એક ટંક ભોજન જમતા, ખૂબ જ થોડી ઊંઘ લેતા. તેઓ તેમનો સમય ઊંડા ધ્યાનમાં પસાર કરતા. 
👉🙏28 વર્ષની ઉંમરે તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું.
🙏👉23 વર્ષની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્રને સમ્યગ્દર્શન એટલે કે સાચી શ્રદ્ધા અથવા સહજ જ્ઞાનનો અનુભવ થયો.તેમના કોઈ આધ્યાત્મિક ગુરૂ ન હતા. સમગ્ર જાગૃતિ અંદરથી જ પ્રગટી હતી.
👉૧૮૯૯ – ધંધામાંથી ૩૧ વર્ષની ઉમરે સંપૂર્ણ નિવૃત્તિ
✅👉ગાંધીજી તેમના ઉપદેશોથી ઘણા પ્રભાવિત થયા હતા. અહિંસા માટેની આસ્થા એનાથી પ્રગટી હતી. તેઓ શ્રીમદને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા.
🙏👉ઈચ્છા હોવા છતાં, સાંસારિક જવાબદારીઓને લીધી તેઓ દીક્ષા ગ્રહણ કરી શકેલા નહીં.
🙏👉તેમની મહાનતાની તેમના જીવનકાળ દરમિયાન ખાસ નોંધ ન લેવાઈ. 🙏👉જૈન સમાજમાં શ્રીમદ્ બહુ પ્રિય ન હતા, કારણ કે તેમણે જૈન સમાજની સમજ અને હેતુરહિત ખોટી પ્રણાલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો. 
👉🙏એમના મૃત્યુ બાદ એમની મહાનતાની પિછાણ લોકોને થઈ.
તેમના અનુયાયીઓએ ધરમપુર ખાતે, તેમના ઉપદેશોના પ્રસાર માટે સંસ્થા સ્થાપી છે.
🙏👉સાબરમતી નજીક કોબા, અગાસ અને બીજા સ્થળોએ પણ તેમના ઉપદેશના પ્રસાર માટે આશ્રમો/ સંસ્થાઓ ચાલી રહ્યાં છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment