Thursday, July 11, 2019

મોદી નેતન્યાહુના મોટાભાઈનું બલિદાન યાદ કર્યું (ઓપરેશન એન્ટેબી ) ---- Modi recalled the sacrifice of Netanyahu's elder brother (Operation Entebbe)

💐🙏💐🙏💐🙏🙏💐🙏💐🙏💐
મોદીએ નેતન્યાહુના મોટાભાઈનું બલિદાન યાદ કર્યું (ઓપરેશન એન્ટેબી )
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️👉ઓપરેશન એન્ટેબી ’⭕️ નામ બદલીને તેને ‘ઓપરેશન યોનાતન ’ નામ અપાયું હતું .

👮વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુના મોટાભાઈએ બરાબર ૪૧ વર્ષ પહેલાં ઈઝરાયેલીઓને બચાવવા માટે યુગાન્ડામાં આપેલું બલિદાન યાદ કર્યું હતું . 

👮👮મોદીએ બેન ગુરિયોન એરપોર્ટ પર તેમના ટૂંકા વક્તવ્યમાં કહ્યું હતું કે ‘આજે ૪ જુલાઈ છે . 
👮👮ઓપરેશન એન્ટેબીને 👥બરાબર ૪૧ વર્ષ થયા છે . એ દિવસે તમારા વડાપ્રધાન અને મારા મિત્ર બિબિ (નેતાન્યાહુ )ના મોટાભાઈ યોનાતને યુગાન્ડામાં બંદી બનાવાયેલા અનેક ઈઝરાયેલીઓના જીવ બચાવ્યા હતા . ’ 🗣મોદીએ કરાવેલા આ સંસ્મરણથી નેતાન્યાહુ થોડી વાર માટે સ્થિતપ્રજ્ઞ બની ગયા હતા .
👤👥👤👥👤👥👤👥👤👥
🗣🗣🗣ઓપરેશન એન્ટેબી👀👀
👤👥👤👥👤👥👤👥👤👥

👳👳૧૯૭૬માં એર ફ્રાન્સનું વિમાન તેલ અવિવથી પેરિસ જઈ રહ્યું હતું , જેમાં કેટલાક ઈઝરાયેલીઓને બંદી બનાવીને વિમાન એન્ટેબી એરપોર્ટ પર લઈ જવાયું હતું . તેમને છોડાવવા માટે નેતાન્યાહુના મોટાભાઈ લેફ્ટેનન્ટ કર્નલ યોનાતનની આગેવાનીમાં ઈઝરાયેલની સેનાના એલાઈટ કમાન્ડો યુનિટ સાયરેત મત્કલે ઓપરેશન એન્ટેબી હાથ ધર્યું હતું . 
👉અપહરણ કરનારા તમામ સાતનો ખાત્મો બોલાવી દેવાયો હતો . ત્રણ પ્રવાસીઓનાં તેમાં મોત થયા હતા . 
💐💐👉સેનાના યુનિટમાંથી યોનાતન એકમાત્ર શહીદ હતા . તેમને ગોળી વાગતા તેમનું મૃત્યુ થયું હતું . જોકે ૧૦૬ પૈકી ૧૦૨ ઈઝરાયેલીઓને તેમણે બચાવી લીધા હતા અને મિશન સફળ રહ્યું હતું . ત્યાર પછી ♦️‘ ઓપરેશન એન્ટેબી ’⭕️ નામ બદલીને તેને ‘ઓપરેશન યોનાતન ’ નામ અપાયું હતું .
👉 મોદીએ નેતાન્યાહુને કહ્યું હતું કે ‘તમારા જાંબાઝ હીરો યુવા પેઢીઓ માટે પ્રેરણારૂપ છે . ’ વર્તમાન પીએમ નેતાન્યાહુ પણ સાયરેત મત્કલના મેમ્બર હતા 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰
👉ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ વિવાદાસ્પદની સાથે સાથે જાદુઇ છાપ પણ ધરાવે છે. નેતન્યાહુ જોખમ લેવાથી ક્યારેય ડરતા નથી. પોતાના મનની વાત સાંભળવી અને તેના ઉપર અમલ કરવા જાન લગાવી દેવાની તેમની સ્ટાઇલ જાણીતી રહી છે. તેનો એક દાખલો તો અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલી પરમાણુ સમજતી છે. નેતન્યાહુ સારી રીતે જાણતા હતા કે બરાક ઓબામા આ ડીલને વધારે મહત્વ આપવા માંગતા હતા. આને પોતાની વિરાસત તરીકે પણ જોઇ રહ્યા હતા. આવી સ્થિતી હોવા છતાં નેતન્યાહુએ રિપબ્લિકન પાર્ટીના આમંત્રણ પર અમેરિકી કોગ્રેસમાં આ ડીલની વિરુદ્ધમાં લોબિંગ ચલાવી હતી. નેતન્યાહુના ભાઇ યોનતાન ઇઝરાયેલમાં એક હિરોની છાપ ધરાવતા હતા. વર્ષ ૧૯૭૬માં એન્ટેબી વિમાનીમથક પર દુસાહસિક ઓપરેસન દરમિ.યાન યોનતાનનુ મોત થયુ હતુ. એર ફ્રાન્સના એક વિમાનનુ અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ. તેમા મુસાફરી કરી રહેલા ઇઝરાયેલી નાગરિકોને છોડાવી લેવા માટે આ મુશ્કેલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. નેતન્યાહુ સિવાય અન્ય કોઇ નેતા અમેરિકાના પ્રમુખની સામે જઇને લોબિંગ કરવાની વિચારણા પણ કરી શકે નહી. અમેરિકા અને ઇરાન વચ્ચે સમજુતી થઇ ગઇ પરંતુ નેતાન્યાહુને કોઇ નુકસાન થયુ ન હતુ. ઇઝરાયેલમાં ચૂંટણી લડીને તેઓ ચોથી વખત વડાપ્રધાન બન્યા છે. સાથે સાથે આ હોદ્દા પર રહેનાર સૌથી પ્રથમ ઇઝરાયેલી નેતા બની ગયા છે. નેતાન્યાહુ ઇઝરાયેલના સૌથી યુવા વડાપ્રધાન તરીકે પણ રહ્યા છે. આજે વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાં સામેલ થયા છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment