💃🚶💃🏃💃🏃💃🏃💃🏃💃🏃
👯♂👯ગુજરાતનાં લોકનૃત્યો👯♂👯
💃🚶💃🚶💃🚶💃💇💃🚶💃🚶
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨(૧) ગરબો : ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે.
👁🗨(૨) રાસ : હલ્લીસક અને લાસ્ય નૃત્યમાંથી તેનો જન્મ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્યો છે.
👁🗨(૩) હાલીનૃત્ય : હાલીનૃત્ય સુરત જિલ્લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્ય છે. એક પુરુષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી વગાડતાં હોય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨(૪) ભીલનૃત્ય : પંચમહાલનાં ભીલનૃત્યો પૈકી યુદ્ઘનૃત્ય વિશેષ જાણીતું છે. યુદ્ઘનું કારણ પ્રેમપ્રસંગ હોય છે. આ નૃત્ય પુરુષો કરે છે. ઉન્માદમાં આવી જઇને તેઓ ચિચિયારીઓ પાડે છે અને જોરથી કુદકા મારે છે. આ નૃત્ય કરતી વખતે તેઓ તીરકાંમઠાં, ભાલાં વગેરે સાથે રાખે છે અને પગમાં ઘૂઘરા બાંધે છે. સાથે મંજીરા પૂંગીવાદ્ય અને ઢોલ પણ વાગતાં હોય છે. ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું આ નૃત્ય ‘આગવા’ તરીકે ઓળખાય છે. ઓખામંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે કૂદકા મારતાં આ નૃત્ય કરે છે.
👁🗨(૫) દાંડિયા રાસ : દાંડિયા રાસમાં ભાગ લેનારના હાથમાં બે દાંડિયા હોય છે. આ દાંડિયા સાથે તે તાલબદ્ઘ રીતે ગોળાકારમાં ફરે છે અને સામસામા બેસીને અથવા ફરતાં ફરતાં પરસ્પર દાંડિયા અથડાવે છે. આ રાસ સાથે ઢોલ, તબલાં, મંજીરા વગેરે પણ વાગતાં હોય છે.
👁🗨(૬) ગોફગૂંથણ : રંગીન કાપડની પટ્ટી, રાશ કે દોરીને એક કડીમાં બાંધીને ગુચ્છો બનાવાય છે. એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડિયો પકડીને નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં દોરીની ગૂંથણી અને હલનચલન મુખ્ય છે. આ નૃત્યમાં પુરુષો ભાગ લે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨(૭) ટિપ્પણી નૃત્ય : આ નૃત્ય ધાબું ધરવા માટે ચૂનાને પીસતી વખતે થાય છે. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો ટિપ્પણી વડે ટીપવાની ક્રિયા સાથે તાલબદ્ઘ નૃત્ય કરે છે.
👁🗨(૮) પઢારોનું નૃત્ય : નળકાંઠાના પઢારો મંજીરાં લઇને ગોળાકારમાં નૃત્ય કરતા હોય છે. પગ પહોળા રાખીને હલેસાં મારતા હોય છે કે અડધા બેસીને, અડધા સુઇને નૃત્યની વિવિધ મુદ્રાઓ કરતા હોય છે. આ નૃત્ય સાથે એકતારો, તબલાં, બગલિયું અને મોટાં મંજીરા વગાડવામાં આવે છે.
👁🗨(૯) માંડવી અને જાગનૃત્ય : ઉત્તર ગુજરાતમાં નવરાત્રિમાં સોજા, મહેરવાડા, રૂપાલ વગેરે સ્થળોએ તથા અમદાવાદમાં ઠાકરડા, પાટીદાર, રજપૂત વગેરે કોમની બહેનો માથે માંડવી કે જાગ મૂકીને આ નૃત્ય કરે છે. એક બહેન ગવરાવે છે અને બીજી બહેનો માથે માંડવી મૂકી હાથમાં તાળી આપી નૃત્ય કરે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨(૧૦) રૂમાલનૃત્ય : મહેસાણા જિલ્લાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગોએ હાથમાં રૂમાલ રાખી નૃત્ય કરતા હોય છે. ઘોડા કે અન્ય પશુનું મહોરું પહેરીને પણ આ નૃત્ય કરાય છે.
👁🗨(૧૧) હમચી કે હીંચનૃત્ય : સીમંત, લગ્ન કે જનોઇના પ્રસંગે રાંદલ માતાને તેડવામાં આવે છે. રાંદલ માતા ફરતી બહેનો રાંદલમાની સ્તુતિ કરતાં હમચી ખૂંદે છે કે હીંચ લે છે.
👁🗨(૧૨) રાસડા : રાસડામાં લોકસંગીત મુખ્ય હોય છે. આ ત્રણ તાલી રાસનો એક પ્રકાર છે. કોળી અને ભરવાડ કોમોમાં સ્ત્રી-પરુષો સાથે રાસડા લે છે. રાસડામાં ઉપયોગમાં લેવાતાં વાદ્યોમાં મોરલી, પાવા, શરણાઇ, કરતાલ, ઝાંઝ, ઘૂઘરા, મંજીરા, ઢોલ, ઢોલક, ડફ અને ખંજરી મુખ્ય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨(૧૩) કોળી નૃત્ય : કોળી સૌરાષ્ટ્રની રંગીલી કોમ છે. તેઓ મધ્યમ કદના હોય છે. તેમના શરીર પાતળાં અને ચેતનવંતા હોય છે. તરણેતરનો મેળો કોળીઓનો જ મેળો છે. કોળી સ્ત્રી ત્રણ તાલીના રાસમાં ચગે છે. મીઠી હલકે, મીઠા કંઠે અને મોકળા મને ગાતી તેમજ વાયુના હિલોળાની જેમ ઝૂમતી કોળી સ્ત્રીને જોવી એ એક લહાવો છે.
👁🗨(૧૪) મેરનૃત્ય : મેર જાતિનું લડાયક ખમીર અને આકર્ષક બાહુબળ આ નૃત્યમાં આગવું સ્વરૂપ ધારણ કરે છે. ઢોલ અને શરણાઇ એમનાં શૂરાતનને બિરદાવતાં હોય છે. મેર લોકોમાં પગની ગતિ તાલબદ્ઘ હોવા છતાં તરલતા ઓછી હોય છે. કયારેક તેઓ એક થી દોઢ મીટર જેટલાં ઊંચા ઊછળે છે અને વીરરસ તથા રૌદ્રરસની પ્રસન્ન ગંભીર છટા ઊભી કરે છે.
👁🗨(૧૫) સીદીઓનું ધમાલનૃત્ય : જાફરાબાદ પાસે જંબુસર ગામમાં સીદી લોકોની ત્રણસો વર્ષ જૂની વસાહત છે. તેઓ મૂળ આફ્રિકાના અહીં આવીને વસેલા મુસલમાનો છે. હાથમાં મશીરાને (નાળિયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને) તાલબદ્ઘ ખખડાવે છે. મોરપીચ્છનો ઝુડો ફેરવતો જાય છે.
👁🗨(૧૬) મેરાયો : આ બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્ય છે. સરખડ અથવા ઝૂંઝાળી નામના ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને ‘મેરાયો’ બનાવવામાં આવે છે. મેરાયો ઘુમાવતી આ ટોળી મેળામાં સ્થળે પહોંચે છે. પછી ખુલ્લી તલવારથી પટાબાજી ખેલતા બે મોટિયારો દ્વંદ્વયુદ્ઘ માટે એકબીજાને પડકારે છે. આ દ્રશ્ય જોનારને હ્રદય થંભી જતું હોય એમ લાગે છે. ત્યાં એકાએક બંને લડવૈયા સામસામે એકબીજાને ભેટી પડે છે. આ વખતે ‘હુડીલા’ (શૌર્યગાન) ગવાય છે.
👁🗨(૧૭) ડાંગીનૃત્ય : ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગીનૃત્ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે. ‘માળીનો ચાળો’ , ‘ઠાકર્યા ચાળો’ વગેરે. ડાંગીનૃત્યના ૨૭ જાતના તાલ છે. તેઓ ચકલી, મોર, કાચબા વગેરે જેવાં પ્રાણીઓ અને પંખીઓની નૃત્ય સ્વરૂપે કરે છે. થાપી, ઢોલક, મંજીરા કે પાવરી નામનાં વાજિંત્રોમાંથી સૂર વહેતાં થતાં જ સ્ત્રી-પુરુષો નાચવા માંડે છે.

🔰🐾🐾🔰🐾🔰🐾🐾🔰🐾🐾
સામાજિક , સાંસ્કૃતિક અને ભૌગોલિક સ્થિતિના પ્રતીક, ગુજરાતી લોકનૃત્યો
🎯⭕️🎯⭕️🎯⭕️🎯⭕️🎯⭕️🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉ગરબા અને રાસ તો દુનિયાભરમાં જાણીતા છે . સામાન્ય રીતે રાસ, હિંચ , પંચિયું , દોઢીયું , પોપટીયું જેવા પ્રકારો પણ જાણીતા છે . તેની સાથે લોકો દર વર્ષે કેટલાક નવા સ્ટેપ્સ અને સ્ટાઇલ વિકસાવતાં રહે છે . પરંતુ તેની સાથે ગુજરાતના ગરબાના ભાગ ગણાતા કેટલાક અન્ય લોકનૃત્યોના પ્રકારો વિશે પણ જાણવું રસપ્રદ છે.💃🏃👯👯♂👇
👏👏ગુજરાતના લોકનૃત્યો આપણી સામાજિક , ભૌગોલિક અને સાંસ્કૃતિક શૈલીનું પ્રતીક છે .
👉🙌મોટા ભાગના લોકનૃત્યો એવા છે , જેમાં જે તે સમાજની જીવનશૈલીનું પ્રતિનિધિત્વ થતું હોય છે .
👌લોકસંસ્કૃતિ - લોકકલાઓના સંશોધક અને નિષ્ણાત જોરાવરસિંહ જાદવ જણાવે છે , ‘રાસ પુરુષો રમે છે અને સ્ત્રીઓ રાસડા લે છે . જ્યારે રાસ બંને સાથે રમે છે . આપણી નૃત્ય પરંપરા હડપ્પન સંસ્કૃતિ જેટલી જૂની છે .
👉 જ્યારે રાસની પરંપરા એ કૃષ્ણકાળ જેટલી જૂની છે .
👉હમચી જેવા ધાર્મિક નૃત્યો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના નાગરોમાં ગવાતા બેઠા ગરબા વિશેષ પ્રકારો છે .
👉’ દૂરદર્શનના પ્રોગ્રામ ડિરેક્ટર રૂપા મહેતા જણાવે છે , ‘ લોકનૃત્યો આપણી ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિના પ્રતીકો છે .
👉નળકાંઠાના પઢારોના નૃત્યમાં પાણી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓનું વર્ણન છે .
👉ડાંગી નૃત્યમાં પહાડી પ્રદેશના આદિજાતિના લોકો પિરામીડ બનાવીને નૃત્ય કરે છે . આહિરની સ્ત્રીઓના નૃત્યમાં લાસ્ય , તો મેરના રાસડામાં તાંડવનું તત્વ જોવા મળે છે .
👉ટીપ્પણી ચોરવાડની કડિયાકામ સાથે સંકળાયેલી સ્ત્રીઓનું નૃત્ય છે , જેઓ ટીપીને ટીપીને જમીન તૈયાર કરતી. ’
🎯🎯ઘોડો ખૂંદવો : 🔰રાંદલનો ઘોડો ઉત્તર ગુજરાત , દક્ષિણ ગુજરાત , ખંભાત બારુ , ભાલ નળકાંઠો , વઢિયાર, ખાખરિયો ટપ્પો અને કાઠિયાવાડમાં સૂર્યપત્ની રન્નાદેવીની પૂજાનો મહિમા મોટો છે . ઘણી લોકજાતિઓમાં લગ્ન, સીમંત જેવા સામાજિક પ્રસંગે રાંદલ તેડવાનો રિવાજ છે . આ પ્રસંગે કુટુંબની સ્ત્રીઓ રાંદલનો ઘોડો ખૂંદે છે . આ વખતે ફરતી ફરતી સ્ત્રીઓ ઘોડાની જેમ બબ્બે પગે કૂદતી કૂદતી તાળીઓ પાડતી ગોળ ગોળ ફરે છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯રાસ : 🔰રાસ એ સૌરાષ્ટ્રનું એક આગવું નૃત્ય છે . પ્રાચીન કાળમાં ગોપગોપીઓ સાથે મળીને કૃષ્ણલીલાના રાસ રમતાં. રાસમાં ફિલ્મી ગીતો ઉપરાંત રાધા કૃષ્ણ કે ગોપીઓના ગીતો ગાવામાં આવે છે . જેમાં નરસિંહ અને મીરાની કૃતિઓ તેમજ વૈષ્ણવધર્મના ગીતોની અસર જોવા મળે છે . સામાન્ય રીતે દાંડિયારાસ શરદપૂનમ , સાતમ - આઠમપ્રસંગે ગામડાંઓમાં યોજાતા .
🎯ગોફગૂંથન :🔰 ગોફગૂંથનને સોળંગા રાસ પણ કહેવાય છે . એ સૌરાષ્ટ્રના કોળી, ભરવાડ અને કણબીઓનું જાણીતું નૃત્ય છે . આ નૃત્યમાં વણેલી સુંદર દોરીઓના ગુચ્છ ઉપર છત કે સ્તંભમાં બાંધેલી કડીમાંથી પસાર કરી તેનો એક એક દડો ખેલૈયાઓના હાથમાં અપાય છે . રાસની સાથે બેઠક ફૂદડી ને ટપ્પા લેતાં લેતાં વેલ આકારે એક અંદર ને એક બહાર ફરતાં ફરતાં રાસે રમે છે . તેની સાથે સાથે રંગીન દોરી ગૂંથાતી જાય છે . ગૂંથણી પૂરી થયા પછી અવળા ચલન ગૂંથણી ઉકેલમાં આવે છે .
🎯ચાબખો : 🔰મેર લોકોના દાંડિયારાસ, મેર લોકોના દાંડિયા સાદા દાંડિયા નહીં , પણ જાડા પરોણાના દાંડિયા હોય છે . તેમના દાંડિયારાસ ઢોલ ને શરણાઈના તાલે તાલે ચાલે છે . તેમાં ગીતો નથી ગવાતા . મેરની દાંડિયા વીંઝવાની છટા એ તલવારના ઝાટકાની કલામય છટા છે .
પઢારોનું મંજીરાનૃત્ય : મંજીરાનૃત્ય એ નળસરોવરની આસપાસના વિસ્તારોમાં વસતા પઢારોનું વિશિષ્ટ લોકનૃત્ય છે . મંજીરાને કુશળતાપૂર્વક રાસમાં ઉતારીને તેઓ સુંદર નૃત્ય કરે છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯ભરવાડોનો હુડો : 🔰સૌરાષ્ટ્રના ભરવાડોમાં જ્યારે ડોકા રાસ અને હુડા રાસમાં ગીતો નથી ગવાતા . ઢોલના તાલે તેઓ દાંડિયા કે હાથથી રમે છે . હુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે રાસે રમે છે . આ રાસ તરણતેરના મેળામાં વખણાય છે .
🎯ઠાગા નૃત્ય : 🔰ઠાગા નૃત્ય એ ઉત્તર ગુજરાતના ઠાકોરોનું લોકનૃત્ય છે . તહેવારો દરમિયાન આ વિસ્તારના ઠાકોર ઊંચી એડીના બૂટ , પોતડી , ગળે હાંસડી, પગમાં તોડો અને કાનમાં મરકી પહેરી હાથમાં ઉઘાડી તલવારો લઈને ઠાગા નૃત્ય કરે છે .
🎯ઢોલો રાણો :🔰 ઢોલો રાણો એ ભાવનગરની આસપાસના વિસ્તારના કોળીઓના લોકનૃત્યનો પ્રકાર છે . ચોમાસું આવતાં આ સ્ત્રી -પુરુષો હાથમાં સૂપડાં , સૂપડિયું , સાવરણી, સૂંડલા , ડાલાં , સાંબેલું વગેરે લઇ અનાજ ઊપણતાં, સોઇને ઝાટકતાંને ખાંડતાં ગોળ ફરીને નૃત્ય કરતાં કરતાં મંજીરા , કાંસીજોડા ને તબલાંના તાલે તાલે ગાય છે .
🎯વણઝારાનું હોળી નૃત્ય :🔰 ગુજરાતમાં વસતા મારવાડીઓ જન્માષ્ટમી અને હોળી વખતે નૃત્યો કરે છે . પુરુષો ખભે મોટું ચંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને ઢારવો લે છે . કેટલીક પછાત જાતિઓમાં પણ આવું રૂમાલ નૃત્ય જોવા મળે છે .

No comments:
Post a Comment