📝🖍📝🖍📝🖍📝🖍📝🖍
🖌🖍🖌શિક્ષણ થકી વિકાસ🖍🖊🖍
📝🖋📝🖌📝🖌📝🖌📝🖌
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
🙏🙏મિત્રો શિક્ષણ થકી વિકાસ એટલે કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. વિકાસ પામવા માટે શિક્ષણનું પ્રમાણ વધે સાથે સાથે ગુણવત્તા પણ સુધરે તેની આવશ્યકતા સહુ કોઈ સ્વીકારે છે. આ દેશનો પ્રત્યેક નાગરિક પછી તે માં-બાપ હોય કે રાજનેતા, સમાજશાસ્ત્રી હોય કે શિક્ષાવિદ્દ આજે શિક્ષણનું મહત્વ સ્વીકારે છે. બીજી તરફ શિક્ષણના સ્તર માટે ચિંતા પણ કરે છે. દરેક બીજાના સામે બળાપો પણ કાઢે છે. જેમ કે, માં-બાપ શિક્ષક કે શાળાને તો શિક્ષકો સરકારી તંત્રને દોષિત ગણે છે. નેતાઓ સિસ્ટમને જવાબદાર ગણે ને લોકો નેતાઓને ભાંડતા ફરે છે. આજે આપણે બાળકોના શિક્ષણમાં માં-બાપના સંદર્ભે વાત કરવી છે. જો માનવી પોતાની દ્રષ્ટિ છોડી બીજાની એટલે કે સામાવાળાની દ્રષ્ટિથી જુએ તો જગતના અડધા પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જાય. આ વાત શિક્ષણના સંદર્ભમાં માં-બાપને પણ લાગુ પડે છે. આજે પ્રાથમિક શિક્ષણથી શરુ કરીને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે માતા પિતા સંતાનોના શિક્ષણથી અજાણ અથવા અળગા કે અજ્ઞાન થઇ જાય છે.
👁🗨મોટેભાગે સમાજની એકંદર એવી સમજ છે અને ખાસ કરી ને માં-બાપ એવું માને છે કે વધુ ગુણાંક કે વધુ ટકા સંતાન મેળવે એટલે તે વધુ હોશિયાર છે. પ્રાથમિક શાળામાં કે માધ્યમિક અને છેવટે ઉચ્ચ શિક્ષણમાં આજે સમાજની આ માનસિકતાનો ગેરલાભ શિક્ષકો, શિક્ષણસંસ્થાઓ ઉઠાવે છે. સંતાનોને મહતમ ગુણાંક પ્રાપ્ત થાય છે. માં-બાપને એમ કે તેમનું સંતાન હોશિયાર છે. આ સિલસિલો છેક સુધી ચાલે છે. બાળકના ગમા-અણગમા, તેની શુષુપ્ત શક્તિઓના વિકાસના કે સમગ્રતયા તેના શારીરિક અને માનસિક વિકાસને બદલે ગોખણપટ્ટી અને પુસ્તકીયા જ્ઞાનની મહત્તાને વધારી દેવાયી છે. વિષય કે અભ્યાસક્રમને સમજીને શીખવા કરતા ઉપરછલ્લું અને પરિક્ષા પુરતું જ શીખાય કે શીખવાય છે. પછી જ્યારે સ્પર્ધાત્મક મુલવણી થાય ત્યારે તેમાંથી બહુ મોટો વર્ગ એવો છે કે જેનાં આ માર્કનો ફુગ્ગો સ્પર્ધાત્મક પરીક્ષામાં ફુટી જાય છે.