Thursday, July 11, 2019

ભારત અને ઇઝરાયેલ --- India and Israel

🛡🛡🛡🛡🛡🛡🛡
ભારત અને ઇઝરાયેલ
🛡🛡🛡🛡🛡🛡🛡🛡🛡🛡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⭕Yuvirajsinh Jadeja:
ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોમાં કેટલીક બાબત મહત્વપૂર્ણ છે જે નીચે મુજબ છે.
* ભારત ઇઝરાયેલના શસ્ત્ર નિકાસના મામલામાં સૌથી ટોપના મહત્વના દેશ તરીકે છે. ભારત દ્વારા ૨૦૧૨-૧૬ વચ્ચે ઇઝરાયેલના શસ્ત્રોની નિકાસના મામલામાં ૪૧ ટકા હથિયારોની ખરીદી કરવામાં આવી છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના જણાવ્યા મુજબ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો ઐતિહાસિક રહ્યા છે
* ઇઝરાયેલ ભારતના ત્રીજા સૌથી મોટા શસ્ત્ર સોર્સ તરીકે છે. ૨૦૧૨-૧૬ વચ્ચેના ગાળામાં ૭.૨ ટકા આયાત હિસ્સો ઇઝરાયેલનો રહ્યો છે
* ભારત અને ઇઝરાયેલ વચ્ચે શસ્ત્ર આયાતની ટકાવારી અમેરિકા અને રશિયા બાદ ત્રીજા સ્થાને છે. ભારતના શસ્ત્ર સોર્સના મામલામાં આયાતની હિસ્સેદારી અમેરિકાની ૧૪ ટકા અને રશિયાની ૬૮ ટકા રહી છે
* આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશોમાં એકસમાન અભિપ્રાય રહ્યા છે.
* ઇઝરાયેલમાં ૪૦૦૦થી વધુ ભારતીયો રહે છે અને ભારતીયોને સંબોધન કરીને લોકથી લોક સંપર્કો વધારવાના પ્રયાસો કરવામાં આવનાર છે
* ઇઝરાયેલી વડાપ્રધાન સાથે શિખર વાતચીત,
પ્રતિનિધિસ્તરની વાતચીતના અંતે સુરક્ષા,
કૃષિ, જળ, ઉર્જા, સંરક્ષણ, અંતરિક્ષના ક્ષેત્રમાં ૧૭૦૦ કરોડથી વધુની સમજૂતિ થશે

👁‍🗨મોદીની સાથે મોટુ પ્રતિનિધિમંડળ પણ મોદીની સાથે પહોંચ્યું છે. જુદા જુદા કાર્યક્રમો થનાર છે. ભારત અને ઇઝરાયેલ દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઈ ઉપર લઈ જશે. મોદી હેફામાં ઇન્ડિયન સેમટેરિમાં ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. ર૬-૧૧ હુમલામાં ઘાયલ થયેલા હોલ્ત્જબર્ગ મોસેને પણ મળશે. મોદી પાંચમી જુલાઈના દિવસે ઇઝરાયેલા પ્રમુખ અને વિપક્ષના નેતા પણ મળશે. વડાપ્રધાન મોદીએ હિબ્રુ ભાષામાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, તેમને પ્રથમ વડાપ્રધાન તરીકે ઇઝરાયેલની યાત્રા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. ભવ્ય સ્વાગત માટે તેઓ આભાર માને છે. ઇઝરાયેલ ભારતના મુખ્ય ભાગીદાર તરીકે છે. ત્રાસવાદની સામે બંને દેશો સાથે મળીને કામ કરી શકે છે. તેમની આ યાત્રા ઐતિહાસિક છે. બંને દેશોની જનતા માટે આ યાત્રા ખુબ જ શાનદાર રહેનાર છે. અમે સૌથી જુની સભ્યતાના સૌથી યુવા દેશ તરીકે છે. મોદીના કાર્યક્રમોમાં ર૬-૧૧ મુંબઇ હુમલામાં જીવિત બચી ગયેલા મોસેને મળવાનો પણ કાર્યક્રમ છે. તેમને ભારતીય મહિલા સેન્ડ્રા દ્વારા બચાવી લેવાયા હતા. પાંચમી જુલાઈના દિવસે મોદીના જુદા જુદા કાર્યક્રમો રહેલા છે. મોદી અને નેતાન્યાહૂ વચ્ચે શિખર વાતચીત થનાર છે જેમાં વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અંતરિક્ષના ક્ષેત્રમાં ઘણી સમજૂતિ થઇ શકે છે. કૃષિ ક્ષેત્રમાં પણ સહકાર કરવામાં આવનાર છે. મોદી હાલમાં જ અમેરિકા પહોંચ્યા હતા જ્યાં તેમનું અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીની ઇઝરાયેલ યાત્રાને લઇને તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

♦️ઇઝરાયેલ સાથે થયા 7 કરાર
- ભારત-ઇઝરાયેલ ઈન્ડસ્ટ્રિયલ R&D અને ટેક્નોલોજીકલ ઈનોવેશન ફન્ડ મુદ્દે એમઓયુ થયા.
- ભારત-ઇઝરાયેલ વચ્ચે બીજો એક MoU ભારતમાં વોટર કન્ઝર્વેશનને લઈને થયો હતો.
- સ્ટેટ વોટર યુટિનિલિટીને લઈને ભારત-ઇઝરાયેલ વચ્ચે MoU થયા હતા.
- ભારત-ઇઝરાયેલ વચ્ચે એગ્રીકલ્ચરના વિકાસ માટે 2018-2020 ત્રણ વર્ષના કરાર થયા છે.
- ઇઝરાયેલ સાથે એટોમિક ક્લોક્સમાં કો-ઓપરેશનને લઈને કરાર કરવામાં આવ્યા છે.
- GEO-LEO ઓપ્ટિકલ લિન્કમાં કો-ઓપરેશન માટે પણ MoU કરવામાં આવ્યા છે.

- નાના સેટેલાઈટ માટે ઈલેક્ટ્રોનિક પ્રોપ્યુલ્શનમાં કો-ઓપરેશન માટે પણ MoU કરવામાં આવ્યા છે.

👉ગઇકાલે ભારત અને ઇઝરાયેલને ‘લોકશાહી બહેનો’ ગણાવ્યા બાદ વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ આજે બંને દેશો વચ્ચે ઝડપી આગળ વધતાં સહકારને ‘સ્વર્ગમાં બનેલી જોડી’ તરીકે નવાજ્યા હતા. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક ઇઝરાયેલ યાત્રાના બીજા દિવસે બંને દેશો વચ્ચે કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, અવકાશ અને વોટર મેનેજમેન્ટ જેવા મહત્ત્વનાં સાત ક્ષેત્રોમાં સમજૂતી થઇ હતી.

♦️♻️નેતાન્યાહુ અને વડાપ્રધાન મોદી વચ્ચે આ યાત્રા દરમ્યાન ન માત્ર ભારત અને ઇઝરાયેલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત થઇ, બલ્કે વૈશ્વિક સમસ્યાઓ અને જરૂરતો પર પણ ઊંડાણપૂર્વકની ચર્ચા થઇ હતી. 4 કરોડ અમેરિકી ડોલરનું ભારત-ઇઝરાયેલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આર એન્ડ ડી) એન્ડ ટેકનિકલ ઇનોવેશન ફંડ ઊભું કરવા પણ એમઓયુ કરવામાં આવ્યા હતા. નેતાન્યાહુ અને વડાપ્રધાન મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં બંને દેશોની દોસ્તીનો વધુ એકવાર ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે, અમે એક બાબતે એકમત થયા છીએ કે, અમારા વૈજ્ઞાનિકો અને સંશોધકો આ ક્ષેત્રમાં અરસપર લાભદાયી સમાધાન વિકસિત કરે, નિર્માણ કરે અને ખ્યાલ કરે. ઔદ્યોગિક વિકાસમાં સંશોધન માટે 4 કરોડ અમેરિકી ડોલરના ખર્ચે દ્વિપક્ષીય ટેકનોલોજી સંશોધન ભંડોળ ઊભું કરવાનો અમારો નિર્ણય આ લક્ષ્ય હાંસિલ કરવામાંઆપણને મદદ કરશે. આ ઉપરાંત જળનાં ક્ષેત્રમાં સહકાર વધારવા પણ બે સમજૂતીઓ થઇ હતી. મોદીએ ઉમેર્યું કે, ‘સંશોધન, જળ અને કૃષિ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં ઇઝરાયેલ એ આગળ પડતું રાષ્ટ્ર છે અને ભારતના વિકાસ માટે આ ક્ષેત્રોમાં મારી પ્રાથમિકતા છે.

♻️✅સાત સમજૂતીઓની ઘોષણા પછી બંને નેતાઓએ સંબોધન કર્યું હતું. નેતાન્યાહુએ પહેલાં બોલતાં કહ્યું કે, ‘અમે ઇતિહાસ બનાવી રહ્યા છીએ. જે મારા માટે વ્યક્તિગત અને નેશનલ-ઇન્ટરનેશનલ બંને સ્તરે મહત્ત્વનું છે. નેતાન્યાહુએ હિબ્રુ અને હિન્દીનાં એક ગાયકના ગીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તમે અને અમે મળીને દુનિયા બદલાવી શકીએ છીએ. તેમણે ઉમેર્યું કે આ બે દેશો સિવાય ત્રીજા વિશ્વ માટે પણ જાગૃત છીએ.

♦️♻️ભારતમાં જળ સંરક્ષણ માટે એમઓયુ
ભારતના રાજ્યોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે સમજૂતિ
ભારત-ઈઝરાયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન- કૃષિ ક્ષેત્ર માટે 2018-2020 સુધી ત્રણ વર્ષના કાર્યક્રમોની ઘોષણા
ઈસરો અને ઈઝરાયલ વચ્ચે પરમાણું સબંધિત કરારો
જીઈઓ-એલઈઓ ઓપ્ટિકલ લિંક માટે એમઓયુ
નાના ઉપગ્રહોને વીજળી આપવા માટેની સમજૂતિ

♻️✅26/11 હુમલાના પીડિત બાળક મોશેને મળ્યા મોદી

♻️✅ઈઝરાયલના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 2008માં મુંબઈ હુમલામાં જીવીત બચેલા બાળક મોશેને મળ્યા હતા. મોશેએ મોદીનું નમસ્તે કહીને અભિવાદન કર્યા બાદ પત્રમાં લખેલો સંદેશો મોદીને વાંચીને સંભળાવ્યો હતો. જેમાં કહ્યું હતું કે, તેને ભારતના લોકો અને નરેન્દ્ર મોદી ખૂબ ગમે છે. મોશેના સંદેશા બાદ મોદી ભાવુક થયા હતા અને મોશેને ભેટી પડયા હતા તેમજ ભારત આવવા માટેનું નિમંત્રણ આપ્યું હતું. 2008માં થયેલા મુંબઈ હુમલામાં આતંકીઓએ નરીમન હાઉસને નિશાન બનાવ્યું હતું જેમાં મોશેનાં માતા-પિતાની હત્યા થઈ હતી. આ દરમિયાન મોશેને ભારતીય આયાએ જીવના જોખમે બચાવ્યો હતો. મોદીની મુલાકાત અગાઉ મોશેના દાદાએ કહ્યું હતું કે, 125 કરોડ ભારતીયોના વડાપ્રધાને મોશે અને અમારી સાથે મુલાકાત કરવાની ઈચ્છા બતાવી એ અત્યંત મહત્ત્વપુર્ણ બાબત છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ઇન્ડિયા ફોર ઇઝરાયેલ, ઇન્ડિયા વિથ ઇઝરાયેલ : મોદી

No comments:

Post a Comment