Friday, July 12, 2019

ભારતના એવોર્ડ ---- India's award

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
🏆🏆🏆ભારતના એવોર્ડો🏆🏆🏆
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯1 ભારત રત્ન – દેશના નાગરિકોને સાહિત્ય,કલા,વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો આપવામાં આવે છે. તેમા ઉત્તમ પ્રકારની સેવા માટે સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર છે. ઇ.સ. 1954થી આ પુરસ્કાર આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.

🎯2 પહ્મવિભૂષણ,પહ્મભૂષણ અને પહ્મશ્રી એવોર્ડ – કોઇપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.

🎯3 જ્ઞાનપીઠ એવોર્ડ – ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા તરથી સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ એવોર્ડ આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.

🎯4 નેશનલ ફિલ્મ એવોર્ડ – શ્રેષ્ઠ ફિચર ફિલ્મ.શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને આપવામાં આવે છે.

🎯5 આર્યભટ્ટ એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આપવામાં આવે છે.

🎯6 દાદાસાહેબ ફાળકે એવોર્ડ – ફિલ્મ ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

ભારત રત્ન --- Bharat Ratna

🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖
દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન વિશે’ જાણવા જેવું બધું જ
🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️♦️🎯મેડલની ટીટ્સ બીટ્સ

- વર્ષ 1954માં ભારત રત્ન સન્માનની શરૂઆત થઈ
- તેમાં પદક ઉપરાંત રાષ્ટ્રપતિની સહીવાળું સન્માન પત્રક આપવામાં આવે છે.
- ભારત રત્નને કોઈ આર્થિક રકમ આપવામાં નથી આવતી.
- કળા-સાહિત્ય-રાજકારણ કે અન્ય કોઈ ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રદાન કરનારને આ પદક આપી શકાય છે.
- ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ પોતાના નામ સાથે ભારત રત્ન ન લખી શકે. જોકે બાયોડેટામાં કે અન્ય કોઈ સન્માન કાર્યક્રમમાં લખી શકાય.

- કોઈ ચોક્કસ વરસે મહત્તમ ત્રણ લોકોને જ ભારત રત્નથી સન્માનિત કરી શકાય
-યુપીએ સરકારના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ લોકોને ભારત રત્નપદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.

- અત્યાર સુધીમાં 45 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- હાલમાં માત્ર પાંચ ભારત રત્ન હયાત છે. લતા મંગેશકર, પ્રો. અબ્દુલ કલામ, , સચિન તેંડુલકર યુએનઆર રાવ તથા અમતર્ય સેન
- મધર ટેરેસા, નેલ્સન મંડેલા, ખાન અબ્દુલ્લ ગફાર ખાન જેવા વિદેશી અથવા વિદેશમાં જન્મેલા લોકોને પણ દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
- સચિન તેંડુલકર સૌથી યુવાન ભારત રત્ન વિજેતા છે.

સુનિલ છેતરી ---- Sunil Khatri

⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️
સુનીલ છેત્રી - ભારતીય ફૂટબોલ વિશ્વનો સુપરસ્ટાર
⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏મિત્રો યુરોપીયન ફૂટબોલ અને ફૂટબોલરો પાછળ પાગલ ચાહકોએ ક્યારેક ભારતીય ફૂટબોલરોને ચિયર કરવાની પાંચ મિનિટ પણ કાઢવી જોઈએ🙏

👉દુનિયાની રાહ છોડીને અલગ જ મંઝિલની તલાશમાં નવી ઉડાન ભરતા યૌવન એવા વિરલ ઈતિહાસ રચતા હોય છે કે જેની કલ્પના પણ અગાઉ કોઈએ કરી હોતી નથી. સફળતા એ કોઈ ફોર્મ્યુલા નથી કે જેની ચોક્કસ ફ્રેઈમ તૈયાર કરીને તેમાંથી સિસ્ટમેટીકલી સક્સેસફૂલ પ્રતિભાઓ દુનિયાને આપી શકાય.

👉જો આ બધુ આટલું સરળ અને યંત્રવત્ હોત તો જિંદગીમાં આવતા અણધાર્યા આંદોલનો અને તેની પાછળ તણાઈ આવતા લાગણીના ઘોડાપુરની મજા ભાગ્યે જ માણવા મળત. પણ હકીકત આવી નથી. નવી દિશા - નવા દરવાજાની પાછળના વિરાટ સ્વપ્ન નગર સુધી પહોંચવાની સફરને જ સંઘર્ષનું નામ આપવામાં આવ્યું છે.

👉ભલભલાને ડગાવી જાય તેવી સંઘર્ષની યાત્રાને પાર કરનારને જ અસાધારણ સિદ્ધિઓનું સ્વામિત્વ પ્રાપ્ત થાય છે. આવી જ સિદ્ધિ હાલ ભારતીય ફૂટબોલ ટીમ કેપ્ટન સુનીલ છેત્રીના માર્ગદર્શન હેઠળ મેળવી રહી છે.

નવનિર્માણ અને અનામત વિરોધી આંદોલન --- Makeover and anti-reservation movement

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
🎯♻️🎯બે આંદોલન♻️🎯♻️
નવનિર્માણ અને અનામત વિરોધી આંદોલન 
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મિત્રો અજે યાદ કરી આ આંદોલનને

💠👁‍🗨 રાજ્ય બે મોટા આંદોલનો જોઈ ચૂક્યું છે.
👁‍🗨1975માં શરૂ થયેલું નવનિર્માણ આંદોલન અને ત્યાર બાદ 
👁‍🗨1981થી 1985 સુધી ચાલેલાં અનામત વિરોધી આંદોલન રાજ્યભરમાં પ્રસરી ચૂક્યાં હતાં.
💠આ બન્ને આંદોલન વખતે સરકાર તૂટી હતી.નવનિર્માણ આંદોલનના પગલે ચીમનભાઈ પટેલ અને અનામત વિરોધી આંદોલનના પગલે 👉માધવસિંહ સોલંકીને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

🎯🎯*નવનિર્માણ આંદોલન*🎯🎯

મોંઘવારી-બેરોજગારી-ભ્રષ્ટાચારને હટાવવાની માગણી સાથે શરૂ થયેલા નવનિર્માણ આંદોલનના મૂળમાં મોરબી અને એલ ડી એન્જિનિયરિંગ કોલેજના ફૂડ બિલમાં 1973ની સાલમાં પ્રતિમાસ રૂ.70થી રૂ.100નો કરવામાં આવેલ વધારો જવાબદાર હતો.હોસ્ટેલ મેસમાં ફૂડ બિલમાં 30 ટકા જેટલો વધારો કરવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો.વિદ્યાર્થીઓને એક ટાઈમ જમવા માટેની ફરજ પડી હતી.બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને હતા.ભ્રષ્ટાચારના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાથી વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કર્યુ હતું,જેથી હાલમાં ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલન જેવી જ સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી.

જામનગર જિલ્લો -- Jamnagar district

👩🏻‍🌾🍫 *મિત્રો આજે જામનગર નો જન્મદિન છે તો ચાલો આજે જામનગર જિલ્લા વિશે જાણીએ.....*


◾🗯◾🗯◾🗯◾🗯◾
🌺🌺 *જામનગર જિલ્લો*🌺🌺
◾🗯◾🗯◾🗯◾🗯◾

*"જામનગર એટલે હાલાર પ્રદેશ"*

🔊💬

*"જળ આછરા ,*
*ખળ લાપડા ,*
*ધુંગે ધુંગે ધાર ,*
*હસમુખોને હેતાળવો ,*
*હલકેલ મલક હાલાર"*

યુ. આર. રાવનું યોગદાન --- U. R. Rao's contribution

✏ *યુ. આર. રાવનું યોગદાન*

➖ વિક્રમ સારાભાઈએ જ્યારે 1960-70ના દાયકામાં યુવા વિજ્ઞાનીઓની ટીમ સાથે ભારતનો અવકાશ કાર્યક્રમ શરૃ કર્યો ત્યારે તેમાં યુવાન યુ.આર.રાવ પણ શામેલ હતા. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)માં કામ કરતા રાવને સારાભાઈએ ઉપગ્રહની કમાન સોંપી હતી. સારાભાઈના અવસાન પછી યુ.આર. રાવે કુશળતાપૂર્વક દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તૈયાર કરી બતાવ્યો હતો. એ વખતે ઈસરો પાસે ઉપગ્રહ બનાવવા માટે આધુનિક કહી શકાય એવુ બિલ્ડિંગ પણ ન હતુ. માટે બેંગાલુરુના જીઆઈડીસીના શેડમાં વર્કશોપ તૈયાર કરી ત્યાં ઉપગ્રહ તૈયાર કરવામાં આવ્યો હતો.

➖ ઈસરોમાંથી નિવૃત્ત થયા પછી પણ તેઓ ઈસરોની સલાહકાર સમિતિમાં હતા અને સક્રિયપણે માર્ગદર્શન આપતા રહેતા હતા. જ્યારે મંગળયાન માટે વિજ્ઞાનીઓની ટીમ તૈયાર થઈ રહી હતી ત્યારે ઈસરોના ડિરેક્ટર રાધાકૃષ્ણન સૌથી પહેલા જઈને પોફેસર રાવને મળ્યાં હતા. રાવ સૌથી પહેલા મંગળયાનની ટીમમાં જોડાયા હતા. જોકે તેમને સક્રિય કામગીરી કરવાની ન હતી, પણ માર્ગદર્શકનો રોલ ભજવવાનો હતો.

➖ 1966માં ઈસરોમાં કામગીરી શરૃ કરીએ પહેલા તેઓ અમેરિકા હતા અને ત્યાં મેસેચ્યુશેટ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) તથા યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ભણાવતા હતા. વિક્રમ સારાભાઈના આગ્રહથી તેઓ દેશના અવકાશ કાર્યક્રમને આગળ ધપાવવા ભારત આવ્યા હતા. ગુજરાત સાથે તેમને અંગત નાતો હતો. અમેરિકાથી આવ્યા પછી તેઓ અમદાવાદમાં પીઆરએલમાં જોડાયા હતા. અહીં રહીને ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિજિક્સમાંથી તેમણે પીએચ.ડી.ની ડીગ્રી હાંસલ કરી હતી. તેમણે બ્રહ્માંડ કિરણો પર ડોક્ટરેટ કર્યું હતું અને એ શોધનિબંધમાં તેમના ગાઈડ ડો.વિક્રમ સારાભાઈ હતા. ઉપગ્રહોના વૈશ્વિક નિષ્ણાત પ્રોફેસર રાવ સેટેલાઈટ ટેકનોલોજીના નિષ્ણાત તરીકે જગવિખ્યાત થયા હતા. માટે જ 2013માં તેમને 'ધ સોસાયટી ઓફ સેટેલાઈટ પ્રોફેશનલ્સ ઈન્ટરનેશનલ' દ્વારા અમેરિકામાં 'હોલ ઓફ ફેમ'માં સ્થાન આપવામાં આવ્યુ હતુ. આવુ સન્માન મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય વિજ્ઞાની હતા. ભારત સરકારે તેમના જ્ઞાનની કદર કરીને 1976માં પદ્મભૂષણથી નવાજ્યા હતા, જ્યારે 2017માં પદ્મવિભૂષણનું સન્માન મળ્યું હતુ. 

➖ ઈસરોના ચેરમેનકાળ દરમિયાન તેમણે ભારતનું સેટેલાઈટ લોન્ચિંગ વ્હિકલ વિકસાવવા પર ધ્યાન આપ્યું હતુ. સેટેલાઈટ ઉપરાંત કોસ્મિક રે એટલે બ્રહ્માંડમાં દૂરથી આવતા કિરણોના તેઓ અભ્યાસુ હતા. તેમણે 350થી વધારે રિસર્ચ પેપર રજૂ કર્યા હતા.

પૂર --- Floods

Yuvirajsinh Jadeja:
⛈ પૂર એ એકત્ર થયેલી જમીનના પાણીના વિસ્તરણના સંગ્રહ અથવા ઓવરફ્લો (ઉપર થઇને વહેવું)છે. વહેતા પાણીના અર્થમાં આ શબ્દનો ઉપયોગ ભરતીના જુવાળમાં લાગુ પડી શકે છે. પાણીના સંચયની જગ્યા જેમ કે નદી અથવા તળાવમાં પાણીના જથ્થામાંથી પૂર પરિણમે છે, જે ઓવરફ્લો અથવા કિનારીઓ તૂટી જવાથી થાય છે, તેના પરિણામે કેટલુંક પાણી તેની સાધારણ સપાટી તોડી નાખે છે. જ્યારે તળાવનું કે પાણીનું અન્ય સંગ્રહસ્થાનનું કદ કરા પડવા કે બરફ ઓગળવાના સમયમાં વિવિધ મોસમમાં બદલાતુ રહે છે, જ્યારે આ પ્રકારનું પાણી માનવીઓ જેનો ઉપયોગ કરે છે તેવી જમીન અલબત્ત ગામડું, શહેર અથવા અન્ય વસતીવાળા પ્રદેશમાં જ્યાં સુધી પ્રવેશતું નથી તે સિવાય નોંધપાત્ર પૂર બનતું નથી.

⛈જ્યારે નદીની ક્ષમતા અત્યંત ઊંચી હોય અને તેની ઉપરથી પાણી વહેવા માંડે છે ત્યારે માર્ગથી અન્ય દિશામાં વળી જાય છે અથવા વાંકીચૂંકી વહે છે અને તેના કિનારે રહેલા રહેણાંકો અને વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે ત્યારે નદીઓમાં પણ પૂર આવે છે તેમ કહી શકાય. પૂરથી થતા નુકસાનને સમય વીતી જાય તે પહેલા નદીથી અથવા પાણીના સંગ્રહસ્થાનથી દૂર જઇને ટાળી શકાય છે, તો બીજી બાજુ લોકો પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણીની આસપાસ રહે છે અને સસ્તી અને સરળ મુસાફરી કરવા માટે નજીક રહેલા પાણીનો ફાયદો ઉઠાવે છે. પૂરનું જોખમ હોય તેવા વિસ્તારોમાં માનવીઓ રહેવાનં સતત રાખે છે તે એ વાતનો પૂરાવો છે કે પાણીની નજીક રહેવાનું દેખીતું મૂલ્ય વારંવારના વખતોવખત આવતા પૂરને લીધે થતાં ખર્ચથી વધી જાય છે.