⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️
સુનીલ છેત્રી - ભારતીય ફૂટબોલ વિશ્વનો સુપરસ્ટાર
⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏મિત્રો યુરોપીયન ફૂટબોલ અને ફૂટબોલરો પાછળ પાગલ ચાહકોએ ક્યારેક ભારતીય ફૂટબોલરોને ચિયર કરવાની પાંચ મિનિટ પણ કાઢવી જોઈએ🙏
👉દુનિયાની રાહ છોડીને અલગ જ મંઝિલની તલાશમાં નવી ઉડાન ભરતા યૌવન એવા વિરલ ઈતિહાસ રચતા હોય છે કે જેની કલ્પના પણ અગાઉ કોઈએ કરી હોતી નથી. સફળતા એ કોઈ ફોર્મ્યુલા નથી કે જેની ચોક્કસ ફ્રેઈમ તૈયાર કરીને તેમાંથી સિસ્ટમેટીકલી સક્સેસફૂલ પ્રતિભાઓ દુનિયાને આપી શકાય.
👉જો આ બધુ આટલું સરળ અને યંત્રવત્ હોત તો જિંદગીમાં આવતા અણધાર્યા આંદોલનો અને તેની પાછળ તણાઈ આવતા લાગણીના ઘોડાપુરની મજા ભાગ્યે જ માણવા મળત. પણ હકીકત આવી નથી. નવી દિશા - નવા દરવાજાની પાછળના વિરાટ સ્વપ્ન નગર સુધી પહોંચવાની સફરને જ સંઘર્ષનું નામ આપવામાં આવ્યું છે.
👉ભલભલાને ડગાવી જાય તેવી સંઘર્ષની યાત્રાને પાર કરનારને જ અસાધારણ સિદ્ધિઓનું સ્વામિત્વ પ્રાપ્ત થાય છે. આવી જ સિદ્ધિ હાલ ભારતીય ફૂટબોલ ટીમ કેપ્ટન સુનીલ છેત્રીના માર્ગદર્શન હેઠળ મેળવી રહી છે.
👉ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા - ફિફા - વિશ્વના ૨૧૨ જેટલા દેશોને તેમના પર્ફોમન્સને સહારે ક્રમાંક આપે છે અને આ રેન્કિંગમાં ભારત ટોચના ૧૦૦ દેશોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે, જે કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. એશિયાની ટીમોમાં ભારતનો ક્રમ ૧૧મો છે.
👉છેલ્લા કેટલાક સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ફૂટબોલમાં ભારતને મળેલા ગૌરવનો શ્રેય યુવા ટીમની સાથે સાથે કેપ્ટન સુનીલ છેત્રીને પણ આપવો ઘટે.
🏐બાઇચૂંગ ભુટિયાની નિવૃત્તિ બાદ ભારતીય ફૂટબોલ ટીમનું સુકાન સંભાળનારા સુનીલ છેત્રીએ સ્ટ્રાઈકર તરીકેની કુશળતા અને કેપ્ટન તરીકેની કુનેહને સહારે ભારે લોકપ્રિયતા અને ગૌરવ હાંસલ કર્યા છે.
🏐🏐છેલ્લા ૧૨ વર્ષથી ભારતીય ફૂટબોલ ટીમનો નિયમિત હિસ્સો રહી ચૂકેલો છેત્રી હવે કારકિર્દીની ૧૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ રમવાની નજીક પહોંચી ગયો છે. તેણે ગોલની અડધી સદી તો ફટકારી દીધી છે, તેની સાથે સાથે ભારત તરફથી સૌથી વધુ ગોલ ફટકારવાની સિદ્ધિ પણ પોતાના નામે કરી છે.
🏐ભારતીય ફૂટબોલની ઓળખ બની રહેલા સુનીલ છેત્રીએ તાજેતરમાં કિર્ગીઝસ્તાન સામેની મેચમાં ભારત તરફથી વિજયી ગોલ ફટકાર્યો હતો. આ સાથે એશિયન ફૂટબોલ કોન્ફિડરેશનના એશિયન કપની ક્વોલિફાયર મેચમાં ભારતે સતત બીજી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનો ક્રમ મેળવી લીધો હતો. ભારતીય ફૂટબોલના રાઈઝિંગની પાછળ કેપ્ટન સુનીલની સખત મહેનત રહેલી છે.
🏐👉પાંચ ફૂટ અને સાત ઈંચની ઉંચાઈ ધરાવતા સુનીલ માટે ફૂટબોલ પર પસંદગી ઉતારવી ખુબ જ સ્વાભાવિક હતી. કારણ કે ફૂટબોલ તેમની પારીવારિક રમત છે. સુનીલના પિતા આર્મીના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં હતા અને તેઓ આર્મીની ટીમ તરફથી ફૂટબોલ રમતાં. તેવી જ રીતેની તેની માતા સુશીલા તો નેપાળની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટીમની ખેલાડી રહી ચુકી છે. આ કારણે સુનિલમાં ખુબ જ સહજતાથી ફૂટબોલર તરીકેની પ્રતિભાનો વિકાસ થયો.
👉આર્મીની સ્કૂલમાં ભણતા-ભણતા તેણે ફૂટબોલમાં જબરજસ્ત કુશળતા મેળવી લીધી. પિતા આર્મીમાં હોવાથી સુનીલને સતત દેશભરનો પ્રવાસ કરવો પડયો. જોકે આ બાબત તેની ફૂટબોલ કારકિર્દી માટે પાયારૃપ સાબિત થઈ. તેને જુદા-જુદા વાતાવરણના અનુભવની સાથે, જુદા-જુદા કોચિસની તાલીમ પણ મળી અને તેના કારણે તેની નૈસગક રમત વધુ ખીલી ઉઠી.
👉સ્કૂલ લેવલનું ફૂટબોલ રમતાં સુનીલની રમતની ભારતની પ્રતિતિ ફૂટબોલ કલબ મોહન બાગાનના નિષ્ણાતો ખુબ જ પ્રભાવિત થઈ ગયા અને તેમણે ૧૭ વર્ષના છોકરાને પોતાની કલબમાં સામેલ કરી લીધો.
👉સુનીલ આ ઘટના અંગે આજે પણ નિખાલસતાથી કહે છે કે, મેં ક્યારેય વિચાર્યું નહતું કે હું ફૂટબોલર જ બનીશ. જોકે, જ્યારે મોહન બાગાનનો કોન્ટ્રાક્ટ મળ્યો, તે પછી હું વધુ ગંભીરતાથી ફૂટબોલ રમવા માંડયો. કારકિર્દીની શરુઆતના ચાર વર્ષ તેણે મોહન બાગાનમાં જ લેજન્ડરી ખેલાડીઓની વચ્ચે કાઢયા. આ દરમિયાન તેની પ્રતિભાને નિખાર મળ્યો.
👉મોહન બાગાનમાં જોડાયાના એક વર્ષ બાદ છેત્રીને ભારતની અંડર-૨૦ ટીમમાં એન્ટ્રી આપવામાં આવી, જેમાં તેણે પ્રભાવક દેખાવ કરતાં ત્રણ મેચમાં બે ગોલ ફટકાર્યા હતા. આ પછી માત્ર ૧૯ વર્ષે તેને ભારતની સિનિયર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.
👉તેણે વર્ષ ૨૦૦૫માં જ પાકિસ્તાન સામેની ફૂટબોલ મેચમાં કારકિર્દીનો સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ ફટકાર્યો હતો. પાકિસ્તાન સામેના મુકાબલાથી ગોલ સ્કોરિંગનો શુભારંભ કરનારા છેત્રીએ અત્યાર સુધી ભારત તરફથી ૫૪ ગોલ ફટકારી દીધા છે અને હજુ તેનું ગોલસ્કોરિંગ જારી જ રહેવા પામ્યું છે.
👉દરમિયાનમાં વિદેશી ટીમોની નજર સુનીલ છેત્રીની ગોલસ્કોરિંગ ટેકનિક પર ગઈ. તેની ઝડપ અને ચતુરાઈભરી રમતને કારણે વર્ષ ૨૦૧૦માં અમેરિકાની મેજર લીગ ફૂટબોલની કલબ કેન્સાસ સિટી વિઝાર્ડસે તેનામાં રસ દાખવ્યો હતો.
👉જોકે કેન્સાસ તરફથી અડધી સિઝન સુધી તો છેત્રીને કોઈ મેચ રમવા મળી નહતી. આખરે મીડ સિઝનમાં કેન્સાસ સીટી અને માન્ચેસ્ટર યુનાઈટેડ વચ્ચે રમાયેલી ફ્રેન્ડલીમેચમાં સબસ્ટીટયૂટ ખેલાડી તરીકે તેને ઉતારવામાં આવ્યો હતો. આ મેચમાં કેન્સાસનો ૨-૧થી વિજય થયો હતો. આ પછી તે સ્વદેશ પાછો ફર્યો હતો અને તેણે ભારતની ઘરઆંગણાની લીગમાં શાનદાર પર્ફોમન્સ આપવાનું જારી રાખ્યું હતુ.
👉ભારતીય ફૂટબોલના સુપરસ્ટ્રાઈકર તરીકે ઉભરી આવેલા સુનિલને થોડા સમય માટે પોર્ટુગલની સ્પોટગ કલબમાં પણ સ્થાન મળ્યું હતુ, જે પછી તે સ્વદેશ ફર્યો તે સાથે બેંગાલુરુ એફસીમાં જોડાઈ ગયો હતો. બે સિઝન સુધી બેંગાલુરુ એફસી તરફથી નોંધપાત્ર દેખાવ કરનારા સુનીલને આખરે આઇપીએલ સ્ટાઈલની ફૂટબોલ લીગ - ઈન્ડિયન સુપર લીગમાં મુંબઈ સિટીની ટીમમાં સ્થાન મળ્યું હતુ.
👉મુંબઈએ ભારતીય ફૂટબોલના સુપરહિરોને ૨૦૧૫માં યોજાયેલી હરાજીમાં સવા બે કરોડ રૃપિયામાં કરારબદ્ધ કર્યો હતો. આ સાથે સુનીલ તે હરાજીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. આ પછી તેની ટ્રાન્સફર બેંગાલુરુ એફસીમાં થઈ ગઈ હતી અને હજુ તે આઇએસએલમાં બેંગાલુરુ એફસી તરફથી રમી રહ્યો છે.
👉છેત્રી વર્ષ ૨૦૦૭, ૨૦૦૯ અને ૨૦૧૨માં નેહરુ કપ જીતનારી ભારતીય ફૂટબોલ ટીમનો મહત્વપૂર્ણ હિસ્સો રહી ચૂક્યો છે. આ ઉપરાંત તે બે વખત સાઉથ એશિયન ફૂટબોલ ચેમ્પિયનશીપ અને એક વખત એએફસી ચેલેન્જ કપ જીતનારી ટીમનો પણ હિસ્સો રહી ચૂક્યો છે.
👉ભારતીય ફૂટબોલને સતત આગળ ધપાવી રહેલા સુનીલ છેત્રીએ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે, તેમ છતાં ભારતીય ફૂટબોલ ચાહકોમાં તે પોતાના આગવા ચાહકો ઉભા કરી શક્યો નથી. ભારતના હજ્જારો ફૂટબોલ ચાહકો એવા છે કે, જેઓને જોજનો દૂર રમાતી યુરોપીયન ફૂટબોલ લીગના સ્ટાર્સ તો શું સરેરાશ ખેલાડીઓના નામ પણ મોઢે હોય છે.
👉જોકે ભારતની હાલની ફૂટબોલ ટીમના પાંચ-છ ખેલાડીઓના નામ પણ કોઈને યાદ હોતા નથી. જોકે આવી પરિસ્થિતિ છતાં સુનીલ છેત્રી સહિતના ઘણા જાંબાઝ ખેલાડીઓ એવા છે કે જેઓ અન્યોની પરવા કર્યા વિના સતત ભારતીય ફૂટબોલને આગળ લાવવા માટે કટિબદ્ધ છે.
🙏Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિતની મદદથી🙏

No comments:
Post a Comment