Friday, July 12, 2019

જામનગર જિલ્લો -- Jamnagar district

👩🏻‍🌾🍫 *મિત્રો આજે જામનગર નો જન્મદિન છે તો ચાલો આજે જામનગર જિલ્લા વિશે જાણીએ.....*


◾🗯◾🗯◾🗯◾🗯◾
🌺🌺 *જામનગર જિલ્લો*🌺🌺
◾🗯◾🗯◾🗯◾🗯◾

*"જામનગર એટલે હાલાર પ્રદેશ"*

🔊💬

*"જળ આછરા ,*
*ખળ લાપડા ,*
*ધુંગે ધુંગે ધાર ,*
*હસમુખોને હેતાળવો ,*
*હલકેલ મલક હાલાર"*


💥 *કાઠિયાવાડનું રતન’* 💥

▫▪▫▪▫▪▫▪▫
🌺 *તાલુકા અને મુખ્ય મથક* 🌺
▫▪▫▪▫▪▫▪▫

🌐 *મુખ્ય મથક* 🌐
➖જામનગર

🌐 *તાલુકા : ૬* 
➖જામનગર
➖લાલપુર
➖કાલાવડ
➖જામજોધપુર
➖ધ્રોળ
➖જોડિયા

🏵🎼🏵🎼🏵🎼🏵🎼🏵


👩🏻‍🏫🌺 *જ્ઞાન કિ દુનિયા* 🌺👩🏻‍🏫

👩🏻‍🌾👆🏿 *આગળ થી ચાલુ* 👆🏿👩🏻‍🌾

▪▫▪▫▪▫▪▫▪
🌺🌺🌺 *નદીઓ* 🌺🌺🌺
▪▫▪▫▪▫▪▫▪

🌐 આ જિલ્લામાં 
➖ *ફુલઝર*, 
➖ *ભોગત*, 
➖ *નાગમતી*, 
➖ *રંગમતી*, 
➖ *ઉંડ*, 
➖ *રૂપારેલ*, 
➖ *સસાઇ* 
જેવી નાની નાની નદીઓ આવેલી છે.

🌐➖અહી *ઊંડ નદી પર ઊંડ ડેમ* આવેલો છે.

▪▫▪▫▪▫▪▫▪
🌺🌺🌺 *પર્વત* 🌺🌺🌺
▪▫▪▫▪▫▪▫▪

🌐➖ *સતિયાદેવ નો ડુંગર*

🌐➖આ ડુંગર *બરડા ડુંગરનો એકભાગ છે* જે *જામનગરનો સૌથી ઊંચો ડુંગર છે.*

▪▫▪▫▪▫▪▫▪
🌺🌺🌺 *બંદરો* 🌺🌺🌺
▪▫▪▫▪▫▪▫▪

🌐 *બેડી* 🌐
📩➖આ બંદરનો *ઉપયોગ મત્સ્ય ઉધોગ માટે* કરવામાં આવે છે. 

🌐 *સિકકા* 🌐
📩➖અહીં *મત્સ્ય ઉધોગ તેમજ સિમેન્ટના કારખાનાનો ઉધોગ* વિકસ્યો છે.

🌐 *જોડિયા* 🌐
📩➖ *કચ્છ ના અખાતમાં જોડિયા થી ઓખા સુધી પરવાળાના સુંદર રંગોના ખડકોવાળા પિરોટન ટાપુઓ છે.* આ ટાપુઓ અનેક પ્રકારના *સાગરીય જીવોના સામુહિક આશ્રય* હોવાથી આ વિસ્તાર *દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન* તરીકે જાહેર કરાયો છે 

📩➖આ ઉપરાંત *વાડીનાર અને રૂપેણ* જેવા નાની કક્ષાના બંદરો જામનગર જિલ્લામાં આવેલ છે.

🏵🎼🏵🎼🏵🎼🏵🎼🏵

▪▫▪▫▪▫▪▫▪
🌺🌺 *અભયારણ્યો* 🌺🌺
▪▫▪▫▪▫▪▫▪

🌐 *રાષ્ટ્રીય અભયારણ્ય/મરીન નેશનલ પાર્ક* 🌐
📩➖દેવભૂમિ દ્વારકા જિલ્લાના *ઓખામંડળ તાલુકાથી જામનગર જિલ્લાના જોડિયા તાલુકા*ના દરિયા કિનારે દરિયાઇ જીવો જેવા કે *એમ્ફીસોસ , પ્રૉમફીટ , બુમડીલા , સાલમન* વગેરે જેવી માછલીઓના રક્ષણ અને સંવર્ધન માટે આ અભયારણ્યને વિક્સાવવામાં આવ્યુ છે.
📩➖ *પીરોટન ટાપુઓ (પરવાળાના ટાપુઓ)* એ આ અભયારણ્યની વિશેષતા છે. 
📩➖અહીં *૪૨ જેટલા ટાપુઓ* આવેલા છે. 

🌐 *ગાગા પક્ષી અભ્યારણ* 🌐
📩➖આ અભયારણ્ય *સ્થળાંતરીય પક્ષીઓ માટે* વિકસાવવામાં આવ્યું છે.

🌐 *ખીજડીયા પક્ષી અભ્ચારણ્ય* 🌐
📩➖આ અભ્ચારણ્ય *જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં* આવેલું છે. 

🏵🎼🏵🎼🏵🎼🏵🎼🏵

▪▫▪▫▪▫▪▫▪
🌺🌺 *અગત્યના સ્થળો* 🌺🌺
▪▫▪▫▪▫▪▫▪

🌐 *‘જામનગર'* 🌐
📩➖જૂનું નામ : *ઇસ્લામાબાદ (મુઘલ શાસન સમયે નામ) “*
📩➖ *સૌરાષ્ટ્ર નું પેરિસ* ગણાતું જામનગર શહેર *જામ રાવળે ઇ સ. ૧૫૪૦ માં વસાવ્યું હતું.*
📩➖અનેક મંદિરો અને સંસ્કૃત પાઠશાળાઓને કારણે જામનગર *‘છોટાકાશી’* તરીકે ઓળખાય છે. 
📩➖શહેરના *રણમલ તળાવમાં આવેલો ‘લાખોટા મહેલ’ વીરતા અને પ્રેમનું પ્રતીક છે.*
📩➖ *ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી "ઝંડુ ફાર્મસી"* જામનગર ખાતે આવેલી છે.
📩➖જામનગરની *બાંધણી, કંકુ અને મેંશ (કાજળ)* દેશ-પ્રદેશમાં પ્રખ્યાત છે.
📩➖ *ખભાળિયો દરવાજો , વિભા પેલેસ અને પ્રતાપ વિલાસ પેલેસ* જેવા શિલ્પ-સ્થાપત્યો જામનગરની ભવ્યતાનો જગતને પરીચય કરાવે છે. 
📩➖અહીંના *બાલા હનુમાનજીનું મંદિરનું નામ ૧ ઓગસ્ટ ૧૯૬૪ થી નિરંતર ચાલતી રામધૂન ના કારણે "ગ્રિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ’માં સ્થાન પામેલ છે.”*
📩➖જામનગરનું *માણેકબાઈ મુક્તિઘામ* દેશભરનું જાણીતું અનોખું સ્મશાન ગૃહ છે, જે *રાજ્યનું પ્રથમ વીજળી થી સંચાલીત સ્મશાનગ્રૂહ છે.*
📩➖જામનગર ખાતે *રણજિત સાગર તળાવ* નામનું સુંદર તળાવ આવેલું છે.
📩➖અહીઁ *ગુજરાત આયુર્વેદ યૂનિવર્સિટી* આવેલી છે જેની *સ્થાપના ઈ.સ.૧૯૬૭ માં* થઈ હતી. જે *ભારતની એકમાત્ર આયુર્વેદ યૂનિવર્સિટી* છે.

🏵🎼🏵🎼🏵🎼🏵🎼🏵


▪▫▪▫▪▫▪▫▪
🌺🌺 *મુખ્ય ઉદ્યોગો* 🌺🌺
▪▫▪▫▪▫▪▫▪

➖સિમેન્ટ
➖યંત્ર ઉદ્યોગ
➖ચિનાઇ માટીના વાસણો
➖દવા
➖રસાયણો
➖સુતરાઉ કાપડ
➖મીઠું
➖કાગળ
➖મત્સ્ય ઉદ્યોગ
➖જહાજ ભાંગવાનો ઉધોગ 

▪▫▪▫▪▫▪▫▪
🌺🌺🌺 *સરહદો* 🌺🌺🌺
▪▫▪▫▪▫▪▫▪

➖દેવભૂમિ દ્વારકા
➖પોરબંદર
➖રાજકોટ 
➖મોરબી 
➖અરબી સમુદ્ર તેમજ દરિયાઇ સીમા પાકિસ્તાન સાથે મળે છે.

♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
ગુજરાતનું 'હાલાર' એટલે જામનગર
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ચાલો મિત્રો આજે જામનગરની સફરે....

♦️👉જુના નાગના એટલે જુના નાગનેશ ની બાજુ માં રંગમતી અને નાગમતી નદી ના સંગમ સ્થાને ♻️♦️🔰🎯ઈ.સ ૧૫૪૩ માં શ્રાવણ માસ ને સુદ સાતમ ને બુધવારે નવું નગર વસાવ્યું જે પાછળ થી નવાનગર તરીકે જાણીતું થયું. ⭕️👉નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે.

🔰♦️👉ગુજરાતનાં 33 જિલ્લાઓમાં 'હાલાર' પંથક તરિકે ઓળખાતી પાવમ ભૂમિ હવે બે જિલ્લામાં વહેંચાઈ ગઈ છે. દેવભૂમિ દ્વારકા એટલે જામનગર જિલ્લામાંથી છૂટો પડેલો નવો જિલ્લો. 
👉૨૬ જાન્યુઆરી, ૨૦૧૪થી જામનગર જિલ્લાના ૧૦ તાલુકાઓમાંથી ઓખામંડળ, ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ આ ચાર તાલુકાઓ અલગ કરી ‘દેવભૂમિ દ્વારકા’ની રચના કરવામાં આવી અને મુખ્યમથક તરીકે ખંભાળિયાની પસંદગી કરવામાં આવી. 

🎯👉જામનગર જિલ્લામાં જામનગર, ધ્રોલ, લાલપુર, કાલાવડ, જોડિયા અને જામજોધપુર થઈ કુલ છ તાલુકાઓ રહ્યા.

⭕️♦️👉સૌરાષ્ટ્ર નું પેરીસ ગણાતું જામનગર શહેર જામ રાવળે ૧૫૪૦ માં વસાવ્યું હતું. 
⭕️♦️👉શહેર ની વચ્ચે આવેલા રણમલ તળાવ માં આવેલા લાખોટા મહેલ વીરતા અને પ્રેમ નું પ્રતિક છે. 
⭕️♦️👉અનેક મંદિર અને સંસ્કૃત પાઠશાળાઓને કારણે જામનગર “છોટીકાશી” તરીકે ઓળખાય છે. 
⭕️♦️👉ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલ ઝંડુ ફાર્મસી અહી છે. 
⭕️♦️👉અહી ના સમશાન ” માણેકબાઈ મુક્તિધામ ” માં વિવિધ સંતો અને દેવોની પ્રતિમાઓ છે. 
⭕️♦️👉જામનગર ની બાંધણી, કંકુ અને સુરમો દેશ-વિદેશ માં પ્રખ્યાત છે. 
⭕️♦️👉જામનગર માં ખંભાળિયા નો દરવાજો, દરબારગઢ, વિભા પેલેસ, પ્રતાપ પેલેસ અને ઘુમલી ના શિલ્પ સ્થાપત્યો અનેરું આકર્ષણ ધરાવે છે. 
⭕️♦️👉અહી ની આયુર્વેદ યુનિવર્સિટી અને સોલેરીયમ વિશ્વ માં આયુર્વેદ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. 
⭕️♦️👉રણમલ તળાવ ના કાઠે આવેલું બાલા હનુમાન નું મંદિર ૧ ઓગસ્ટ ૧૯૬૪ થી ચાલતી નિરંતર રામધૂન ના કારણે ” ગીનીસ બૂક ઓફ વર્લ્ડ ” માં નામ ધરાવે છે. 
⭕️♦️🎯👉જામનગર માં સેના ની ત્રણે પાંખો એટલે કે એરફોર્સ, નેવી અને મીલીટરી કાર્યરત છે. 
⭕️♦️👉🎯જામનગર માં નૌકા સેના નું તાલીમ કેન્દ્ર વાલસુરા માં આવેલું છે અને ⭕️♦️👉નજીક માં બાલાચડી માં સૈનિક શાળા આવેલી છે. 
🎯👉♦️જામનગર ના દરિયા કાઠે પરવાળાના સુંદર રંગબેરંગી ખડકો વાળા પીરોટન અને નરારા ટાપુ આવેલા છે. જે 🐾” દરિયાઈ રાષ્ટીય ઉદ્યાન” તરીકે જાહેર કરમાવા માં આવેલ છે. 
⭕️♦️👉જામનગર વિદેશી પક્ષીઓ નો મેળાવડો રણમલ તળાવ, રણજીતસાગર, ઢીચડા અને ખીજડીયા માં નયનરમ્ય દર્સ્યો સર્જે છે. 
🐤🐦🐧ખીજડીયા ને “પક્ષી અભ્યારણ” તરીકે જાહેર કરેલ છે. 
♦️🎯👉જામનગર માં આવેલ ઓઈલ રિફાયનરીઓ રિલાયન્સ અને એસ્સાર ને કારણે જામનગર ઓઈલ ઉધોગ માં આગવું સ્થાન ધરાવે છે. 
♦️⭕️👉🎯જામનગર માં પીતળ ઉધોગ ના બહોળા વિકાસ ને કારણે જામનગર વિશ્વમાં “બ્રાસસીટી” ની આગવી ઓળખ ધરાવે છે

🏏⚾️🏏⚾️જામનગરે ભારતને ઘણા પ્રતિભાશાળી ક્રિકેટરો પણ આપ્યા છે. જેમાં તે સમયના મહાન ક્રિકેટરો જામ રણજીતસિંહ અને તેમના ભત્રીજા જામ દુલીપસિંહ સાથે વિનુ માંકડ, સલીમ દુરાની, ઇન્દ્રજીતસિંહ, અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.
🏐રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી જે ભારતીય ઘરેલું ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તેનું નામકરણ જામનગરના રાજકુમારની યાદમાં કરવામાં આવેલું છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️♦️👉જામનગર બોક્સાઇટનું સૌથી વધુ ઉત્પાદન કરે છે.
👉રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસ્સાર ઓઇલ, ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ કોર્પોરેશન (જી.એસ.એફ.સી.), રાસાયણિક ખાતર અને કેમિકલ્સ રાસાયણિક પ્લાન્ટ જામનગરના મુખ્ય ઉદ્યોગ છે.
👉જામનગર પાસે ગુજરાતના ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારા પૈકીનો ૨૧.૩૭% હિસ્સો છે.

👉મીઠા ઉદ્યોગ અને જિલ્લામાં બાંધણી ઉદ્યોગ વિકાસ પામ્યો છે.

👉જામનગર જિલ્લો રોકડિયા પાકમાં મુખ્ય પ્રભુત્વ ધરાવે છે.

👉વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી "ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી" જામનગરમાં આવેલી છે. હકીકતમાં તે સંપૂર્ણપણે આયુર્વેદિક અભ્યાસ અને સંશોધન માટે સમર્પીત છે. જેમાં આયુર્વેદિક દવાઓ, ફાર્માસ્યુટિકલ સાયન્સ, યોગ અને નેચરોપથીના પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા અભ્યાસક્રમો પૂરા પાડવામાં આવે છે.

🎯👉♦️જામનગરના આકર્ષણો:

(૧) લાખોટા તળાવ અને લાખોટા મ્યુઝીયમ, લાખોટા બ્યુટીફીકેશન
(૨) દરબાર ગઢ પેલેસ
(૩) પ્રતાપવિલાસ પેલેસ
(૪) બાલા હનુમાન મંદિર (૫3 વર્ષથી અખંડ રામધુન "ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” માં સ્થાન)
(૫) ખીજડિયા પક્ષી અભ્યારણ
(૬) આદર્શ સ્મશાન
(૭) બાલાચડી બીચ
(૮) જામ રણજીતસિંહ પાર્ક (રણજીતસાગર ડેમ)
(૯) ખંભાળિયા ગેઇટ (આર્ટ ગેલેરી)
(૧૦) ભૂજિયો કોઠો

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰
🐾🐾શ્રી જામ રાવળે ઈ.સ ૧૫૩૫ માં કચ્છ માંથી આગેકુચ કરી સૌરાષ્ટ્ર માં આગમન કર્યું. તેઓએ સૌપ્રથમ વવાણીયા બંદર પાસે નું મોરાણા ગામ જીત્યું. 

🐾🐾👉આ પ્રદેશ નું શાસન દેદા તમાચી પાસે હતું તેમનું વધ કર્યું અને ત્યાર બાદ આમરણઅને જોડિયા પંથક જીત્યા. 🐾👉ત્યાંથી જામ રાવલે આગેકુચ કરી ખીલોશ પર વિજય મેળવી. ઈ.સ. ૧૫૪૦ માં બેડ ગામે પોતાની વ્યવસ્થીત ગાદી સ્થાપી. ત્યારબાદ ખંભાળિયા નું પરગણું જીતી લઈ બેડ થી ખંભાળિયા ગાદી બદલાવી. ખંભાળિયા અને બેડ વચે કુળદેવી માતા શ્રી આશાપુરા ની સ્થાપના કરી જે હાલ જોગવડ તરીકે ઓળખાય છે. ત્યાર બાદ થોડા સમય માં તેઓ એ કચ્છના અખાત નો ઘણો ભાગ જીતો લીધો.

⭕️⭕️👉જામ રાવળે નાગનેશ પરગણા ના રાજા નાગ જેઠવા ને ભોજન માટે નિમંત્રી દગા થી તેમનો વધ કરી તેમનું નાગના એટલે કે નાગનેશ બંદર જીતી લીધું.

🎯🎯👉જામ રાવળે સૌરાષ્ટ્ર માં શાસન ચલાવતા વાઢેર, જેઠવા, ચાવડા અને કાઠી ને પરાજિત કરી સૌરાષ્ટ્ પર સતા સ્થાપી. 🎯👉♦️આ પંથક તેમના વડવા હાલાજી ના નામ પર થી હાલાર તરીકે જાણીતો થયો. હાલાર પર વિજય અપાવવામાં જામ રાવળ ના ભાઈઓ હરઘોળજી, રવોજી અને મોડજી એ મદદ કરી હતી.

👁‍🗨👉અંતિમ પ્રયત્નો રૂપે જેઠવા, વાળા, કાઠી અને વાઢેર રાજપૂતો એ જામરાવળ પર આક્રમણ કર્યું આ યુદ્ધ ખંભાળિયા ના મીઠોઈ ગામે થયું જેમાં જામ રાવળ નો વિજય થયો. 👉જામ રાવળ ને મધ્યસ્થ રાજધાની ની જરૂર જણાતા તેઓએ જુના નાગના એટલે જુના નાગનેશ ની બાજુ માં રંગમતી અને નાગમતી નદી ના સંગમ સ્થાને ♻️♦️🔰🎯ઈ.સ ૧૫૪૩ માં શ્રાવણ માસ ને સુદ સાતમ ને બુધવારે નવું નગર વસાવ્યું જે પાછળ થી નવાનગર તરીકે જાણીતું થયું. ⭕️👉નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે..

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


No comments:

Post a Comment