Saturday, July 13, 2019

રાષ્ટ્રીય વિરાસત પશુ 🐘હાથી --- National Heritage Animal

🐘🐾🐘🐾🐘🐾🐘🐾🐘🐾🐘
🐘રાષ્ટ્રીય વિરાસત પશુ 🐘હાથી🐘
🐘🐾🐘🐾🐘🐾🐘🐾🐘🐾🐘
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
☆હસ્ત (હાથી) ☆
——————————
🐘પ્રાચીન સમય થી હાથી નો ઉપયોગ થતો આવે છે દુનિયા માં સહું થી પહેલાં હાથી નો ઉપયોગ પ્રાચીન ભારત માં યુદ્ધ માટે થતો, હાથી ને એક માંગલિક પ્રાણી ગણવામાં આવતો શુભ કાર્ય માં હાથી સારો કહેવાતો ..!!

🐘પુરાણ અને શાસ્ત્ર માં હાથી હાથી નું વર્ણન થયું છે અગ્નિ પુરાણ, ગરૂડ પુરાણ, વિષ્ણુ ધર્મોતર પુરાણ , માં હાથી ના લક્ષણ, ચીકિત્સા વગેરે નું વર્ણન આવે છે , પુરાણ પ્રમાણે હાથી ની ઉત્પતિ ઐરાવત માંથી થઇ છે ..!!

🐘અને ઐરાવત ની ઉત્પતિ સમુદ્ર મંથન માંથી થઇ છે, પ્રાચીન સમય માં પાલકાપીયા નામના મૂની એ હાથી ઉપર 📚ગજશાસ્ત્ર , હસ્તી આયુર્વેદ જેવાં ગ્રંથો ની રચના કરી હતી, અગ્નિ પુરાણ અને ગરૂડ પુરાણ માં પણ ગજ વિદ્યા નો ઉલ્લેખ મળે છે તેમાથી અમુક લેખ આ પ્રમાણે છે..!!
📒અગ્નિ પુરાણ ના 287 ના અધ્યાય નિ અમૂક વિગત….!!

👁‍🗨👉” લાંબી સુંઢ વાળા લાંબો શ્ર્વાસ લેવા વાળા વીશ અથવા અઢાર નખ વાળા હાથી ઉતમ કહેવાય છે ..!!

👁‍🗨👉જેનો જમણો દાંત ઉચ્ચો હોય, જેની મેઘ સમાન ગર્જના હોય તે હાથી ઉતમ કહેવાય…!!

13 July

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 13/07/2019
📋 વાર : શનિવાર

🔳1660 :- છત્રપતિ શિવાજી મહારાજનાં રાજ્યના યોદ્ધા બાજી પ્રભુ દેશપાંડેનું અવસાન થયુ.

🔳1905 :- કાશ્મીરનાં પ્રખ્યાત સ્વતંત્ર સેનાની પ્રેમનાથ બજાજનો જન્મ થયો.

🔳1907 :- પ્રખ્યાત રાજનેતા હરી વિષ્ણુ કામતનો જન્મ થયો.

🔳1912 :- શિક્ષણવિદ્દ શ્રીમન નારાયણનો ઉત્તરપ્રદેશમાં જન્મ થયો.

🔳1913 :- ઉદ્યોગપતિ તુલસી પ્રસાદ ખૈતાનનો બિહારમાં જન્મ થયો.

🔳1947 :- 4 જુલાઈ 1947ના રોજ બ્રિટનની પાર્લામેન્ટમાં ભારતીય સ્વતંત્રતા બિલ પાસ થયુ હતુ તેને મંજુરી મળતા તે કાયદો બની ગયો.

🔳1964 :- ક્રિકેટર ઉત્પાલ ચેતરજીનો કલકત્તામાં જન્મ થયો.

🏷MER  GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://t.me/ONLYSMARTGK




Friday, July 12, 2019

રક્ષાબંધન --- Raksha Bandhan

🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
અતૂટ વિશ્વાસનુ બંધન એટલે રક્ષા બંધન
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेनत्वामभिबघ्नामि रक्षे माचल-माचलः।'

🙏રક્ષા બંધનના આ પાવન અવસર પર મારી રક્ષા કરનાર સર્વે(બહેનો+મિત્રો+વડીલ++++)વ્યક્તિઓને ખુબ ખુબ રક્ષા બંધનની શુભેચ્છાઓ..

👁‍🗨♦️👉રક્ષા બંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઇ પ્રત્યે, નિર્મળ, નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે. રક્ષા બાંધતી વખતે બહેન શુભેચ્છાઓ પાઠવતાં એવી આશા રાખે છે કે ભાઇ તો બહેનની રક્ષા કરશે જ. પરંતુ બહેનની શુભેચ્છાઓ પણ મૂક નથી. એ પણ જાણે બોલી ઉઠે છે કે, 'આ રક્ષા તારા જીવનરાહમાં તારું રક્ષણ કરો.' આ પ્રસંગે ભાઇ-બહેનની એકબીજા પ્રત્યેની લાગણી, ફરજ અદા થાય છે. ભાઇના રક્ષણ નીચે બહેન સમાજમાં નિર્ભયતાથી ફરી શકે એ દ્રષ્ટિએ ભાઇને માથે કેટલી મોટી જવાબદારી છે! બહેનને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન
નથી પણ હૃદયનું બંધન છે.

🎯🔰સંસ્કૃતિના શિરોમણી જેવા આ દિવસને પાંચેક નામથી સંબોધવામાં આવે છે. એ જ એના વિશેષ પ્રભાવના પુરાવારૂપ છે. એના એ નામ કંઇક આ પ્રમાણે છે: (૧) રક્ષા બંધન (૨) શ્રાવણી (૩) બળેવ (૪)
નાળીયેરી પૂનમ (૫) સંસ્કૃતિ દિન.

ભારતના એવોર્ડ ---- India's award

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
🏆🏆🏆ભારતના એવોર્ડો🏆🏆🏆
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯1 ભારત રત્ન – દેશના નાગરિકોને સાહિત્ય,કલા,વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો આપવામાં આવે છે. તેમા ઉત્તમ પ્રકારની સેવા માટે સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર છે. ઇ.સ. 1954થી આ પુરસ્કાર આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.

🎯2 પહ્મવિભૂષણ,પહ્મભૂષણ અને પહ્મશ્રી એવોર્ડ – કોઇપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.

🎯3 જ્ઞાનપીઠ એવોર્ડ – ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા તરથી સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ એવોર્ડ આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.

🎯4 નેશનલ ફિલ્મ એવોર્ડ – શ્રેષ્ઠ ફિચર ફિલ્મ.શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને આપવામાં આવે છે.

🎯5 આર્યભટ્ટ એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આપવામાં આવે છે.

🎯6 દાદાસાહેબ ફાળકે એવોર્ડ – ફિલ્મ ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

ભારત રત્ન --- Bharat Ratna

🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖
દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન વિશે’ જાણવા જેવું બધું જ
🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️♦️🎯મેડલની ટીટ્સ બીટ્સ

- વર્ષ 1954માં ભારત રત્ન સન્માનની શરૂઆત થઈ
- તેમાં પદક ઉપરાંત રાષ્ટ્રપતિની સહીવાળું સન્માન પત્રક આપવામાં આવે છે.
- ભારત રત્નને કોઈ આર્થિક રકમ આપવામાં નથી આવતી.
- કળા-સાહિત્ય-રાજકારણ કે અન્ય કોઈ ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રદાન કરનારને આ પદક આપી શકાય છે.
- ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ પોતાના નામ સાથે ભારત રત્ન ન લખી શકે. જોકે બાયોડેટામાં કે અન્ય કોઈ સન્માન કાર્યક્રમમાં લખી શકાય.

- કોઈ ચોક્કસ વરસે મહત્તમ ત્રણ લોકોને જ ભારત રત્નથી સન્માનિત કરી શકાય
-યુપીએ સરકારના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ લોકોને ભારત રત્નપદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.

- અત્યાર સુધીમાં 45 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- હાલમાં માત્ર પાંચ ભારત રત્ન હયાત છે. લતા મંગેશકર, પ્રો. અબ્દુલ કલામ, , સચિન તેંડુલકર યુએનઆર રાવ તથા અમતર્ય સેન
- મધર ટેરેસા, નેલ્સન મંડેલા, ખાન અબ્દુલ્લ ગફાર ખાન જેવા વિદેશી અથવા વિદેશમાં જન્મેલા લોકોને પણ દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
- સચિન તેંડુલકર સૌથી યુવાન ભારત રત્ન વિજેતા છે.

સુનિલ છેતરી ---- Sunil Khatri

⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️
સુનીલ છેત્રી - ભારતીય ફૂટબોલ વિશ્વનો સુપરસ્ટાર
⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏મિત્રો યુરોપીયન ફૂટબોલ અને ફૂટબોલરો પાછળ પાગલ ચાહકોએ ક્યારેક ભારતીય ફૂટબોલરોને ચિયર કરવાની પાંચ મિનિટ પણ કાઢવી જોઈએ🙏

👉દુનિયાની રાહ છોડીને અલગ જ મંઝિલની તલાશમાં નવી ઉડાન ભરતા યૌવન એવા વિરલ ઈતિહાસ રચતા હોય છે કે જેની કલ્પના પણ અગાઉ કોઈએ કરી હોતી નથી. સફળતા એ કોઈ ફોર્મ્યુલા નથી કે જેની ચોક્કસ ફ્રેઈમ તૈયાર કરીને તેમાંથી સિસ્ટમેટીકલી સક્સેસફૂલ પ્રતિભાઓ દુનિયાને આપી શકાય.

👉જો આ બધુ આટલું સરળ અને યંત્રવત્ હોત તો જિંદગીમાં આવતા અણધાર્યા આંદોલનો અને તેની પાછળ તણાઈ આવતા લાગણીના ઘોડાપુરની મજા ભાગ્યે જ માણવા મળત. પણ હકીકત આવી નથી. નવી દિશા - નવા દરવાજાની પાછળના વિરાટ સ્વપ્ન નગર સુધી પહોંચવાની સફરને જ સંઘર્ષનું નામ આપવામાં આવ્યું છે.

👉ભલભલાને ડગાવી જાય તેવી સંઘર્ષની યાત્રાને પાર કરનારને જ અસાધારણ સિદ્ધિઓનું સ્વામિત્વ પ્રાપ્ત થાય છે. આવી જ સિદ્ધિ હાલ ભારતીય ફૂટબોલ ટીમ કેપ્ટન સુનીલ છેત્રીના માર્ગદર્શન હેઠળ મેળવી રહી છે.

નવનિર્માણ અને અનામત વિરોધી આંદોલન --- Makeover and anti-reservation movement

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
🎯♻️🎯બે આંદોલન♻️🎯♻️
નવનિર્માણ અને અનામત વિરોધી આંદોલન 
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મિત્રો અજે યાદ કરી આ આંદોલનને

💠👁‍🗨 રાજ્ય બે મોટા આંદોલનો જોઈ ચૂક્યું છે.
👁‍🗨1975માં શરૂ થયેલું નવનિર્માણ આંદોલન અને ત્યાર બાદ 
👁‍🗨1981થી 1985 સુધી ચાલેલાં અનામત વિરોધી આંદોલન રાજ્યભરમાં પ્રસરી ચૂક્યાં હતાં.
💠આ બન્ને આંદોલન વખતે સરકાર તૂટી હતી.નવનિર્માણ આંદોલનના પગલે ચીમનભાઈ પટેલ અને અનામત વિરોધી આંદોલનના પગલે 👉માધવસિંહ સોલંકીને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

🎯🎯*નવનિર્માણ આંદોલન*🎯🎯

મોંઘવારી-બેરોજગારી-ભ્રષ્ટાચારને હટાવવાની માગણી સાથે શરૂ થયેલા નવનિર્માણ આંદોલનના મૂળમાં મોરબી અને એલ ડી એન્જિનિયરિંગ કોલેજના ફૂડ બિલમાં 1973ની સાલમાં પ્રતિમાસ રૂ.70થી રૂ.100નો કરવામાં આવેલ વધારો જવાબદાર હતો.હોસ્ટેલ મેસમાં ફૂડ બિલમાં 30 ટકા જેટલો વધારો કરવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો.વિદ્યાર્થીઓને એક ટાઈમ જમવા માટેની ફરજ પડી હતી.બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને હતા.ભ્રષ્ટાચારના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાથી વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કર્યુ હતું,જેથી હાલમાં ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલન જેવી જ સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી.