Thursday, July 18, 2019

18 July

જ્ઞાન સારથિ, [18.07.19 13:23]
[Forwarded from જ્ઞાન સારથિ]
💠♦️💠♦️💠♦️💠♦️💠♦️💠♦️
♻️ઈતિહાસમાં ૧૮ જુલાઈનો દિવસ♻️
🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯♻️
 ✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎍ભારતે પહેલો સેટેલાઇટ લોન્ચ કર્યો🎍

વર્ષ ૧૯૮૦માં આજના દિવસે ભારતે પોતાના રોકેટ SLV - 3 દ્વારા ૩૫ કિલોગ્રામ વજનનો પોતાનો જ સેટેલાઇટ છોડ્યો હતો . સેટેલાઇટ તરતો મૂકી ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો હતો .

📕📒📕Mein Kampf📕📗📒

જર્મનીના સરમુખત્યાર હિટલરે તેની રાજકીય વિચારધારા વર્ણવતી આત્મકથા ' મેન કેમ્ફ ' વર્ષ ૧૯૨૫માં આજના દિવસે પ્રકાશિત કરી હતી . હિટલર સત્તા પર હતો ત્યારે આ પુસ્તકની લોકપ્રિયતા ચરમસીમાએ હતી .
📕જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરે લખેલી આત્મકથા ' મેન કાફ ' (ઇંગ્લિશમાં માય સ્ટ્રગલ ) 1925ની 18 જુલાઈએ પ્રસિદ્ધ થઈ હતી . વર્ષ 2016માં તેના કોપીરાઇટનો સમયગાળો પૂરો થતાં પુન : પ્રકાશિત કરાઈ હતી

નેલ્સન મંડેલા ---- Nelson Mandela

🗣👤🗣👤🗣👤🗣
નેલ્સન મંડેલા

🗣👤🗣👤🗣👤
🗣નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા 
(૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩) દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. 

🖐આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા.
✋ તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા 👋૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.


👉ક્ષોસા (Xhosa) સમુદાયનાં થેમ્બુ (Thembu) રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું. તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.


તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોનાં ભાગરૂપે તેઓએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા હતા.

રાજા સવાઇ જયસિંહ --- King Sawai Jai Singh

📢👑📢👑📢👑📢👑📢👑
*👑રાજા સવાઈ જયસિંહ👑*
👑💐👑💐👑💐👑💐👑💐
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏*

*મિત્રો આજરોજ રાજા સવાઈ જયસિંહની પુણ્યતિથિ છે... તો ચાલો આજે જાણીયે કંઇક નવી રીતે આ મહાન રાજાને ... આજે જાણીયે આ મહાન રાજાએ ભારત દેશને આપેલ અમુલ્ય ભેટ અને ઉતમ કાર્યશૈલી..અગમસુજબુજ..

💠🎯👉સવાઈ જયસિંહનું નામ આવતા પહેલાં તો યાદ આવે.... *🕍જયપુર🕍*
*➖વાસ્તુશૈલિ =➖રાજપૂત અને મોગલ વાસ્તુ શૈલિનું સંમિશ્રણ*

*➖માળખાકીય સંરચના➖ લાલ અને ગુલાબી રેતીયા પથ્થર*
*વાસ્તુકાર વિદ્યાધર ➖ભટ્ટાચાર્ય અને સર સેમ્યુઅલ સ્વીંટન જેકબ*

ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ --- Price rise and consumer awareness

*💰ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ💰*

*💠🎯પ્રશ્ન👉ભાવવૃદ્વિનાં કારણોની વિગતે ચર્ચા કરો.*

ભારતમાં ભાવવૃદ્વિનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે:

*🎯1👉 નાણાંના પુરવઠામાં વધારો:👉* દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક વધતાં તેમની ખરીદશક્તિ વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. પરંતું એ જ સમયે કુલ પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજવ્સ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવવૃદ્ધિનું એક કારણ છે. સરકારના યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચમાં વધારો થયાં તે ખાદ્યપુરવણી દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે તે સાથે લોકોની નાણાંકીય આવકો વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે.

🔰👉માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. પરિણામે ભાવવૃદ્વિ થાય છે. આ ઉપરાંત, બૅન્કો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે. તે ચીજવસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવવૃદ્વિ કરે છે. આમ, ભારતમાં ભાવવૃદ્વિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાંનું પરિણામ છે.

*2. વસ્તીવૃદ્વિ :👉* ભારતમાં થતા ઝડપી વસ્તીવધારાને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે, જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતાં ભાવવૃદ્વિ થાય છે.

સામાજીક પ્રશ્નો

*👩‍👩‍👧‍👦👩‍👩‍👦👩‍👩‍👦સામાજીક પ્રશ્નો👨‍👩‍👦‍👦👨‍👩‍👧👨‍👩‍👧‍👦*

*💠🎯પ્રશ્ન👉સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો જણાવો. 

🎯સમાજિક પરિવર્તન :👉* સામાજિક માળખામાં અને સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં અને મુલ્યોમાં આવતું પરિવર્તન ‘સામાજિક પરિવર્તન’ કહેવાય છે. 

*👁‍🗨સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો :👉* પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણને કારણે સામાજિક સંબંધો, કુટુંબવ્યવસ્થા, લગ્નપ્રથા, જીવનશૈલી, સાહિત્ય અને લલિતકલા વગેરેમાં પરિવર્તનો આવ્યાં છે, જે સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે. 

🔰👉ભૌતિક ચીજવસ્તુઓ, મોજશોખનાં ઉપકરણો, રોજિંદા જીવનમાં વપરાતાં વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યાં છે. 

🔰👉રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. ભૌતિક સુવિધાઓને લીધે લોકોના જીવનધોરણમાં પરિવર્તન આવ્યું છે. 

🔰👁‍🗨આમ, મુખ્યત્વે શહેરીકરણ, સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવાં પરિબળોની અસરને કારણે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)

માનવ વિકાસ -- Human development

*👩‍👩‍👧‍👦👩‍👩‍👦👩‍👩‍👦‍👦માનવવિકાસ👨‍👩‍👦‍👦👨‍👩‍👧👨‍👩‍👧‍👦*

*🔰🎯પ્રશ્ન👉માનવવિકાસ સામેના પડકારો જણાવો.👇👇*

*🎯👁‍🗨જવાબ=👉માનવવિકાસની પ્રગતિ સામેના મુખ્ય ત્રણ પડકારો છે : (1) સ્વાસ્થ્ય (આરોગ્ય), (2) લૈંગિક સમાનતા (સ્ત્રી – પુરુષ સમાનતા), (3) મહિલા સશક્તીકરણ.*

*(1) સ્વાસ્થ્ય (આરોગ્ય) :👉* વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નીરોગી સ્વાસ્થ્યનું ખૂબ મહત્વ છે. તે જીવનની ગુણવત્તા વધારે છે તેમજ તે માનવ – સંસાધન વિકાસનું એક રોકાણ પણ છે. 

*🇮🇳ભારતનાં બાળ👶* – રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને વિવિધ રોગ-વિરોધ રસીઓ આપવાની બાળ – આરોગ્ય અને બાળમૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો છે. 

👉સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના – મોટા રોગોને નિર્મૂળ કરી શકાયા છે તેમજ તેમની પર નિયંત્રણ સાધી શકાયું છે. 

નવરાત્રી --- Navaratri

🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸
*માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ*
🐾🌞🐾🌞🐾🌞🐾🌞🐾🌞🐾
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723🙏*

💐🙏 મિત્રો નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ. નવરાત્રિ આવતા જ ચારેબાજુનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. માતાજીના દરેક મંદિરોમાં ભક્તોની ભીડ જામવા માંડે છે. મંદિરોમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આમ તો નવરાત્રિ એક વર્ષમાં ચાર હોય છે. 1⃣ચૈત્ર નવરાત્રિ 2⃣વાસંતિક નવરાત્રિ, 3⃣શારદીય નવરાત્રિ અને 4⃣ધર્મગ્રંથો મુજબ મહા માસમાં ગુપ્ત નવરાત્રિ આવે છે. 
👏👉આ ચાર નવરાત્રિમાં *શારદીય નવરાત્રિનું* ભારતમાં વિશેષ મહત્વ છે.

👉👁‍🗨નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય. આ પર્વ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ગરિમામય સ્થાનને દર્શાવે છે. 
*🎯👉નવરાત્રિનો તહેવાર કુલ નવ દિવસનો હોય છે. આસો માસમાં આવતી શારદીય નવરાત્રિમાં નવ દિવસ આ નવ દિવસોમાં નવ દેવીઓનુ વિશેષ મહત્વ છે* 

*🌼આવો જાણીએ માતાના નવ સ્વરૂપો.*

1⃣આદિશક્તિ શ્રી દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી *શૈલીપુત્રીનું* છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. શૈલપુત્રીનું પૂજન કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે,