Thursday, July 18, 2019

ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ --- Price rise and consumer awareness

*💰ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ💰*

*💠🎯પ્રશ્ન👉ભાવવૃદ્વિનાં કારણોની વિગતે ચર્ચા કરો.*

ભારતમાં ભાવવૃદ્વિનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે:

*🎯1👉 નાણાંના પુરવઠામાં વધારો:👉* દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક વધતાં તેમની ખરીદશક્તિ વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. પરંતું એ જ સમયે કુલ પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજવ્સ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવવૃદ્ધિનું એક કારણ છે. સરકારના યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચમાં વધારો થયાં તે ખાદ્યપુરવણી દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે તે સાથે લોકોની નાણાંકીય આવકો વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે.

🔰👉માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. પરિણામે ભાવવૃદ્વિ થાય છે. આ ઉપરાંત, બૅન્કો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે. તે ચીજવસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવવૃદ્વિ કરે છે. આમ, ભારતમાં ભાવવૃદ્વિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાંનું પરિણામ છે.

*2. વસ્તીવૃદ્વિ :👉* ભારતમાં થતા ઝડપી વસ્તીવધારાને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે, જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતાં ભાવવૃદ્વિ થાય છે.


*3. નિકાસમાં વધારો:👉* વિદેશોનાં બજારોમાં દેશનાં ઉત્પાદનોની માંગમાં વધારો થતાં સરકાર તેની નિકાસ વધારવા પ્રોત્સાહક પગલાં ભરે છે. પરિણામે નિકાસી ચીજવસ્તુઓની દેશમાં અછત સર્જાય છે. આ સ્થિતિમાં માંગ સામે પુરવઠામાં ઘટાડો થતાં ભાવવૃદ્વિ થાય છે.

*4. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ:👉* ચીજવસ્તુઓના કાચા માલની કિંમતો વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે, જેનાથી ચીજવસ્તુઓની કિંમતો વધે છે.

ચીજવસ્તુઓનો ભાવવધારો વેતનધારાની માગણી ઊભી કરે છે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, જે ફરીથી ભાવવૃદ્વિમાં પરિણમે છે. આમ, ભાવવૃદ્વિનું ચક્ર ચાલ્યા કરે છે.

*5. કાળું નાણું :👉* હિસાબી ચોપડે નહી નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે. કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે. પરિણામે ભાવવધારો થાય છે.

👉કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ, કાળું નાણું ભાવવધારાને પોષે છે.

👉કાળું નાનું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. તેઓ તેમના મોજશોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતાં અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજવસ્તુઓની ભાવવૃદ્વિ કરે છે.

*6. સરકાર દ્વારા ભાવવધારો :👉* સરકાર વહીવટી આદેશો બહાર પાડી પેટ્રોલિયમ પેદાશો, કુદરતી ગૅસ, કોલસો, લોખંડપોલાદ, ઍલ્યુમિનિયમ, વીજળી, રાસાયણિક ખાતરો, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારે છે.

સરકાર દ્વારા અનાજ અને અન્ય કૃષિપેદાશોના પ્રાપ્તિ ભાવોમાં-ટેકાના ભાવોમાં વખતોવખત કરવામાં આવતો વધારો તે વસ્તુઓના ભાવો વધારે છે.

*7. કુદરતી અને માનવીય પરિબળો :👉* અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આપત્તિઓ અને યુદ્વ, તોફાનો, આંદોલનો, હડતાલો, તાળાબંધી, ભાંગફોડ કે ઔદ્યોગિક અશાંત જેવાં કારણોસર ઉત્પાદનનો ઘટે છે અને તેની અછત સર્જાય છે. આમ, માંગના પ્રમાણમાં પુરવઠામાં ઘટાડો થતાં ભાવવધારો થાય છે.

*8. સંગ્રહખોરી અને નફાખોરી :👉* અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં અનિશ્વિતતાઓ હોવાને લીધે અવારનવાર અછતની પરિસ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં ઊંચી કિંમતોની લાભ લેવાની વૃત્તિથી વેપારીઓ ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરે છે.

👉ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં એ વસ્તુઓના ભાવવધારાનો લાભ ઉઠાવવા ઉત્પાદકો અને વેપારીઓ એ વસ્તુઓની સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત સર્જે છે. એ પછી તેઓ ગ્રાહકો પાસેથી ઊંચા ભાવો લઈને નફાખોરી કરે છે.

*આમ, સંગ્રહખોરી અને નફાખોરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરે છે.*

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)
〰〰〰〰〰〰〰〰〰
*🎯પ્રશ્ન 👉ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો.*

*જવાબ=1 ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઇ.સ. 1947માં ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ’ સ્ટાન્ડર્ડ્ઝ’ના નામે ઓળખાય છે.* 

પોતાના માલની યોગ્ય ગુણવત્ત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.

*2 મધ, ઘી, મરી-મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વનપેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત-ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર ‘એગમાર્ક’ લગાવવામાં આવે છે.*

*‘ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો-1937’ને ઇ.સ. 1986માં સંશોધિત કરવામાં આવ્યો છે.*

🎯👉આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક *‘માર્કેટિંગ ઇન્ટેલિજન્સ’* સંસ્થા કરે છે.

*આ સંસ્થા ઉત્પાદકોને IAS કે Agmark વાપરવાનો પરવાનો આપે છે.*

👉🔰જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો તે BIS ના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે.

*🎯🔰3 સોનાના દાગીના પર BIS માર્કો હોય છે. તેની સાથે 22 કૅરેટ સોનાની શુદ્વતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારનો ‘હોલમાર્ક’નો લોગો હોય છે.* આ ઉપરાંત, દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહન હોય છે. દા. ત., J નું ચિહન ઇ.સ. 2008માં દાગીના પર હોલમાર્કિંગ થયેલ દર્શાવે છે.

દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો હોય છે, જે શુદ્વતા અને ગુણવત્તાની ગૅરંટી આપે છે.

*4 ટીનમાં પૅક કરેલાં ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર એફ.પી.ઓનો માર્કો લગાડવામાં આવે છે.*

*5🔰👉🔰 ટેક્ષ્ટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુની બનાવટો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે પર *આઇ.એસ.આઈ.* નો માર્કો લગાડવામાં આવે છે.*

*🔰🎯6 🔰ઊનની બનાવટો અને તેના પોશાક પર ✅વુલમાર્ક માર્કો💠 લગાવવામાં આવે છે.*

*7 માંસ અને માંસની બનાવટો પર એમ.પી.ઓનો માર્કો લગાડવામાં આવે છે.*

*8🎯👉 યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકની બનાવટો પર એચ.એ.સી.પી નો માર્કો લગાડવામાં આવે છે.*

*🎯9 👉સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રીકેટિંગ ઑઈલ, પૅકેજિંગ મટીરિયવલ, રંગ-રસાયણો, પાવડર કોટિંગ, બૅટરી, સૌંદર્ય-પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાંની અને પ્લાસ્ટિકની બનાવટો પર ઇ.સી.ઓનો માર્કો લગાડવામાં આવે છે.*

👆👆ઉપર્યુક્ત દરેક માર્કો લગાવવાની મંજૂરી BISદ્વારા આપવામાં આવે છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏


*💰ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ💰*

*💠🎯પ્રશ્ન👉ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો.*

*🎯જવાબ👉સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો – 1986 અનુસાર ‘કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની રચના કરી છે. એ જ રીતે રાજ્યકક્ષાએ ‘રાજ્ય ઉપભોક્તા આતોગ’ની રચના કરવામાં આવી છે. આ કમિશનો અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવ્યા.*

*‘રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે’ જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમની, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશનની રાષ્ટ્રીયકક્ષાએ રાષ્ટ્રીય કમિશનની રચના કરી છે.*

*1 જિલ્લા ફોરમ (જિલ્લા મંચ):👉* તે દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે. આજે સમગ્ર દેશમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે.

*🔰👉તેમાં નિર્ધારિત ફી સાથે રૂ 20 લાખની રકમ સુધીના દાવા થઈ શકે છે.*

જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમ 50% કે રૂ 25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપૉઝિટ જમા કરવાની હોય છે.

*2 રાજ્ય કમિશન (રાજ્ય ફોરમ):👉* આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે.

તેમાં નિર્ધારિત ફી સાથે રૂ 20 લાખથી રૂ 1 કરોડ સુધીની રકમના દાવા થઈ શકે છે. દાવાનો નિકાલ અરજી કર્યા તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે.

જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા રૂ 35,000 ડિપૉઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે.

*3 રાષ્ટ્રીય કમિશન (રાષ્ટ્રીય ફોરમ):👉*

તે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે. તે દિલ્લીમાં આવેલી છે.

*આ અદાલતમાં 5 સભ્યોની એક બૅન્ચ હોય છે.*

🎯તેમાં નિર્ધારિત ફી સાથે રૂ 1 કરોડથી વધુ રકમના વળતર માટે દાવા કરી શકાય છે. દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે.

🎯રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર નિર્ધારિત શરતોએ ચુકાદાના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. અપીલ પૂર્વે પક્ષકારે વળતરના દાવાની રકમના 50% અથવા રૂ 50,000 બંનેમાંથી કે ઓછી હોય તે રકમ ડિપૉઝિટ પેટે કોર્ટમાં જમા કરવી ફરજીયાત છે.

*☝️✅💠આ ત્રણેય અદાલતી પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમોનું પાલન ન કરવાને સજા અથવા દંડ કે બંને શિક્ષા થઈ શકે છે.*

*ગરીબીરેખા હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટિઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલી શરતોને આધીન ફ્રી ભરવામાંથી મૂક્તિ આપવામાં આવે છે. તેમને ‘જિલ્લા મફત કાનૂની સેવા’ માર્ગદર્શન કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે.*

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)
〰〰〰〰〰〰〰〰
*🎯પ્રશ્ન👉ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે (છ મુદ્દા) સવિસ્તર સમજાવો.
ગ્રાહકના અધિકારો:*

*જવાબ===1 સલામતીનો અધીકાર:👉* આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાનાં જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ-વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકનો જાન જોખમમાં હોય તો તેની સામે તેને સુરક્ષા આપે છે. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાનો ગ્રાહકને અધિકાર છે.

*🎯2 માહિતી મેળવવાનો અધિકાર :👉*
આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુઓની કિંમત, ગુણવત્તા, પ્રમાણમાપ, શુદ્વતા, ધોરણ વગેરે વિશે માહિતી મેળવી શકે છે, જેથી તે વેપારીની અયોગ્ય રીતરસનો અને વેચાણની યુક્તિ-પ્રયુક્તિઓથી સુમાહિતગાર રહે.

*3. પસંદગી કરવાનો અધિકાર:👉* આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ-તપાસીને અને પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી પસંદગી કરી શકે છે.

👁‍🗨પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે.

👁‍🗨એકહથ્થુ ઉત્પાદન અને વહેંચણીની પરિસ્થિતિમાં વસ્તુઓ વાજબી કિંમતે, સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાની ખાતરી સાથે વસ્તુઓ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે.

*🎯4. રજૂઆત કરવાનો અધિકાર:👉* આ અધિકાર અન્વયે ગ્રાહકોનાં હિતો સાથે જોડાયેલી બિનરાજકીય સંસ્થાઓ કે સંગઠનો સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે.

🔘તદુપરાંત, એ સંસ્થાઓ કે સંગઠનોએ રચેલી જુદી જુદી સમિતિઓમાં ગ્રાહકોને પ્રતિનિધિત્વ મેળવવાનો પણ અધિકાર છે, જેથી તેઓ એ સમિતિઓમાં તેમની રજૂઆતો કરી શકે છે.

*5. ફરિયાદ-નિવારણનો અધિકાર:👉* આ અધિકાર અન્વયે ગ્રાહક પોતાને થયેલા શોષણ વિશે તેમજ વેપારીની અયોગ્ય રીતરસમોથી થયેલી હેરાનગતિ વિરુદ્વ કરેલ ફરિયાદનું નિવારણ અને તેનો યોગ્ય ચુકાદો મેળવી શકે છે.

*6. ગ્રાહક શિક્ષણનો અધિકાર:👉* આ અધિકાર અન્વયે ગ્રાહકનાં હિતો સાથે જોડાયેલી તમામ બાબતો અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને અબાધિત હક આપવામાં આવ્યો છે.

*🎯7. વળતર મેળવવાનો અધિકાર :👉* આ અધિકાર મુજબ ગ્રાહક હલકી ગુણવત્તાવાળી અને ખામીયુક્ત સેવાઓને લીધે પોતાને થયેલા આર્થિક અને માનસિક નુકસાનનું વેપારી કે ઉત્પાદન પાસેથી યોગ્ય વળતર મેળવી શકે છે. ગ્રાહક એકથી વધુ રાહતો વળતરરૂપે માગી શકે છે.

👁‍🗨ગ્રાહક વળતર માગે કે ન માગે, છતાં તે રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે.

*🎯8. ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્વનો અધિકાર:👉* વેપારી કે ઉત્પાદક દ્વારા વસ્તુઓનાં વજન, પ્રમાણમાપ, કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવાઓ વગેરેમાં આચરવામાં આવતી ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહકને થયેલા શોષણ વિરુદ્વ ન્યાય અને રક્ષણ મેળવવાનો અધિકાર છે.

*🎯9. જીવનજરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર:👉* આ અધિકાર અન્વયે ગ્રાહક દાક્તરી સારવાર, ગૅસ, પાણી, વીજળી, ટેલિફોન, રેલવે-બસ, તાર-ટપાલ વગેરેની સેવાઓ સુલભતાથી અને સમયસર મેળવી શકે છે.

*🔰🔰🔰ગ્રાહકની ફરજો:🔰🔰🔰*

🎯👉🔰1 કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતાં પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગૅરંટી વગેરે તપાસી લેવાં જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગૅરંટી કાર્ડ પર લેવું જોઈએ. ગ્રાહકે હંમેશાં બજારમાંથી બી.એસ.આઈ., આઇ.એસ.આઇ. કે એગમાર્કના માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ.

🎯🔰👉2 ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતાં પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવાં જોઈએ.

🎯👉3 ગ્રાહકે પોતાના વર્તન-વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ.

🎯🔰👉4 ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વૉરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

🎯👉5 ગ્રાહકોએ બિનરાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળ રચવાં જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ.

🎯👉6 ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઇએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ.

7 ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ ખરીદતી વખતે તેમની કિંમત, પૅકિંગ, ચોખ્ખું વજન, અંતિમતિથિ, ઉત્પાદકનું નામ-સરનામું વગેરે જોઈ-તપાસીને ચકાસી લેવાં જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની સલામતીનાં ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ.

👁‍🗨🎯👉8 ભળતા કે બનાવટી માલ તેમજ વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામંડળો કે કોર્ટ સમક્ષ દાદ માગતી અરજી કરવી જોઈએ.

👁‍🗨🔰👉9 ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઇને દેખાદેખીથી કે ‘સેલ’માંથી બિનજરૂરી મોટી ખરીદી ન કરવી જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ. ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઈ ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ.

👁‍🗨🎯👉10 ગ્રાહકે તોલમાપનાં દરેક પ્રકારનાં સાચાં અને પ્રમાણિત સાધનોથી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વેપારીએ તોલમાપનાં સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલાં ન હોય તો તોલમાપ અધિકારીશ્રીનો સંપર્ક સાધી તેમનું ધ્યાન દોરવું કે લેખિત ફરિયાદ કરવી.

👁‍🗨🔰👉11 ગૅસ સિલિન્ડરમાં સીલ તપાસવું, રિક્ષા કે ટૅક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે સાધનમાં કેરોસીન પર 0000 ઝીરો મીટર રીડિંગ જોઈ લેવું તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો.

👁‍🗨🔰👉12 વીજળી, ટેલિફોન, વીમો, બૅન્ક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી. સેવાસંસ્થા વિરુદ્વ ફરિયાદ દાખલ કરવી. જાગ્રત ગ્રાહકે પોતાને થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રોમાં કે સ્થાનિક ચૅનલોમાં જણાવી બીજાને શોષણનો ભોગ બનતાં અટકાવવાં જોઇએ.

👁‍🗨🎯👉13 ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો, ઝુંબેશ, ગ્રાહકમંડળો દ્વારા યોજાતી કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી જોઈએ.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*


*💰ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ💰*

*💠🎯પ્રશ્ન👉ભાવનિયંત્રણ માટેના મુખ્ય બે ઉપયોની સમીક્ષા કરો.*

*🎯1 નાણાકીય પગલાં:👉* ભારતની મધ્યસ્થ બૅન્ક-રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા નાણાંનો પુરવઠો ઘટાડે છે. તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે છે. પરિણામે વસ્તુઓની માંગ ઘટતાં તેમની કિંમતોમાં ક્રમશ: ઘટાડો થાય છે.

🔰મધ્યસ્થ બૅન્ક-RBI બૅન્ક ધિરાણનીતિ અન્વયે વ્યાજના દર વધારે છે, તેથી લોન કે ધિરાણ મોંઘું બનતાં મૂડીરોકાણ ઘટે છે. પરિણામે સટ્ટાકીય પ્રવૃત્તિઓ અટકતાં સંગ્રહખોરી અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓ ઓછી થાય છે. તેમજ નફાખોરી અંકુશિત બને છે.

🔰વ્યાપારી બૅન્કો પણ ધિરાણ દર વધારતાં ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજદર વધતાં સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું બચત સ્વરૂપે પાછું વળે છે, તેથી મૂડીસર્જનનો દર વધે છે. નવા ધંધા-રોજગારનાં ક્ષેત્રો ખુલે છે.

🔰રિઝર્વ બૅન્ક સરકારી જામીનગીરીઓના વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે.

*2 રાજકોષીય પગલાં :👉* સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા સબસિડીમાં ઘટાડો, જાહેર પ્રમાણમાં ઘટાડો કરીને વ્યાજની ચુકવણીમાં ઘટાડો, વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો જેવાં પગલાં ભરે છે.

👉સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને વ્યાપમાં વધારો કરે છે. તે વધુ આવક ધરાવતા શ્રીમંત વર્ગની વપરાશી વસ્તુઓ કે સુખસગવડની વસ્તુઓ પર વધારે કરવેરા નાખે છે, જેથી એ વસ્તુઓ મોંઘી બનતાં ખરીદી ઘટે છે. આમ, માંગ ઘટતાં ભાવો ઘટે છે.

👉જાહેરઋણની નીતિ અનુસાર સરકાર *‘ફરજિયાત બચત યોજના’* જેવી સ્કીમ જાહેર બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં ભરે છે. તેથી ચીજવસ્તુઓની માંગ ઘટતાં ભાવો ઘટે છે.

*🎯3. મૂડીરોકાણ પર અંકુશ:👉* બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે સરકાર લાયસન્સ કે પરવાના પદ્વતિ અમલમાં મૂકે છે અને કૃષિ અને ઉદ્યોગોનાં ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે. 

*4. ભાવનિયમન અને માપબંધી:👉* સમાજના ગરીબીરેખાની નીચે જીવતા લોકોને અને આર્થિક દ્વષ્ટિએ નબળા વર્ગના લોકોને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડવા જાહેર વિતરણ પ્રણાલી હેઠળ સસ્તા અનાજની કે વાજબી ભાવની દુકાનો ખોલવામાં આવે છે.

👉ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી અને કાળાબજાર કરી મનફાવે તેમ ભાવવધારો કરે છે, તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે.

👉ભાવવધારાની પરિસ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવનધોરણને ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે.

*5. ભાવનિર્ધારણ તંત્ર:👉* સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોએ ચીજવસ્તુઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે.

👉સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે *‘આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો-1955’* અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકારે નિર્ધારિત કરેલ ભાવો મુજબ પોતાની ચીજવસ્તુઓ વેચતા ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે.

👉આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનાં સ્ટૉકપત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે.

👉સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળાબજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર ‘પાસા’ કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત કરે છે.

👉આમ, કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા સરકાર ભાવવધારાને અંકુશિત કરવા પ્રયત્નો કરે છે.

👉અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણગૅસ, કેરોસીન, ખાંડ, ઍલ્યુમિનિયમ, લોખંડ-પોલાદ, રેલવેનૂર, જીવનરક્ષક દવાઓ વગેરેના ભાવો ભાવનિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે.

*6. અન્ય ઉપાયો:👉* બજારોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો જાળવવા સરકાર કેટલીક વખત એ ચીજવતુઓની અન્ય રાજ્ય કે પરદેશમાંથી આયાત કરે છે. ખાદ્ય તેલ, ખાંડ, ડુંગળી, ચોખા, કઠોળ, ઘઉં વગેરેની અછત સર્જાઈ હોય ત્યારે સરકારે આ રીતે પુરવઠો વધારીને ભાવો અંકુશમાં રાખ્યા છે.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)909940723🙏*
〰〰〰〰〰〰〰〰〰〰
*🎯👉પ્રશ્ન👉ભાવવધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે – સમજાવો.*

*જવાબ=સામાન્ય રીતે ભાવો ઉત્પાદકોનો નફો વધે છે.નફારૂપી અણધાર્યા લાભથી તેઓ નવાં ઉત્પાદકીય સાહસો શરૂ કરવા, નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે.*

*પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વધારો થવાથી વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન તેમજ રોજગારી વધે છે.*

*ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતાં તેઓ કામદાતોના વેતનમાં વધારો કરે છે.*

*આમ, આમજનતાની આવક વધે છે, તેથી તેમની ખરીદશક્તિ વધે છે. તેઓ જીવનજરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે. પરિણામે તેમનાં જીવનધોરણનું સ્તર ઊંચું આવે છે. દેશનો આર્થિક વિકાસ વેગ પકડે છે.*

આમ, સ્થિર ભાવવધારો વિકાસને પોષક બને છે.

*લગભગ બધી જ ચીજવસ્તુઓ અને સેવાઓની ભાવસપાટીમાં એકસાથે સતત ઉંચા દરે વધારો થાય છે ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન તાત્કાલિન થતું નથી. આ સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. જ્યારે ખુબ વધારે નાણું ખુબ થોડી વસ્તુઓને પકડવા પાછળ પડે છે ત્યારે ફુગાવાજનક ભાવવધારો સર્જાય છે.*

*ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવોમાં થતી મોટી ઊથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનનાં સાધનોની કિંમતોની ગણતરીને અને તેની ફાળવણીને તેમજ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં વિષમતા સર્જે છે. આ ફુગાવાજનક ભાવવધારો દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે.*

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏

*💰ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ💰*

*💠🎯પ્રશ્ન👉કાળું નાણું ભાવવધારાનું એક કારણ છે. સમજાવો.*

*જવાબ==હિસાબી ચોપડે નહી નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે.*

👉🔰કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે. પરિણામે ભાવવધારો થાય છે.

👉🔰કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પુરું પાડે છે. આમ, કાળું નાણું ભાવવધારાને પોષે છે.

👉🔰કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે.

👉🔰તેઓ તેમના મોજશોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતાં અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજવસ્તુઓની ભાવવૃદ્વિ કરે છે.

🙏🙏આમ, કાળું નાનું ભાવવધારાનું એક કારણ છે.🙏🙏
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰
*🎯🔰પ્રશ્ન👉ભાવનિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો.*

*👉🎯જવાબ===ભાવવધારાને અંકુશમાં રાખવાના એક વ્યુહાત્મક પગલા તરીકે ઇ.સ. 1977થી જાહેર વિતરણ પ્રણાલી અમલમાં આવી છે.*

*સમાજના નિમ્ન આવક ધરાવતા વર્ગને, ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોને તેમજ આર્થિક દ્વષ્ટિએ નબળા વર્ગને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક ચીજવસ્તુઓ ‘જાહેર વિતરણ પ્રણાલી’ હેઠળ ‘વાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહતદરે પુરી પાડવામાં આવે છે.*

*આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે.*

*વસ્તુઓના વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વેચાતી વસ્તુઓની કિંમતનો તફાવત સરકાર સબસિડીરૂપે ચૂકવે છે.*

*ભાવવધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવનધોરણને ટકાવી રાખવામાં કે ઉંચે લાવવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે.*

*ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી, કાળાબજાર કરી, મનફાવે તેમ ભાવવધારો કરે છે તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે.*
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)
〰〰〰〰〰〰〰〰
*🎯🔰👉પ્રશ્ન👉ફરિયાદ કોણ કરી શકે? ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો.
ફરિયાદ કોણ કરી શકે?*

*🎯🔰જવાબ===ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર, કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ, એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોને સમાન હિત હોય તે, કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ફરિયાદ થવાનું કારણ ઉદભવે તેના બે વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકે.*

*👉🔰ફરિયાદ ક્યાં થઈ શકે ?🔰*

અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબનો સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે-તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહકમંડળો ક્લેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. 

*🔰ગ્રાહક શી રીતે ફરિયાદ કરી શકે?:🔰*

👉ફરિયાદની અરજી અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કે ઇ-મેઇલથી કરી શકાય છે.

👉જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે છે.

👉ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેનાં કારણો સ્પષ્ટ રીતે દર્શાવતાં.
આરોપ અંગે જે કોઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી. ક્યારેય પણ પુરાવાની અસલ નકલો બીડવી નહી.

👉અરજી સાથે બિલ, બિલની કાચી કે પાકી રસીદ બીડવી, જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધિયું કે ચેકની વિગત દર્શાવતી.

👉અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેરખબરની નકલ, પેમ્પફ્લેટ્સ કે પ્રોસ્પેક્ટર્સની નકલ નીડવી.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏

No comments:

Post a Comment