Thursday, July 18, 2019

સામાજીક પ્રશ્નો

*👩‍👩‍👧‍👦👩‍👩‍👦👩‍👩‍👦સામાજીક પ્રશ્નો👨‍👩‍👦‍👦👨‍👩‍👧👨‍👩‍👧‍👦*

*💠🎯પ્રશ્ન👉સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો જણાવો. 

🎯સમાજિક પરિવર્તન :👉* સામાજિક માળખામાં અને સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં અને મુલ્યોમાં આવતું પરિવર્તન ‘સામાજિક પરિવર્તન’ કહેવાય છે. 

*👁‍🗨સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો :👉* પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણને કારણે સામાજિક સંબંધો, કુટુંબવ્યવસ્થા, લગ્નપ્રથા, જીવનશૈલી, સાહિત્ય અને લલિતકલા વગેરેમાં પરિવર્તનો આવ્યાં છે, જે સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે. 

🔰👉ભૌતિક ચીજવસ્તુઓ, મોજશોખનાં ઉપકરણો, રોજિંદા જીવનમાં વપરાતાં વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યાં છે. 

🔰👉રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. ભૌતિક સુવિધાઓને લીધે લોકોના જીવનધોરણમાં પરિવર્તન આવ્યું છે. 

🔰👁‍🗨આમ, મુખ્યત્વે શહેરીકરણ, સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવાં પરિબળોની અસરને કારણે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)

〰〰〰〰〰〰〰〰〰〰
*🎯🔰પ્રશ્ન👉ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો.*

🎯જવાબ🔰ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો નીચે પ્રમાણે છે : 

*ભારત સરકારે ઈ.સ. 1964માં ‘કેન્દ્રીય લંચરુશવત વિરોધી બ્યુરો’ની સ્થાપના કરી છે. આ બ્યુરો સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપીની તપાસ કરે છે. જો આરોપો સાચા જણાય તો તે ગુનેગારોને અદાલતની શિક્ષા કરાવે છે.*

👇🔰ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. રાજ્યની કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઈન વિસ્તારમાં આવેલી છે. રાજ્યની કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઈન વિસ્તારમાં આવેલી છે. રાજ્યની કોઈ પણ વ્યક્તિ હેલ્પ લાઈન ટોલ ફ્રી નંબર 1800 2334 4444 પર ફરિયાદ કરી શકે છે. 

🇮🇳🇮🇳ભારત સરકારે ઈ.સ. 1988માં *‘ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ’* અમલમાં મુક્યો છે. આ અધિનિયમ બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે. 

🎯🔰આ અધિનિયમ અનુસાર લાંચરુશવત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાનો દુરુપયોગ, આવક કરતાં વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. દોષિત ગુનેગાર આ અધિનિયમ અંતર્ગત જેલની સજા અને દંડને પાત્ર ગણાય છે. 

🔰🎯કેન્દ્ર સરકારે *‘માહિતી અધિકાર – 2005’* અને *‘નાગરિક અધિકારપત્ર’* અમલી બનાવ્યા છે. આ કાનૂની પ્રબંધ મુજબ દરેક કર્મચારીએ પોતાને સોંપાયેલાં વહીવટી કાર્યો નિયત સમયમર્યાદામાં પૂરા કરવાની બાંહેધરી આપવાની હોય છે. સરકારના આ પ્રયાસોનો હેતું પારદર્શક અને સરળ વહીવટણી જાહેર જવાબદારી વધારવાનો છે. 

👁‍🗨🎯કેન્દ્ર સરકારે *‘બ્લૅક મની ઍક્ટ – 2005’* અમલમાં મૂક્યો છે. આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવ્યો છે. 

આ ઉપરાંત, સરકારે *‘ફોરેન એક્સચેઈન્ઝ મૅનેજમેન્ટ ઍક્ટ’* – ફેમાંના કયદામાં મની લૅન્ડરીંગ ઍક્ટ’માં અને *‘કસટમ ઍક્ટની ધારા – 132’* માં સુધારા કર્યા છે. 

*👁‍🗨🎯લોકપાલ અને લોકાયુક્તની નિમણૂની જોગવાઈ કરીને સરકારે કાળુનાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના પ્રયાસો કર્યા છે.*
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)
〰〰〰〰〰〰〰〰〰〰
*🎯પ્રશ્ન👉“બાળવિકાસ એ આર્થિક વિકાસની પૂર્વશરત છે.” સમજાવો.*

*🎯જવાબ👉🔰બાળકો એ આવતી કાલના નાગરિકો છે. તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે.* 

*કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેનાં બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે.* 

જો બાળકો શિક્ષિત અને સંસ્કારી હશે તો તેઓ સારા નાગરિકો બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથા શક્તિ ફાળો આપી શકશે. આવા નાગરિકો રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ અને વરદાનરૂપ બની શકે છે. 

તેથી બાળકોને સારી રીતે વિકાસ કરવો જોઈએ તેમજ તેમનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવો જોઈએ. આમ કરીને તેમને સમાજના વિકાસ માટે સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવી શકાય છે. 

આથી કહી શકાય કે, બાળવિકાસ અને બાળકલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વશરત છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)

No comments:

Post a Comment