Tuesday, December 10, 2019

ચક્રવર્તી રાજગોપાલાચારી --- Chakravarti Rajagopalachari

👏✅🙏♻️👏✅🙏♻️👏✅🙏
*💐ચક્રવર્તી રાજગોપાલાચારી💐*
👏🙏✅👏💐👏✅🙏💐👏✅
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

ચક્રવર્તી રાજગોપાલાચારી (૧૦ ડિસેમ્બર ૧૮૭૮ – ૨૫ ડિસેમ્બર ૧૯૭૨), જેઓ ’રાજાજી’ નામે પણ જાણીતા હતા, તેઓ ભારતના સ્વતંત્રતા સેનાની, રાજપુરૂષ, લેખક અને વકીલ હતા. *🇮🇳તેઓ ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા.*
💠👉તેઓએ કોંગ્રેસનાં નેતા, મદ્રાસ પ્રેસિડેન્સીના વડા, મદ્રાસના મુખ્યમંત્રી, ભારતના ગૃહમંત્રી અને *પશ્ચિમ બંગાળના રાજ્યપાલ* તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓએ ’*સ્વતંત્ર પાર્ટી’* નામે પક્ષ પણ રચ્યો હતો અને *ભારત રત્ન* સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ લોકોમાંના એક હતા.

*👉🎯રાજગોપાલાચારીનો જન્મ ત્યારની મદ્રાસ પ્રેસિડેન્સીના સાલેમ જિલ્લાના (જે હવે તામિલ નાડુ રાજ્યનો કૃષ્ણાગિરિ જિલ્લો છે) થોરાપલ્લી ગામે થયો હતો. તેઓએ સેન્ટ્રલ કોલેજ બેંગાલુરૂ અને પ્રેસિડેન્સ કોલેજ મદ્રાસમાં અભ્યાસ કર્યો. સને:૧૯૦૦માં તેમણે વકિલાત શરૂ કરી. રાજકારણમાં પ્રવેશતાં, પ્રથમ સાલેમ નગરપાલિકાનાં સભ્ય અને પછી પ્રમુખ બન્યા. તેઓ કોંગ્રેસમાં જોડાયા અને ’રોલેટ એક્ટ’, ’અસહકારની ચળવળ’, ’વાઈકોમ સત્યાગ્રહ’ અને ’સવિનય કાનૂનભંગની ચળવળ’માં ભાગ લીધો.*

તેઓએ ૨૧ જૂન ૧૯૪૮થી ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ સુધી ભારતનાં ગવર્નર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ૧૯૫૫નાં ગણતંત્ર દિન પર તેમને ભારતનાં ઉચ્ચત્તમ નાગરીક સન્માન ભારત રત્નથી સન્માનવામાં આવ્યા.

માનવ અધિકાર --- Human Rights

🔰🔰🔰માનવ અધિકાર🔰🔰🔰
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

💠👉દર વર્ષે ૧૦મી ડિસેમ્બર *‘માનવ અધિકાર દિવસ’* તરીકે મનાવવામાં આવે છે. 
🎯👉માનવ અધિકારનો સરળ અર્થ એટલે દરેક મનુષ્ય પોતાના જીવનને ગૌરવવંતુ બનાવી શકે તેવા અધિકારો. 
💠👉૧૯૪૮માં યુનાઇટેડ નેશન્સે માનવ અધિકારોનું વિશ્વવ્યાપી ધોરણે પાલન અને સન્માન થાય તે માટે ઘોષણાપત્ર તૈયાર કરેલો. મનુષ્યનો જન્મ થતાં જ માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે, જે અધિકારો કોઇ આપી કે છીનવી શકતું નથી. આવા અધિકારો માનવ અધિકારો તરીકે ઓળખાય છે અને આ અધિકારોને વિશ્વવ્યાપી અધિકારો તરીકેની સ્વીકૃતિ મળેલી છે. 
👆👉જેમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ, ઉંમર, જન્મસ્થાન તેમ જ સામાજિક કે આર્થિક ભેદભાવ હોતો નથી. 
💠👉આ અધિકારોને રાષ્ટ્ર, ધર્મ, ભાષા, સંસ્કૃતિ કે નૈતિકતાના સીમાડા નડતા નથી. આ ઘોષણાપત્ર એટલે કે યુનિવર્સલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં 👩🏻સ્ત્રીઓના માનવઅધિકારોનો👳‍♀ ખાસ ઉલ્લેખ છે. 
🖕👉જેમાં મહિલાઓને સમાન હકો મળવા જોઇએ તેમ જણાવેલ છે. જેમાં મુખ્યત્વે સ્ત્રીઓ સામે થતા કોઇ પણ સ્વરૂપના અધિકારો માટે, ભેદભાવ સામે રક્ષણ, સ્ત્રીઓની ગુલામી, વેઠ પર નાબૂદી, સ્ત્રીઓના અનૈતિક વેપાર પર નિયંત્રણ, શ્રમિક મહિલાઓ અંગે ભૂગર્ભમાં કામ કરવા પર નિયંત્રણ, મહિલાઓને રાત્રે કામ કરવા પર પ્રતિબંધ, મહિલાઓને સમાન વેતન, રોજગાર અને વ્યવસાય સામે રક્ષણ અને મહિલાઓના રાજકીય અધિકારોનો સમાવેશ થાય છે. 

Monday, December 9, 2019

9 Dec

🔶🛡🔷🛡🔶🔷🛡🔶🔷🛡🔶🔷
*🔰ઈતિહાસમાં 9 ડિસેમ્બરનો દિવસ*
➖🔘⭕️💠➖⭕️💠➖♦️💠➖🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🇮🇳🇮🇳♦️ભારતમાં બંધારણ માટે એસેમ્બ્લી♦️🇮🇳🇮🇳🇮🇳*

આઝાદી પૂર્વે ભારતીયોને પોતાનું બંધારણ ઘડવાની તક આપતાં કન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બ્લીની 9 ડિસેમ્બર 1946 ના રોજ રચના થઈ હતી . આ એસેમ્બલીમાં કોંગ્રેસના 208 અને મુસ્લિમ લીગના 73 સભ્યો ચંૂટાયા હતા .

*🚩🚩મહાન ઈંગ્લિશ કવિ મિલ્ટન🔻🔻*
અંગ્રેજી સાહિત્યના મહાનતમ કવિમાં સ્થાન પામતા જ્હોન મિલ્ટનનો જન્મ વર્ષ 1608 માં 9 ડિસેમ્બરે લંડનમાં થયો હતો . તેમના પેરેડાઈઝ લોસ્ટ મહાકાવ્યમાં સેતાનનું પાત્ર હજુ આજે પણ ખૂબ વંચાય અને વખણાય છે.

*📌🚩📌મહર્ષિ કર્વે🔻🔰🔰🔰*

SNDT તરીકે ઓળખાતી દેશની પ્રથમ મહિલા યુનિ .ની સ્થાપના ડૉ . ઢોંડુ કેશવ કર્વેએ પૂણેમાં કરી હતી . મહિલા શિક્ષણમાં અપૂર્વ યોગદાન માટે ભારતરત્નથી સન્માનિત આ વિભૂતિનો જન્મ આજના દિવસે ૧૮૫૮માં થયો હતો .

બંધારણ ઘડવાની શરૂઆત --- Start of Constitution

♻️♦️⭕️✅♻️👏♦️🇮🇳💠♦️👏
*બંધારણ ધડવાની શરૂઆત 9ડિસેમ્બર,1946માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠકડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)*
👇👇👇👇👇👇👇👇👇👇
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*💠👉બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.*

*ભારતનું બંધારણ22ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.* 

બંધારણમાં12પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં8અને પાછળથી4જોડાયેલ છે.

* મૂળ બંધારણમાં395અનુચ્છેદો (કલમો) છે.(હાલના બંધારણમાં446અનુચ્છેદો છે.)

* બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946માં થઇ હતી.

Sunday, December 8, 2019

8 Dec

✅♦️⭕️💠🎯✅⭕️💠🎯✅♦️
*🔆🔆૮ ડિસેમ્બરનો ઈતિહાસ🔆*
✅♦️⭕️💠🎯✅🔰✅♻️✅♻️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

‼️૧૮૭૫:તેજ બહાદુર સપ્રુનો જન્મ મહાન ઉદારવાદી નેતા તેજ બહાદુર સપ્રુનો અલીગઢમાં જન્મ. 

‼️૧૯૩૬:નિકારાગુઆના રાષ્ટ્રપતિ અનાસ્તાસિયો સોમોજા નિકારાગુઆના રાષ્ટ્રપતિ ચૂંટાયા.

*‼️ ૧૯૪૧:જાપાન સાથે યુદ્ધ અમેરિકા અને બ્રિટને જાપાન સાથે યુદ્ધની જાહેરાત કરી.*

*‼️૧૯૪૯:ચીનની રાજધાની ચીનના રાષ્ટ્રવાદીઓએ ફારમોસા(તાઈવાન)ને પોતાની રાજધાની બનાવી.*

‼️ ૧૯૬૬:અંતરિક્ષમાં પરમાણુ હથિયારઅમેરિકા અને સોવિયત સંઘ સહિત ૨૮ દેશોએ અંતરિક્ષમાં પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવા સમજુતી કરી.

Saturday, December 7, 2019

પ્રમુખ સ્વામી -- Pramukh Swami

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
ગુજરાતી મહિના પ્રમાણે પ્રમુખ સ્વામીની પ્રથમ પુણ્યતિથિ 
♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💐સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોંડલ અક્ષર મંદિર પ્રખ્યાત છે.
આ મંદિરે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા દેશ-વિદેશના લોકો અવારનવાર આવતા હોય છે.ગઇકાલે ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના કલાકાર જેઠાલાલ(દિલીપ જોશી)અક્ષર મંદિર ખાતે દર્શન કરવા પહોંચી ગયા હતા.(👦🏻અટલે કે મારા ગોકુળીયા ગોંડલ ગામે)

👈👉પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું. માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ સ્વામીનું જન્મનું નામ શાંતિલાલ હતું.
· 16 મે 1929ના દિવસે તેમના ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડ્યા. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં.
·એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો.
· ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આધ્યાત્મિક વારસદાર છે.

એપોલો ૧૭ -- Apollo 17

✅♦️🔰♻️👁‍🗨🔰✅♦️⭕️
*🎍🔶🎍એપોલો ૧૭🔷♦️*
🎍🔰🎍🔰🎍🔰🎍🔰🎍
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

💠એપોલો ૧૭ એ નાસાનાં એપોલો અભિયાનની અગીયારમી સમાનવ અવકાશ યાત્રા હતી. તે અમેરિકાનું પ્રથમ સમાનવ રાત્રી પ્રક્ષેપણ અને એપોલો અભિયાનનું છઠું અને છેલ્લું ચંદ્ર પર ઉતરાણ માટેનું ઉડયન હતું. આ મિશન ૭/૧૨/૧૯૭૨ નાં રોજ રાત્રે ૧૨:૩૩ EST સમયે શરૂ થયું અને ૧૯/૧૨/૧૯૭૨ નાં સમાપ્ત થયું. જેણે સમાનવ ચંદ્ર પર ઉતરાણ અને સમાનવ નિમ્ન ભૂ-ભ્રમણકક્ષાની બહાર ઉડયન એમ બન્ને કામો પુરા કર્યા.

*🎯ચાલકદળ*

કૌંસમાંનાં આંકડાઓ વ્યક્તિગત દરેકનાં આ મિશન અને આગલા અવકાશઉડાનનાં આંકડા દર્શાવે છે.

યુગેને એ.સેર્નાન (Eugene A. Cernan) (૩) - કમાન્ડર/નિયંત્રક (Commander)
રોનાલ્ડ ઇ.ઇવાન્સ (Ronald E. Evans) (૧) - નિયંત્રણ મોડ્યુલ ચાલક (Command Module Pilot)
હૈરીસન એચ.સ્મિટ (Harrison H. Schmitt) (૧) - લુનાર મોડ્યુલ ચાલક (Lunar Module Pilot)
લુ.મો.ચા. તરીકે ખરેખરતો 'જો એન્જલ' (Joe Engle) પસંદ થયેલ, પરંતુ જ્યારે એ નક્કિ થઇ ગયું કે એપોલો ૧૭ છેલ્લું ચંદ્ર ઉડાન બનવાનું છે, તો વૈજ્ઞાનિક સમુદાયોએ નાસાને એક વૈજ્ઞાનિક અવકાશયાત્રીને ચંદ્ર પર ઉતરાણ માટે પસંદ કરવા દબાણ કર્યું. આને કારણે સ્મિટ,નિષ્ણાત ભૂ-વૈજ્ઞાનિકને તક મળી, અને તેને રદ કરાયેલ એપોલો ૧૮ ની ટુકડીમાંથી દુર કરી,એન્જલનાં સ્થાને એપોલો ૧૭ માં સમાવાયો.