✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)
🙏💠🙏💠🙏💠🙏💠🙏💠🙏💠
💠💠💠જય વિજયાદસમી💠💠💠
🙏💠🙏🙏💠🙏💠💠🙏💠🙏💠
ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં તહેવાર અને ઉત્સવનું ધર્મની સાથે પ્રતીકાત્મક મહત્ત્વ હોય છે. દશેરા અર્થાત વિજયાદસમી પણ આવો જ એક તહેવાર છે જેમાં રાવણના દસ માથાં અર્થાત માનવજીવનની દસ ખામી કે મર્યાદાઓેને હણીને વિજય પ્રાપ્ત કરવાનો છે. રાવણનાં માથાંં આસુરી શક્તિઓનાં પ્રતીક છે, એ આસુરી શક્તિઓ આજના સંદર્ભમાં કઈ છે?
હિંદુ સહિત દુનિયાના દરેક ધર્મ માટે આમ તો એ વાત સાચી જ છે કે ધાર્મિક પરંપરાઓ અને તેની સાથે સંકળાયેલા તહેવારોની એક ચોક્કસ વિશેષતા હોય છે, તેનું પ્રતીકાત્મક મહત્ત્વ હોય છે. તેને હજુ પણ ધાર્મિક જડતા સાથે જોડી રાખવામાં આવે તે કોઈ રીતે યોગ્ય નથી. સમયની હાલની માંગ પ્રમાણે તેમાં પ્રતીકાત્મક ફ્ેરફર લાવીને સમય-શક્તિ-નાણાં અને સ્રોતોનો બગાડ અટકાવવા માટે એ જરૃરી છે. અલબત્ત, તેનો અર્થ એવો જરાય નથી કે દિવાળીમાં ફ્ટાકડા ના ફેડવા કે નવરાત્રિમાં ગરબા ગાવાનું બંધ કરી દેવું કે પછી ધૂળેટી કે ઉત્તરાયણની ઉજવણી બંધ કરી દેવી. આ પરંપરાઓ તો ચાલુ રાખી જ શકાય, પરંતુ સાથે તેમાં વર્તમાન સમય પ્રમાણે ફ્ેરફર કરીને તેને વધુ લોકભોગ્ય, વધુ ઉપયોગી બનાવી શકાય. આ સંદર્ભમાં દસેરા અર્થાત વિજયાદસમીની ઉજવણી પણ તેનું પરંપરાગત મૂલ્ય જાળવી રાખીને પ્રતીકાત્મક બનાવી શકાય.
વિજયાદસમી કે દસેરા તરીકે ઓળખાતો આપણા આ મહત્ત્વના તહેવાર વિશે અહીં વિગતો આપવાનો કોઈ અર્થ નથી કેમકે આ તો આપણો જ તહેવાર છે, આપણી જ પરંપરા છે અને તેના વિશે આપણે જાણીએ છીએ. વિજયાદસમી શા માટે ઉજવાય છે એ માહિતી તો જે લોકો હિંદુ ધર્મ અને પરંપરાથી પરિચિત નથી તેમને આપવી પડે. આપણે આ તબક્કે એક અલગ વિજયાદસમી ઉજવીએ, એક અલગ દસ-હરા ઉજવીએ. ધર્મ અને શાસ્ત્ર્રોનું અર્થઘટન કરનાર વિદ્વાન ઋષિમુનીઓએ રાવણના દસ માથાંની કલ્પના કંઈ સ્થૂળ સ્વરૃપે નથી કરી. પણ તેમાં અલગ અલગ આસુરી શક્તિઓનો સંકેત છે અને તેનો જ નાશ કરવાનો છે. એ નાશ જે તે વ્યક્તિ પોતે કરી શકે અથવા જેમણે ધર્મ અને અધ્યાત્મથી ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે એવા ગુરુની મદદથી નાશ થઈ શકે. રાવણના લક્ષણો દરેક સામાન્ય માનવીમાં પડેલાં હોય છે. કોઈમાં વધારે હોય, કોઈમાં ઓછા.