Thursday, July 18, 2019

જય વિજયાદસમી --- Jay Vijayadamsmi

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)
🙏💠🙏💠🙏💠🙏💠🙏💠🙏💠
💠💠💠જય વિજયાદસમી💠💠💠
🙏💠🙏🙏💠🙏💠💠🙏💠🙏💠
ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં તહેવાર અને ઉત્સવનું ધર્મની સાથે પ્રતીકાત્મક મહત્ત્વ હોય છે. દશેરા અર્થાત વિજયાદસમી પણ આવો જ એક તહેવાર છે જેમાં રાવણના દસ માથાં અર્થાત માનવજીવનની દસ ખામી કે મર્યાદાઓેને હણીને વિજય પ્રાપ્ત કરવાનો છે. રાવણનાં માથાંં આસુરી શક્તિઓનાં પ્રતીક છે, એ આસુરી શક્તિઓ આજના સંદર્ભમાં કઈ છે?
હિંદુ સહિત દુનિયાના દરેક ધર્મ માટે આમ તો એ વાત સાચી જ છે કે ધાર્મિક પરંપરાઓ અને તેની સાથે સંકળાયેલા તહેવારોની એક ચોક્કસ વિશેષતા હોય છે, તેનું પ્રતીકાત્મક મહત્ત્વ હોય છે. તેને હજુ પણ ધાર્મિક જડતા સાથે જોડી રાખવામાં આવે તે કોઈ રીતે યોગ્ય નથી. સમયની હાલની માંગ પ્રમાણે તેમાં પ્રતીકાત્મક ફ્ેરફર લાવીને સમય-શક્તિ-નાણાં અને સ્રોતોનો બગાડ અટકાવવા માટે એ જરૃરી છે. અલબત્ત, તેનો અર્થ એવો જરાય નથી કે દિવાળીમાં ફ્ટાકડા ના ફેડવા કે નવરાત્રિમાં ગરબા ગાવાનું બંધ કરી દેવું કે પછી ધૂળેટી કે ઉત્તરાયણની ઉજવણી બંધ કરી દેવી. આ પરંપરાઓ તો ચાલુ રાખી જ શકાય, પરંતુ સાથે તેમાં વર્તમાન સમય પ્રમાણે ફ્ેરફર કરીને તેને વધુ લોકભોગ્ય, વધુ ઉપયોગી બનાવી શકાય. આ સંદર્ભમાં દસેરા અર્થાત વિજયાદસમીની ઉજવણી પણ તેનું પરંપરાગત મૂલ્ય જાળવી રાખીને પ્રતીકાત્મક બનાવી શકાય.
વિજયાદસમી કે દસેરા તરીકે ઓળખાતો આપણા આ મહત્ત્વના તહેવાર વિશે અહીં વિગતો આપવાનો કોઈ અર્થ નથી કેમકે આ તો આપણો જ તહેવાર છે, આપણી જ પરંપરા છે અને તેના વિશે આપણે જાણીએ છીએ. વિજયાદસમી શા માટે ઉજવાય છે એ માહિતી તો જે લોકો હિંદુ ધર્મ અને પરંપરાથી પરિચિત નથી તેમને આપવી પડે. આપણે આ તબક્કે એક અલગ વિજયાદસમી ઉજવીએ, એક અલગ દસ-હરા ઉજવીએ. ધર્મ અને શાસ્ત્ર્રોનું અર્થઘટન કરનાર વિદ્વાન ઋષિમુનીઓએ રાવણના દસ માથાંની કલ્પના કંઈ સ્થૂળ સ્વરૃપે નથી કરી. પણ તેમાં અલગ અલગ આસુરી શક્તિઓનો સંકેત છે અને તેનો જ નાશ કરવાનો છે. એ નાશ જે તે વ્યક્તિ પોતે કરી શકે અથવા જેમણે ધર્મ અને અધ્યાત્મથી ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે એવા ગુરુની મદદથી નાશ થઈ શકે. રાવણના લક્ષણો દરેક સામાન્ય માનવીમાં પડેલાં હોય છે. કોઈમાં વધારે હોય, કોઈમાં ઓછા.

સત્યશોધક સમાજ -- Truthfulness society

🔸☑️🔸☑️🔸☑️🔸☑️🔸☑️
*🔘‘સત્યશોધક સમાજ’🔘*
🔸☑️🔸☑️🔸☑️🔸☑️🔸☑️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

➡️ઇ.સ.1873માં ‘સત્યશોધક સમાજ’ન જોતિબા ફૂલે એ સ્થાપના કરી. 
➡️અંધશ્રધ્ધા અને અસમાનતાનાં મૂળમાં ઇશ્વર નહીં; પણ સ્વાર્થી માણસોની માનસિકતાને જવાબદાર ગણાવી.. 
➡️એમણે ‘સત્યશોધક સમાજ’ દ્વારાં ચારસૂત્રીય મંત્ર આપ્યો.. 
1⃣ ઇશ્વર સર્વવ્યાપી છે, એ જીવમાત્રમાં વસે છે. એમાં કોઇ જ ભેદભાવ નથી..માટે ઇશ્વરનાં નામે થતાં કે કહેવાતાં ભેદભાવ સ્વાર્થી માનસોની જ ઉપજ છે, ઇશ્વરની નહીં જ નહીં.. 
2⃣ઇશ્વરની ભક્તિ કરવનો અને સદગુણ્ઓને વિકસાવવાનો સૌ કોઇને અધિકાર છે, એમાં જ્ઞાતિ, જાતિ, વર્ણ કે વર્ગભેદ ના કરવાં જોઇએ.. 
3⃣શ્રેષ્ઠતા ગુણને આધારે જ હોવી જોઇએ, જ્ઞાતિ કે વર્ણને આધારે નહીં જ. પોતાનાં ગમા-અણગમાને ઇશ્વરનાં નામે ગણાવીને કોઇ પોતાને શ્રેષ્ઠ કહાવીને અન્યને અસ્પૃશ્ય કે હલકાં કે નીચાં ગણાવે એ તો અમાનુષી અને આસૂરીવિચાર છે. દૈવી વિચાર નથી. સાત્વિક સોચ નથી.. એ નબળી અને નીચા માણસોની માનસિકતાની એ ભેદભાવવાળી સમજ અને સંસ્કારિતા છે. 
4⃣ જપ-તપ-તીરથ-પુર્વજન્મ-પુન:જન્મ અને શુકન-અપશુકન માંદલા અને બિમાર માણસોની સમજ છે. સદભાવ, સમભાવ અને સમરસતા-સંવાદિતામાં જ ભારતીય સંસ્કૃતિનાં મૂળમૂલ્યો પડેલાં છે. એમાં જ એની ગરિમા અને ગૌરવ છે..માટે અજ્ઞાન અને અંધશ્રધ્ધા છોડી દો..
માનવતાથી મોટો કોઇ જ ધર્મ કે દર્શન નથી..એનું આચરણસહિત જીવનમાં પાલન કરો.. ઇ.સ.1876-82 સુધી જોતીબા પુણેનાં નગરપાલિકાનાં સભ્ય બન્યા..સમાજસુધારણાનાં કાર્યોને જોતિબા ફૂલે એ આગળ ધપાવ્યાં..એમનાં પ્રગતિશીલ વિચારો રુઢિચૂસ્તોને ગમતાં નહીં... 
👉ઇ.સ.1885માં ‘સત્સાર’ માને નિબંધ અને ‘ઇશારો’ પુસ્તક પ્રગટ.. ઇ.સ.1887માં ‘ષષ્ટિપૂર્તિ પ્રસંગ’ નિમિત્તે મુંબઇ રાજ્યપાલશ્રીએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું.. 
👉ત્યારે જ એમને ‘મહાત્મા’નું બિરુદ આપવામાં આવેલું હતું.. ઇ.સ.1891માં ‘સાર્વજનિક સત્યધર્મ’ શીર્ષક હેઠળ નિબંધમાં ‘વિશ્વકુટુંબનાં ખ્યાલોને સમર્થન’ આપ્યું. ફ્રેંચક્રાંતિમાંથી જોતીબાએ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં સિધ્ધાંતોને સ્વીકાર્યા હતાં.. ઇ.સ.1890માં 28 નવેમ્બરનાં રોજ મહાનિર્વાણ..

18 July

જ્ઞાન સારથિ, [18.07.19 13:23]
[Forwarded from જ્ઞાન સારથિ]
💠♦️💠♦️💠♦️💠♦️💠♦️💠♦️
♻️ઈતિહાસમાં ૧૮ જુલાઈનો દિવસ♻️
🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯♻️
 ✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎍ભારતે પહેલો સેટેલાઇટ લોન્ચ કર્યો🎍

વર્ષ ૧૯૮૦માં આજના દિવસે ભારતે પોતાના રોકેટ SLV - 3 દ્વારા ૩૫ કિલોગ્રામ વજનનો પોતાનો જ સેટેલાઇટ છોડ્યો હતો . સેટેલાઇટ તરતો મૂકી ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો હતો .

📕📒📕Mein Kampf📕📗📒

જર્મનીના સરમુખત્યાર હિટલરે તેની રાજકીય વિચારધારા વર્ણવતી આત્મકથા ' મેન કેમ્ફ ' વર્ષ ૧૯૨૫માં આજના દિવસે પ્રકાશિત કરી હતી . હિટલર સત્તા પર હતો ત્યારે આ પુસ્તકની લોકપ્રિયતા ચરમસીમાએ હતી .
📕જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરે લખેલી આત્મકથા ' મેન કાફ ' (ઇંગ્લિશમાં માય સ્ટ્રગલ ) 1925ની 18 જુલાઈએ પ્રસિદ્ધ થઈ હતી . વર્ષ 2016માં તેના કોપીરાઇટનો સમયગાળો પૂરો થતાં પુન : પ્રકાશિત કરાઈ હતી

નેલ્સન મંડેલા ---- Nelson Mandela

🗣👤🗣👤🗣👤🗣
નેલ્સન મંડેલા

🗣👤🗣👤🗣👤
🗣નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા 
(૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩) દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. 

🖐આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા.
✋ તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા 👋૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.


👉ક્ષોસા (Xhosa) સમુદાયનાં થેમ્બુ (Thembu) રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું. તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.


તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોનાં ભાગરૂપે તેઓએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા હતા.

રાજા સવાઇ જયસિંહ --- King Sawai Jai Singh

📢👑📢👑📢👑📢👑📢👑
*👑રાજા સવાઈ જયસિંહ👑*
👑💐👑💐👑💐👑💐👑💐
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏*

*મિત્રો આજરોજ રાજા સવાઈ જયસિંહની પુણ્યતિથિ છે... તો ચાલો આજે જાણીયે કંઇક નવી રીતે આ મહાન રાજાને ... આજે જાણીયે આ મહાન રાજાએ ભારત દેશને આપેલ અમુલ્ય ભેટ અને ઉતમ કાર્યશૈલી..અગમસુજબુજ..

💠🎯👉સવાઈ જયસિંહનું નામ આવતા પહેલાં તો યાદ આવે.... *🕍જયપુર🕍*
*➖વાસ્તુશૈલિ =➖રાજપૂત અને મોગલ વાસ્તુ શૈલિનું સંમિશ્રણ*

*➖માળખાકીય સંરચના➖ લાલ અને ગુલાબી રેતીયા પથ્થર*
*વાસ્તુકાર વિદ્યાધર ➖ભટ્ટાચાર્ય અને સર સેમ્યુઅલ સ્વીંટન જેકબ*

ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ --- Price rise and consumer awareness

*💰ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ💰*

*💠🎯પ્રશ્ન👉ભાવવૃદ્વિનાં કારણોની વિગતે ચર્ચા કરો.*

ભારતમાં ભાવવૃદ્વિનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે:

*🎯1👉 નાણાંના પુરવઠામાં વધારો:👉* દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક વધતાં તેમની ખરીદશક્તિ વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. પરંતું એ જ સમયે કુલ પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજવ્સ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવવૃદ્ધિનું એક કારણ છે. સરકારના યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચમાં વધારો થયાં તે ખાદ્યપુરવણી દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે તે સાથે લોકોની નાણાંકીય આવકો વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે.

🔰👉માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. પરિણામે ભાવવૃદ્વિ થાય છે. આ ઉપરાંત, બૅન્કો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે. તે ચીજવસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવવૃદ્વિ કરે છે. આમ, ભારતમાં ભાવવૃદ્વિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાંનું પરિણામ છે.

*2. વસ્તીવૃદ્વિ :👉* ભારતમાં થતા ઝડપી વસ્તીવધારાને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે, જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતાં ભાવવૃદ્વિ થાય છે.

સામાજીક પ્રશ્નો

*👩‍👩‍👧‍👦👩‍👩‍👦👩‍👩‍👦સામાજીક પ્રશ્નો👨‍👩‍👦‍👦👨‍👩‍👧👨‍👩‍👧‍👦*

*💠🎯પ્રશ્ન👉સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો જણાવો. 

🎯સમાજિક પરિવર્તન :👉* સામાજિક માળખામાં અને સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં અને મુલ્યોમાં આવતું પરિવર્તન ‘સામાજિક પરિવર્તન’ કહેવાય છે. 

*👁‍🗨સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો :👉* પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણને કારણે સામાજિક સંબંધો, કુટુંબવ્યવસ્થા, લગ્નપ્રથા, જીવનશૈલી, સાહિત્ય અને લલિતકલા વગેરેમાં પરિવર્તનો આવ્યાં છે, જે સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે. 

🔰👉ભૌતિક ચીજવસ્તુઓ, મોજશોખનાં ઉપકરણો, રોજિંદા જીવનમાં વપરાતાં વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યાં છે. 

🔰👉રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. ભૌતિક સુવિધાઓને લીધે લોકોના જીવનધોરણમાં પરિવર્તન આવ્યું છે. 

🔰👁‍🗨આમ, મુખ્યત્વે શહેરીકરણ, સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવાં પરિબળોની અસરને કારણે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)