Wednesday, July 3, 2019

ધોળાવીરા --- Dholavira

Raj Rathod, [30.06.19 19:23]
[Forwarded from Team_GOG (+ pandya+)]
[ Photo ]
ધોળાવીરા : પાંચ હજાર વર્ષ જૂનું ગુજરાતનું 'સ્માર્ટ સિટી'

ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે.
કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ ભાસતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે.

ગામથી એકાદ કિલોમીટર દૂર ઉત્તર તરફ જઈએ તો 'કોટડા ટિંબા' વિસ્તાર આવે છે. બસ, આ જ વિસ્તાર ગામને અસામાન્ય બનાવે છે.



અહીં જ પાંચ હજાર વર્ષ પહેલાં એ સમયની આધુનિક સંસ્કૃતિનું નગર ધોળાવીરા ધમધમતું હતું.
આઈઆઈટી ગાંધીનગર' અને 'આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા' દ્વારા હાલમાં જ કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે આ 'પુરાતત્ત્વીય શહેર'માં પાંચ હજાર વર્ષ પહેલાં પાણીનું અદભૂત વ્યવસ્થાપન કરાયું હતું.

છેલ્લા કેટલાક સમયમથી અહીં 'ગ્રાઉન્ડ પૅનિટ્રેટિંગ રડાર(જીપીઆર)' દ્વારા જમીન સ્કૅન કરી કરવામાં આવી રહી છે.
આ જ સ્કૅનિંગ થકી જાણવાં મળ્યું કે એ સમયે પણ શહેરમાં ડેમ, નહેર, જળાશયો, વાવ, કૂવા જેવી જડબેસલાક અને અફલાતૂન વ્યવસ્થા ઊભી કરાઈ હતી.
સિંધુ ખીણની સંસ્કૃતિ 'મૉર્ડન ટાઉન પ્લાનિંગ' માટે જાણીતી હતી.
આ સંસ્કૃતિનાં શહેરો એમના મકાનો, સ્થાપત્યો, જાહેર સ્થળો, ગટરવ્યવસ્થા માટે આજે પણ આદર્શ માનવામાં આવે છે.

No comments:

Post a Comment