Wednesday, July 3, 2019

લાલ કિલ્લાનો પાયો નખાયો --- Red Fort

જ્ઞાન સારથિ, [30.04.17 22:08]
[Forwarded from Yuvirajsinh Jadeja]
💫🌟✨☄️💫🌟✨💫☄️
લાલ કિલ્લાનો પાયો નખાયો

✨☄️✨☄️✨☄️✨☄️✨☄️
દિલ્હીના લાલ કિલ્લાનો પાયો 1639 ની 29 એપ્રિલે નખાયો હતો . બાદશાહ શાહજહાંએ રાજધાની આગ્રાથી દિલ્હી લાવવાનું નક્કી કર્યા બાદ યમુના કાંઠે આ કિલ્લાનું નિર્માણ કાર્ય 1948 માં પૂરું કરાયું હતું . આજે આ કિલ્લો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં આવે છે.
☄️☄️☄️☄️☄️☄️☄️☄️
🚦🚥દિલ્હી ફોર્ટ કે લાલ કિલ્લો,
ભારતનાં દિલ્હીમાં જુના દિલ્હીમાં સ્થિત છે. જેનો ૨૦૦૭ માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળો ( UNESCO World Heritage Site ) માં સમાવેશ કરાયેલ છે.



🔻🚩લાલ કિલ્લો અને 'શાહજહાંનાબાદ' શહેર, સને ૧૬૩૯ માં,શહેનશાહ શાહજહાં દ્વારા બંધાવવામાં આવેલ.

♦️♦️લાલ કિલ્લો મૂળ તો "કિલ્લા-એ-મુબારક","સુખનો કિલ્લો" તરીકે ઓળખાતો, કારણકે તે રાજવી કુટુંબનું નિવાસ સ્થાન હતું.

♦️♦️લાલ કિલ્લાની રૂપરેખા 'સલિમગઢ કિલ્લા'ની સાથે સ્થાઇ અને એકીકૃત રહે તે રીતે આયોજીત કરાયેલ.

♦️♦️મધ્યકાલિન શહેર શાહજહાંનાબાદનું મહત્વનું કેન્દ્રબિંદુ દુર્ગમહેલ હતું. લાલકિલ્લાનું આયોજન અને ' સૌંદર્ય શાસ્ત્ર ' (aesthetics) મુઘલ રચનાત્મક્તાનાં શીરોબિંદુ સમાન છે,કે જે શહેનશાહ શાહજહાંના શાસનકાળ દરમિયાન પ્રબળ હતી.

♦️♦️શાહજહાંને આ કિલ્લો બંધાવ્યા પછી તેમાં ઘણાં સુધારાઓ કે વિકાસ કરાયા છે. વિકાસનો મહત્વપૂર્ણ તબક્કો ઔરંગઝેબ અને તેના પછીના શાસકોના સમયમાં આવેલો.

♦️♦️૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી,બ્રિટિશ શાસનનાં સમયમાં, આ આખી જગ્યાની રચનામાં મહત્વના ભૌતિક ફેરફારો કરવામાં આવેલ. સ્વતંત્રતા પછી,આ સ્થળે બહુ ઓછા માળખાગત ફેરફારો કરવામા આવેલ છે.

♦️♦️બરિટિશ શાસનના સમયમાં આ કિલ્લો મુખ્યત્વે લશ્કરી છાવણીના રૂપમાં વાપરવામાં આવતો,આઝાદી પછી પણ,છેક ઇ.સ.૨૦૦૩ સુધી,આ કિલ્લાનો મહત્વનો હિસ્સો લશ્કરનાં નિયંત્રણ હેઠળ હતો.

💢💢લાલ કિલ્લો એ મુઘલ સમ્રાટનો, નવા પાટનગર શાહજહાનાબાદ સ્થીત, મહેલ હતો.

🏰🏰શાહજહાનાબાદ દિલ્હી વિસ્તારનું સાતમું શહેર થયું. તેમણે પોતાના રાજ્યને ભવ્યતા પ્રદાન કરવા અને પોતાના હીત અને ભવ્ય ઇમારતોના નિર્માણનાં સ્વપ્નોને સાકાર કરવાની પર્યાપ્ત તક પ્રાપ્ત કરવા માટે પોતાનું પાટનગર આગ્રાથી અહીં ફેરવ્યું.


🏝🏝આ કિલ્લો યમુના નદીનાં કિનારે સ્થીત છે,જે મોટાભાગની દિવાલોની ચારો તરફ ખાઇથી ઘેરાયેલો છે.તેની ઉત્તર-પૂર્વ તરફની દિવાલ જુના કિલ્લા,સલીમગઢ કિલ્લા, સાથે સંલગ્ન છે,જે સને ૧૫૪૬ માં ઇસ્લામ શાહ સૂરી દ્વારા રક્ષણ હેતુ ચણવામાં આવેલ.

🏠🏠 લાલ કિલ્લાનું બાંધકામ સને ૧૬૩૮ માં શરૂ થયું અને સને ૧૬૪૮ માં સંપન્ન થયું.
⛩⛩માર્ચ ૧૧ ૧૭૮૩ નાં રોજ, થોડા શીખોએ કિલ્લામાં પ્રવેશ કરી અને 'દિવાને આમ'નો કબ્જો કરેલ. વાસ્તવમાં શીખોના સહયોગમાં મુઘલ વજીરે શહેરનું સમર્પણ કર્યું હતું. આ ઘટનાને 'કરોર સિંઘીયા મિસ્લ'નાં સરદાર ભાગલસિંઘ ધાલિવાલની સરદારી હેઠળ સંપન્ન કરવામાં આવેલ.

⛩⛩બહાદુર શાહ ઝફર ,છેલ્લો મુઘલ સમ્રાટ હતો જેનો આ કિલ્લા પર કબ્જો રહેલ.મુઘલ સત્તા અને રક્ષણની ક્ષમતા ધરાવતો હોવા છતાં આ કિલ્લો,૧૮૫૭ માં,અંગ્રેજો સામેનાં સંઘર્ષ દરમિયાન રક્ષણ આપી શક્યો નહીં. ૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતા પછી, બહાદુર શાહ ઝફરે આ કિલ્લો ૧૭ સપ્ટેમ્બરનાં છોડી દીધો. તેઓ ફરી આ કિલ્લામાં અંગ્રેજોનાં કેદી તરીકે આવ્યા. ઝફર પર જાન્યુઆરી ૨૭ ૧૮૫૮,માં મુકદમો ચાલ્યો અને, ઓક્ટોબર ૭નાં તેમને દેશનિકાલની સજા કરાઇ.

🇮🇳🇮🇳૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ , ભારત સ્વતંત્રતા રાષ્ટ્ર બન્યું. ભારતના વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરૂ દ્વારા, લાલ કિલ્લા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આજ દિન સુધી, આ દિવસે, 🇮🇳🇮🇳ભારતના વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને રાષ્ટ્રજોગ સંબોધન કરવાની પ્રથા જીવંત છે.

⚔️⚔️લાલ કિલ્લો ઉચ્ચત્તમ કલા કારીગરી અને સજાવટનું પ્રદર્શન છે.આ કિલ્લાની કલા કારીગરી પર્શિયન,યુરોપિયન અને ભારતીય
કલાઓનું સંમિશ્રણ છે,જેનાં પરીણામ સ્વરૂપ અદ્વિતીય શાહજહાની શૈલીનો વિકાસ થયો જે રૂપ,અભિવ્યક્ત્તિ અને રંગોથી પ્રચુર છે.
🛡🛡દિલ્હીનો લાલ કિલ્લો, ભારતનાં મહત્વપૂર્ણ ભવન પરિસરમાંનો એક છે જે ભારતીય ઇતિહાસ અને તેની કલાનાં એક લાંબા યુગને સાચવીને ઉભો છે. તેનું મહત્વ સમય અને સ્થળથી પરે છે.તે સ્થાપત્યની પ્રતિભા અને સત્તાનું પ્રાસંગિક પ્રતિક છે. ભાવી પેઢી માટે,
🛡🛡🛡૧૯૧૩માં તેને રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે ઘોષીત કરતી અધિસુચના બહાર પડાયા પહેલાથી,તેના રક્ષણ અને સંરક્ષણનાં પ્રયાસો હાથ ધરાયેલા હતા.
કીલ્લાની દિવાલો ભારે કલાત્મક કોતરણી કામથી શુશોભિત છે. તેમાં બે મુખ્ય દ્વાર આવેલ છે,દિલ્હી દરવાજો અને લાહોર દરવાજો. લાહોર દરવાજો મુખ્ય પ્રવેશદ્વાર છે; તે એક લાંબી છાજેલી બજાર ગલી (bazar street),🖼🖼'છત્તા ચોક' (Chatta Chowk),તરફ ખુલે છે. તેની દિવાલોએ અડીને દુકાનો આવેલ છે. છત્તા ચોક એક વિશાળ ખુલ્લા ચોગાનમાં ખુલે છે જ્યાં તે વિશાળ ઉત્તર-દક્ષિણ ગલીને પાર કરે છે,જે ખરેખરતો કિલ્લાનાં પશ્ચિમ તરફનાં લશ્કરી વિભાગ અને પૂર્વ તરફનાં મહ

જ્ઞાન સારથિ, [30.04.17 22:08]
[Forwarded from Yuvirajsinh Jadeja]
ેલ વિભાગને વિભાજીત કરે છે. આ ગલીનો દક્ષિણ છેડો એટલે દિલ્હી દરવાજો.

🚪🚪કિલ્લાની અંદરના મહત્વના બાંધકામ🖼🖼

🔑🗝દિવાને આમ🔑🗝

આ દરવાજાની આગળ એક મોટુ ખુલ્લુ મેદાન આવે છે, જે શરુઆતમા^ દિવાને આમના આંગંણા તરીકે વપરાતુ હતું. રાજા આમ જનતાને અહીં મળતા હતી. તેમાં સમ્રાટ માટે એક અલંકારીક ઝરુખો છે. તેના થાંભલા સોનેરી રંગે રંગાયેલા હતા તનો સિંહાસન ચાંદીના કઠોડાથી સંરક્ષિત હતો.તે રાજાને પ્રજાથી દૂર રાખવામાં આવતો.


🗿🗿નહરે બહિસ્ત🗿🗿

રાજકીય વ્યક્તિ વિશેષના ઘરો સિંહાસનની પાછળ આવેલા છે.આઘરો કિલાની પૂર્વી તરફની દિવાલની બાજુમાં યમુનાની સમ્મુખાવેલા છે. આ ઘરોનો સમુહ એક સળંગ નહેર દ્વારા જોડાયેલા છે. આ નહેર નહરે બહિસ્ત તરીકે ઓળખાય છે.જેનો અર્થ સ્વર્ગીય નહેર એવો થાય છે. તે દરેક ઘર સમુહની મધ્યમાંથી નીકળે છે. આ નહેરમાં પાણી યમુના નદી, અને કિલ્લાની ઉત્તર પશ્ચિમ માં આવેલ એક મિનાર શાહ બુર્જ માંથી આવે છે. આ ક્ષેત્રની રચના કુરાનમાં વર્ણન કરાયેલ સ્વર્ગ જેવી કરવામાં આવેલ છે. આ જગ્યા પર ઘણી વખત વર્ણન કરાયેલા કુરાનની આયત કહે છે, "જો પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ હોય તો તે અહીં છે, અહીં છે, અહીં છે" અહીંના મહેલની રચના ઈસ્લામિક પ્રણાલી પર અધારીત છે. પણ તેની દરેક ઈમારત પર હિંદુ શૈલીની છાપ સ્પષ્ટ જણાઈ આવે છે.લાલ કિલ્લાના મહેલ ક્ષેત્રને મોગલ વસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો માનવામાં આવે છે.


🎏🎏ઝનાના🎏🎏


આ ક્ષેત્રના બે અંતિમ છેડાપર આવેલા ગૃહ મહિલા માટે ખાસ બનેલા હતા તેમને જનાના તરીકે ઓળખાતા હતાં. તેને મુમ્તાઝ મહેલ, હવે સંગ્રહાલય એક મોટું અને આલીશાન મહેલ છે. રંગ મહેલ તેની સોનેરી રંગે રંગાયેલ છત અને આરસના હોજ માટે પ્રસિદ્ધ છે. આ હોજમાં નહેર એ બેહીશ્તમાંથી પાણી આવતું હતું.


🏴🏴મોતી મસ્જીદ🏴🏴

હમામની પશ્ચિમ તરફ મોતી મસ્જીદ આવેલી છે. આને પાછળથેએ ઉમેરવામાં આવી હતી. તે શહાજહાનન પાટવી ઔરંગઝેબની અંગત મસ્જીદ હતી જેને ૧૬૫૯માં બાંધવામાં આવી હતી. આ એક ત્રણ ગુંબજ ધરાવતી નાનકડી આરસની બનેલ મસ્જીદ છે. તેને ત્રણ કમાન છે જે આંગણામાં ઉતરે છે


🏁🏁હયાત બખ્શ બાગ🏁🏁

આની ઉત્તરે એક મોટું પારંપારિક ઉદ્યાન છે, જેને
હયાત બખ્શ બાગ , કે "જીવન દાયી ઉદ્યાન", જેને બે એકબીજીને છેદતી નહેર દ્વારા બનેલ છે. નહેરના ઉત્તર અને દક્ષીણ બનેં છેડે શમિયાણાં છે,અને ત્રીજો, ૧૮૪૨માં અંતિમ રાજા દ્વારા બનાવાયો છે, બહાદૂર શાહ ઝફર દ્વારા, તે તળાવના કેન્દ્રમાં બંધાયેલ છે જ્યાં બે નહેર મળે છે.

📐📐આ કિલ્લા પર ડિસેંબર ૨૦૦૦માં લશકરે તોયબા નામના આતંકવાદી સંગઠન દ્વારા હુમલો થયો જેમાં બે સૈનિકિ અને એક નાગરિક માર્યો ગયો. પ્રસાર માધ્યમો એ આને ભારત-પાક શાંતિ વાર્તા ભંગ કરવાનો એક પ્રયાસ બતાવ્યો.

🎌🎌હવે કેટલાંક ખાસ સ્મારકોને મોડેલ સ્મારકોના રૂપમાં વિકસિત કરવામાં આવશે. જેમાં લેહ પ્લેસ, લેહ(જમ્મુ કાશ્મીર), હુમાયૂનો મકરબો, લાલ કિલ્લો(નવી દિલ્હી), સમુદ્ર તટીય મંદિર(મહાબલિપુરમ), એલિફેંટાની ગુફાઓ(મહારાષ્ટ્ર), તાજમહાલ તથા રાણીની વાવ(ગુજરાત)નો સમાવેશ થાય છે. જાણકારી અનુસાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઇ)એ 25 એવા સ્મારકોની ઓળખ કરી છે જેમને મોડેલ સ્મારકો તરીકે વિકસિત કરવામાં આવશે. આ સ્મારકોમાં તમામ જરૂરી પ્રવાસનીય સુવિધાઓ જેવી કે વાઇ-ફાઇ, સુરક્ષા, ઓળખ સૂચક, દિશા નિર્દેશ, અતિક્રમણ મુક્તઇ ક્ષેત્ર, આ સ્મારકોના મહત્વ અંગે લઘુ ફિલ્મ બતાવનારા વ્યાસ કેન્દ્રો અને સ્વચ્છ ભારત અભિયાનની જાણકારી આપવા માટે સાઇન બોર્ડ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
મસ્ત ગગને મસ્ત હવામાં,
જોમ ભરે જોશીલો
કસુંબલ કેસરી ધવલ લીલો
અશોક ચક્રે શોભીલો
ફર ફર ફરકે અમારો ત્રિરંગો,
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

નોંખી નોંખી સંસ્કૃતિથી શોભતો
સાગર રણ હિમાળો
છે વાણીનાં ઝરણાં જુદાં
થાય સરિતા ધોધો
ભારત પ્રેમ પ્રકાશનો પ્યાલો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

આઝાદીની ગાથાએ લહેરાતો
જોશ ભરે સંતાનો
શ્વેત પારેવડાં દે સંદેશા
અમન શાન્તિનો નારો
વંદે માતરમ ભાવે જનજન જાગ્યો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

રાષ્ટ્ર શોભે તારી શાને
છે જોમવંતો જયહિન્દ નારો
રાષ્ટ્ર ધૂને હરખે વીર જવાનો,
રાષ્ટ્ર અમારો મોંઘેરો
ધન્ય ગૌરવ દિન અમારો
ફરફર ફરકે  અમારો ત્રિરંગો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment