Wednesday, July 3, 2019

ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ ----- Lord Parshu Ram

જ્ઞાન સારથિ, [28.04.17 20:35]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🙏✍️ યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🚩🚩🚩🚩🚩🚩
ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ

🚩🚩🚩🚩🚩🚩

જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા.
🚩તઓ વિષ્ણુના અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી.🚩🚩🚩🚩🚩

🚩🚩પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામા આવે છે. કહેવાય છે કે પરશુરામ અમર છે.
એક લોકપ્રિય શ્લોક છે,

अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषण: |
कृप: परशुरामश्च सप्तैते चिरંजीविन: ||


🚩🚩હહવકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઈનાથી નાશ ન થઈ શકનાર તેવી આઠ સિદ્ધિઓ મેળવી. એક વખત ઘોર જંગલમાં મૃગયા માટે નીકળેલા ત્યારે તે જમદગ્નિના આશ્રમ જઈ ચડયા. તેણે ઋષિની કામધેનુ ગાયને હરી લેવા સૈનિકોને આજ્ઞા કરી, એટલે બરાડા પાડતી કામધેનુ તેના વાછરડા સાથે બળજબરીથી માહિષ્મતી નગરી તરફ લઈ ચાલ્યો. એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા ને સહસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળી તરત જ ભયંકર ફરશી, ભાલો, ઢાલ તથા ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડયા. પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરશીથી સહસ્ત્રાર્જુનની ભુજાઓ કાપી નાખી અને કપાયેલા બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું.

🚩🚩સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુ:ખી થયેલી કામધેનુને આશ્રમમાં લાવી પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયા અને કહ્યું કે પરશુરામ જેના પર રાજયાભિષેક થયો હોય તેનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ વધારે છે. પરશુરામને તેઓએ ભગવાનમાં મન લગાવી તીર્થસેવન કરવાની શિખામણ આપી. પછી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે પાછા ફર્યા. સહસ્ત્રાર્જુનના પુત્રો વેર વાળવા જમદગ્નિના આશ્રમે આવ્યા અને તેમનું મસ્તક કાપીને લઈ ગયા.

🚩🚩માતાને કલ્પાંત કરતાં જોઈ પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખ્યાં. પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયરહિત કરી. માતા રેણુકાએ પતિના મરણ સમયે દુ:ખમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી હતી.

🔻‼️🚩પરશુરામ ભગવાને શિવજીનું તપ કર્યું અને વરદાનમાં શિવજીએ પરશુ (કુહાડી) આપી હતી. ત્યારથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું.🚩🔻

🚩🚩પરશુરામ કુંડ પ્રભુ કુઠાર (કોઠાર)ના નામથી પણ ઓળખાય છે. આ સ્થળ ભારત દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ ]
 રાજ્યના લોહિત જિલ્લાની ઉત્તર-પૂર્વ દિશામાં જિલ્લાના મુખ્ય મથક તેઝુથી ર૪ કિલોમીટરના અંતરે આવેલું છે.
આ કુંડ સાથે ભગવાન પરશુરામની કથા જોડાયેલી છે. એક વાર ઋષિ જમદગ્નિનાં પત્ની રેણુકા ઋષિરાજ માટે નહાવાનું પાણી લાવવા માટે ગયા હતાં. કોઇક કારણસર એમને પાણી લાવવામાં મોડું થઇ ગયું. ત્યારે કોપાયમાન થયેલા ઋષિરાજે પરશુરામજીને પોતાની માતાનો વધ કરવા માટે કહ્યું. પિતાજીની આજ્ઞાનુસાર પરશુરામે પોતાની માતાનો વધ કર્યો હતો. પણ પછી પરશુરામજીએ માતૃવધના પાપમાંથી મુક્તિ મેળવવા માટે આ કુંડમાં સ્નાન કર્યું હતું. ત્યારથી આ કુંડ અહીંના આસપાસના વિસ્તારોમાં આસ્થાનું કેન્દ્ર બની ગયો છે.

સમય આગળ વધતાં સ્થાનિક લોકોની સાથે સાથે દૂર દૂરથી આવતા પર્યટકોમાં પણ આ સ્થળ જાણીતું બન્યું છે. વર્તમાન સમયમાં આ સ્થળ લોહિત જિલ્લાની ઓળખાણ બની ગયું છે. દર વર્ષે હજારોની સંખ્યામાં તીર્થયાત્રીઓ ૧૪ જાન્યુઆરીના દિવસે આવતા મકરસક્રાંતિ અહીં આવેલા કુંડમાં સ્નાન કરવા માટે આવે છે. અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે પર્યટકોની સુવિધા માટે અનેક સવલતો ઉપલબ્ધ કરાવી છે.

🚩🚩🚩ભગવાન પરશુરામને મહાક્રોધી માનવામાં આવ્યાં છે અને તેમના જેવો માતૃપિતૃભાવ રાખનારની જોડ જલદી મળે તેમ નથી. કોઈ કારણે પિતા જમદગ્નિએ માતા રેણૂકાનો વધ કરવાનો પરશુરામને આદેશ આપ્યો હતો. તે પરશુરામે પૂર્ણ કર્યો અને તે કાર્યથી પિતા પ્રસન્ન થતાં ક્ષણનાય વિલંબ વિના પરશુરામે માતા રેણૂકાને ફરી જીવતાં કરવાનું વરદાન માગી લીધું હતું. પિતા જમદગ્નિની રાજા સહસ્ત્રાર્જુને કરેલી હત્યા બાદ પરશુરામે આજીવન માતા રેણૂકાની સેવા કરી હતી.

🚩🚩પરશુરામ ચિંરજીવી માનવામાં આવે છે એટલે તેમનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ જોવા મળે છે. ભગવાન વિષ્ણુનો આ એવો એકમાત્ર અવતાર છે,જે પોતાના પછીના બે વિષ્ણુ અવતારને સદેહે મળ્યાં છે. રામસીતાના સ્વયંવર દરમિયાન શિવધનુષ તૂટવાનો અવાજ સાંભળી પોતાના આરાધ્યનું ધનુષ્ય કોણે તોડ્યું તેના ક્રોધથી ધમધમતાં આવી ચડેલાં પરશુરામની કથા આપણે જાણીએ જ છીએ. જાણવા જેવું એ પણ છે કે કલ્કિ પુરાણના અનુસાર પરશુરામ જ ભગવાન કલ્કિ જે ભગવાન વિષ્ણુનો પૃથ્વી પરનો દસમો અને અંતિમ અવતાર માનવામાં આવે છે, તેને યુદ્ધકળા શીખવનાર ગુરુ બનશે. પરશુરામ જયંતિએ પુત્રકામના ધરાવનારાઓ વ્રત રાખી ઉપવાસ કરવાની પરંપરા

જ્ઞાન સારથિ, [28.04.17 20:36]
[Forwarded from Yuvirajsinh Jadeja]
પણ છે.વરુણ પુરાણમાં જણાવ્યાનુસાર આ દિવસે ઉપવાસ કરવાથી મૃત્યુ ઉપરાંત બ્રહ્મલોકમાં સ્થાન મળે છે અને ફરી જન્મ થતાં રાજા સમાન સુખ મળે છે.

🔻🚩🔻🚩પૌરાણિક પાત્રોમાં જેટલાં પણ મહામાનવરુપી પાત્રો શાસ્ત્રોમાંથી આપણને જાણવા મળે છે તેમાં કદાચ સૌથી સંકુલ અને સૌથી ઓછાં સમજાયેલ ભગવાન પરશુરામનું પાત્ર હોઈ શકે છે.તેમણે કારણો સાથે 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી તે જ વધુ ચર્ચાયું પરંતુ તેની પાછળ તેમના પરમ શાંત, પ્રભાવી, ઉપાસક, સત્યની સત્તા ચલાવનાર, પરમ નૈતિક, ન્યાયી, પરમ શાસ્ત્રી અને શસ્ત્રી, અણખૂટ શકિતના સ્વામી એવા અનેક ગુણો પશ્ચાદભૂમાં ધકેલાઈ ગયાં છે. ભગવાન વિષ્ણુના અવતાર તરીકે પરશુરામનું એ જીવનકાર્ય હતું કે પૃથ્વી પરના સત્તાના મદમાં છકેલાં રાજાઓને સમાપ્ત કરી અરાજકતા દૂર કરી ન્યાયનો ધ્વજ ફરકાવવો. એમ ગણતાં પરશુરામનો મહાક્રોધ જનસામાન્યના શુભ માટે વ્યક્ત થયેલો રચનાત્મક ક્રોધ હતો. બાકી તેમના જીવનકવનમાં એકપણ એવો પ્રસંગ મળતો નથી જેમાં તેમણે કોઈ સામાન્યજનને પીડા પહોંચાડી હોય.પોતાનું કાર્ય પૂર્ણ થતાં જ એટલે તો પરશુરામ સ્વેચ્છાએ અલિપ્ત થઈ માનવસમાજથી દૂર જપતપ માટે ચાલી નીકળ્યાં હતાં. આજેપણ માનવામાં આવે છે કે પરશુરામ ક્યારેકને ક્યારેક ભારતભૂમિ પર વિચરણ કરતાં સત્ય અને ન્યાય માટે કોઈને કોઈ કાર્ય કરતાં રહે છે. સદા ચિંરજીવ એવા અક્ષય તપોબળી મહામના પરશુરામને તેમની જન્મજયંતિના અવસરે આ સંદર્ભમાં નિહાળીને પણ ઉચિત આદરાંજલિ અર્પીએ..

🙏✍️ યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જ્ઞાન સારથિ, [28.04.17 20:36]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
હિન્દુ પંચાંગ મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતિયા તિથિએ ભગવાન પરશુરામની જયંતી મનાવવામાં આવે છે. ધર્મ ગ્રંથો મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુના આવેશાવતાર પરશુરામનો જન્મ થયો હતો. આજે અમે તમને ભગવાન પરશુરામ સાથે સંબંધિત થોડી રોચક વાતો જણાવવા જઇ રહ્યા છીએ, જે આ પ્રકારે છ

🙏👏🙏👏🙏👏🙏👏

🚩ભીષ્મને ન કરી શક્યા પરાજિતઃ-
મહાભારત મજુબ મહારાજ શાંતનુંના પુત્ર ભીષ્મે ભગવાન પરશુરામથી જ અસ્ત્ર-શસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી હતી. એકવાર ભીષ્મ કાશીમાં થઇ રહેલાં સ્વયંવરથી કાશીરાજની પુત્રીઓ અંબા, અંબિકા અને બાલિકાને પોતાના નાના ભાઇ વિચિત્રવીર્ય માટે ઉપાડી લાવ્યા હતાં. ત્યારે અંબાએ ભીષ્મને જણાવ્યું કે, તે મનોમન જ કોઇ અન્યને પોતાનો પતિ માની ચૂકી છે ત્યારે ભીષ્મે તેને સસન્માન છોડી દીધી, પરંતુ હરણ થયેલું હોવાને કારણે તેનો અસ્વીકાર કરવામાં આવ્યો.
ત્યારે અંબા ભીષ્મના ગુરૂ પરશુરામની પાસે પહોંચી અને તેમને પોતાની વ્યથા સંભળાવી. અંબાની વાત સાંભળીને ભગવાન પરશુરામે ભીષ્મને તેની સાથે વિવાહ કરવા માટે કહ્યું, પરંતુ બ્રહ્મચારી હોવાને કારણે ભીષ્મે વિવાહ કરવાનો ઇનકાર કરી દીધો. ત્યારે પરશુરામ અને ભીષ્મમાં ભીષણ યુદ્ધ થયું અને અંતમાં પોતાના પિતૃઓની વાત માનીને ભગવાન પરશુરામે પોતાના અસ્ત્રનો ત્યાગ કરી દીધો. આ રીતે યુદ્ધમાં બંન્નેમાંથી કોઇ ની હાર પણ ના થઇ અને જીત્યું પણ કોઇ નહીં.

🔻🔻🚩🔻🔻આ છે પરશુરામના ભાઇઓના નામઃ-
ઋષિ જમદગ્રિ અને રેણુકાના ચાર પુત્ર હતાં, જેમાં પરશુરામ સૌથી નાના હતાં. ભગવાન પરશુરામના ત્રણ ભાઈ હતા, જેમના નામ ક્રમશઃ રૂક્મવાન, સુષેણવસુ અને વિશ્વાસુ હતાં.

🔰🚩🚩🚩આ રીતે થયો ભગવાન પરશુરામનો જન્મઃ-
પ્રાચીન કાળમાં કન્નૌજમાં ગાધિ નામના એક રાજા રાજ્ય કરતા હતાં જેમની સત્યવતી નામની એક ખૂબ જ સુંદર કન્યા હતી. રાજા ગાધિએ સત્યવતીના વિવાહ ભૃગુનન્દન ઋષિ સાથે કરાવી દીધા. સત્યવતીના વિવાહ પછી ત્યાં ભૃગૃ ઋષિએ આવીને પોતાની પુત્રવધૂને આશીર્વાદ આપ્યા અને તેની પાસે વર માંગવા માટે કહ્યું. ઋષિને પ્રસન્ન જોઇને સત્યવતીએ વિચાર્યુ કે, તે પોતાના પિતાની એકમાત્ર સંતાન છે, સાથે જ કન્યા પણ છે. જો તેનો કોઇ ભાઇ હોય તો તેના પિતા પછી રાજ્યની જવાબદારી તેને મળી શકે.
આવો વિચાર કરીને સત્યવતીએ ઋષિ પાસેથી પોતાની માતા માટે એક પુત્રની માંગ કરી. સત્યવતીની પ્રાર્થના પર ભૃગૃ ઋષિએ તેને બે ખીર પાત્ર આપ્યા અને કહ્યુ કે, જ્યારે તમે અને તમારી માતા ઋતુ સ્નાન(માસિક ધર્મ) સમાપ્ત કરી ચુકી હશો, ત્યારે તમારી માતાએ પુત્રની ઇચ્છા લઇને પીપળા સાથે આલિંગન કરવું અને તમારે તે જ કામના સાથે ગુલરનું આલિંગન કરવું.
ત્યાર પછી મારા દ્વારા આપવામાં આવેલી ખીરનું સેવન કરવું. જ્યારે સત્યવતીની માતાએ જોયું કે, ભૃગુએ પોતાની પુત્રવધૂને ઉત્તમ સંતાન પ્રાપ્ત થવા માટે ખીર આપી છે, તો તેના મનમાં કપટ ઉત્પન્ન થયું. તેણે વિચાર્યું કે, જો તે તેની ખીરને પોતાની પુત્રીની ખીર સાથે બદલી નાખે, તો જે વરદાન તેની પુત્રીને પ્રાપ્ત થયું છે તે જ વરદાન તેને પણ પ્રાપ્ત થશે. પરંતુ તે હકીકતથી અજાણ હતી. ઋષિને સત્યવતીની માતાની આ યોજનાની જાણ થઇ ગઇ હતી અને તેણે સત્યવતીને આ હકીકત જણાવી દીધી. પરંતુ બનતી ઘટનાને કોણ ટાળી શકે છે. ખીર બદલી જવા પર પરિણામસ્વરૂપ સત્યવતીની સંતાન બ્રાહ્મણ થઇને પણ ક્ષત્રિય જેવું આચરણ કરશે અને તેની માતાની સંતાન ક્ષત્રિય થઇને પણ બ્રાહ્મણ જેવું આચરણ કરશે. આ જાણીને સત્યવતી નિરાશ થઇ ગઇ અને તેણે ભૃગુ ઋષિ પાસે એક અન્ય વિનતી કરી. ઋષિએ તેને આશીર્વાદ આપ્યા કે, તમારો પુત્ર બ્રાહ્મણનું જ આચરણ કરશે, ભલે મારો પૌત્ર ક્ષત્રિય જેવું આચરણ કરે.

🔻🔻🚩🚩કર્યો શ્રીકૃષ્ણના પ્રસ્તાવનું સમર્થનઃ-
મહાભારતના યુદ્ધથી પહેલાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ સંધિનો પ્રસ્તાવ લઇને ધૃતરાષ્ટ્ર પાસે ગયા હતા, તે સમયે શ્રીકૃષ્ણની વાત સાંભળવા માટે ભગવાન પરશુરામ પણ તે સભામાં ઉપસ્થિત રહ્યા હતાં. પરશુરામે પણ ધૃતરાષ્ટ્રને શ્રીકૃષ્ણની વાત માનવામાં માટે કહ્યું હતું.

🚩🔻🔻ન થયો હતો શ્રીરામ સાથે કોઇ વિવાદઃ-
ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિત માનસમાં વર્ણન છે કે, ભગવાન શ્રીરામે સીતા સ્વયંવરમાં શિવ ધનુષ ઉઠાવ્યું અને પ્રત્યંચા ચડાવતી સમયે તે તૂટી ગયું. ધનુષ તૂટવાનો અવાજ સાંભળીને ભગવાન પરશુરામ પણ ત્યાં આવી પહોંચ્યાં. પોતાના આરાધ્ય શિવનું ધનુષ તૂટલું જોઇને તે ખૂબ જ ગુસ્સે થયા અને ત્યાં તેમનો શ્રીરામ અને લક્ષ્મણ સાથે વિવાદ પણ થયો.
જ્યારે વાલ્મીકિ રામાયણ મુજબ સીતા સાથે વિવાહ કર્યા પછી જ્યારે શ્રીરામ ફરી અયોધ્યા પાછા ફર્યા હતાં. ત્યારે પરશુરામ ત્યાં આવી પહોંચ્યા અને તેમણે શ્રીરામને પોતાના ઘનુષ પર બાળ ચડાવવા માટે કહ્યું. શ્રીરામે ધનુષ પર બાણ ચડાવીને છોડી દીધું. આ જોઇને પરશુરામને ભગવાન શ્રીરામના વાસ્તવિત સ્વરૂપનું જ્ઞાન થઇ ગયું અને તે ત્યાંથી ચાલ્યા ગયાં.

🚩🚩🔰કમ કર્યો માતાનો વધ?
એકવાર પરશુરામની માતા રેણુકા સ્નાન કરીને આશ્રમ પાછી ફરી રહી હતી. ત્યારે સંયોગથી રાજા ચિત્રરથ

જ્ઞાન સારથિ, [28.04.17 20:36]
[Forwarded from Yuvirajsinh Jadeja]
પણ ત્યાં જળવિહાર કરી રહ્યા હતાં. રાજાને જોઇને રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થઇ ગયો. તે જ અવસ્થામાં તે આશ્રમ પહોંચી ગઇ. જમદગ્રિએ રેણુકાને જોઇને તેના મનની વાત જાણી લીધી અને પોતાના પુત્રોથી માતાનો વધ કરવા માટે કહ્યું. પરંતુ મોહને કારણે કોઇએ તેમની વાત માની નહીં.
ત્યારે પરશુરામે વિના સમજ્યે પોતાના ફરસાથી તેમનું મસ્તક કાપી નાખ્યું. આ જોઇને મુનિ જમદગ્રિ પ્રસન્ન થઇ ગયા અને તેમણે પરશુરામથી વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે પરશુરામે પોતાની માતાને ફરી જીવિત કરવા અને તેમને આ વાતનું જ્ઞાન ન રહે તે માટે વરદાન માંગ્યું. આ વરદાનના ફળ સ્વરૂપ તેમની માતા ફરી જીવિત થઇ ગઇ.

🔰🚩🚩કમ કર્યું કાર્તવીર્ય અર્જુનનો વધ?
એકવાર મહિષ્મતી દેશનો રાજા કાર્તીવીર્ય અર્જુન યુદ્ધ જીતીને જમદગ્રિ મુનિના આશ્રમથી પસાર થયો. ત્યારે તે થોડો આરામ કરવા માટે તે આશ્રમમાં જ રોકાઇ ગયો. તેમણે જોયું કે, કામધેનુએ ખૂબ જ સહજતાથી પૂર્ણ સેના માટે ભોજનની વ્યવસ્થા કરી દીધી છે તો તે કામધેનુના વાછરડાને પોતાની સાથે બળપૂર્વક લઇ ગયાં. જ્યારે આ વાત પરશુરામને જાણ થઇ તો તેમણે કાર્તવીર્ય અર્જુનની એક હજાર ભુજાઓ કાપી નાખી અને તેનો વધ કરી દીધો.


☄️☄️🐾આ માટે કર્યો ક્ષત્રિયોનો સંહાર?
કાર્તવીર્ય અર્જુનના વધનો બદલો તેમના પુત્રોએ જમદગ્રિ મુનિનો વધ કરીને લીધો. ક્ષત્રિયોનું આવું નીચ કર્મ જોઇને ભગવાન પરશુરામ ખૂબ જ ગુસ્સે થઇ ગયા અને તેમણે કાર્તવીર્ય અર્જુનના બધા જ પુત્રોનો વધ કરી દીધો. જે-જે ક્ષત્રિઓ રાજાઓએ તેમનો સાથ આપ્યો, પરશુરામે તે બધાનો જ વધ કરી દીધો. આ રીતે ભગવાન પરશુરામે 21વાર ધરતીને ક્ષત્રિયવિહિન કરી દીધી.

🚩બરાહ્મણોને દાન કરી દીધી સંપૂર્ણ પૃથ્વીઃ-
મહાભારત મુજહ પરશુરામનો ગુસ્સો જોઇને મહર્ષિ ઋિચિકે સાક્ષાત પ્રકટ થઇને આ ઘોર કર્મ કરતાં રોક્યાં. ત્યારે તેમણે ક્ષત્રિઓનો સંહાર કરવાનું બંધ કરી દીધુ અને આખી પૃથ્વી બ્રાહ્મણોને દાન કરી દીધી અને સ્વયં મહેંદ્ર પર્વત પર નિવાસ કરવા લાગ્યાં.


🚩🔻પરશુરામનો કર્ણને શ્રાપઃ-
મહાભારત મુજબ પરશુરામ ભગવાન વિષ્ણુના જ અંશાવતાર હતાં. કર્ણ પણ તેમના જ શિષ્ય હતા. કર્ણે પરશુરામને પોતાનો પરિચય એક સૂતપુત્રના સ્વરૂપમાં આપ્યો હતો. એકવાર જ્યારે પરશુરામ કર્ણની ગોદમાં માથુ રાખીને સૂઇ રહ્યા હતાં. તે સમયે કર્ણને એક ભયંકર કીડાએ કરડી લીધો. ગુરૂની ઊંઘમાં વિઘ્ન ન આવે તે વિચારીને કર્ણ દુખાવો સહન કરતો રહ્યો, પરંતુ તેણે પરશુરામને ઊંઘમાથી ઉઠાડ્યા નહીં.

ઊંઘથી ઉઠવા પર જ્યારે પરશુરામે જોયુ તો તે સમજી ગયા કે કર્ણ સૂતપુત્ર નહીં પરંતુ ક્ષત્રિય છે. ત્યારે ગુસ્સામાં આવીને પરશુરામે કર્ણને શ્રાપ આપ્યો કે, મારી શિખવેલી શસ્ત્ર વિદ્યાની જ્યારે તમને સૌથી વધારે જરૂર હશે, તે સમયે તુ તે વિદ્યા ભૂલી જઇશ. આ પ્રકારે પરશુરામજીના શ્રાપને કારણે જ કર્ણની મૃત્યુ થઇ.

🚩🔻✏️🔻રામથી કઇ રીતે બન્યા પરશુરામ?
બાલ્યાવસ્થામાં પરશુરામના માતા-પિતા તેમને રામ કહીને બોલવતા હતાં. જ્યારે રામ થોડા મોટા થયા ત્યારે તેમણે પિતા પાસેથી વેદ જ્ઞાન પ્રાપ્ત કર્યુ અને પિતાની સામે ધનુર્વિદ્યા શીખવાની ઇચ્છા પ્રકટ કરી. મહર્ષિ જમદગ્રિએ તેમને હિમાલય પર જઇને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કહ્યું. પિતાની આજ્ઞા માનીને રામે એવું જ કર્યું. આ સમય દરમિયાન રાક્ષસોથી ત્રસ્ત દેવતા શિવજીની પાસે પહોંચ્યા અને રાક્ષસોથી મુક્તિ અપાવવા માટે નિવેદન કર્યું. ત્યારે શિવજીએ તપસ્યા કરી રહેલાં રામને રાક્ષસોનો નાશ કરવા માટે કહ્યું.
રામે વિના કોઇ અસ્ત્રની મદદ લીધે રાક્ષસોનો નાશ કરી દીધો. રામના આ પરાક્રમને જોઇને ભગવાન શિવે તેમને અસ્ત્ર-શસ્ત્ર પ્રદાન કર્યાં. તેમાંથી જ એક પરશુ (ફરસી) પણ હતું. આ અસ્ત્ર રામને ખૂબ જ પ્રિય હતું. તેને પ્રાપ્ત કરીને જ રામનું નામ પરશુરામ બની ગયું.

🚩🚩🔻🔻ફરસાથી કાપી નાખ્યો હતો શ્રીગણેશનો એક દાંતઃ-
બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ એકવાર પરશુરામ જ્યારે ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાશ પહોંચ્યા ત્યારે ભગવાન ધ્યાનમાં હતાં. ત્યારે શ્રીગણેશે પરશુરામજીને ભગવાન શિવને મળવાની મનાઈ કરી. આ વાતથી ગુસ્સામાં આવીને પરશુરામજીએ ફરસાથી શ્રીગણેશ પર વાર કરી દીધો. તે ફરસો સ્વયં ભગવાન શિવે પરશુરામને આપ્યો હતો. શ્રીગણેશ તે ફરસાના વારને ખાલી જવા દેવાં માંગતા ન હતાં. આ માટે તેમણે ફરસાના વારને પોતાના દાંત પર લઇ લીધો, જેના કારણે તેમનો એક દાંત તૂટી ગયો. ત્યારથી જ તેઓ એકદંત પણ કહેવામાં આવે છે.

🔰🚩🚩અમર છે પરશુરામઃ-
હિન્દુ ધર્મ ગ્રંથોમાં થોડા મહાપુરૂષોનું વર્ણન છે જેને આજે પણ અમર માનવામાં આવે છે. જેમને અષ્ટચિરંજીવી પણ કહેવામાં આવે છે. જેમાંથી એક ભગવાન વિષ્ણુના આવેશાવતાર પરશુરામ પણ છે.
अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण।
कृप: परशुरामश्च सप्तैते चिरजीविन।।
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्।
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।
આ શ્લોક મુજબ અશ્વત્થામાં, રાજા બલિ, મહર્ષિ વેદવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ તથા ઋષિ માર્કેણ્ડેય અમર છે. એવી માન્યતા

જ્ઞાન સારથિ, [28.04.17 20:36]
[Forwarded from Yuvirajsinh Jadeja]
છે કે, ભગવાન પરશુરામ વર્તમાન સમયમાં પણ કોઇ સ્થાને તપસ્યામાં લીન છે.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🙏

જ્ઞાન સારથિ, [28.04.17 20:36]
[Forwarded from Yuvirajsinh Jadeja]
ભગવાન પરશુરામ
પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અંશાવતાર છે. તેમની ગણના શ્રીહરિના દશાવતારોમાં થાય છે, તેના પરથી જ તેમનું મહત્ત્વ સમજી શકાય છે. ધર્મગ્રંથોમાં લખ્યું છે કે ભગવાન પરશુરામનો આવિર્ભાવ વૈશાખ માસના સુદ પક્ષની તૃતિયા (ત્રીજ) તિથિએ પ્રદોષ કાળમાં ભૃગુ ઋષિના કુળમાં થયો હતો. તેમના પ્રાગટય સમયે છ ગ્રહ પોતાની રાશિ અથવા ઉચ્ચ સ્થિતિમાં હતા.
પરશુરામ ભગવાન શંકરના પરમ ભક્ત હતા. તેમનું વાસ્તવિક નામ રામ હતું. તેમના ક્રોધથી મોટા-મોટા પરાક્રમી રાજા-મહારાજાઓ પણ કાંપતા હતા. તેમણે કઠોર તપસ્યા કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરીને તેમની પાસેથી પરશુ (ફરસ)ને પ્રસાદમાં પ્રાપ્ત કર્યું હતું. મહાદેવ દ્વારા પ્રાપ્ત અમોઘ પરશુને ધારણ કરવાને કારણે તેમનું નામ પરશુરામ પડયું.
જન્મકથા
ભગવાન પરશુરામના પિતાનું નામ મર્હિષ જમદગ્નિ તથા માતાનું નામ રેણુકા હતું. જમદગ્નિના પુત્ર હોવાને કારણે ‘જામદગ્ન્ય’ કહેવામાં આવે છે. એક કથા મુજબ પુત્રોત્પત્તિના નિમિત્તે તેમની માતા તથા વિશ્વામિત્રની માતાને પ્રસાદ મળ્યો હતો. પરંતુ આ પ્રસાદ બંને માતાઓ વચ્ચે બદલાઇ ગયા. તેના ફળ સ્વરૃપે રેણુકાપુત્ર પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં પણ ક્ષત્રિય ગુણ સંપન્ન થઇ ગયા. તેને કારણે તેમનો સ્વભાવ ઉગ્ર અને વ્યક્તિત્વ એક યોદ્ધાનું બની ગયું, જ્યારે વિશ્વામિત્ર ક્ષત્રિય કુળમાં પણ જન્મ લઇને બ્રર્હ્મિષ બની ગયા. પરશુરામમાં બ્રહ્મણ અને ક્ષત્રિયના તેજનો અપૂર્વ સમન્વય જોવા મળે છે.
શિક્ષા-દીક્ષા-શક્તિ
પરશુરામ યોગ, વેદ અને નીતિમાં પારંગત હતા. બ્રહ્માસ્ત્ર સહિત વિભિન્ન દિવ્યાસ્ત્રોના સંચાલનમાં પણ તેઓ પારંગત હતા. તેમણે મર્હિષ વિશ્વામિત્ર તથા ઋચીકના આશ્રમમાં શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમના કઠોક તપથી પ્રસન્ન થઇને ભગવાન વિષ્ણુએ તેમને કલ્પના અંત સુધી તપસ્યારત ભૂલોક પર રહેવાનું વરદાન આપ્યું.
પિતૃભક્ત પરશુરામ
પરશુરામ પોતાના પિતાના બહુ આજ્ઞાકારી હતા. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે પરશુરામની માતા રેણુકાથી અજાણતા કોઇ અપરાધ થઈ ગયો હતો. પિતા જમદગ્નિ આ અપરાધથી અત્યંત ક્રોધિત થયા. તેમણે પોતાના પુત્રોને આજ્ઞા આપી કે રેણુકાનું માથું ધડથી અલગ કરી દો. સ્નેહવશ પુત્રો આજ્ઞાનું પાલન ન કરી શક્યા. આથી જમદગ્નિએ પોતાના પુત્ર પરશુરામને તેમની માતા રેણુકા તથા ભાઇઓનો વધ કરવાનો આદેશ આપ્યો. પિતાજીની આજ્ઞાને શિરોધાર્ય કરીને પરશુરામે પોતાની માતા અને ભાઇઓનો શિરછેદ કર્યો. પિતાએ પિતૃભક્તિથી પ્રસન્ન થઇને તેમને વરદાન માગવા કહ્યું ત્યારે પરશુરામે વરદાન માંગ્યુ કે મારી માતા તથા ભાઇઓ પુનઃ જીવિત થઇ જાય તથા તેઓને મારા દ્વારા તેમનો વધ કરવામાં આવ્યો હતો તે તેમની સ્મૃતિમાં ન રહે અને હું નિષ્પાપ થાઉં. પિતા જમદગ્નિએ તથાસ્તુ કહ્યું. મર્હિષના પ્રતાપથી દેવી રેણુકા તથા ભાઇઓ પુનઃ જીવિત થઇ ગયાં.
સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ
ભગવાન પરશુરામ રામના સમયથી છે. તે સમયમાં ક્ષત્રિય રાજાઓનો ખૂબ જ અત્યાચાર હતો. રાજા સહસ્ત્રબાહુ અર્જુન આશ્રમોના ઋષિઓને ખૂબ જ સતાવતા હતા. પરશુરામે રાજા સહસ્ત્રબાહુનો મહિસ્મતીમાં વધ કરીને ઋષિઓને ભયમુક્ત કર્યા હતા. એક વાર ક્ષત્રિય રાજા કાર્તવીર્ય (સહસ્ત્રાર્જુન)એ અશ્વમેધીય ઘોડાને શોધતી વખતે તેમના પિતાને મારી નાખ્યા તથા દિવ્યશક્તિવાળી તેમની ગાયને બળપૂર્વક છીનવી ગયો. તેને કારણે ક્રોધે ભરાઇને ભગવાન પરશુરામે પૃથ્વી પરથી ક્ષત્રિય રાજાઓનું નામોનિશાન મીટાવી દેવાનો સંકલ્પ કર્યો અને બળના અહંકારમાં મદોન્મત ક્ષત્રિયોનો વધ કરીને એકવીસ વખત આ પ્રથ્વીને ક્ષત્રિય શૂન્ય કરી દીધી. પરશુરામ આદર્શ બ્રહ્મચારી હોવાને કારણે અતુલ પરાક્રમ અને અશ્રાંત ઉત્સાહના મુર્તિમાન સ્વરૃપ છે.
પરશુરામની લીલા
એક વાર જ્યારે ગણેશજીએ પરશુરામને શિવ દર્શન કરતાં રોક્યા તો પરશુરામે તેમને ઘણા સમજાવ્યા. છતાં પણ એકના બે ન થતા ક્રોધિત થઇને પરશુરામે તેમના પર પરશુનો પ્રહાર કર્યો. જેને કારણે ગણેશનો એક દાંત નષ્ટ થઇ ગયો અને ગણેશ ત્યારથી એકદંત તરીકે ઓળખાવા લાગ્યા. જનક, દશરથ વગેરે રાજાઓનું તેઓએ યોગ્ય સન્માન પણ કર્યું છે. સીતા સ્વયંવરમાં પોતાના ગુરુ શિવનું ધનુષ્ય શ્રીરામચંદ્ર ભગવાન દ્વારા તૂટી ગયું ત્યારે તેઓ ક્રોધિત થઇને મહારાજા જનકના દરબારમાં પહોંચી ગયા હતા. જ્યાં પ્રભુનાં દર્શન થતાં તેઓ શાંત થઇને આશીર્વાદ આપી ચાલ્યા ગયા હતા. તેમની સ્મૃતિમાં ‘પરશુરામ-લીલા’ આજે પણ ભજવવામાં આવે છે. કૌરવ સભામાં તેમણે શ્રીકૃષ્ણનું સમર્થન કર્યું હતું. પરશુરામે ભીષ્મ પિતામહ, દ્રોણ તથા મહાવીર કર્ણને ધર્નુિવદ્યા તેમણે જ શીખવી હતી. ક્ષત્રિયોને શિક્ષા ન આપવાનું તેમનું પ્રણ હતું. આથી અસત્ય વચનના દંડસ્વરૃપ તેમણે કર્ણને શીખવેલી વિદ્યા તેના અંત સમયે વિસ્મૃત થઇ જશે એટલે કે ભૂલી જશે તેવો શ્રાપ આપ્યો હતો. આવા તો ભગવાન પરશુરામના અગણિત કિસ્સાઓ છે. વૈશાખ સુદ તૃતિયાના દિવસે ભગવાન પરશુરામ જયંતીનું વ્રત કરનારે પ્રાતઃ સ્નાન કરીને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી મૌન ધારણ કરવું જોઇએ. સાંજે ફરીથી સ્નાન કરીને નીચે આપેલા મંત્રોથી અર્ઘ્ય આપો.
જમદગ્નિસુતો વીર ક્ષત્રિયાંચકર

No comments:

Post a Comment