Friday, August 9, 2019

9 Aug

🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
🎯ઈતિહાસમાં ૯ ઓગસ્ટનો દિવસ
👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👳👳‍♀👳વર્લ્ડ ટ્રાઈબલ ડે👳‍♀👳👳‍♀

મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયને પ્રોત્સાહન આપવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા વર્ષ ૧૯૯૪થી આજના દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ટ્રાઈબલ ડેની ઉજવણી કરવામાં આવે છે .

🤘🏽🤘🏽સિંગાપોર સ્વતંત્ર થયું🤘🏽🤘🏽

સંસ્કૃત શબ્દ સિંહપુર (સિંહનગર ) પરથી આજે સિંગાપોર તરીકે ઓળખાતો દેશ બ્રિટિશ સામ્રાજ્યથી અલગ થયા બાદ મલેશિયા સાથે જોડાયો હતો . વર્ષ ૧૯૬૫માં આજના દિવસથી સિંગાપોર અલગ રાષ્ટ્ર થયું હતું .
⚰મરજી વગર સિંગાપોરની આઝાદી
1965ની 9 ઓગસ્ટે સિંગાપોર દુનિયાનો એકમાત્ર એવો દેશ બન્યો હતો જે પોતાની મરજી વિરુદ્ધ આઝાદ થયો હતો . સિંગાપોર એ પહેલા અંગ્રેજોએ આઝાદ કરેલા મલેશિયાનું 14મું રાજ્ય હતું , પરંતુ વંશીય ભેદભાવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મલેશિયાએ તેને આઝાદ કર્યું હતું .

💣નાગાસાકીમાં અણુબોમ્બ ઝિંકાયો💣

બીજા વિશ્વયદ્ધમાં જાપાનને શરણે લાવવા વર્ષ ૧૯૪૫માં આજના દિવસે અમેરિકાએ નાગાસાકી પર ' ફેટ મેન ' તરીકે ઓળખાતો અણુબોમ્બ ઝીંક્યો હતો . આ બોમ્બથી ૪૦, ૦૦૦ લોકોના મોત થયા હતા .
💣4670 કિલોના ફેટમેન નામના આ બોમ્બ દ્વારા 21 કિલો ટનનો વિનાશક વિસ્ફોટ થયો હતો .

🚪🚂🚪કાકોરી ટ્રેન લૂંટ🚪🚂🚪

રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન અને ચંદ્રશેખર આઝાદ સહિતના ક્રાંતિકારીઓએ વર્ષ 1925ની નવમી ઓગસ્ટે યુપીના કાકોરી નજીક અંગ્રેજોના ખજાનાની ટ્રેન લૂંટ કરી હતી . આઝાદી માટે મેદાને પડેલા ક્રાંતિકારીઓના ઇતિહાસમાં આ ઘટના વિશેષ મહત્ત્વ ધરાવે છે .
💠1173 :- ઇટાલીમાં પિત્ઝાનાં મિનારાનું બાંધકામ શરુ થયુ.
💠1851 :- અમેરિકામાં વરાળથી ચાલતી પ્રથમ ટ્રેન શરુ થઈ.
💠1925 :- હિન્દુસ્તાન સૉશલિસ્ટ રીપબલિકન એસોસિયેશનનાં સભ્યોએ કાંકોરી ટ્રેનની સરકારી તિજોરી લૂંટી.
👁‍🗨૧૯૪૨ – ભારત છોડો આંદોલન દરમિયાન, અંગ્રેજ દળો દ્વારા મુંબઇમાં મહાત્મા ગાંધીની ધરપકડ કરાઇ

💠વિશ્વનાં સ્વદેશી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
💠ડૉ. શિયાલી રામામૃત રંગનાથન
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
પુસ્તક વર્ગીકરણની ‘ કોલમ પદ્ધતિ’નું નિર્માણ કરનાર અને પાછળથી સંશોધન કરીને વિસ્તૃત વર્ગીકરણની આગવી પધ્ધતીના પ્રણેતા ડૉ. શિયાલી રામામૃત રંગનાથનનો જન્મ તા. ૯/૮/૧૮૯૨ના રોજ તમિલનાડુંના તાંજોર જીલ્લાના શિયાલી ગામમાં થયો હતો. માત્ર છ વર્ષની નાની વયે પિતાનું અવસાન થયું. તેઓ ઈ.સ.૧૯૧૬માં ગણિત વિષય સાથે એમ.એ. અને ઈ.સ. ૧૯૧૭માં શિક્ષણ શાસ્ત્રની એલ.ટી ની પદવી મેળવી હતી. અંગ્રેજી , ગણિત અને સંસ્કૃત એમના પ્રિય વિષયો હતા. ઈ.સ. ૧૯૧૭માં કોલેજમાં ગણિતના પ્રાધ્યાપક બન્યા. ઈ.સ. ૧૯૨૪માં મદ્રાસ યુનિવર્સિટીમાં લાયબ્રેરીયન બન્યા. ત્યારપછી ઇંગ્લેન્ડમાં જઈ લંડનની ‘ સ્કૂલ ઓફ લાયબ્રેરીયનશીપ’માં એક વર્ષની તાલીમ લીધી. મદ્રાસ પરત આવી પોતાની આગવી ‘ કોલન પધ્ધતિ’ અનુસાર પુસ્તકોનું વર્ગીકરણ કર્યું. ઈ.સ. ૧૯૬૫માં ભારત સરકારે તેમને ‘ નેશનલ પ્રોફેસર ઓવ લાયબ્રેરી સાયન્સ તરીકે નીમ્યા. ભારતમાં લાયબ્રેરી યુગના નિર્માતા તથા પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ ગણાય છે. તેમણે લાયબ્રેરી અંશીપ’ ને સ્થાને ‘ લાયબ્રેરી સાયન્સ’ની સ્થાપના કરી. પુસ્તક વર્ગીકરણની આગવી પધ્ધતીના શોધક- આયોજક તરીકેની તેમની પ્રશાન્નીય કામગીરી બદલ ઈ.સ. ૧૯૪૮માં દિલ્લી યુનિવર્સિટીએ તેમને ડોકટર ઓફ લિટરેચર ની માંડ પડવી આપવામાં આવી છે. ઈ.સ. ૧૯૫૬માં ભારત સરકારે પદ્મશ્રી ખિતાબ અર્પણ કર્યો. ઈ.સ. ૧૯૫૭માં અમેરિકાની પિટર્સબર્ગ યુનિવર્સિટીએ તેમને ડી. લીટની ઉપાધી આપીને તેમના કાર્યને બિરદાવ્યું. ‘ યુનેસ્કો’ની લાયબ્રેરી કમિટીમાં એક નિષ્ણાંત તરીકે નિમણૂંક કરવામાં આવી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના પણ લાયબ્રેરી સાયન્સના અભ્યાસક્રમની કમિટીના પ્રમુખ તરીકે સેવા આપી. ઈ.સ. ૧૯૬૨માં તેમણે બેગ્લોરમાં ‘ ડોક્યુમેન્ટેશનરીસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર’ નામની લાયબ્રેરી સુધી તેનું સંચાલન કર્યું. તેમનું ૨૭ સપ્ટેમ્બર ૧૯૭૨ના રોજ અવસાન થયું. લાયબ્રેરી સાયન્સના ક્ષેત્રે આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવનાર વિભૂતિ હતા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Raj Rathod, [09.08.19 15:04]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 09/08/2019
📋 વાર : શુક્રવાર

📜1173 :- ઇટાલીમાં પિત્ઝાનાં મિનારાનું બાંધકામ શરુ થયુ.

📜1851 :- અમેરિકામાં વરાળથી ચાલતી પ્રથમ ટ્રેન શરુ થઈ.

📜1925 :- હિન્દુસ્તાન સૉશલિસ્ટ રીપબલિકન એસોસિયેશનનાં સભ્યોએ કાંકોરી ટ્રેનની સરકારી તિજોરી લૂંટી.

📜1942 :- મહાત્મા ગાંધીજીએ મુંબઇથી અંગ્રેજો ભારત છોડોનું આંદોલન શરૂ કર્યું.

📜1945 :- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનનાં નાગાસાકી શહેર પર ફેટ મેન નામનો અણુ બૉમ્બ ફેંક્યો. 

🏷MER  GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️


https://t.me/ONLYSMARTGK

No comments:

Post a Comment