Friday, August 9, 2019

તાજમહેલ --- Taj Mahal

જાણો તાજ મહેલ વિષે મજેદાર વાતો
 નો ઈતિહાસ

૧૬૩૧ માં શાહજહાં એ તેની પત્ની મુમતાઝ ની યાદ માં ૩૭ અનુભવી કસ્બીઓ ના માર્ગદર્શન હેઠળ ૨૦,૦૦૦ ચુનંદા કારીગરો વડે આગ્રામાં બનાવ્યો. તે ૧૬૫૪ માં ૨૨ વર્ષે સંપુર્ણ કામ પૂરું થયુ.


આગ્રાથી ૩૨૨ કીલોમીટર દુર મકરાણા નો રાજસ્થાની આરસપહાણ મેળવવા ૧૮૦૦ મજૂરોએ ખાણ ખોદકામ કરી ૨.૨૫ ટનના આરસના ચોસલા આગ્રા લાવવા ૧,૦૦૦ હાથી રોક્યેલા .યમુના નદીના કિનારે ૬.૭ મીટર ઉંચા ૯૫ ગુણ્યા ૯૫ મીટરના આરસના પ્લેટફોર્મ પાર બાંધકામ શરુ થયા પછી ૩૯.૫ મીટર ઉંચા ચાર મિનારાવાળો અને ૬૫.૫ મીટર ઉંચો ગુંબજવાળો તાજ મહેલ બનતા ૨૨ વર્ષ લાગ્યા. તેમાં આરસપહાણનો ૯,૪૦,૦૦૦ ઘન મીટર જથ્થો વપરાયો .


તાજમહેલ માં બગદાદથી આરસપહાણ પાર મરોડદાર અક્ષરો કોતરનાર કારીગરો આવ્યા, મધ્ય એશિયા ના બુખારા નગરમાંથીએક શિલ્પીને આરસપહાણ ના ફૂલો કોતરવા બોલાવ્યો ,વીરાટ કદ ના ગુંબજો બાંધવા ખાસ તુર્કીના ઇસ્તમ્બુલ થી કારીગરો બોલાવ્યા ,સમરક્નદ થી મિનારનો ખાસ કારીગર આવ્યો અને માસ્ટર કડીયો અફઘાનિસ્તાન ના કંદહારનો આવ્યો હતો.

No comments:

Post a Comment