Friday, August 9, 2019

વર્લ્ડ ટ્રાયબલ ડે --- World Tribal Day

🔳▪️🔳▪️🔳▪️🔳▪️🔳▪️
💂💂વર્લ્ડ ટ્રાઈબલ ડે💂💂
🔻🔸🔻🔸🔻🔸🔻🔸🔻🔸🔻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયને પ્રોત્સાહન આપવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા વર્ષ ૧૯૯૪થી આજના દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ટ્રાઈબલ ડેની ઉજવણી કરવામાં આવે છે.

🕵🕵આજે 24માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

💂આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ

અન્ય પછાતોની અનામત આંધીની ચકાચૌંધમાં, 9 ઓગસ્ટના રોજ ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની માધ્યમોએ ખાસ નોંધ ન લીધી. ગુજરાતની પૂર્વ પટ્ટીના જંગલો અને વનોના 17 ટકા વિસ્તારોમાં રહેતા અને 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓને આપણે વિકાસના મુખ્ય ધારાપ્રવાહથી અલગ પાડી દીધા છે. આ વિસ્તારમાં રહેતા 1 કરોડ જેટલા આદિવાસીઓ કેવું જીવન જીવે છે તે અંગે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન નિમિત્તે પાછોતરું સ્મરણ કરી લઈએ.

💂1991માં વિશ્વ વિકાસ અને પર્યાવરણ પરિષદમાં ખૂણેખૂણેથી ભદ્ર આદિવાસીઓ આવ્યા અને અહીંથી આદિવાસી ઓળખના દિવસો શરૂ થયા
ગુજરાતમાં ઉકાઈ, પાનમ, ધરોઈ, સરદાર સરોવર કે અન્ય જે મહત્ત્વના બંધો બન્યા તે આદિવાસી વિસ્તારોમાં બન્યા. જમીન આદિવાસીઓની ગઈ અને સિંચાઈનો લાભ થયો મેદાન વિસ્તારમાં રહેતા બિન આદિવાસીઓ- ખેડૂતોને. જે તમામ આદિવાસીઓની જમીન ગઈ તેમાંથી માત્ર નર્મદા ખાતે પુનર્વસન થયું, અન્ય જગ્યાએ માત્ર ઉકાઈમાં 20 ટકા પુનર્વસન સ્વૈચ્છિક રીતે થયું, બાકીના આદિવાસીઓનું શું થયું તેની કોઈ સત્તાવાર માહિતી આપણી પાસે નથી.

👉ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી સહકારી ડેરીઓ છે. અમુલ, સુમુલ જેવી એક પણ ડેરી આદિવાસી વિસ્તારોમાં નથી. એટલું જ નહિ, આદિવાસી વિસ્તારની ગાય રોજનું 500 ગ્રામ દૂધ આપે છે,અહીં ગૌ વિકાસના ખાસ પ્રયાસો નથી થયા, એક વખત સરકારે નક્કી કર્યું કે આદિવાસીઓને ભેંસ આપવી, જેથી દૂધનો ઉતાર વધુ આવે અને વેચીને થોડી ઘણી કમાણી કરી શકે. હવે ભેંસ એ મેદાની વિસ્તારનું પશુ છે, તે ઉબડ ખાબડ વિસ્તારમાં ચરી- ફરી ન શકે.આથી એક પણ ભેંસ આદિવાસી પાસે ન રહી. કેવી રીતે ન રહી તે હકીકત તપાસવા જેવી છ

💂પહેલેથી આદિવાસી-બિન આદિવાસી અક્ષરજ્ઞાનનું અંતર 20 ટકા રહ્યું છે, ખાસ પ્રયાસો કરવા છતાં તે ગાળો ઘટાડી શકાયો નથી. આપણે ત્યાં આજે 53 યુનિવર્સિટી છે, તેમાંથી જેને ખરેખર આદિવાસી વિસ્તાર કહેવાય તેમાં એક પણ યુનિવર્સિટી નથી. આ વિસ્તારમાં એક પણ તબીબી કે આયુર્વેદિક કોલેજ નથી. ઈજનેરી કોલેજ હમણાં સરકારે શરૂ કરી છે. સંશોધન એ વિકાસને વેગ આપે છે. ગુજરાતમાં 30 જેટલી ખાસ સંશોધન સંસ્થાઓ છે, તેમાંથી એક પણ આદિવાસી વિસ્તારમાં નથી. આ વિસ્તાર જે 17 ટકા છે તેમાં ગુજરાતના કુલ રોકાણના 2 ટકા રોકાણ થયું છે. તમામ ઓટા ઉદ્યોગો મેદાની વિસ્તારોમાં આવ્યા છે. એટલું જ નહિ, ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે પ્રથમ જીઆઈડીસી અને પછી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેંટ રીજીયન (સર) પણ આદિવાસી વિસ્તારોની બહાર છે. આમ વિકાસના કોઈ પણ માપદંડો લો તો આદિવાસી વિસ્તારોમાં નથી અને તેથી કરીને આદિવાસીઓ પછાત દેખાય છે. આ પરિસ્થિતિ હલ કરવા માટે યુનોએ 1994થી 2004 સુધી મૂળ નિવાસીઓ(આદિવાસીઓ)નો દસકો ઉજવ્યો. પછી 2004થી 2014 સુધી બીજો દસકો ઉજવ્યો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💂એવું નથી કે સરકારે કોઈ પ્રયાસો નથી કર્યા. સ્વાતંત્ર્ય પછી સરકારે ખાસ આદિવાસી કાર્યક્રમો અપનાવ્યા. આ કાર્યક્રમોની અસર પણ પડી અને દસ-પંદર ટકાનો વિકાસ પણ થયો. એક ખાસ ટ્રાઇબલ સબ પ્લાન વિસ્તારો બનાવીને સરકારે ખાસ વહીવટતંત્ર મુકીને તેમનો વિકાસ કરવાની કોશિશ કરી. પરંતુ કેટલાક કાર્યક્રમો ઉપર જણાવેલા ભેંસ આપવાના કાર્યક્રમો જેવા નીવડ્યા. જો વિકાસ કાર્યક્રમોએ બરાબર કામ કર્યું હોત તો આદિવાસી-બિન આદિવાસીનું અંતર ઘટ્યું હોત અને આદિવાસીઓ મુખ્ય ધારાપ્રવાહમાં ભળી ગયા હોત, પરંતુ જુદી રીતે ભળ્યા. આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ ન હોવાથી ઘણા આદિવાસીઓ 8 મહિના માટે મેદાની વિસ્તારોમાં આવીને ખેત મજુરી અને અન્ય મજુરી કરે છે. આજે મકાન ચણનાર મજુરો મુખ્યત્વે આદિવાસીઓ છે, જે શહેરોમાં ઝુંપડા બાંધીને રહે છે. આપણે તેમને ‘મામા’ જેવા અપમાનજનક શબ્દોથી ઓળખીએ છીએ. ગુજરાતનો કોઈ સમૃદ્ધ ખેડૂત જાતે ખેતી નથી કરતો. ખેતી કરે છે આદિવાસી મજુરો. યાદ રહે સૌરાષ્ટ્રના ખેડૂતોને જમીન સુધારણા હેઠળ 1956માં જમીન મળી હતી. હવે એ જ ખેડે તેની જમીનના સિધ્ધાંત મુજબ આ ખેડૂતોને જમીન મળવી જોઈએ કે નહિ/ જમીન ખેડે છે તે આદિવાસીને શું મળે છે અને જમીનમાલિક ને શું મળે છે તે તપાસનો વિષય છે.


1990 માં જાગૃતિ આવી અને જે કેટલાક આદિવાસીઓ ભણ્યા અને આદિવાસી વિસ્તારોની બહાર નીકળી નોકરી કરતા થયા તે ભદ્ર (એલીટ) કહેવાયા. આ ભદ્ર આદિવાસીઓ બિન-ભદ્રની જેમ મારા-તમારાથી જુદા નથી દેખાતા. પરંતુ આ ભદ્ર આદિવાસીઓની પાર્શ્વ ભૂમિકા આદિવાસી હોવાથી તેમને આ તફાવત સમજાય છે. આ પ્રક્રિયા માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર જગતમાં બની. 1991માં બ્રાઝીલના રીઓ ડી જાનેરોમાં મળેલી વિશ્વ વિકાસ અને પર્યાવરણ પરિષદમાં ખૂણે ખૂણેથી ભદ્ર આદિવાસીઓ આવ્યા અને તેમનેપોતાના જંગલ, જમીન, પાણી અને અન્ય કુદરતી સ્રોતો પર પોતાના અધિકારોની માંગણી કરી. અહીંથી આદિવાસી ઓળખના દિવસો શરૂ થયા. આ આદિવાસીઓ પોતાના અધિકારો વિષે લખવા લાગ્યા. તેમણે સાહિત્યમાં આદિવાસી સાહિત્યનો એક નવો ચાલ શરૂ કર્યો. ગુજરાતમાં એક વર્ષ પહેલા ભણેલા આદિવાસીઓએ આદિવાસી સાહિત્ય અકાદમી શરૂ કરી. કેટલાક લોકોએ સામયિકો પણ શરૂ કર્યાં. બિન રાજકીય સ્વરૂપે આદિવાસી એકતા સમિતિ ગઠિત થઇ, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના લોકો સભ્યો છે, શરત એક જ કે તે આદિવાસી હોવો જોઈએ. 9 ઓગસ્ટના રોજ વ્યારામાં 30,000 આદિવાસીઓનું એક સંમેલન યોજાયું. આમાં આદિવાસી વિકાસના પ્રયાસોમાં આદિવાસીની ભાગીદારીની વાતો થઇ. સ્વાભાવિક છે, જે લોકો પોતાના વિકાસના નિર્ણયોમાં ભાગીદારી નથી મેળવી શકતા, તેમને અંગેના વિકાસ નિર્ણયો તેમના હિતોની વિરુદ્ધ જવાની શક્યતા વધુ રહેલી છે. આ નિર્ણયોમાં ભાગીદારી દ્વારા તેઓ તેમના જળ, જંગલ અને જમીનની બાબતોમાં તેમના અવાજની માંગણી કરે છે. તેઓ ટકાઉ વિકાસ ઈચ્છે છે, પર્યાવરણ બચી રહે તેમ ઈચ્છે છે. જંગલો જળવાઈ રહે તેમ ઈચ્છે છે. આજે તો આ આદિવાસી ભદ્ર વર્ગ ખુબ નાનો છે, પરંતુ જો અનામતો યોગ્ય રીતે અમલી બને તો તેમનો વ્યાપ વધશે અને આદિવાસી વિસ્તારોમાં તેમની ભાગીદારી સાર્થક બનશે

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀
*૯_ઓગષ્ટ વિશ્વ_આદિવાસી_દિવસ*
👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏વિશ્વ_આદિવાસી_દિવસ નિમિત્તે આદિવાસી સમાજના
મિત્રો , ભાઇઔ - બેહનો , વડીલો , બાળકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
▪️🔳▪️🔳▪️🔳▪️🔳▪️🔳▪️
💂💂વર્લ્ડ ટ્રાઈબલ ડે💂💂
🔻🔸🔻🔸🔻🔸🔻🔸🔻🔸🔻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયને પ્રોત્સાહન આપવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા વર્ષ ૧૯૯૪થી આજના દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ટ્રાઈબલ ડેની ઉજવણી કરવામાં આવે છે.

🕵🕵આજે 24માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

💂આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ

અન્ય પછાતોની અનામત આંધીની ચકાચૌંધમાં, 9 ઓગસ્ટના રોજ ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની માધ્યમોએ ખાસ નોંધ ન લીધી. ગુજરાતની પૂર્વ પટ્ટીના જંગલો અને વનોના 17 ટકા વિસ્તારોમાં રહેતા અને 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓને આપણે વિકાસના મુખ્ય ધારાપ્રવાહથી અલગ પાડી દીધા છે. આ વિસ્તારમાં રહેતા 1 કરોડ જેટલા આદિવાસીઓ કેવું જીવન જીવે છે તે અંગે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન નિમિત્તે પાછોતરું સ્મરણ કરી લઈએ.

💂1991માં વિશ્વ વિકાસ અને પર્યાવરણ પરિષદમાં ખૂણેખૂણેથી ભદ્ર આદિવાસીઓ આવ્યા અને અહીંથી આદિવાસી ઓળખના દિવસો શરૂ થયા
ગુજરાતમાં ઉકાઈ, પાનમ, ધરોઈ, સરદાર સરોવર કે અન્ય જે મહત્ત્વના બંધો બન્યા તે આદિવાસી વિસ્તારોમાં બન્યા. જમીન આદિવાસીઓની ગઈ અને સિંચાઈનો લાભ થયો મેદાન વિસ્તારમાં રહેતા બિન આદિવાસીઓ- ખેડૂતોને. જે તમામ આદિવાસીઓની જમીન ગઈ તેમાંથી માત્ર નર્મદા ખાતે પુનર્વસન થયું, અન્ય જગ્યાએ માત્ર ઉકાઈમાં 20 ટકા પુનર્વસન સ્વૈચ્છિક રીતે થયું, બાકીના આદિવાસીઓનું શું થયું તેની કોઈ સત્તાવાર માહિતી આપણી પાસે નથી.

👉ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી સહકારી ડેરીઓ છે. અમુલ, સુમુલ જેવી એક પણ ડેરી આદિવાસી વિસ્તારોમાં નથી. એટલું જ નહિ, આદિવાસી વિસ્તારની ગાય રોજનું 500 ગ્રામ દૂધ આપે છે,અહીં ગૌ વિકાસના ખાસ પ્રયાસો નથી થયા, એક વખત સરકારે નક્કી કર્યું કે આદિવાસીઓને ભેંસ આપવી, જેથી દૂધનો ઉતાર વધુ આવે અને વેચીને થોડી ઘણી કમાણી કરી શકે. હવે ભેંસ એ મેદાની વિસ્તારનું પશુ છે, તે ઉબડ ખાબડ વિસ્તારમાં ચરી- ફરી ન શકે.આથી એક પણ ભેંસ આદિવાસી પાસે ન રહી. કેવી રીતે ન રહી તે હકીકત તપાસવા જેવી છ

💂પહેલેથી આદિવાસી-બિન આદિવાસી અક્ષરજ્ઞાનનું અંતર 20 ટકા રહ્યું છે, ખાસ પ્રયાસો કરવા છતાં તે ગાળો ઘટાડી શકાયો નથી. આપણે ત્યાં આજે 53 યુનિવર્સિટી છે, તેમાંથી જેને ખરેખર આદિવાસી વિસ્તાર કહેવાય તેમાં એક પણ યુનિવર્સિટી નથી. આ વિસ્તારમાં એક પણ તબીબી કે આયુર્વેદિક કોલેજ નથી. ઈજનેરી કોલેજ હમણાં સરકારે શરૂ કરી છે. સંશોધન એ વિકાસને વેગ આપે છે. ગુજરાતમાં 30 જેટલી ખાસ સંશોધન સંસ્થાઓ છે, તેમાંથી એક પણ આદિવાસી વિસ્તારમાં નથી. આ વિસ્તાર જે 17 ટકા છે તેમાં ગુજરાતના કુલ રોકાણના 2 ટકા રોકાણ થયું છે. તમામ ઓટા ઉદ્યોગો મેદાની વિસ્તારોમાં આવ્યા છે. એટલું જ નહિ, ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે પ્રથમ જીઆઈડીસી અને પછી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેંટ રીજીયન (સર) પણ આદિવાસી વિસ્તારોની બહાર છે. આમ વિકાસના કોઈ પણ માપદંડો લો તો આદિવાસી વિસ્તારોમાં નથી અને તેથી કરીને આદિવાસીઓ પછાત દેખાય છે. આ પરિસ્થિતિ હલ કરવા માટે યુનોએ 1994થી 2004 સુધી મૂળ નિવાસીઓ(આદિવાસીઓ)નો દસકો ઉજવ્યો. પછી 2004થી 2014 સુધી બીજો દસકો ઉજવ્યો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💂એવું નથી કે સરકારે કોઈ પ્રયાસો નથી કર્યા. સ્વાતંત્ર્ય પછી સરકારે ખાસ આદિવાસી કાર્યક્રમો અપનાવ્યા. આ કાર્યક્રમોની અસર પણ પડી અને દસ-પંદર ટકાનો વિકાસ પણ થયો. એક ખાસ ટ્રાઇબલ સબ પ્લાન વિસ્તારો બનાવીને સરકારે ખાસ વહીવટતંત્ર મુકીને તેમનો વિકાસ કરવાની કોશિશ કરી. પરંતુ કેટલાક કાર્યક્રમો ઉપર જણાવેલા ભેંસ આપવાના કાર્યક્રમો જેવા નીવડ્યા. જો વિકાસ કાર્યક્રમોએ બરાબર કામ કર્યું હોત તો આદિવાસી-બિન આદિવાસીનું અંતર ઘટ્યું હોત અને આદિવાસીઓ મુખ્ય ધારાપ્રવાહમાં ભળી ગયા હોત, પરંતુ જુદી રીતે ભળ્યા. આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ ન હોવાથી ઘણા આદિવાસીઓ 8 મહિના માટે મેદાની વિસ્તારોમાં આવીને ખેત મજુરી અને અન્ય મજુરી કરે છે. આજે મકાન ચણનાર મજુરો મુખ્યત્વે આદિવાસીઓ છે, જે શહેરોમાં ઝુંપડા બાંધીને રહે છે. આપણે તેમને ‘મામા’ જેવા અપમાનજનક શબ્દોથી ઓળખીએ છીએ. ગુજરાતનો કોઈ સમૃદ્ધ ખેડૂત જાતે ખેતી નથી કરતો. ખેતી કરે છે આદિવાસી મજુરો. યાદ રહે સૌરાષ્ટ્રના ખેડૂતોને જમીન સુધારણા હેઠળ 1956માં જમીન મળી હતી. હવે એ જ ખેડે તેની જમીનના સિધ્ધાંત મુજબ આ ખેડૂતોને જમીન મળવી જોઈએ કે નહિ/ જમીન ખેડે છે તે આદિવાસીને શું મળે છે અને જમીનમાલિક ને શું મળે છે તે તપાસનો વિષય છે.


1990 માં જાગૃતિ આવી અને જે કેટલાક આદિવાસીઓ ભણ્યા અને આદિવાસી વિસ્તારોની બહાર નીકળી નોકરી કરતા થયા તે ભદ્ર (એલીટ) કહેવાયા. આ ભદ્ર આદિવાસીઓ બિન-ભદ્રની જેમ મારા-તમારાથી જુદા નથી દેખાતા. પરંતુ આ ભદ્ર આદિવાસીઓની પાર્શ્વ ભૂમિકા આદિવાસી હોવાથી તેમને આ તફાવત સમજાય છે. આ પ્રક્રિયા માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર જગતમાં બની. 1991માં બ્રાઝીલના રીઓ ડી જાનેરોમાં મળેલી વિશ્વ વિકાસ અને પર્યાવરણ પરિષદમાં ખૂણે ખૂણેથી ભદ્ર આદિવાસીઓ આવ્યા અને તેમને

પોતાના જંગલ, જમીન, પાણી અને અન્ય કુદરતી સ્રોતો પર પોતાના અધિકારોની માંગણી કરી. અહીંથી આદિવાસી ઓળખના દિવસો શરૂ થયા. આ આદિવાસીઓ પોતાના અધિકારો વિષે લખવા લાગ્યા. તેમણે સાહિત્યમાં આદિવાસી સાહિત્યનો એક નવો ચાલ શરૂ કર્યો. ગુજરાતમાં એક વર્ષ પહેલા ભણેલા આદિવાસીઓએ આદિવાસી સાહિત્ય અકાદમી શરૂ કરી. કેટલાક લોકોએ સામયિકો પણ શરૂ કર્યાં. બિન રાજકીય સ્વરૂપે આદિવાસી એકતા સમિતિ ગઠિત થઇ, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના લોકો સભ્યો છે, શરત એક જ કે તે આદિવાસી હોવો જોઈએ. 9 ઓગસ્ટના રોજ વ્યારામાં 30,000 આદિવાસીઓનું એક સંમેલન યોજાયું. આમાં આદિવાસી વિકાસના પ્રયાસોમાં આદિવાસીની ભાગીદારીની વાતો થઇ. સ્વાભાવિક છે, જે લોકો પોતાના વિકાસના નિર્ણયોમાં ભાગીદારી નથી મેળવી શકતા, તેમને અંગેના વિકાસ નિર્ણયો તેમના હિતોની વિરુદ્ધ જવાની શક્યતા વધુ રહેલી છે. આ નિર્ણયોમાં ભાગીદારી દ્વારા તેઓ તેમના જળ, જંગલ અને જમીનની બાબતોમાં તેમના અવાજની માંગણી કરે છે. તેઓ ટકાઉ વિકાસ ઈચ્છે છે, પર્યાવરણ બચી રહે તેમ ઈચ્છે છે. જંગલો જળવાઈ રહે તેમ ઈચ્છે છે. આજે તો આ આદિવાસી ભદ્ર વર્ગ ખુબ નાનો છે, પરંતુ જો અનામતો યોગ્ય રીતે અમલી બને તો તેમનો વ્યાપ વધશે અને આદિવાસી વિસ્તારોમાં તેમની ભાગીદારી સાર્થક બનશે

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘
🔘⭕️🔘આદિવાસી⭕️🔘⭕️🔘
🔘⭕️🔘⭕️🔘⭕️🔘⭕️🔘⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🔰આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે. 
♻️🔰🔰ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે કૂકણા, ધોડિયા, ગામિત, ચૌધરી, વસાવા, ભીલ, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.

🔰♻️સામાજિક વ્યવસ્થા🎋☘🎋
આદિવાસી સમાજ માતૃપ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોડી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે.

♻️🔰ભાષા તથા વ્યાકરણ♻️🔰♻️
આદિવાસીઓ ની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઇ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આમ જોઇયે તો તમામ આદિવાસી બોલીઓ એકંદરે સાંભળવામાં સમાન જ લાગે છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે. આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં 🗣🗣બોલાતી ભીલી, ગામીત બોલી,
વસાવા બોલી, કુકણા બોલી, ધોડીયા બોલી,
ચૌધરી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ તું અને ઉમરમાં મોટી વ્યકિત નેપણ તું કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે. આદિવાસીઓએ પણ પોતાનું એક અલાયદુ પંચાંગ બનાવ્યું છે, જેની સરખામણી આપણે આધુનિક કેલેન્ડર સાથે કરીએ તો નીચે મુજબ ના શબ્દો મળે છે.
♦️〰♻️પચાંગ મહિનાઓ
1. ડોણ નીતરા - જાન્યુઆરી-ફેબ્રુઆરી
2. ઉનાઇઓ - ફેબ્રુઆરી-માર્ચ
3. ખાડી - માર્ચ-એપ્રિલ
4. દાણી ખાડી - એપ્રિલ-મે
5. ઇન્દલ દેવિયો - મે-જૂન
6. ઉમાડિયા જાત્રા - જૂન-જુલાઇ
7. બોન્ડીપાડા જાત્રા - જુલાઇ-ઓગષ્ટ
8. હિરા જાત્રા - ઓગષ્ટ-સપ્ટેમ્બર
9. મારી માવા જાત્રા - સપ્ટેમ્બર-ઓક્ટોબર
10. કિલ્લા જાત્રા - ઓક્ટોબર-નવેમ્બર
11. દેવલિયો - નવેમ્બર-ડિસેમ્બર
12. ઘોડ જાત્રા - ડિસેમ્બર-જાન્યુઆરી
સપ્તાહ♻️♦️♦️
પહેલાનાં સમયમાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગાયકવાડી રાજ્ય હતું ત્યારે નવસારી પ્રાંતમાં
🔰સોનગઢ -મહાલ વિસ્તારમાં ચાર ગામડાનાં ઝુમખામાં કોઇ એક ગામે અઠવાડિયામાં ચોક્કસ દિવસે સાપ્તાહિક બજાર ભરાતી હતી, અને તે બજારના દિવસને તે ગામનાં નામ પ્રમાણે નામો અપાયા હતાં જેથી નીચે મુજબનાં નામો અસ્તિત્વમાં આવ્યા.🔰🔰
1. બંધારપાડિયો, વોડિઓ - સોમવાર
2. અરોહાર, બાણો, બોરડી - મંગળવાર
3. ઉમાડિયો, માંડવિઓ - બુધવાર
4. દેવ ગાડિયો, ઇશરવાડિયો - ગુરૂવાર
5. વલોડિયો, રાયપુરીયો - શુક્રવાર
6. વ્યારિયો, થાવરવાર - શનીવાર
7. ઈતવાર કે દીતવાર - રવિવાર

🌸🌼🌸લગ્નવિધી🌸🌼🌸
જેમાં છોકરો તેનાં પિતા અને કેટલાક સંબંધીઓ કન્યાને જોવા જાય છે. જો છોકરાને કન્યા ગમી જાય તો, પછી છોકરા તરફથી કન્યાને આપવામાં આવતા દહેજની રકમ નક્કી થાય છે. જો બંન્ને પક્ષે બધુ માન્ય થાય તો 〰♻️"પિયાણ દિવસ"(સગાઇ)નક્કી કરવામાં આવે છે. અને તે દિવસે લગ્નની તિથિ નક્કી કરાય છે.અને તે દિવસે કન્યા જાન લઇને વરના ઘરે પરણવા જાય છે. સાંજ આથમ્યા બાદ કન્યાને માનભેર મંડપમાં લાવવામાં આવે છે. કન્યાને જમાડતા પહેલા તેની થાળીમાં વરપક્ષ તરફથી સવા રૂપિયો મુકવામાં આવે છે. અને ત્યારપછી જ જમણ ચાલુ થાય છે. જમણ પછી રાતભર નાચગાન ની મહેફીલ જામે છે નેમાં વર અને કન્યાને તેના મામા ખભા પર ઉંચકીને નચાવે છે તથા તેમનાં ભાઈઓ તથા બહેનો વર અને કન્યાને બળદગાડાની પાંગરી પર બેસીને નચાવે છે, અને સવારે અગ્નિવેદી પર સાત ફેરા ફરી છેડા બાંધવામા આવે છે. અને સવારે કન્યા પક્ષ કન્યાને મુકીને ઘરે જાય છે, લગ્નનાં પાંચ દિવસ પછી કન્યા થોડા દિવસ તેનાં પિયર રહેવા આવે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

〰♦️જન્મવિધી♦️♦️〰
અન્ય સંસ્કૃતિઓની જેમ જ્યારે પહેલા બાળકનો જન્મ થવાનો હોય ત્યારે કન્યા તેના પિયર જાય છે અને ત્યાં બાળકને જન્મ આપે છે. જન્મ પછી બાળક અને માતા સવા મહીના સુધી પિયરમાં રહે છે. એક મહીના બાદ બાળકના મામા બાળકના માથાનાં વાળ કાપે છે, તેનાં બદલામાં વરપક્ષ તરફથી તેમને ઉપહાર આપવો પડે છે.
💐💐💐મરણવિધી💐💐
આદિવાસીઓમા જ્યારે મરણ થાય છે ત્યારે સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરીને અથવા દાટીને શબ ને મુકિત અપાય છે . સ્ત્રીઓ સ્મશાનમાં આવી શકતી નથી તેથી તે સ્મશાનની બહાર ઉભી રહીને તેને વિદાય આપે છે. શબ ને તેનાં મૂળ દાગીના અને પસંદગીની વસ્તુઓ સાથે મુકિત અપાય છે, કારણ કે તેઓ માને છે કે પરાલૌકીક જીવનમાં તેમને આ વસ્તુઓની જરૂર પડશે, અને ત્યાર બાદ તેનો ખાટલો પણ ઉંધો વાળી સ્મશાનમાં મુકી આવવામાં આવે છે. મરણ પ્રક્રિયા સમાપ્ત થયા બાદ સ્નાન કરીને ઘરમાં પ્રવેશ કરાય છે. મરણનાં દિવસે ઘરમાં રસોઇ થતી નથી. મરણનાં ૧૨ અથવા ૪૦ દિવસ પછી તેની શોકસભા રખાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰♻️પારંપરિક તહેવારો♻️♻️♻️
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
♻️♻️🔰હોળી
આ આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.
🔰🔰ઉંદરીયો દેવ
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા બાદ કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યારબાદ ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર બાદ નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
♻️♻️🔰પોહોતિયો
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
🔰🔰નંદુરો દેવ
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
🔰♻️🔰આ તહેવારમાં નારીયેળ ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની આહુતિ આપી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાની સામે ટકી રહે જેથી તેમનો જીવન નિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે. આદિવાસીઓની આ ધાર્મિક વિધિ જોવાલાયક હોય છે.
🔰♻️♻️વાઘ દેવ
આદિવાસી પ્રજામાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નારીયેળ તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
♻️🔰ચૌરી અમાસ
વાઘદેવ ઉજવાયા બાદ જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💁🏻‍♂ ભારતમાં આદિવાસી ની વસ્તી આશરે કેટલા ટકા:➖ *7%*

💁🏻‍♂આદિવાસીઓ માં "ટોટેમ" એટલે શું :➖ *તેમના ગોતરજૂથનું પ્રતીક*

💁🏻‍♂ગારો માતૃવંશી કુટુંબને શુ કહે છે:➖ *મેચોન્ગ*

💁🏻‍♂ખાસી માતૃવંશી કુટુંબને શુ કહે છે:➖ *ઈંગ*

💁🏻‍♂રાજપીપળાના ભીલોમાં જીવનસાથી પસંદ કરવાની પ્રથા ને શુ કહે છે:➖ *ખંધાડ પ્રથા*

💁🏻‍♂ભારતમાં આઝાદી પહેલા થયેલા આદિવાસીઓના આંદોલનમાં મુખ્ય આંદોલન કયું હતું:➖ *તાના ભગત આંદોલન*

💁🏻‍♂ફરતી ખેતી એ કયા આદિવાસી ની વિશેષતા છે:➖ *ગારો*

💁🏻‍♂બંધારણ ની કઈ કલમ ઘ્વારા અનુસૂચિત આદિજાતિ વિસ્તારો ઘોષિત કરવાની જોગવાઈ છે:➖ *કલમ 244(1) ઘ્વારા*

💁🏻‍♂ભારતના બંધારણ માં આદિવાસીઓ માટે કયો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે:➖ *અનુસૂચિત જનજાતિ*

👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
🎯🎯🎯આદિવાસી મેળા🎯🎯🎯
👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
✍🏻યુવરાજસિંહરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
🙏વિશ્વ_આદિવાસી_દિવસ નિમિત્તે આદિવાસી સમાજના
મિત્રો , ભાઇઔ - બેહનો , વડીલો , બાળકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયને પ્રોત્સાહન આપવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા વર્ષ ૧૯૯૪થી આજના દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ટ્રાઈબલ ડેની ઉજવણી કરવામાં આવે છે.
🕵🕵આજે 24માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

🎯👉જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષાના સિલેબસ મા પણ આ ટોપિક આપ્યો છે અને પી.આઇ. પ્રિલીમીનરી પરીક્ષા માટે પણ આ ટોપિક મહત્વનો છે..🔰

🔰🔰♻️ગોળ-ગધેડા નો મેળો:🔰♻️👁‍🗨

હોળી પછી આ મેળો ભરાય છે. આ મેળો પંચમહાલ જીલ્લા ના આદિવાસીઓ માં ખુબ જ લોકપ્રિય છે. આ મેળા માં જુવાન છોકરા અને છોકરીઓ પોતાના મનપસંદ સાથીદાર ને લગ્ન માટે પસંદ કરે છે.
આ મેળા માં લગ્નવાંછુ યુવકો અને યુવતીઓ પોતાનું પરંપરાગત ભીલી નૃત્ય કરે છે. ચોકમાં વચ્ચો-વચ વાંસ ની ઉપર નાળીયેર અને ગોળની પોટલી બાંધવામાં આવે છે જેની આજુબાજુ કન્યાઓ નૃત્ય કરે છે અને આદિવાસી યુવાનો આ નાળીયેર અને ગોળ પાડવાનો પ્રયત્ન કરે છે. જોકે આ સમયે આદિવાસી કન્યાઓ નૃત્ય દ્વારા અંતરાયો ઉભા કરી યુવાનો ને વાંસ સુધી પહોંચતા અટકાવે છે.
પ્રાચીન સમયમાં જે યુવાન પોતાના પ્રયત્નો દ્વારા વાંસ સુધી પહોંચી ને નાળીયેર અને ગોળ મેળવી લેતો તેને પોતાની મનપસંદ યુવતી લગ્ન માટે પસંદ કરવાનો અધિકાર મળતો .
👉👁‍🗨આમ આ મેળા માં કન્યા પસંદ કરવા માટેની તક મળતી હોવાથી આદિવાસીઓમાં ખુબ જ લોકપ્રિય બનેલ. ગોળની પોટલી મેળવવામાં આદિવાસી યુવાનને ગધેડા જેટલો માર પડતો હોવાથી આ મેળાને ગોળ-ગધેડાનો મેળો કહેવાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯🔰♻️ચિત્ર-વિચિત્ર નો મેળો :🔰♻️

આ મેળો પણ હોળી પછી સાબરકાંઠા જીલ્લાના પોશીના ગામે (ગુણભા-ખરી) ભરાય છે. આ મેળો સાબરકાંઠા અને રાજસ્થાન ની સીમા પરના ભીલ (ગરાસીયા) આદિવાસીઓનો સમુહમાં એકઠા થવા માટેનો મેળો છે જેમાં નૃત્ય અને ધાર્મિક માન્યતાનો સમન્વય જોવા મળે છે. ચિત્ર-વિચિત્ર નું નામ મહાભારત કાળથી જાણીતું છે, બન્ને શાંતનું રાજાના સંતાનો હતા અને ચામડીના રોગ થી પીડાતા હતા. આ જગ્યાએ, સાબરમતી નદીમાં સ્નાન કરી ચિત્ર -વિચિત્રએ પોતાના રોગમાંથી મુક્તિ મેળવી હોવાની માન્યતા આજપર્યંત પ્રચલિત છે.
👉આ મેળા માં આમતો સ્નાનનો મહિમા છે જે હોળી બાદ કરવામાં આવે છે. સામુહિક સ્નાન એ ભારતીય પરંપરા નું આગવું સામાજિક લક્ષણ છે જે સૌથી પ્રાચીન સિંધુ સભ્યતામાં પણ જોવા મળે છે.

🔰🔰🎯ચુલનો મેળો :🔰♻️🔰

હોળી બાદ પંચમહાલ, ભરૂચ અને વડોદરા જીલ્લામાં આ મેળો આદિવાસી વિસ્તારોમાં ભરાય છે. જેમાં ચુલ એટલે મોટો ચૂલો જેમાં અંગારા પર આદિવાસી લોકો સાતવાર ચાલે છે અને પોતાની અગ્નિ દેવતા પ્રત્યેની શ્રધ્ધા વ્યક્ત કરે છે.
આ પ્રક્રિયાને અંતે જેમ હોળીમાં કરવામાં આવે છે તેમ અંગારાની આજુબાજુ પાણીની ધાર આપવામાં આવે છે અને અગ્નિ દેવતાને નાળીયેર પધરાવવામાં આવે છે.

🔰♻️🔰♻️કવાંટનો મેળો:👁‍🗨🔰♻️
Kvant no Melo
કવાંટનો મેળો એ છોટા ઉદેપુર વિસ્તારના રાઠવા સમુદાયના આદિવાસીઓનો મેળો છે જે હોળી બાદ કવાંટ નામના ગામમાં ભરાય છે. આ મેળા માં ઢોલ અને જુદા જુદા પ્રકારના સંગીતના તાલે આદિવાસી નૃત્ય જોવા મળે છે. આદિવાસીઓ માથા પર મોરપિચ્છની કલગી ભરાવી પોતાનો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. આ નૃત્ય માં મુખ તેમજ શરીર પર ખુબજ વૈવિધ્યપૂર્ણ ચિત્રકામ કરેલ હોય છે જે કથકલી નૃત્ય સાથે તેની એકરૂપતા દર્શાવે છે.

🔰♻️🔰ઢોલ મેળો :💠💠
દાહોદ ભીલ સુધારણા મંડળ દ્વારા દાહોદમાં છેલ્લા પાંચ – છ વર્ષથી ઢોલ મેળા નું આયોજન કરવામાં આવે છે. જેના અંતર્ગત જુદા જુદા વિસ્તારમાંથી આદિવાસીઓ પરંપરાગત ઢોલ, થાળી, ઘુઘરા જેવા વાધ્યો વગાડતા વગાડતા દોહોદમાં ભેગા થાય છે. આ મેળા નો ઉદેશ્ય આદિવાસી સંસ્કૃતિમાં નૃત્ય અને ઢોલ ની પરંપરા ને લુપ્ત થતી બચાવવાનું છે.

🔘💠🔘ડાંગ દરબાર :🔰🔰
ડાંગ જીલ્લાના મુખ્ય મથક આહવા માં હોળીના ઉત્સવ દરમિયાન ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાંચ ડાંગ દરબારોને સરકારશ્રી તરફથી પેન્શન આપવામાં આવે છે. ડાંગ વિસ્તારમાં પરંપરાગત રીતે ડાંગ દરબારનું આયોજન થતું જેમાં આદિવાસી લોકો પોતાના નૃત્યો અને સંગીત રજુ કરતા અને એક ઉત્સવના રૂપમાં દંગ દરબાર ને ઉજવવામાં આવતો. બ્રીટીશરોની સામે પણ આ ડાંગી દરબારો કદી ઝુક્યા ન હતા, તેઓ પ્રજામાં અનહદ ચાહના ધરાવે છે તદ્દઉપરાંત તેઓ સામાન્ય આદિવાસી જેવું જ જીવન વ્યતિત કરે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
🎯🎯🎯આદિવાસી મેળા🎯🎯🎯
👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
✍🏻યુવરાજસિંહરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)
🙏વિશ્વ_આદિવાસી_દિવસ નિમિત્તે આદિવાસી સમાજના
મિત્રો , ભાઇઔ - બેહનો , વડીલો , બાળકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Yuvirajsinh Jadeja:
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
👁‍🗨👉નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસી સમાજના કુળદેવી પાંડોરી માતાજીના મંદિરે દર વર્ષે શિવરાત્રીથી પાંચ દિવસ ભરાતા મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શનાર્થે આવે છે. પાંચ દિવસ ચાલતા આ મેળો.

👁‍🗨💠👉છોટાઉદેપુર જિલ્લામાં હોળીની ખરીદી અર્થે ભગોરિયાના મેળો.
જુદા જુદા ગામે હોળી અગાઉ ભરાતા મેળામા મોટા ભાગે જરૃરીયાત વસ્તુઓ કપડા, પાપડ, મસાલા, સેવ, ચંપલ ખરીદી વધારે થતી હોય છે. પરંતુ દરેક ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં સૌ આવે છે. આ ભગોરિયાના મેળામાં ઘણાં જૂથોમાં પોતાના રામ ઢોલ લઇને આવતી હોળીનો આનંદ માણવા અર્થે આવેે છે અને નાચગાન કરે છે.

જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાય છે વર્ષોની પ્રણાલીકા પ્રમાણે સૌ નવા વસ્ત્રો ધારણ કરીને આવે છે. હાથમાં પાવા અને શેરડીના સાંઠા લઇને નાચગાન ખૂબ મોટી સંખ્યામાં કરે છે. વેપારીઓ પણ આ મેળામાં ધંધો સારો થાય તેની અપેક્ષા રાખે છે અને વહેલી સવારથી દરેક ગામે જ રૃરીયાતી સામાન લઇને પહોંચી જતા જોવા મળે છે. ઘણી જગ્યાએ આ મેળામાં જુની અદાવતો બહાર આવે છે. હોળી પછી સાત દિવસ સુધી મેળા ચાલે છે. એ પૂર્ણ થતાં આદિવાસી વિસ્તારમાં લગ્ન સિઝન ખીલી ઉઠે છે અને લગ્ન ખરીદીમાં અને તેના આનંદમાં પડી જાય છે. છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઊમટયાં ઃ મસાલા, કપડાં, સહિતની જીવનજરૃરી ચીજોની દુકાનો લાગી

♻️🔰🎯આદિવાસી એટલે આદિકાળથી પૃથ્વી ઉપર વસતા લોકો એટલે આદિ એટલે (પ્રારંભથી) વાસી એટલે વસવાટ કરતા લોકો એટલે આદિમ જાતિ પૃથ્વી ઉપરની સૌપ્રથમ વિચરણ કરનારા લોકો એવું કહી શકાય.
👉આદિવાસીઓ પ્રારંભકાળથી જ પ્રકૃતિ સાથે નૈસર્ગિક જીવન જીવતા આવ્યા છે. એટલે જ તેઓ વૃક્ષોને દેવ તરીકે પૂજે છે. ડુંગરને દેવ તરીકે પૂજે છે.🙏🙏🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉પ્રકૃતિના ખોળે રમનારો આદિવાસી ઉત્સવપ્રિય છે. ખેતીની સીઝન શરૂ થાય તો પણ ઉત્સવથી અને ખેતી પાકો ઘરમાં આવી જાય એટલે પણ ઉત્સવ ઉજવીને ખુશીઓ મનાવે છે.

👉આદિવાસીઓ માટે ચૈત્ર માસ એ વર્ષારંભનો પ્રથમ માસ ગણાય છે અને અખાત્રીજના દિવસે હળ-લાકડાની અને બળદની પૂજા કરીને અખાત્રીજનો તહેવાર ઉજવે છે. આ તહેવારમાં અડદના વડા અને મિષ્ઠાન-મરઘા-બકરાનું શાક, હવે મોટાભાગના વિવિધ સંપ્રદાયના ભક્ત કે ભગત બની ગયા છે જે માત્ર મિષ્ઠાન બનાવે છે.

👉અખાત્રીજના મેળા બાદ વર્ષાઋતુમાં ઉજાણી, દિવાસાનો ઉત્સવ તેમજ વિવિધ મેળાની ઉજવણી કરી છે. નવરાત્રી બાદ છોટાઉદેપુરનો દશેરાનો મેળો ખાસ પ્રચલિત હતો. પરંતુ વહીવટી તંત્રએ બંધ કરાવી દીધો છે. જેથી માત્ર દિવસે થોડા ઘણા લોકો રામ ઢોલ અને પાવા-વાસળી વગાડીને નાચે છે.

👉આદિવાસીઓમાં દિવાળીનું ખાસ મહત્વ નથી. તેઓ ચોમાસાનો પાક ઘરમાં આવી જાય પછી કારતક માસની પૂનમના દિવસે નાની દિવાળી (દેવ દિવાળી) મનાવે છે. જ્યારે ઘણા ગામડાઓમાં એક ગામ દિવાળી ઉજવતું હોય તો બીજા ગામોમાં ઉજવાતી નથી. બીજા ગામો અન્ય દિવસે ઉજવે છે. તેનો મુખ્ય હેતુ અને શુભ ભાવ એટલો જ કે સગા-સબંધીઓને ઘરે નિમંત્રણ પાઠવીને મિષ્ઠાન જમવા બોલાવે છે.

👉દિવાળી બાદનો આદિવાસીઓ સૌથી મોટો ઉત્સવ કે તહેવાર એટલે હોળી આદિવાસીઓમાં એક ઉક્તિ પ્રચલિત છે. દિવાળી અઠે-કઠે પણ હોળીતો ઘેર જ એટલે કે દિવાળી ગમે ત્યાં એટલે કે મજૂરીએ ગયા હોય ત્યાં પણ ઉજવે પરંતુ હોળી તો પોતાના વતનમાં ઘરે જ મનાવે છે એટલે મજૂરી કામ કે નોકરીમાંથી રજા લઈને વતનમાં આવી જાય છે અને નવા પાક ઘરમાં આવી ગયા હોવાથી કપડાથી સજીધજીને હોળીના મેળાઓમાં મહાલે છે.
👉ફાગણ સુદ-૭થી વિવિધ ગામોએ "ભંગૂરીયા"ના મેળા ભરાવાની શરૂઆત થાય છે. તે ફાગણ વદ-૬ સુધી મેળાઓ ભરાય છે. જેમાં ફાગણ વદ-૩ના રોજ કવાંટ ખાતે સૌથી મોટો મેળો "ગેરનો મેળો" ભરાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉ભંગૂરીયાના મેળા હોળીના સાત દિવસ અગાઉથી ભરાય છે. જેમાં કવાંટ, પાનવડ, છોટાઉદેપુર, રંગપુર, ઝોઝ, દેવહાંટ તેમજ ગુજરાતની સરહદને અડીને આવેલા મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રના છકતલા, વખતગઢ, ઉમરાલી, વાલપુર જેવા ગામોએ પણ મેળા ભરાય છે.
👉હોળીના બીજા દિવસથી એટલે કે ધૂળેટીના દિવસે ગામે-ગામ ચૂલના મેળાઓ ભરાય છે. જેમાં કવાંટ તાલુકાના રૂમડીયા ગામે ફાગણ સુદ-૧ના દિવસે મોટો મેળો ભરાય છે. રૂમડીયા, નવાલજા, પાનવડ, મોટી આમરોલ, પાનીબાર, જેતપુરપાવી, હરવાંટ, ડુંગરવાંટ, છોટાઉદેપુર ખાતે ચૂલના મુખ્ય મેળાઓ ભરાય છે.
ચૂલના મેળાઓમાં આદિવાસીઓ જીવતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલે છે.
🙏👉ચૂલના દિવસે આદિવાસી યુવાનો આખો દિવસ ઉપવાસ રાખે છે. ચૂલના અંગારા ઉપર ચાલવાની માનતા રાખે છે. માનતા પૂરી કરવ
ા માટે જીવતા અંગારા ઉપર ચાલે છે.
👉કવાંટ તાલુકાના રૂમડીયા ખાતે ભરાતા મેળામાં એક લાકડાનો થાંભલો (સ્તંભ) ઊભો કરવામાં આવે છે. આ સ્તંભ ઉપર ૨૦ થી ૨૫ વ્યક્તિઓ ઉપર ચડીને એક વ્યક્તિને દોરડાથી બાંધીને ૨૫થી ૩૦ મીટરની ઊંચાઇએ ગોળ-ગોળ ફેરવે છે. જેથી આ રૂમડીયા ગામના મેળાને ગોળ ફેરીયાના મેળા તરીકે પણ ઓળખે છે. આ થઇ ચૂલના અને 

ભંગૂરીયાના મેળાની વાત. હવે મુખ્ય મેળો ગેરના મેળાની વાત કરીએ.
ગેરનો મેળો કેવી રીતે નામ પડ્યુ તો કહેવાય છે કે આદિવાસીઓ હોળીના તહેવાર બાદ વર્ષોથી ગેરૈયા બને છે. ગેરૈયા બનવાની પણ માનતા રાખતા હોય છે. જેમ કે બાળક અવાર-નવાર બિમાર પડતું હોય તો ગેરૈયા બની ઉઘરાણી કરી જે પૈસા-વસ્તુ મળશે તેના થકી માનતા કરીશ એવી માનતા માનતા હોય છે.
હોળીના બીજા દિવસથી એટલે કે ધૂળેટીના દિવસથી જ ગેરૈયાઓ ગામ-ગામ ઘેર દીઠ ફરીને તથા મેળાઓમાં ગોટ ઉઘરાવે છે. આમ ગેરૈયા છ દિવસ સુધી ગેર (ગોટ) ઉઘરાવે છે.
🙏👉હોળી પછીના ત્રીજા દિવસે સૌથી મોટો ગેરનો મેળો કવાંટ ગામે ભરાય છે. ગેરૈયા શરીર ઉપર રંગના ટપકા-ગોળાકાર, મોરપીછનો મુકુટ મૂકે છે. ઘણા ગેરૈયા ખુલ્લા શરીર ઉપર બળેલુ કાળુ ઓઇલ લગાવે છે. ઘણા ચૂલાની રાખ લગાવે છે.
મહિલાઓ ગેરૈયા બનતી ન હોવાથી પુરૂષો જ મહિલાના ઘરેણા અને કપડા (ઘાઘરો-કબજો) જેવા પહેરવેશ પહેરે છે. આ ગેરૈયા ટૂકડીઓ આખો દિવસ કવાંટ નગરની ગલીઓમાં નાચગાન કરીને લોકોનું મનોરંજન કરે છે.
🎯👉ગેરૈયાઓ સાથે મેળો મહાલવા આવેલા આદિવાસી યુવક-યુવતીઓ પણ રામ ઢોલ અને વાંસળીના શૂરે મન ભરીને નાચે છે.
👉ગેરૈયાઓ બાર બાર મહિને આવ્યો ઓ ભાયા પંચેક રૂપિયાની આશા રે લોલ જેવા ગીતો ગાઇને ઓળખીતા લોકો પાસેથી ગેર (ગોટ) ઉઘરાવે છે. આદિવાસી યુવતીઓ પણ પોતાના મનના માણીગર પાસેથી ગેર (ગોટ) માંગે છે. યુવતીઓ ખાસ કરીને બનેવી-ફુવા-સંબંધીઓ પાસેથી પણ ગોટ ઉઘરાવે છે.
👉આ ગેરનો મેળો આદિવાસી યુવક-યુવતીઓ માટે મહત્વનો છે. યુવતીઓ મેળામાંથી પોતાના મનના માણીગરની પસંદગી કરે છે. તો યુવકો પણ મનગમતી યુવતીને જીવન સંગીની બનાવવાના કોડ પૂરા કરે છે. મેળામાં પડેલી યુવતી કયા ગામની છે કોની સબંધી છે તેની તપાસ કરાવી લગ્નની વાત ચલાવે છે. જ્યારે કેટલાક યુવક-યુવતીઓ મેળામાંથી જ લગ્ન કરવાના ઇરાદે ભાગી જાય છે. તો કોઇક યુવક પસંદ પડેલી યુવતીને મેળામાંથી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જાય છે. આવા કપલો સમાજની રીતે દાવો-ગુનો ભાંગીને સમાજ કાયદેસર માન્યતા આપે છે.
આમ ગેરનો મેળો પરંપરાગત મેળાની સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક લોક ભાથીગળ મેળો છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
🎯🎯🎯આદિવાસી મેળા🎯🎯🎯
👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
✍🏻યુવરાજસિંહરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏વિશ્વ_આદિવાસી_દિવસ નિમિત્તે આદિવાસી સમાજના
મિત્રો , ભાઇઔ - બેહનો , વડીલો , બાળકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Yuvirajsinh Jadeja:
🔰🔰🔰🔰🔰🔰🔰🔰
આદિવાસી દિવસ નિમિત્તે -ઉશનસ્ ની આ કાવ્ય રચના
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
આદિવાસી ડુંગરા

કે ડુંગરા હજીયે એના એ અસલના આદિવાસી રે લોલ કે ડુંગરા બદલાયા સ્હેજ ના કે વંનના એકલનિવાસી રે લોલ
કે ડુંગરાયે ક્હે છે કે શ્હેર નથી દીઠું કે ગાડીએ બેઠા નથી રે લોલ કે ડુંગરાને ભલું તે મહુડાનું પીઠું કે વાડીએ પેઠા નથી રે લોલ


કે ડુંગરા ક્હે છે કે કોક વાર રાતે કે સીમ લગી ઢૂંકતાં રે લોલ કે ડુંગરા જોયા છે કોઈ દિ પ્રભાતે કે પગલાં મૂકી જતા રે લોલ
કે ડુંગરા ઊઠે છે રાતના પ્હોરે કે ઘૂડની પાંખો ફૂટે રે લોલ કે ડુંગરા અઘોરી આખો દી ઘોરે ને રાતના મોડા ઊઠે રે લોલ


કે ડુંગરા કોક દી સાવજને વેશે દીઠાં મેં નદી પી જતાં રે લોલ કે ડુંગરા દવમાં દાઝતા કેશે કે દીપડા દીપતા રે લોલ
કે ડુંગરા કઠિયારા થૈ કાંધે કે વગડે ટચકા કરે રે લોલ કે ડુંગરા સાંજના ભારોડો બાંધે ને કેડીઉં ઊતરે રે લોલ

કે ડુંગરા કોક વાર ધૂણે છે ઘેલા ધણેણતા ધરતી બધી રે લોલ કે ડુંગરા કોક વાર ભરતા મેળા કે માથેથી તળિયા સુધી રે લોલ


કે ડુંગરા આજે ય પ્હેરે લંગોટડીનું ચીંથરું રે લોલ કે ડુંગરા મળતા સાંકડી નેળે કે કામઠું ખંભે ધર્યું રે લોલ
કે ડુંગરા ભડકે છે શ્હેરથી નાસી કે સીમથી પાછા વળે રે લોલ કે ડુંગરા અસલના આદિવાસી કે મંનની વાટે મળે રે લોલ

-ઉશનસ્

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
🎯🎯🎯આદિવાસી દિવસ🎯🎯🎯
👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
✍🏻યુવરાજસિંહરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏વિશ્વ_આદિવાસી_દિવસ નિમિત્તે આદિવાસી સમાજના
મિત્રો , ભાઇઔ - બેહનો , વડીલો , બાળકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
Yuvirajsinh Jadeja:
ભારતમાં કુલ ૬.૮૬% વસ્તી આદિવાસીઓની છે અને ગુજરાતની ૧૩.૩૫% વસ્તી આદિવાસી છે. તેઓ ભૂમિજન, ગિરિજન, રાનીપરજ, વન્યજાતિ કે વનવાસી તરીકે ઓળખાય છે. આ પ્રજામાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં આવેલી અરવલ્લીની પર્વતમાળામાં ભિલોડા, વિજયનગર અને મેઘરજ તાલુકામાં વસતા ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજ છે.
૧૯૯૪માં પ્રગટ થયેલું આ લેખિકાનું પહેલું પુસ્તક ‘ગરાસમાં એક ડુંગરી’ જેને ગુજરાત સાહિત્ય પરિષદે શતાબ્દી ઉજવણી નિમિત્તે પ્રકાશિત કર્યું. આ પુસ્તકમાં સાબરકાંઠાની આદિવાસી બહેનોના શારીરિક શોષણની હૃદય સ્પર્શી પ્રસંગકથાઓ આપી છે. જેને ૧૯૯૪ના શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો ગુજરાતી સાહિત્ય અકાદમીનો દ્વિતીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. આ પછી તેમને ‘કવિતા અને સંવાદ’ પુસ્તક ૧૯૯૭માં લખ્યું. જેમાં પછાત વર્ગની ગણાતી આદિવાસી કોમની સ્ત્રીઓની વાત છે. આ પુસ્તકને ૧૯૯૭ના શ્રેષ્ઠ પુસ્તક માટે ગુજરાતી સાહિત્ય પરિષદના ભગીની નિવેદિતા દ્વિતીય પુરસ્કાર મળ્યું. તેમના આ પ્રકારના પુસ્તકોનો અભ્યાસ કરતા ફાધર વાલેસ અને ફાધર વર્ગીસ પોલના સાહિત્યની યાદ અવશ્ય આવે. આ પછી ડુંગરી ગરાસિયા આદિવાસીઓની વચ્ચે કામ કરતા, રહેતા તેમના અનુભવો તેમના ત્રીજા પુસ્તક ‘જ્યાં મારું હૈયું ત્યાં મારું ઘર’ ૨૦૦૬માં પ્રકાશિત થયું. ઉપરોક્ત ત્રણેય પુસ્તકમાં ડુંગરી ગરાસિયા આદિવાસી કોમની આજ ઝલકે છે, પરંતુ આજે આપણે જે પુસ્તકની વાત કરવાની છે તેમાં આ સંસ્કૃતિના ભૂતકાળ અને સદીઓ જૂનો સંસ્કૃતિક વરસો સચવાયેલો જોવા મળે છે.
‘રાજકુમારી ફૂલવંતી : ડુંગરી ગરાસિયા લોકકથાઓ’ નામે સંશોધનાત્મક વાર્તાસંગ્રહ છે. ગુજરાતી સાહિત્યમાં ઘણા લોકકથા સંગહો થયા છે, પણ આ સંગ્રહ ડુંગરી ગરાસિયા આદિવાસી સંસ્કૃતિ અને તેની સાથે વણાયેલી પ્રકૃતિ સાથેની નિસ્બતના લીધે વધુ આકર્ષતો લાગે. આ વિશે જોરાવરસિંહ જાદવ યોગ્ય જ કહે છે કે, ‘અરવલ્લીની ડુંગરમાળની નાની નાની અવશિષ્ટ હારમાળાઓની વચ્ચે ગિરિમાળાની તળેટીમાં છૂટાંછવાયાં ખોલરાં અર્થાત છાપરાં બનાવીને વસવાટ કરે છે. પ્રકૃતિની ગોદમાં વસનારી આ પ્રજાની નીજી સંસ્કૃતિ છે. એમનાં પોતાનાં પહેરવેશ, ઘરેણાં, દેવદેવલાઓ, વાજિંત્ર, હથિયારો, ઘરનું રાચરચીલું, ઉત્સવો, માન્યતાઓ, વહેમો, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, ભૂતપ્રેત વિશેની માન્યતાઓ છે.’ ‘રાજકુમારી ફૂલવંતી : ડુંગરી ગરાસિયા લોકકથાઓ’ એ વાર્તાસંગ્રહમાં લેખિકા ફક્ત ડુંગરી ગરાસિયા આદિવાસી પાસેથી સાંભળેલી કથાઓને જ આપણી સમક્ષ નથી મૂકી પણ તેમના આ સંશોધન ભર્યા અભિયાનને સંગ્રહના અંતે કેફિયત તરીકે પણ સામેલ કર્યું છે. ‘આ કથાઓ નિમિત્તે’ કેફિયતમાં લેખિકા ભારત આવવું, બાલાસિનોરમાં ક્રિસમસ, થોરાવાડાનું જીવન, સાબરકાંઠાનાં શરૂઆતનાં વર્ષો, મારા કામના પડકારો, મારું લેખન, ડુંગરી ગરાસિયાઓ, ધર્મ-દ્વેષ, સંબંધોનું મૂલ્ય, ભારતમાં મારું રોકાણ, ડુંગરી ગરાસિયા લોકકથાઓ એવા મથાળા નીચે આખો તેમના અનુભવો અને લેખન પરિબળોનો ઈતિહાસ આપે છે.
આથી પણ વિશેષ આ પુસ્તકમાં આપણા ગુજરાતી લોકસાહિત્યના જાણીતા સંશોધક જોરાવરસિંહ જાદવનો ‘આદિવાસીઓનું આગવું લોકવાર્તા વિશ્વ’ એમ વિસ્તૃત સંશોધનાત્મક લેખ સાંપડે છે. જેમાં લોકકથા સાહિત્ય, તેનો ઉદભવ, આદિવાસી સંસ્કૃતિ, ભારતમાં તેનું વ્યાપ, ગુજરાતમાં તેમની સ્થિતિ અને પરિસ્થિતિ, સંગ્રહને અનુલક્ષીને સ્થળ-કાળ સંદર્ભે ઊંડાણપૂર્વકનું જ્ઞાન પીરસ્યું છે. આ ઉપરાંત આ વાર્તાસંગ્રહના દરેક પાસા પર અને દરેક વાર્તાની પ્રકૃતિ પર વિસ્તૃત ચર્ચા કરી છે. આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૪ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક વાર્તાની શરૂઆતમાં એક ચિત્ર મુકવામાં આવ્યું છે, તે ચિત્રો પણ પ્રાકૃતિક ચિન્હો અને પ્રકૃતિના પદાર્થોને સૌદર્યસૃષ્ટિમાં રંગીને ખૂબ જ સૂઝબૂઝપૂર્વક ટાંકવામાં આવ્યાં છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

નર્મદા-રાજપીપળા ખાતે પહેલી આદિવાસી યુનિવર્સિટી શરૂ થશે

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
🎯🎯🎯આદિવાસી દિવસ🎯🎯🎯
👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
✍🏻યુવરાજસિંહરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏વિશ્વ_આદિવાસી_દિવસ નિમિત્તે આદિવાસી સમાજના
મિત્રો , ભાઇઔ - બેહનો , વડીલો , બાળકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Yuvirajsinh Jadeja:
♦️🔷♦️🔷♦️🔷♦️🔷♦️🔷♦️
🗣🗣આદિવાસીઓની બોલીઓ🗣
👁‍🗨👇👁‍🗨👇👁‍🗨👇👁‍🗨👇👁‍🗨👇👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🗣👁‍🗨🗣ગામીત બોલી

ગામીત બોલીનો ઉદભવ કઇ ભાષામાંથી થયો તે જાણવું મુશ્કેલ છે. પરંતુ આ ભાષા તાપી નદીના ખીણ પ્રદેશમાં વસતા આદિવાસીઓ પૈકીના ગામિત જાતિના લોકોની પરાપૂર્વથી સામાજીક વહેવારમાં વપરાતી પરંપરાગત બોલી છે. પરંતુ આ બોલી બોલનારા ગામીત લોકોની વસ્તી ગુજરાતમાં વિશેષ છે. આ બોલી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રાનીપરજ વિસ્તારના તાપી જિલ્લામાં વધુ બોલાય છે. આ બોલી સાંભળતાં તેમાં થોડા શબ્દો ગુજરાતી ભાષા જેવા તથા થોડા શબ્દો સંસ્કૃત તથા મરાઠી ભાષા જેવા છે.
વ્યાકરણ તથા ઉચ્ચારણ
ગામીત બોલીમાં બહુવચન હોતું નથી. તેથી આ બોલીમાં દાદાને પણ તુ અને પુત્રને પણ તુ કહીને બોલાવવામા આવે છે.
સાંભળતા આ બોલી તોછડી લાગે છે. આ બોલીમાં વાક્યને અંતે વા બોલાય છે, જે આ બોલીનું વૈવિધ્ય છે તેમ જ તુંકારામાં બોલવા છતાં મીઠી લાગે છે. આ ઉપરાંત ગામીત બોલીનાં લોકગીતો પણ ખુબ જ સરસ હોય છે. આ લોકગીતો પૈકીનું રોડાલી ગીત ખુબ જ લોકપ્રિય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗣👉કુકણા બોલી
કુકણા બોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા પૂર્વ સરહદના વિસ્તારમાં રહેતા કુકણા જાતિના આદિવાસીઓની બોલી છે. આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે, તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષાના પણ એકસરખા હોય છે.
ગુજરાત રાજ્યમાં આ બોલી વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, ડાંગ જિલ્લા, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી તેમ જ તાપી જિલ્લામાં રહેતા કુકણા લોકો અંદરોઅંદરના સામાન્ય વહેવારમાં ઉપયોગ કરે છે. ડાંગ જિલ્લામાં આ બોલીનો ઉપયોગ ૯૫ ટકાથી પણ વધુ લોકો કરતા હોવાથી ડાંગી બોલી પણ કહેવાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨🔰👁‍🗨વસાવા બોલી
વસાવા બોલીનો ઉદભવ કઇ ભાષામાંથી થયો તે જાણવું મુશ્કેલ છે. પરંતુ આ ભાષા તાપી નદી તેમ જ નર્મદા નદીના ખીણ પ્રદેશ તેમ જ તેની વચ્ચેના વિસ્તારમાં વસતા આદિવાસીઓ પૈકીના વસાવા જાતિના લોકોની પરાપૂર્વથી સામાજીક વહેવારમાં વપરાતી પરંપરાગત બોલી છે. પરંતુ આ બોલી બોલનારા વસાવા લોકોની વસ્તી ગુજરાતમાં વિશેષ છે. આ બોલી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રાનીપરજ વિસ્તારના તાપી જિલ્લામાં વધુ બોલાય છે. આ બોલી સાંભળતાં તેમાં થોડા શબ્દો ગુજરાતી ભાષા જેવા તથા થોડા શબ્દો સંસ્કૃત તથા મરાઠી ભાષા જેવા છે.
ઉચ્ચારણ
વસાવા બોલીમાં બહુવચન હોતું નથી. તેથી આ બોલીમાં દાદાને પણ તુ અને પુત્રને પણ તુ કહીને બોલાવવામા આવે છે. સાંભળતા આ બોલી તોછડી લાગે છે. આ બોલીમાં વાક્યને અંતે વા બોલાય છે, જે આ બોલીનું વૈવિધ્ય છે તેમ જ તુંકારામાં બોલવા છતાં મીઠી લાગે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👁‍🗨ધોડીયા બોલી

👉અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલા ભારતના પહાડો અને જંગલોમાં વસતા લોકો માટે કોઈ એક પરિભાષા નહોતી. ‘આદિવાસી’ અથવા તો ‘ટ્રાઈબ’ શબ્દ અંગ્રેજોની દેણ છે. 
👉ઇંગ્લેન્ડમાં માનવશાસ્ત્ર વિકસ્યું, જેમાં ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની અસર હેઠળ એવું માનવામાં આવ્યું કે દેહ (ઓર્ગેનીઝમ)ની જેમ માનવ સમાજની પણ સાદા સમાજથી જટિલ સમાજ તરફ ઉત્ક્રાંતિ થઇ છે. સાદો સમાજ એટલે પૂર્વ શાળેય (જેમાં શાળા નથી), પૂર્વ રાજ્ય (જેમાં રાજ્ય નથી અને મુખિયા છે) અને પૂર્વ ચર્ચ (જેમાં સંગઠિત ધર્મ નથી અને સ્થાનિક પ્રતીકોમાં જીવ પરોવતો -એનીમીસ્ટીક), એક વિસ્તારમાં સીમિત (સ્થળાંતર ન કરતો), સ્થાનિક બોલી (ભાષા નહિ) બોલતો સમુદાય છે. 
👉જ્યારે ઇંગ્લેન્ડ અને યુરોપના દેશોમાં શાળા, ચર્ચ, રાજ્ય, ભાષા તથા સ્થળાંતર હોવાથી તે વિકસિત અને ઉત્ક્રાંત બનેલો સમાજ છે. હવે જ્યારે અંગ્રેજો પોતાના ઉત્પાદનોનું બજાર શોધવા માટે સફરે નીકળ્યા ત્યારે પ્રથમ આફ્રિકા, પછી અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પહોંચ્યા. ત્યાં સ્થાનિક લોકો તેમને પૂર્વ શાળેય, પૂર્વ ચર્ચ, પૂર્વ રાજ્ય વગેરે ચિહ્નો વાળા દેખાયા. તેમણે આ સ્થાનિક લોકોને પ્રીમોટીવ અથવા તો સાદા અથવા તો ટ્રાઇબલ (કબીલામાં વસતા) લોકો એવું નામ આપ્યું. 
👉👁‍🗨પછી અંગ્રેજો ભારત આવ્યા ત્યારે માનવશાસ્ત્રના આ જ્ઞાન અને અન્ય દેશોના અનુભવો લઈને આવ્યા હતા માટે ભારતમાં પણ તેમણે સાદા સમુદાયો શોધ્યા, અને થોડી કશ્મકશ પછી જંગલો અને પહાડોમાં વસતા લોકોને ટ્રાઈબ કહ્યા. તેને સ્થાનિક ભાષામાં આદિવાસી, વનવાસી, વગેરે કહેવાયા.

🔰🎯હવે જો આ લોકો ઉત્ક્રાંત ન હોય તો તેમની ઉત્ક્રાંતિ (વિકાસ) અંગ્રેજોની જવાબદારી બની. આથી તેમને શાળા, રાજ્ય (કાયદાનું શાસન) તથા સંગઠિત ધર્મ આપવો એ વ્હાઈટમેન્સ બર્ડન એટલે કે અંગ્રેજોની જવાબદારી બની. તેમને ધર્મમાં ઉત્ક્રાંત કરવાનું કામ ખ્રિસ્તી મીશનરીઓને સોંપવામાં આવ્યું. તેમણે શાળાઓ, દવાખાના શરૂ કર્યા અને તેની અસર હેઠળ કેટલાક સંગઠિત ખ્રિસ્તી ધર્મમાં જોડાયા. આમ થયા પછી જે વિવાદ સર્જાયો તેમાં ત્રણ પક્ષો છે. પ્રથમ પક્ષ અંગ્રેજોનો છે, જે માનતા હતા કે આદિવાસીઓ સ્થાનિક ઝાડ, પથ્થર, ખેતર વગેરેમાં જીવારોપણ કરીને તેમને પૂજે છે. આથી ધાર્મિક રીતે તેઓ ઉત્ક્રાંત ન હોવાથી તેમને ઉત્ક્રાંત કરવા માટે તેમને ખ્રિસ્તી બનાવવા. 

👉અંગ્રેજોનો અને મિશનરીઓનો ઉદ્દેશ તેમનું ધર્મ પરિવર્તન કરાવવાનો નહિ પરંતુ તેમને ઉત્ક્રાંત કરવાનો હતો, તેમણે આ દ્વારા શિક્ષણ અને સ્વાસ્થ્યના અનેક સારાં કામો પણ કર્યા. જો માત્ર વટાળ પ્રવૃત્તિ જ કરાવી હોત તો અન્ય કાર્યો ન કર્યા હોત.
અંગ્રેજોના આ ઉત્ક્રાન્તિવાદી અર્થઘટનનો વિરોધ સ્વાતંત્ર્ય પહેલાં જ રાષ્ટ્રવાદી માનવશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને ભારતશાસ્ત્રીઓ (ઇન્ડોલોજીસ્ટ)એ કર્યો. 
👉ગોવિંદ સદાશિવ ઘુર્યે નામના ભારતીય સમાજશાસ્ત્રના પિતાએ આદિવાસીઓને પછાત હિંદુઓ કહ્યા. આ વિદ્વાનોનું મંતવ્ય એવું હતું કે હિંદુ ધર્મ, ખ્રિસ્તી ધર્મની જેમ, કોઈ એક જ દેવ કે પૂજા પધ્ધતિમાં માનતો ધર્મ નથી. સમગ્ર ભારતમાં અનેક સ્થાનિક પરંપરાઓ છે જે સનાતન ધર્મ કરતાં જુદી પૂજા પધ્ધતિ, જુદા દેવ અને જુદા મંદિરો ધરાવે છે. આ બહુલતા જ હિંદુ ધર્મનું સાર તત્વ છે. આથી અહીં તદ્દન નિરીશ્વરવાદીથી માંડીને મૂર્તિ પૂજામાં ન માનનાર તથા સ્થાનિક ભૌતિક પદાર્થોમાં જીવ આરોપી પૂજા કરનાર તત્વો પણ છે. આથી હિંદુ ધર્મનું આ પછાત સ્વરૂપ આદિવાસીઓ તથા અન્ય સ્થાનિક સમૂહો પૂજન કરી રહ્યા છે. આમ હોવાથી તેમને ખ્રિસ્તી નહિ, પરંતુ હિંદુ ધર્મના જ ઉત્ક્રાંત સ્વરૂપમાં લાવવા જોઈએ. આમ કરવાથી તેમનું ધર્મ પરિવર્તન નથી થતું તેમ આ રાષ્ટ્રવાદી વિદ્વાનો માનતા.

👉🙏1990 માં જે જાગતિક પરિવર્તનો આવ્યા તેમાં જગતના આદિવાસીઓએ એક નેટવર્ક બનાવ્યું. તેઓ પોતાનો ધર્મ ખ્રિસ્તી, હિન્દુ ,અન્ય કોઈ નહિ પરંતુ આદિવાસી ધર્મ છે તેમ જાહેર કર્યું. આદિવાસી એકતા, આદિવાસી રાજ્ય, આદિવાસી અસ્મિતા વગેરેનો ઉભાર આવ્યો. તેઓ માનવશાસ્ત્રના એ ઉત્ક્રન્તિવાદી અભિગમને નકારે છે, જે એમ કહે છે કે આદિવાસી સમાજ પછાત (પ્રિમિટીવ ) છે. તેઓ કહે છે કે અમુક સંસ્કૃતિ આગળ અને અમુક સંસ્કૃતિ પાછળ એ વાત જ ખોટી છે. આ લોકો આદિવાસીઓને ખ્રિસ્તી, સનાતની હિંદુ કે અન્ય કોઈ ધર્મી બનાવવાના વિરોધી છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
🎯🎯🎯આદિવાસી દિવસ🎯🎯🎯
👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
✍🏻યુવરાજસિંહરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏વિશ્વ_આદિવાસી_દિવસ નિમિત્તે આદિવાસી સમાજના
મિત્રો , ભાઇઔ - બેહનો , વડીલો , બાળકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Yuvirajsinh Jadeja:
⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️
આદિવાસીઓની ભાતીગળ સંસ્કૃતિ 
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏ગુજરાતની ધરતી પર અનેક જાતિઓએ આદિકાળથી પોતાની આગવી સંસ્કૃતિનું સર્જન કર્યું છે. એમાંની એક પ્રકૃતિના ખોળે પાંગરેલી આદિવાસી સંસ્કૃતિ છે. ગુજરાતની ૬ કરોડની વસતિમાં ૧૪.૯૨ ટકા જેટલી વસતિ આદિવાસી પ્રજાસમૂહોની છે.
ગુજરાતની ધરતી પર અનેક જાતિઓએ આદિકાળથી પોતાની આગવી સંસ્કૃતિનું સર્જન કર્યું છે. એમાંની એક પ્રકૃતિના ખોળે પાંગરેલી આદિવાસી સંસ્કૃતિ છે. ગુજરાતની ૬ કરોડની વસતિમાં ૧૪.૯૨ ટકા જેટલી વસતિ આદિવાસી પ્રજાસમૂહોની છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળાની ડુંગરમાળામાં, દાંતાથી લઈને ડાંગ સુધીના ૨૦ હજાર માઇલના વિસ્તારમાં ભીલ, દુબળા, ધોકિયા, ચૌધરી, ધાનકા, કુંકણા, વારલી, નાયકડા, ઢોલચા, કોટવાળિયા, બામચા, પારધી, પોમલા, કાથોડી અને રાઠવા જેવા ૧૯ વનવાસી સમુદાયો વસવાટ કરે છે. આ સમુદાયો પાસે એમની આગવી કલા અને સંસ્કૃતિ છે. એમના નીજી રીતરિવાજો અને માન્યતાઓ છે. એમના આગવા દેવી-દેવતાઓ, મેળા અને ઉત્સવો છે. આ પ્રજા હજારો વર્ષથી જંગલો અને પહાડોમાં વસવાટ કરતી આવી છે.

👉આજે વાત કરવી છે પંચમહાલ જિલ્લામાં પ્રકૃતિને ખોળે વસતા વનવાસીઓની. આ વિસ્તારમાં મુખ્ય વસતી ભીલ, નાયક અને રાઠવાઓની છે. એમાં મુખ્ય વસ્તી ભીલોની છે. આપણે ત્યાં વસતા આદિવાસીઓ મુખ્યત્વે ત્રણ જાતિના વંશજો ગણાય છે ૧. મોંગોલોઇટ, ૨. પ્રોટો ઓર્સ્ટોલોઇડ અને ૩. નિગ્રોટોલોઇડ. આ ત્રણ વંશના તત્ત્વો આપણે ત્યાંની આદિવાસી પ્રજામાં જોવા મળે છે. આર્થિક દ્રષ્ટિએ જોતાં તેમનું જીવનધોરણ ખૂબ જ નીચું છે. તેમની જરૃરિયાતો ઘણી ઓછી છે. પોતાને જોઈતી વસ્તુઓ પોતે જ પેદા કરી લે છે. આજે પરિસ્થિતિ બદલાઈ છે. આ વનવાસી નગરોમાં કામધંધા માટે આવતા થયા છે. આર્થિક ઉપાર્જન મેળવતા થયા છે એટલે એમની સંસ્કૃતિમાં પણ શહેરી તત્ત્વો દાખલ થવા માંડયા છે.
અહીં આપણે ઉડતી નજર કરી લઈએ પંચમહાલના ભીલોની સંસ્કૃતિ પર. 'ભીલ' શબ્દ દ્રવિડ ભાષાના બિલ (મ્ૈનની) શબ્દ પરથી ઉતરી આવ્યો છે. કેટલાક એવું માને છે કે તામિલ 'બીલ' (મ્ૈન) શબ્દ ઉપરથી ભીલ શબ્દ આવ્યો છે. બંને શબ્દોનો અર્થ બાણ અથવા તીર થાય છે. ભીલો પ્રાચીન કાળથી પોતાની સાથે બાણ રાખતા આવ્યા છે તેના પરથી તેઓ 'બિલ' તરીકે ઓળખાયા હશે. સમયાન્તરે આ શબ્દનો અપભ્રંશ થવાથી ભીલ શબ્દ ઉતરી આવ્યો હશે. બીજી માન્યતા એવી છે કે સંસ્કૃત ભાષામાં ભીલ શબ્દનો અર્થ 'કાપવું' એવો થાય છે. આ લોકો જંગલમાં ઝાડ વગેરે કાપતા હોવાથી તેઓ ભીલ શબ્દથી પ્રચલિત થયા હશે.
શ્રી જ. મ. મલકાણ નોંધે છે કે ભીલોનો સૌ પ્રથમ ઉલ્લેખ 'કથા-સરિત્ સાગર'માં મળે છે. ભીલ પ્રજા એ કાળે બળવાન હતી અને વિંધ્યની આજુબાજુના પ્રદેશમાં વસતી હતી. ભીલોને દશ્યુના નામે પણ ઓળખવામાં આવતા. 'ભીલ' શબ્દનો ઉલ્લેખ 'ઋગ્વેદ'માં પણ જોવા મળે છે. રામાયણમાં શબરીનો ઉલ્લેખ આવે છે તે ભીલ હતી. ભીલ પ્રજા પ્રાચીન કાળમાં હતી. તેઓ મૂળ ભારતના વતનીઓ છે એમ માનવામાં આવે છે. આર્યોના આગમન પછી તેઓને જંગલો અને પહાડોમાં નાસી જવું પડયું.
આ ભીલો કાળા રંગના હોય છે. કવચિત્ ઘઉંવર્ણા કે ગોરા પણ નજરે પડે છે. તેઓ શરીરે મજબૂત બાંધાના, ઉંચા, સુદ્રઢ અને કસાયેલા હોય છે. તેઓ બહાદુર, સાહસિક અને વિશ્વાસુ પણ ખરા. અન્ય વિસ્તારોની જેમ પંચમહાલના આદિવાસીઓ શહેરોની માફક 'ઘરોના જંગલો'માં નથી રહેતા અર્થાત્ એક સાથે ઘરો બાંધીને નથી રહેતા. જંગલો, ડુંગરાઓ કે ડુંગરાઓની ગાળીઓમાં પોતપોતાના ખેતરોમાં જુદા જુદા ઝુંપડાઓ બાંધીને રહે છે. તો ક્યાંક છૂટાછવાયા દસ- પંદરના જૂથમાં રહે છે તેને 'ફળિયા' કહે છે. આવા ફળિયા મળીને ગામ થાય છે. આદિવાસી ભીલોના દરેક ગામમાં એક મુખી હોય છે, તેને પટેલને નામે ઓળખવામાં આવે છે. પટેલ ઉપરાંત દરેક આદિવાસી ગામમાં કોટવાળ હોય છે. તે ઘેર ઘેર ખબર પહોંચાડે છે ને જરૃર પડયે ગામલોકોને ભેગા પણ કરે છે. કોટવાળ કૂંડુ- અર્થાત્ ઢોલ વગાડીને ગામલોકોને જાણ કરે છે ને એમની બોલીમાં 'કોટવાળ ગાંગર્યો' કહે છે.

👉👉ભીલ વનવાસીઓનો મુખ્ય ધંધો ખેતીનો હોય છે. ખેતરના નાનકડા કટકામાં તેઓ જરૃરિયાત પૂરતું અનાજ ઉગાડી લે છે. એમના ખેતરો વાડ વગરના હોય છે. કૂવા કાચા, થાળા વગરના અને છીછરા હોય છે. સગાવહાલાંની સહાયથી વાંસ, વળી અને કામઠાંના ઝૂંપડાં બાંધી લે છે. તેઓ ખેતી ઉપરાંત જંગલમાંથી છાણાં, ખાખરાના પાન, લાકડા, ગુંદર, મધ, કેસૂડાના ફૂલ, મહુડા અને ફળો એકઠાં કરીને વેચે છે. આ ઉપરાંત મજૂરી કામ પણ કરે છે.
પંચમહાલના વનવાસી ભીલોની ભાષા 'ભીલોડી' તરીકે જાણીતી છે તે ગુજરાતી ભાષાની એક બોલી છે. આ બોલીની ખાસિયતો એ છે કે તેઓ પોતાને માટે હંમેશા બહુવચન જ વાપરેબાળકોને કહી સંભળાવે છે. તેઓ રામનવમીનો તહેવાર ઉજવીને રામની પૂજા કરે છે. શબરી પણ રામભક્ત જ હતી ને ! આ સંસ્કાર એમનામાં ઉતરી આવ્યો હશે એમ લાગે છે. પંચમહાલના પંથકોમાં ઘોડેસ્વાર પાળિયા પણ જોવા મળે છે. આ પાળિયા ભીલોમાં પૂર્વે થઈ ગયેલા વીરપુરુષોની સ્મૃતિ સંઘરી રાખવા માટે હોય છે. એની પૂજા કરવામાં આવતી નથી પણ કાળી

ચૌદશે માત્ર ભોગ ચડાવવામાં આવે છે. આર્થિક રીતે ગરીબાઇમાં જીવન બસર કરનારા ભીલ આદિવાસી પ્રજાના જીવનમાં તહેવારો અને ઉત્સવોનું મહત્ત્વ સવિશેષ જોવા મળે છે. તેઓ ઉત્સવ ટાણે મસ્ત બનીને જીવનનો આનંદ લૂંટે છે. હોળી, દિવાળી, અખાત્રીજ, દિવાસો, પીઠોરો, આંબલી અગિયારસ, જન્માષ્ટમી, ગોળ ગધેડો વગેરે તહેવારો ને મેળા માણે છે. હોળીનું આખું અઠવાડિયું નાચવા ગાવામાં ગાળે છે, હોળીના બીજા દિવસે 'ચૂલમેળા' યોજાય છે જેમાં સળગતા અંગારાવાળી ચૂલમાં બાધા- માનતાવાળા ઉઘાડા પગે સાત વાર શ્રદ્ધાપૂર્વક ચાલે છે.
હોળીના છઠ્ઠા દિવસે ગોળ ગધેડાનો મેળો ભરાય છે. એક થાંભલા ઉપર ઉંચે ગોળની થેલી મૂકાય છે. આ થેલીને લેવા જુવાનિયા થાંભલા પર ચડવા જાય છે ત્યારે કોરેમોરે ઉભેલી છોકરીઓ તેને ડંડા મારીને નીચે પાડે છે એમ છતાં કોઈ સાહસિક જુવાનડો સોટાઓનો માર સહન કરીને ગોળની પોટલી લઈ આવે છે. મોટા ભાગના જુવાનિયાઓ વાંસળી વગાડતા વગાડતા ને મજા કરતા કરતા કરતા આ મેળામાં આવે છે. જૂના કાળે જેસાવાડા અને ઝાલોદના રામજી મંદિર અને અન્ય જગ્યાએ 'તીરંદાજ'ની હરિફાઈઓ પણ થતી. દૂર દૂરથી તીરંદાજો તીર વડે નિશાન પાડવા આવતા. આ પરંપરા આજે તો લગભગ લુપ્ત થઈ ગઈ છે. જે વર્ષે મેહૂલો મન મૂકીને વરસ્યો હોય અને અનાજ સારું પાક્યું હોય તે વર્ષે ઉત્સવો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાય છે.

ભીલોની દિનચર્યા પર નજર કરીએ તો સવારે ઉઠીને જમીન ખેડવા, બી વાવવા, રોપવા કે કણસલા ઝૂડવા જાય છે. ખેતી અંગેનું કામકાજ શરુ કરતા પહેલાં 'બાબા ગણેહ'નું નામ લે છે ત્યાર પછી કાર્ય આરંભે છે. જ્યારે કોઈ સગુવહાલું કે ઓળખીતું રસ્તે યા ઘરે મળે ત્યારે એકબીજાને 'રામ રામ બાબા' કહીને માન આપે છે. આવું છે પંચમહાલના આદિવાસીઓનું જીવન અને આવી છે એમની સંસ્કૃતિ.

🙏સાભાર જોરાવરસિંહ જાદવ🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

છે. 'હું'ને બદલે 'હમુ' એટલે અમે. જ્યારે બીજા માટે તેઓ એકવચન જ વાપરે છે. ભલે પછી તેઓ રાજવી કેમ ન હોય ! એને 'તું' કહીને જ સંબોધે છે. ભીલોના ઉદ્ધારક ઠક્કર બાપાને પણ 'તું' કહીને જ બોલાવતા. આ એમની તોછડાઈ નહીં પણ ચાલતી આવેલી પરંપરા જ છે.
👉👉આજે તો નવી હવાના સંપર્કમાં આવવાથી ભીલોના પહેરવેશમાં ખૂબ પરિવર્તન આવ

્યું છે પણ હમણાં સુધી તો પુરુષો ત્રણેક હાથ લાંબો અને હાથેક પહોળો લંગોટ પહેરતા, માથે ફાળિયું બાંધતા અને અંગ પર પછેડી ઓઢતા. સ્ત્રીઓ કાછડો મારી શકાય તેવો ઘેરા લાલ અથવા ભૂરા રંગનો ઘાઘરો, શરીર પર લાલ અથવા ભૂરા રંગનું ઓઢણું અને દેશી કાંચળી પહેરતી.એમનો ઘેરદાર ઘાઘરો ઘૂંટણથી સહેજ નીચો પણ કાછડા જેવા બે અલગ ભાગવાળો હોય છે તેને કારણે ખેતીના કામકાજમાં અને નૃત્ય કરવામાં ઘણી સરળતા રહે છે. પુરુષોના કપડા સાવ સાદા પણ ભીલ સ્ત્રીઓના કપડાં રંગબેરંગી અને એમના ઘરેણા બહુધા કથીર અને ચાંદીના હોય છે.
ભીલોમાં લગ્નની પસંદગી બે રીતે થાય છે. એક તો મા-બાપ પોતે જ દીકરા દીકરીની પસંદગી કરીને એમને પરણાવે છે. બીજું છોકરા છોકરી પોતે જ પસંદગી કરી લે છે. મા-બાપની પસંદગીમાં વિધિસર લગ્ન થાય છે. એ પહેલા સગાઇનું ચોગઠું ભાંજગડિયો અર્થાત્ ગોર ગોઠવી આપે છે. ભીલોમાં બાળ લગ્નની પ્રથા નહિવત્ જોવા મળે છે. પુનર્લગ્ન, વિધવા- વિવાહ, નાતરું અને પ્રેમ લગ્નની પ્રથા પ્રચલિત છે. વિધવા સ્ત્રી બીજાની સાથે નાતરું કરે ત્યારે તેના અગાઉના ઘરના છોકરા હોય તો તેને સાથે લઈ જાય છે. નવા પતિએ આ છોકરા ઉંમરલાયક થાય ત્યાં સુધી એનું ભરણપોષણ કરવું પડે છે. મોટા થયા બાદ બાળકોને તેના કુટુંબીઓ લઈ જાય છે.

👉લગ્ન પ્રસંગે મુહૂર્ત જોવરાવવાની પ્રથા નથી. લગ્ન ગુરૃવારે કે શુક્રવારે જ કરવાની પરંપરા છે. લગ્ન પ્રસંગે ઝુંપડા લીંપી-ગુંપીને તૈયાર કરવામાં આવે છે. લગ્નના દિવસે વહેલી સવારે મંડપ રોપાય છે તેમાં માણેકસ્તંભને બદલે 'સાલેડાં' રોપવામાં આવે છે. સાલેડાંની આજુબાજુ ચૉરી બાંધવામાં આવે છે. લગ્ન પહેલા વાનાં ભરવાનો રિવાજ છે. વરપક્ષના વાનાં વધારે હોય છે. કન્યાના ઓછા હોય છે. વરને ત્યાં ગણેશ બેસાડીને વાનાં ભરાય તે પછી કન્યાને કહેણ મોકલાય અને તેને ત્યાં વાના ભરાય. વરકન્યાને સ્નાન કરાવી પીઠી ચોળવામાં આવે છે. આ વિધિને 'ચંદ્રણિયો' અને 'મહાવણો' કહેવામાં આવે છે. દર વાનાના દિવસે રાત્રે ભીલ લોકો વર-કન્યા ખાંધે લઈ ખૂબ નાચે છે. ગીતો ગાય છે. ઢોલનગારા વગાડે છે અને લગ્નનો આનંદ માણે છે.
પંચમહાલના વનવાસીઓમાં પ્રેમલગ્નની અર્થાત્ 'ઉદાળી' જવાની કે 'ગીદી' જવાની પ્રથા પણ પ્રચલિત છે. છોકરો- છોકરી પ્રેમમાં પડે ત્યારે મા-બાપનું ઘર છોડીને નાસી જાય છે. ૧૫- ૨૦ દિવસ જંગલમાં એકાંત સ્થળે રહે છે. કન્યાના બાપને આ વાતની જાણ થાય એટલે વરના બાપ પાસે દાપું લેવા જાય છે. એમાં રોકડ નાણાં અને ઢોરઢાંખર અપાય છે એ પછી બંને વેવાઈ બને છે.


🔰👉ભીલોનો મુખ્ય ખોરાક મકાઈ છે. કોદરા, બંટી, બાવટો, ચણા, તુવેર, અડદ, વટાણા, ઘઉં, જવ ઓછાવત્તા પ્રમાણમાં વાપરે છે. રોજ જમવામાં મકાઈના રોટલા, અડદની દાળ અથવા થૂલી રાંધીને ખાય છે. એમના પકવાન એટલે ચણાના લોટમાં, તેલમાં તળેલા 'ઢેબરાં'. દરેક આદિવાસી દૂઝણું રાખે છે પણ દૂધ- ઘી વાપરતા નથી. પ્રસંગોપાત તેઓ માંસાહાર પણ કરે છે.
પંચમહાલના ભીલો અન્ય આદિવાસીઓની જેમ દેવ-દેવલાઓમાં અને ધર્મમાં અત્યંત આસ્થા ધરાવે છે. ચોખા, ઝાંપડી, કાળકા, સુદાઈ, ઘોડાજો, બીરબાજ, કચુંબર, વગાજો, કોહાજો, હાદરજો, મનાતો, મોઝીદા અને ઇંદરાજ જેવા દેવ-દેવીઓને માને છે. તેમના દેવો માટે મોટું દેવાલય મંદિર નથી હોતું. આ દેવી-દેવલાઓની મૂર્તિઓને અન્ય સંપ્રદાયોના દેવ- દેવીઓની મૂર્તિઓ જેવો ખાસ આકાર, શણગાર કે ઠાઠમાઠ હોતો નથી. સામાન્ય રીતે દેવોનું નિવાસસ્થાન ગામની ભાગોળ, કોઈ મોટા વડ અથવા શીમળો, મહુડો, પીપળો, આંબલી, વગેરે વૃક્ષો હોય છે. ડુંગર પર બેઠેલા દેવોની બાધા- માનતા કે ધાર્મિક વિધિ માટે વર્ષમાં બે- ત્રણ વાર જાય છે.
બધા દેવો પાસે બાધા રાખીને માંગણી કરી શકાય પણ બડવો જે દેવ પાસે માગણી કરાવે એ દેવ પાસે જ માંગણી કરી શકાય. બડવો અર્થાત્ ભુવો પોતાની મરજી પ્રમાણે કોઈ પણ દેવની બાધા રખાવે. ગંભીર માંદગી હોય કે કોઈ મરણ પથારીએ હોય ત્યારે 'ઇંદરાજની ડાળુ' નામની મોટી બાધા રાખવામાં આવે છે.
ગામમાં રોગચાળો ફેલાય અને માણસો કે ઢોર મરવા માંડે ત્યારે તેઓ બડવાને બોલાવે છે. બડવો કહે તે દેવના સ્થાનકે સૌ ભેગા થાય છે. બડવો ધૂણે છે. ગામના ભીલો ભેગા થઈ આખી રાત ડાકલા ને ઠામડા વગાડી દેવોની પ્રાર્થના કરે છે. એ સમયે કોઈ દળતું નથી, ખાંડતુ નથી કે વાસીદું પણ કાઢતું નથી. બડવો ધૂણીને ભોગ ધરાવે બાદ જ સઘળા કામો થાય છે.
ખેતરમાં નવું ધનધાન્ય પાકે ત્યારે દેવોને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. તેને 'જાતર' તરીકે ઓળખવામાં આવે છે. આ જાતર ન થાય ત્યાં સુધી ઘર લીંપવાનું કે સ્ત્રીઓનાં માથા ઓળવા- ચોળવા વગેરેનું કાર્ય થતું નથી.

👁‍🗨ભીલ પ્રજા પૂર્વજો, વીરો કે સાધુઓની પૂજા કરતી નથી. તેઓ બાબારામને માને છે. વૃદ્ધ વડીલો રામાયણની છૂટક છૂટક વાતો


👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
🎯🎯🎯આદિવાસી દિવસ🎯🎯🎯
👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
✍🏻યુવરાજસિંહરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏વિશ્વ_આદિવાસી_દિવસ નિમિત્તે આદિવાસી સમાજના
મિત્રો , ભાઇઔ - બેહનો , વડીલો , બાળકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયને પ્રોત્સાહન આપવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા વર્ષ ૧૯૯૪થી આજના દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ટ્રાઈબલ ડેની ઉજવણી કરવામાં આવે છે.
🕵🕵આજે 24માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

🎯👉જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષાના સિલેબસ મા પણ આ ટોપિક આપ્યો છે અને પી.આઇ. પ્રિલીમીનરી પરીક્ષા માટે પણ આ ટોપિક મહત્વનો છે..🔰

Yuvirajsinh Jadeja:
🔰👁‍🗨પ્રકૃતિના ખોળે વસતા અને નૃત્યના શોખીન જનસમાજને ભારતની ‘આદિમ જાતિ’ કે ‘આદિવાસી’ તરીકે ગણના થાય છે. ‘આદિવાસી સાહિત્ય’ શબ્દ ‘આદિવાસી’ અને ‘સાહિત્ય’ના સમન્વયથી બનેલો છે. ‘આદિવાસી સાહિત્ય’ એટલે ‘આદિજાતિના લોકોનું સાહિત્ય’ એવો સામાન્ય અર્થ કરી શકાય. ગુજરાતીમાં ‘આદિવાસી લોકસાહિત્યના’ મૂળમાં અંગ્રેજી ‘Tribal Folk-Literature’ છે. ‘Literature’ એ અર્થની સાથે લિપિમાં લખાતી ભાષાના સાહિત્યનો પણ સમાવેશ થાય છે. પરંતુ મુખ્ય બાબત મૌખિક પરંપરાના ‘આદિવાસી લોકસાહિત્ય’ની છે. લિખિત પરંપરાનો વિશેષ પ્રભાવ આદિવાસી કંઠપરંપરાના સાહિત્ય પર પડ્યો નથી જેથી એનું મૂળ આજ સુધી જળવાયું છે. આદિવાસી સાહિત્ય જે તે આદિવાસી જાતિની ભાષાઓમાં છે.

♻️🔰🔰ગુજરાતમાં અનેક આદિવાસી જાતિઓ વસવાટ કરે છે. તેમાં સૌથી વધુ વસતિ ભીલ અને દુબળા આદિવાસીઓની છે. ભીલો મુખ્યત્વે સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત અને ડાંગ જિલ્લામાં વસે છે. આમ ભીલોમાં ઘણી પેટા જ્ઞાતિઓ જોવા મળે છે જેમકે, ભીલ ગરાસિયા, સોખલા ગરાસિયા, ભીલાલા, મેવાસી ભીલ, ઢોલીભીલ, ડુંગરીભીલ, ડુંગરી ગરાસિયા, રાવળ ભીલ, તડવી ભીલ, વસાવા, પાવરા, તડવી વગેરે ને ગણાવી શકાય. ભીલોને પોતાની ભાષા છે, જે ભીલી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષા પર ગુજરાતી, રાજસ્થાની, હિન્દીનો પ્રભાવ જોવા મળે છે. ભીલ આદિવાસીઓનું લોકસાહિત્ય પરંપરાથી મૌખિક ઊતરી આવ્યું છે. અને મૌખિક-કંઠપરંપરા દ્વારા સચવાયેલું છે. એક ગાયક-વાહક પાસેથી બીજા ગાયક-વાહક પાસે આ સાહિત્ય આવે છે. ભગત, ભૂવાઓ, કથકોનો એવો વર્ગ છે જેના પર લિખિત પરંપરાનો પ્રભાવ નથી તથા દેવપૂજા અને અન્ય વિધિવિધાનોમાં આ સાહિત્ય કહેવાતું કે ગવાતું હોવાથી તેમાં પરિવર્તન ભાગ્યે જ આવે.

🔰♻️ડૉ. ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ‘ભીલોના ધાર્મિકગીતો’ના આધારે ખેડબ્રહ્મા અને દાંતા તાલુકામાં વસતા ડુંગરી ભીલોના ધાર્મિકગીતોમાં પુરાકલ્પનનો પ્રયોગ અને વિનિયોગ તપાસીએ. ભીલોના કંઠ્ય સાહિત્યમાં ઋતુચક્ર પ્રમાણે આવતા પર્વ-પ્રસંગમાં ગવાતા યા કહેવાતાં લોકસ્વરૂપો ‘અરેલો’, ‘ભજનવારતા’, ‘વતાંમણાંના ગીતો’, ‘હગનાં ગીતો’, ‘વારતા’, ‘બેઠોર ગીતો’, ‘કોંણી’, ‘વઈ’, ‘રાહરો’, જેવા કથાગીત, લોકાખ્યાનો, મહાકાવ્યો વગેરેનો સમાવેશ થાય છે. જુદાજુદા પર્વ-પ્રસંગે વાતાવરણ અને રાગિયાની સહાયથી કિશોરાવસ્થાથી મૌખિક રૂપે પાપ્ત કરેલ, શીખેલ સાહિત્ય કથક કે વાહક્ના ચિત્તમાંથી પ્રગટે છે.
ભીલ સમાજનાં ગીતોની વાત કરીએ તો આ ગીતો લોકવાધો, લોકનૃત્ય અને લોકનાટ્ય સાથે સંકળાયેલાં છે. એટલું જ નહિ વિવિધ પ્રસંગે ઢોલના તાલે પાડવામાં આવતી કિકિયારીઓ પણ આ ગીતોના સ્વરૂપને પ્રગટાવવામાં સહાયભૂત થાય છે. આ કિકિયારીઓ માટે ‘રિવરિયો’ શબ્દ ભીલ સમાજમાં પ્રયોજાય છે. આ રિવરિયો ગાયકને ગીત ગાવા ઉત્તેજે છે. જુદાજુદા પ્રસંગનુરૂપ આ રિવરિયો પાડવામાં આવે છે. જે ભિન્નભિન્ન ભાવઅર્થ પ્રગટાવે છે. “ગેયતા-સંગીત અને નૃત્ય ભીલોના ગીતોનાં પ્રાણભૂત તત્વો છે. આ તત્વો જ ગીતને વાચિક આકારમાં બાંધી પ્રગટાવવામાં સહાયક થાય છે.” (‘ભીલોના ધાર્મિકગીતો’ પૃ. 5) આ ગીતો પર્વ-પ્રસંગ વગર ગાવામાં આવતાં નથી. વળી, આ ગીતોને ગાવામાં અમુક ચૌકકસ સામાજિક-ધાર્મિક નિયમોનું પાલન કરવાનું હોય છે. જો નિયમનો ભંગ થાય તો સામાજના રોષનો અને દંડનો ભોગ બનવું પડે છે. પ્રત્યેક ગીત સાથે વાધ પણ નિશ્ચિત હોય છે. આ ગીતોને વિષયની દૃષ્ટિએ બે ભાગમાં વહેંચી શકાય: (1) સામાજિક ગીતો (2) ધાર્મિક ગીતો. સામાજિક ગીતો જીવનના વિવિધ પ્રસંગો સાથે સંકળાયેલા છે. જેમકે, જન્મ, લગ્ન અને મૃત્યુ આદિ. આવા ગીતોમાં ગોઠિયાનાં ગીતો, હાલરડાં- ઈલો, લગ્નગીતો, મેળાનાં ગીતો, રાતીઝગાનાં ગીતો, તેળખીનાં ગીતો વગેરેનો સમાવેશ થાય છે. જીવનમાં બનતી ઘટનાઓ-પ્રસંગો પરથી સામાજિક ગીતો રચવામાં આવે છે.

👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
🎯🎯🎯આદિવાસી દિવસ🎯🎯🎯
👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
✍🏻યુવરાજસિંહરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏વિશ્વ_આદિવાસી_દિવસ નિમિત્તે આદિવાસી સમાજના
મિત્રો , ભાઇઔ - બેહનો , વડીલો , બાળકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયને પ્રોત્સાહન આપવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા વર્ષ ૧૯૯૪થી આજના દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ટ્રાઈબલ ડેની ઉજવણી કરવામાં આવે છે.
🕵🕵આજે 24માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

🎯👉જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષાના સિલેબસ મા પણ આ ટોપિક આપ્યો છે અને પી.આઇ. પ્રિલીમીનરી પરીક્ષા માટે પણ આ ટોપિક મહત્વનો છે..🔰

Yuvirajsinh Jadeja:
📔📗📗📘📔📘📒📘📋📘📕
આદિવાસી સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચેની ભેદરેખા
📚📙📚📗📕📕📒📕📔📚📘
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🔰 મિત્રો લોકસાહિત્ય એ લોકહૃદયની વાણી છે. પરંપરાથી સર્જાતા આવતા લોકસાહિત્યના મૂળ ઘણા ઊંડા છે. લોકસાહિત્યમાં વ્યક્તિના સુખ-દુ:ખ હૃદયની ભાવનાઓ, લાગણીઓ આનંદ-ઉલ્લાસનું સહજ નિરુપણ હોય છે. જે તે સમાજની કે જાતિની બોલીમાં નિરૂપણ એ લોકસાહિત્યની લાક્ષણિકતા છે. કંઠોપકંઠ પરંપરામાં સચવાયેલા આ સાહિત્યને મેઘાણીએ જનવાણી સાથે સરખાવ્યું છે.
🎯લોકસાહિત્ય શબ્દ ‘લોક’ અને ‘સાહિત્ય’ના સમન્વયથી બનેલો છે. 👉લોકસાહિત્ય એટલે ‘લોકોનું સાહિત્ય’એવો સામાન્ય અર્થ થાય છે. 👉લોકસાહિત્ય શબ્દપ્રયોગ અંગ્રેજીમાં ‘Folk-Litarature’ પરથી ગુજરાતીમાં આવ્યો છે. લોકસાહિત્ય ‘Folk-lore’નો એક અંશ છે. તેથી તેના માટે ‘Folk-Litarature’ જેવો અંગ્રેજી શબ્દ પ્રયોજાય છે. તો 🎯🙏‘આદિવાસી લોકસાહિત્યના મૂળમાં અંગ્રેજી ‘Tribal Folk-Litarature’ છે. ‘Litarature’ એ અર્થની સાથે લિપિમાં લખાતી ભાષાના સાહિત્યનો પણ સમાવેશ થાય છે. પરંતુ મુખ્ય બાબત મૌખિક પરંપરાના ‘આદિવાસી લોકસાહિત્ય’ની છે. કનુભાઈ જાની ‘Folk-Litarature’નો ગુજરાતી અર્થ ‘લોકવાઙમય’ કરે છે. “‘Folk-Litarature’ નો જે બિનવ્યક્તિકૃત મનાતો રચનાઓનો પ્રકાર છે. તેમાં પણ આદિ સ્ત્રોત અને સંપ્રસારણ અને પ્રવર્તનની દ્રષ્ટિએ બે પેટા પ્રકારો છે. (1) Rural ગ્રામીણ (2) Tribal આદિવાસી” 

👉✅સામાન્ય જનસમાજ અને આદિવાસી જનસમાજની રહેણીકરણી, પહેરવેશ, ખોરાક ભાષા વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. પ્રકૃતિના ખોળે વસતા અને નૃત્યના શોખીન આ જનસમાજને ભારતની ‘આદિમજાતિ’ કે ‘આદિવાસી’ તરીકે ગણના થાય છે. ગુજરાતમાં વિવિધ આદિવાસી જાતિઓ વસે છે. તેમની પોતાની પણ આગવી ભાષા, પોષાક, સંસ્કૃતિ છે. દરેક જાતિને પોતાની ભાષામાં કંઠપરંપરામાં સાહિત્ય સચવાયેલું છે. જેમાં તેમના જીવનની ઝાંખી થાય છે.
“લોકસાહિત્ય અને આદિવાસી સાહિત્ય તાત્વિક દ્રષ્ટિએ જુદા પડે છે. કેમ કે એકનો સંબંધ ગ્રામ અને કૃષિ સંસ્કૃતિ સાથે છે. જ્યારે બીજાનો આદિજાતિ સાથે છે. બંનેની ભાષા, સંસ્કૃતિ, રીતરિવાજ, પહેરવેશ, માન્યતા, વિધિવિધાનથી જુદા પડે છે.

👉👁‍🗨આદિવાસી સાહિત્ય અને ગ્રામીણ લોકસાહિત્ય વચ્ચેનો પ્રથમ ભેદ બોલીભેદને ગણી શકાય. બોલીભેદના કારણે ગ્રામીણ લોકસાહિત્ય અને આદિવાસી સાહિત્ય વચ્ચે ભિન્નતા દ્રષ્ટિગોચર થાય છે. ગ્રામીણ લોકસાહિત્ય ગુજરાતી ભાષાની ઝાલાવાડી, સોરઠી, સુરતી વગેરે બોલીઓમાં છે. જ્યારે આદિવાસી સાહિત્ય જે તે આદિવાસી જાતિની ભાષાઓમાં છે. જે સામાન્ય ગુજરાતી વર્ગ સરળતાથી સમજી શકતો નથી. તો બીજીબાજુ ગુજરાતી ભાષાની બોલીઓમાં પ્રાપ્ત થતું લોકસાહિત્ય સમજી શકે છે. આદિવાસી સાહિત્યમાં બોલી ભેદો વધુ છે.
આદિવાસી સાહિત્ય અને ગ્રામીણ લોકસાહિત્યમાં કુટુંબ વ્યવસ્થામાં ભિન્નતા પણ દ્રષ્ટિગોચર થાય છે. 
સમાજવ્યવસ્થાની અસર સાહિત્ય ઉપર દેખાય છે. જેને આ બંને સમાજના સાહિત્યમાં રહેલા તફાવત તરીકે સ્વીકારી શકાય.

👉👁‍🗨આદિવાસી સમાજ મોટેભાગે છૂટોછવાયો વસવાટ કરે છે. જ્યારે ગ્રામીણ સમાજવ્યવસ્થા સામા છેડાની છે. જે અવિભક્ત કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. આદિવાસી સમાજનું દાંમ્પત્યજીવન નોખું તરી આવે છે. લગ્ન તેમજ અન્ય કેટલીક બાબતોમાં ગ્રામીણ સમાજ કરતા વધુ મુક્ત વાતાવરણ જોવા મળે છે. લગ્ન સંબંધમાં પણ પરસ્પર અનુકૂળતા ન સધાય તો સાહજિકતાથી અલગ થઈ અન્ય સાથે સંસાર વસાવી શકાય છે. આદિવાસી સમાજમાં ઊંચ-નીચ કે લીંગભેદ નથી વળી નગર સમાજની સ્ત્રી વધુ સ્વતંત્રતા ધરાવે છે. એક સમયે સંપત્તિની વહેંચણીમાં સ્ત્રીઓનો હક રહેતો જેમાં ધીરે ધીરે પરિવર્તન આવવા માંડ્યું છે.
વળી આદિવાસી સમાજ સહકાર અને ભાગીદારીના પાયા પર વિકસ્યો છે. તેથી જીવન દરેક સારા-નરસા પ્રસંગે ભાગીદારી અને સહકાર જોવા મળે છે. પૂજા, નૃત્ય જેવા પ્રસંગોએ સહકારની ભાવના તો ઈશ્વર સમક્ષ પોતાના સુખની સાથે પ્રકૃતિ અને પશુના સુખની પણ કામના જોવા મળે છે. આદિવાસી સમાજના લોકસાહિત્યમાં જંગલ, પશુ-પંખીઓ, ડુંગરો, વૃક્ષો આદિનું આબેહુબ આલેખન જોવા મળે છે.
કુટુંબ વ્યવસ્થાની જેમ રીતરિવાજમાં પણ ગ્રામીણ સમાજ અને આદિવાસી સમાજમાં ભિન્નતા છે જે તેમના સાહિત્યમાં ઝિલાયું છે.

આદિવાસી સમાજ એકલ-દોકલ વસવાટ કરતો હોવાથી આકસ્મિક કુદરતી આપત્તિનો ભોગ વધુ બને છે. આ દુ:ખો-આપત્તિઓનું નિવારણ કરવા માટેના વિવિધ વિધિ-વિધાન આદિવાસી સમાજમાં વિશેષ જોવા મળે તો આવા જ દૈવી તત્વો અને વિધિ-વિધાન ગ્રામીણ સમાજમાં પણ પ્રવર્તે છે. પરંતુ તેમને વિવિધ ધર્મ, સંપ્રદાયોનો સહયોગ સાંપડે છે. શિષ્ટ પ્રવાહના કે ગ્રામીણ કંઠપરંપરાના રામાયણ, મહાભારત વગેરેમાં દૈવીતત્વ કેન્દ્રસ્થાને છે. જ્યાં દૈવી તત્વનો કોપ નથી જ્યારે ભીલી રામકથામાં સીતાનું એકલું વનગમન એ રામથી છૂપાઈને ખાધેલા તલનું પરિણામ ગણાય છે. તો કુંતા-દ્રૌપદી ડાકણદેવી ગણાવાય છે. આદિવાસી સમાજ પ્રકૃતિના તત્વોને દેવ કલ્પી તેમની પૂજા કરે છે, વળી નાગરિક સમાજના લિખિત રામાયણ કરતાં આદિવાસી રામાયણ અને ભીલોનું

ભારથ અલગ તરી આવે છે. તો દક્ષિણ ગુજરાતની ઢોડિયા કુકણા, ગામીત, ચૌધરી આદીજાતિઓમાં કંસરી દેવીની કથા પ્રચલિત છે.

👁‍🗨👉આજીવિકાના તફાવતને પણ સાહિત્યમાં ભેદનું પરિબળ ગણી શકાય. કોઈપણ પ્રકારની વિદ્યાનો સીધો સંબંધ એ માનવીની આજીવિકા સાથે સંકળાયેલ છે. એક બાજુ ગ્રામ્ય પરિવેશનો જનસમાજ કૃષિ અને પશુપાલન દ્વારા આજીવિકા પ્રાપ્ત કરે છે. જ્યારે આદિવાસી સમાજ વન્યપેદાશ અને શિકાર દ્વારા આજીવિકા મેળવવાનો પ્રયાસ કરે છે. તો વળી ક્યાંક પહાડ પર કહેવા પૂરતી ખેતી, ખેતમજૂરી કે માછીમારી દ્વારા પણ આજીવિકા પ્રાપ્ત કરે છે. તેનું આલેખન પણ લોકસાહિત્યમાં જોવા મળે છે.

👁‍🗨👉વળી નાગરિક સમાજથી જેમ ગ્રામીણ સમાજ કેટલાંક અંશે ભિન્ન અને સ્વતંત્ર છે અને ગ્રામીણ સમાજથી આદિવાસી સમાજની ભિન્નતા વધુ છે. તેમજ વધુ સ્વતંત્ર અને પ્રકૃતિની વધુ નિકટ છે. જાતિ, પર્યાવરણ તથા વ્યવસાયના કારણે પણ કેટલીક ભિન્નતા આ બે સમાજના જોવા મળે છે. વળી લોકજીવનનું પ્રતિબિંબ લોકસાહિત્યમાં ઝિલાય છે.
👉👁‍🗨ગ્રામીણ કંઠપરંપરા અને આદિવાસી પરંપરાનો એક ભેદ હસુ યાજ્ઞિક લઘુ-પરંપરાના લય અને લોપને ગણાવે છે. વળી લિખિત પરંપરાએ ગ્રામીણ કંઠપરંપરા કરતા કંઈક અંશે વિશેષ પ્રભાવશાળી છે. ગ્રામીણ સમાજમાં શિક્ષણ અને વિકાસની સાથે આ પરંપરા વ્યાપક બનતા કંઠપરંપરા સમયાનુક્રમે મંદતાની સાથે લુપ્તતાના આરે આવી ગઈ. જ્યારે લિખિત પરંપરાનો વિશેષ પ્રભાવ આદિવાસી કંઠપરંપરાના સાહિત્ય પર પડ્યો નથી જેથી એનું મૂળ આજ સુધી જળવાયું છે. એમ કહી શકાય આદિવાસી પરંપરામાં અનેક કથા મળે એ કદાચ ગ્રામીણ લોકસાહિત્યમાં ન પણ મળે. ગ્રામીણ કંઠપરંપરા અને આદિવાસી કંઠપરંપરાની કથાઓ, ગીતોમાં કયાંક સામ્યતા તો ક્યાંક ભિન્નતા દ્રષ્ટિગોચર થાય છે. “લિખિત સ્ત્રોતના પ્રભાવને કારણે ગ્રામીણ સ્રોતમાં મૂળનું કેટલુંક મંદ પડ્યું. લુપ્ત થયું તેવું આદિવાસી સાહિત્યમાં બન્યું નથી.” [2]

👁‍🗨👉👉આદિવાસી સમાજમાં ધર્મ, ભગત,ભૂવાઓ, કથકોનો એવો વર્ગ છે જેના પર લિખિત પરંપરાનો પ્રભાવ નથી તથા દેવપૂજા અને અન્ય વિધિવિધાનોમાં આ કથા ગવાતી હોવાથી તેમાં પરિવર્તન ભાગ્યે જ આવે. આ કારણે આદિવાસી સાહિત્ય એ ગ્રામીણ સાહિત્ય કરતાં મૂળમાં જેવું હતું. તેવું જળવાયું. “આથી જ આદિવાસી સ્ત્રોત ગ્રામીણ સ્ત્રોતનો મહત્વનો પૂરક અંશ બન્યો છે.

🔰♻️આદિવાસી કંઠપરંપરામાં કેટલાંક તત્વોના કારણે આ સમાજ આજે પણ તેની ઓળખ બદલાતા સમયમાં પણ જાળવી રાખી છે. પ્રકૃતિનાં ખોળામાં જ ઉછરતા અને અસ્ત પામતા આ સમાજને પ્રકૃતિ જ પાળે પોષે છે. તેઓ પ્રકૃતિને પણ પોતાના જીવનતત્વ અને દેવીદેવતા તરીકે સ્વીકારી તેની પૂજા કરે છે. આ સમાજ અને તેના સાહિત્યને ઓળખવા તેને તેના જ સાંસ્કૃતિક ધોરણો અનુરૂપ તપાસવું જોઈએ. આજે વિશ્વ પ્રત્યેક ક્ષણે જાણે કે નાનું બનતું જાય છે. ત્યારે આદિવાસી સમાજ હજુ પણ પોતાનો વારસો સાચવીને બેઠો છે. એ આનંદની વાત છે. પરંતુ એનો લોપ ન થાય, એની કાળજી રાખવી ઘટે. આખરે તો ‘આદિવાસી લોકવિદ્યા’ એ ‘લોક’ની ઉત્પત્તિ સાથે પાંગરતી આવેલી નાની મોટી ડાળખીઓની મુખ્ય ‘ધારા’ છે. જેને ‘લોક’ અને ‘શિષ્ટ’ સમાજનું જીવનામૃત કહી શકાય.

⭕️✅સંદર્ભ ::👇
1. ગુજરાતના આદિવાસી લોકસાહિત્યનો ઈતિહાસ- હસુ યાજ્ઞિક
2. આદિવાસી લોકસાહિત્ય- સં. પ્રફુલ્લ દવે
3. લોકવિદ્યા વિજ્ઞાન- હસુ યાજ્ઞિક
4. ભીલી સાહિત્ય : એક અધ્યયન - હસુ યાજ્ઞિક

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
🎯🎯🎯આદિવાસી દિવસ🎯🎯🎯
👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
✍🏻યુવરાજસિંહરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏વિશ્વ_આદિવાસી_દિવસ નિમિત્તે આદિવાસી સમાજના
મિત્રો , ભાઇઔ - બેહનો , વડીલો , બાળકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયને પ્રોત્સાહન આપવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા વર્ષ ૧૯૯૪થી આજના દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ટ્રાઈબલ ડેની ઉજવણી કરવામાં આવે છે.
🕵🕵આજે 24માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

🎯👉જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષાના સિલેબસ મા પણ આ ટોપિક આપ્યો છે અને પી.આઇ. પ્રિલીમીનરી પરીક્ષા માટે પણ આ ટોપિક મહત્વનો છે..🔰
Yuvirajsinh Jadeja:
♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં
રાજકીય સ્થાન
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભાજપની પક્કડ ઓસરતી જતી હોવાનું ધ્યાને આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમની સ્ટેટેજી આદિવાસી પોકેટ પર સ્થિર કરી છે. આ બન્ને રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની વધતી જતી મુલાકાતો એ સૂચવે છે કે ગુજરાતમાં ભાજપને 150 બેઠકો જોઇએ તો આદિવાસી મતદારોને મુઠ્ઠીમાં કરવા પડે તેમ છે.

🎯👉2011ના વસતી ગણતરીના આંકડા જોઇએ તો ગુજરાતની કુલ 6.04 કરોડ વસતીમાં 👁‍🗨89.17 લાખ આદિવાસીઓ છે. 🔰👉ગુજરાતના 33 પૈકી 27 જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં આદિવાસીઓ વસે છે, 👉👁‍🗨પરંતુ સૌથી વધુ બનાસકાંઠા, અરવલ્લી, ભરૂચ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, ડાંગ, વડોદરા અને વલસાડ જિલ્લામાં વસે છે.

👁‍🗨💠ગુજરાતમાં વર્ષોથી રાજકીય રીતે આદિવાસી વિસ્તારનું પ્રભુત્વ રહ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે આદિવાસી વિસ્તારની અનામત બેઠકોની સંખ્યા 27 છે પરંતુ આ સમાજ બીજી 20 બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે, 👉એટલે કે 182 પૈકી 47 બેઠકો પર કોંગ્રેસ અને ભાજપની નજર છે. 
👉✅1995 પહેલાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના આદિવાસી મતક્ષેત્રો કોંગ્રેસનો ગઢ હતા. કોંગ્રેસના સિનિયર નેતાઓ પાંચ થી સાત વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે પરંતુ 2001માં મોદીના આગમન પછી આદિવાસી વોટબેન્ક કોંગ્રેસથી દૂર કરવામાં મોદીને સૌથી મોટી સફળતા મળી હતી.

🎯🔰મોદીના સમયમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સૌથી વધુ સભાઓ જો થતી હોય તો આદિવાસી વિસ્તારમાં થતી હોય છે. ♻️♻️એટલું જ નહીં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સભાઓ પણ આ વિસ્તારોમાં જ થતી હતી. હવે આ સભાઓનું સ્થાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઇ લીધું છે. છેલ્લી 2012ની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારની મોટાભાગની એટલે કે 75 ટકા બેઠકો ભાજપે કબજે કરેલી છે.

♻️🔰છેલ્લી ત્રણ ચૂંટણીમાં મોદીએ કોંગ્રેસની અસલ આદિવાસી વોટબેન્ક પોતાના કબજામાં કરી લીધી છે. તેમના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલી પછાત આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ-મકાન, કૃષિ અને પંચાયત વિભાગનો વિકાસ કર્યો છે. આદિવાસી કન્યા અને કુમારો માટે અનેક યોજનાઓ બનાવીને આદિવાસીઓને પોતાના કર્યા છે.

♻️🔰કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી જેમ આદિવાસી પરિવાર સાથે ભોજન લેતા હતા તેમ તાજેતરમાં ♦️ગુજરાતની મુલાકાત દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આદિવાસી પરિવારમાં ભોજન લીધું હતું. 
👉તેમની વિસ્તારક યાત્રાનો આ તબક્કો એટલો સફળ રહ્યો કે તેમને ચોતરફથી આદિવાસી પરિવારોનો સ્નેહ અને પ્રેમ મળ્યો છે. તેમની આ મુલાકાતની સફળતા જોતાં એવું લાગે છે કે 2017ની ચૂંટણીમાં પણ આદિવાસીઓ ભાજપના પડખે ઉભા રહેશે.

🎯👉👁‍🗨ભાજપનું આ માઇક્રો પ્લાનિંગ કોંગ્રેસની સમજ બહાર છે. ઘર ઘર ફરીને ચૂંટણી પહેલાં આ પ્રચારનો મતલબ એ થયો કે અમિત શાહને ટારગેટ પ્રમાણેની બેઠકો મેળવવી છે. કોંગ્રેસમાં આવા માઇક્રો પ્લાનિંગનો સદંતર અભાવ છે. આ વખતે તો ચીફ મિનિસ્ટરના કેન્ડિડેટના ઇસ્યુ પર કોંગ્રેસનું ધમાસાણ શાંત થયું નથી. વાઘેલા ભાજપને તેના 150 પ્લસના ટારગેટમાં મદદ કરી રહ્યાં હોય તેમ લાગે છે. દર વખતે કોંગ્રેસનો આંતરકલહ પાર્ટીને ડૂબાડે છે. અમિત શાહનો ગામડાં અને મતવિસ્તાર ખૂંદવાનો મોટો મકસદ એ છે કે તેઓ મજબૂત ઉમેદવારોની શોધમાં છે અને જે મજબૂત ઉમેદવાર હશે- ચાહે તે ભાજપનો હોય કે કોંગ્રેસનો ઉમેદવાર- તેમને કોઇ ફરક નહીં પડે. એ ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો પ્લાન છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
🎯🎯🎯આદિવાસી દિવસ🎯🎯🎯
👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳
✍🏻યુવરાજસિંહરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏વિશ્વ_આદિવાસી_દિવસ નિમિત્તે આદિવાસી સમાજના
મિત્રો , ભાઇઔ - બેહનો , વડીલો , બાળકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયને પ્રોત્સાહન આપવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા વર્ષ ૧૯૯૪થી આજના દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ટ્રાઈબલ ડેની ઉજવણી કરવામાં આવે છે.
🕵🕵આજે 24માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

🎯👉જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષાના સિલેબસ મા પણ આ ટોપિક આપ્યો છે અને પી.આઇ. પ્રિલીમીનરી પરીક્ષા માટે પણ આ ટોપિક મહત્વનો છે..🔰
🎨🎭🎨🎭🎨🎭🎨🎭🎨🎭
આદિવાસી ચિત્ર કલા નૃત્યકલા
🎨🎭🎨🎭🎨🎭🎨🎭🎨🎭
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎨મિત્રો આદિવાસીઓ માં ચિત્ર કલાની વિશિષ્ટ શૈલી જોવા મળે છે...... જેમાં ખાસ કરીને રાઠવાઓના ભગવાન ગણાતા પિઠોરો ચિત્ર કલા વિશ્વ પ્રખ્યાત છે. આ ઉપરાંત અન્ય આદિવાસીઓમાં ભીલ, ડુંગરી ગરાસિયા વગેરે પણ ચિત્ર કાલા કરતા હોઈ છે। .. તેમની ચિત્રકલા લગ્ન પરંપરા માં જોવા મળે છે.

🎨🇮🇱🎨👏વારલી ચિત્રકળા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ સહ્યાદ્રિ પર્વતમાળાના ઉત્તર ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ડાંગ ,
વાંસદા , ધરમપુર તેમ જ મહારાષ્ટ્ર રાજ્યના દહાણુ, તલાસરી, મોખડા, જવાહર, વિક્રમગઢ, સુરગાણા વગેરે વિસ્તાર ઉપરાંત દાદરા અને નગરહવેલી વિસ્તારમાં વસવાટ કરતા
🐾આદિવાસીઓ પૈકીની વારલી જાતિ (કુકણા)ના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. આ ચિત્રો ગેરુ વડે રંગાયેલ લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે. લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરતા હોય છે. આ અદ્ભૂત અને હજારો વર્ષ જૂની એટલે કે પ્રાચીન કાળની ચિત્રકળા, હાલના સમયમાં આધુનિકતાને કારણે ધીરે ધીરે લુપ્ત થતી હોવાનું જાણવા મળે છે.

🐾🐾 આ ચિત્રકળામાં મોટેભાગે ત્રિકોણ, ચોરસ, વર્તુળ જેવા પાયાના આકારનો ઉપયોગ કરી સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, પ્રાણીઓ, પક્ષીઓ માણસ, નદી, સરોવર, પર્વતના ચિત્રો બનાવવામાં આવે છે. નૃત્ય, લગ્ન, તહેવાર-ઉજવણી, ધાર્મિક પૂજા, ખેતીકામ જેવા પ્રસંગોનું નિરુપણ કરતાં ચિત્રો પણ જોવા મળે છે.

ધ પેઈન્ટેડ વર્લ્ડ ઓફ ધ વારલીઝ (The Painted World of the Warlis) નામના યશોધરા દાલમિયાં એ લખેલ પુસ્તકમાં જણાવે છે કે આ ચિત્રકળાની પરંપરા ઈ.પૂ. ૨૫૦૦-૩૦૦૦ના સમયકાળની છે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉અઝટેક લિપિ મેક્સિકો પ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલી એનિમાસ નદીના ખીણપ્રદેશમાં વસવાટ કરતા રેડ ઇંડિયન આદિવાસીઓની પરંપરાગત વહેવારની ભાષા અને લિપિ છે. અઝટેક ભાષા અને લિપિને સ્થાનીક ભાષામાં નહુઆ અથવા નહુઅતલ કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષા અને સ્પેનીશ ભાષાના માધ્યમ દ્વારા આ ભાષાના કેટલાક શબ્દો આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ પ્રાપ્ત કરી ચુક્યા છે, જેમ કે ટોમેટો, ચોકલેટ, ક્રોસેલાટ વગેરે. મેક્સિકો નગર ખાતે હાલના સમયમાં અઝટેક (નહુઆ) બોલવા વાળા લોકોની સંખ્યા લગભગ દસ લાખ જેટલી છે.

વાઘ, નૃત્ય અને ગીતોએ આદિવાસી સમાજની જીવનપ્રણાલી સાથે ગુંથાયેલ છે. તે જ પ્રમાણે ધોડીઆ આદિવાસીઓની ઓળખ એટલે તુર-થાળી અને લ્હેરીયાં. તુર એ એક ચર્મવાધ છે. એક તરફથી નાનું અને બીજી તરફથી મોટું મુખ ધરાવનાર લાકડું અથવા માટી દ્વારા નિર્મીત નળાકાર ઉપર ચામડું ચઢાવી તુર બનાવવામાં આવે છે. ચામડાના મધ્યભાગે ભાતની પરાળ સળગાવી એની રાખ અને રાંધેલા ચોખાના મિશ્રણ દ્વારા તૈયાર થયેલ ‘ભેંણ‘ લગાવવામાં આવેલ હોય છે. સાથે હોય છે. કાંસાની થાળી. આ વાઘ વગાડનાર એક તુર અને બીજો થાળી વગાડીને જુદ જુદા ચાળા વગાડે છે. શુભ કે અશુભ કોઈપણ પ્રસંગે ધોડીઆ આદિવાસીઓમાં તુર - થાળી હોય જ. ફરક માત્ર એટલો કે શુભ પ્રસંગોએ તુર-થાળીના તાલે. સમુહ નૃત્ય પણ હોય અને નાચવા સાથે જ ગવાતાં હોય મીઠાં મધુરાં તેમજ ટીખળભાવ અને જીવનભાવ દર્શાવતા ‘લ્હેરીયાં‘
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ગુજરાત રાજયની આદિવાસી જાતિઓમાં ધોડિયા જાતિ પોતાનું એક આગવું સ્થાન પોતિકી ધોડીઆ ભાષા તેમજ રિત-રિવાજો સાથે ધરાવે છે. ધોડીઆ જાતિના લોકો ખાસ કરીને ગુજરાતમાં તાપી નદીથી દક્ષિણે તેમજ મહારાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતને અડીને આવેલ મુંબઈ સુધીના પ્રદેશમાં વસવાટ કરે છે. ધોડીઆ જ્ઞાતિ અંગે જુદી જુદી દંતકથાઓ છે.
દંતકથા અનુસાર ધોળકા-ધંધુકા તરફથી આક્રમણખોરોથી બચવા દક્ષિણ ગુજરાતમાં આવીને વસી ગયેલા લોકો ધોળકા -ધંધુકા ઉપરથી અપભ્રંશ થતાં ધોડીઆ તરીકે ઓળખાયા.
જયારે અન્ય એક દંતકથા પ્રમાણે યાદવાસ્થળી પછી બચી ગયેલા યાદવોએ ઢોર ઢાંખર લઈને સ્થળાંતરીત થઈ દક્ષિણ ગુજરાતની તાન અને માન નદીઓ વચ્ચેના હરીયાળા પ્રદેશમાં વસવાટ કર્યો. તેઓ ઢોર ઢાંખરના વ્યવસયી હોવાથી ઢોર ઉપરથી અપભ્રંશ થતાં ઢોરીયા અને પાછળથી ધોડીઆ તરીકે ઓળખાયા.
પરંતુ જેને ભાષા, રિત-રિવાજો તેમજ પહેરવેશનું સમર્થન મળેછે એવી વધુ પ્રચલીત દંતકથા મુજબ મહારાષ્ટ્રના ધુળિયા તરફથી ધના અને રૂપા નામના બે આગેવાનો સાથે છપ્પન પરિવારોએ ગુજરાત અર્થે હીજરત કરી દક્ષિણ ગુજરાતના હરીયાળા પ્રદેશમાં વસવાટ કર્યો. ધુળીયા તરફથી આવેલ હોવાથી ધોડીઆ તરીકે ઓળખાયા. આ છપ્પન પરિવારો પ્રમાણે છપ્પન કુળ અસ્તિત્વામાં હતા, આ છપ્પન કુળ ઉપરાંત સમયાંતરે જેમનું જેવું કામ -વ્યવસાય કે જે તે અન્ય સમાજ સાથેનો નાતો તે પ્રમાણે જુદા જુદા કુળ અસ્તિત્વમાં આવ્યા હોવાનું મનાય છે. જે કુળ આજે છપ્પનથી વધીને સવા બસ્સોથી વધુ છે, જેવા કે કુંભારીયા, કચલીયા, કણબી, ખારવા, દેસાઈ, ગરાસીયા, નિતાતળીયા, વણજારીઆ, દળવી, છાહઢોળીયા, જોષી, મહેતા, બ્રાહ્મણ, ભટ્ટ, નાના રજપૂત, પ્રધાન, પાંચબડીયા, બંદુકમોડયા,

વાણીયા, હાથીબળીયા, વાંસફોડા, વાડવા, કોલા, ઉંચાધાડીઆ, વૈરાગી, બાહુર ગરાસીઆ, ચટની ચોભડયા વગેરે.
કુળ સામાજીક બંધારણના એક એકમ તરીકે પણ કામ કરે છે. ધોડીઆ જ્ઞાતિની કુટુંબપ્રથાની મોટેભાગે સંયુકત હોય છે. કુંટુંબનું સંચાલન કુંટુંબના વડીલના હાથમાં હોય. કુંટુંબના વ્યવહાર પછી જે તે ફળીયામાં જેટલાં ઘરો હોય એનું એક સામાજીક સંગઠન હોય છે. ઉપસ્થિત થતા પ્રશ્નોમાં આ એકમો ન્યાયપંચ તરીકે પણ કામ કરે છે, ફળિયાના બંધારણનો ભંગ થાય તો તેનો ઉકેલ ફળિયાના સંગઠનમાં અને કુળના નિયમોનું ઉલ્લંઘન થયું હોય ત્યારે કુળના નિમયમોનું ઉલ્લંઘન થયું હોય ત્યારે કુળના આગેવાનો અને સભ્યો ભેગા મળી વ્યવહારીક ન્યાય તોળે છે. કુળના એકબીજાને ‘સગા‘ કહે છે અન્ય સંબંધીઓને ‘પોતિકા‘ કહે છે. એક જ કુળના વર-કન્યાના લગ્ન ઉપર પાબંદી છે. ‘ઘરડાં વિના ગાડાં ન ચાલે‘ની ઉકિતને અનુસરતાં ધોડીઆ જ્ઞાતીમાં વડીલોને સૌ અનુસરે છે, અને વડીલોના કાર્યભારમાં અનુભવની છાંટ હોય છે. ધોડીઆ સમાજમાં કુટુંબ વ્યવસ્થા ભલે પુરૂષપ્રધાન હોય પણ દીકરા-દીકરીનો ભેદ જોવા મળતો નથી., પારણે દીકરો જ ઝુલવો જોઈએ એવી મહેચ્છા રાખવામાં આવતી નથી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

નવી દિલ્હી ખાતે આનંદગ્રામમાં વારલી સંસ્કૃતિનું સંગ્રહાલય છે. ત્યાં વારલી ચિત્રો જોવા મળે છે.

આદિવાસી સાંસ્કૃતિક બૌદ્ધિક સંપદા
વારલી કલા એ આદિવાસી સમાજની સાંસ્કૃતિક બૌદ્ધિક સંપદા છે. આજના સમયમાં સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજનું પરંપરાગત જ્ઞાન સચવાય, તે એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️🔰♻️🔰
ફાગણની અમાસે સાબરકાંઠામાં યોજાશે આદિવાસીઓનો સૌથી મોટો 'ચિત્ર વિચિત્ર' મેળો
🔰🔰♻️♻️🔰♻️🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

સાબરકાંઠામાં આદિવાસીઓનો અનોખો અનેરો મેળો એટલે 'ચિત્ર વિચિત્ર' મેળો ગુજરાત રાજસ્થાની સરહદ નજીક નાની મોટી સંતાકુકડી રમતી અરવલ્લીની હારમાળા વચ્ચે આકળ વ્યાકુળ અને સાબરમતીના ત્રિવેણી સંગમ પર નિર્જન છતાં રમ્ય સ્થળે બિરાજતા શ્રી ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં હોળી પછી પંદર દિવસે એટલે કે ફાગણ અમાવસ્યાના દિવસે આ ધરતી અનેક રૂપ ધારણ કરે છે. દર વર્ષે ચૈત્ર માસની અમાસની પૂર્વ સંધ્યાના રોજ ચાલુ છતાં આ મેળામાં લોકો ઉમટી પડે છે. આદિવાસી તરૂણ તરૂણીઓના તોખારથી ધરતી ધણધણી ઉઠે છે. અહીં ગુજરાત રાજસ્થાન આદિવાસીઓ મેળો મહાલવા ઉમટી પડે છે. અહીંની આદિવાસી પ્રજાના રીતરિવાજ રહેણીકરણી અને લોકસંસ્કૃતિના સાચા સ્વરૂપે દર્શન કરવા 
હોય તો મેળો મહાલવા જેવો ખરો.

🔰♻️આદિવાસી મેળાઓ મહદૂ અંશે રાત્રે ભરાતા હોય છે. અહીં પણ એવું જ છે. અમાસની આગલી રાત પૂર્વે ઢળતી સંધ્યાએ ક્ષીતીજમાં ટેકરીઓની આડમાં લપાતા સુર્યના કિરણો કયાંક ડોકિયું કરી જે આત્મા પ્રસરાવે છે તેવું અહિં બને છે. દુરદુર ડુંગરની ટેકરીઓમાંથી રંગબેરંગી વસ્ત્ર પરિધાન કરી તરૂણ તરૂણીઓ ઉભરાવા માંડે છે. કોઇના માથે સાફા મરોડદાર કેશભૂષામાં પરોવેલો એકાદ કાંગો (કાંસકો) અને પીનોનો સેટ હાથે ચાંદીના કડા ખભ મોટો ઢોલ અને એની ઉપર લગાવેલા હોય બનાવટી ફૂલ મનને ચકરાવે ચડાવે તેવી ભાતીગળ ઓઢણી અને આભૂષણોનો ઠાઠ જાણે ધરતી પર દેવકન્યાઓ ઉતરી પડી હોય તેવી ભીલ કન્યાઓ ઢબુક ઢબુક ઢોલના તાલે નાચતા નદીનાળા પાર રરતા મેળો મહાલવા ઉમટી પડે છે. ઉભરાતા યૌવનથી ભરપૂર આદિવાસી યુવકો મુકતપણે વિચરે છે વિહળે છે અહીં થાક શું ચીજ છે તેની ખબરજ નથી હોતી આંખના ઉલાળાથી કામણ કરતો કો.યુવક પોતાના મનની માનીતીને શોધવા પ્રયત્ન કરે છે તો કોઇ યુવતી મનના માનીગરને હૈયામાં ધરબવા બાવળી બનેલી હોય છે. ત્યાં જોઇ છેલને જોઇ નખરાળી ગમી ગઇ તો ગમતા છોકરા કે છોકરી પાસે પહોંચી જાય અને પૂછે તેને હું ગમી? ચવાણું કે પાન કે ચગડોળ જો સાથ આપે તો અહીંથી તેમની મુલાકાત ચાલુ થાય છુટા પડતાં ફુદડીઓનો સુંદર રૂમાલ એકબીજાને ભેટ આપતાં જાય. અવાર નવારની મુલાકાત અને પ્રેમની પરાકાષ્ઠા પછી વાલીઓ સંમત થાય તો ઠીક છે નહીં તો છોકરીને ભગાડી પોતાના કોઇ સગાને ત્યાંસંતાડી દે ત્યાં કુવા ઉપરથી પાણીનું બેડું ભરીને લાવે તો તોન સંમતિ છે તેમ માની લેવામાં આવે છે. 
ખબર પડતાં છોકરીવાળા આવી પહોંચે તો તેમના ગામના મુખીને મળવું પડે છોકરી સંમતિ બતાવે તો પંચે જે દાપુ (દંડ) નક્કી કરે જાય છે.

🎯♻️અભાન અબુધ અને ગરીબ આ આદિવાસી પ્રજા આજના ભદ્ર સુધરેલા સમાજથી જરૂર આગળ છે. આજે પણ સુધરેલા કુટુંબોમાં પુત્ર કે પુત્રી માટે કન્યા યા મુરતીયાની પસંદગી જાતે કરી પછી સંમતી મેળવતા હોય છે જયારે આ પોશીના પટ્ટાના આદિવાસીઓ સંતાનોની જીવનસાથીની પસંદગી તેમના પર છોડે છે. 'ચિત્ર વિચિત્ર' મેળાની બીજી પણ એક વિશિષ્ટતા છે થોડા સમય પહેલાં પોતાના આપ્તજનનું અવસાન થયું હોય તો તેના અસ્થિઓનું વિસર્જન અહીંના ત્રિવેણી સંગમ પર કરી મૃતાત્માના મોક્ષની યાચના કરે છે અહીં આદિવાસી મહિલાઓ અન્ય પૂર્વજોને યાદ કરીને એકબીજાને ભેટીને રડીને ધાર્મિક વિધિ પતાવી સ્નાન કરી આવેલા સંબંધીઓને મૃતાત્માની પાછળ માનેલુ ઘી વિનાનું ઘઉંના લોટ અને ગોળમાંથી બનાવેલું ચુરમું વહેચે છે આ બધી વિધી સવારના થાય છે બપોરના બાર વાગ્યા પછી નદીના સામે કાંઠે આવેલા ઘટાદાર વૃક્ષો નીચે જુદા જુદા બાર ગામના લોકો ભેગા થાય છે. ભેગા થવા માટે દરેક ગામનું એક ચોક્કસ વૃક્ષ હોય છે ત્યાં ઢોલ વગાડતા યુવકો માથે જવારા રાખી ભીલકન્યાઓ નાચનો સથવારો આપે છે જયારે ગામના લોકો પોતપોતાના વૃક્ષો નીચે આવી ગયાની જાણ તેમના આગેવાન ભેગા થવાથી પડે છે. આ આગેવાનો ત્યાંના ફોજદાર પાસે આવે અને રજા માગે વાઘ જેવી આ પ્રજા પોલીસથી બહુ ડરે છે. ફોજદાર એટલે તેઓ માટે જાણે આખી રાજ્ય સરકાર બાકીના કોઇપમ ઉચ્ચ અધિકારીઓને તે નીચેવાળા તરીકે ત્રણે ફોજદાર એટલે 'રજવાળો' તે કહે તેમ કરવું જ પડે હજુ તે ભાવના તેમનામાં પડી છે. ચોક્કસ સમયે ફોજદાર ભડાકો કરે ત્યારે બારે ગામના ઢોલ વગાડતા નાચતા આદિવાસી યુવક યુવતીઓ ઝડપભેર નદીનો પટ ઓળંગી ચિત્રવિચિત્ર મહાદેવના મંદિરે પહોંચી જવારાઓ મુકી નાચતા રમતા બોલાવે જે પહેલું તેનો વટ ગણાય અહિં કેટલીક વખત ખેલદીલી જોખમાય છે અને પરિસ્થિતિ સ્ફોટક પણ બની જાય છે. મેળાની સુવાળપની સાથે જુાના વેરનું નાનકડું અમથું કારણ બસ થઇ પડે છે અહીં ગામ વચ્ચે વેર હોય છે એક ગામે બીજા ગામ સાથે હોય તેની પાસે જઇ નાચવા માટે ઢોલ માગે અને પેલો ન આવે તો મોટુ દંગલ થઇ જાય કંઇ કેટલીય લાશો પડે પણ સરકારની તકેદારીને લીધે અલબત્ત અહીંથી વિખરાયા પછી ગામ અગાઉ જેવો હિંસક રહ્યો નથી અહિંથી વિખરાયા પછી ગામ પ્રમાણે થઇ નાચે કુદે અને ગામ પણ પછી કસું ન થાય...
આ મેળામાં દારૂની છાકમછોળ ઉડે છે પીધેલા ભાન ભૂલેલા યુવક યુવતીઓ હિંસક બનીપરિસ્થિતિ વણસાવી મુ

કે છે કહે છે કે આ વખતે રજવાડાએ છુટ આપી છે જાણે દારૂ-બંધી જ હરી ગઇ છે. અહીં પાણી નહીં મળે પણ દારૂ માગો તેટલો મળશે. ચિત્રવિચિત્ર મેળાના સ્થાન અંગે એક દંતકથા છે તે મુજબ હસ્તીનાપુરના રાજા શાન્તુનના બે કુંવરો ચિત્ર અને વિચિત્ર વર્ય તેમની માતા પર અપવિત્ર આચરણનો આક્ષેપ કરેલો પણ જયારે તેમની પોતાની ભૂલ સમજાય ત્યારે પ્રાયશ્ચિત કરવાનો નિર્ધાર કર્યો બંને કુવરો પવિત્ર મનાતા પારસપીપળના ઝાડના થડના પોલાણમાં પેઠા અને આગ સળગાવી હોમાઇ ગયા આમ પાપમાંથી મુકિત મેળવી જયાં બળી મર્યા તે આજ ત્રિવેણી સંગમ જયાં હાલ પારસપીપળીની જગ્યાઓ એક મુક સાક્ષી મુર્તિદોરી ઉભી છે. અહી એક શીવલિંગનું મંદિર છે. આ મહાદ્વને અહીંની પ્રજા ચિત્રવિચિત્રના મહાદેવના નામથી ઓળખે છે. તેમની મનોકામનાની સિદ્ધિઓ માટે આ દેવનો તેમને અડગ વિશ્વાસ છે.

જયાં પ્રીતનો પાવો બાજી ઉઠે છે એવા સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના આદિવસીઓનો આ છે 'ચિત્ર-વિચિત્ર'નો અનેરો મેળો છે. માણવો તે પણ એક લ્હાવો છે. 

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨💠👁‍🗨👁‍🗨👁‍🗨💠👁‍🗨💠👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
ડાંગ દરબાર - જમાબંદી દરબાર મેળો
🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🎯ડાંગ દરબાર ત્રણ દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર હોળીની સાથે ઉજવવામાં આવે છે. આ મેળો ડાંગ જિલ્લામાં આયોજીત કરવામાં આવે છે. તે ભારતના સાપુતારા પહાડોમાં આવેલ છે. ડાંગ જનજાતિ, જંગલી ક્ષેત્રો, સાપુતારા, ડાંગ દરબારના સ્થાનિક લોકોનો આ એક વિશિષ્ટ તહેવાર હોળી પહેલા ઉજવવામાં આવે છે. આ તહેવારનું ચોક્કસ સ્થળ સાપુતારા પાસે આહવા છે. પરંતુ તહેવાર આહવા દરબાર, જે એક વખતના શાસન દરમિયાન અંગ્રેજી મંત્રીઓ અને અધિકારીશ્રીની વિધાનસભા હતી તેને લીધે તેનું નામ જમાબંદી દરબાર અને જિલ્લા કલેકટર દ્વારા બદલવામાં આવેલ છે.

આદિવાસી રહેવાસીનો એક મોટો સમૂહ આ ઉત્સવ ઉજવે છે. આ તહેવાર દરમિયાન ડાંગના સૌથી રંગીન અને આકર્ષક ઉત્સવોમાં ભાગ લેવા, નજરોથી ચમકદાર અને ગૂગમાં બદલીને શાંત અને શૂષ્ક પુરૂષો અને રણ દરબાર દરમિયાનની સાથે હરકતોમાં દેખાડવામાં આવે છે. દંગોમાં સજેલી સ્ત્રીઓ ઓક કસરત, ખાતાબદોલ જનજાતિઓ એક શહેનાઇ (લાકડાનું હવાયંત્ર) અને બીજા તેમની સાથે વાદ્યયંત્રો વગાડે છે.

બધા લોકો સિંહ ક્ષેત્ર કે જે એક વેસ્ટકોટ અને રંગીન પાઘડી પહેરીને એક બીજાને શુભેચ્છા પાઠવે છે. સ્ત્રીઓ સાડી અને બ્લાઉઝમાં ભારી ચાંદીના ઘરેણા પહેરીને આવે છે. કાર્નિવલ મેદાનની જમીન પર વેપારીક ગતિવિધી જે પોતાની વસ્તુઓ વહેંચવા માટે આવેલ હોય છે. ડાંગ દરબાર એક ત્રણ દિવસીય તહેવાર છે તે દરમિયાન લોકનૃત્ય, રાસ, ગરબાના કાર્યક્રમો, ગીત અને નાટકના કર્તબો કરવામાં આવે છે અહીં પણ દુલ્હન અને દુલ્હાની શોધ માટેનો મંચ આવેલ છે.

સ્થાનીય સંસ્કૃતિનો એક પ્રદર્શની, આદિવાસી વિકાસ યોજના અને વન પર્યાવરણના અવસર પર તહેવાર દરમિયાન ઉદઘાટન કરવામાં આવે છે.
તહેવારો દરમિયાન સીમા શુલ્કનું આયોજન કરવા માટે અત્યારથીજ (દહેર, ગઢવી, લીંગા, પીમ્પ્રી આદિવાસીઓ અને વસુર્ણા પેન્શન ઉ.પલબ્ધ કરવા માટે ૨૦૦૯ માં પેન્શનથી સમ્માનિત કર્યાં. ) હતા. વિવિધ બીજી યોજનાઓ ‘‘માલકી’’ બાગબાની યોજનામાં આદિવાસીઓ ટીકવુડ અને અન્ય તેમના દેશના વન નિર્માણના વિકાસ, જેમના માટે સરકાર દ્વારા આ યોજના પર પૈસાની સહાય કરવામાં આવે છે. બીજી એક યોજના ‘‘માફી કાટ’’ માં ૨૨૫ આદિવાસીઓ ‘‘ટીકવુડ’’ ની રૂ. ૨૨.૫ કરોડના નિર્માણ અને પોતાના મકાનના બાંધકામ માટે મફતમાં પૈસા આપવામાં આવશે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👉ભણી ગણીને આગળ વધે પ્રત્યેક આદિવાસી બાળ વનબંધુઓમાં પ્રગટ્યો શિક્ષણનો ઉજાસ ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ
વિકાસશીલ - નિર્ણાયક સરકારના મુખ્યમંત્રીશ્રીએ વનબંધુઓના વિકાસ માટે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયો  વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સાક્ષરતા દરમાં સુધારો : 2001માં આદિવાસી સાક્ષરતા દર 47.7% હતો, જે 2011માં સુધારીને 62.5% થયો. રાજ્ય સાક્ષરતા દર તથા આદિવાસી દર વચ્ચે સાક્ષરતા ગેપ 2001માં 21.4% હતો જે ઘટીને 2011માં 15.54% થયો.
 ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો (શાળા છોડયાનો દર) : પ્રાથમિક શાળાએ જતા આદિજાતિના વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ દર સન 2001-02માં 37.22% હતો. રાજ્ય સરકારે શાળા પ્રવેશ મહોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ, તેમજ ગુણોત્સવ જેવી પહેલ હાથ ધરી હોવાથી તથા ખાસ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપવાના ઉદેશથી નવી શાળાઓ તથા હોસ્ટેલોની સ્થાપના કરવા તેમજ આદિજાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા વિવિધ યોજનાઓને હાથ ધરવામાં આવી હોવાથી 2014-15માં ડ્રોપ આઉટ રેટ ઘટીને 1.97% થયો છે.(કુમાર 1.94% ; કન્યા 2.00%).
 ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાના હેતુસર રાજ્ય સરકારે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં નવોદય વિધાલયના ધોરણે એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ ( ઈ.એમ.આર.એસ ) શરુ કરી છે.આવી શાળાઓમાં 27500 કરતાં વધુ વિધાર્થીઓ લાભ લઇ રહ્યા છે. રાજ્ય સરકારે એવી જોગવાઈ કરી છે કે તમામ ઈ.એમ.આર.એસ ના શિક્ષકોને નિર્ધારિત પગારને બદલે નિયમિત ધોરણે પગાર આપવામાં આવશે . આદિવાસી વિધાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરું પાડવા આદિજાતિ વિકાસ વિભાગે નિવાસી શાળાઓ ચલાવવા 09 ખાનગી ભાગીદારો ઘ્વારા આદિવાસી વિસ્તારોમાં અંગ્રેજી તથા ગુજરાતી એમ બંન્ને ભાષાઓમાં માધ્યમની રેસિડેન્સીઅલ શાળાઓની સ્થાપના કરેલ છે. જેમાં જ્ઞાનધામ ચેરીટેબલ ટ્રસ્ટ ,ગ્લોબલ ઇન્ડિયા ફાઉન્ડેશન , ઝીલર્ન એજ્યુકેશન સોસાયટી , નવરચના એજ્યુકેશન ટ્રસ્ટ , શાંતિલાલ સંઘવી ફાઉન્ડેશન , ઉત્થાન સેવા સંસ્થાન , અતુલ વિધા મંદિર , સૂર્યા ફાઉન્ડેશન તથા સુખી પરિવાર ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે.
 આદિજાતિ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ :સંકલિત આદિજાતિ વિકાસ કાર્યક્રમ (આઇ.ટી.ડી.પી.) વિસ્તારમાં 8035, પ્રાથમિક શાળાઓ 1064, સેકેન્ડરી શાળાઓ 509 ઉચ્ચ શૈક્ષણિક શાળાઓ કાર્યરત છે.
 આદિવાસી વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકારે દરેક આદિવાસી તાલુકામાં એક ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન શાળા તથા એક કોલેજની સ્થાપના કરી છે.
 ચમહાલ , દાહોદ ,છોટાઉદેપુર ,મહીસાગર ,વડોદરા જેવા આદિવાસી જિલ્લાઓમાં વિધાર્થીઓ માટે વિશેષ કોચિંગ આપવામાં આવે છે. આ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 7200 આદિજાતિના વિધાર્થીઓ લાભાન્વિત થયા છે. આ યોજનાના અમલીકરણને કારણે 2015-16 સુધીમાં 1061 આદિજાતિ વિધાર્થીઓ એમ.બી.બી.એસ.માં પ્રવેશપાત્ર બન્યા છે.
 3000થી વધુ પ્રતિભાશાળી આદિજાતિ વિધાર્થીઓ ટેલેન્ટ પુલ વાઉચર યોજના હેઠળ શ્રેષ્ઠ ખાનગી શાળાઓમાં અભ્યાસ મેળવી રહ્યા છે. આ વિધાર્થીઓનો શૈક્ષણિક ખર્ચ રાજય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે.
 સમરસ હોસ્ટલ : રાજ્ય સરકાર દ્વારા રૂ. 600 કરોડના ખર્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં 06 સમરસ છાત્રાલયની સ્થાપના કરવામાં આવી છે. રાજયના આદિજાતિ, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના મળી કુલ 10,500 વિધાર્થીઓને સમાવવાની ક્ષમતાવાળાં આ છાત્રાલયો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, અને વલ્લભવિદ્યાનગરમાં નિર્માણ પામેલ છે. હવેથી રાજ્યના આદિજાતિ, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના વિધાર્થીઓને મુખ્ય શહેરોમાં અધતન સુવિધાવાળી હોસ્ટેલનો લાભ મળશે.
 ગુજરાતના આદિવાસી વિસ્તારના યુવક-યુવતિઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા પૂરી પાડવા પંચમહાલ જિલ્લામાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.
 આદિવાસી વિધાર્થીઓના સંશોધન, વિકાસ તથા ઉચ્ચ અભ્યાસને સરળ બનાવવાના હેતુસર નર્મદા જિલ્લામાં આદિવાસી યુનિવર્સિટીની સ્થાપના કરવાનું આયોજન રાજય સરકારે હાથ ધર્યું છે.
 શ્રેષ્ઠ ખાનગી કોચિંગ કલાસના સહયોગથી તમામ આદિવાસી વિસ્તારોના ગ્રાન્ટ-ઇન એઇડ છાત્રાલયોને મકાન બાંધકામ માટે સહાય આપવામાં આવશે.
 આદિવાસી વિધાર્થીઓ માટેની સરકારી ડ્રાય છાત્રાલયોમાં હવેથી જમવાની સુવિધા પણ આપવામાં આવશે .
 સુરત, વડોદરા, વલ્લભ વિદ્યાનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર ખાતે આદિવાસી, અનુસૂચિત જનજાતિ અને વિકસતિ જાતિના કોલેજ કક્ષાના અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં ભણતાં વિધાર્થીઓ માટે રહેવા-જમવાની નિ:શુલ્ક ધોરણે ઉત્તમ સુવિધાઓ ધરાવતા કુમારો અને કન્યાઓ માટેના કુલ 10,500 સમરસ છાત્રાલયો નજીકના દિવસોમાં જ શરૂ કરવામાં આવશે.
 દક્ષિણ ગુજરાતના આદિવાસી બી.પી.એલ. કાર્ડ ધારકોને ચોખાના હાલ મળતાં જથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
 આદિવાસી જિલ્લાઓમાં આવેલી સહકારી બેંકો , સહકારી સુગર ફેક્ટરીઓ, દૂધ ઉત્પાદક સંઘોનો અને એ.પી.એમ.સી.ના અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવા સહકારી કાયદામાં જરૂરી સુધારો અને નિયમો બનાવવામાં આવશે.
 આદિવાસી જિલ્લાઓમાં રેતી અ

ને પથ્થરની ખાણોની લીઝ માટેઆદિવાસીઓને પ્રાથમિકતા આપવા નિયમો બનાવવામાં આવશે.

🎯🔰વિકાસશીલ - નિર્ણાયક સરકારના મુખ્યમંત્રીશ્રીએ વનબંધુઓના વિકાસ માટે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયો

👉 પેસા નિયમોના અમલ સાથે રાજયના 50 આદિજાતિ તાલુકાઓની 2,584 ગ્રામ પંચાયતો હેઠળની 4,503 ગ્રામસભાઅો ને ગૌણ વન પેદાશો અને ગૌણ ખનીજો સહિત વિકાસના નિર્ણયો સ્થાનિક કક્ષાએથી જ કરવાનો વિશેષ અધિકાર અપાયો.
 સિકલસેલ એનીમીયાના દર્દીઓ માટે સુરત, વલસાડ, નવસારી, વડોદરા અને અમદાવાદ ખાતે સારવારની વિશેષ સુવિધાવાળા અલગ વોર્ડની રચના અને આ રોગના દર્દીઓને દર માસે નાણાંકીય તબીબી સહાય આપવામાં આવશે.
 એકલવ્ય રેસિડેન્શીયલ શાળાઓમાં પૂરા પગારથી શિક્ષકોની નિમણૂંક કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય.
 આદિજાતિ વિસ્તારની આશ્રમશાળાઓને હવેથી મકાન બાંધકામ માટે ગ્રાન્ટ સહાય આપવામાં આવશે.
 આદિજાતિ વિકાસ વિભાગની સરકારી છાત્રાલયો/નિવાસી શાળાઓ અને એકલવ્ય શાળાઓ જે ભાડાના મકાનમાં ચાલે છે તેને પોતાના મકાન બાંધકામ માટે સરકાર જમીન ફાળવશે .
 તમામ આદિવાસી આશ્રમ શાળાઓમાં ધોરણ-8 ના વર્ગની મંજૂરી.
 સિંચાઈ માટે આદિજાતિ વિસ્તારોમાં મોટા કદની આઠ યોજનાઓ રૂપિયા 3065 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેનો સીધો લાભ 50,000 હેક્ટર જમીનમાં સિંચાઈથી આદિજાતિ ખેડૂતોને મળશે .
 રાજ્યના ઊંડાણના વિસ્તારોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે મહત્વપૂર્ણ 6 યોજનાઓ રૂપિયા 1700 કરોડના ખર્ચે હાથ ધરાશે. જેનો સીધો લાભ 828 આદિવાસી ગામો અને 4 શહેરોને મળશે.
 વનઅધિકાર અધિનિયમ હેઠળ 80,000 આદિવાસી ખેડૂતોની મંજુર થયેલ જમીનોની માપણી શીટ અને તેની નોંધ 7/12 અને 8/અ ની નકલો આપીને હવે તે જમીનોનો મહેસુલી હક્ક મળશે .

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

આદિવાસી ઉત્કર્ષ યોજનાઓઃ ઉડતી નજરે
– આરોગ્ય સુવિધા વધુ સુદ્રઢ બનાવવા આદિવાસી વિસ્તારોમાં 8 અને અન્ય વિસ્તારોમાં 6 નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ
– આદિવાસી વિકાસ સંચાલિત ભાડાંના મકાનમાં ચાલતા છાત્રાલયો-નિવાસી શાળાઓ અને એકલવ્ય રેસિડેન્સિયલ શાળાઓને પોતાના મકાન માટે સરકારી જમીન ફાળવાશે
– આદિવાસી ખેડૂતોના સશક્તિકરણ માટે સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા રૂ.4,800 કરોડની ફાળવણી
– આદિવાસી મહિલા પશુપાલકોની આવક વધારવા એક લાખથી વધુ દૂધાળાં પશુઓનો લાભ, દર માસે રૂ.3,500થી 4,000ની આવક વધારાનો અંદાજ
– સીકલ સેલ એનિમિયાના દર્દીઓને માસિક રૂ.500ની સહાય. સુરત, નવસારી, વલસાડ, વડોદરા, અમદાવાદ ખાતે સારવારની વિશેષ સુવિધાવાળા અલગ વોર્ડની રચના
– આદિવાસી વિસ્તારોની આશ્રમ શાળાઓમાં ધો.8ના વર્ગો શરૂ કરવા મંજૂરી


🔰ભાતીગળ મેળા🔰 ઉપર 500 શબ્દો માં નિબંધ પુછાય તો આ રીતે કંઇક લખી શકાય...
🔰💠♻️🔰💠♻️🔰💠🔰♻️
🔰ગુજરાતના ભાતીગળ મેળા🔰
⭕️⛔️⭕️⛔️⭕️⛔️⭕️⛔️⭕️⛔️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✍મેળાનું તો ફરસી પુરી ને મોહનથાળ જેવું છે. એનો સ્વાદ જ એની ઓળખ છે. ગુણિયલ ગુર્જરપ્રદેશ તો આખો મેળાનો મુલક છે. સરકારી માહિતી ફરમાવે છેઃ ગુજરાતમાં ૧ વર્ષ (યાને ૩૬૫ દિવસ)માં કુલ ૧,૫૨૧ મેળાઓ થાય છે! હિંદુઓઓના ૧૨૯૩, મુસ્લીમોના ૧૭૫, જૈનોના ૨૧… ૧૪ લોકમેળા, ૧૨ ધંધાદારી મેળા અને ૧ પારસીઓનો મેળો! એમાંય વર્તમાન સરકારે તો ‘મેળામંત્રી’નું જુદું ખાતું રાખવું પડે એટએટલા પ્રદર્શનોની રમઝટ બોલાવી છે. એવા ‘આઘુનિક’ મેળાઓ ગણો તો કૃષિમેળો, વિજ્ઞાનમેળો, પુસ્તકમેળો, ઉદ્યોગમેળો, ગાંધીજીની જન્મજયંતીનો મેળો ને હસ્તકલા દર્શનનો મેળો… વિદેશી રોકાણકારોનો મેળો! સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો કે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો ઈન્ટરનેશનલ મિડિયામાં કુંભમેળા જેવું કવરેજ મેળવી ચૂક્યા છે. વૌઠામાં ગધેડા વેચવાનો મેળો થાય છે. માધવપુરમાં કૃષ્ણ – રૂકિમણીની કંકોત્રીનો ૫ દિવસનો મેળો થાય છે. ઠેકઠેકાણે કારમેળા અને લોનમેળાની પણ સીઝન છે.

😬બસ? મેળો એટલે થનગનાટને બદલે થકવી દેતી માહિતી?

મેળા કાં તો ડાકોર, પાવાગઢ જેવા તીર્થક્ષેત્રમાં થતા હોય, કાં ચોમાસાની મઘ્યમાં અને અંતમાં કે પછી શિયાળાની મઘ્યમાં થતા હોય… એટલે મેળાની એક ગામઠી ગુજરાતી ફિલ્મ જેવી ‘ફિક્સ ફ્રેમ’ આપણા દિમાગમાં જડી દેવામાં આવી છે. વિદ્વાનો કાં તો એના પહેરવેશ, શણગાર, લોકનૃત્યો, રીતરિવાજો જેવા ‘સાંસ્કૃતિક’ (ઉદાહરણ= તરણેતરની છત્રી, હૂડો-ટીટોડો, આદિવાસીઓના જોડીયા પાવા એટસેટેરા) પાસાને ચૂંથ્યા કરશે, અથવા લોકવાયકા અને દેવદર્શનના ‘આઘ્યાત્મિક’ (જ્યાં મેળો ત્યાં મંદિર, જ્યારે તહેવાર, ત્યારે મેળો!) પાસાને પૂજ્યા કરશે!

👁‍🗨પણ મેળો એક મનોરંજન છે. અર્થ ઉપાર્જન છે. ક્રિએશન એન્ડ પ્રોડક્શન છે. પૂછો રાજકોટ -ગોંડલ -જેતપુર -મોરબી જેવા પ્રમાણમાં નાના નગરોમાં ઉછરેલા કોઈપણ કાઠીયાવાડીને! અમદાવાદ માટે અષાઢી બીજ એ રથયાત્રા છે, સુરત માટે મકરસંક્રાંતિ એ પતંગ છે. મુંબઈ માટે ગણેશચતુર્થી જેમ ‘બાપ્પા મોરિયા’ના પંડાલ છે – એમ સૌરાષ્ટ્રવાસી માટે જન્માષ્ટમી એટલે મેળો! ફ્રેન્કલી સ્પીકિંગ, આજની તારીખે પણ જે રીતે સૌરાષ્ટ્રની થોડીક મોડર્ન જનરેશન પણ આ મેળાના માહોલને લીધે કાગડોળે સાતમ-આઠમની પ્રતીક્ષા કરે છે, એવું એક્સાઈટમેન્ટ એમને દિવાળીનું પણ નથી હોતું!😊

😇જસ્ટ ઈમેજીન, ગોંડલ જેવું આખું શહેર ત્રણ-ત્રણ દિવસ સુધી કરફ્‌યુ લાદ્યો હોય એમ સ્વયંભૂ બંધ રહે… વેપારીઓ પણ ‘ફોન’ અને ‘નફો’ બંને મૂકી બસ, કુટુંબકબીલા મિત્રમંડળ સાથે ફરવા જ નીકળી પડે… શાળા કોલેજોમાં નવરાત્રિ વખતે ન હોય એવું વેકેશન પડી જાય…. 😋ઘેર ઘેર ફરસાણના તાવડા અને મીઠાઇઓની કડાઇઓ મહેંકી ઉઠે… મેળાની અંદર અને બહાર બધે મ્યુઝિક, મસ્તી, મજા એન્ડ મહેફિલ ! ઇટ્‌સ હેપી હેપી વર્લ્ડ !😉😊

🙋‍♂👯👬રાજકોટ જેવા શહેરનો જન્માષ્ટમીનો ચાર દિવસ ચાલતો લોકમેળો અંદાજે ૧૦-૧૫ લાખ માણસોનું ‘ટર્નઓવર’ ધરાવે છે! આ કંઇ નાનીસૂની ઘટના નથી! ડિઝનીલેન્ડ જેવા એમ્યુઝમેન્ટ પાર્ક ચિક્કાર બ્રાન્ડિંગ એન્ડ માર્કેટિંગ પછી વિશ્વભરમાંથી આટલા મુલાકાતીઓ મેળવતા હોય છે…. અને આવા વિદેશી ‘મેળા’ પોઇન્ટસ પર ટિકિટ હોય છે જ્યારે આ રંગ, રૂપ, રોશનીની મિજબાની તો મફત! પ્રશાસન સંસ્કૃતિ અને સંપત્તિના ગાણા ગાવાને બદલે જરાક મોડર્ન મેનેજમેન્ટ અને એકસલન્ટ એન્ટરટેઇમેન્ટ નજરમાં લે તો ગુજરાત ગિન્નેસ બુક સુધી રમતાં રમતાં પહોંચે!

🤔મેળામાં શું જાદુ છે? એવું કયું ચુંબક છે જે તન-મનને ખેંચે છે?

ઓ. કે. ફલેશબેક.
🤗
ઇસ મેલે મેં લોગ આતે હૈ, લોગ જાતે હૈ

મેરી ઉંગલી, પકડ કે, મેરે સાથ ચલના

😱ધેર વોઝ એ ટાઇમ… જયારે ટીવી હતું પણ ચેનલો કે કાર્યક્રમો નહોતા. વિડિયો ભાડે લઇને વરસના વચલે દહાડે ફિલ્મ જોવી એ નાના ગામોમાં શેરી ઉત્સવ ગણાતો. શોપિંગ મોલ્સની ચેઇન અને મોબાઇલ ફોનની રિંગટોન્સના તો ખ્વાબ પણ ન આવતાં… ઔર યે બહુત સાલ પહેલે કી બાત નહીં હૈ.😰

👶મેળો ત્યારે મમ્મીની કાખમાં તેડાયેલા એક બાળકની આંખનું કુતુહલ હતું. એના વિસ્મયનું વિરાટદર્શન હતું. આખા વરસમાં એક જ વા
ર આવતા ચાર-પાંચ દિવસો હતા, જેમાં ફેન્ટેસીલેન્ડની એવી અજાયબ નગરીમાં ભૂલકું ભૂલું પડતું કે… એના નાનકડા હાથ અને ટચૂકડી આંખોમાં એ જગત સમાતું નહીં! મુગ્ધતાનું કાજળ આંજીને બચ્ચું મેદાનમાં જન્માષ્ટમી પહેલાં જયારે મેળાના સ્ટોલ કે ફજરફાળકાના લોખંડી સળિયા નખાતા હોય ત્યારે રોજ પપ્પાની આંગળીએ બે-ચાર ચકરાવા લઇ આવતું. એનો પરીલોક એની નજર સામે ઘડાતો, ઉભો થતો… ઝગમગાટ અને મલકાટની આ સૃષ્ટિમાં કામ કરનારા માનવીઓ કેમ દેવદૂતો જેવા પાંખાળા નહિ, પણ પરસેવે રેબઝેબ મજૂરો જેવા લાગતા, એ રહસ્ય સમજવાની ઉંમર નહોતી. પણ એને માટે જે મેળો મસ્તી હતો, એ કેટલાય માટે રોજીરોટી હતો. મેળામાં વાપરવાના રૂપિયા કમાવાની ફિકર કરવાની ત્યારે ઉંમર નહોતી.✌️✌️

☺️🗣🗣અને પછી પિપૂડાં વાગતા, ઢોલ ઢબૂકતાં.. 📣📢લાઉડ સ્પીકર પર નવી નવી ફિલ્મોની કેસેટો ગુંજતી ને મેળો શરૂ થતો. મેળો એટલે આઇસ્ક્રીમ, મેળો એટલે હાથેથી ફરતી નાનકડી ગોળ ચકરડી. મેળો એટલે સાબુના દ્રાવણમાંથી પરપોટા કાઢવાની આઝાદી! રંગબેરંગી કાગળોને ટાંચણીથી વાળી, વાંસની સળીમાં પવનચક્કીની જેમ પરોવીને બનતા ફરફરિયાની જેમ જ બચ્ચાંલોગની આંખો ગોળ ગોળ ધુમતી. કયાંક મદારીની બીન વાગતી હોય તો કયાંક રાવણહથ્થાના સૂર પડઘાતા. ‘સફરજન’ અને ‘કાકડી’ના નામે ઓળખાતા પહોળા કે 🎈લાંબા ફુગ્ગા પર ટબુકડાં ટેરવા અડતા,ત્યારે બ્રહ્માને પૃથ્વી ઘડતી વખતે જે રોમાંચ નહીં થયો હોય એવો સ્પર્શાનંદ થતો. મોટા મોટા રમકડાં સ્ટોલમાં જોઇને રાજી થવાનું રહેતું, અને નાનકડી કોઇ સિસોટી કે કોલ્ડ ડ્રિન્કના ઢાંકણા પર પતરુ જડીને બનાવાયો ટકાટક અવાજ કરતો 🐸‘દેડકો’ 🐸ખરીદીને ખુશ થવાનું. ઔકાત જાદૂગરના ખેલ કે પ્રોજેકટરમાં બતાવાતા સિનેરીલના ટુકડા જોવાના ‘જંગી’ ખર્ચ વેઠવા જેટલી માંડ હતી. ઉંચા ચકડોળમાં બેસવાની ટિકિટ લેવાની ત્રેવડ હોય તો વળી બેસવાની હામ નહોતી.

પીંછીના લસરકે કેનવાસનો સફેદ રંગ બદલાતો જાય, એમ મકાઇના ભૂટ્ટા કે દોરીવાળી દડીના ટોપલા અલોપ થતા ગયાં. મંચુરિયન સૂપ અને લેઝર સ્ટિક ટોર્ચની એન્ટ્રી થતી ગઇ. મેળો મોજૂદ રહ્યો, માણસ વિકસતો ગયો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰ભાતીગળ મેળા🔰 ઉપર 500 શબ્દો માં નિબંધ પુછાય તો આ રીતે કંઇક લખી શકાય...
🔰💠♻️🔰💠♻️🔰💠🔰♻️
🔰ગુજરાતના ભાતીગળ મેળા🔰
⭕️⛔️⭕️⛔️⭕️⛔️⭕️⛔️⭕️⛔️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)
😉
મારે તો મેળે જાવું સે’ ને

રાજુડીનો ને’ડો લાગ્યો!

🚵ટીનએજ દરવાજે ટ્રીન ટ્રીન કરીને બેલ વગાડી રહી હતી. હવે મેળામાં આવતા ‘બોલતા ગધેડા’ કે ‘કૂદતા કૂતરા’ઓનું આકર્ષણ નહોતું થતું. લાકડાના ખપાટિયા પર ઠેકડા મારી ‘મહેરબાન, કદરદાન’ની કુરનીશ બજાવતા જોકરો ભણી ઘ્યાન ન જતું. ફૂગ્ગાઓને લાઇફમાં ટેનિસબોલે ‘રિપ્લેસ’ કર્યા હતાં.⛺️ કોઇક સ્ટોલ પર ગોઠવાયેલા ટીવી સેટ પર થિરકતી ડાન્સરની કમર અને સાથળો પર નજર સરકયા પછી ખૂંપેલી રહે, એવી એ ઉંમર હતી. એવી ઉંમર શા માટે હતી – એ કોને સમજાયું છે ? પણ હવે મેળામાં જાવાના દિવસો એટલે ફ્રેન્ડશિપ વીક. મેળે તે કંઇ એકલા જવાનું હશે? એક નવો ભાષાપ્રયોગ જન્મ્યો હતો 👩‍👩‍👦‍👦👨‍👨‍👧‍👧‘મેળો કરવો!’ યાને કે ‘ભેળા’થઈને મેળામાં જવું. આપણી ટોળી ઝિન્દાબાદ! મિત્ર ની
એક સાદ યાદ આવેઃ 
🎅‘આજ મેળામાં જોબન છાંટે સાત રંગની ભાત, ફટાફટ, હાલ ને ભેરૂ!’

☣હવે મેળામાં ચકડોળમાં બેસવું પડતું. ડર લાગે તો પણ ફરજીયાત રહેતું. એનો નિર્ણય જાયન્ટ વ્હીલની ઉંચાઈ કે ચક્કરની સંખ્યા જોઈને નહિ, પણ આગલી પાલખીમાં બેઠેલી 😂કન્યાઓના કામણ જોઈને થતો હતો. ના, કાંકરીચાળો નહી પણ પ્રદક્ષિણા… ગામની છોકરીઓ બની ઠનીને મેળામાં ‘છમ્મક છલ્લો’ થઈને આવતી, અને નજરો એમના પર ફરતી… પછી પણ એમની આગળ – પાછળ શરીરો ફરતા. ‘એટ્રેકશન’ ત્યારે ‘મોટિવેશન’ હતું, મેળામાં મ્હાલવાનું!😂 
પબ – ડાન્સ બાર – ડિસ્કોઝનો યુગ તો હજુ પણ ગુજરાતમાં સર્વત્ર પથરાયો નથી, ત્યારે પરાપૂર્વથી લગ્નપ્રસંગ પછી મેળા સૌથી મોટા ડેટિંગ – મીટિંગ પોઈન્ટ હતા! ફિલ્મી, વેરી ફિલ્મી, બટ રિયલી!

👳👳‍♀આદિવાસીઓના મેળામાં તો રીતસર ‘લાડી ખેંચવા’ નો જૂનો રિવાજ હતો… જેમાં ગમતી છોકરીને યુવક (એની મૂક સંમતિથી) મેળામાંથી ઉપાડી જતો, અને છોકરીના ગામવાળા ધીંગાણે ચડતા. લોકવરણના મેળાઓમાં મુકતમને જોડીમાં નાચવાની પ્રથા તો આજે ય જોવા મળે. 🐮‘ગોળગધેડા’ 🐮નામની એક ગુજરાતી મેળા પ્રથામાં 🐾ગ્રામીણ જુવતીઓ વાંસ લઈને એક ઉંચા સ્તંભ ફરતે ઉભી રહે. જુવાનિયાઓએ એ સ્તંભ પર ચડીને ઉપરની ધજા લઈ આવવાની! જે જુવાન ઘેરામાં દાખલ થાય એને ધડાધડ છોકરીઓના હાથે લાકડીનો માર ખાઈને 😂‘વાંસો કાબરો’😜 કરવો પડેને કોઈ રકમ સફળ થાય તો એ પછી ટોળામાંથી ગમતી છોકરી પસંદ કરી ‘સ્વયંવઘૂ’ રચી શકે! ઈટસ કલ્ચર!😛

🎤😂‘જોબનિયું’ તો ફાટફાટ થતા મેળાના લોકગીતોની કરોડરજજૂ છે. ‘હૈયે હૈયું દળાય એવી ભીડ’માં પીસાવામાં નર – ફૂલ સ્પીડમાં ભાગતી રોલર કોસ્ટર કે ટોરા – ટોરા રાઈડથી ઓછો થ્રીલિંગ નથી! મેળામાં સતત નજરો કુદરતે ઘડેલા સૌંદર્યને ખોળતી રહેતી … પણ એ કદી સમજાયું નહિ કે આટલી બધી ભીડ વચ્ચે પણ વગર બોલ્યે 👀‘તારામૈત્રક’👀નું એકાંત કેમ રચાઈ જાય! અચરજથી ભરાયેલી આંખને 👀👀👀‘બેને બે ચાર’ કરવાનું ગણિત કદી આવડયું નહિ. મેળામાં જોડલીઓ નહિ, જૂથોને બનતા અને વિખરાતા જોયા… આ પણ માટીના ડોકું ઘુણાવતા વાઘનું રમકડું કે વાંસની પોલી વાંસળીને જોવા જેવો એક તમાશો હતો. 🎅ભીષ્મની જેમ એના સાક્ષી થવાયું, 🙋‍♂કૃષ્ણની જેમ એના કર્તા કદી ન થવાયું! મેળામાં ય ચોપડી ખરીદનાર ભેજાંગેપથી શું પાપડ ભંગાય?

😹છેલ્લે દિવસે ઘટાડેલા ભાવમાં ઉતાવળે થતી ખરીદી, ખૂટી જાય એ પહેલા ખવાતા ભજીયાં, 😁ઓછા દામમાં વઘુ બે ચક્કર મરાવતા ફજરફાળકા અને ચૂપચાપ જોયેલી કોઈ અજાણી આકૃતિનું મેળાના વિસર્જન સાથે આંખમાંથી અલોપ થઈ અંતરના ગોખલે બેસી જવું… આ બધી ધમાલની વચ્ચે દોસ્તોના હાથમાં હાથ, એમના ખડખડાટ હાસ્યમાં સાથ.. બાવડે ભરબપ્પોરે મેળામાં ત્રોફાવેલું એક લીલું છૂંદણુ…😊

🙃એ છૂંદણું જ સાથે રહ્યું, દ્રશ્યો અને દોસ્તો છૂટતા ગયા!
🙃
મેલા દિલોં ‘કા આતા હૈ,

ઈક બાર આ કે ચલા જાતા હૈ…

આતે હૈ મુસાફિર, જાતે હૈ મુસાફિર…

જાના હી થા તો કયું ફિર આતે હૈ મુસાફિર?

હજુ પણ મેળાના વળતા પાણી થયા નથી. ચબૂતરે જેમ પંખીમેળો ઉભરાય એમ ગામેગામ ભરાતા મેળામાં 👩‍👩‍👦‍👦👩‍👩‍👧‘માનવ મહેરામણ’ ઉમટી પડે છે. 😞પણ હવે એમાં ગામડાંના લોકો વઘુ હોય છે. શહેરી લોકો કાર લઈને કોઈ ડેમ કે હિલ સ્ટેશન હંકારી જાય છે. પૂનમ અને અમાસના મેળા તો ઠીક, આકાશમાં એનો ચાંદો જોવાનો સમય કે ઈરાદો કોની પાસે બચ્યો છે?😐 લાઈફ ઈઝ મૂવિંગ ફાસ્ટ, બડી. કેરિઅર બનાવવાની છે. કમાણી વધારવાની છે. હરવા-ફરવાનું તો જોયું જશે! જલસા કરવા માટે કમાવા દોડતા લોકો પાસે પૈસા આવે છે, પણ જલસાનો સમય ખોવાઈ જાય છે! આમાં મેળો? સો ચીપ! સો ડાઉનમાર્કેટ! છી!😟

⛲️ગુજરાતમાં ભરૂચ પાસે ભાડભૂતના મેળા દર ૧૮ વર્ષે યોજાય છે. ક્યારેક ફરતા ચકડોળના આંટા સામે જોતાં જોતાં મનમાં ચક્કર આવે છેઃ એક દિવસ આ બઘું અલોપ થઈ જશે?☹️ ટીન્સ ઓફ ટુડેને કોલેજ કાર્નિવલ, ફૂડ ફેસ્ટિવલ અને ટ્રેડ ફેર ગમે છે. એમનું ગ્રુપ જ જોઈએ. દૂસરા કોઈ નહિ! સર્કસની જેમ 😟📲ડિજીટલ મિડિયા મેળાને પણ ઓહિયા કરી જશે? પબ્લિક મેળાની ગંદકી અને ઘોંઘાટથી ઝટ કંટાળી જાય છે. બાળકોને ઉંચક-નીચક કરતાં કાર્ટૂન નેટવર્ક વઘુ ગમે છે. મેળો કદાચ આઉટડેટેડ મનોરંજન છે!🙃

😬અને તો પછી મેળાના અર્થતંત્રનું શું?❓ 😏મેળાની તિથિઓ ભલે ધાર્મિક હોય, પણ એનું પરિણામ આર્થિક છે. મેળા માટે જમીન આપીને વહીવટી તંત્ર વિકાસ કાર્યો માટે રૂપિયા રળે છે (પછી જમે છે!) કંપનીઓ જાહેરખબરો કરે છે. વેપારીઓ વસ્તુઓ વેંચે છે. પાથરણા પાથરીને બેઠેલા ફેરિયાઓ રોટલા મેળવે છે. મેળાનું આયોજન આડેધડ થાય છે, પણ એને લીધે અર્થતંત્રમાં ચડતું લોહી કડેધડે હોય છે. રૂપિયો ચકડોળની જેમ ફરતો-ખર્ચાતો રહે તો જ દેશના સ્ટેજ પર મ્યુઝિકલ પાર્ટીનો ‘ટેમ્પો’ જામેલો રહે!🙂

👬👯👨‍👩‍👧‍👦જેમની પડખે રહીને મેળો માણ્યો હોય એ ચહેરાઓ હંમેશ માટે ‘માધવ ક્યાંય નથી મઘુવનમાં’ થઈ ગયા છે. મેળાને માણવાનો સ્પિરિટ અને થનગનાટ પણ એ સાથે બચપણના રંગીન 👭👦🏻ચડ્ડી-ટીશર્ટની માફક ટૂંકો થઈ ગયો છે. હવે મેળો ‘સદતો’ નથી, ને મેળામાં જવા માટે કોઈ પોકારતું પણ નથી. પુખ્ત અને પ્રતિષ્ઠિત (?) થવાની આ કિંમત હશે? આપણે જવાનું બંધ કરીશું એટલે મેળો ય બંધ?🙀🙀👿

🤔🤔જર્મની જેવા અત્યાઘુનિક રાષ્ટ્રના ‘હેસન સ્ટેટ’ની સ્થાપના નિમિત્તે ૧૦ દિવસનો વાર્ષિક કાર્નિવલ ભરાય છે. વિડિયોગેઈમ રમતાં છોકરાઓને પણ ત્યાં જવું છે. 😟ગુજરાતના ગામડાના કોઈ કુટુંબને મેળે ડાયરો સાંભળવા જવું છે. આખો દિવસ બહાર ફરી આવ્યા પછી શહેરી ભાઈ-બહેનોને મેળે ચક્કર લગાવવું છે… શું કામ? શા માટે?

કારણ કે, માણસને માત્ર પ્રકૃતિ જ ગમે છે એવું નથી. માણસને ભલે માણસ સાથે રહેવું નહિ ગમતું હોય… માણસને માણસ જોવા ગમે છે!🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
⭕️〰ગુજરાતના ભાતીગળ મેળા〰
➖➖➖➖➖➖➖➖➖➖➖
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

કહેવાય છે કે સ્વાદિષ્ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્માષ્ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી,રક્ષાબંધન હોય કે ઋષિપંચમી દરેક તહેવારનું ગુજરાતીઓના જીવનમાં એક વિશેષ મહત્વ છે.

આ સર્વેમાં મેળાનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. મેળા અને ગુજરાતી પ્રજા એકબીજાના પર્યાયી છે. અને આ કારણે જ ગુજરાતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. ગરવી ગુજરાતમાં દર વર્ષે અસંખ્ય મેળાઓનું આયોજન થાય છે.

🔲🔳⬜️તરણેતરનો મેળો (ત્રિનેત્રેશ્વર મહાદેવનો મેળો)⬛️◼️🔲

ગુજરાતના મેળામાં તરણેતરના મેળાનું આગવું સ્થાન છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લામાં દર વર્ષે આ મેળોનું આયોજન થાય છે. આ મેળામાં સૌરાષ્ટ્રના ગ્રામીણ લોકો જેવાકે ભરવાડ, કાઠી, કોળી, રબારી વગેરે પોતપોતાના ભાતીગળ પોશાકમાં આવીને મેળાની શોભા વધારે છે.
પૌરાણીક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયેલો હતો. અને તેમાં અર્જુને દ્રોપદી સાથે લગ્ન કર્યા હતાં. અર્જુન-દ્રૌપદીના લગ્નની યાદમાં આ ભાતીગળ લોકમેળો યોજવામાં આવે છે. અહીં ગ્રામીણ યુવક-યુવતીઓ એક-બીજાને પસંદ કરી પોતાના વેવિશાળ કરે છે. યુવકો યુવતીને આકર્ષવા માટે રંગબેરંગી છત્રીઓ બનાવીને લાવે છે.

🔶🔷ભવનાથનો મેળો (શિવરાત્રીનો મેળો)🔷🔶🔷

જુનાગઢમાં શિવરાત્રીએ ગીરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. આ મેળાને નાગા બાવાઓના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવરાત્રીની મધ્યરાત્રીએ શંખનાદ સાથે નાગા બાવાનું વિશાળ સરઘસ ભવનાથ મંદિરે જાય છે. અને ત્યાં પવિત્ર મૃગી કુંડમાં સૌ સાધુ-સંતો રાત્રીના સ્નાન કરે છે.
પૌરાણીક કથા મુજબ ગીરનાર પર્વતને નવનાથ અને ૮૪ સિદ્ધોનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. દંતકથા મુજબ ગીરનાર પર્વતપર હજારો વર્ષોથી રહેતા સાધુઓ અને નવનાથ મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે.

📢👁‍🗨📢વૌઠાનો મેળો🔶🔷🔳

વૌઠાનો મેળો ગુજરાતનો અનોખો મેળો છે. જેમ પુષ્કરમાં ઉંટનો પ્રખ્યાત મેળો ભરાય છે તેમ ગુજરાતમાં ગધેડાના વેચાણ માટે આ મેળો ભરાય છે.

🔲🔳🔲શામળાજીનો મેળો👁‍🗨💠

શામળાજી ખાતે મેશ્વો નદીના કાંઠે આ મેળો ભરાય છે. આ મેળામાં આદિવાસી અને ભીલ સાથે અન્ય વિવિધ જાતીના લોકો વિશાળ સંખ્યામાં આવે છે.

👁‍🗨આ ઉપરાંત ગુજરાતમાં અન્ય લોકમેળા ભરાય છે. જેવાકે અંબાજીમાં ભાદરવી પુનમે, સોમનાથમાં કાર્તીકી પૂર્ણીમાનો, જામનગરમાં કાલાવડનો અને ભૂચરમોરીનો મેળો, ડાંગમાં ડાંગ દરબાર, સાબરકાંઠાનો ચિત્ર-વિચિત્ર મેળો ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ તથા જામનગરમાં જન્માષ્ટમીનો મેળો પણ ખાસ મહત્વ ધરાવે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏



🎑🗻⛰🗾⛰🏕🏔🌌🏞🏭⛲️
🏯🌆ગુજરાતનાં ભાતિગળ મેળા⛺️
🏰🏘🎆🌇🌆🌃🌉🌠🎇🌌🎆
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

નમસ્કાર મિત્રો 
મિત્રો કહેવાય છે કે સ્વાદિષ્ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્માષ્ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી, રક્ષાબંધન હોય કે ઋષિપંચમી દરેક તહેવારનું ગુજરાતીઓના જીવનમાં એક વિશેષ મહત્વ છે.

આ સર્વેમાં મેળાનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. મેળા અને ગુજરાતી પ્રજા એકબીજાના પર્યાયી છે. અને આ કારણે જ ગુજરાતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. ગરવી ગુજરાતમાં દર વર્ષે અસંખ્ય મેળાઓનું આયોજન થાય છે.

👁‍🗨💠મિત્રો હું યુવરાજસિંહ જાડેજા ગોંડલ ગામનો વતની છું. અહીં નો મેળો માણવાનો લ્હાવો અનેરો છે...જો કે સૌરાષ્ટ્રના બધા જ મેળાઓ માણવાનો લાવો અનેરો છે.

શ્રાવણ મહિનાની સાતમ, આઠમ અને નોમના દિવસે યોજાતો શ્રાવણી મેળો રવિવારે ખુલ્લો મૂકવામા આવ્યો હતો.

ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે. .
ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે.
ભવનાથ મહાદેવનો મેળો
વૌઠાનો મેળો
ચિત્ર-વિચિત્ર મેળો
મોઢેરા - નૃત્ય મહોત્સવ
ડાંગ - દરબાર મેળો
કચ્છ રણ ઉત્સવ
ધ્રાંગ મેળો
અંબાજી પૂનમનો મેળો
તરણેતરનો મેળો (ત્રીનેતેશ્વર મહાદેવનો મેળો)
શામળાજીનો મેળો
ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે.

આદીકાળથી મેળાઓ અને ઉત્સવોની ઉજવણી માનવી કરતો આવ્યો છે. પ્રચલિત મેળાઓ અને તહેવારો ધાર્મિક માન્યતાઓ અને પરંપરાગત રીતરિવોજો જોડાયેલા છે.
ગુજરાત તેના પરંપરાગત મેળાઓ અને તહેવારોના કારણે જગ પ્રસિદ્ધ છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે. નાણાકીય, ઉદ્યોગિક, કૃષિલક્ષી, કલાત્મક, ધાર્મિક, પરંપરા અને અનેકવિધ વિષયોને લગતા મેળાઓ ગુજરાતમાં વર્ષ દરમિયાન જુદા - જુદા સ્થળો અને સમયે ઉજવવામાં આવે છે. સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કારણે ગુજરાત તહેવારોનો આનંદ માણે છે. ભવ્ય ઇતિહાસ, વૈભવી પરંપરા અને સમૃદ્ધ સંસ્કૃતિના કારણે મેળાઓની સમાજમાં એક અમીટ છાપ કાયમી રહે છે.

👁‍🗨ગુજરાતના મેળાઓ સામાજીક સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓનું પ્રતિક છે. ગુજરાતના તહેવારો, મેળાઓ અને તેની ઉજવણીને લીધે તે વૈશ્વિક ફલક ઉપર પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. વાઇબ્રન્ટ ગુજરાત પતંગ મહોત્સવ દ્વારા અનેક વિદેશી પ્રવાસીને ગુજરાત તરફ આકર્ષી ઉધોગ ક્ષેત્રે નવા ઉધોગ ગુજરાતમાં સ્થાપવા માટે આકર્ષી શકતું. જેના કારણે ઉધોગ મેળા, વેપાર મેળા જેવા કેટલાય આર્થિક મેળાના આયોજન કરી ગુજરાત પોતાની ઓળખ વિશ્વ સમક્ષ કરી રહ્યું છે. ગુજરાત તેની આગવી બાંધકામ-શૈલી, જીવન-શૈલી, ફેશન, કળા, રસોઇ-કળા, ટેકનોલોજી વગેરે વિશ્વ સમક્ષ મૂકવા લાગ્યું છે.

🔰ગુજરાતે પોતાની નવી ઓળખ કચ્છ મહોત્સવ દ્વારા નવા વિકસતા ગુજરાતની છાપ મેળવી છે. જે પ્રવાસીઓને સાંસ્કૃતિક તહેવારો, લેસર શો, નૃત્યો, હસ્તકળા-કારીગરી દ્વારા પોતાની તરફ આકર્ષી રહ્યું છે. કચ્છ તેમના ભવ્ય સાંસ્કૃતિક વારસાને લીધે 'The Cradle of Craftsmanship' તરીકે પણ ઓળખાય છે.

તરણેતરના મેળાનો પોતાનો એક અલગ અંદાજ-આનંદ છે. તરણેતરના મેળામાં ગ્રામ્ય ઓલમ્પિક રમતો દ્વારા ગ્રામ્યજનો ઉત્સાહપૂર્વક ભાગ વઇ જીવનનો આનંદ માણે છે. તરણેતરનો હાથથી બનાવેલ કલાત્મક ચીજ વસ્તુઓ, પરંપરાગત નૃત્યો, સંગીત, તેમજ લગ્નોત્સુક .યુવાન-યુવતીઓ માટે મિલન-ઉત્સવ ગોઠવવા માટેના સ્થળ તરીકે જાણીતું છે. આ મેળો ત્રણ દિવસ ચાલે છે. જે ત્રીનેતેશ્વર મહાદેવની પાસેના વિસ્તારમાં ઉજવવામાં આવે છે. જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું ખાસ આકર્ષણ કેન્દ્ર છે.
ગુજરાતના મેળાઓ તેની ઉજ્જ્વળ પરંપરા, ગૌરંવવંતા મૂલ્યો, સાંસ્કૃતિક વારસા, શાખ અને સાહસિકતા જેવા ગુજરાતના લોકોની વાતને વૈશ્વિક ફલક ઉપર પ્રતિબિંબિત કરે છે. આર્થિક મેળાઓને કારણે ગુજરાતના વિકાસ માટે નવા વૈશ્વિક ભાગીદારો મળે છે.

🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
⭕️〰ગુજરાતના ભાતીગળ મેળા〰
➖➖➖➖➖➖➖➖➖➖➖
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔲🔳⬜️તરણેતરનો મેળો (ત્રિનેત્રેશ્વર મહાદેવનો મેળો)⬛️◼️🔲

ગુજરાતના મેળામાં તરણેતરના મેળાનું આગવું સ્થાન છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લામાં દર વર્ષે આ મેળોનું આયોજન થાય છે. આ મેળામાં સૌરાષ્ટ્રના ગ્રામીણ લોકો જેવાકે ભરવાડ, કાઠી, કોળી, રબારી વગેરે પોતપોતાના ભાતીગળ પોશાકમાં આવીને મેળાની શોભા વધારે છે.
પૌરાણીક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયેલો હતો. અને તેમાં અર્જુને દ્રોપદી સાથે લગ્ન કર્યા હતાં. અર્જુન-દ્રૌપદીના લગ્નની યાદમાં આ ભાતીગળ લોકમેળો યોજવામાં આવે છે. અહીં ગ્રામીણ યુવક-યુવતીઓ એક-બીજાને પસંદ કરી પોતાના વેવિશાળ કરે છે. યુવકો યુવતીને આકર્ષવા માટે રંગ
બેરંગી છત્રીઓ બનાવીને લાવે છે.

🔶🔷ભવનાથનો મેળો (શિવરાત્રીનો મેળો)🔷🔶🔷

જુનાગઢમાં શિવરાત્રીએ ગીરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. આ મેળાને નાગા બાવાઓના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવરાત્રીની મધ્યરાત્રીએ શંખનાદ સાથે નાગા બાવાનું વિશાળ સરઘસ ભવનાથ મંદિરે જાય છે. અને ત્યાં પવિત્ર મૃગી કુંડમાં સૌ સાધુ-સંતો રાત્રીના સ્નાન કરે છે.
પૌરાણીક કથા મુજબ ગીરનાર પર્વતને નવનાથ અને ૮૪ સિદ્ધોનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. દંતકથા મુજબ ગીરનાર પર્વતપર હજારો વર્ષોથી રહેતા સાધુઓ અને નવનાથ મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે.

📢👁‍🗨📢વૌઠાનો મેળો🔶🔷🔳

વૌઠાનો મેળો ગુજરાતનો અનોખો મેળો છે. જેમ પુષ્કરમાં ઉંટનો પ્રખ્યાત મેળો ભરાય છે તેમ ગુજરાતમાં ગધેડાના વેચાણ માટે આ મેળો ભરાય છે.

🔲🔳🔲શામળાજીનો મેળો👁‍🗨💠

શામળાજી ખાતે મેશ્વો નદીના કાંઠે આ મેળો ભરાય છે. આ મેળામાં આદિવાસી અને ભીલ સાથે અન્ય વિવિધ જાતીના લોકો વિશાળ સંખ્યામાં આવે છે.

👁‍🗨આ ઉપરાંત ગુજરાતમાં અન્ય લોકમેળા ભરાય છે. જેવાકે અંબાજીમાં ભાદરવી પુનમે, સોમનાથમાં કાર્તીકી પૂર્ણીમાનો, જામનગરમાં કાલાવડનો અને ભૂચરમોરીનો મેળો, ડાંગમાં ડાંગ દરબાર, સાબરકાંઠાનો ચિત્ર-વિચિત્ર મેળો ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ તથા જામનગરમાં જન્માષ્ટમીનો મેળો પણ ખાસ મહત્વ ધરાવે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment