🔥પંચાસર પાર્શ્વનાથ જૈન દેરાસર પાટણના સોથી વધારે જૈન મંદિરોમાં સૌથી મોટા મંદિરો પૈકીનું એક છે અને સોલંકી યુગમાં જૈન ધર્મના કેન્દ્ર તરીકે પાટણની ભૂમિકાની યાદ દેવડાવે છે.
🔥આ મંદિર જૈન સ્થાપત્યની લાક્ષણિકતા સમાન આધૂનિક કોતરણીકામ અને સફેદ આરસપહાણની ફરશો ધરાવે છે.
🔥કપુર મહેતાના પાડાની પણ મુલાકાત લેવા જેવી છે, જ્યાં પથ્થરના મંદિરના અંદરના ભાગમાં કાષ્ટ કારીગરી છે.
🔥એક સમયે તમામ જૈન મંદિરો લાકડાનું સુંદર અને નાજુક કોતરણીકામ કરીને બનાવવામાં આવતા હતા.
🔥એવું કહેવાય છે કે નિષ્ણાત સ્થપતિ ઉદા મહેતાએ એકવાર મંદિરમાં સળગતી મીણબત્તી મોંઢામાં લઇને જતા ઉંદરને જોયો, ત્યારે તેમને લાગ્યું કે ક્યારેક કોઈ હોનારતમાં વર્ષોની મહેનત બળીને ખાખ થઈ જશે, ત્યાર બાદ તમામ મંદિરો પથ્થરોમાં કોતરવાનો આગ્રહ રાખ્યો હતો.
No comments:
Post a Comment