✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આદિ શંકરાચાર્ય
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
(સંપૂર્ણ માહિતી PDF મા)
☸🕉 બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને આખરે બ્રહ્મ અને આત્મા વચ્ચે કોઇ જ ભેદ નથી.
✡🔯 શંકરાચાર્યજીના સમયમાં જ ભારતમાં વેદાંત દર્શન અદ્વૈતવાદનો સૌથી વધુ પ્રચાર થયો. તેમને અદ્વૈતવાદના પ્રવર્તક માનવામાં આવે છે. બ્રહ્મસૂત્ર પર જેટલાં પણ ભાષ્ય મળે છે તેમાંથી સૌથી પ્રાચીન શંકર ભાષ્ય જ છે.
♻️♻આદ્ય શંકરાચાર્યના અદ્વૈત દર્શનનો સાર❕❕
🔸 બ્રહ્મ અને મૂળ, મૂળરૂપે અને તત્ત્વરૂપે એક છે. આપણને જે પણ અંતર દેખાય છે તેનું કારણ અજ્ઞાાન છે.
🔹 જીવની મુક્તિ માટે જ્ઞાાન જરૂરી છે.
🔹 જીવની મુક્તિ બ્રહ્મમાં લીન થઈ જવામાં જ છે.
☢🈷આદિ શંકરાચાર્યનો જન્મ ઈ.સ. ૬૮૬ માં વૈશાખ સુદ - ૫ ના રોજ કેરલ રાજ્યના કાલડી ગામમાં નામ્પુદ્રિ ( નામ્બુદ્રિ) કુટુંબમાં થયો હતો.
☯☮આદી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠ નીચે પ્રમાણે છે :☯
👆 ‘ઉત્તરામન્ય મઠ’, અથવા ઉત્તર મઠ જે જ્યોતિર્મઠ (ઉત્તર પ્રદેશ)માં સ્થિત છે. જ્યોતિ મઠ તરીકે ઓળખાય છે.
👉 ‘પૂર્વામન્ય મઠ’, અથવા પૂર્વ મઠ જે પુરી (ઓરિસ્સા)માં સ્થિત છે. ગોવર્ધન મઠ તરીકે ઓળખાય છે.
👇 ‘દક્ષિણામન્ય મઠ’, અથવા દક્ષિણ મઠ જે શ્રુંગેરી (કર્ણાટક)માં સ્થિત છે. શ્રુંગેરી શારદાપીઠમ્ તરીકે ઓળખાય છે.
👈‘પશ્ચિમામન્ય મઠ’, અથવા પશ્ચિમ મઠ જે દ્વારકા (ગુજરાત)માં સ્થિત છે. દ્વારકાપીઠ તરીકે ઓળખાય છે.
👌આદિ શંકરાચાર્ય સંન્યાસ ધર્મ અને ગુરુ પરંપરાના અગિયારમા અધિષ્ઠાતા છે.
👤સત્યુગમાં (૧) નારાયણ, (૨) બ્રહ્મા, (૩) રુદ્ર
👤ત્રેતાયુગમાં (૪) વશિષ્ટ (૫) શક્તિ (૬) પારાશર
👤દ્વાપરયુગમાં (૭) વેદ વ્યાસ (૮) શુકદેવ
👤કળિયુગમાં (૯) ગૌડપાદ (૧૦) ગોવિંદપાદ (૧૧) શંકરાચાર્ય
4⃣▶️આદિ શંકરના ચાર મુખ્ય શિષ્ય હતા,
1⃣ (૧) હસ્તામલકાચાર્ય જે પશ્ચિમ દિશામાં આવેલ દ્વારકા સ્થિત શારદા મઠના પ્રથમ મઠાધિશ હતા,
2⃣(૨) પદ્મપાદ જે પૂર્વ દિશામાં આવેલ જગન્નાથમાં ગોવર્ધન મઠના પ્રથમ મઠાધિશ હતા,
3⃣(૩) તોટકાચાર્ય જે ઉત્તર દિશામાં બદ્રિકાશ્રમમાં જ્યોતિર્મઠના પ્રથમ મઠાધિશ હતા અને
4⃣(૪) સુરેશ્વરાચાર્ય દક્ષિણ દિશામાં રામેશ્વરમાં શૃગેરી મઠના પ્રથમ મઠાધિશ હતા.
❕❕પશ્ચિમામ્નાય શારદામઠ, પૂર્વામ્નાય ગોવર્ધનમઠ,
ઉત્તરામ્નાય જ્યોતિર્મઠ, દક્ષિણામ્નાય શૄગેરીમઠ.❗️❗️
((((🚫વર્તમાનમાં ચેન્નઈ નજીક કાંચી કામકોટિ પીઠની ગણતરી પાંચમા મઠ તરીકે કરવામાં આવે છે. મહિષ્મતિ નગરમાં વેદ-શાસ્ત્રોના પ્રકાંડ વિદ્વાન વિશ્વરુપાચાર્ય રહેતા હતા. તેઓ જૈમિનીના દર્શન પૂર્વમીમાંસાને જ સૌથી શ્રેષ્ઠ માનતા હતા. પૂર્વમીમાંસાનો સિદ્ધાંત એ છે કે દરરોજ નૈમિત્તિક કર્માનુષ્ઠાનથી જ પરમ પુરુષાર્થ મળશે. આત્મવિચાર આદિ સાધનોની કોઈ જરૂર નથી. પોતાના સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે બંને વચ્ચે શાસ્ત્રાર્થ થયો. પરકાયાપ્રવેશ દરમિયાન તેમના શિષ્યોએ આદ્ય શંકરાચાર્યનું શરીર એક ગુફામાં સુરક્ષિત રાખ્યું. આ જ સ્થાનને પછીથી પાંચમા મઠનું ગૌરવ પ્રાપ્ત થયું.))
▫️▪️Yuvirajsinh Jadeja
🔸🔸અદ્વૈત વેદાંત
અદ્વૈત વેદાંત (સંસ્કૃત अद्वैत वेदान्त)ને હિંદુ દર્શનશાસ્ત્રની વેદાંત (શાબ્દિક અર્થ, અંત અથવા વેદનો મુખ્ય ઉદ્દેશ, સંસ્કૃત) શાખાની સૌથી વધારે પ્રભાવશાળી ઉપશાખા માનવામાં આવે છે.વેદાંતની અન્ય શાખા દ્વૈત અને વિશિષ્ટાદ્વૈત છે. અદ્વૈત (શાબ્દિકનો અર્થ અનન્યતા)એ એકેશ્વરવાદ વિચારધારાની પરંપરા છે. "અદ્વૈત" એટલે સ્વ (આત્મા) અને સર્વ (બ્રહ્મ)ની ઓળખ.
વેદાંન્તની તમામ શાળાઓના મુખ્ય સ્ત્રોત લખાણો પ્રસ્થાનત્રયી છે, જે ઉપનિષદ, ભગવદ ગીતા અને બ્રહ્મ સૂત્રો ધરાવતાં લખાણો છે. અદ્વૈત વેદાંતના સિદ્ધાંતોને વિસ્તૃત રીતે એકત્રીકરણ કરનારા પ્રથમ વ્યક્તિ આદિ શંકરાચાર્ય હતા, જ્યારે 🔶પ્રથમ ઐતિહાસિક પ્રચાકર શંકરાચાર્યના ગુરુ ગોવિંદ ભાગવતપદના ગુરુ ગૌડપદ હતા.
◼️👁🗨👁🗨Yuvirajsinh Jadeja:
1 શારદા મઠ
🔸પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્યમાં દ્વારકા ક્ષેત્ર, ગોમતી તીર્થ, શારદા મઠ અને ભદ્રકાળી પીઠની તેમજ આરાધ્ય સિદ્ધેશ્વર દેવ અને ભદ્રકાળી દેવીની સ્થાપના કરવામાં આવી છે.
🔸આ પીઠને કાલિકા પીઠ પણ કહેવાય છે. આ પીઠની ગણના અખંડ પીઠ તરીકે થાય છે.
🔸પ્રથમ મઠાધિશ તરીકે હસ્તામલકાચાર્ય (મૂળ નામ પૃથ્વીધર) ની નિમણૂંક કરી સામવેદના છાંદોગ્ય ઉપનિષદના મહા વાક્ય🔺 "તત્વ મસિ - તત્ ત્વમ્ અસિ" એટલે કે "તે બ્રહ્મ તું છે" અર્થાત્ "તે બ્રહ્મ અને આ જીવ બંને એક જ છે" 🔻નો ઉપદેશ આપી સામવેદ અર્પણ કરવામાં આવ્યો.
🔸આ પીઠનો શિષ્ય સમુદાય કીટવાર સંપ્રદાય તરીકે ઓળખાયો. કીટવાર સંપ્રદાય એટલે કીડીથી લઈને બધા જ જીવો પ્રત્યે દયા ભાવ રાખનાર સંન્યાસીઓનો સંપ્રદાય. શારદા પીઠમાં રહી સામવેદનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી તેમજ નવદીક્ષિત બ્રહ્મચારી પોતાના નામના છેડે સ્વરુપ ઉપાધિ પદ ધારણ કરે છે અને આ પદ ધારી બ્રહ્મચારી અંતે મઠ - પીઠનો ઉત્તરાધિકારી બની લોક્ગુરૂ શંકરાચાર્ય તરીકે પૂજાય છે.
🔸🔹"હું કોણ છું?" નીઓળખ જેણે જાણી લીધી હોય તેવો બ્રહ્મચારી સ્વરુપ ઉપાધિ પદ માટે લાયક ગણાય છે. આ પીઠનો શિષ્ય સમુદાય તીર્થ કે આશ્રમ પદ ધારણ કરે છે. જે પવિત્ર અને તિર્થ સમાન છે ત જ તીર્થ પદ માટે યોગ્ય છે અને જે સંન્યાસ આશ્રમમાં પ્રતિષ્ઠાવાન અને જન્મ મૃત્યુના પ્રભાવથી મુક્ત છે તે જ આશ્રમ પદ માટે યોગ્ય છે. પ્રથમ મઠાધિપતિ હસ્તમલકાચાર્યે ગૌતમતીર્થ અને અનંતઆશ્રમ નામના બે શિષ્યો બનાવ્ય હતા. શારદામઠના શંકરાચાર્ય તરીકે મુખ્યત્વે આશ્રમ પદ ધારી આચાર્ય હોવાનું નક્કી થયેલ છે. પરંતુ આશ્રમ પદ ધારી યોગ્ય શિષ્યની અવેજીમાં તીર્થ પદ ધારી યોગ્ય શિષ્ય આચાર્ય પદે આવે છે. આશ્રમ અને તીર્થ સમુદાયમાંથી પણ યોગ્ય શિષ્ય ન મળે તો સ્વરુપ પદ ધારી બ્રહ્મચારી સંન્યાસ ગ્રહણ કરી તીર્થ કે આશ્રમ પદ ધારણ કરી શંકરાચાર્યના પદને શોભાવે છે. 🔸🔻હાલમાં આ પીઠના શંકરાચાર્ય પૂજ્ય પાદ શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ છે.
તેઓ આ પીઠના ૭૮ મા શંકરાચાર્ય છે. 🔸તેઓશ્રી ઈ. સ. ૧૯૮૨ થી આ પીઠના મઠાધિપતિ છે.
🔸ઈ. સ. ૧૯૮૨ માં તેમની નિમણૂંક શ્રી અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સ્વામીના વસિયતનામા મુજબ કરવામાં આવી છે. તેમના પૂર્વના મઠાધિપતિઓમાં શ્રી ત્રિવિક્રમ તીર્થના (૧૯૨૧) પછી શ્રી ભારતી ક્રિષ્ણ તીર્થ (૧૯૨૧~૧૯૨૫), શ્રી સ્વરૂપાનંદ તીર્થ (૧૯૨૫~?), શ્રી યોગેશ્વરાનંદ તીર્થ (?~૧૯૪૫), શ્રિ અભિનવ સચ્ચિદાનંદ તીર્થ (૧૯૪૫~૧૯૮૨) હતા.
(બાકીના મઠની માહિતી PDF મા)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
---------------------------------------
No comments:
Post a Comment