Monday, July 8, 2019

કુલભૂષણ જાધવ --- kulbhushan-jadhavs

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
કુલભૂષણ જાધવની ફાંસી પર સ્ટેઃ 

ઇન્ટરનેશનલ કોર્ટમાં(ધ હેગ (નેધરલેન્ડ્સ)) કોણે શું કહ્યું
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🕵🕵આઈસીજેના પ્રેસિડન્ટ, ન્યાયમૂર્તિ રોની અબ્રાહમે💂💂💂

જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવની ફાંસીની સજા ઉપર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં નિર્ણયની કાર્યવાહી ચાલુ છે. 


🎓વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન ડિવિઝનના વડા તરીકે કામગીરી બજાવતા દીપક મિત્તલ
💃ભારતમ વિદેશપ્રધાન સુષમા સ્વરાજ

- પાકિસ્તાનના જાધવના જાસૂસ હોવાના આરોપ સાચા માની શકાય નહીંઃભારત

- ભારતે જાધવની ફાંસીની સજા રદ્દ કરવા માટેની માંગણી કરી

🇵🇰આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ કેસમાં ભારતે દલીલમાં કહ્યું કે પાક વિયેના સંધિનો ભંગ કરી રહ્યું છે. વળી, કુલભૂષણને કાઉન્સિલર એક્સેસ પણ અપાયો નથી. ભારતની એ પણ દલીલ રહી કે પાકે કુલભૂષણના માતા-પિતાને મળવા માટે પણ વિઝા ન આપ્યા.

😡😡😡આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ મામલે પાકિસ્તાને દલીલો કરી, પણ કોર્ટે તે માન્ય ન રાખી. પાકિસ્તાને આ મામલાને રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો ગણાવવાથી માંડીને તે જાસૂસ હોવાની દલીલો કરી.

💪💪💪🇮🇳🇮🇳🇮🇳કુલભૂષણ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી ભારત તરફી ચુકાદો આપ્યો. કોર્ટે કુલભૂષણની ફાંસી પર સ્ટે આપ્યો. પાકિસ્તાનની દલીલોનો કોર્ટે અસ્વીકાર કર્યો.

🎋🎋આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાધવનો કેસ લડવા સાલવેની ફી માત્ર એક રૃપિયો : 

🎋🎋૧૯૮૭માં કુલભૂષણ જાધવ નેશનલ ડીફેન્સ અકાદમી(એનડીએ)નો હિસ્સો બન્યા અને ૧૯૯૧માં ભારતીય નેવીની એન્જીનીયરીંગ બ્રાન્ચથી કમીશન મળ્યું. રીટાયર થયા બાદ તેમણે ઈરાનના ચભાર પોર્ટ ઉપર બીઝનેસ શરુ કર્યો. જાધવ મૂળ રૂપથી મહારાષ્ટ્રથી સંબંધિત છે.

🇮🇳🇮🇳🇮🇳🇮🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

🇮🇳🀄️🇮🇳🀄️ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફાંસીની સજા આપવાની વિરુદ્ધની અરજી પર ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં મોટી જીત હાંસલ થઇ છે. 

⚖⚖⚖હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે અંતિમ નિર્ણય આવતા સુધીમાં જાધવને ફાંસી આપવા પર રોક લગાવવાના આદેશ આપ્યા છે. 

🇮🇳🇮🇳ભારતે પુરાવાના આધારે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતા જાધવ પર પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા હોવાનું જણાવ્યું હતુ. 
જ્યારે પાકિસ્તાને તેને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોવાનું જણાવતા આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી પર સવાલ કર્યા હતા.

🇮🇳🇮🇳આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાધવ તરફથી વરિષ્ઠ વકીલ 🎓🎓હરીશ સાલ્વેએ🎓🎓 કેસની દલીલ કરી હતી. 
🎋🎋🎋ભારતના ટોચના વકીલ હરીશ સાલવેએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાધવનો કેસ લડવા માટે ફક્ત એક રૃપિયો ફી લીધી છે


ભારતે પોતાની દલીલ રાખતા માંગણી કરી હતી કે જાધવની મોતની સજા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. 

🗣ભારતે આશંકા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન આઇસીજેમાં સુનાવણી પૂરી થતા પહેલા જાધવને ફાંસી આપી શકે છે.

👤👤46 વર્ષીય પૂર્વ નૌસેના અધિકારી કુલભૂષણ જાધવની ગત વર્ષે 3 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.
👥 પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે જાધવને જાસૂસી અને વિનાશક પ્રવૃતિઓ કરવાના આરોપમાં ફાંસીની સજા સંભળાવી હતી. 
ભારતની અપીલ પર આંતરરાષ્ટ્રીય અદાલતે ફાંસીની સજા પર અટકાયત કરી હતી. 

👥પાકિસ્તાને આઇસીજેમાં કહ્યુ કે વિયેના કન્વેન્શનમાં કોન્સ્યુલર સંપર્ક સાથે સંકળાયેલી જોગવાઇ આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ કોઇ જાસૂસ માટે નથી.

સોમવારે જાધવ કેસમાં ચાલતી દલીલ દરમિયાન આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ચર્ચા થઇ હતી. 

ભારતે જાધવની ફાંસીની સજા તુરંત જ સ્થગિત કરવાની માંગણી કરી, 
જ્યારે પાકિસ્તાને ભારત પર 'મિથ્યા વિચાર' ધરાવતી એક અરજી મારફતે આ વૈશ્વિક સંસ્થાનો રાજકીય મંચ તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

🇮🇳🇮🇳🇮🇳ભારતે શું તર્ક આપ્યા?🇮🇳🇮🇳

🔶- જાધવની ધરપકડ કરી હોવાની વાત પાકિસ્તાને કેમ છુપાવી.
🔶- 20 દિવસ પછી જાધવની ધરપકડ કરી હોવાની માહિતી મળી.
🔶- કાઉન્સેલર ઍક્સેસની ભારતની માંગણી 16વાર નકારવામાં આવી હતી.
🔶- સુનાવણી દરમિયાન જાધવને લીગલ સહાયતા લેવાની તક પણ ન આપવામાં આવી.
🔶- પાકિસ્તાનની સૈન્ય અદાલતમાં જાધવનો પક્ષ રજૂ કરવામાં ન આવ્યો.
🔶- પાકિસ્તાની આર્મીની પ્રેસ રિલીઝ દ્વારા જાધવની ફાંસીની સજા વિશેની માહિતી મળી.
🔶- પાકિસ્તાને વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યુ છે.

🇵🇰પાકિસ્તાનનો જવાબ🇲🇷

🔷- જાધવ પર ભારતની અરજી બિનજરૂરી અને ખોટું અર્થઘટન ધરાવતી છે, આ અરજીને ચોક્કસપણે ફગાવી દેવી જોઇએ.
🔷- પાકિસ્તાન વિદેશ કાર્યાલયના મોહમ્મદ ફૈઝલે ભારતની દલીલના જવાબમાં પોતાની શરૂઆતી ટિપ્પણીમાં કહ્યુ કે નવી દિલ્હીએ તેને આંતરરાષ્ટ્રીય ન્યાયાલય માટે એક યોગ્ય મામલા તરીકે રજૂ કર્યો પરંતુ નરમીથી જવાબ આપીશું નહીં.
🔷- કમાન્ડર જાધવ પાસે દયા અરજીની પ્રક્રિયાનો અધિકાર છે.
🔷- આ કેસમાં 150 દિવસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જો 10 એપ્રિલ 2017થી શરૂ થાય તો આ પ્રક્રિયા ઑગષ્ટ 2017થી આગળ ચાલતી. 
10 એપ્રિલે જાધવને આરોપી જાહેર કર્યા હતા.
🔷- વિયેના કન્વેન્શનની શરતો રાષ્ટ્રીય જોખમ અને જાસૂસીના આરોપમાં પકડાયેલા લોકો પર લાગૂ પડતા નથી.

🔻🔺🔻આઇસીજેએ પાકિસ્તાનને જાધવના કથિત કન્ફેશન્સનો વીડિયો ત્યાં સાર્વજનિક સુનાવણી દરમિયાન ચલાવવાની પરવાનગી પણ આપી ન હતી.
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🀄️બંને પક્ષો દ્વારા આપવામાં આવેલી મહત્વની દલીલોને દોહરાવી. બંને દેશો ઉપર કરવામાં આવેલા દાવાઓની કોર્ટે નોંધ લીધી. એ દેખાય છે કે જાધવની પાસે ૪૦ દિવસ છે, નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા માટે, આ પાકિસ્તાનનો કાયદો છે. પરંતુ જાધવે તેમ ના કર્યું. જાધવના પરિવારે તેમ કર્યું છે. 
💢કોર્ટે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વિએના કરારનો એક ભાગ છે.
🀄️ભારત તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ દમદાર દલીલ કરતા કુલભૂષણની ફાંસીની સજા તત્કાલ રદ કરવાની માંગ કરી હતી. પાકિસ્તાન તરફથી કુલભૂષણનો કાઉન્સેલાર એક્સેસ ના આવ્પા માટે ભારતે વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કહ્યું હતું. સાથે જ પાકિસ્તાનની મીલીટરી કોર્ટમાં કુલભૂષણ ઉપર ચાલેલા કેસને ન્યાયની મઝાક જણાવી હતી. બીજી તરફ પાકિસ્તાનની દલીલ હતી કે આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટનો નથી, ભારત આને રાજનીતિનો મંચ બનાવી રહ્યું છે.

💢ભારતની દલીલ:🐾🐾🐾♦️♦️♦️


1. આ મામલો સંપૂર્ણપણે આ અદાલતની હદમાં આવે છે
2. જાધવને કાઉન્સેલર એક્સેસ ના આપવું તે સ્પષ્ટ રીતે વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન છે.
3. કેસમાં મદદ કાઉન્સેલર એક્સેસની શરત ના હોઈ શકે
4. મીલીટરી કોર્ટમાં ચાલેલો કેસ મઝાક છે.
5. સેનાની કેદમાં લેવાયેલુ કબુલાત નિવેદન કેસનો આધાર છે.
6. ભારતને જાધવ વિરુદ્ધ કોઈ પુરાવાઓ અપાયા નથી
7. કાઉન્સેલર એક્સેસ વગર અમને એ પણ ખબર નથી કે તે પાકિસ્તાન પહોંચ્યો કેવી રીતે
8. FIRમાં તેને ભારતીય જણાવવામાં આવ્યો પણ હાઈ કમીશનના અધિકારીઓને મળવા ના દેવાયા
9. અમને ડર છે કે આ કેસની સુનાવણી ખતમ થતા પહેલા જ તેણે સજા ના આપી દેવાય
10. ગત મહીને જ ૧૮એ મીલીટરી કોર્ટના ચુકાદામાં ફાંસી ફરમાવવામાં આવી આથી આ બાબત અરજન્ટ છે.
11. આંતરરાષ્ટ્રીય કાયદાઓ, માનવ અધિકારોનું પાકિસ્તાને પાલન ના કર્યું
12. તરત સજાને રદ કરવામાં આવે
13. પાકિસ્તાને કુલભૂષણ જાધવ ઉપર પોતાનો પક્ષ મુકતા કહ્યું હતું કે
14. જાધવનું કાબુલનામું સંભાળવું જરૂરી છે
15. આને રાજનીતિનો રંગમંચ ના બનાવે ભારત
16. જાધવના પાસપોર્ટની વાત કરે ભારત
17. બલુચિસ્તાનમાં જાધવની ધરપકડ
18. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસે જાધવની ફાંસીની સજા ઉપર અંતિમ ચુકાદો આવે નહી ત્યાં સુધી રોક લગાવી દીધી છે.


🐾🐾કેસની ખાસ વાતો શું છે?🐾


1. ICJના અધિકાર ક્ષેત્ર ઉપર પાકિસ્તાનનો વાંધો રદ, ICJને આ બાબત ઉપર ચુકાદો આપવાનો અધિકાર છે

2. વિયના કરાર અધિકાર આપે છે, ભારતને પોતાના નાગરિકને મળવાનો અધિકાર, પાકિસ્તાનને કાઉન્સેલર એક્સેસ આપવો જોઈતો હતો

3. ICJએ અંતિમ નિર્ણય આવવા સુધી જાધવને ફાંસી ઉપર લગાવી રોક

4. આંતરરાષ્ટ્રીય કોર્ટનો પાકિસ્તાનનો આદેશ, અંતિમ નિર્ણય સુધી ફાંસી નહી થાય

5. પાકિસ્તાનને સુનિશ્ચિત કરવું પડશે કે કુલભૂષણ જાધવને ફાંસી ના આપવામાં આવે

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment