Monday, July 8, 2019

સિક્કિમ ---- Sikkim

🏴🏁🏴🏁સિક્કિમ⛱🗿⛱🗿

🔺🔻🔺🔻🔺🔻🔻🔻🔺
સિક્કિમના ધારાગૃહે રાજાશાહીનો અંત અને ભારતના બંધારણીય ભાગ તરીકે ભળવાનો ઠરાવ કર્યો એટલે ભારતના બંધારણના ૩૬માં સુધારા દ્વારા સિક્કિમ ભારતનું રાજ્ય બન્યું.

રાજધાની+= ગંગટોક

🔷રાજ્યપાલ શ્રીનિવાસ દાદાસાહેબ પાટીલ

• મુખ્યમંત્રી પવન ચામલિંગ (સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ, SDF)

🔶અધિકૃત ભાષા

નેપાળી (lingua franca)
અંગ્રેજી
સિક્કિમીઝ, અને લેપ્ચા (૧૯૭૭ થી)
લિંબુ (૧૯૮૧ થી)
નેવારી, ગુરુંગ, મગાર, શેરપા, અને તમાંગ (૧૯૯૫ થી)
સુંવાર (૧૯૯૬ થી)

♻️વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી ઊંચું શિખર -
કાંચનજંઘા સિક્કિમ અને નેપાળની સરહદે આવેલું છે.

🌊તીસ્તા અને રંગીત નામની મુખ્ય નદી અને તેની ઉપનદીઓ બનાવે છે. આ નદીઓ રાજ્યની ઉત્તરથી દક્ષીણ દિશામાં વહે છ
☄સિક્કિમના ગરમ પાણીના ઝરા તેની વૈદકીય ગુણધર્મો માટે પ્રચલિત છે. અહીં પુર્ચાચુ, યુમથાન્ગ, બોરાન્ગ, રાલાન્ગ, તારમ-ચુ અને યુમી સમડોન્ગ જેવા ગરમ પાણીના ઝરા પ્રખ્યાત છે.
♻️♻️નિયમીત હિમવર્ષા મેળવતું હોય એવું સિક્કિમ ભારતનું એક રાજ્ય છે.
♻️♻️

🔱🔱રાજ પ્રાણી🐼🐻
રાતો પાંડા🐼🐻

🐛રાજ પક્ષી રાતો તેતર (Blood Pheasant) 

🌴🌳રાજ વૃક્ષ બુરુંશ(રોડડેન્ડ્રન - Rhododendron)

🌸રાજ પુષ્પ નોબેલ ઓર્ચિડ

🍃🍂સિક્કિમ વિશ્વની અમુક જગ્યાઓમાંની એક છે જ્યાં આટલા નાના ક્ષેત્રફળમાં આટલી વિવિધતા જોવા મળે છે. સિક્કિમનો ૮૧% ભાગ ત્યાંની સરકારના વનવિભાગ હેઠળ આવે છે.

🎋ભારતના અન્ય કોઈપણ રાજ્ય કરતાં સિક્કિમમાં એલચીનું ઉત્પાદન વધુ થાય છે અને અહીં ભારતના કોઈ પણ રાજ્યની

🔳🔲સિક્કિમ ... ચીન , નેપાળ તથા
ભૂતાનની સરહદે આવેલું ભારતનું રાજ્ય છે. 
તેનું પાટનગર ગંગટોક છે. 
🔸ત્યાંની મુખ્ય ભાષા નેપાળી છે.
🔸 સિક્કિમ ગોઆ પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય છે. 
🔸અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે.
🗣 આ રાજ્યમાં કુલ ૧૧ ભાષાઓને અધિકૃત ભાષા ગણવામાં આવે છે, જેમાં નેપાળી (Lingua franca), સિક્કિમી, હિન્દી , લેપ્ચા, તમાંગ, લીમ્બુ, નેવારી, રાઈ, ગુરુન્ગ, મગર, સુંવાર અને
અંગ્રેજી . 
📝શાળાઓમાં મુખ્યત્વે અંગ્રેજી ભાષામાં શિક્ષણ અપાય છે તેમ જ સરકારી પત્ર, દસ્તાવેજ વગેરેમાં પણ અંગ્રેજી ભાષાનો વપરાશ થાય છે.

🖋✒️"સિક્કિમ" નામ વિષે સૌથી વધુ માન્યતા પ્રાપ્ત ધારણા એવી છે કે આ શબ્દ લિંબુ ભાષાના બે શબ્દોમાંથી બન્યો છે. લિંબુ ભાષામાં "સુ" એટલે નવુ અને "ખિયિમ" એટલે મહેલ કે આવાસ. આ નામ તે રાજ્યના પ્રથમ રાજા ફુન્તસોગ નામગ્યાલ દ્વારા બંધાવવામાં આવેલા મહેલના સંદર્ભે પડ્યું હોવાનું મનાય છે. તિબેટી ભાષામાં સિક્કિમને 🔺"ડેનજોંગ" 🔸તરીકે ઓળખાય છે. જેનો અર્થ થાય છ☑️ે "ડાંગરની ખીણ", 
. ભૂતિયા લોકો આને "બેયુલ ડેમઝોંગ" કહે છે, જેનો અર્થ છે "ડાંગરની ગુપ્ત ખીણ" . 
🔸સિક્કિમના મૂળ વતની લેપ્ચા લોકો આને "નાયે-માઈ-એલ" કહે છે જેનો અર્થ સ્વર્ગ એવો થાય છે.
🔸🔹હિંદુ પૌરાણિક ગ્રંથોમાં સિક્કિમને "ઈન્દ્રકિલ" તરીકે ઓળખાવાયો છે, જેનો અર્થ ભગવાનનું ઉદ્યાન એવો થાય છે.

🔻🔸સ્થાપના - રાજાશાહી

સિક્કિમના મૂળ રહેવાસીઓ લેપ્ચા જાતિના હતા, તે સિવાય સિક્કિમના પ્રાચીન ઇતિહાસ વિશે કોઈ વધુ જાણકારી ઉપલબ્ધ નથી. 

🔸🔹સિક્કિમનો સૌથી પ્રાચીન ઉલ્લેખ બૌદ્ધ સંત પદ્મસંભવ (ગુરુ રીન્પોચે)ના ૮મી સદીના લખાણમાં મળે છે. જેમાં તેઓ સિક્કિમમાંથી પસાર થયા હોવાનો ઉલ્લેખ છે.

ગુરુ પદ્મસંભવે તે ભૂમિને આશીર્વાદ આપ્યા હતા, ત્યાં બૌદ્ધ ધર્મ ફેલાવ્યો અને ભવિષ્યવાણી કરી હતી કે અમુક સદીઓ બાદ સિક્કિમમાં રાજાશાહી આવશે. 

એક પરીકથા અનુસાર ૧૪મી સદીના પૂર્વી તિબેટના ખામ ક્ષેત્રના મિનયાક કુળના રાજકુમાર ખ્યે બમ્સા ને દિવ્ય સાક્ષાતકાર થયો, જેમાં તેને દક્ષીણ તરફ પ્રવાસ કરીને ત્યાં સંપત્તિ પ્રાપ્ત કરવાનો આદેશ હતો. ખ્યે બમ્સાની પાંચમી પેઢીના વારસ 🐾ફુનત્સોગ નામગ્યાલે ૧૬૪૨માં સિક્કિમ રાજની સ્થાપના કરી અને યુક્સોમના ત્રણ આદરણીય લામાઓ દ્વારા તેમનો રાજ્યાભિષેક કરી તેમને પ્રથમ છોગ્યાલ, પાદરી-રાજા બનાવવામાં આવ્યા.

✏️૧૬૭૦માં ફુનત્સોગ નામગ્યાલ પછી તેમનો પુત્ર તેનસંગ નામગ્યાલ ગાદીએ આવ્યો. 
🔻તેણે સિક્કિમની રાજધાનીને યુસોમથી રાબ્દેનત્સેમાં ખસેડી. ઈ.સ. ૧૭૦૦માં રાજાની સાવકી બહેન (જેને સિક્કિમની ગાદી ન અપાઈ)ની મદદ વડે ભૂતાને સિક્કિમ પર આક્રમણ કર્યું. 
તેના દસ વર્ષ પછી તિબેટી સેનાઓએ ભૂતાનીને સિક્કિમથી ખદેડી દીધા અને છોગ્યાલને ફરી ગાદીએ બેસાડ્યા. 

૧૭૧૭ અને ૧૭૩૩ની વચમાં પશ્ચિમે આવેલા નેપાળ અને પૂર્વે આવેલા ભૂતાન દ્વારા સિક્કિમ પર ઘણાં આક્રમણો થયા. તેવી એક નેપાળી ચડાઈ દરમ્યાન રાજધાની રાબ્દેનત્સેનો ધ્વંસ કરવામાં આવ્યો.

૧૭૯૧માં ગોરખા આક્રમણથી સિક્કિમ અને તિબેટથી બચાવવા માટે ચીને સિક્કિમમાં સૈન્ય મોકલ્યું હતું. ગોરખાના પરાજય પછી ચીનના ક્વીંગ રાજવંશનું સિક્કિમ પર નિયંત્રણ રહ્યું.

🀄️અંગ્રેજ શાસન હેઠળ સિક્કિમ🀄️

ભારતમાં અંગ્રેજોનું રાજ સ્થપાતા સિક્કિમે તેના દુશ્મન નેપાળ સામે અંગ્રેજો સાથે મિત્રતા કેળવી. નેપાળે સિક્કિમ પર આક્રમણ કરી તરાઈ સહિતના ક્ષેત્ર પર આધિપત્ય મેળવ્યું. આને કારણે બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીએ નેપાળ પર આક્રમણ કર્યું અને પરિણામે 📌૧૮૧૪નું ગોરખા યુદ્ધ થયું. 
૧૮૧૭માં નેપાળ અને સિક્કિમ વચ્ચે સંધિ થઈ અને તે અનુસાર નેપાળે પચાવી પાડેલો સિક્કિમનો પ્રદેશ પાછો આપવો પડ્યો. 
✏️પરંતુ જ્યારે અંગ્રેજોએ સિક્કિમના મોરાંગ પ્રાંતમાં કરવેરો ઉઘરાવવો શરૂ કર્યો ત્યારે સિક્કિમ અને અંગ્રેજોના સંબંધોમાં કડવાશ ઊભી થઈ. 
૧૮૪૯માં સર જોસેફ ડાલ્ટન હૂકર અને ડૉ. આર્થર કેમ્પબેલ નામના બે ડોક્ટરોએ (જેઓ અંગ્રેજ સરકારના અંગ્રેજ - સિક્કિમ સંબંધો વિષેના અધિકારીઓ હતા) સિક્કિમમાં ગુપ્તપણે, અનધિકૃત પ્રવેશ કર્યો. 
સિક્કિમ સરકારે આ બંને ડૉક્ટરોને અટકમાં લીધા. આને કારણે સિક્કિમના અંગ્રેજો સાથેના સંબંધો વધુ વણસ્યા જેને પરિણામે મોરાંગ અને દાર્જીલિંગ જીલ્લાઓને ૧૮૫૩માં બ્રિટિશ ઈંડિયામાં શામિલ કરી દેવામાં આવ્યા. ત્યાર બાદ સિક્કિમનો છોગ્યાલ અંગ્રેજોના નિયંત્રણ હેઠળ માત્ર નામનો જ રાજા રહી ગયો. 

૧૮૯૦માં સિક્કિમ એ અંગ્રેજ રક્ષિત રાજ્ય બની ગયું, અને ત્યાર બાદ બીજા ત્રણ દાયકામાં તેણે થોડી વધુ સ્વાયત્તતાઓ મેળવી.

✏️✏️ભારતની સ્વતંત્રતા પછી🔰🔰

૧૯૪૭માં ભારતને સ્વાત્તંત્રતા મળ્યા બાદ સિક્કિમમાં ભારતીય સંઘરાજ્યમાં ન જોડાવું એવો લોકમત આવ્યો. 

🔆૧૯૫૦માં સિક્કિમ અને ભારત વચ્ચે સંધિ થઈ, તે અનુસાર સિક્કિમ એ ભારત રક્ષિત રાજ્ય બન્યું અને સિક્કિમની વિદેશ નીતિ, રક્ષણ અને સંદેશવ્યવહાર ભારતને હસ્તક રહ્યો. તે સિવાય સર્વ ક્ષેત્રોમાં, રાજ્યકારભાર સંબંધેની સ્વાયત્તતા મળી.

🔆૧૯૫૩ રાજ મંડળ સ્થપાયું જેણે છોગ્યાલના આધિપત્ય હેઠળ સંસદીય સરકારના ગઠનની જોગવાઈ કરી. 
🔆તે સમયે સિક્કિમ નેશનલ કૉંગ્રેસે નવી ચૂંટણી અને સિક્કિમના રાજકારભારમાં વધુ નેપાળી સહભાગની માંગણી કરી. 
💢૧૯૭૩ના સમયના છોગ્યાલ (રાજા) પાલ્દેન થોન્ડુપ નામગ્યાલ ખૂબજ અપ્રિય હતા અને તેમના મહેલની બહાર રમખાણો ફાટી નીકળ્યા અને ભારતીય સંરક્ષણની માંગણી કરવામાં આવી.

🔆૧૯૭૫માં સિક્કિમના વડા પ્રધાને ભારતીય સંસદને સિક્કિમને તેના એક રાજ્ય તરીકે ભેળવી દેવાની વિનંતી કરી. 
તે જ વર્ષના એપ્રિલ માસમાં ભારતીય સેનાએ ગંગટોકનો કબ્જો મેળવ્યો અને છોગ્યાલના મહેલના સૈનિકોને નિશસ્ત્ર કરી દીધા.
🔆 ત્યાર બાદ એક લોકમત લેવામાં આવ્યો, જેમાં ૯૭.૫ ટકા મતદાતાઓએ રાજાશાહીનો અંત કરી અને ભારતીય સંઘ સાથે જોડાવાની તરફેણ કરી. 
🔆આ સંમેલનને લોકોની ઈચ્છા અને ભારતીય સંઘની સહમતિથી પ્રેરિત જણાવાયું હતું પણ તેની ચડાઇ, જાતિભેદનો ફાયદો ઉપાડવો, જનમતમાં ગોટાળા જેવી અનેક ટીકાઓ કરવામાં આવી. 
🀄️🐾🀄️૧૬ મે ૧૯૭૫ના દિવસે સિક્કિમ ભારતનું ૨૨મું રાજ્ય બન્યું અને રાજાશાહી નાબુદ થઈ. 
🐾✏️🐾નવા રાજ્યના ઉમેરણ માટે ભારતીય સંસદ દ્વારા સંવિધાનમાં સુધારો કરવામાં આવ્યો. સૌ પ્રથમ ૩૫માં સુધારા હેઠળ સિક્કિમને "સંલગ્ન" રાજ્ય તરીકે ખાસ દરજ્જો અપાયો. 
📌🀄️ત્યાર બાદ ૩૬માં સુધારા હેઠળ સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો અને સિક્કિમનું રાજ સંવિધાનની પ્રથમ સારણીમાં ઉમેરાયું.

🀄️📌અર્વાચીન ઇતિહાસ🀄️📌

૨૦૦૦ની સાલમાં સત્તરમા કર્મપા ઉરગ્યેન ત્રિનલે દોરજી (જેમને દલાઈ લામાએ માન્યતા આપી અને ચીની સરકારે પણ ટુલ્કુ તરીકે સ્વીકાર્યા)
તિબેટ થી નાસી છૂટ્યા અને તેમણે સિક્કિમની
રુમટેક મઠ માં આશ્રય માગ્યો. 
આ મુદ્દે ચીની અધિકારીઓ અવઢવમાં હતા. જો તેઓ ભારતનો વિરોધ કરે તો તેઓ સિક્કિમને ભારતનો અંગ ગણે છે એમ સાબિત થાય.
‼️ ચીન સિક્કિમને ભારત શાસિત સ્વતંત્ર રાજ્ય માનતું હતું. છેવટે ૨૦૦૩માં ચીની સરકારે એ શરતે સિક્કિમને ભારતના રાજ્ય તરીકે માન્યતા આપી કે ભારત સરકાર પણ તિબેટને ચીનનો ભાગ ગણે; 🐾✏️અલબત્ત, ૧૯૫૩માં જવાહરલાલ નહેરૂના કાળ દરમ્યાન નવી દિલ્હી એ તિબેટને ચીનનો ભાગ સ્વીકાર્યો હતો. 
૨૦૦૩ની આ સમજૂતીને કારણે ભારત ચીન સંબંધોમાં સુધારો આવ્યો, અને ૬ જુલાઈ ૨૦૦૬ના દિવસે સિક્કિમનો⭕️ નથુલા ઘાટ ⭕️ભારત ચીન વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખુલ્લો મુકાયો જે ભારત-ચીન વચ્ચેથી પ્રથમ ખુલ્લી સીમા બની. 

🐾 પ્રાચીન રેશમ માર્ગ ની એક શાખા માર્ગ સમો આ ઘાટ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી બંધ પડ્યો હતો.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment